Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૬૮ ]
જેને કોન્ફરન્સ હેરલ્ડ.
( [ અકબર
કરનાર નારક જીવોનું પણ કલ્યાણ થવું જોઈએ. તેવી જ રીતે વળી ગર્દભે ગરમી સહન કરે છે. અને ભસ્મ લગાવે છે. વડ જટા ધારણ કરે છે તેમજ બગલે અધર પગ રાખીને ઉભો રહે છે છતાં મનની કલુષતાથી તેમનું કંઈએ કલ્યાણ થતું નથી. ગતાનુગતિકપણે એટલે પરમાર્થ જાણ્યા વિના કે કરંજનાર્થે બેસુમાર કષ્ટકરણ કરવામાં આવે તે પણ તેથી કલ્યાણ નથી. આત્મ કલ્યાણ સાધવા રૂપ ઉત્તમ લક્ષ વિના કેવળ અલેક કે પરલેક સંબંધી ક્ષણિક સુખને માટે પણ કરેલી કરણી ઉત્તમ લાભ માટે થતી નથી. જે કરણ કેવળ આત્મ કલ્યાણને અર્થે જ સદ્દગુરૂ સમીપે સારી રીતે સમજીને અનન્ય લક્ષથી સ્થિરતાપૂર્વક સેવવામાં આવે તો તેનાથીજ એકાંત આત્મહિત સંપજે છે. જ્યારે આમ છે ત્યારે બીજાં બધાં નકામાં કષ્ટ સહન કરવા કરતાં એક દુર્દમ મનને જ દમવાને પૂરતા પ્રયત્ન કરવાની જરૂર છે. કહ્યું છે કે મનને મારવાથી એટલે મનને સ્વવશ કરવાથી ઈદ્રિયો પણ સ્વવશ થાય છે અને ઈદ્રિયે વશ થાય તે નવો કર્મબધ થતો અટકે છે તેમજ પૂર્વ કર્મને પણ ક્ષય થઈ શકે છે, જેથી અવશ્ય મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. મનને સ્વવશ કરવાને પ્રથમ મૈત્રી, મુદિતા (પ્રમેદ), કરૂણુ અને મધ્યસ્થતા રૂપ ભાવના ચતુછયનો આશ્રય કરવાની જરૂર છે. તે દરેક ભાવના ઉપર યોગ શાસ્ત્રાદિકમાં કરેલું વિવેચન સારી રીતે વાંચી વિચારી લક્ષમાં લેવું જોઈએ તેમજ તત્ સમાચરણ પણ કરવું જોઈએ, એ ઉપરાંત અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિવે, આશ્રવ, સંવર, નિર્જરા, લેકસ્વભાવ, બેધિદુર્લભતા અને ચારિત્રદુર્લભતા ગ્રુપ દ્વાદશ અનુપ્રેક્ષા( ભાવના) પણ આત્માથી જનોએ અવશ્ય વિચારણીય છે. ઉક્ત ભાવનાઓ અભૂત અમૃત કે રસાયણ તુલ્ય છે અને તેનું પ્રતિદિન પ્રેમપૂર્વક સેવન કરવાથી ભવેરાગ્ય અને વિષય વૈરાગ્યપૂર્વક સમતાદિક ઉત્તમ ગુણની સહેજે પ્રાપ્ત થઈ શકે છે. નિરૂદ્યમી જીવોનું મન મકંટની પેરે જ્યાં ત્યાં નાચતું ફરે છે. માટે તે મન-મર્કટને સદુદ્યમ-કંખલા (સાંકળ)થી બાંધી રાખવું જોઈએ. પ્રશમરતિકારે સૂચવેલ “પૈશાચિક આખ્યાન” અને “કુળવધુનું દષ્ટાંત ” પણ ખાસ વિચારવા યોગ્ય જ છે. ઉપરના પદ્યમાં પણ ચિદાનંદજી મહારાજ મનને જ નિગ્રહ કરવા ભાર મૂકીને કહે છે. જૈન શાસનમાં સાધુઓને દશ પ્રકારનો લેચ કરે કહ્યો છે. તેમાં નવ પ્રકારનો ભાવલેચ છે અને દશમે કેશનો દ્રવ્યા છે. દ્રવ્યલેચ કરે તે ભાવને માટે જ છે. તે ભાવ ઉપર લક્ષજ ન હોય તે દ્રવ્યલોચ નકામો છે. પાંચ ઈદ્રિયોને નિગ્રહ અને ચારે કષાયને જય એ નવવિધ ભાવોચ કહ્યો છે. કદાચ અવસ્થાના કારણથી કે રોગાદિકને લીધે કેશલેચ બની ન શકે તેપણ ભાલચ તો અવશ્ય કર્તવ્યજ છે; અને એ ભાવ લક્ષ તો પળે પળે સોદિત રાખવાની જ જરૂર છે. વિષય કષાય પ્રમુખ પ્રમાદને સમતા સહિત નાનાવિધ તપ વડે ટાળવાથી ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા પ્રગટે છે. એવા પવિત્ર લક્ષ વિના કરેલી ગમે તેવી અને ગમે તેટલી કષ્ટકરણી કષ્ટહરણી થઈ શકતી નથી. મતલબ કે મનઃશુદ્ધિયા સ્થિરતા વિના કરેલી કરણીથી કંઈ પણ આત્મલાભ થતો નથી. તેથી ગુણસ્થાનકમાં આગળ પ્રયાણ થઈ શકતું નથી. તે તે તેલીનો બળદ ગમે તેટલે ફરે તોપણ ત્યાંને ત્યાંજ. તેમ સમજ વિના કષ્ટકરણી કરનાર આશ્રી પણ સમજવું. આવા હેતુથી પરમ કરૂણારસિક પુરૂષો પોકારીને કહે કે “તમે જે જે કરે તેનું પ્રથમ હાઈરહસ્ય સારી રીતે સમજે, તે પિતાનું કર્તવ્ય સમજીને કરો, કરંજનને માટેજ ન કરે, તે પ્રેમપૂર્વક કરો અને તેમાં પ્રમાદ નહિ કરતાં ખંતથી કરો.” કેટલાક લેકે કાર્ય કરવામાં