Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦ ]
પંડિત હેમચંદ્રાચાર્ય
[૨૫૯
એ સ્ત્રી તેના આ બળદ થઈ ગયેલા પતિને ખવરાવે તો એ તેનો પતિ બળદના શરીરથી મુક્ત થઈ ફરીથી મનુષ્યનું શરીર ધારણ કરે. આટલી વાત થયા પછી શીવપાર્વતીનું વિમાન ત્યાંથી જતું રહ્યું. આ સ્ત્રી તરત ઉઠી અને કઈ અમુક વનસ્પતિથી એ લાભ મળશે તેના ખોટા વિચારમાં નહિ પડતાં ઝાડની છાયા નીચે જે બધું ઉગ્યું હતું તે કાપી લઈ તે બધે ચારે બળદ થઈ ગયેલા પિતાના પતિને ખાવા માટે નાંખે. એ ખાતાં વેંત જ એ સ્ત્રીને ધણી બળદ મટી પાછો માણસ થઈ ગયા. પરંતુ કઈ વનસ્પતિ ખાવાથી તે બળદના શરીરથી મુક્ત થઈ મનુષ્યદેહમાં આવ્યો તે એ સ્ત્રીના જાણવામાં કોઈ કાળે પણ આવ્યું નહિ અને તે શોધી કાઢવાની તે સ્ત્રીએ કદી કોશીષ પણ કરી નહિ. આ દૃષ્ટાંતરૂ૫ ર્તા હેમચંદ્ર સિદ્ધરાજને કહીને એમ સમજાવ્યું કે હે રાજા ! આ સઘળા સંપ્રદાયો કે જેમાં આપ ગુંચવાયા કરો છો તેને ઝાડ નીચે ઉગેલી વનસ્પતિ તુલ્ય સમજે. સર્વે ધર્મમતાનો તમે સત્કાર કરો ને તે દરેકમાં જે કંઈ સારું હોય તે ગ્રહણ કરે. તેમ કર્યાથીજ તમે મોક્ષ પામશે. સિદ્ધરાજને હેમચંદ્રની આ શીખામણ ન્યાયી લાગી ને તે દિવસથી તે સર્વે સંપ્રદાયોનો સત્કાર કરવામાં સંપૂર્ણ સમાનતા સાચવવા લાગ્યો.
- હેમચંદ્ર તથા સિદ્ધરાજને લગતી બીજી કેટલીક વાતો પણ એવી જ જાણવાજોગ છે. સિદ્ધરાજને હેમચંદ્ર તરફ વિશેષ પ્રીતિ બતાવતો જોઈ સિદ્ધરાજના દરબારના બ્રાહ્મણો કેટલીકવાર બહુ ગભરાતા ને બીતા કે રખેને સિદ્ધરાજ જૈન ધર્મ અંગીકાર કરી લેશે તે. આથી તેઓ હેમચંદ્ર અને રાજા વચ્ચે ભિન્નભાવ પડાવવા નવી નવી યુક્તિ વાપરવાનું ચુકતા નહિ. એકવાર બ્રાહ્મણેએ સિદ્ધરાજ પાસે જઈને એવી ફરિયાદ કરી કે એક જૈન સાધુએ ચામુખી દેવળમાં નેમિચરિત્રની કથા કરતાં પોતાના શ્રાવકોને ખુશી કરવા માટે માત્ર પતરાછથી એમ કહ્યું કે “પાંડવો તે જૈન હતા.” એમ જણાવી બાશ્રણ બેલ્યા કે આ૫ મહારાજાધિરાજ બ્રાહ્મણનું પ્રતિપાલન કરનારા છો ને શીવના ભકત પૂજારી છે છતાં આપનાજ પાટનગરમાં મહાભારતના પવિત્ર ધર્મગ્રંથમાંના પાંડવોને આ જૈન સાધુ જૈન હોવાનો ગપાટો ફેલાવે તે શું આપ સાંખી રહેશો ? સિદ્ધરાજે હેમચંદ્રને તરત પિતાની પાસે બોલાવ્યા ને એ વાતને ખુલાસો માંગ્યો. હેમચંદ્ર કબુલ કર્યું કે ઉક્ત જૈન સાધુએ એ પ્રમાણે વાત કરી છે અને પછી મહાભારતના જુદા જુદા કે ટાંકી બતાવી રાજાને કહ્યું કે “મહાભારતમાં તો સે ભીષ્મ, ત્રણસો પાંડે, એક હજાર કેણ ને ઘણું કર્ણ હોવાનું જણાવ્યું છે તે એ બધામાંથી એકાદ પાંડવ જૈન ધર્મ પાળતા હોય એવું શું સંભવિત નથી ? રાજાને હેમચંદ્રને આ ખુલાસો યોગ્ય લાગ્યો ને બ્રાહ્મણની ફરિયાદ તરત કાઢી નાંખી. પિતાની ઉંચી વિચારશકિતને અંગે એ રીતે હેમાચાર્ય પિતાના હરીને હંફાવતા હતા.
પચાસ વરસની લાંબી મુદત સુધી રાજ્ય ભગવ્યા પછી સિદ્ધરાજ ઈ. સ. ૧૧૪૩ માં મરણ પામ્યો. દેવે તેને દીકરો દીધેલે નહિ તેથી તેનું રાજ તેનાથી ધિકકારાયેલા તેના ભત્રીજાના પુત્ર કુમારપાળના હાથમાં ગયું. ગાદીએ બેઠા પછી કુમારપાળે પિતાની કારકીર્દિને પહેલે દશક પિતાના રાજ્યની ઉત્તર સરહદ પર લડાઈ ચલાવવામાં ગાળે. ૧૧ મે વર્ષે આબુ પર્વતની તળેટીમાંના મોટા મેદાનમાં