Book Title: Jain Darshan Mimansa ane Anya Lekho
Author(s): Fatehchand Z Shah
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 224
________________ વડ ને વિચાર [૪૭] જે પ્રસ્તાવના તથા પુરવચન લખી આપ્યા છે તે મારા અપાનાં સાહિત્યની શોભારૂપ બન્યા છે તે બદલ હું હાર્દિક આભાર સાથે અભિનંદન આપું છું. ' તેઓશ્રી જ્ઞાન ધ્યાન સાથે જૈન ધર્મનાં શુભ યિાનુષ્ઠાને પણ એટલા જ રસથી આચરે છે અને એ રીતે જ્ઞાન ક્રિયાને સુમેળ સાધી સાધ્ય સિદ્ધ કરવામાં બાકીનું જીવન આનંદમય, પ્રેમમય, શાંતિમય, આરોગ્યમય પ્રસાર થાઓએ જ શુભેચ્છા. તાલધ્વજ -તીર્થ ભાદ્રપદ શુક્લ અષ્ટમી શુભેચ્છક, ૨૦૧૭ અમરચંદ માવજી શાહ વડલે ને વિચાર! આમ જો, જમણી બાજુ નહિ પણ ડાબી બાજુ. ગઈ કાલે અહીં સામે પેલે વડલે કેવો શોભતો હતો ! એની કેવી મધુરી ઘટાદાર છાયા હતી ! ત્યાં કેટલાં પંખીઓ કિર્લોલ કરતાં હતાં આપણે પણ ઘણીવાર ત્યાં જઈને વિશ્રાંતિ લેતા હતા ખરું ને? પણ આજ ? આજ તો ત્યાં પેલો વડલે નથી, પેલી મીઠી છાયા નથી અને ત્યાં આનંદથી નૃત્ય કરતાં પંખી પણ નથી ! આજે એક વાવાઝોડું વાયું ને એ મહાવડલે મૂળમાંથી ઉખડી ગયો ! શું ગઈ કાલે આપણે કે કેઈએ પણ એવી કલ્પના કરી હતી કે, આવતી કાલે આ મહાવૃક્ષ મૂળમાંથી ઉખડી જશે અને પાંચને અને પક્ષીઓને આનંદ આપતા આ વડ, સદાને માટે ભૂતકાળની બીના બની જશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226