Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦ ]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
[૨માં
સિવાય બીજું કોઈ પણ આપવામાં આવ્યું નથી એટલું જ નહીં પણ તેના વહીવટને લગતા ચોપડા બળી ગએલા જણાવી સોંપવામાં આવ્યા નથી.
સદરહુ દેરાસરજીને ઘુમટ ઘણો જીર્ણ થઇ ગએલો હેવાથી તેને તાકીદે સુધરાવી લેવા વહીવટકર્તા ગ્રહસ્થને સૂચવવામાં આવ્યું છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણે તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થને આપવામાં આવ્યું છે.
છલે ગુજરાત દેશ વડોદરા તાબે મીયાગામ મધ્યે આવેલા શ્રી જૈનશાળા ત્યા પાન ખાતાના વહીવટને લગતે રીપોર્ટ–
સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઠ છગનલાલ જેરાજના હસ્તકનો સંવત ૧૮૫૨ની સાલથી તે સંવત ૧૮૬૫ના ભાદરવા સુદ ૧૪ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો. તે જોતાં સદરહુ સંસ્થાનું નામું રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવવામાં આવે છે તે બહુ ખુશી થવા જેવું છે.'
આ ખાતું તપાસી જે જે ખામી દેખાણ તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા રહસ્યને માપવામાં આવ્યું છે.
છલ્લે ગુજરાત દેશ વડોદરા તાબે મીયાગામ મધ્યે આવેલા શ્રી સ્વામીવરાછા તથા નકારશી ખાતાના વહીવટને લગતો રીપોર્ટ
મજકુર સંસ્થાના વહીવટકર્તા શેઠ નેમચંદ પીતામ્બરદાસના હસ્તકને વહીવટ સવંત ૧૯૨૦ ના કારતક સુદ ૧ થી તે સવંત ૧૮૬૫ ના ભાદરવા સુદ ૫ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો. તે જોતાં સવંત ૧૮૩૦ ના આશો સુદ ૩ ના મેળામાં એક બાઈ તરફથી આવેલા રૂપીયા સાડી પાંચશે જમે કરી તેના મથાળે ભૂલથી રૂપિયા પાંચશેને સર ચડાવ્યો છે અને તે મેળની પુરાંતમાં તે રૂપિયા વધવા જોઈએ તે વધારે દેખાતો નથી માટે વહીવટકર્તા ગ્રહસ્થને તે તરફના અથવા બીજા કોઈ ગામના આગેવાન સરલ અને પ્રતિકિત પ્રહસ્થો પાસે તે બાબત મૂકી તેઓ સૂચવે તે પ્રમાણે નાણાં ભરી દેવા જણાવ્યા છતાં હજુ સુધી તે પ્રમાણે વર્તવામાં આવ્યું હોય તેમ દેખાતું નથી તે બહુજ દિલગીર થવા જેવું છે. આશા રાખીએ છીએ કે હવેથી જેમ બને તેમ તાકીદે તેને યોગ્ય રીતે ખુલાસો કરી નાંખવામાં આવશે એજ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થને આપવામાં આવ્યું છે.
સી.
થી સંધનો સેવક ચુનીલાલ નાહાનચંદ
નરરી ડીટર એ જૈન . કોન્ફરન્સ