Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦ ]
પંડિત હેમચંદ્રાચાર્ય
महारोगो महाद्वेषो, महामोहस्तथैव च । कषायश्च हतो येन, महादेवः स उच्यते ॥ महाकामो हतो येन, महाभयविवर्जितः । महाव्रतोपदेशी च, महादेवः स उच्यते ॥ महाक्रोधो महामानो, महामाया महामदः । महालोभो हलो येन, महादेवः स उच्यते ॥ महानन्दो दया यस्य, महाशानी महातपः । महायोगी महामौनी, महादेवः स उच्यते ॥ महावीर्य महाधैर्य, महाशीलं महागुणः ।। महामञ्जुक्षमा यस्य, महादेवः स उच्यते ॥ भवबीजांकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । बह्मा वा विष्णुवा, हरो जिनो वा नमस्तस्मै ॥
નહિ
હેમચંદ્રાચાર્યે ૩૩૦૦૦ ઘરને શ્રાવકના ધર્મમાં આણ્યા. એક ઘરમાં લગભગ પાંચ જણની સરેરાશ કાઢીએ તે આશરે દોઢ લાખથી વધારે નવા માણસોને તેમણે જૈન ધર્મમાં દાખલ કર્યા. દયામય જૈન ધર્મમાં આટલી મોટી સંખ્યાને દાખલ કરવાનું પરાક્રમ બીજા કયાં આચાર્ય દાખવ્યું છે તે કોઈ કહી શકશે ?
એકવાર રાજાએ ખુશી થઈ આચાર્યજીને કાંઈ ભારે બક્ષીશ આપવા માંડી ત્યારે આચાર્યજીએ કહ્યું કે અમે કંચન કામનીના ત્યાગી. અમારે કશું જોઈએ નહિ. છતાં રાજાએ બહુજ આગ્રહ કર્યો ત્યારે હેમાચાર્યે કહ્યું કે, કુમારપાળ રાજા ! તું તારા સ્વધર્મી બંધુઓ એટલે શ્રાવકભાઈઓને એ બક્ષીશ જેટલું નાણું વહેચી આપ. રાજાએ તે પ્રમાણે ગરીબ શ્રાવકેમાં એ નાણું વહેંચી આપ્યું
જૈન ધર્મને ઉઘાત થાય, લેકે તે ધર્મમાં વધારે આકર્ષાય, જીવદયાનો પ્રસાર થાય, હિંસા બંધ થાય ઈત્યાદિ ખરેખર ધર્મનાં કાર્ય કરવા જતાં કોઈ કોઈ વાર તેમને સમય
જોઈને વર્તવું પડતું અને રાજા તથા મુત્સદીના સંબંધમાં રહેવાથી સાધુધર્મ કોઈ કોઈ વાર બિહુ સરસ રીતે સાચવવાનું નહિ પણ બનતું હોય. તે વાત તેને કાને બીજાઓ તરફથી નાંખવામાં આવતી ત્યારે તેનો તેઓ જે જવાબ આપતા તે આજના સાધુ શ્રાવકોએ ધ્યાનમાં લેવા જેવો છે. તેની મતલબ એ છે કે-ભાઈ હું તે બધું સમજું છું. જે હું માત્ર મારું પોતાનું એકનું જ કલ્યાણ ઈચ્છીને બેસી રહું ને એવી મહેનતમાં ન ઉતરૂં કે એવાનો પરિચય ન રાખું તો જૈન ધર્મને પ્રસાર ન થાય, અનેક મનુષ્યો જૈન ધર્મને ખરે રસ્તે ચડે છે તે ચડતા અટકે ને એ રીતે અનેકનું કલ્યાણ થતું અટકી જાય. આ મારૂં ભવભ્રમણ વધવું હોય તે ભલે વધો પણ એ માર્ગ હવે તજાશે નહિ.
ભાઈઓ ! આવો આત્મભોગ આપનારે આજે એક પણ સાધુ બતાવશે ? એકલપેટાઈને ને સ્વાર્થપણને જૈન ધર્મ ઉપર બીજાઓ તરફથી કોઈ કોઈ વાર જે દેષ મૂકવામાં આવે છે તેનું કારણ પિતાના પંડનું ભલું ઈચ્છી બીજાની કાંઈ પણ દરકાર નહિ કરનારા