________________
[ ૩૨ ]
*
અભિપ્રાય-દેશન
દલાલ અને શ્રી ફતેહુસ્રંદભાઈ ખનેને અધ્યાત્મજ્ઞાનનાં રસિયા તરીકે અને જૈન સમાજના ધુર્ધર કાકર્તા તરીકે મારા અભ્યાસકાળથી હું પિછાનતા આવ્યા છું. જૈન સમાજની ઉત્ક્રાન્તિમાં બંનેના ફાળા વિશાળ છે.
શ્રી ફતેચંદ્રભાઈની મુખાકૃતિ એવી છે કે તેને જોતાં હરકાને તેમનાં પ્રત્યે માન ઉપજે. તેમનાં હૃદયની ઉર્મિઓના પડો તેમની પ્રસન્ન અને સૌમ્ય મુખમુદ્રામાં પડે છે. તેમના દિલની સાત્ત્વિકતાનુ સ્પષ્ટ ચિત્ર તેમની મુખ આરસીમાં અંકિત થાય છે. સેવા અને આડંબર ઘણી જગ્યાએ નિકટનાં સાથી હોય છે. શ્રી ફતેહુચંદભાઈમાં સેવા અને નિરાડંબરીપણાને અજબ સુમેળ થયેલા છે.
can
Do all the good you can as long as ever you ” તમારાથી બની શકે તેટલા લાંખે। સમય અને તેટલુ સારૂં કરા આ સૂત્ર શ્રી ફતેચંદભાઈના દીર્ધ જીવનની દીવાદાંડી રૂપ બનેલું છે, એમ તેમને જાણનાર સૌ કાને લાગે છે. તેમની ધાર્મિક અને સામાજિક વિવિધ સમાજ કલ્યાણકારી પ્રવૃત્તિએ આ મહાન ધ્યેયથી સુવાસિત થયેલી છે.
..
શ્રી ફતેચંદભાઇ એક અચ્છા વિચારક, સૂક્ષ્મ ચિંતક, તત્વજ્ઞ અને સુંદર લેખક છે. તેમનાં વિચારામાં ઊંડાઈ અને ગહનતાનાં દર્શન થાય છે. તેમનાં લખાણા આત્મતત્ત્વના અતિ વિશદ ચિંતનથી ભરેલાં છે.
એક વેપારી તરીકે વ્યવહારમાં ડૂબેલાં છતાં તેમને આત્મા જાણે તેનાથી જળકમળવત્ ન્યારા દેખાય છે. એમ લાગે છે કે તે આ દુનિયાથી ભાગી છુટવા માગે છે પણ સંજોગવશાત્ તેમ કરી શકતા નથી. તેમનું સંસાર સાથેનું સગપણ જાણે ધાવમાતા જેવુ છે. તેમનાં લગભગ ચાલીશ વર્ષ પહેલાંના એક કાવ્યની નીચેની પંક્તિ આપણને આ વાતના સ્પષ્ટ ખ્યાલ આવે છે.
ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org