________________
[ ૧૩ ]
મારી જીવનયાત્રામાં અનેક અપૂર્ણતાએ, ક્ષતિ અને નબળા એ હતી અને છે; છતાં તે તરફ માત્ર ગુણુષ્ટિ રાખી વન-દર્શનકારે જણાવી નથી, અનેક પ્રકારની અપૂર્ણતામાંથી પસાર થઈ વન ઘડાય છે. માત્ર સુખીજીવનમાં જીવન ઘડતર થઈ શકતું નથી. સાક્ષર શ્રી નરસિંહરાવ કહે છે કે-~~
Οι
‹ છે માનવી જીવનની ઘટમાળ એવી, દુ:ખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલી,
એ રીતે અનેક દુ:ખો અને ઉપાધિએ વચ્ચે મારું જીવન પસાર થયું છે; છતાં માનસિક સ્થિતિસ્થાપકપણું જળવાઈ રહ્યું છે તેમાં અનેક પ્રથાના વાચનના તથા સદ્ગુરુઓના વ્યાખ્યાનશ્રવણુના પણ હિસ્સા છે. મનુષ્યેાચિત માનસિક નબળાઈને અંગે ક્ષણભર વિષાદને પ્રસંગ આવે, છતાં કમેયનું આલંબનલને આત્મજાગૃતિ રાખી અનેક વખત તે પ્રસ ંગે વટાવ્યા છે. આ પ્રભાવ સદ્ગુરુએઁની કૃપા, જ્ઞાનની ભકિત અને ઉપાસનાનેા છે. શાસનદેવની કૃપા પણ નિમિત્તકારણ સમજુ છું.
>>
પાંચ સમવાયામાં ભૌતિક જીવનમાં કર્મની અને ભવિતવ્યતાની પ્રધાનતા હાય છે, તેમ સમજ્યો છું. અને “ કઇ લાખા નિરાશામાં અમર આશા છુપાઈ છે” એ સાક્ષર શ્રી મણિભાઈ નભુભાઈનું વાક્ય તથા આત્મિક શક્તિનેા હાસ ન થાય એટલું માત્ર માગુ છુ ’–એ શ્રી રવીન્દ્રનાથ ટાગારનું કવન યાદ રાખ્યુ છે. આધ્યાત્મિક જીવન તેા હંમેશા પુરુષાર્થપ્રધાન જ રહેવાનું.
6
સ. ૨૦૦૮ માં વ્યાપારની કટાકટી પ્રસગે શેઠ જીવતલાલ પ્રતાપસિંહ તથા શેઠશ્રી રમણલાલ દલસુખભાઈ અને સૂરજમલ શેઠ (પહુ મલ બ્રધસ વાળા) તરફથી તન, મન અને ધનથી આશ્વાસનની સહાય મળી હતી, તે માટે તેમને આભાર માનવાની તક લઉ છું તેમજ હમણુાં હમણાં છેલી ભાગીદારીના કસોટી પ્રસંગે શ્રીયુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org