Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ,
(માર્ચ,
પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. કેન્યુરન્સના શુભ કામના રિપોર્ટ ટુંકા અને રસદાર ડાવા જોઈએ; તેના ગુચવાડા ભર્યા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે વિદ્વાનોના અભિપ્રાય માંગવાની સાથે તેને ચર્ચાના વિષયે કરવા જોઈએ, અને તે ચર્ચા મુદ્દાસર, કી અને ધુ શિખવનારી હોવી જોઈએ. આના વિષયે આટલુંજ
બુદ્ધિપ્રભા-આને માટે અભિપ્રાય જન કોન્ફરન્સ હેરલ્ડના જાન્યુઆરી ૧૯૧૦ છે અંકમાં આવી ગયું છે, એટલે તે માટે વિશેષ લખવાની જરૂર રહેતી નથી. | નેટ –જેટલાં જૈન વેતાંબરીય પત્રે જાણમાં છે તેટલાની ટુંક અને ઉડતી નોંધ પર પ્રમાણે લેવાઈ છે. તેમાં સારગમ્ય લાગે તો ગ્રહણ કરવાનું છે, દેષને માટે માની યાચના છે. મંત્રી મિત્રીભાવે પરિણમશે, અને સમભાવના વર્તનનો સાક્ષાત્કાર રશે. ન કરવા કરતાં કાંઈ કરવું” એ સૂત્ર મને બહુજ માન્ય છે. પરંતુ કાંઈ થતું
ય, તેમાં સુધારો થતો હોય તે પત્રસાહિત્ય લેકપર ઘણી અસર કરનારું જબરું ધિન છે, તેથી તે ધ્યાનમાં રાખી સુધારે ગ્રહણ થશે તે જનસમુદાયનું કલ્યાણ થશે.
“ જેના ઉપર દેશના ઉદયને આધાર છે સર્વથા, જેના આગળ ઓ અન્ય સઉની લાગ્યા કરે છે વૃથા; જે આપી ઉપદેશ ગુપ્ત રહીને વિનો થકી વારતી, પૂરે તે સઉ વર્ષમાં નિખિલની સિમ કામના ભારતી. ”
ॐ अर्हम् શ્રી નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા.
( પી બંધ: -૯ ) ૧ શ્રી અરિહંતાદિક નવ પદને હૃદયકમળમાં ધ્યાયી શ્રી સિદ્ધચકનું ઉત્તમ
માહાત્મ્ય હું સંક્ષેપથી કહું છું. ૨-૩ ભે ભે મહાનુભાવો ! આ દુર્લભ મનુષ્ય જન્મ, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ કુલાદિક
તેમજ સદ્દગુરૂની સામગ્રી પુન્યને પામી, મહા હાનિકારક પંચવિધ
પ્રમાદને શીઘ તજી સદ્ધર્મ-કર્મને વિષે તમે સમુદ્યમ કરો ? ઇ તે ધર્મ સર્વ જિનેશ્વરોએ દાન, શીલ, તપ, અને ભાવ ભેદે કરી ચાર
પ્રકારનો ઉપદેશેલે છે. ૫ તેમાં પણ ભાવ વિના દાન સિદ્ધિદાયક થતું જ નથી. તેમજ ભાવ વિનાનું.
શીલ પણ જગમાં જરૂર નિષ્કળ થાય છે. ૬ ભાવ વિના તપ પણ સંસારની વૃદ્ધિજ કરે છે. તે માટે પિતાને ભાવજ
સુવિશુદ્ધજ કરે જરૂર છે. ૭ ભાવ પણ મનસંબદ્ધ છે, અને આલંબન વિના મન અતિ દુર્જય છે, તેથી
તેને નિયમમાં રાખવા માટે સાલંબન (આલંબનવાળું) ધ્યાન કહેલું છે.