Book Title: Jain Darshan Mimansa ane Anya Lekho
Author(s): Fatehchand Z Shah
Publisher: Jain Atmanand Sabha
Catalog link: https://jainqq.org/explore/005246/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ וייייי Que શ્રી જૈન દર્શન મીમાંસા અને અન્ય લેખા tion લેખક : શ્રી ફતેહુંચંદ ઝવેરભાઈ પ્રકાશક : શ્રી જૈન આત્મા ન૬ સ ભા ખારગેટ, ભા વ ન ગ ૨ કિંમત: રૂ. સ્થળ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન દર્શન મીમાંસા ' અને અન્ય લે છે લેખક : શ્રી ફતેહચંદ ઝવેરભાઈ આશીર્વચન : પૂ. પ્રખર તત્ત્વવિવેચક આ૦ મ૦ શ્રી વિજયધર્મસૂરિજી તથા આમ, શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી પ્રવેશિકા : ન્યાયમૂર્તિ શ્રી પ્રસન્નમુખ સુરચંદભાઈ બદામી (સ્પેલ કોઝ કોર્ટ–ચીફ જજજ-મુંબઈ) પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા ભાવ ન ગ રે છેઈ. સ. ૧૯૬૨] વીર. સં. ૨૪૮૮ [વિ. સં. ૨૦૧૮ Page #3 -------------------------------------------------------------------------- ________________ अयमात्मैवसंसारः कषायेंद्रियनिर्जितः । तमेव तद्धिजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥ ** કષાયેા અને ઇન્દ્રિયોથી જીતાયલે આત્મા એ જ સંસાર છે, અને કષાય અને ઇન્દ્રિયાને જીતનાર આત્મા તે જ મેક્ષ છે—એમન પંડિત પુછ્યા કહે છે. -યાગશાસ્ત્ર હૈયામાં ભાવના મારુ નૃત્ય કરે, જીવનનું અર્ધ્ય રહે. રહે, મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણું, શુભ થાઓ આ સકલ વિશ્વનું, ગુણથી ભરેલા ગુણીજન દેખી, એ સતાના ચરણ કમલમાં, દીન ક્રૂર ને ધર્મ વિાણા, કરુણાભીની આંખો માંથી, મા` ભૂલેલા જીવન પથિકને, માર્ગ કરે ઉપેક્ષા એ મારગની, તે યે ચન્દ્રપ્રભની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર – ઝેરના પાપ તજીને, મંગળ દિલમાં દર્દી અશ્રુને શુભ સ્રોત વહે. ચીંધવા ઊભો રહું, સમતા ચિત્ત ધરું. ગીતા એ ગાવે. શ્રી ચન્દ્રપ્રભસાગરજી પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગ ૨ મુજ એવી હૈયું મુજ દેખી પ્રથમાવૃત્તિ : ૧૫૦૦ T વહ્યા નિત્ય કરે, રહે. મુદ્રક ઃ શ્રી સાધના મુદ્રણાલય દાણાપીઠ : ભાવનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ જમ : સં. ૧૯૮૮ ભાવનગર उपाध्यायजी श्रीमद् वीरविजयजी દીક્ષા: ઉ. પદ : સ્વર્ગવાસઃ સં. ૧૯૬૫ સં. ૧૯૫૭ સં. ૧૯૩૫ અંબાલા (પંજાબ) પાટણ ખંભાત Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ COD voc pede સ મ પ્ ણુ સ્વ. પ. પૂ. ઉ. શ્રી વીરવિજયજીના અમર આત્મા પ્રતિ ૧૦૦ Doooo આપશ્રી ભાવનગરમાં સ. ૧૯૭૦ માં પૂ. પં. શ્રી દાનવિજયજી, પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી તથા પૂ. મુ. શ્રી રામવિજયજી વિગેરે મુનિરાજો સાથે ચાતુર્માસ હતા. તે પ્રસગે અમારા સ્વ. પૂ. પિતાશ્રીના સંકલ્પાનુસાર આપશ્રીને અમારા તરફથી સં. ૧૯૭૧ માં ભાવનગરથી શ્રી સિદ્ધગિરિજી તરફ છરી પાળતા સંધમાં પધારવા શ્રી સંધ સમક્ષ વિનંતિ કરવામાં આવી. આપશ્રીએ તે માન્ય કરી અમારા ઉપર આધ્યાત્મિક ઉપકાર કર્યા હતા; પાષ શુક્લ એકાદશી એપ્રથમ તીર્થંકર સિદ્ધગિરિ-તિર્થાધિરાજ શ્રી આદિનાથ પ્રભુની સમક્ષ અમાને સહકુટુંબ તીમાલા પરિધાન કરાવ્યું હતું. તે ચતુર્વિધ સ ંઘસેવાના મંગલમય પ્રસ ંગને સ્મૃતિમાં લાવી આપના અમર આત્મા પ્રતિ અત્યંત આભારના નિદર્શનપૂર્ણાંક પ્રસ્તુત ભાવ-વંદનાંજલિ સમર્પીને યત્કિંચિત કૃતાર્થતા અનુભવું છું. મુંબઇ, સ. ૨૦૧૭ આશ્વિન શુકલ દશમી (વિજ્યાદશમી ) લિ. સેવક, ફતેહુચંદ્ર અવેરભાઇની આત્મવંદના. Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. ૯. શ્રી વીરવિજયજીના સ્વર્ગવાસ પ્રસ’ગા સ્તુતિ શ્લાક 56000S ** 5 सच्चारित्र समाचराति चतुरान् संवेग संशोभितान्, हृत्संगीतसुगीत तीर्थकर सद्भक्तीन् सुसत्त्वान्विताम् । कष्टाचीर्ण बिहार भारतजनोद्धारप्रवृत्तान् सदा, जातं निःशरणं सुवीरविजयोपाध्यायान् विनाभारतम् ॥ “ ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળવામાં ચતુર, સંવેગથી સુથેભિત, હૃદયના ભાવ ભરેલા સંગીતવડે ભગવાન્ શ્રી તીર્થંકરાની ભક્તિના આલાપ કરનારા, મહાસત્ત્વવાળા, અને પરિહાને સહન કરી વિહાર કરીને ભવ્યાત્માઓના ઉદ્ધાર કરવામાં સદા તત્પર મહાત્મા શ્રી વીરવિજયજી ઉપાધ્યાયજી વિના આ ભરતક્ષેત્ર શરણરહિત થઇ ગયું છે, ” , ભાવનગર આ. પ્ર. વિ. સં. ૧૯૭૫ શાસ્ત્રી ન દાશંકર દાસેાદર Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રંથના લેખક શ્રી ફતેહ ચંદ ઝવેરભાઈ Ja nternational Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ,૦૦૦ woes. બe. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦•૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ eogo%e0@waqoQ છે શુભ મનભાવના , છે (ફીવર) 8000mcoda momcexcomcomo અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત સર્વનયપરિપૂર્ણ ? જેનું તત્ત્વજ્ઞાન છે એવા શ્રી શાસનસેવાને અનેક યોગો પૈકી અોપકારાર્થે પોતપોતાના પક્ષમાનુસાર ત્રિકાલાબાધિત શ્રી જૈનદર્શન પ્રત્યે બીજાઓને વિશેષ રુચિ થાય તથા તેના તો-રહસ્ય સમજાય, એવી કોઈ પણ પ્રવૃત્તિ એ પણ એક શાસનસેવાનું અંગ છે. જો કે આ પુસ્તક અમારી આંખની તકલીફના કારણે વાંચી શકાય તેમ છે નહિ, તેમ બીજા પાસેથી સાંભળી શકાય એવી અનુકૂળતાવાળો અવકાશ ન હેવાથી તે સંબંધી લખવું બની શકે નહિ; પણ ઉપર ઉપરથી સાંભળતાં, આમાં દ્રવ્યાનુગ આદિને વિષય અંશે અંશે લેવામાં આવ્યું છે તેથી ફતેહચંદભાઈએ શાસનની સેવા બજાવી છે. અને શાસનસેવા દરેક ભવ્ય જીવનું કર્તવ્ય છે. ભવાંતરમાં પણ આવી શાસનસેવા મળે એમ ઉત્તમ પુરુષોએ માગણી કરી છે. વસ્તુપાલ મંત્રીશ્વરે– यदर्जितं मया पुण्यं, जिनशासनसेवया । जिनशासनसेवैव, तेन मेऽस्तु भवे भवे ॥ આ જાતની માગણી કરી છે. આ જ પુસ્તકમાં ફતેહચંદભાઇની પ્રવૃત્તિઓ અંગે લખવામાં આવ્યું છે. તેમને શાસનસેવાની ભાવના મોક્ષપદ પ્રાપ્તિ થાય ત્યાં સુધી ભવે ભવ મળો એ જ અમારી શુભ અને ભાવના— –આચાર્ય શ્રી વિજયેાદયસૂરીશ્વરજી ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ - Page #11 -------------------------------------------------------------------------- ________________ (છું કે જિન પ્રવચનની કુશળ કામના ! ) oooo, New भई मिच्छादंसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।। મિચ્છાદર્શનની અનેક વિચારસરણિઓને સ્યાદ્વાદરૂપે ગ્ય રીતે ગોઠવનાર અને ઉપયોગિતા સાધનાર-મિથ્યાદર્શનોના સમૂહ રૂપ, અમરત્વને આપનાર, અને મુમુક્ષુઓ વડે અનાયાસથી સમજી શકાય—એવા પૂજ્ય જિનવચનનું ભદ્ર છે.” પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરજી સન્મતિ પ્રકરણ શું આવું ઈ આધ્યાત્મિક યંત્ર છે (Spiritual હું machinery) કે જે સમગ્ર પાપના સર્વથા ચૂરેચૂરા કરી દે અને પુણ્યને વિરાટ ધોધ અખંડપણે વહેવડાવે? સર્વ તીર્થકર દેવોએ, સર્વ કેવલી ભગવંતોએ, સર્વ ચૌદ પૂર્વધરોએ અને સર્વ શ્રતધર સાધુસંતોએ એકમતે એક અવાજથી કહ્યું છે કે “હા એવું આધ્યાત્મિક યંત્ર છે જે માત્ર તમારા જ સઘળા પાપનું નહિ પણ ત્રણે કાળના ત્રણે લેકના સર્વ પાપોનું સમૂળ નાશ કરે અને તેઓમાં ઉત્પન્ન થનાર પાપવૃત્તિને જડમૂળથી ? ઉખેડી નાખે.” આવું આધ્યાત્મિક યંત્ર તે નમસ્કાર મહામંત્ર છે. શ્રી નમસ્કાર મહામંત્રના અડસઠ અક્ષરે જેના મનમાં ઊંડે અને પ્રમાણિક આદર પામ્યા છે તે સાધકના મનની છે અત્યંતર રચનામાં એક એવી ક્રિયા શરૂ થાય છે જે, પાપનું છું છે. સંપૂર્ણ વિસર્જન અને પુણ્યનું સર્વોત્તમ સર્જન કરે છે. ને શ્રી મંત્રાધિરાજ શ્રી વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ છે Page #12 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री गोडीपार्श्वनाथाय नमोनमः ।। अनन्तलब्धिनिधानाय श्रीगौतमगणधराय नमः ।। મા... ....