________________
કુટુંબ જીવન:
પૂર્વના પુગે તેમને જન્મ વિ. સં. ૧૯૪૧ વિજ્યા દશમીએ ઉત્તમ, ધર્મપ્રેમી અને જ્ઞાનોપાસક કુટુંબમાં તેમને મોસાળ પાલીતાણુંમાં સિદ્ધક્ષેત્રમાં થયો હતો. તેમના પિતાશ્રી ઝવેરભાઈ પરમ ધર્માનુરાગી અને ધર્મના અભ્યાસી હતા. પિતાશ્રીએ પુત્રમાં બાળપણથી ધર્મના સંસ્કાર રેડવાની અને તેનું જીવન ઘડવાની પૂરેપૂરી કાળજી લીધી હતી.
સવારે પાંચ વાગે ઉઠાડી શૌચર્મ પતાવ્યા પછી ભાવનગરમાં શ્રી ગેડીજીના દેરાસરે પૂજા કરવા બન્ને સાથે જતા. મેટા દેરાસરની બહારની મેડીએ પુરુષોની સામાયિકશાળા સવારમાં ચાલતી. ઘેર-ઘેર એ પ્રથા સામાન્ય હતી કે, સૌ સવારે એકાદ બે સામાયિક કરે, ધાર્મિક અભ્યાસ કરે, સેવા પૂજા કરે અને પછી ઘરે જઈ નવકારસીનું પચ્ચ
ખાણ પારે. પછી મોટેરાઓ દુકાને જાય અને જેઓ ભણતાં હોય તે લેસન કરે. વ્યાખ્યાન સમયે વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયે જાય. વ્યવહાર, ધંધે અને ધર્મધ્યાન તે વખતના લેકે બધું નિયમિત કરતાં. તેમનાં વાવેલાં બીજ તરીકે હાલમાં પણ સામાયિકશાળા ચાલુ છે. જીવનનું ઘડતર :
શ્રી ફતેહચંદભાઈ નાનપણથી બુદ્ધિશાળી, ચંચળ અને ઉત્સાહી હતા, એટલે અભ્યાસની સાથેસાથે ઘરકામ કરતા. વાંચનાલયમાં જઈ છાપાઓ અને માસિકે વાંચતા. પુસ્તકાલયમાંથી પુસ્તકે ઘરે લઈ આવી ફુરસદે વાંચતા, તેઓ લેખો લખતાં, જૈન આત્માનંદ સભામાં ભાષણો કરતાં, કવિતાઓ પણ બનાવતા અને મુનિરાજે પાસે હિંમતપૂર્વક પ્રશ્નો પૂછીને શંકાઓનું સમાધાન પણ મેળવતા. તેમનું મિત્રમંડળનું જૂથ એટલું સારું હતું કે, સૌ સાથે સાંજે ફરવા જાય, અને રસ્તામાં અનેક ધાર્મિક પ્રશ્નોની ચર્ચા કરે. સભામાં પણ સાથે જાયઆ રીતે સૌ સાથે બેસે, ઉઠે, કામ કરે કે અભ્યાસ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org