Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦ ]
જીવદયા-અહિંસા. Humankarianism
[૨૨૭
રીતે ગરદન વહે ના ખૂન પણ કીસ્મત” આ કડીમાં જણાવેલા કીસ્મતના હેબતાવનારા કાર્ય સાથે સરખાવતાં આંચકો ખાવો જોઈએ નહિ. આવા આક્ષેપો મેગ્ય રીતે–ખરી રીતે મૂકવા માં આવે છે કે કેમ તેને વિચાર કરવા પૂર્વે કહેવું જોઈએ કે આ કલિયુગના સમયમાં જનસમાજમાં વિરલા પુરૂષજ આવા આક્ષેપોમાંથી બચવા યોગ્ય પોતાનું આખી જીંદગી દરમીયાનનું વર્તન સાબીત કરી શકશે. જનસમાજનીજ નીતિ મર્યાદા જ્યાં સંકુચિત થઈ છે ત્યાં પછી અમુક સંખ્યાની વ્યક્તિના સમુદાયનીજ શી વાત કરવી ? ૨૬ મતિ શ્રેણ: તતર વ તો નન: એ સૂત્ર અનુસાર દેખાદેખીથી નીતિભ્રષ્ટતા વધતી જ જાય છે. સૌજન્ય-શાલીપણાને-સત્યવકતાપણાને-પ્રમાણિકપણાનો-નિષ્કાપત્યને વિશુદ્ધ વર્તનને ડળ કરનાર ગોરી પ્રજાના સંબંધમાં એક યુપીઅન વિદ્વાન લખે છે કે “ગરાઓ પણ યથાર્થ રીતે અવલેતાં, સુધરેલા છતાં સદાચાર પરત્વે તે કાળા (હબસી) કરતાં ભાગ્યે જ સારા હશે.”
જનસ્વભાવને અભ્યાસક અન્ય વિદેશીય વિદ્વાન કહે છે કે “આપણે (ગેર) જ્યારે તેમનામાં (કાળામાં) જઈ વસીએ છીએ ત્યારે તેઓ ભોળા અને વિશ્વાસુ હોય છે, આપણે તેમનાથી છુટા પડી જવા તૈયાર થઈએ છીએ તેટલામાં તેઓ લુચ્ચા અને અવિશ્વાસુ થઈ ગયા હોય છે. “મૂળે મિતાહારી, પરાક્રમી, પ્રમાણિક એવા લોકને આપણે દારૂડીયા, આળસુ અને ચાર બનાવીએ છીએ. આપણે દુરાચાર તેમને શીખવી, એજ દુરાચારને તેમને નિર્મળ કરવાનું કારણ ગણીએ છીએ. જ * જીવ (મનુષ્યજીવ) પ્રતિ દયાના સંબંધે તે ગેરાઓ કાળાને ઠપકો દઈ શકે તેમ નથી” (અન્ય જીવો પ્રતિની દયામાં તો હિંદુસ્તાનના કાળા લેકો (આર્ય બંધુઓ) કરતાં તેઓ ચડતા હોય એવો ખ્યાલજ વ્યાજબી રીતે ઉદ્ભવત નથી).
એજ વિદ્વાન એક દૃષ્ટાંત આપે છે તે વાંચવાથી વાંચનારને કંપારી છુટયા વગર રહેશે નહિ અને કહેવાતા “સુધારા”ને પૂર્ણ ભક્ત પણ તે વાંચી ધિક્કારને ઉચ્ચાર કર્યા વિના રહેશે નહિ. તે જણાવે છે કે “સમુદ્રમાં ડુબતા માણસોને મદદ કરવા
જવાને વેશ કરી, હાથ લાગતાં મનુષ્યનાં ગળાં કાપી લઈ, ડોકાં વ્યાપારાર્થ લઈ જવાની નિયતા સુધરેલી ગોરી ચામડીને કાળી મેશ કરી નાંખે છે, ને એ વાત તથા એવીજ અનેક વાતો છેક હાલમાં છેલ્લાં ૨૦-૨૫ વર્ષમાં જ બનેલી છે એ જાણ હરકોઈ દયાળુ પ્રાણ દિમૂઢજ થઈ જશે.
આ દુનિયા વિના બીજી દુનિયા નથી, આ જીવિત વિના બીજું જીવિત નથી એવો ખ્યાલ રાખનારા મનુષ્યોનું જડવાદીઓનું–નાસ્તિક શિરોમણિઓનું કદાચ જીવનચરિત્ર સંતોષકારક ન જણાય તો ચાલી શકે (?) પરંતુ “વાવે તેવું લણે!” “જેવી કરણી તેવી પાર ઉતરણું” એ મીસાલની અનેક કહેવત જે સમુદાયમાં પ્રચલિત છે, કર્યા કર્મ અનેક જન્માંતરે પણ તેનું ફળ આપ્યા વગર રહેવાનાં નથી એવું જે સમાજ દૃઢતાથી માને છે, દરેક વ્યક્તિ પિતાના કાર્ય માટે અનેક રીતે જવાબદાર છે એવું જેમના હૃદયમાં રમી રહ્યું છે, દેવો પણ અમુક અપેક્ષાએ મનુષ્યભવને ઉત્તમ ગણે એવી જેમની માન્યતા છે, તેવા પુરૂષના આચાર માટે તે ઉતમ અભિપ્રાયજ બંધાવો જોઈએ.
સમય એવો છે કે-કલિયુગનું માહામ્ય એવું છે કે મનુષ્ય ઠગાઈ, લુચ્ચાઈ, વ્યભિચાર, વ્યસન આદિ અનેક અનિષ્ટ સાધનોથી પિતાને સ્વાર્થ સારામાં સારી રીતે સાધે છતાં નીતિમાન જણવાને દેખાવ કરે છે.
(અપૂર્ણ)