Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
"
૧૮૧૦ )
ધર્મ નીતિની કેળવણી
(૧) પિતાના ધર્મ સંબંધી બની શકે તેટલું પુરૂં જ્ઞાન આપવું. (૨) બીજા ધર્મોના આધાર રૂપ સિદ્ધાન્ત સમજાવવા, અને તે ધર્મોમાં પણ અમુક સત્ય અને સત્ત્વ છે ? સમજાવવું, જેથી સ્વમાન્યતા ન થાય. (૩) પોથીમાંનાં રીંગણું થાય નહિ માટે કેવા પુસ્તકનું જ કે સૂક્ષ્મ વિષય સંબન્ધી જ જ્ઞાન આપવું નહિ; પરંતુ ધર્મનીતિને વ્યવહારમાં છે ઉપયોગ છે, અને આપણી આસપાસના બનાવે, સંગે, વ્યતીકરે, વગેરેમાં તે જ્ઞાનને શે ઉપગ હેવો જોઈએ તે બહુ સારી રીતે ઠસાવવું.
ઓછામાં ઓછા નવ દશ વર્ષની ઉમર સુધી ધર્મનીતિનું જ્ઞાન મેઢેથીજ અપાવું જોઈએ. તે ઉમર થતાં પહેલાં પુસ્તકો વાપરવાથી મહેટે ભાગે તે વ્યર્થ શ્રેમ જ કરે છે છે. પછીથી ધીમે ધીમે ધર્મના વિષયમાં રસ પડતો જાય અને સમજણ ખીલતી જાય તેમ તેમ પુસ્તકે દાખલ કરવાં. શિક્ષણની શરૂઆતમાં ધર્મ સંબંધી વાર્તાઓ કહીને કરવી. એ વાર્તાઓની અસર બાળકોના આચાર ઉપર થાય હેની તજવીજ રાખવી. ધર્મનીતિનું શિક્ષણ પિપટીઉં થઇ જાય નહિ, પરંતુ વિદ્યાથીઓના હૃદયમાં બરાબર ઉતરે એવી જીવંત રીતિથી શિક્ષણ આપવું જાઇએ.
કાન્તિલાલ છગનલાલ પંડયા, બી. એ ધિક્કર ઉપજાવવાના શુદ્ધ હેતુથી દુર્ગુણેનું દર્શન કરાવવા કરતાં પ્રેમ ઉપજાવવાના : શુદ્ધ હેતુથી સદ્ગુણોના ચિત્ર-પટ પ્રત્યક્ષ કરવા એ વધારે સલામતી ભરેલું છે.
ગણપતરામ અનુપરામ ત્રવાડી વ્યભિચારાદિ બાબતે કિશોર ને તરૂણ વયના બાળકના કાનપર નાખવી એ અયોગ્ય થશે. એજ રીતે શિયળ વગેરે બાબતને નિષેધ ન છતાં પણ તે અમૂક વયે બેલવા જેવી નથી. કેમકે તે કહેતાં તેથી ઉલટી વાત છોકરાંના મનમાં આવી જાય છે.
હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાલા,
બાળકની વય ધ્યાનમાં રાખી નિષેધક આજ્ઞાઓનું શિક્ષણ આપવું. વ્યભિચારાદિ દુષ્ટ કર્મો બાલકની વિચાર શકિતથી પણ દૂર છે. માટે તેવા દુર્ગણે તરફ તેને દેરવાં નહિ. પરંતુ દિવસના મહેણા ભાગમાં બાળકે સ્વાભાવિક રીતે જ સંગતાદિ કારણોથી જે દુર્ગુણે તરફ વળે છે તે દુગુણેના અનિષ્ટ પરિણામો બતાવવાની ખાસ જરૂર છે. જે તેને પરિચિત નથી. તે પરિચિત નહિ કરવું; પણ જે પરિચિત છે તેનો લાભ હાનિ બતાવવાં.
ડી. એ. તેલંગ, બી. એ. જીવાભાઈ અમીચંદ પટેલ
-
- -