á.. ... ૦૦૦૦૦૦ આત્મા અનાદિ છે, આભાને સંસાર પણ અનાદિ છે અને સંસારના કારણભૂત કર્મને આત્માની સાથે પ્રવાહ સંબંધ પણ અનાદિ છે. અવ્યવહારમાંથી વ્યવહારમાં જે જીવ આવ્યો અને વ્યવહારમાં આવ્યા બાદ પણ જે આત્માને સંસારના પરિભ્રમણમાં અનંતાનંત કાળ પસાર થયે, એ જીવ માટે સંસારની ચોરાશી લાખ જીવાનિ, ચોવીશ દંડક અથવા ચાર ગતિ પૈકી કોઈ પણ એવું સ્થાન નથી કે જે સ્થાનમાં એ આત્માએ બહુલતાએ અનન્તીવાર જન્મ મરણ ન કર્યો હોય. જૈન દર્શનની આ માન્યતા પ્રમાણે વ્યવહારરાશિપ્રાપ્ત જીવાત્માને એક વાર નહીં પણ અનેકવાર માનવજન્મ આજ સુધીના ભૂતકાળમાં ઉપલબ્ધ થયો છે. આર્યક્ષેત્ર, ઉત્તમકુલ, પંચેન્દ્રિયની પૂર્ણતા, નિરોગી શરીર વગેરે અનુકૂલ સામગ્રી પણ પુન્યોદયે વારંવાર પ્રાપ્ત થયેલ છે. પણ આહાર-વિધ્ય અને ધનની લે લુપતા વગેરે કારણે માનવ જીવન વગેરે ઉત્તમ અને આત્મકલ્યાણસાધક સામગ્રીને જે રીતે જીવનમાં સદુપયોગ થવો જોઈએ તે રીતે પ્રાયઃ સદુપયોગ નથી કે, બલકે દુરુપયોગ થયો છે. અને વર્તમાનમાં પણ માનવોની મોટી સંખ્યા માનવજીવનને દુરુપયોગના ભાગે ઘસડાઈ રહેલ છે. માનવજીવનને સદુપગ કરી આત્મમંદિરમાં જ્ઞાનની દિવ્ય જ્યોત પ્રગટ કરનાર તે કઈ વિરલ વ્યક્તિઓ જ હોય છે. માનવજીવન એક એવું જીવન છે કે જે જીવનને સદુપયોગ થાય અર્થાત જીવન જીવતાં આવડે તો આત્માની સર્વથી ઉંચામાં ઉંચી Page #13 -------------------------------------------------------------------------- ________________ [2] ઉન્નતિની છે.ચે આ વનમાંથી જ પહોંચી શકાય છે અને માવન જીવન મળવા પછી જીવનમાં એક સરખા અંધકાર હોવાના કારણે જીવન વતાં ન આવડે, માનવ છતાં પશુ અથવા દાનવ જેવું જીવન જીવાય તે તે આત્મા અધગતિની છેલ્લી સીમાએ પણ આ માનવશ્ર્વનારા જ પહેાંચી જાય છે. આત્માની સવેત્કૃષ્ટ ઉન્નતિના શિખરે પહેાંચાડનાર માનવજીવન સિવાય બીજું કાઈ જીવન નથી અને અધાતિના સીમાડે લઇ જનાર પણ માનવ જીવન સિવાય બીજુ કાઈ જીવન નથી. અને ત ભવના ફેરા ટાળવા માટે એક માનવજીવન એ જ ઉત્તમ સાધન છે. એ જ પ્રમાણે ભવના અનંત ફેરાની પરંપરાનાં બીજ પણ આ માનવજીવનમાં વવાય છે. જીવનના સદુપયોગ અને દુરુપયોગ, જીવનને પ્રકાશ અને અંધકાર, વનવ્યાપી ધર્મ અને અધર્મ એ ઉન્નતિ અને અધોગતિના મુખ્ય સાધતા છે. માનવજીવનની પૂર્ણ સફળતા મેક્ષ પ્રાપ્તિમાં છે, અને તેનું અનન્ય સાધન ત્યાગમા સયમમાર્ગ છે, એ નામ જેટલા ઊત્તમ છે તેટલા જ આકરા છે. મોક્ષની અભિલાષા છતાં સર્વ કા માનવે એ સંયમ માર્ગના સ્વીકાર કરી શકતા નથી એ મુમુક્ષુ આત્માએ વર્તમાનમાં સંયમમાર્ગનો સ્વીકાર ભલે ન કરી શકે પણ તે આત્માને ભાવિમાં એ સચમમાર્ગોની શીધ્ર રાક્યતા બને તે માટે પરમાત્મા તીર્થંકર દેવેએ માનવજીવનને સફલ બનાવવા માટે ત્રીજા નંબરમાં શ્રાવક ધર્મોનુ સુંદર નિરૂપણ કરેલ છે. સપ્ત વ્યસનને ત્યાગ, માર્ગાનુસારિપણું, દેવ, ગુરુ ધ ઉપર અવિચલ શ્રદ્ધા, શાસ્ત્રાભ્યાસ સમકિત મૂલ બાર તેને સ્વીકાર, દાન-શીલ-તપ-ભાવ ઉપરાંત મૈત્રી-પ્રમોદ-કારખ્ય-માધ્યધ ભાવનાના જીવનમાં અમલ વગેરે વગેરે-શ્રાવક જીવનના ઉત્તમાત્તમ અંગો કિવા લાગી છે. જૈન શાસનમાં સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એમ ચાંર વિભાગે છે. અને એ ચારેય વિભાગોમાં સાધુ ભગવ ંત અર્થાત્ શ્રમણ સંધની સદા ય પ્રધાનતા રહી છે તેમ જ રહેવાની છે. શાસનને ટકાવનાર Page #14 -------------------------------------------------------------------------- ________________ [ s ] જો કાઈ હાય તા તે શ્રમણ સંધ જ છે. એમ છતાં એ પૂજનીય શ્રમસધને શાસનના સંરક્ષણમાં શ્રાવક-ક્ષમણેાપાસક સંધના ફાળા છે નથી જ્યાં જ્યાં જૈન શાસન છે ત્યાં ત્યાં શાસનના સ રક્ષણ અને સંવનના પ્રસંગમાં સેનાપતિ તરીકે શ્રમણ સંધના પડખામાં સૈનિક તરીકે શ્રમણેાપાસક સંધ સદાય સાથે રહ્યો છે, રહે છે અને ભાવિમાં રહેવાને છે. શ્રમણુસંધમાં જેમ આજે અનેક શાસનના આરાધક અને સંરક્ષક આચાર્ય ભગવંત આદિ વંદનીય મુનિવરા વિદ્યમાન છે, તે જ પ્રમાણે શ્રમણાપાસક સંધમાં પણ આજે અનેક શ્રદ્ધાસંપન્ન ઉત્તમ શ્રાવકા વિદ્યમાન છે. અતિશયાક્તિ વિના કહું તે જે મહાનુભાવને ઉદ્દેશીને આ આશીર્વચન લખાય છે તે આપણા શ્રીચુત ફતેચંદ ઝવેરભાઇ-એ કાટિના એક શ્રદ્દાસ પન્ન ઉત્તમ શ્રાવક છે. સાધુ અથવા શ્રાવક કિંવા કાઇ પણ વ્યક્તિ આત્માન્નતિની ભાવનાવાળા હોવા છતાં જ્યાં સુધી અપ્રમત્ત ગુણસ્થાનક અને તેથી આગળ યાવત્ બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે ન પહોંચે ત્યાં સુધી તે વ્યક્તિમાં અપૂર્ણતા હેાય છે અને મહાયજન્ય પ્રમાદના કારણે કાઇ કાઈ સ્ખલના પણ થાય છે. એમ છતાં ગુણાનુરાગની દષ્ટિએ વિચારવામાં આવે તો ભારતના નાના મેટા શહેરામાં અનેક શ્રદ્ધાસ ંપન્ન વ્રતધારી પ્રથમ પંક્તિના શ્રાવકા છે. તેમાં આપણા ફતેહુચંદ્રભાઈનું સ્થાન પણ વિશિષ્ટ શ્રાવકામાં મૂકવામાં આવે તા જરાય અનુચિત નથી. વિસ. ૨૦૦૬ ની સાલમાં મેં મુંબઈ ગાડીજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યું. ત્યારથી મને ફતેહુચદભાઇને વધુ પરિચય છે, તેમનુ હંમેશા વ્યાખ્યાનમાં આવવું, બપારે સ્વ॰ બદામી સુચંદભાઈ સાથે તત્ત્વાર્થી, કપ્રકૃતિ વગેરે ધર્મશાસ્ત્રના અભ્યાસ માટે નિયમિત પણે હાજરી આપવી, અને તે તે પ્રસંગે અનેક શાસ્ત્રીય પ્રશ્નો પૂછ્યા સાથે તેનાં સમાધાન મેળવવા વગેરે પ્રસ`ગાદ્વારા તેમના શાસ્ત્રીય મેધ તેમજ શાસ્ત્રાભ્યાસ માટેની ઘણીધણી અભિલાષા અંગે મારા અંતરમાં તેમના Page #15 -------------------------------------------------------------------------- ________________ [૪] માટે ઉત્તમ શ્રાવક તરીકે બહુમાનનાં બીજ રોપાયાં અને પછી તો દિનપ્રતિદિન તેમનો ધર્મ–પરિચય વૃદ્ધિ પામતાં તેમની શાસન ઉપરની અવિચલ શ્રદ્ધા, બ્રહ્મચર્ય વગેરે વિરતિધર્મની આરાધનાનો અજોડ પ્રેમ, જીવનમાં બાહ્ય તપ તેમ જ અત્યંતર તપ માટેનું બહુમાન, નાનામાં નાના સાધુ માટે પણ દિલને અસાધારણ પૂજ્યભાવ, વિનય, વિવેક, સાદાઈ અને સરલતા વગેરે સગુણો માટે ગુણાનુરાગમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતી ગઈ તેમની શાસ્ત્રીય પ્રશ્નાવલીથી મારા ક્ષપશમમાં પણ ઘણી વૃદ્ધિ થવાને વેગ મને પ્રાપ્ત થયો. " શ્રી ફતેહચંદભાઈના જીવનમાં આ ધાર્મિક સંસ્કારોના બલનું મુખ્ય કારણ તેમના ધર્મપરાયણ પિતા ઉપરાંત પરમપૂજ્ય પં. શ્રી ગંભીરવિજયજી મહારાજ, પરમપૂજ્ય શાસનસમ્રા નેમિસુરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આગદ્દારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરે મહાત્માઓ પાસે શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્રાભ્યાસ છે. બાલ્યવયથી જ આપણું ફતેહચંદભાઈને આ પુણ્ય પુરૂષોને સત્સંગ થતાં સંસ્કારોની ખીલવણી કરવાને સુગ મળે છે. અને પછી તો ભાવનગર હતા ત્યાં સુધી ભાવનગરમાં અને મુંબઈ આવ્યા ત્યારથી મુંબઈમાં કોઈપણ પૂજ્ય સાધુ ભગવંતના પરિચયથી એ વંચિત રહ્યા નથી. મુંબઈમાં જ્યાં જ્યાં ગીતાર્થ અને વિદ્વાન સાધુઓનાં પ્રવચન ચાલતા હોય ત્યાં ત્યાં નજીક કે દૂરના ઉપાશ્રયમાં ફતેહચંદભાઈની હાજરી અવશ્ય હોય જ. તેમને ભજન વિના હજુ ચાલે પણ દેવાધિદેવનાં દર્શન-પૂજન અને સગુને વ્યાખ્યાન શ્રવણ સિવાય ન ચાલે. પ્રભુભકિત અને જ્ઞાનોપાસના એ તો એમનું નિત્ય ભોજન બની ગયું છે. આજે પોણોસો વર્ષ ઉપરાંત તેમની ઉંમર છે. છતાં પુન્યોદયે તંદુરસ્તી સારી છે અને નિરંતર વ્યાખ્યાનશ્રવણું વગેરે ધર્મ આરાધનાને લાભ તેમના જીવનમાં અખંડિતપણે ચાલુ છે. ) જેન શાસનમાં ફરમાવેલા બાહ્ય-અત્યંતર ધર્મને સર્વ અંગઉપાંગ પ્રતિ ફતેહચંદભાઈને સંપૂર્ણ આદર અને યથાશક્તિ અમલ Page #16 -------------------------------------------------------------------------- ________________ હોય છે, એમ છતાં એમના જીવનમાં સમ્યગ શ્રુતજ્ઞાનની આરાધનાનું અંગ પ્રધાન સ્થાને છે. આજ સુધીમાં પૂ. ગીતાર્થ ગુરુદેવની શુભ નિશ્રામાં જૈનદર્શનના અનેક ધર્મશાસ્ત્રોનો અભ્યાસની રીતે અભ્યાસ કર્યો છે. અને પોતાની મેળે પણ અનેક જૈન ગ્રન્થનું વાંચન ઉપરાંત ચિંતન મનન તેમણે કર્યું છે. ઘરમાં કે દુકાનમાં જ્યારે જ્યારે પાંચ મિનિટ, પંદર મિનિટ કે તેથી વધુ સમય મળે એટલે તુર્તા તેઓ ધાર્મિક વાંચનમાં જોડાઈ જાય, આ તેમની આદરણીય પ્રવૃત્તિ છે. જૈન ધર્મના પ્રત્યે ઉપરાંત જૈનેતર ધર્મના પ્રત્યેનું પણ તેમનું વાંચન પરિશીલન ઘણું સુંદર છે. એમણે વિદ્રોગ્ય સારી સંખ્યામાં ગ્રંથની પ્રસ્તાવનામાં તેમ જ લેખે લખેલા છે. જ કેટલાક મહાનુભાવોને શાસ્ત્રવાંચનને અભ્યાસ ઘણો સારો હોય છે, પણ પિતે જે વાંચેલું હોય તેની તારવણીરૂપે લખવાને અભ્યાસ નથી હતો. આપણે ફતેહચંદભાઇને તો શાસ્ત્રાભ્યાસ અને તેના ચિંતન મનન ઉપરાંત પોતાને જે બોધ પ્રાપ્ત થયેલ છે તેની તારવણરૂપે સરળ ભાષામાં લખવાનો અભ્યાસ પણ સારે છે. જેના પરિણામે જ પાંચ સુંદર લેખોના સંગ્રહરૂપ આ પુસ્તક પ્રગટ થયું છે. માસિક-પાક્ષિક અથવા સાપ્તાહિક પત્રોમાં ફતેહચંદભાઈને લેખની પ્રસાદી ઘણીવાર સમાજને વાંચવા મળે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ, જગશુરૂ શ્રી વિજયહીરસૂરિ મહારાજ, મહાપ્રભાવક તપગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિ મહારાજ, મહોપાધ્યાય વાચક શિરોમણિ શ્રી યશોવિજય મહારાજ, વગેરે પ્રાચીન આચાર્ય ભગવંતના જીવન ચરિત્રે