Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
* ૨૨૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
1 જીવદયા વિષયક ઉદાત્ત નિયમોના આટલા વિવેચન પછી હવે કહેવાની જરૂર નથી કે
દયાળુ મનુષ્યોએ પિતાના રેજના અગર પ્રાસંગિક ઉપયોગમાં - હિંસાના દયા રહિત એવી વસ્તુને પસંદગી આપવી જોઈએ કે જેથી હિંસાના કાર્યને [, કાયને આડકતરી રીતે સીધી યા આડકતરી રીતે બીલકુલ ઉત્તેજન મલે નહિ. અર્થશાસ્ત્ર ઉતેજન, (Political Economy,)ના નિયમ પ્રમાણે દરેક વસ્તુની પેદાશ
–તેના વ્યાપારની ખીલવણી, તે વસ્તુનો ઉપયોગ કરનારાઓની માગણી ઉપર આધાર રાખે છે (Principle of demand and supply ). જેની માગણી વધારે થશે તે વસ્તુ તૈયાર કરનારાઓ તેને વધારે મોટી સંખ્યામાં બજારમાં વેચવા માટે મોક્લવા લલચાશે અને તેથી ઉલટી રીતે તે વસ્તુનો ઉપયોગ કરનારાઓ જે ધીમે ધીમે ઉપયોગ કરતા બંધ થશે તે તેની પેદાશ પણ ઘટશે.
આજસુધી કેટલીક વસ્તુઓની બનાવટથી આપણે અજ્ઞાન હતા પરંતુ હવે તે પ્રકારની અજ્ઞાનતા દૂર થઈ છે. વખતોવખત આપણે ન્યૂસપેપરેમાં વાંચીએ છીએ તથા વિદ્વાન માણસોના ભાષણોદ્ધારાએ આપણે જાણી શક્યા છીએ કે હાથીદાંતના ચુડાઓ બનાવવા માટે દર વર્ષે લગભગ ૭૦૦૦૦ હાથીઓનો વધ કરવામાં આવે છે. પીછાંવાળી ટોપીઓ તૈયાર કરવા માટે હજારે બકે લાખ પ્રાણુઓ ઉપર ક્રૂર ઘાતકીપણું ગુજારવામાં આવે છે.
આવી રીતે પ્રાણીઓના અવયની બનતી ચીજે માટે તેમના ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવાના હેતુથી તેવી ચીજોને વપરાશ દયાળુ ભાઈઓએ એકદમ બંધ કરવો જોઈએ. પરદેશી ખાંડ અને પરદેશી કેશર પણ તેવાજ કારણને લઈને વપરાતું બંધ થવું જોઈએ.
આ સિવાય હિંદુ ભાઈઓએ અને ખાસ કરીને જીવદયાપ્રતિપાલ નામધારક જૈન ભાઈએ એવા વ્યાપારકાર્યમાં રોકાવું જોઈએ કે જેથી હિંસાત્મક કાર્યમાં જેમ બને તેમ ઓછી - પ્રવૃત્તિ રહે. આ વિષયમાં વંદિતા સૂત્રની બાવીસમી, ત્રેવીસમી અને ગ્રેવીસમી ગાથાઓ બહુ સારે પ્રકાશ પાડે છે. ક્રિયા-નિષ્ઠ જૈન લગભગ હમેશાં આ સૂત્રને પાઠ સવાર સાંજ બે વખત કરે છે પરંતુ ઘણુ કેસોમાં અચરે અચરે રામ જેવું થાય છે; ભાગ્યે જ તેને કઈ અર્થ સમજતા હોય છે અને કદાચ સમજતા હોય છે તે તદ્અનુસાર વર્તન કરવા કવચિત જ પ્રેરાય છે. આ પ્રસંગે જણાવવું જોઈએ કે આર્થિક નજરે ઘણું સારા નફાકારક ધંધામાં રોકાયેલ જૈન મિલમાલેક ઉપર શુદ્ધ બુદ્ધિથી અને કવચિત હૃદયાંતર્ગત રહેલ પણ જણાઈ આવતી ઈધ્યાની લાગણીથી અયોગ હુમલાઓ કરવામાં આવે છે. મીલમાલેકેના ધંધાને બચાવ કરવાનું–તેઓની વકીલાત કરવાનું અત્ર સ્થળ નથી; પરંતુ Something is better than nothing એ ન્યાયે પ્રખ્યાત રસાયણ–વિષયના અભ્યાસી મી. મેતીલાલ કશળચંદ શાહની સૂચના અનુસાર તથા અન્ય સમર્થ વિદ્વાનોની વિજ્ઞાન–શાસ્ત્રવિષયક મહાન શોધને લાભ લઈ એવા પદાર્થો સાચાકામ ચાલુ રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે કે જેથી લાખો મણ ચરબીને ખપ બંધ થાય તે એ વિષયમાં ઘણું કર્યું કહી શકાશે. વળી સામાન્યતઃ વ્યાપારકાર્યમાં જ મશગુલ રહેનારી-વ્યાપાર કરનારી જૈન પ્રજા ઉપર અવારનવાર એવા પણ આક્ષેપ મૂકવામાં આવે છે કે અન્ય પ્રાણીઓનું રક્ષણ કરનારા શ્રાવક ભાઈઓ નિરક્ષર ગામડીઆઓની તથા ખેડુત વર્ગના પુરૂષોની અજ્ઞાનતાને એવી રીતે લાભ લે છે અને ધંધાને અંગે કેટલીએક એવી લુચ્ચાઈઓ ઠગાઇઓ કરે છે કે તે કાર્યને, “મુકાવીને મીઠે બળે ભરોસે શીશ હે કીસ્મત ! કપાવી શી