Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦ ]
ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવ.
[ ૨૭૫
૫ વૃદ્ધ લગ્ન કરવા નહીં. છેવટ ૪૫ વરસની ઉમર લગીનાને કન્યા આપવી. ક પગરખાંને નાળ, ખીલા કે ખીલીઓ નખાવવી નહીં.
૭ બાળલગ્ન કરવાં નહીં. ૮ કચકડાનાં બટન વાપરવાં નહીં તેમ મિયાત્વી પર્વ પાળવાં નહીં.
ઉપર જણાવ્યા સિવાય બીજા સુધારા કરવા બનતે પ્રયાસ કરવા ઠરાવ કર્યો હતો. આ વખતે ખોરજ ગામના ગરાશીઆઓ આશરે બસે ધરના ભેગા થયા હતા, તેમણે જીવદયા વગેરેનાં ભાષણ સાંભળી છવહીંસા ન કરવા તથા માંસ ભક્ષણ ન કરવા દેવા સોગન લીધા હતા.
તા. ૨૧-૯-૧૯ ના રોજ સદરહુ ઉપદેશ કે વેડા ગામે ભાષણ આપતાં ત્યાંના જૈન સંઘે તથા ગામ લોકોમાંના ઘણું જણે ભ્રષ્ટ ખાંડ ન વાપરવા સોગન ખાધા હતા. તેમજ ટીનનાં વાસણો વાપરવાં નહીં. વગેરે ઘણી બાબતના ઠરાવો કર્યા હતા. તે સિવાય ગરાશીઆ ચાવડા ફુલજી ફતાજી ચાવડા રાજાજી હાથીજી, ચાવડા વરવાજ મતીજી તથા ડોડીઆ રવજી બેચરજી વગેરે આગેવાનોએ જીવદયાનું ભાષણ સાંભળી કોઈ પણ પ્રકારે હિંસા કરવી નહીં, કરાવવી નહીં ને કરતા હોય તેને બંધ કરાવવા પ્રતિજ્ઞા લીધી હતી. તેમ તન મન અને ધનથી જીવદયા પાળવા નિશ્ચય કર્યો હતો.
તા. ૨૬-૮-૧૦ ના રોજ વીજાપુર તાલુકાના ગામ માં ઉપદેશક મિ. વાડીલાલના ભાષણથી ત્યાંના શ્રી સંઘે કરેલા ઠરાવો.
૧ ટીનનાં વાસણ વાપરવાં નહીં રે જડા નીચે નાળ, ખીલાકે ખીલીઓનખાવવી નહીં. . . કચકડાનાં બટન વાપરવાં નહીં
* પીછાંવાળી ટોપી વાપરવી નહીં. ૫ રડવા કુટવાના સંબંધમાં પ્રથમ કરતાં ઓછું કરવું ? ફટાણાં ગાવાં નહીં. ૭ બંગડીઓ પહેરવી નહીં.
૮ ભ્રષ્ટ ખાંડ વાપરવી નહીં. ૯. કન્યાવિક્રય કરવો નહીં. તેમ કન્યાવિક્ય કરવા વાળાને ત્યાં જમવું નહીં. વગેરે કરા થયા હતા.
તા. ૩૦-૮-૧૦ નારોજ ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે ઇટાદરા ગામે જૈન સંધ સમક્ષ તથા ગામલેકની હાજરી વચ્ચે જુદી જુદી બાબત ઉપર ભાષણ આપતાં ત્યાંના જૈોએ કરેલા ઠરાવ નીચે મુજબ
૧ પરદેશી ભ્રષ્ટ ખાંડ વાપરવી નહીં. બનતાં લગી ગોળ વાપર. ૨ ટીનનાં વાસણ વાપરવાં નહીં. 2 અધરણીનું જમણ જમવું નહીં તેમ જમાડવું નહીં. ૪ હેકા ન પીવાની તથા બીડી ન પીવાની કેટલાકએ બાધા લીધી હતી. ૫ ફટાણું ગાવાં નહીં તેમ બંગડીઓ પહેરવી નહીં. ૬ રડવા કુટવાના કુચાલ માટે ઘણું ઓછું કરવું.
૭ કન્યાવિય કરવો નહીં. ઉપર પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા હતા.