સંક્ષેપમાં લખીને તૈયાર કરેલા તેમ જ બીજી અનેક લેખ સામગ્રી આજે પણ ફતેહચંદભાઈ પાસે હાજર છે–એ તેમની લેખનકળાના અભ્યાસની પ્રતીતિ છે. આ ઉપરાંત ફતેહચંદભાઈ વિશાલ સભામાં સારી રીતે બેલી પણ શકે છે. મુંબઈની કોઈ પણ ધાર્મિક જૈન જાહેર સભામાં ફતેહચંદભાઈનું પાંચ દશ મિનિટ પણ વક્તવ્ય ન હોય એવું પ્રાયઃ Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] નહીં બનતું હોય. આ પ્રમાણે શાસ્ત્રાભ્યાસી, લેખક અને વક્તા–તરીકે ફતેહુચંદ્રભાઈ જૈન સંધમાં ખૂબ જાણીતા છે. અગાઉ જણાવ્યું તે પ્રમાણે આપણા ફતેહચંદભાઈની શ્રુતજ્ઞાનની ઉપાસના ધણી આદરણીય છે, અને તેથી જ મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણ સંસ્થાએ ના સંચાલનમાં તેમનું સ્થાન આગળ પડતું છે. કેટલીક વાર કેટલાક આત્માને શ્રુતજ્ઞાનની ઉપાસના તરફ આદર હાય છે, પણ ક્રિયાકાંડ તેમ જ તપશ્ચર્યાં તરક્ ઉપેક્ષાવૃત્તિ જોવાય છે જે કાઈ રીતે ઉચિત નથી. આપણા ફતેહચ - ભાઈને સત્તોતેર વર્ષોંની ઉમરે પણ તબીયત ખરાબર નહિ. છતાં પ . ષણ પર્વમાં હંમેશ-પ્રતિક્રમણાદિ ક્રિયાકાંડની આરાધના ઉપરાંત અઠ્ઠમના ત્તપ કરતાં મેં જાણ્યા ત્યારે જ્ઞાન-અને ક્રિયાનું સુભગ દૃષ્ટાંત મારી સામે ખડુ થયું અને મને ધણુાં ઘણા હ થયા. એમણે પેાતાના જીવનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સબંધમાં તન મન ધનથી અનેક શુભ કાર્યો કરેલાં છે. અંતમાં શાસનદેવ ફતેહુચદ્રભાઇને તંદુરસ્તી સાથે દીર્ઘાયુષ્ય બક્ષે અને આપણા શ્રદ્દાસ પન્ન ઉત્તમ શ્રાવક ફતેહચંદ્રભાઇ, સર્વવિરતિના આદર્શને ધ્યેયરૂપે હૃદય સમક્ષ રાખી દેશવિરતિના પવિત્ર ધર્મમાં ક્રિનપ્રતિદિન પ્રગતિની સાધના કરી માનવ જીવનની ફતેહ પ્રાપ્ત કરવામાં સમર્થ અને–એ જ મારા હૈયાનાં માંગલ આશીવચન સાથે ધ લાભ મુંબઈ વીસ, ૨૪૯૮ માગશર વદી ૧૦ સામવાર શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણક મંગલ તિથિ.. આ. શ્રી વિજયધમસૂરિજી Page #18 -------------------------------------------------------------------------- ________________ प्रवेशिका । ध्यातारश्चेन्न सन्त्यद्य श्रुतसागरपारगाः । तत्किमल्पश्रुतैरन्यैर्न ध्यातव्यं स्वशक्तितः ॥ શ્રુતસાગરના પારગામી એવા ધ્યાની મહાત્માએ આજે નથી, તેથી શું અલ્પશ્રુતવાળા અન્ય પુરુષાએ પેાતાની શક્તિ મુજખ ધ્યાન ન કરવું ? -तत्त्वानुशासन ૧. જ્ઞાના વ અત્યંત અગાધ અને ગહન છે. તેને પાર પામવા તો શું પણ એ વિષયમાં જરા જેટલા ચંચુપાત પણ સામાન્યજન માટે અતિ કઠિન અને દુ:સાધ્ય કાર્યાં છે. તેમાં તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મશાસ્ત્રને અભ્યાસ એ તેા વળી વધારે કઠિન અને દુર્ગામ્ય છે. એવા કઠિન વિષયના દુર્ભેદ્ય દુર્ગને સ્વાયત્ત કરી તેને લાભ બીજાને આપવાને સદ્ભાવ એજ આ અતિ ગંભીર અને સદ્ગાનપ્રદ લેખાના આયોજન, સંગ્રહ અને પ્રકાશનના મૂળમાં રહેલું તત્ત્વ છે એ સદ્ભાવનાધારક મુ. શ્રી ફતેચંદભાઇને એ માટે હું સહૃદયતાથી અભિનદન આપું છું અને આવા સ્વ પર કલ્યાણુકારક શુભ લેખા જનતા સમક્ષ આ રીતે ફરી મૂકવા માટે એમને ધન્યવાદ આપું છું. ૨. આ પુસ્તકમાં મુખ્ય લેખ જૈન ધર્મની મીમાંસા છ એ નામને છે. આ લેખ શ્રી ફતેહુચંદ્રભાઇએ વિક્રમ સંવત્ ૧૯૬૭ માં એટલે આજથી લગભગ અર્ધી સદી પૂર્વે લખ્યા હતા. તે વખતે શ્રી ફતેહચંદભાઇની ઉંમર ફક્ત સત્તાવીશ વર્ષ જેટલી જ હતી. છતાં એ લેખની લેખનશૈલી, એમાં કરેલા અનેક તાત્ત્વિક વિષયાના સગ્રહમાં રહેલી એમની નિપુણતા, દનશાસ્ત્રના અનેક વિભાગાને એમના તલસ્પશી, સગ્રાહી અને તુલનાત્મક અભ્યાસ અને એમાંથી તરી આવતી એમની પ્રાદ્યશક્તિ તેમ જ સુવાચ્ય અને રોચક શબ્દોમાં દરેક વિષયાનું કરેલુ Page #19 -------------------------------------------------------------------------- ________________ [<] એમનું નિરૂપણ જોતાં, ખરેખર પ્રતીતિ થયા વિના રહેતી નથી કે શ્રી ફતેહુચંદ્રભાઇને બાલ્પકાળથી જ આ વિષયમાં જિજ્ઞાસા અને રસ હોવા જોઇએ. એ રસ, એમણે એમના વિશાળ વાંચનથી અને અંતરંગ પુરૂષા અને ભાવનાથી વધારે કેળવી સ્વ અને પરના લાભાર્થે ઉપયોગમાં મૂકી મધુરતમ બનાવ્યા છે. આ ભાવનામાં એમને સુંદર સફળતા મળી છે એમ નિઃસકાચ કહી શકાય. આ લેખા જ એ ભાવનાના દ્યોતક હાઈ એના પ્રતીકરૂપે જનતા સમક્ષ મૂકયા છે. જનતા એમાંથી રસાસ્વાદ લઇ જરૂર પેાતાનું જ્ઞાન વિશદ બનાવશે, એટલુંજ નહિ પણ પેાતાની તત્ત્વચિને પણ નિર્માંળતર અને સુદૃઢ કરી શકશે. ૩. સાધારણ રીતે દર્શન કે ધમ તત્ત્વની મીમાંસાના લેખોમાં એ પ્રકારની દૃષ્ટિ નજરે પડે છે. એક કેવળ તત્ત્વ નિરૂપતી અને બીજી તત્ત્વચિંતકની. તત્ત્વનિરૂપકની દૃષ્ટિમાં કેવળ પર પરાગત ચાલી આવતી અને તેથી તેને પોતે સાચી માની લીધેલી બાબતેનું નિરૂપણ હોય છે. ત્યારે તત્વચિંતકની દૃષ્ટિ પેાતાની સમક્ષ ઉપસ્થિત થયેલી બાબતે વિષે સ્વતંત્ર વિચારણા કરી તાત્ત્વિક વિધયાની છણાવટ કરે છે. અ બીજા પ્રકારની દૃષ્ટિમાં પરંપરાગત વિષયામાં ખરૂં મૂલ તત્ત્વ શું છે ? સમયના પ્રવાહમાં એમાં શું તણાઈ ગયું ? શું રહ્યું ? અને રહ્યું તેમાં શું ફેરફાર થયા ? અથવા કેટલા અન્ય ભાવે નિક્ષિપ્ત થયા અને તેથી મૂલ તત્ત્વમાં શું વિકૃતિ આવી ? આજે પ્રરૂપવામાં આવતી માન્યતામાં કેટલી અપેાક્તિ, અતિશયોક્તિ અથવા કલ્પિત ઉક્તિનું મિશ્રણ થયું અને સાચું તત્ત્વ શું હાઇ શકે ? એની વિશેષ પ્રકારે વિચારણા કરવામાં આવે છે. છતાંએ ભવભીરુતા હાય તા નામૂજ મતે વિવિત્। '' ની અદમ્ય ભાવના આવાં તત્ત્વચિંતનમાં હેાય છે અને તેથી સ્વકપાલ કલ્પિત બાબતેા ન આવી જાય એ માટે સતત જાગૃતિ રહે છે. શ્રી ફતેહુચંદ્રભાઇના લેખામાં આ બન્ને દિષ્ટ નજરે પડે છે. પરંતુ કાઈ કાઈક જગ્યાએ તત્ત્વનિરૂપણ તત્ત્વ પરંપરાગત છે માટે જ એનુ` સમર્થન કરવામાં આવ્યું હોય એવું ઃઃ Page #20 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. કદાચ સ્વતંત્ર તચિંતક એ દષ્ટિ સાથે સંમત ન થાય, તો પણ એટલું તો જરૂર કહી શકાય કે એકંદરે શ્રી ફતેહ દભાઈએ, તત્ત્વ નિરૂપણ, અનેક દષ્ટિએ અને બની શકે એટલી વિસ્તૃત રીતે કરવાનો રૂચિકર પ્રયાસ કર્યો છે. એક જ લેખમાં “જૈન દર્શન ને લગતા અનેક મુખ્ય મુખ્ય વિષયો અને બાબતોને સંક્ષેપમાં સમાવેશ કર્યો છે અને તેથી પણ શ્રી ફતેહચંદભાઇને પ્રયાસ પ્રશંસનીય અને આવકારવા જે છે. ૪. મુખ્ય લેખ જૈન ધર્મની મીમાંસામાં શ્રી ફતેહચંદભાઇએ ધર્મ વિષયક અનેક બાબતો સ્પર્શી અને ચર્ચા છે. આરંભમાં ધર્મ એટલે શું, એની ઉપયોગિતા શાથી, દર્શનશાસ્ત્રોમાં જૈન દર્શનનું સ્થાન શું, જૈનદષ્ટિએ કાલચક શું છે, જેના ગામોની ઉત્પત્તિની સમજ, દ્વાદશાંગીમાં રહેલી હકીકત સમજવામાં ચાર હારે (૧) દ્રવ્યાનુયોગ, (૨) ગણિતાનુ ગ, (૩) કથાનુયોગ અને (૪) ચરણકરણાનુયોગ એવા અનેક વિષયનું વિવરણ કર્યું છે. દ્રવ્યાનુયોગની ચર્ચા કરતાં વિદ્ધવ્યનું સ્વરૂપ, જીવના વિવિધ પ્રકારના શરીરનું વર્ણન, આભા, ઇન્દ્રિય અને પ્રાણને સંબંધ, પર્યાપ્તિને અર્થ, આઠ પ્રકારના કર્મ અને તેનું સ્વરૂ૫ અને તેના સંદર્ભમાં ચાર કાય કેવા હોય તેનું વિવેચન, સમ્યફવની વ્યાખ્યા અને તેને ઉત્પત્તિક્રમ, આત્માનો વિકાસક્રમ દર્શાવતાં ચૌદ ગુણસ્થાનકો, પ્રમાણ અને નયની વિચારણા, સપ્તભંગીનું સ્વરૂપ, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાનું કથન-વગેરે અનેક તાત્વિક બાબતોને નિર્દેશ કર્યો છે. વળી “જૈન દર્શનના સિદ્ધાન્તોમાં અન્ય દર્શનનું અવતરણ” એ મથાળા નીચે (૧) ન્યાય, (૨) વૈશેષિક, (૩) સાંખ્ય, (૪) યોગ, (૫) પૂર્વમીમાંસા અને (૬) ઉત્તરમીમાંસા અથવા વેદાંત એ પદર્શન સાથે તેમ જ બૌદ્ધ અને ચાર્વાક દર્શન સાથે જૈન દર્શનની સરખામણી ટુંકમાં અને ઘણી સુંદર રીતે કરી છે. તે સાથે જૈન દર્શનમાં કેવી રીતે સઘળાં દર્શન ભળી જાય છે એ Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] સમજાવવાને અત્યંત રોચક અને એધપ્રદ સુપ્રયત્ન કર્યો છે. તે પછી ગણિતાનુયોગને વિષય અત્યંત સંક્ષેપમાં લોકાલોક સ્વરૂપની દષ્ટિએ સ્પર્ષ્યા છે, અને કથાનુયોગની ઉપયોગિતા અને જૈન દર્શનમાં તેની મહત્તાનું નિરૂપણુ છે. અંતમાં ચરણુકરણાનુયાગના સબંધમાં મહાવ્રતી અને અણુવ્રતી કાણુ હોઈ શકે, બંનેને આશ્રીતે વ્રતનું સ્વરૂપ શુ, દશ પ્રકારના પતિ ધર્મ કયા, અહિંસા, સૂનૃત, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ ત્રતાનુ ગૃહસ્થ અને સાધુની દૃષ્ટિએ સ્વરૂપ શું, ચરણસિત્તરી અને કરણસિત્તરી શું છે, તપના પ્રકાર કથા, ધ્યાન વિષેની જૈન માન્યતા શું છે—વગેરે દર્શાવી સિદ્ધુનું સ્વરૂપ સમજાવ્યું છે. તે પછી કેટલીક વૈજ્ઞાનિક બાબતને ઉલ્લેખ કરી જૈન માન્યતાઓથી પુરવાર થાય છે—એમ દર્શાવવાના યત્ન કર્યાં છે. આ રીતે જૈન દર્શનના ખાદ્ય અને અભ્યંતર સ્વરૂપના વિવેકપૂર્વક વિચાર કરી લેખ સમાપ્ત કર્યાં છે. ૫. બીજો લેખ-જૈનદર્શન-તુલનાત્મક દૃષ્ટિએ” છે, એમાં જૈન દનની પ્રાચીનતા બતાવવામાં આવી છે. અને થાડીક તાત્ત્વિક ખાખત વિષયી પહેલા લેખનું કેટલુંક પુનરાવર્તન છે. '' હું ત્રાજો લેખ “ શ્રીમન્ મહાવીર પ્રભુનુ આંતર જીવન ' છે. સમ્યક્ત્વનું સ્વરુપ, તીર્થંકરનામકની સમજ, ક્ષમા વીરય મૂળમૂ એ કહેવત શાથી પડી એ અને મૈત્રી, પ્રમેાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાની મહત્તા અને ઉપયેાગિતા દર્શાવી છે. ૭. ચેાથેા લેખ વર્ણનાત્મક છે. એનાં ફતેહુચંદભાઇ તથા તેમના કુટુંબ તરફથી કાઢેલા “પદયાત્રા સંઘની ” આધ્યાત્મિક પરિમલની સુવાસ છે. છરી” એટલે (૧) ભૂમિ સંથારી’(૨) બ્રહ્મચારી’’ (૩) સચિત્તપરિહા‘રી’”, (૪) એકલ આહા‘રી”, (૫) પાયચારી”, અને (૬) પડિમણા દેય વા“રી”-એમ જેને અંતે “રી” શબ્દ આવે એવી “છ” બાબતાનું પાલન કરતા સંધ પાલીતાણા ગયા, તેનું વન છે અને તે સાથે આધ્યાત્મિક બાબતેા સુંદર રીતે વણી લેવામાં આવી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ ] ૮. છેલ્લા લેખમાં “મહાન જ્યોતિર્ધર પૂ. . શ્રી યશોવિજયજી મહારાજ સાહેબનું સંક્ષિપ્ત જીવન-કવન છે. વાચકને એ જરૂર પ્રિય લાગશે અને તે સાથે ધર્મબોધકર તત્ત્વનું પણ આદાન થશે. ૯. એ સિવાય પરિશિષ્ટમાં શ્રી ફતેહચંદભાઈ વિષયી અનેક હકીકતને નિર્દેશ છે. એ જોતાં એક વ્યક્તિ પોતાના જીવનમાં સાધારણ પરિસ્થિતિમાં હોવા છતાં ઉત્તરોત્તર જ્ઞાન ધ્યાનની ઉપાસનાથી અને સતત પરિશ્રમથી કેવી સુંદર રીતે સફળતા કરી શકે છે અને આત્માના પરમ શ્રેયની સાધનામાં કેવો રેચક વિકાસ સાધી શકે છે એને બંધ થયા વિના રહેતો નથી. આખુંએ પુરતક રસમય સામગ્રીથી ભર્યું છે. તત્ત્વપિપાસુ એમાંથી તત્વ પી તૃપ્ત થઈ શકશે, અધ્યાત્મદષ્ટિ, એમાંથી આત્મવિકાસની ચાવી મેળવી શકશે, મુમુક્ષુ એમાંથી એક્ષપ્રાપ્તિને પથ પામી શકશે. એટલું થશે જ, અને મુ. શ્રી ફતેહચંદભાઈનો પ્રયાસ જરૂર સિદ્ધ થશે જ—એ નિ:સંશય છે. વાચક એને સદુપયેગ કરી સમૃદ્ધ અને સુપ્રસન્ન થાય એ જ અભ્યર્થના. ૫૦૫, સરદાર વ. પટેલ રોડ | મુંબઈ-૪, તા. ૨૦-૧-૬૨ ઈ શ્રી પ્રસન્નમુખ સુરચંદ્ર બદામી ચીફ જ-મેલ કઝીઝ કોર્ટ Page #23 -------------------------------------------------------------------------- ________________ || श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥ આત્મ-નિદર્શન નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવત તે પામરોજી, ભવસમુદ્રના પાર્. પુ॰ ઉ॰ શ્રી ચોવિજયજી સુજ્ઞ વાચક એ, શ્રી પ્રસ્તુત આત્મ-નિદર્શન લખવા પહેલાં “સમકિતદાયક ગુરુ તણા પચ્ચુવયાર્ ન થાય ’’–એ શ્રીમદ્ ઉપાયાયજીના કવન મુજબ સૌથી પ્રથમ અમારા સ્વ. પૂ. પિતાશ્રી કે જેમણે મને ધર્માંશ્રદ્ધા પ્રકટાવી લઘુવયમાંથી શાસ્ત્રવાચનની ભૂખ ઊભી કરી હતી, તેમને આભાર માનું છું. દ્વિતીય આભાર સ્વ. પૂ. શ્રી વીરવિજયજી, પૂ. આ. શ્રી વિજયદાનસૂરિ, પૂ.આ. શ્રી પ્રેમસૂરિજીના, પૂ આ વિજયરામચ દ્રસૂરિજીના જેમણે સસ્તું ૧૯૭૧ માં અમારા પૂ. પિતાજીના સંકલ્પાનુસાર ભાવનગરથી શ્રી સિદ્ધક્ષેત્ર પર્યંત છ‘રી’ પાળતા સંધમાં પધારવા કૃપા કરી અને અમોને સહકુટુંબ તીમાળ પહેરાવી અમારુ જીવન ધન્ય કર્યું", તેમનું તથા પ્રસ્તુત પુસ્તકમા પૂ. આ. મ. શ્રી વિજયાદયસૂરિજીએ તથા પૂ. ગ્યા. મ શ્રી વિજયધ સૂરિજીએ આશીર્વચન મોકલ્યા તેમને તૃતીય આભાર-સેવામૂર્તિ પ્રાણજીવનદાસ ગાંધી કે જેમની પ્રેરણાથી આત્માનંદ પ્રકાશમાં લગભગ ચાલીશ-પચાસ વર્ષ પહેલાં આવેલા મારા લેખા અને કાબ્યોના સંગ્રહ એ વિભાગમાં પ્રકાશિત કરવાની તૈયારી થઈ. ચતુ આભાર મારી યકિચિત્ સેવાને ધ્યાનમાં લઈ જૈન આત્માનઢ સભાના સંચાલકે કે જેમણે પ્રસ્તુત લેખા સભા તરફથી પ્રકાશિત કરવાનું ઉચિત ધાયું તેમને અને મુંબઇ સ્માલકોઝ કોર્ટના ચીફ જ વિદ્વાન નરરત્ન શ્રી પ્રસન્નમુખચંદ્ર ખટ્ટામીએ પ્રસ્તુત પુસ્તકની પ્રવેશિકા લખી આપેલ છે તેમને અંતઃકરણપૂર્વક આભારી છું. શ્રી Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ] મારી જીવનયાત્રામાં અનેક અપૂર્ણતાએ, ક્ષતિ અને નબળા એ હતી અને છે; છતાં તે તરફ માત્ર ગુણુષ્ટિ રાખી વન-દર્શનકારે જણાવી નથી, અનેક પ્રકારની અપૂર્ણતામાંથી પસાર થઈ વન ઘડાય છે. માત્ર સુખીજીવનમાં જીવન ઘડતર થઈ શકતું નથી. સાક્ષર શ્રી નરસિંહરાવ કહે છે કે-~~ Οι ‹ છે માનવી જીવનની ઘટમાળ એવી, દુ:ખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલી, એ રીતે અનેક દુ:ખો અને ઉપાધિએ વચ્ચે મારું જીવન પસાર થયું છે; છતાં માનસિક સ્થિતિસ્થાપકપણું જળવાઈ રહ્યું છે તેમાં અનેક પ્રથાના વાચનના તથા સદ્ગુરુઓના વ્યાખ્યાનશ્રવણુના પણ હિસ્સા છે. મનુષ્યેાચિત માનસિક નબળાઈને અંગે ક્ષણભર વિષાદને પ્રસંગ આવે, છતાં કમેયનું આલંબનલને આત્મજાગૃતિ રાખી અનેક વખત તે પ્રસ ંગે વટાવ્યા છે. આ પ્રભાવ સદ્ગુરુએઁની કૃપા, જ્ઞાનની ભકિત અને ઉપાસનાનેા છે. શાસનદેવની કૃપા પણ નિમિત્તકારણ સમજુ છું. >> પાંચ સમવાયામાં ભૌતિક જીવનમાં કર્મની અને ભવિતવ્યતાની પ્રધાનતા હાય છે, તેમ સમજ્યો છું. અને “ કઇ લાખા નિરાશામાં અમર આશા છુપાઈ છે” એ સાક્ષર શ્રી મણિભાઈ નભુભાઈનું વાક્ય તથા આત્મિક શક્તિનેા હાસ ન થાય એટલું માત્ર માગુ છુ ’–એ શ્રી રવીન્દ્રનાથ ટાગારનું કવન યાદ રાખ્યુ છે. આધ્યાત્મિક જીવન તેા હંમેશા પુરુષાર્થપ્રધાન જ રહેવાનું. 6 સ. ૨૦૦૮ માં વ્યાપારની કટાકટી પ્રસગે શેઠ જીવતલાલ પ્રતાપસિંહ તથા શેઠશ્રી રમણલાલ દલસુખભાઈ અને સૂરજમલ શેઠ (પહુ મલ બ્રધસ વાળા) તરફથી તન, મન અને ધનથી આશ્વાસનની સહાય મળી હતી, તે માટે તેમને આભાર માનવાની તક લઉ છું તેમજ હમણુાં હમણાં છેલી ભાગીદારીના કસોટી પ્રસંગે શ્રીયુત Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] મનમેાહુનદાસ ગુલાબચંદે (મનુભાઇએ) અંતઃકરણપૂર્વક લાગણી દર્શાવ્યા માટે તેમને આભારી છુ. ,, 66 હવે જીવનની અત્યારની અને અ ંતિમ સમય પ ́તની ભાવના એ છે કે પૂર્વપાર્જિત આયુષ્ય મર્યાદા સીત્તોતેર વર્ષ સુધીની અમારા કુટુંબમાં પુરૂષવ માં મારી પોતાની સવિશેષપણે થયેલી છે; પરંતુ જેટલાં વર્ષા જીવનમાં સદ્ભાવનામય શુભ પ્રવૃત્તિમાં ગયા તેટલુ જ સાચું જીવન ગણાય છે. મૃત્યુ એ એ જન્મા વચ્ચેનું પ્રવેશદ્વાર છે, અથવા બીજી રીતે અમર આત્માને નવુ વેશ પરિધાન છે. આ બાબત મૃત્યુ એ શું અવશ્ય નિર્મિત છે. તથા જીવન અને મૃત્યુ ’” નામના મારા લેખામાં શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થયેલી પુસ્તિકામાં દર્શાવેલા છે, તેથી મૃત્યુથી ભય પામવા જેવુ કશુ રહેતુ નથી. 66 આત્મા અમર છે” તેને કાળના ઝપાટે અનતકાળથી લાગ્યા નથી અને લાગવાનો નથી; માત્ર દસ પ્રાણાના વિયેાગને મૃત્યુ ગણાય છે; જેટલી તૈયારી આ જન્મમાં શુભયોગા ડે થઈ છે તે માટે હવે પછીના જન્મામાં તે સસ્કારો સમૃદ્ધ થવાના; તેમજ કર્મ અને આત્માની લડાઈમાં ઉપમિતિ ભવ પ્રપ`ચાકારના કથન પ્રમાણે છેવટે આત્માની જ જીત થશે તેમ વિશ્વાસ છે. સદ્ગુદ્ધિ અને સી એ કર્મોથી મુક્તિ મેળવવાની ગુરુ ચાવી છે. ચારિત્ર વગર મુક્તિ નથી. તે અન્ય જન્મમાં પણ પ્રાપ્ત થા તેમ ઇચ્છું છું. સુદેવ, સુગુરુ અને સુધર્માંની શ્રદ્ધા બની બની રહી છે-એમ આત્મગત માનું ; અને સમ્યગ્દર્શન–નાન–ચારિત્રની વૃદ્ધિ ઉત્તરાત્તર જન્મ-જન્માંતરમાં પ્રાપ્ત થાએ તેવી ભાવના આત્મસાત રાખી છે. 