Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૯૦]
જૈન કોન્ફરન્સ હેર૯૭.
[નવેમ્બર
મન ! તું વિચાર કે આઠ પ્રહરવાળા આખા દહાડામાં તું ધારે તો બે ઘડી બહ ખુશીથી પ્રભુની ભકિતમાં લાગી શકે અને એમ એટલું તો કરવું–પ્રભુભકિતમાં બે ઘડી સફળ કરવી-તને બહુ ઉપયોગી પણ છે. બે ઘડી પણ પરમાતમ પ્રભુની સાથે પ્રેમ લગાવતાં લગાવતાં અભ્યાસના બળથી પ્રભુના સાંનિધ્યથી શાન્તિ-સ્થિરતા પમાય છે અને અનાદિ કાળથી અસ્થાને લાગેલે ખોટો પ્રેમ છૂટતું જાય છે, જેથી પરિણામે ભવભ્રમણનું દુઃખ ઓછું થતું જાય છે, માટે મનવા ! એટલે શુભ અભ્યાસ તે તું અવશ્ય રાખજે. તેથી અનુક્રમે તને પરમ શાંતિ પ્રાપ્ત થઈ શકશે. ૧
છે. વળી આ પ્રગટ દેખાતા અને ક્ષણવારમાં (કચ્છ) નષ્ટ થઈ જતા દુનિયાના અસાર પદાર્થોમાં અનાદિ અજ્ઞાનના જોરથી લાગેલી મેહ-માયાને ઠંડી યથાશકિત દાન પુણ્ય પ્રમુખ ધર્મકરણ કરવામાં પણ તું ઉજમાળ થા. મિથ્યા ભ્રમને લીધે સુખબુદ્ધિથી સેવવામાં આવતા બાહ્ય પદાર્થમાને રાગ ઘટાડી શુભ ભાવથી દાન શીલ તપ પ્રમુખ ધર્મકરણી કરવામાં પ્રીતિ જેડ કે જેથી અનુક્રમે સકળ અશાતાને દૂર કરીને તું પરમ શાતાનો અનુભવ કરી શકે. મતલબ કે તુચ્છ સુખ રૂ૫ ફળની આશા તજી નિરાશીભાવે નિસ્પૃહપણે પરમ શાન્તિ પ્રાપ્ત કરવાને માટે તું ધર્મકરણી કર. ૨.
આ વાત તને કેવળ હિતબુદ્ધિથી, નહિ કે તને સુખથી વંચિત કરવાને માટે, પરમાર્થભાવે કહેવામાં આવે છે. તે સમજીને આદરી લઈશ તે તેમાં તારૂંજ હિત રહેલું છે, અને તને જ શાતા સુખ પ્રાપ્ત થવાનું છે. પરંતુ જે આ પ્રમાણે પરમાર્થબુદ્ધિથી આપવામાં આવેલી શુભ શિખામણને પણ તું અનાદર કરી સ્વચ્છંદપણે મેહમાયામાં મુંઝાઈ અવળે રસ્તેજ ચાલીશ તો તેમાં તારૂં જ બગડશે, તું જ દુ:ખી થઈશ અને મૂળગી મૂડી પણ ગમાવી તારે ભવભ્રમણ કરવું પડશે, માટે હે મિત્ર મનવા!તું સવેળાનું ચેતી લે અને સુખી થા! ૩ ઈતિ શમ