Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈન કોન્ફરન્સ હેર છે.
[ સપ્ટેમ્બર
ખાલી મુઠે જાય છે. આ અમૂલ્ય માનવભવ હારીને દુર્ગતિમાં જાય છે અને પુનઃ સંસારચક્રમાં પર્યટન કર્યા જ કરે છે. ૩.
આ પ્રમાણે સર્વજ્ઞ સર્વદર્શ ભગવાન આ ચરાચર જગતનું આવું સ્વરૂપ સાક્ષાત જાણી દેખીને જણાવે તો પછી સુજ્ઞ જનોએ આ દશ્ય પદાર્થો ઉપર મુંઝાવું કેમ ઘટે ? તેમાં મમતા બાંધીને આ મારૂં આ મારૂં એમ પોકાર્યા કરવું કેમ ઘટે ? જીવિત પર્યંત તેની ખાતર પિતાના અમૂલ્ય પ્રાણુ અર્પણ કરવા કેમ ઘટે ? અને મમતા તળ સમતા વડે જ પ્રાપ્ત થઈ શકતા નિવૃત્તિસુખને વિસારી દેવું કેમ ઘટે ? એક ભૂતની સાથે ભાઈબંધાઈ સારી નથી તે પંચભૂત સાથે તે કેમ કરવી ઘટે ? જે શરીર, જે લક્ષ્મી જે પરિવાર માટે પિતે મરી પડે છે, નહિ કરવાનું કરે છે તે પાણીના પરપોટાની જેમ, વિજળીના ઝબકારાની જેમ અને પાણીના રેલાની જેમ ક્ષણવારમાં દષ્ટ નષ્ટ થઈ જાય છે. વાદળની છાયાની જેમ તે જોતા જોતામાં વિખરાઈ જાય છે તે તેમાં વિશ્વાસ કરવો કેમ ઘટે ? અહો ! જીવોની વિવેકશન્યતા! જેમ એકાંત વિશ્વાસ કરવાનો છે, જે કેવળ સુખનું જ સદન (ધામ) છે, જે વિશ્વવંદ્ય એવું પરમપદ પમાડી શકે છે તેવા સર્વ સેવિત અને સર્વજ્ઞભાષિત પ્રરમ પવિત્ર આત્મધર્મના વિચાર સરખો પણ કરી શકતા નથી, તે પછી એવા આત્મધર્મ માટે ઉદ્યમ તો શી રીતે કરી શકાય ? વિવિધ પ્રકારના ક્રોધ, માન, માયા અને લેભરૂપી કપાય એ આત્મધર્મના પ્રતિબંધક-શત્રરૂપ છે. જુદે જુદે પ્રસંગે જૂધ જૂદા રૂપ રંગ ધારીને આત્માને છળનારા એ સમસ્ત કાયને સર્વથા ક્ષય કરવાથી જ આત્મધર્મ પૂર્ણ રીતે પ્રકાશે છે અને તેમ કરવાને તે સમસ્ત કાયનો ક્ષય કરનાર જિનશ્વરેએ ઉત્તમ ઉપાય બતાવ્યા પણ છે. ક્ષમા, મુદતા (નમ્રતા), સરલતા અને સંતોષ એ સમસ્ત કાયને અનુક્રમે હણવાના અમોઘ ઉપાય રૂ૫ છે. “સદ્ વિવેકરૂપ શરાણ વડે સમય રૂપી શસ્ત્રને ઉત્તેજિત કરી ધૃતિ (ધીરજ) રૂ૫ ધારાથી તીક્ષ્ણ બનાવી જે મહાનુભાવ સાત્વિક અને તેનો ઉપયોગ કરે છે તે અવશ્ય સફળ શત્ર ગણનો સંહાર કરી સકળ કપાયમુકત. નિષ્કપાય એવા આત્મ સ્વભાવને પ્રગટ રીતે પ્રાપ્ત કરી શકે છે.” પણ કાયર માણસો તે આવી વાત સાંભળતાંજ કંપી ઉઠે છે. ભાટ ચારણોની જેમ કદાચ મુખથી આવી વાત કરીને બીજાને પાણી ચઢાવે છે પણ પોતે તે તે કૃતિથી અળગાજ રહે છે. એવા કાયર જનોને માટે આ ઉપદેશ નથી. પણ આવા ઉપદેશના અર્થ છે સાત્વિક જનો હોય તેમને માટે જ છે. ૪.
હે ભવ્ય જ ! જે તમે શાશ્વત સુખને અભિલપતા છે તે તમે સમસ્ત રાગ, દેપ અને મેહાદિક દેશસમૂહથી સર્વથા મુકત થયેલા વિતરાગ પરમાત્મા, જે અનંત જ્ઞાનાદિક ગુણેથી સદા સર્વદા અલંકૃત છે અને જેની અનન્ય ઉપાસનાથી ભવ્ય આત્મા પણ કટ બ્રમરીના ન્યાયે પરમાત્મપદને પામે છે તેને જ અનન્ય નિષ્ઠાથી ભજે–સેવો અને તેમની પવિત્ર આજ્ઞાનસારે સકળ જનને સુખકારી-હિતકારી એવી નિયત-નિષ્ઠાને ધારણ કરો અને એવી ઉંચી નિયત સદાય સાચો એજ કલ્યાણનો માર્ગ છે. ૫. અતિશ.