66 શક્તિ અનુસાર શ્રાવકને યાગ્ય તા આગારા સાથે લીધેલાં છે. યથાશક્તિ સામાયિકા, પ્રતિક્રમણેા, પાષધા ( ભાવનગરમાં ), ઉપવાસે, અલ્પ પ્રમાણમાં છઠ્ઠ—અઠ્ઠમો, લગભગ સાડાત્રણ લાખ નવકારની ગણના, Page #26 -------------------------------------------------------------------------- ________________ [૧૫] મંત્ર-જપ, તીર્થ યાત્રાઓ લગભગ દરરોજ પ્રભુ પૂજન, પ્રતિષ્ઠાઓ, અષ્ટફિકામહેસવો, શાંતિ સ્નાત્રો, નવકારસી જમણો, સુપાત્રદાન, અનેક સંસ્થાઓની સેવા અને અભિનવ જ્ઞાન સાહિત્યની ઉપાસના વગેરેને જીવનમાં લાભ મળ્યો છે. તદુપરાંત “રી” પાળતાં ભાવનગરથી સિદ્ધગિરિજી તરફ લગભગ તેરસે યાત્રિક સાથે સંઘપ્રયાણ અને તીથ માલા પરિધાન મારા પિતાશ્રીના અવસાન પછી સહકુટુંબ થયાં છે; જ્ઞાનાવરણીય કર્મના પૂર્વ જન્મના ક્ષયોપશમાનુસાર આ જન્મમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનાં સુંદર નિમિત્તો મળ્યા છે. જેમાં પૂ. પં. મ. ગંભીરવિજયજી, પૂ. પં. મા. મણિવિજયજી, પૂ. આ. શ્રી વિજયનેમિસૂરિજી, પૂ. આ. શ્રી આનંદસાગરજી, પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી, પૂ. મુ. શ્રી કપૂરવિજયજી, અમારા પૂ. પિતાશ્રી, સ્વ. વ. કુંવરજી આણંદજી વગેરે નિમિત્તભૂત હતા, પરંતુ ચારિત્ર મોહનીય ક્ષપશમ જોઈએ તેવો બળવાન થવા માટે પુરુષાર્થ થયે નથી. શ્રી સિદ્ધગિરિજીની નવાણું યાત્રાની અભિલાષા હજુ સુધી અપૂર્ણ રહી છે. પાંચ સમવાય જ્યારે સાનુકૂળ થશે ત્યારે ઈષ્ટિસિદ્ધિ થશે તેમ આશા રાખી રહ્યો છું. આ સર્વ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-તપના જે જે કાર્યો જીવનમાં થયાં છે, તેની મન-વચન-કાયાથી અનુમોદના કરું છું અને અઢારે પાપસ્થાપકે, રાત્રિ ભેજને, ભક્ષ્યાભર્યો અને પેયાપેયના ખાનપાને, હિંસક દવાઓ તથા ઈજેકશન વગેરે, વિભાવપરિણતિઓ, પંચેંદ્રિયને દુરુપયોગ, કષાયના આવે અને તજજન્ય અહં અને મમત્વ ભાવનાના વળગણ વગેરે-જે જે આચર્યા હોય તેને આત્મસાક્ષીએ અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરું છું. માનવ જીવનમાં દીર્ઘ આયુ એટલા માટે ઈષ્ટ છે કે, પૂર્વોપાર્જિત અનેક પાપકર્મોની સકામ નિર્જરા કરવા તથા આભામાં વિશેષ પ્રકાશે જીવન પર્યત મેળવવા આવા રત્નત્રયની પ્રાપ્તિવાળાં સાધનો Page #27 -------------------------------------------------------------------------- ________________ [ 1 ] અને સંયોગે અન્યજન્મમાં મળવા મુશ્કેલ હાય છે. વળી જે તૈયારી જ્ઞાન અને અનુભવપૂર્વકની, આ જન્મમાં થયેલી હેાય છે, તેવી તૈયારી ખીજા જન્મેામાં ક્યારે મળશે તે અચેાક્કસ છે; જેથી આ જન્મનુ દીર્ધ આયુષ્ય તે રીતે પણ ઉપયાગી છે, એટલું જ નહિ પરંતુ શુભ ભાવનાએ અને ધર્મસેવા કરવા માટે પણ આયુષ્યનુ દીપણું ઇષ્ટ છેએમ મારી અંગત માન્યતા છે. જીવન અંતે તે પરિમિત છે. જીવનના સમયેા જલકલેલોની જેમ અવિરતપણે ચાલ્યા જાય છે; અને ગયેલાં સમયે પાછા આવતાં નથી. એક દિવસ તમામ છેડીને અપર સૃષ્ટિમાં જવાનુ છે. ખાસ કરીને જીવનમાં પાપના સંસ્કારાની બાળપણની શરૂઆત પછી મોટે ભાગે જીવનપંત તે પાપચક્ર ચાલુ રહે છે, તેવી જ રીતે ધ'ના સંસ્કારાની શરૂઆત પછી પુણ્યચક્ર ચાલુ રહે છે; પાપ સંસ્કારો માટેની આત્માની નબળાઈ ચાલુ રહે તે તેનું વર્તુળ વધતુ જાય છે. તેથી સાન દ્વારા પ્રબળ પુરુષાર્થ -Vill Power ની આવશ્યકતા રહે છે. કચેતના અને કફળ ચેતના એ એનુ કાર્યાં પ્રસ્તુત જન્મમાં ચાલુ હોય તે વખતે જે કાંઈ મેળવેલા આધ્યાત્મિક અનુભવના નિચેડરૂપ હોય તેના ઉપયાગ જ્ઞાનચેતના કરી શકે છે, અને એટલે અનેક ક - અણુઓની નિર્જરા થઈ શકે છે. અ ંતિમ આરાધના સ. ૨૦૦૮ માં દેવકરણ મેન્શનમાં ૫. મ શ્રી ભાવિજયજીએ કરાવી હતી, ત્યાર પછી લાલબાગમાં કરાવી હતી, તાજેતરમાં ભાદરવા વદી ૮ પૂ. આ. શ્રી. વિજયધમ સૂરિજીએ શ્રી ગાડી∞ ઉપાશ્રયમાં ભવાભવના ખમતખામણાં કરાવ્યા હતાં, જેથી ભવેાભવની આરાધનાના-પૂર્વના પાપાને પશ્ચાત્તાપ પૂર્વકના લાભ મળ્યા હતા. સં. ૨૦૦૮ માં ભવે ભવના મિચ્છામિદુક્કડં માટેના જે એકરાર પત્ર દરરોજ વાચન માટે સકલસ ધને પૂ. ૫. મુ. શ્રી ભાનુવિજયજીએ આપ્યું હતુ−તે આજદિન સુધી નિર ંતર લગભગ વંચાતું રહ્યું છે. જેથી આત્મસાક્ષીએ અંતરાત્માની પ્રસન્નતા અનુભવું છું. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત લેખામાં જે કાંઇ મિચ્છામિદુક્કડં દઉં છું. ઉપસ હારમાં સ્વામેમિ સવ્વ નવે-એ સૂત્રથી ચેારાસી લાખ યેાનિના સમગ્ર જીવાને ખમતાં-ખમાવતાં, કુટુબીજના તથા સ્નેહી સંબંધીજનેને ખમાવુ છું અને પ્રાંતે નીચેની માગણીએ શ્રી પરમાત્મા પાસે મન, વચન, કાયાના ત્રિકરણ યાગપૂર્વક સાદર કરું છું. (૧) ભવોભવ તુમ ચરણની સેવા, હુ તે માગુ છ દેવાધિદેવા. ( શ્રી ઉદ્ભચરત્નજી ) [ ૧૭ ] જિનાના વિરૂદ્ધ લખાણ હોય તે માટે (२) तन्मे त्वदेकशरणस्य शरण्य भूयाः, स्वामी त्वमेव भुवनेऽत्र भवांतरेऽपि. (3) जिनधर्मविमुक्तोऽपि " दरिद्रोऽपि जिनधर्माधिवासितः । ( શ્રી. સિદ્ધસેન દિવાકરજી ) स्यांचेटोsपि, माऽभूचक्रवर्त्यपि, ', ( શ્રીમદ્ હેમચંદ્રાચાય જી ) (૪) રૂ®ામ્યાં નમનિ નિત્તમતાનું પત્રઽવિ । ( ઉ. શ્રી. ચશેાવિજયજી ) (૫) શાસ્રામ્યાના બિનપતિ: સંસ્કૃતિ: સર્વાચ:। सत्प्रवृत्तानां गुणगणकथा दोषवादे च मौनं । सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे । संपद्यतां मम भव भवे यावदाप्तोऽपवर्गः ॥ (મંત્રીશ્વર શ્રી વસ્તુપાળ ) (९) ता देवदिज्ज बोहिं भवे भवे पासजिणचंद | (શ્રી ભદ્રંહુસ્વામી) Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] (૭) આતમ વસ્તુ સદા મુજ સાંભરે, ભાસન વાસન એડ ચરણ ધ્યાને ધરા. (૮) દુ:ણપત્રો મલો, સાદિ મળે ચ संपज्जअ महअअं, तुहनाह पणाम करणेणं । ( શ્રીમદ્ દેવચંદ્રજી ) (૯) મુજ હાજો ચિત્ત શુભ ભાવથી, ભવ ભવ પામીએ કેડિ યત્ન કરી, એહુ જ મુ`બઇ, વિ. સ. ૨૦૧૭ વિજ્યાદશસી ગુરુવાર તા. ૧૯-૧૦-૧૯૬૧ च बोहिला भोअ " તાહરી સેવ રે; આગળે દેવ રે સ્વામી સીમંધરા તું જયા (ઉ, શ્રી ચોવિજયજી ) આ માગણીના શુભ સ`સ્કાર લઇ પ્રાંતે આજીવન પર્યં་ત અધિકરણ સંબંધો અને સ્નેહસંબંધાથી મુક્ત થવાની અભિલાષા સાથે મેત્રી આદિ ચાર ભાવનાપૂર્વક–ચાર શરણેા અંગીકાર કરવા સાથે, મહા માંગલિક નમસ્કાર મંત્રના ધ્યાનમય સમાધિ મૃત્યુપૂર્વક-આ જન્મનુ આયુષ્ય પૂરું થયે, અન્ય જન્મમાં પ્રયાણ કરવાની તૈયારી સહિત, શુભ ભાવના રાખેલી છે. એ ભાવના શાસનદેવ સફળ કરા–એ જ અંતિમ અભ્યના. ( જચવીયરાય ) ફત્તેહથ અવેરભાઇ Page #30 -------------------------------------------------------------------------- ________________ નિ વેદ ન પ્રસ્તુત સભાની મંગલમય સ્થાપના સ્વ. પૂ. તિર્ધર શ્રી આત્મારામજી ઉફે શ્રી વિજયાનંદસૂરિજીના સં. ૧૯૫ર ના જેઠ માસમાં સ્વર્ગવાસના પ્રસંગે થઈ હતી. ૬૪ વર્ષ પૂરા કરી ૬૫મા વર્ષમાં સભાએ પ્રવેશ કર્યો છે. આટલા વર્ષોમાં અનેક કર્તવ્યક્ષેત્રોની યશસ્વી મજલ કાપી છે. સભાની સાહિત્ય વિષયક પ્રવૃત્તિ ત્રણ ભાગમાં વહેંચાપેલી છે. (૧) શ્રી આત્માનંદ સંસ્કૃત સાહિત્યમાળા (૨) શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા અને (૩) શ્રી આત્માનંદ શતાબ્દિ સિરીઝ. આત્માનંદ સંસ્કૃત સાહિત્યમાળાના સંસ્કૃત–પ્રાકૃત ગુજરાતી મૂલ્યવાન સાહિત્ય ગ્રંથ લગભગ ૯૩ પ્રકટ કર્યા છે. પૂ. સાધુ, સાધ્વી, જેન, જૈનેતર વિદ્વાનને લગભગ પાંત્રીસ હજારની કિંમતના ગ્રંથે દેશપરદેશમાં ભેટ આપ્યા છે. વિશાળકાય વસુદેવહિંડી જેવા પ્રાચીન અનેક પુસ્તકનાં ભાષાંતર પ્રકાશિત કરેલાં છે. આજ દિન સુધીમાં લગભગ પ૭ પિતૃ થયેલ છે. સિરીઝે પણ અનેક થયેલી છે. રિપોર્ટ દર વર્ષે પ્રકાશિત થાય છે. પૂ. શ્રી વિજ્યાનંદસૂરિજીની, પૂ૦ શ્રી મૂલચંદ્રગણીની, તેમના બાલબ્રહ્મચારી શિષ્ય પૂર આચાર્ય શ્રી વિજ્યકમલસૂરિજીની સ્વર્ગવાસ તિથિઓ અનેક વર્ષો થયાં પૂજા અને સ્વામિવાત્સલ્ય સાથે ઉજવાય છે. સાહિત્યના સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોના પ્રકાશનનું તેમ જ તમામ પ્રકારની પ્રેરણાઓનું માન આ૦ પ્ર. પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજને ઘટે છે. એમની પ્રેરણા અને સહકાર ચાલુ છે. ખાસ કરીને સ્વ. મુ. શ્રી ભુવનવિજયજી મહારાજના સતત પ્રયાસથી તેમના વિદ્વાન શિષ્યરત્ન શ્રી જ બૂવિજયજી મહારાજે અવિરત શ્રમ અનેક વર્ષોથી લઇને તૈયાર કરેલે દર્શનશાસ્ત્રને લગભગ અઢાર હજાર શ્લેકને . નયચક્ર નામના મહાન ગ્રંથને પ્રથમ વિભાગ છપાઈને ટુંક વખતમાં સમા તરફથી પ્રકાશિત થશે અને બાકીને ભાગ ત્યાર પછી પ્રકાશિત થશે. એમણે ટિબેટન ભાષાનો અભ્યાસ કરી પ્રસ્તુત ગ્રંથનું સંશોધન Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] કરેલું છે. ઉપરાંત આત્માનંદ પ્રકાશ માસિક ૫૮ વર્ષ થયાં વિવિધ લેખોની સેવા સાથે ચાલુ છે. સભાને અન્ય બંધુઓ સાથે પ્રથમ ખાસ કરીને ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ તથા શેઠ ગુલાબચંદ આણંદજી મુખ્ય સંચાલક હતા. એમની સાહિત્ય સેવા અનેક વર્ષો સુધી સભાને મળી હતી. હાલમાં શ્રીયુત પ્રો. ખીમચંદભાઈ ચાંપશી પ્રમુખ તરીકે છે, ભાઈ ફતેહચંદભાઈ તથા શ્રી ગુલાબચંદ લલુભાઈ ઉપપ્રમુખ તરીકે છે, અને માનાર્હ મંત્રીશ્રી તરીકે શ્રી વિઠ્ઠલદાસ મૂલચંદ તથા શાહ જાદવજી ઝવેરભાઈ છે. હવે પછી નાની નાની ટ્રેકટો સાહિત્ય પ્રકાશનમાં પ્રકાશિત કરવા ધારણું રાખેલી છે. પ્રસ્તુત સભાએ સં. ૧૯૭૧ માં, શ્રી ફતેહચંદભાઈએ નવાણું પ્રકારની પૂજાના અર્થ લખેલા-તે સાથે તેમના પિતાશ્રીની જીવનરેખાનું પુસ્તક તેમના કુટુંબ તરફથી છરી’ પાળતો સંઘ શ્રી સિદ્ધગિરિજીને કાઢેલે તે પ્રસંગે શાહ ઝવેરભાઈ ભાઈચંદની સીરીઝ તરીકે પ્રકાશિત કરેલું હતું. ભાઈ શ્રી ફતેહચંદભાઈ અનેક વર્ષો થયાં સભાને સેવા આપતા રહ્યા છે. પ્રસ્તુત સભાને ધ્યાન ખેંચે તેવી મોટી રકમ પેટ્રને, લાઈફ મેરે તથા