Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
1910)
જીવદયા-અહિંસા Humanitarianism.
(1)
Solution, but it seems to me the best and the most fensible und existing conditions In conclusion I would appeal to the leaders of u Siciety, in the name of the present in the future generations, tickle the problem in earnest and take euly steps towards the eradic trol of the evil, for which their wines will go down to posterity as tl muest benefactors of their Community.
Azimgauj, The 25th April.
KU WAR SING NAHAR. R. A. 110.
જીવદયા–અહિંસા. HUMANITABIANISી. (લેખક–રા રા. ન્યાલચંદ લમીચંદ સેની બી, એ, એલ એલ; બી.)
અનુસંધાન ગતાંક પાને ૧૧૯ થી.
પરમાર્થથી વિચાર કરતાં આ જળસૃષ્ટિમાં જુદા જુદા જુની અપેક્ષા પર ઉન્નત દશાને પહોંચેલ જ્ઞાનવાન પંચેંદ્રિય દેહધારક મનુષ્ય પ્રાણીના જીવનને હેતુ માત્ર વેચ્છાથી ખાવું, પીવું અને એશારામ કરે એ હોઈ શકે નહિ, તે હવે જોઈએ પણ નહિ. સાધુજીવનના ઉચ્ચ હેતુની વાત તો દૂર રહી, પરંતુ સ માતઃ દરેક મનુષ્યને જીવનને હેતુ, પોતાની આધુનિક દશાને સુધારી પિતાના ઉતરતા દરજજામાં રહેલ પ્રાણી તરફ દયાભાવ રાખી તેની સ્થિતિમાં પણ સુધારે કરવાનો હો જોઈએ. તાત્વિક દ્રષ્ટિથી જીવનનો ખરો હેતુ સમજાતાં આપ દયાધર્મ તરફ ચિત્તનું વલણ થશે. પ્રથમ દર્શનીક રીતે આપણે એમ માનવુંજ પડછું - કે દરેક મનુષ્યનું હૃદય દયા છે; અને કવચિત્ અયોગ્ય કાર્યમાં માણસ પ્રેરાય છે તેનું કારણ તેની અજ્ઞાનદશા છે. આ રીતે અજ્ઞાની માણસના દયાશૂન્ય કાર્યો તેને અજ્ઞાનદશાને જ આભારી છે, અને તેથી કરીને જ જૈન શાસ્ત્રકારોએ પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ પ્રરૂપણ કરેલું છે.
દયાધર્મના કાર્યને કેવી રીતે આગળ વધારવું-ઓછા પ્રયાસે જીવદયાના ક્ષેત્રમ કેવી રીતે વધારે ફળ મેળવવાને ભાગ્યશાળી બનવું–અન્ય મનુષ્યને આવા ઉત્તરી પ્રકારના કેવળ પરમાર્થ ને કાર્ય માં કેવી રીતે જવા વગેરેના જ્ઞાનની ખાસ આવશ્યકત છે, અને દેશ-કાળ અનુસાર આ પ્રકારના જ્ઞાનને અડગ ઉત્સાહથી–અડેલ વૃત્તિથ ઉપયોગ કરવાનો છે. આ હેતુ એજ આ વિષયની વધારે અને વધારે ચર્ચા થવાની જરૂર જણાય છે એટલું સમજાતાં આ લેખ અસ્થાને ગણાશે નહિ. જુદા જુદા અને દષ્ટિબિંદુથી વિષયની અસાધારણ ઉપગિતા પ્રતિપાદન કરવાની રહે છે.
જીવદયાના ક્ષેત્રમાં જીવદયા પ્રતિપાળ નામ ધારક જૈન પ્રજા આધુનિક સમયમ કેટલું કરી શકે છે તે બતાવવાની સાથે તેને કેટલું વધારે કરવાની જરૂર છે, તે