________________
s
[૪૮ ]
વડલે ને વિચાર | મારા મિત્ર! આ પ્રસંગ તું તારા ધ્યાનમાં લે. જરા વિચાર કર. આજનું સુખ જોઇ, તું મનમાં મલકાય છે, તારે વૈભવ જો, તું પ્રસન્ન બને છે, હર્ષથી નાચે છે, આનંદમાં રાચે છે; પણ મારા ભાઈ ! જરા વિચાર કરવા ઊભો રહે. આ સુખ સદા રહેવાનું છે ? આ વૈભવ નિત્ય ટકવાન છે આ સાધન તને શાશ્વત શાંતિ આપવાનાં છે?
અરે, કેમ ભૂલી જાય છે તું ? ઘણીવાર સુખના એક ડગલાં પાછળ, ભયંકર દુ:ખ વાટ જોઈને જ ઊભું હોય છે ! માત્ર એક જ પળ પછી અણધારી રીતે ભેટી પડે છે, અને એ ભેટ થતાં, તારા આ સાધને ક્યાં ચાલ્યાં જશે એની તને ખબર પણ નહિ પડે. - સુખનાં સ્વપ્ન સળગી જશે, અરમાનેની સૃષ્ટિ નષ્ટ થશે, દુઃખનાં પર્વતે તૂટી પડશે, આનંદની દુનિયા ઊડી જશે, આશાના મિનારા ઓગળી જશે અને વિપત્તિની રાત્રિ તારી ચારે તરફ છવાઈ જશે, ત્યારે તારી નજર કયાંય નહિ પહોંચે. અંધકારને લઈને તું એક પગલું પણ નહિ ભરી શકે, તારી સાથે ગેલ કરનારા મિત્રે અદશ્ય થશે, વાતો કરનારા ખસી જશે; માત્ર દુઃખ તારી ન ઈછા છતાં, તારૂં સાથીદાર બની જશે, માટે આ ઢળી પડેલા વડલા પર એક પળ શાન્ત નજર નાખ. વૈભવના ઘેનને ઉતારી, સ્વસ્થ થઈ વિચાર કર.
તું જે દેરી પર નાચી રહ્યો છે, તે દેરી કાચા સુતરની છે. એને તૂટતાં વાર નહિ લાગે, અને દેરી તૂટશે એટલે તેને જોઈ ખુશ થનારા– તાળીઓ વગાડનારા મંદ સ્મિત કરી ચાલ્યા જશે, કહેશે કે મૂર્ખ છે ! આટલા શબ્દો બેલી ખસી જશે, પણ તારું શું થશે તેની કલ્પના મને ધ્રુજાવે છે. એ અનંતના પ્રવાસી ! આ પડેલા વૃક્ષને જોઈ જીવનને જરા વિચાર કર.
-શ્રી. ચંદ્રપ્રભસાગરજી
(ચિત્રભાનુ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org