સિરીઝ માટે, મુંબઈમાં, સભાના કાર્યને ઉત્તેજન માટે એકઠી કરાવીને તેઓએ મોકલી હતી, તેમ જ સલાહસૂચન કે જે કાંઈ સભા તરફથી મુંબઈમાં કાર્ય હોય, તેની સક્રિય સેવા બજાવતા રહ્યા છે. તેમણે લગભગ સત્તાવીશ પુસ્તકની પ્રસ્તાવનાઓ-આમુખો લખેલાં છે, આત્માનંદ પ્રકાશમાં નૂતનવર્ષનું મંગળમય વિધાન સવિસ્તરપણે લગભગ ત્રીશ વર્ષો પર્યત લખેલું હતું, તેમ જ તેમાં અન્ય ઘણું લેખો પણ લખેલા છે. પ્રસ્તુત પુસ્તકમાં જૈન દર્શન મીમાંસા તથા તુલનાત્મક દ્રષ્ટિએ જેના દર્શનના મુખ્ય બે વગેરે ખાસ કરીને જૈનતત્વ જ્ઞાનના અભ્યાસીઓ માટે ઉપયોગી છે. જે આ સભા તરફથી પ્રકાશન કરતાં એક પ્રકારને સંતોષ અનુભવીએ છીએ, અને ખાસ વાંચવાની ભલામણ કરીએ છીએ. Page #32 -------------------------------------------------------------------------- ________________ [૨૧] પ્રસ્તુત લેખે પર હાલમાં મહુવામાં બિરાજતા પૂ. આ. શ્રી વિજયસૂરિજીના તથા મુંબઈમાં બિરાજતા પૂ. આ૦ શ્રી વિજયધર્મસૂરિજીના તેમ જ પૂ આ શ્રી વિજયપ્રેમસૂરિજીનાં આશીર્વાદ મળેલા છે, જે પ્રસ્તુત પુસ્તકમાં આપેલા છે. તેમ જ પ્રવેશિકા મુંબઈ મેલકઝકોર્ટના ચીફ જજ વિદ્વદર્ય શ્રી પ્રસન્નમુખભાઈ બદામીએ લખીને સારે પ્રકાશ પાડ્યો છે. વસ્તુસ્થિતિ આમ હોઈ આત્માનંદ પ્રકાશમાં લગભગ ૪૦-૫૦ વર્ષ પહેલાં આવેલા, ચાર મનનીય લેખોનું પ્રકાશન થયેલું છે તથા પ્રસ્તુત પુસ્તકમાં આવેલા પાંચ લેખોમાં એક લેખ શ્રી યશોવિજયજી સ્મૃતિગ્રંથમાં સં. ૨૦૧૩ માં તેમને આવેલે તે આપેલ છે. બીજા લેખો મુંબઈ શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રી ફતેહગંદભાઈની મંડળની સેવાના પ્રતીક રૂપે પ્રકાશિત કરવામાં આવેલ છે. પ્રસ્તુત પાંચ લેખે, તેમનું આત્મ-નિદર્શન, તેમની જીવન પરિમલ અને પરિશિષ્ટો વગેરે આપી આ પુસ્તકને વધારે ઉપયોગી બનાવવાને પ્રયાસ કર્યો છે તેને વાચકે સારે લાભ મેળવે એ શુભેચ્છા. સં. ૨૧૮ આષાઢ શુદિ પૂર્ણિમા સેમવાર તા. ૧૬-૭-૬૨ શ્રી જેન આત્માનંદ સભા ભાવનગર ***? It is no happiness to live long, nor unhappiness to die soon; happy is he that hath lived long enough to die well." ' ' . ; ; '' –Francis Quarles Page #33 -------------------------------------------------------------------------- ________________ आशीर्वचन આ અનંતાનંત સંસારચક્રમાં અનંત જીવોને અભય–સુખ–પરમ શાંતિ આપનાર ધર્મની સ્થાપના ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળમાં ચોવીશ–વીશ તીર્થકર ભગવંતો “સવિ જીવ કરૂં શાસન રસી'ની અનુપમ ભાવના સેવી તપ–જપ ધ્યાન–ચારિત્રબળે અપાર પુણ્યકર્મનું ઉપાર્જન કરી ત્રીજા ભવે વશ સ્થાનક અથવા તેમાંથી કોઈ પણ સ્થાનકના તપની આરાધના કરી તીર્થકર નામ કમ નિકાચિત કરે છે. તીર્થની સ્થાપના થતાં મૃતધર્મ અને ચારિત્રધર્મની આરાધના સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકા કરે છે અને અનંત દુઃખદાયી સંસારને ઉછેદ કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. દશ કટાકેદી સાગરેપમ પ્રમાણુ એક ઉત્સર્પિણુ કાળ અને દશ કટોકટી સાગરોપમ કાળ પ્રમાણે એક અવસર્પિણી કાળ–આમ વીશ કટોકટી સાગર પ્રમાણનું એક કાળચક્ર બને છે. તેવા અનંત કાળચક્રનું એક પુગળપરાવર્ત બને છે. તેવા અનંત પુગળપરાવર્ત કાળ થયાં આ આમા સંસારમાં ચારેય ગતિમાં ભ્રમણ કરે છે અને રાગ-દ્વેષમોહ પરિણતિને લઈને દુઃખનું ભાજન બને છે. અનાદિકાળથી આ આત્મા ભવોભવ ભટકે છે, દુઃખો પામે છે છતાં તેને ઉદ્ધાર કરનાર કોઈ શરણ મળતું નથી; અનેક ભવમાં પાપકર્મ કરતે આત્મા દુઃખ પામે છે છતાં પાપકર્મોથી વિરામ પામતો નથી. તેથી સુખની ઈચ્છા કરવા છતાં પણ દુર્ગતિ અને દુ;ખ પામે છે. ધર્મ તે વીશ કોટાકોટી સાગરેપમ કાળમાં, અઢાર કટાકોટી કાળમાં તો છે જ નહિં, ફક્ત બે કેટકેટી સાગર પ્રમાણુ કાળમાં તીર્થકર ભગવંતો ધર્મચક્ર પ્રવર્તાવે છે. તેમાં પણ પાંચ સમવાયમાં ભવિતવ્યતા પરિપકવ થઈ હોય તે જ ધર્મ સન્મુખ આત્મા થાય છે. કષાયોની મંદતા અને મોહનીય કર્મની સ્થિતિ ઘટતાં સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ પામીને ધાતિકને નાશ કરી કેવળજ્ઞાન પામી સર્વ કર્મથી મુક્ત બની આ આત્મા શિવસુખને પ્રાપ્ત કરે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩ ] તીર્થંકર ભગવંતા તીર્થ-સ્થાપના કરે છે ત્યારે ગણધર ભગવતા ત્રિપદી પામીને દ્વાદશાંગી( આગમ)ની રચના કરે છે. આમ શ્રુતધ અને ચારિત્રધર્મની આરાધના દ્વારા શ્રી સકળ સંધ આત્મકલ્યાણ સાધે છે; શ્રુતધર્મમાં સમ્યગજ્ઞાન તેા અધેય સુલભ બને પણ ચારિત્રધર્મ તે મનુષ્યભવમાં જ પ્રાપ્ય છે. અને તેથી જ મેાક્ષની પ્રાપ્તિ બીજી કાઇ ગતિમાં નહિ પરંતુ મનુષ્યભવમાં જ પ્રાપ્ત થાય છે. એટલે જ મનુષ્યભવ પામીને પ્રમાદને આધીન નહિં બનતાં જ્ઞાન–દન— ચારિત્રની સાધનામાં પુરુષા ફારવવા શાસ્ત્રકારોએ ઉપદેશ જોરશેારથી આપ્યા છે. આ ઉપદેશને જીવંત રાખવા પૂર્વાચાર્યાએ અનેક મહાન્ ગ્રંથેાની રચના કરી છે. તેમાં સ'સારની અસારતા, ક્ષણુભ’ગુરતા વગેરે જણાવીને ધર્મની દુર્લભતા જણાવી પ્રમાદને ત્યાગ કરવા જણાવ્યું છે; તેમ જ ધ કરણીમાં પુરુષા ફારવવા જણાવેલ છે.—આમ ચારિત્રધર્માંની આરાધના માટે શ્રુતધા ખૂબ ખૂબ પ્રચાર રાખ્યા છે—તે માટે અનેક ગ્રંથા, શાસ્ત્રો, કથાનકા, કાવ્યા વગેરે સાહિત્યની રચનાએ કરી છે. તેમાં શ્રાવકેાએ પણ જીવેાને ધર્માંસન્મુખ કરવા માટે સુંદર સાહિત્યનું સર્જન કર્યુ છે. તેમજ તેમણે ધર્મ પ્રચારમાં ઘણા માટે ફાળા આપ્યા છે. આ બાબતમાં આપણા ચાલુ સમયમાં સુશ્રાવકવ શ્રી ફતેહુથઢ ઝવેરભાઇને યાદ કર્યા વગર રહી શકતા નથી. તેએ ભાવનગર શહેરમાં ઉછરી ધર્માંનિષ્ઠ પિતાશ્રી ઝવેરભાઇ ભાથની છાયામાં કેળવાઈ, ધ'ગુરુ શ્રી વૃદ્ધિચટ્ઠજી મહારાજના શિષ્યરત્ના પં. શ્રી ગંભીરવિજયજી, પૂર્વ આ॰ શ્રી વિજયનેમિસૂરી તથા પૂ. આ શ્રી વિજયધસૂરિજી વગેરે પૂ. મહારાજોના સમાગમ પામી બાળ વથી જ દેવગુરુ ધર્મની આરાધના કરવા દ્વારા પેાતાના આત્માને સુંદર ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યુ છે. સામાયિકશાળામાં સામાયિક કરવા ‘પૂવ ક ધાર્મિ ક અભ્યાસ કર્યાં છે. પ્રભુદર્શન-પૂજન-ગુરુવ ́દન, વ્યાખ્યાન શ્રવણુથી ધાર્મિક વાતાવરણમાં ઊમાં છે. પિતાશ્રીએ પણ Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] પેાતાના પુત્ર વ્યવહારકુશળ અને તે સાથે ધર્માં પરાયણ અને તે માટે ખૂબ ખૂબ ધ્યાન આપ્યુ છે. ભાવનગર એ સૌરાષ્ટ્રની રત્નખાણુ છે. તેણે ધણા કૈાહિનૂર હીરા પકવ્યા છે. પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ, પૂ. મૂળચંદ્રજી મહારાજ, પૂ. વિજયનેમિસૂરિ મહારાજ તથા પૂ. વિજયધમસૂરિ મહારાજ આદિ ઘણા મુનિવર્યંને હાથે ઘણાં રત્ન ઘડાયા છે અને જૈન શાસનને શાભાળ્યુ છે. ધાર્મિક જ્ઞાન સાથે ધર્મક્રિયામાં આદરભાવ, દેવ-ગુરૂ-ધમ પ્રતિ શ્રદ્ધા, શ્રી સ`ધસેવાભક્તિપરાયણતા વગેરેમાં ભાવનગર સધ મેખરે છે. જેમાં શ્રી કુંવરજીભાઇ આણંદજી, વહેારા અમદુ જસરાજ તથા શ્રી ઝવેરભાઇ ભાઇચંદ્ન અને શ્રી માતીચંદ ગિરધરલાલ, શ્રી ગુલામચંદ્ર આણ ંદજી વગેરે સુશ્રાવક રત્ના થયા છે. જેમણે તન, મન, ધનથી જૈન ધર્મની સેવા બજાવી છે. તે રત્ના પૈકી શ્રી ફતેચંદભાઇ પણ એક નર રત્ન છે. તેમનું પરિપકવ જ્ઞાન, અનુભવ, શ્રદ્ધા, ધરાગ, જૈનશાસન પ્રતિ વફાદારી વગેરે ગુણા પ્રશંસા માગી લે છે. જ્ઞાન સાથે ક્રિયાના સુમેળ તેમનામાં સધાયેા છે. તે ચિંતક, લેખક અને સારા વક્તા છે. એમણે જૈનધમ મીમાંસા વગેરે લેખા ચાલીસ-પચાસ વ પહેલાં લખ્યા છે તે ભાવનગર જૈન આત્માન‰ સભા પ્રકાશિત કરે છે, તેમ જ આત્માનઃ પ્રકાશમાં આવેલા અન્ય લેખા અને કાવ્યા મુબઇ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડળ પ્રકાશિત કરે છે; તે લેખા અવશ્ય ઉચ્ચક્રેટિના છે અને જૈન સમાજને ખાસ ઉપયાગી છે એમ મને લાગ્યું છે. એમણે બાળપણમાં જે ધાર્મિક સંસ્કારા પિતાશ્રી તથા ગુર્વાદિ તરફથી ઝીલ્યા છે તે આગળ જતાં પુરબહારથી ખીલ્યા છે અને પેાતાનુ જીવન ભવ્ય આદર્શા, ઉત્તમ આચાર-વિચારથી સુવાસિત બનાવ્યું છે, તેમ જ સુંદર સાહિત્યનું સર્જન કરી જૈન સમાજમાં સુવર્ણ કિરણા રેલાવ્યા છે. એમણે લગભગ પચીશ-ત્રીશ ગ્રંથેાની પ્રસ્તાવનાઓ પણ લખી છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ન્મeesexpeQ [૨૫] હજી પણ એમના હાથે એવા સુંદર સાહિત્યનું ભવિષ્યમાં નવનિર્માણ થાય કે જેથી આજની જડવાદને પોષતી કેળવણી લઈ ધર્મભાવના વિમુખ બનતાં નવયુવક-યુવતીજનેને આત્મસન્મુખ બનાવી કલ્યાણ માર્ગે વાળે. શાસનદેવ તેમને ધર્મકાર્યોમાં સહાયભૂત બને અને સ્વ–પરહિતમાં તત્પર બનાવવા પ્રેરણું આપતા રહે એ જ શુભાશીર્વાદરૂપ ધર્મલાભ. અમદાવાદ ) આ. શ્રી વિજયપ્રેમસૂરિજી વિ. સં. ૨૦૧૮ | (સ્વ. પૂ. શામવિશારદ આ. શ્રી છે. વદી ૨ સેમવાર | વિજયધર્મસૂરિજીના પ્રશિષ્ય) BOIPOWAO........20 XOCODOOWEXACO........OWCOmme જીવનનું મૂલ્ય (મન્દાક્રાન્તા) રસ્તે જોતાં સુભગ દીઠું મેં પુષ્પ એ એક ત્યાં તો ડેલનું તે, પવન લહરીમાં રમતું હતું ને, ફેલાવતું, સકળ દિશમાં, સૌરભ સ્વાભની ને અપે શેભા સ્થળ સંકળને આત્મસૌન્દર્યશ્રી તે. પૂછયું કહે છે, “અતિ સરસ હે પુષ્પ! ખીલ્યું ભલે તું શાનિત તું શ્રમિત મનને મીઠી સૌરભવડે ને વષે વિષે ઝરણુ મધુરૂં પ્રેરણામૃતનું તું. આવું સારું જીવન પણ હે! કેટલું અ૫ તારૂં ? પુષ્પ મારા! દિનકરતણે અસ્ત થાતાં પહેલાં કરમાવાનું તવ નશીબમાં શું નહીં છે લખાયું ?” પ્રત્યુત્તરમાં સ્મિત મુખ કરી પુષ્પ એ ત્યાં વદીયું, “ના ના જાયે જીવનપથને મમ હે સુજ્ઞ બંધુ! (અનુષ્ટ્ર) તેજ પ્રશ્ન એ છે કે “કેટલું જ જીવ્યા હમે”? ? ભાઈ એ પ્રશ્ન પૂછે કે “કેવી રીતે છક્યા હમે'?” ! કે સં. ૨૦૦૬ –અનંતરાય જાદવજી ઝવેરભાઈ { ~ eaછ8 ~~~~ ~ ~ જ Page #37 -------------------------------------------------------------------------- ________________ પાનું લીટી ૩ ૧૭ ४ ૬ ૧૦ ૧૩ ૧-૨ ૧૫ ૭ ૧૫ ૧૦ શુદ્ધિ પ ત્ર કે અશુદ્ધ શુદ્ધ . કૈવલ્ય કૈવલ્ય વગેરે सम्यग्दर्शन सम्यग्दशनं दुर्गतिं च प्रपत्प्राणि दुर्गतिं प्रपतत्प्राणि વિચ્છેદ ગયેલા (વિચ્છેદ ગયેલા, નાશ દેખાવા છતાં નાશ હોવા છતાં જનક સમવાયી આત્માને–થાય છે. આત્માનો રિથતિ પરિણામ થાય ત્યારે અધર્માસ્તિકાયરૂ૫ કારણથી સ્થિતિ થાય ? સાતવર્ગણા –વર્ગ આઠ વર્ગણુઓ-વર્ગ કર્મપરમાણુઓને કમગ્ય પરમાણુઓને અધ્યવસાયથી ગથી સં ય સંચય વિચિત્ર પ્રકારની સત્તાથી વિચિત્ર પ્રકારના ઉદયથી सरवा स्वमेवा सरवा: विमेव સાધ્ય બિંદુ સાધ્યબિંદુ ક્ષેપથમિક લાયોપશમિક मांगो सांगो શ્રતજ્ઞાનથી શ્રુતજ્ઞાનથી સંકર્ય સાંકર્ય मौल्युत्पतेघर्टः मोल्युस्पत्ते घटः इश्वरस्य ईश्वरस्य शब्द શ : પ્રિય પ્રત્યક્ષ ઇદ્રિય પ્રત્યક્ષ તે છે. નરક અને પૃથ્વીની નરક પૃથ્વીની विरति विरतिः છે ૧૨ ૩૨ ૩૩ ૩૫ . ૪૫ ૪૭. ૧૮ ૧૧ ૨ ૬૧ ૨૩ ૨૫ ७ ७६ Page #38 -------------------------------------------------------------------------- ________________ પાનું a_ozás & ७८ ૮૩ ? e ૧૦૦ ', ૧૧ ૧૦૭ ૧૧૫ ૧૧૨ ૧૨૨ લીટી ૧૧ G ૧૭ ૧૯ ૧૨ ૧૦ ૧૪ ૨૬ ૧૭ . ૧૩૬ ૧૩૭ ૪ ૧૩ ૧૭ J ૧૯ ૧૭ ૧૩ ૧૪ "" ૧૨૪ ૧૫ ૧૪ ૨૪ ૧૩૦ ૧૩૨ અશુદ્ અનુધાદિ ઇન્દ્રિય પંચમહાવ્રત સ્વાય ચિંતન અતે વા वित्त સમ્યક वायोर्यो निराप જીવનશાસ્ત્ર એકલાં જ કમે દ્રિય परमोधर्म સિચન ઉ દેશ પરંતુ જેતા પાપ્ત ૧૭૦૮ ૫ વીહરમાન ,,−૧૩૪ ૨૦-૧૮ પ્રસ ગેાપાત ૧૩૪ ૧૮. ગત વર્ષોંના ૨૨ ક્ ૧૩ [ ૨૭ ] સાહિત્યના उर्ध्व આધ્યાત્મગીતા અનુબ ધાદિ શુદ્ધ ઇંદ્રિય પંચમહાવ્રત સ્વાધ્યાય ચિંતન અંતે વો वित्तं સમ્યક્ वायोर्योनिरापः જીવનશાસ્ત્ર પરવે એકલાં જ સ્વતંત્ર રીતે કમથી મુક્ત થવાના છે ક્રમે દ્રિય परमोधर्मः સિંચન ઉપદેશ પર તુ જેતે પ્રાપ્ત ૧૭૧૮ વિહરમાન પ્રસંગેાપાત્ત સં. ૨૦૦૯ વર્ષના સાહિત્યનુ ऊर्ध्व અધ્યાત્મગીતા Page #39 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ 89 9. વિષય ૧ પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરિજીનું આશીર્વચન ... ૨ પ્રવેશિકા ... ૩ આત્મ-નિદર્શન . ૪ નિવેદન (શ્રી જૈન આત્માનંદ સભા) ૫ પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરિજીનું આશીર્વચન ... ૬ શુદ્ધિ પત્રક છ જૈન દર્શન મીમાંસા (લેખ) ... ૮ જૈન દર્શન તુલના મક દ્રષ્ટિએ (લેખ) ૯ શ્રીમન્મહાવીર પ્રભુનું આંતર જીવન (લેખ) ... ૧૦ પદયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ (લેખ) ૧૧ મહાન જ્યોતિર્ધર પૂ. ઉપા. શ્રી યશોવિજયજી (લેખ) ૧૨૯ ૧૨ જીવન પરિમલ • • ૧૩ પરિશિષ્ટ ... ... ... ૧૪ અભિપ્રાય--દર્શન ૧૫ વડલે અને વિચાર ૪૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન મીમાંસા षड्दर्शन जिन अंग भणी जे, न्यास षडंग जो साधेरे, नमि जिनवरना चरणोपासक, षड्दर्शन आराधेरे; जन जिनेश्वर वर उत्तम अंग, अंतरंग बहिरंगेरे, अक्षर न्यासधर। आराधक, आराधे धरी संगेरे. -શ્રી મદ્ આનંદઘનજી ૧ દ્રવ્યાનુયોગ આત્માનંદ પ્રકાશ પુસ્તક આમાના નવીન વર્ષના દ્વિતીય અંકથી આપની સમક્ષ જૈન દર્શનને વિષય રજૂ થાય છે. મુખપૃષ્ઠ ઉપર ટકેલા કાવ્ય દયથી સામાન્ય રીતે જણાશે કે દુનિયામાં મુખ્યત્વે કરીને પ્રવર્તતા વદર્શને જિનેશ્વર પ્રભુરૂ૫ પુરુષના માત્ર અંગે પાંગે છે. તેમાં જૈન દર્શન એ તેનું ઉત્તમાંગ (મસ્તક) છે. અને બીજું દર્શને અન્ય અંગ છે, જે આગળ ઉપર ફુટ થશે. જૈન દર્શનનું જ્ઞાન અગાધ અને નિરતિશય છે, જેનું વિવેચન મહા સમર્થ તત્વવેત્તાઓ મુખદ્વારા સંપૂર્ણપણે કરી શકવાને સમર્થ નથી. માત્ર કેવળજ્ઞાનીઓને જ અનુભવગમ્ય છે. જેમ કેવળજ્ઞાન અનંત છે તેમ જૈન દર્શનનું સંપૂર્ણ સ્વરૂપ પણ અનંત છે. સર્વનનું સંપૂર્ણ રીતે જ્ઞાન આપનાર Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન મીમાંસા જૈન દર્શન છે. જ્યારે અમુક નું અપૂર્ણ રીતે જ્ઞાન આપનાર અન્ય દર્શને અને તેની શાખાઓ છે. જૈન દર્શનનું સંપૂર્ણ સ્વરૂપ અનંત છે, તેથી વચનદ્વારા અથવા શાસ્ત્રદ્વારા જે કાંઈ ઉચ્ચારાય અથવા લખવામાં આવે તે માત્ર અનંત વિભાગમાંથી દેહનરૂપે એકાદ સંખ્યાવાળો વિભાગ છે. જૈન દર્શનનું સ્વરૂપ અત્યંત ગહન છે. સામાન્ય બુદ્ધિથી સમજી શકાય તેવું નથી. અનેક નય-નિક્ષેપરૂપ ખડકેમાંથી પસાર થવું પડે છે. તે દરમિયાન અનાદિકાળથી ઉન્માર્ગ પ્રતિ ખેંચાતી આત્મવૃત્તિઓને બહુ જ સાવધાન રહેવું પડે છે. તેમ ન થાય તો તે ખડકાથી મનનીક હજાર કકડાઓમાં વહેંચાઈ જાય છે, અને પિતાના ઉપર આરૂઢ થયેલા આત્માને ભવસમુદ્રમાં નિરાધાર કરી મૂકે છે. જૈન દર્શનમાં શીલ સમીને દિવસે વાસી અન્ન આરોગવાનો ઉપદેશ નથી. અન્ય શાસ્ત્રની જેમ ઢંગધડા વગરની હકીકતો તેમાં દર્શાવાયેલી નથી; તેમ જ ચૈતન્યની અન્ય વ્યક્તિથી ઉત્પત્તિ ભાની ચૈતન્યનું પરાધીનપણું જેના દર્શન બતાવતું નથી, પરંતુ આત્માની પરાધીન અવસ્થા કેવી રીતે સ્વાધીન થઈ શકે, વાસ્તવિક હિંસા અને અહિંસાનું સ્વરૂપ શું છે ? આત્માને ઉત્ક્રાંતિક્રમ કેવી રીતે હેઈ શકે? જ્ઞાન અને વિરતિનું શું કાર્ય છે? વગેરે અત્યંત સૂક્ષ્મ હકીકતનું તેમાં દિગદશન છે. જૈન દર્શન એ સ્વર્ગાપવર્ગની મજબૂત નિસરણી છે, પદર્શનરૂપ પશુઓને ચરવાની વાટિકા છે, ભવસમુદ્ર તરવાને ઉત્તમ પ્રવાહણ છે, મુક્તિપુરી પ્રાપ્ત કરવાનું મૂળસ્થાન–રાજમાર્ગ છે. નિશ્ચય વ્યવહાર૩૫ બે ચક્ર અને અઢાર હજાર શિલાંગરૂપ આરાવાળો રથ છે, આમિક સુખને કરે છે. અને જ્ઞાનાદિ રનોથી પરિપૂર્ણ મહાસાગર છે. જૈન દર્શનને આ સર્વ ઉપમાઓ ઘટી શકે છે અને તે યોગ્ય છે એ ત્યારે જ જણાશે કે જ્યારે તેનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવે. સ્વાભાવિક રીતે મિક્ષ કે જે ઉચ્ચતમ સ્થિતિ છે, તે પ્રાપ્ત કરાવનાર સાધન પણ ઉચ્ચતમ હોવું જ જોઈએ. કેમકે “જેવું કારણ સંગીન તેવું કાર્ય સંગીન ” એ ઉત્તમ ન્યાયનીતિ જગતમાં પ્રચલિત Page #42 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ છે, તેથી જૈન દર્શનના ઉત્તમ સ્વરૂપને જાણ્યા વગર અને તે મુજબ વર્તન કર્યા વગર મેક્ષરૂપ કાર્ય સંપન્ન થવાય નહિ. આ સમયે એવો પ્રશ્ન ઉપસ્થિત થશે કે અન્ય દર્શનેનું પાલન કરતાં અનેક આત્માએને સિદ્ધિ પદ પ્રાપ્ત થયેલું છે, જેમકે વલ્કલચીરી; પરંતુ સૂક્ષ્મ દષ્ટિએ તપાસતાં જણાશે કે સિદ્ધના દેશમાં અન્યલિગ સિદ્ધ છે, પરંતુ અન્ય તત્ત્વસિદ્ધ નથી. આ રીતે જૈનદર્શનનુકૂળ તત્તવોની પાલના વગર મુક્તિસુખ નથી–એમ જ્ઞાની પુકારીને કહે છે, તે વિચારતાં સત્ય છે એમ જણાશે. જૈન દર્શન પર તેનું સ્વરૂપ જણાવતાં અત્યંત ખલના પામવાને ભય છે, કેમકે તેનું સ્વરૂપ સામાન્ય બુદ્ધિગોચર નથી. સૂક્ષ્મ સ્વરૂપ સમજવાને માટે બુદ્ધિને સૂમ અને તીક્ષણ કરવી જોઈએ. આમ હોઈને સૂક્ષ્મ સ્વરૂપને ગીતાર્થગમ્ય મૂકી શાસ્ત્રાનુસાર આપની સમક્ષ જૈન દર્શનનું સ્થૂલ સ્વરૂપે રજૂ કરું છું. દન” શબ્દના અર્થ:| દર્શન શબ્દના અનેક અર્થ છે. (૧) દર્શન એટલે દેખવું તે. ચક્ષુ બે પ્રકારની છે. ચર્મચક્ષુ અને દિવ્યચક્ષુ. કેવળજ્ઞાન પામ્યા વગર માત્ર નેત્રંદ્રિયથી જે જે પદાર્થોનું ગ્રહણ થાય છે તે ચર્મચક્ષુગોચર કહેવાય છે, અને કેવલ્ય પામ્યા પછી જે દષ્ટિથી પદાર્થો દેખાય છે તે દિવ્ય ચક્ષુને વિષય છે. (૨) દર્શન એટલે સામાન્ય ઉપયોગ. આત્માના અનંત ગુણો છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર મુખ્ય છે. વસ્તુપદાર્થને વિશેષ ઉપગ તે જ્ઞાન