________________
રર
અભિપ્રાય-દર્શન
[૪૧] નવકારસીઓ વગેરે ધર્મનાં ઘણાં કાર્યો કર્યા છે. સ્વામીભાઈઓને સહકાર આપ, સમાજની સેવા કરવી, કેળવણીને ઉત્તેજન આપવું તથા પ્રત્યેક ધર્મકાર્યમાં તન-મન અને ધનથી સદાય તત્પર રહેવુંઆ બધું તેમના જીવનમાં રેમેરમ રમી રહ્યું છે.
કૌટુંબિક રીતે પણ પૂર્વના પુણ્યગે તેઓ પુણ્યશાળી છે. અમારું કુટુંબ “લખાણું કુટુંબ કહેવાય છે. લક્ષ્યબિંદુ નક્કી કરીને કાર્ય કરવું એ કૌટુંબિક ગુણ તેમાં ખાસ અંકાય છે. ભાવનગર) અમારૂં મૂળ વતન છે. ભાવના+ગૃહ ભાવનાનું ઘર હોય તેમ વિશ્વકલ્યાણની ભાવના તેમના અંતરમાં વસી રહી છે. એમના નામ પ્રમાણે દરેક ઠેકાણે ફત્તેહ જ થાય છે. તેમના ઉત્કર્ષમાં તેમના પિતાશ્રીને અને મુનિ મહારાજાઓને અનન્ય ફાળો છે. એવી જ રીતે કૌટુંબિક કાર્યમાં તેમના પુત્ર સંસ્કારમૂતિ શ્રીયુત હિંમતભાઈ અને તેમનાં ધર્મપત્ની વસંતબહેન, શ્રી ફતેહચંદભાઇનાં પુત્રી જસુમતીબહેન, લીલાવતીબહેન તેમજ પૌત્ર અજિતભાઈ કે જે . F. માં અભ્યાસ કરે છે તથા જેને પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી “કથાપ્રેમી” કહીને સંબોધતા હતા-વગેરે તરફથી સર્વ પ્રકારનો સહકાર–ચોગ પ્રાપ્ત થયો છે. આખું કુટુંબ માયાળુ અને સંપીલા સ્વભાવ સાથે બાપુજીની સેવામાં સદાય તત્પર રહે છે–તે માટે તેઓ ખરેખર ભાગ્યશાળી છે.
શ્રીયુત ફતેહચંદભાઈ મારા કાકા છે. અમારા કુટુંબના ગૌરવરૂપ છે. તેમનાં “જૈનદર્શન મીમાંસા ” તથા “સ્વાનુભવ ચિંતન બંને પુસ્તકે અનેક વર્ષો પર્યત અમર રહે! અને સર્વનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના.
મુંબઈ સં. ૨૦૧૮ ચિત્ર સુદ ૧ ગુરૂવાર
રાઈચંદ મગનલાલ શાહ
મંત્રી શ્રી ગોઘારી વિશા શ્રીમાળી જ્ઞાતિ
શ્રી ગોડીજી જૈન પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org