________________
પદયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ
[ ૧૨૩ ]
વિકાસને અનુક્રમ સધાય છે; આમ હાઇને જ શાસ્ત્રકારે સમ્યગ્દર્શન વગરના નવ પૂર્વ સુધીના જ્ઞાનને અજ્ઞાન કહીને જ સાધ્યુ છે. જ્ઞાનમ્ય પદ્ધ વિરતિ:-એ સૂત્રને આ પદ યથાર્થ ન્યાય આપે છે. આત્મપ્રદેશમાં સમ્યગ્દર્શન પ્રકટ થયા વગરનું, આત્માએ મેળવેલું જ્ઞાન એ જ્યારે અજ્ઞાન જ છે તેા બીજનું આધાન થયા વગર ફળ કયાંથી હાઈ શકે ? પરંતુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિની સાથે જ દુનિયામાં પ્રયાસ કરી મેળવેલું જ્ઞાન સભ્યજ્ઞાન રૂપે પ્રકટે છે અને તે જ્ઞાન ઉત્તરાત્તર ભાગ તૃષ્ણા, સાંસારિક પ્રપ ંચેા અને મિથ્યા વાસનાએમાંથી વિરમણુ કરવાને આત્માને દરરાજ સૂચવે છે. દિવસ કે રાત્રિમાં આત્માથી જે કાંઈ ભાગ તૃષ્ણા અથવા જે કાંઈ વાસનાએ પૂર્વી પરિચિત સરકારાથી પ્રબળપણે સેવન કરાતી હોય તેને તે જ્ઞાન હચમચાવે છે, અને પ્રતિક્ષણે તેના ઉપર, આત્માને જય મેળવવા માટે પ્રાર્થના કરે છે. જ્ઞાન સમ્યક્
સ્વરૂપવાળુ થવાથી આત્મા તેની પ્રાર્થના સ્વીકારતા જાય છે, અને જેમ જેમ વિરાગભાવ વધતા જાય છે, તેમ તેમ મેળવેલું જ્ઞાન એ સત્યજ્ઞાન સ્વરૂપ છે, તેમ આત્માને પ્રતીતિ થાય છે. આત્મગુણના વિકાસના ઉત્તરોત્તર ક્રમ આવા હોવાથી સૂરિજી મહારાજ આત્માને સમ્યગદર્શન પ્રાપ્ત કરવાનું પ્રથમથી જ સૂચવે છે.
તૃતીય અને ચતુર્થાં પદમાં સગ્રહનય અને એવ ભૂત નયથી આત્મસ્વરૂપનું દર્શીન કરાવ્યું છે. આ આત્મામાં શક્તિરૂપે સમ્યગ્દર્શન રહેલું છે. પરંતુ જ્યારે સર્વ વિભાવ દશા તજી શુદ્ધ ધર્મ પ્રકટ કરવા તરફ સાધક તૈયાર થાય છે, ત્યારે તે સ્વરૂપ વ્યક્ત થાય છે. સંગ્રહનય આત્મામાં સત્તારૂપે સગુણા છે, તેમ સ્વીકાર કરે છે; પરંતુ એવ ભૂત નય જ્યારે તે ગુણેા પ્રકટ થાય છે ત્યારે જ તે ગુણાનુ અસ્તિત્વ માન્ય રાખે છે. તેથીજ શ્રીમદ્ દેવચંદ્રજી વદે છે કે~~
એમ અનત પ્રભુતા સહતાં, અચે જે પ્રભુ રૂપજી; દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org