Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૫૬]
ને કેન્ફરન્સ હેરલ્ડ.
[ અકબરે
ઉપજાવે તેવા હિંસાના અધમ આચરણેને અંધારામાં ધકેલી પડે તેવા ફર-ઘાતકી રીવાજે ધર્મની શીતળ છાંયા નીચે જે સમાજમાં પ્રચલિત છે તે સમાજની નીતિ-રીતિ માટે કેવો ખ્યાલ બાંધો ?
આપણને અનેક રીતે ઉપયોગી મોટા પ્રાણીઓ તરફ દયાભાવ બતાવવા ઉપરાંતનાના નાના પ્રાણુઓ તરફ પણ કૃપાદૃષ્ટિથી જોનારા ધર્મિષ્ટ હિંદુભાઈઓ નવરાત્રિ, દસેરા જેવા શુભ માંગલિક ધર્મના પવિત્ર તહેવારને દીવસે ધર્મને બહાને, પ્રતિદિન હજારે પ્રાણીએના વધ કરનાર કસાઇને પણ શરમાવે તેવી રીતની, ફર-ઘાતકી-નિર્દય વર્તકથી ગરીબનિરાધાર-અવાચક હજારે પાડા બકરાં વગેરે પ્રાણીઓને યજ્ઞવેદી ઉપર વધ કરે-કરાવે અગર તેવા કાર્યોને ઉત્તેજન આપે તે કેવું મહાન પરોપકારી-જીવદયાનું કાર્ય ? આ પ્રસંગે જણાવવું જોઈએ કે પુરાણીક કથાનુસાર ગાયના પુંછડામાં તેત્રીસ કરોડ દેવોનો વાસ હોવાથી ગાયને પવિત્ર માની તેને ગૌમાતા કહેવામાં આવે છે તે હકીકતને ધમઘેલા હિંદુભાઈઓ કરતાં જુદા પડી અન્ય સુધારક વિચારના હિંદુભાઈઓ એવી રીતે ઘટાવે છે કે આપણે આર્યાવૃત-હિંદુસ્તાન દેશ વિશેષ કરીને ખેતી ઉપરજ આધાર રાખતો હોવાથી, ઘણેજ ઓછો બદલે લઈ આપણને ઘણું સારો લાભ આપનાર ગાયને શાસ્ત્રકારોએ પવિત્ર જણાવેલી છે. ગાય પોતે શરીરના નિર્વાહમાં ખાસ ઉપયોગી અને આરોગ્યવર્ધક દૂધ આપે છે એટલું જ નહિ પણ તેની દરેક વસ્તુ આપણું ખપમાં આવે છે, તેમજ વળી તેના સંતાને ખેતીના કામમાં આપણને ઘણુંજ મદદગાર થઈ પડે છે. આ સિદ્ધાંત ખરે માનવામાં આવે તે પછી સ્વાર્થની નજરે જોતાં પણ ખેતીના કાર્યમાં ઉપયોગી થઈ પડે તેવા પાડાઓને વધ થતો કેમ ન અટકાવવો ? આ વિષયમાં ઘણી જ ખુશીની સાથે નોંધ લેવા જેવું છે કે જૈન કેન્ફરન્સના અથાગ પ્રયાસ કેટલેક અંશે ફળીભૂત થયો છે. હિંદુ ધર્મશાસ્ત્રના અનન્ય વિદ્વાન પંડિતના આ પ્રકારના પશુવધ વિરૂદ્ધ અભિપ્રાયને મેળવી તેને પુસ્તકના રૂપમાં પ્રકટ કરવામાં આવ્યા છે અને તે પુસ્તકનું નામ “પશુવધ નિષેધ રાખવામાં આવેલ છે. આ પુસ્તકની અકેક નકલ સાથે, નાના મોટા તમામ રાજા મહારાજાઓ તરફ, અવાચક પ્રાણીઓના વકીલ તરીકે એક લંબાણ અરજી ( Memorial) મોકલાવવામાં આવતાં લગભગ ૪૦-૫૦ કરતાં પણ વધારે રાજ્યકર્તાઓએમોટા મોટા મહારાજાઓએ પોતાના રાજ્યમાં સર્વત્ર આ ઘાતકી રીવાજ એક દમ બંધ કર્યોકરાવ્યો છે અને તે દ્વારા અવાચક પ્રાણીઓના ખરા દીગરના અસંખ્ય આશિર્વાદ મેળવવા ઉપરાંત તેમના તરફ અરજી કરનારાઓને પણ હમેશને માટે આભાર નીચે મૂક્યા છે અને તેથી જ કોન્ફરન્સની દરેક બેઠક વખતે આ સર્વે રાજ્યકર્તાઓનો અંતઃકરણની લાગણથી આભાર માનવાની મતલબનો ખાસ ઠરાવ કરવામાં આવે છે. આ વિષયમાં પ્રસાસ કરનાર ભાઈઓને બ્રીટીશ સરકાર પિતા તરફથી બનતી મદદ આપવાને તૈયાર છતાં પણ તેની સ્થિતિ એક રીતે ઘણુંજ કડી છે. લોકોની કમળ ધાર્મિક લાગણીને માન આપવાની સરકારની ફરજ હોવાથી–વચનથી તેમજ વખતો વખત જાહેર કરવામાં આવેલ ઢંઢેરાથી તેમ કરવાને બંધાયેલ હોવાથી બ્રીટીશ સરકાર કંઈ કરી શકતી નથી એટલું જ નહિ પણ સરકારને એવો ઠરાવ કરવાની ફરજ પડી છે કે જે કોઈપણ માણસ ધર્મના કામને માટે જાનવરને વધ કરશે તો સરકાર તેમાં બાધ નહિ કરે અને તેથી કરીને આપણે માથેજ લકાની હદયની ધાર્મિક લાગણીઓ ઉપર સટ અસર કરવાનું રહે છે.
(અપૂર્ણ)