Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
- સિદ્ગષિ ગણિ. (લેખક-ઉદયચંદ લાલચંદ શાહ મુંબઈ.)
અનુસંધાન ગતાંક પાને ૧ર૬ થી
પિતાજી, માણસને જ્યારે મન માનતી વસ્તુ મલે છે ત્યારે તે સુખ પામે છે, તે જ્યારે નથી મળતી ત્યારે તેને પારાવાર શેક થાય છે. તેવી જ રીતે પિતાજી, રા મનની માનેલી સુખકારક વસ્તુ મને ન મળે તે હું શી રીતે મનમાનતાં સુખ ગવી શકું? માટે જે મને મારી ઈચ્છા પ્રમાણે સુખ આપવા માગતા હો તે મારા માં માનેલી ફક્ત ગુરૂરાજ પાસે દીક્ષા લેવાની મને રજા આપો,
સર્વત્ર જ્ઞાનની દ્રષ્ટિ ફેંકતાં મને ભાસે છે કે સર્વ વસ્તુઓ નાશવંત છે. જે મનુષ્ય મીમાં સુખ માને છે, પણ તેમ નથી; કારણકે જ્યારે લક્ષમી નાશ પામે છે, અગ્નિમાં ની જાય છે, લુંટારાઓ લુંટીને લઈ જાય છે, ત્યારે માણસને કેટલું બધું દુખ ઉત્પન્ન ય છે? તેમ જે લમીમાં સુખ માને છે. તે સુખ ન આપતાં પરિણામે દુઃખજ દેતી ય છે. સ્ત્રીઓમાં જે સુખ મળતું હોય તો તે પણ મળતું નથી, કારણ કે આ શરીર શુચિમય છે અને અશુચિવાળા પદાર્થોનું બનેલું છે. માંસ, રૂધિર, હાડ, ત્વચા, પરૂ ગેરે અશુચિમય પદાર્થોથી પેદા થયેલું પુતળું છે. તેમજ નગરપાળની જેમ નિરંતર , મળ, મુત્ર, રસી વિગેરે અશુચિમય પદાર્થો તેમાંથી વહન કર્યા કરે છે. એવા યુચિમય માંસના લેચાથી ભરેલી સ્ત્રીઓમાં કયાંથી સુખ પામી શકાય ?
પિતાજી, સર્વત્ર ઠેકાણે નજર નાંખી નિહાળતાં જણાય છે કે સર્વત્ર દુઃખજ દષ્ટિપર થાય છે. મનુષ્ય સારાં કૃત્યો કરે તેનાથી તે તેના પ્રમાણમાં સુખ પામે છે. દુષ્કૃત્યે
થી દુઃખ પેદા થાય છે પરંતુ તે ઉત્પન્ન કરવાવાળે અને લય કરવાવાળે તે મનુષ્ય Aજ છે. નરકમાં તે સર્વદા દુઃખને દુઃખજ હોય છે. પરંતુ સુખમાં ગણાતું એવું ગ તેમાં પણ દુઃખજ ભાસે છે. કારણકે જ્યારે દેવતાનું આયુષ્ય છ માસ બાકી
છે, ત્યારે તેને પણ અંગભંગાદિક અનેક પ્રકારનાં દુઃખ ઉત્પન્ન થાય છે. નિદ્રા વે છે. ગળામા-કંઠમાં રહેલી પુષ્પની માળા કરમાઈ જાય છે. કોઈ પણ રમણિય સ્થા
તે આનંદને અનુભવતો નથી, અને જે અગતિમાં જવાનું હોય છે, તે મહા બે કરીને અર્ધ વર્ષ પૂર્ણ કરે છે અને તેવી જ રીતે ચારે ગતિમાં સર્વત્ર દુઃખજ ટેગોચર થાય છે,
હવે આ તમારો પુત્ર સિદ્ધ સંસારના મલિન માર્ગને પશ્ચિક થવાનું નથી. કારકે સંસારનાં સુખ કૃત્રિમ છે સર્વે સંસારનાં સુખો ચલીત છે. સતત વેદનાઓનો નુભવ કરાવનારું એક મુખ્ય સાધન છે. સંસાર એક દુઃખનું મૂળ છે. કુટુંબ પરિને અને પિંડને વિવિધ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિઓ તેમજ પ્રતિબંધ અને