Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦ ]
મહારાજ જામસાહેબનું અમલનું સ્તુતિપાત્ર પગલું.
૨૭૭
૪ પ્રકીર્ણ-ઉપદે પ્રાસાદ પાંચે ભાગ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી
છપાએલ) તેના પર વિવેચન અને વિચારપૂર્વક કરેલ અવલોકન સાથે. પ ઇતિહાસ:–ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ થી ૧• નું ભાષાંતર સંપૂર્ણ
(શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ) ઐતિહાસિક તથા
ત-વદષ્ટિએ વિદ્યાર્થીએ અવલોકન કરવાનું. પરીક્ષા થયા બાદ બે મહિને પાસ થયેલા વિવાથીઓને પ્રમાણપત્રો તથા ઉંચે નંબરે આવનાર, વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવશે. ઉમેદવારોએ પોતાની અરજી, નામ, દેકાણું, ક્યા ધોરણમાં પરીક્ષા આપવી છે વિગેરે ચોખ્ખા અક્ષરે જણાવી તા. ૩૦-૧૧-૧૦ પહેલાં શ્રી ધાર્મિક પરીક્ષા વ્યવસ્થાપક મંડળ, પાયધુનીના શીરનામે મોકલવી.
મહારાજા જામસાહેબનું અગત્યનું સ્તુતિપાત્ર પગલું. જામનગરથી એક ગૃહસ્થ લખી જણાવે છે કે જામનગર પ્રા હિતવર્ધક સભાના માજી પ્રમુખ વૈદશાસ્ત્રી મણીશંકર ગોવીંદજીના સ્વર્ગવાસની નોંધ લેવા તથા નવા પ્રમુખની ચુંટણી કરવા તારીખ ૯-૧-૧૦ ને રોજ મળેલી મીટીંગમાં જનરલ કમીટીના સર્વાનુમતે નીમાપેલા એ સભાના નવા પ્રમુખ અને અત્રેના ધારામંડળના એક આગેવાન વકીલ રા. રા. દયાશંકર ભગવાનજી અને તેઓની સાથે વકીલ ગોરધનદાસ મોરારજી, વકીલ હરજીવન ચત્રભુજ, વકીલ ભગવાનજી દેવજી તથા વકીલ ચત્રભુજ ગોવીંદજી, એઓના પ્રા તરફના એક ડેપ્યુટેશને ખાવિંદ મહારાજાધિરાજ જામશ્રી રણજીતસીંહજી સાહેબ બહાદુરની હજાર, જામનગર તલપદમાં તથા મહાલમાં વિજયાદશમી સબબ પાડા તથા ઘેટાંને થતો વધ બંધ કરવા પ્રજા તરફથી મોડપુર કીલે જઈ અરજ કરતાં તેઓ દયાળુ મહારાજા સાહેબે સદરહુ અરજ મંજુર કરી દીવાન સાહેબે ઉપર નીચેની મતલબને તાર કરી જીવહિંસા થતી બંધ પાડી છે. '
“મી. દયાશંકર અને તેની સાથેના બીજાઓએ મારી પ્રજાની ઇચ્છા જાહેર કરી તેને માન આપી હું વિજયાદશમી નિમિત્તે થતા પાડા બકરાં વગેરેનો વધ બંધ કરવાને તથા રૂપીઆ બે હજારની રકમ ધર્માદા ફંડમાં સ્ટેટ તરફથી કહાડવાને હુકમ કરૂં છું.
નેક નામદાર મહારાજા જામસાહેબે આ પ્રમાણે પ્રજાની લાગણીને માન આપી પોતાના મનની અતિશય વખાણવાલાયક મેટાઈ બતાવી છે તે કાર્ય ઘણું સ્તુતિપાત્ર છે, પરંતુ તેના કરતાં પણ પિતે ઉદારતાના સાક્ષાત મોટા ઝરા બની પોતાના પ્રદરથી ધમાંદા કુંડમાં ખરચવાની જે મોટી રકમ એનાયત કરવાનું ઉત્તમોત્તમ પગલું ભર્યું છે તે વિશેષ સ્તુતિપાત્ર છે અને તેથી જામનગરની પ્રજા સતિષ અને હર્ષના ઉભરામાં ગીરફતાર થયેલી છે અને તે પરમ કૃપાળુ પરમેશ્વર પાસે ખરા જીગરથી એમ પ્રાર્થના કરે છે કે આવાં મુંગાં પ્રાણીઓની નિરાધાર જિંદગી બચાવવામાં આવી છે તેના આશીર્વાદથી અને અમારી સર્વની પ્રાર્થનાથી ખુદાવિંદ મહારાજા જામસાહેબને તે પરમાત્મા ઉંચા પ્રકારની તંદુરસ્તી સહિત સંપૂર્ણ દીર્ધાયુષ બક્ષી રાજ્ય અને પ્રજાના પ્રતિદિન વિશેષ વિશેષ હિતકર કાર્યો કરવા સંપૂર્ણ શક્તિવાન કરે.