Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦]
જેને ગ્રંથાવલિ વિષે અભિપ્રાય
[૨૪૩
કરવા સોગન લીધા હતા તથા પરદેશી ભ્રષ્ટ ખાંડ નહીં વાપરવા ઠરાવ કર્યો છે વળી ગુલાસણના કરડા ગરાશીઆઓએ જીવહિંસા ન કરવા તેમ માંસભક્ષણ કે દારૂનો બીલકુલ ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લીધી છે. તેમજ હાનિકારક રીવાજો ધીમે ધીમે બંધ કરવા હીલચાલ કરવામાં આવી છે.
जैन ग्रंथावळि विषे अभिप्राय.
જૈન ગ્રંથાવલિ ” પ્રગટ કરી જૈન કન્ફરંસ ઓફિસે સાહિત્યના ઉપાસકે ઉપરાંત આપણી જૈનકોમ ઉપર પણ ભારે ઉપકાર કર્યો છે. જૈન ભંડારોમાં કેવાં કેવાં અમૂલ્ય અને ઉપયોગી રનો સાચવી રાખવામાં આવ્યાં છે તે આ ગ્રંથાવલિ સ્પષ્ટતાથી બતાવી આપે છે. કોન્ફરંસ ઓફિસને આ જમાનાને અનુસરતો આ દિશાનો પ્રયત્ન બેશક આદરણીય ને પ્રશંસનીય છે.
જે મહામુનિઓ તથા પંડિતએ જૈન તત્વજ્ઞાનના ન્યાયના, ઉપદેશના, વિજ્ઞાનના કે ભાષાસાહિત્યના ગ્રંથો લખી જૈન સંઘને સર્વ સ્થળે દેદિપ્યમાન કર્યો છે તે મહામુનિઓને પંડિતને આ રીતે અજવાળામાં લાવવાનો કોન્ફરંસ ઓફિસને પ્રયત્ન સ્તુત્ય છે. - આ ગ્રંથાવલિ તપાસી જતાં જણાય છે કે કેન્ફરંસ ઓફિસે ગ્રંથાવલિની યોજના કરવામાં ભારે શ્રમ લીધો છે ને તે શ્રમ પણ સફળ થયો જણાય છે.
કોઈ પણ રીતે જેસલમેર જેવા જૂના ભંડારનાં સર્વ પુસ્તકની ફેરીસ્ત થઈ જાય તો કોન્ફરંસ ઓફિસે કાંઈ જેવું તેવું કાર્ય કર્યું નહિ ગણાય.
સંવત ૧૩૦ માં રચાયેલા યોનિપ્રાભૃત ગ્રંથ પછી ઠેઠ સંવત ૭૩૩ માં લખાયેલી ઓધનિયુકિત ચણિનું નામ આવે છે તો વચ્ચે ૬૦૦ વરસના ગાળામાં લખાયેલાં પુસ્તકની શોધ થવાની જરૂર છે.
ધિ સંકુલ જૈન લાઇબ્રેરી થવાની જરૂર છે કે જ્યાં ગ્રંથાવલિમાં જણાવેલાં પુસ્તકો જળવાઈ રહે અને નવાં પુસ્તકોનો ઉમેરો થાય.
વિદ્વાન મુનિ મહારાજે આ ગ્રંથાવલિ અવલોકીને જૈન સાહિત્યની વિશેષ સારી એ બજાવી શકે તેવું છે. એટલું જ નહિ, પણ પોતાના વિહાર સ્થાનોમાં દુર્લભ ગ્રંથ માટે તજવીજ પણ કરી શકે તેવું છે. જ્ઞાનની રક્ષા કેવી રીતે થાય અને જ્ઞાનપંચમીને દિવસે બાહ્ય સુંદરતામાં કૃતકૃત્યતા માનવાથી લાભ નહિ પણ હાનિ થાય છે વગેરે હકીકત શ્રાવક સમુદાયને મુનિ મહારાજ સારી રીતે સમજાવી કે.
માગધી ભાષાના અભ્યાસકોની આપણુમાં હાલ ઘણી ખોટ છે તો જૂના ભંડારેમાંના વ્યાકરણના ગ્રંથ હાલના જમાનાને ઉપયોગી થઈ પડે એવા યોગ્ય ટીપણ સાથે સસ્તી કીંમતમાં પ્રગટ થવાની જરૂર છે. સંસ્કૃત ભાષા એ મૃતભાષા હોવા છતાં તે ભાષા જાણનારા વિધાને વિશેષ મેળવી શકાય છે ત્યારે માગધી ભાષા જાણનારા વિદ્વાને શોધ્યા પણ જડતા નથી.
કોન્ફરંસ ઓફિસના “જૈન ગ્રંથાવલિ” જેવા યત્નોની ફતેહ ઈચ્છું છું. કોન્ફરંસના નિયામકે સમગ્ર જૈનકેમમાં ઐયની વૃદ્ધિ કરો અને સાહિત્યની સારી રીતે સેવા બજાવ.
અસ્તુ. રાજકોટ સીટી તા. ૮-૫-૧૦
લિપોપટલાલ કેવળચંદ શાહ, રાજકોટ.