Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦)
શ્રી નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા.
૬૩ જેમણે સાત ભય જીત્યા છે, આઠ મદ ટાન્યા છે અને અપ્રમત્ત થઈ છે
નવ બ્રહ્મ ગુપ્તિઓનું પાલન કરે છે તે સર્વે સાધુઓને હું વંદન કરૂં છું. ૬૪ દશવિધ યતિધર્મ, દ્વાદશવિધ સાધુ–પડિમા અને દ્વાદશવિધ તપને જે આરાધે
છે તે સર્વ સાધુજનેને હું વંદન કરૂં છું. ૯પ સત્તર પ્રકારના સંયમને પાળતા અને અઢાર હજાર શીલાંગને ધારણ કરતા છતાં જેઓ કર્મભૂમિમાં વિચરે છે તે સર્વ સાધુજનેને હું વંદન કરું છું.
પછમ શ્રી દર્શનપદ વર્ણનમ્” (૬૬-૭૪). ૬૬ શુદ્ર દેવ, ગુરૂ અને ધર્મરૂપ તત્ત્વસંપત્તિની શ્રદ્ધારૂપ જે સમ્યકત્વ વખાણ્યું
છે તે સામ્ય દર્શનને અમે નમીએ છીએ. ૭ જયાં સુધી કમની સ્થિતિ ઘટાડીને એક કડાકોડી સાગરોપમ જેટલી જ
બાકી રહે એવી થઈ ન હોય ત્યાં સુધી જેની પ્રાપ્તિ થઈ શકતી નથી તે
સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. ૬૮ અધે પુદગલ પરાવર્તનથી વધારે સંસાર સ્થિતિ જેમને રહી નથી એવા
ભવ્યજીને રાગદ્વેષમય ગ્રંથિને છેદ થયે છતે જેની પ્રાપ્તિ થાય
છે તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. દ૯ ઉપથમિક, ક્ષયોશિમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારે જે જિન આગમમાં
ભાખ્યું છે તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. ૭૦ જે ઉપરામિક પાંચવાર, ક્ષયેશમિક અસંખ્યવાર અને ક્ષાયિક એકજવાર
* પ્રાપ્ત થાય છે તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. ૭૧ જે ધર્મવૃક્ષનું મૂળ, ધર્મ પુરનું દ્વાર અને ધર્મમહેલને પાયે કહેવાય
છે તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. ૭ર જે પૃથ્વીપેરે સમસ્ત ધર્મનો આધાર, ઉપશમ રસનું ભાજન અને ગુણરૂપી
રત્નોનું નિધાન છે એમ મુનિજને કહે છે તે સમ્યગ દર્શનને અમે
નમીએ છીએ. ૭૩, જેના વિના જ્ઞાન પણ અપ્રમાણ છે, ચારિત્ર ફળીભૂત થતું નથી અને મોક્ષ
પ્રાપ્તિ તો થતી જ નથી તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. ૭૪ જે સહણા, લક્ષણ અને ભૂષણ પ્રમુખ બહુ ભેદેવડે સિદ્ધાંતમાં વર્ણવેલું છે તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ.
સપ્તમ શ્રી જ્ઞાનપદ વર્ણનમ (૭૪-૮૩). ૭પ સર્વજ્ઞ પ્રણીત આગમમાં ભાખેલા યથાસ્થિત તને જે શુદ્ધ અવધ
તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. ૭૬ જેવડે ભક્ષ્યાભઢ્ય, પિયા પેય, ગમ્યાગમ્ય અને કૃત્યાકૃત્ય જણાય છે તે
સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે.