Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૫૦)
સિદ્ધર્ષિ ગણિ.
વીર્ય ફેરવવાની જરૂર નથી? દ્રવ્ય-શ્રમને-મહેનતને કમાર્ગે થતે વ્યય અટકાવી આ દિશામાં તેને વલણ આપવાની આવશ્યક્તા નથી? જીવદયાને નિયમ માત્રા ગ્રહણ કરવામાં અને તદ્અનુસાર વર્તન રાખવામાં–આપણાં હમેશનાં કાર્યોને કરૂણા રસને પટ આપી, આપણું ચારિત્રજ જીવદયાના નિયમ સાથે ઓતપ્રત કરવામાં કાંઈ બુદ્ધિમાહાસ્યની જરૂર નથી કે અલ્પજ્ઞ ગ્રામ્ય પુરૂષોને, સાપૂ દીલના-ભદ્રિક હૃદયના મનુષ્યોને અડચણ પડે મુખપૃષ્ઠ ઉપર જણાવેલ એક અંગ્રેજી વાકયના સૂચન મુજબ દયાભાવ એ કાંઈ બુદ્ધિ અગર મગજશક્તિના (Brain-power) ગુણોનું ફળ નથી, પરંતુ હૃદયના ગુણ સાથે સંબંધ રાખે છે. વળી ઉપનિષદમાંએ જણાવેલ છે કે બ્રહ્માનન્દ બુદ્ધિમાં નથી, હૃદયમાં છે. આ બ્રહ્માનન્દની પ્રાપ્તિ પણ સર્વમાં હ અને મારામાં સર્વ એવા અખિલ વિશ્વાત્મક પ્રેમભાવની-દયાભાવની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપર આધાર રાખે છે. જેને શાસ્ત્રકારો પણ પોકારી-પોકારીને કહે છે કે મિત્તિ મે સવ્ય ભૂએસ (સર્વભૂતે બે પૈક) પદનું જ સ્મરણ નિરંતર કર્યા કરે અને દયાભાવમાં પ્રવર્તે. પરંતુ કથની કથે સૈ કઈ, રહેણી અતિ દુર્લભ હોઈ એ પદ મુજબ કહેવામાંજ-ઉપદેશ કરવામાં જ વતન સમાઈ રહેલું છે. રહેણમાં–આચરણમાં ઉલટું જ જણાય છે. આ સંબંધમાં કેવી રીતે કામ લેવું તેનું વિવેચન કરવાની જરૂર છે અને તે વિષયના છેલલા ભાગમાં લેવું જ વ્યાજબી લાગે છે.
(અપૂર્ણ) સિદ્ધર્ષિ ગણિ. (લેખક-ઉદયચંદ લાલચંદ શાહ મુંબઇ.)
અનુસંધાન ગતાંક પાને ૧૭૭ થી
જેમ પર્વત ઉપરથી નીકળતી નદીમાં મૂળથી આવતો પત્થર જેમ ઘડાતે, ટીચા, અથડા, કુટાતે કઈ વાર ગળાકારને પામે છે (આને નદીઘોલ ન્યાય કહે છે.) તેમજ પુણ્ય રહિત જીવડે પ્રથમ તે ચારે ગતિમાં ભમ્યા કરે છે. બકાલ સુધી તેમાં ને તેમાં રઝળ્યા કરે છે અને અજ્ઞાનાવસ્થામાં કમ ખપાવે છે. એમ કરતાં જ્યારે કર્મને ભાર જેમ જેમ ઓછો થતો જાય છે તેમ તેમ ત્યારે તે ગતિઓની ઉંચી ઉંચી જગાએ આવતો જાય છે, અને કર્મને ભાર ઓછો થવાથી માનવભવ પામે છે. માનવભવ પામ્યા છતાં આર્ય દેશ, ઉત્તમ કુળમાં જન્મ, તેમાં પણ શ્રાવક કુળ, ધર્મની સામગ્રી ધમ ઉપર શ્રદ્ધા, તેમાં પણ જૈન ધર્મ ઈત્યાદિક દુર્લભ્ય સંયોગો સાંપડયા છતાં પણ સદ્દગુરૂને સંગ સાંપડો તે તે બહુજ મુશ્કેલી ભર્યું છે. તેમજ આત્મ સાધન કરવામાં નિરોગી કાયાની જરૂર છે; કારણકે ચિંતામણિ તુલ્ય શરીર પામવું મુશ્કેલ છે માનવજન્મમાં ઉત્તમ કાયા વડેજ કલ્યાણ થાય છે. તે સિવાય બીજા જીવનેમ કાયાનું કલ્યાણ થતું નથી માનવજન્મમાં ઉત્તમ શરીર પામીને તેને સર્વોત્તર ઉપગ થાય તે સર્વમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ શરીર એટલું તો ઉપયોગ