Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦ )
સિદ્ધર્ષિ ગણિ.
(૧૨૭
છે આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોએ પિતાનું નામ, ઠેકાણું, ગામ, ઉમર, જન્મ
તારીખ, જન્મભૂમિ, કયા ધોરણમાં, કયા પેટા વિભાગમાં, કયે સ્થળે પરીક્ષા આપવી છે, તેમજ તેની વ્યવહારિક કેળવણી કેટલી છે અને બંધ શું છે તેની વિગત નીચેના સરનામે ચોખા અક્ષરે લખી મોકલવી, પાયધૂની, પણ નં. ૩ ) મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ
મનસુખલાલ કીરચંદ મહેતા મુંબઈ, તા. ૧-૫ ૧૦
ઓનરરી સેક્રેટરી. - શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેડ,
- સિર્ષિ ગણિ. (લેખક-ઉદયચંદ લાલચંદ શાહ મુંબઈ)
અનુસંધાન ગતાંકને પાને ૧૦૪ થી
. લક્ષ્મીઃ–પ્રાણપતિ, મને તમારા વિચારો ગ્ય લાગે છે. વિવાહિત થયેલ સિદ્ધ નહીં સુધરે એ વાત મને પણ અસંભવિત લાગતી નથી. કુલીન કન્યા કુળને ઉદ્ધાર કરનારી હોય છે. એ વાત શાસ્ત્રમાં અને લોકમાં પણ પ્રગટ પણે છે. ઘણાં ખરાં ઉછું ખલ, ઉધ્ધત અને ઉન્મત્ત યુવાન પુરૂષો રમણિના રસના રસિક બની સુખ સંપાદન કરી શક્યા છે, વ્યભિચાર જેવા દુર્વ્યસનમાં આસક્ત બનેલા યુવાનોને ઘણી સદ્ગુણી, સુશીલ સુંદરીઓએ સારે માર્ગે દોરી લાવેલ છે. તેથી કરીને જે સ્વામિનાથ, આપણે સિદ્ધ વિવાહિત થાય તે પત્નીના સંગે સુધરી સારાસારને વિચાર કરી, હિતાહિત સમજી. સન્માર્ગે ચઢી, સારી સ્થિતિમાં આવશે. એમ મારી માન્યતા છે. તેમજ આપના દીર્ઘદષ્ટિ ભરેલા વિચારોને હું મળતી થાઉં છું.
આ પ્રમાણે બને દંપતીએ વિચાર કરી તેજ નગરમાં રહેનાર વિમળમતિ નામના ધનાઢયની બધા નામની કુમારિકા સાથે સિધનો સંબંધ જોડવામાં આવ્યું, અને તેઓના વિવાહને માટે બને ઘરમાં તૈયારીઓ થવા લાગી, કુમારી સુધા વાસ્તવિક રીતે ખરેખર સુબોધાજ હતી. વ્યવહારમાં અને ધર્મમાં ઉપયેગી થાય એવું કેટલું એક જ્ઞાન તેણે સંપાદન કરેલું હતું. સતી પણાની તેમજ પતિવૃત્તા ધમની શુધિ છાપ તેના હૃદયમાં પડેલી હતી. તેની મનોવૃત્તિઓમાં સ્ત્રી જીવનની સાર્થક્યતા કેવા પ્રકારે થાય, અને સ્ત્રી જીવનની ઉન્નતિ શામાં સમાયેલી છે, એ જ પવિત્ર અને શુધ્ધાશંય વાળાં અનેક વિચારો તેણના હૃદયમાં ક્ષણે ક્ષણે ઉદ્દભવતા હતા.
એ સુધાની સાથે માંગલિક મુહુ આનંદેત્સવ પૂર્વક સિદ્ધિને વિવાહ છે, અને શુભ સમયે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં તેમના મહાન આનંદેત્સવમાં શ્રીમાળ નગરની પ્રજાએ સારી રીતે ભાગ લીધો. સિદ્ધ અને સુધા પરસ્પર એક