અને સામાન્ય ઉપયોગ તે દર્શન. છક્વસ્થ પ્રાણીઓને પહેલાં સામાન્ય ઉપયોગ અને પછી વિશેષ ઉપયોગ થાય છે. જેમ એક અપરિચિત ઓરડામાં પેસનાર મનુષ્યને આ છબી જેવું કાંઈક છે એવું પહેલાં ભાન થાય છે, પરંતુ વિચારતાં પછીથી આ ગૌતમસ્વામીની છબી છે, તેઓ શ્રી વીર પરમાત્માના ગણધર હતા-વગેરે વગેરે તે છબીનું વિશેષ જ્ઞાન થાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ [૪] જૈન દર્શન મીમાંસા કેવલજ્ઞાનીઓને પ્રથમ વિશેષ ઉપયોગ અને પછી સામાન્ય ઉપયોગ થાય છે. જેમ એક હાથની પાંચ આંગળીઓનું જુદું જુદું જ્ઞાન થવા પછી એક પિચાપે સમગ્ર જ્ઞાન થાય છે, તે પ્રમાણે કેવળજ્ઞાનીએને જગતના સ્વરૂપનું જુદું જુદું જ્ઞાન પહેલે સમયે થયા પછી બીજે સમયે સમગ્ર (Whole) સામુદાયિક સ્વરૂપે–તેમને સામાન્ય ઉપયોગ થાય છે. (૩) દર્શન એટલે સમ્યફ તરવાથબાને ચાટવ્યવહારથી શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પ્રતિ અડગ શ્રદ્ધા અને નિશ્ચયથી તોના જાણપણાથી ઉત્પન્ન થયેલી રુચિ–શુદ્ધ આત્મસ્વરૂપને તત્ત્વશ્રદ્ધાનરૂપે અનુભવ કરવો તે સમ્યક્ત્વ કહેવાય છે. સમ્યકૂવને મોક્ષરૂપી ફળ ઉત્પન્ન કરવાને બીજતુલ્ય ગણેલું છે. જેમ બીજના આરોપણ પછી તેને યોગ્ય રીતે સિચન કરવાથી કાળની પરિપકવતા પછી વૃક્ષ ઉત્પન્ન થઈ ફળની પ્રાપ્તિ થાય છે, તેમ સમ્યફવરૂપ બીજને જ્ઞાન અને વૈરાગ્યરૂપ પાણીથી સિંચન કરવાથી ચારિત્ર રૂપ વૃક્ષ ઊગી નીકળે છે, અને ઉદ્યમાદિ પાંચ કારણોની સાનુકૂળ સહાયથી મોક્ષરૂપ ફળ ઉત્પન્ન થાય છે. સંસારમાં રહેલા સર્વ પ્રાણીઓને આત્મા વસ્તુતઃ શુદ્ધ અને નિર્મળ છે પરંતુ અષ્ટકરૂપ આઠ પડેથી તેનું સ્વરૂપ આચ્છાદિત થઈ ગયેલું છે. તે અષ્ટકર્મો પૈકી દર્શન મેહનીય કર્મના ક્ષય–ઉપશમ થવાથી આમાને પિતાની વસ્તુતઃ ઓળખાણ થાય છે. એટલે પછી સમ્યકૃત્વ ગુણને આત્મામાં આવિર્ભાવ થાય છે–તે દર્શન કહેવાય છે. દર્શનાવરણીય કર્મ અને દર્શનમેહનીયમાં બહુ તફાવત છે. દર્શનવરણીય કર્મ પાંચ ઈદ્રિયથી પ્રાપ્ત થતા જાણપણામાં ખલેલ પહોંચાડે છે. જેમ એક મનુષ્ય અંધ છે તે દર્શનાવરણીય કર્મના ઉદયને અંગે છે, પરંતુ દર્શનમેહનીય કર્મ તે તત્વને કુતત્ત્વ અને શુદ્ધ ગુણને વિગુણ મનાવે છે. આ રીતે દર્શનાવરણીય કર્મ ઇદ્રિયગોચર જ્ઞાનનું નિરાધક હોઈ જેટલા પૂરતે વિપાક ઉત્પન્ન કરે છે તે કરતાં અનેક ગુણો વધારે વિપાક દર્શનમોહનીય કર્મ કે જે ખૂદ આત્માના ગુણને આવરણ કરનાર છે તે ઉદ્ભવાવે છે. (૪) દર્શન એટલે ધર્મ એવો www Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [૫] અર્થ પ્રચલિત છે. જૈન દર્શન સિવાયના દુનિયામાં મુખ્યત્વે કરીને પાંચ દર્શને છે. તેઓ ધર્મ એવા નામથી ઓળખાય છે. તેવી જ રીતે જૈનદર્શનને જૈનધર્મ તરીકે આપણે ઓળખીશું. ધર્મની વ્યાખ્યા :નીતિકાર કહે છે કે— आहारनिद्राभयमैथुनं च । सामान्यमेतत्पशुभिर्नराणाम ।। ધ હિ તેષામધો વિશેષ: !. धर्मेण हीनाः पशुभिः समाना: ॥ આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર વસ્તુઓ પશુઓ અને મનુષ્ય બંનેને હોય છે, છતાં મનુષ્યોને પશુઓ કરતાં “ધર્મ' નામની વસ્તુ વધારે પ્રાપ્ત થયેલી છે. ધર્મ વગરના મનુષ્યમાં અને પશમાં અભેદભાવ છે. આ ઉપરથી સ્વતઃ સિદ્ધ છે કે ધર્મ વગરને મનુષ્ય શીંગડા અને પૂછડા વગરને પશુ જ છે. આ મનુષ્ય પંકિયની પરિપૂર્ણતાયુક્ત અને પશું કરતાં બુદ્ધિબળ વધારે હોવા છતાં ધર્મરહિત હોઈને આત્માનું કોઈ પણ સાર્થક નહીં કરતાં “અજાગલસ્તન જન્મની પેઠે મનુષ્યજન્મને નિરર્થક ગુમાવી દે છે. ચિંતામણિ રત્નના ગુમાવનારની પેઠે તે મનુષ્યજન્મ પુનઃ પ્રાપ્ત કરવાની ઘણું જ દુર્લભતા હોવાથી પશ્ચાત્તાપનું પાત્ર થઈ પડે છે. મનુષ્ય જન્મની દુર્લભતા માટે નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે. यः प्राप्य दुःप्राप्यमिदं नरत्वं । धर्म न यत्नेन करोति मूढः ॥ कलेशप्रबंधेन सलब्धमब्धौ । વિતાન િવાતથતિ પ્રમાદાત (સિદર પ્રકર) Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] * જૈન દર્શન મીમાંસા દરેક મનુષ્યને ધર્માંની જરૂર છે, એ આ ઉપરથી સ્વત: સિદ્ધ છે. તે ધર્મના શબ્દાર્થ શું છે, ફલિતા શુ છે, ધથી આત્માની ઉત્ક્રાંતિને કેવી અસર થાય છે, ધર્મને નામે ધર્માભાસા પ્રચલિત હોવાથી શુદ્ધ ધર્મનાં તત્ત્વાની ઓળખાણ કરતાં પ્રાણીઓને કેવી ગુંચવણ આવી પડે છે, શુદ્ધ ધર્માંનું બાહ્ય અને આંતરસ્વરૂપ કેવું હોય છે, તે સ્વરૂપના જ્ઞાનથી આત્મા પે!તાને કેવી સુંદર રીતે એળખી શકે છે અને ત્યારપછી તદ્દનુકૂળ આચરણ કરવાથી કેવી રીતે સહજમાં ભવભ્રમણ ટળી જાય છે-વગેરે હકીકત હવે પછી આપની રામક્ષ રજૂ થશે. યોગશાસ્ત્રકાર શ્રીમદ્ હેમચંદ્રસૂરિજી કહે છે કે : दुर्गतिं च प्रपत्प्राणिधारणाद्धर्म उच्यते । ક્રુતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરી રાખે (ઉચ્ચ ગતિમાં લઈ જવા પ્રયત્ન કરે) તે ધર્મ કહેવાય છે. દુનિયામાં પ્રચલિત થયેલા પાંચ દર્શાના એમ જ કહે છે કે અમેએ સ્વીકારેલાં તત્ત્વા, સિદ્ધાંતા અને ક્રિયાકાંડાને અમે ધર્મ કહીએ છીએ. અમે જે જે ફરમાનાનું પાલન કરીએ છીએ તે તે શુદ્ધ ધર્માંધી ઉદ્ભવેલાં છે અને અમારી માન્યતા પ્રમાણે તે તત્ત્વ અને ક્રિયાકાંડે અમારા આત્માની મુક્તિને માટે થશે, જ્યારે હું જૈન દર્શન પણ તેમ જ કહે છે પાંચ દર્શાનાનાં નામ આ પ્રમાણે છે— (૧) બૌદ્ધ (૨) સાંખ્ય, (૩) નૈયાયિક, (૪) મીમાંસક, (૫) ચાર્વાક, આ પાંચ દાની સરખામણી જૈન દર્શન સાથે કરવાના મુખ્ય ઉદ્દેશ આ લેખને નથી પરંતુ મુખ્યત્વે કરીને જૈનદર્શનનાં તત્ત્વા સંક્ષિપ્ત રીતે દર્શાવવાના હેતુ છે. તે પણ આ પ્રસંગે એટલું કહેવુ જરૂરનું છે કે પૂર્વત નામથી પ્રચલિત દર્શોના એ જિનેશ્વર પ્રભુ રૂપ પુરુષનાં અંગેા છે અથવા જિનેશ્વરરૂપ હસ્તીના પગ, સુંઢાદિ અવયવે Page #46 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ | [ ૭] છે. પાંચ દર્શને પૈકી દરેકે અંધહસ્તી ન્યાયાનુસાર સ્વદર્શનને, અવયવ હોવા છતાં આખા શરીર તરીકે ગણના કરેલી છે. આ પાંચ દર્શનોમાંથી અજ્ઞાનવાદી, ક્રિયાવાદી અક્રિયાવાદી, વિનયવાદી, સ્વતોનિત્ય, પરત નિત્ય-વગેરે વગેરે અવયેનો પુષ્કળ સંખ્યામાં પ્રાદુર્ભાવ થયેલ છે. આ સર્વ જૈનેતર દર્શને અને તેના અંશદર્શને વસ્તુને અમુક અંશ સત્યપણે સ્વીકારે છે અને સાથે જ અન્ય શેનો અસ્વીકાર કરે છે. અમુક અમુક નયનું અવલંબન કરી અન્ય નયને દૂર મૂકે છે. આમ હોવાથી જેટલા વચનના વિભાગો પડે છે તેટલા નય થઈ શકે છે અને જેટલા નય થઈ શકે તેટલા દર્શનનું અસ્તિત્વ હોઈ શકે. અજ્ઞાનવાદી વગેરેના વિસ્તારપૂર્વક ત્રણ ત્રેસઠ ભેદ થાય છે, આથી આગળ વધીને અસંખ્ય ભેદો થાય છે. આ રીતે અનેક ભેદોથી ભરપૂર જુદાં જુદાં દર્શને છે, પરંતુ મુખ્યત્વે કરીને પાંચ દર્શનોમાં જૈનેતર દર્શનોનો સમાવેશ કરવામાં આવેલ છે. જૈનદર્શન જિનેશ્વર પ્રભુના મસ્તકને સ્થાને છે. તે હોય તે જ વિચારશ્રેણિ ઉત્પન્ન થઈ અન્ય અવયવોનું નિયામક બની તેમને જીવન આપે છે અને તેમને યોગ્ય ગતિમાં વહન કરાવે છે. જૈનદર્શનનું જેમને સંપૂર્ણ જ્ઞાન છે તેઓ અન્ય દર્શનના સ્વરૂપને બરાબર છણ શકે છે. જૈનદર્શનરૂપ પર્વતના ભવ્ય શિખર ઉપર ચડેલે પ્રાણ અધઃસ્થિત અન્યદર્શનેનું બારીકીથી અવલેન કરી શકે છે. જૈનદર્શનરૂપ હોજમાંથી અન્ય નલિકાઓને પાણું મળી શકે છે પરંતુ તેથી નલિકાને હાજના ઉપનામથી અંકિત કરી શકાય નહિ. હેજમાં પાણીનો જથ્થો અનર્ગલ છે ત્યારે નલિકામાં તેણે જે પ્રાપ્ત કરેલ હોય તેટલા જ પ્રમાણમાં છે આમ હેઇને આપણે પણ જેને દર્શનના “દ્રવ્યાનુયોગ'નું સ્થૂલ સ્વરૂપ નિરૂપણ કરી જૈન દર્શનનું અન્ય દર્શનેનાં મુખ્ય મુખ્ય તરો સાથે કેટલા પૂરતું ભિન્ન ભિન્નપણું છે તે ઉપર જરા પર્યાચના કરીશું. પ્રસ્તુત રીતે જૈન દર્શનની હકીકત રજૂ કરવામાં આવે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ [૮] જૈન દર્શન મીમાંસા જૈન દર્શન અનાદિ છે! જૈન દર્શનના પ્રેરક પોતે સર્વજ્ઞ હોવાથી અને રાગદ્વેષરૂપ મહાદૂષણ રહિત હોવાથી તેમનું ગુંથન કરેલું તત્વજ્ઞાન, કષ, છેદ અને તાપથી સુવર્ણની જેમ શુદ્ધ હોય છે. જીવ અને અજીવના સ્વરૂપની સૂક્ષ્મતા એટલા બધા પ્રમાણમાં અને બારીક અવલેકનપૂર્વક દર્શાવેલી છે કે તેને માટે માત્ર અનુમાનથી જ આપણે જોઈ શકીએ છીએ કે સર્વજ્ઞ અથવા અનંત જ્ઞાનવાન સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિનો આવા પ્રકારની સૂક્ષ્મતમ હકીક્તનું ખ્યાન દર્શાવવાનો વિષય નથી. હવે બતાવાશે તેવું વિશ્વાંતર્ગત ગૂઢ સ્વરૂપ અન્ય દર્શનેનાં શાસ્ત્રોમાં તપાસ કરતાં ઉંડામાં ઊંડા તળિયા સુધી પણ દષ્ટિગોચર થતું નથી. જૈનદર્શન કયાંથી શરૂ થયો એવી તેની આદિ છે જ નહિ, તે અનાદિ છે. વિશ્વમાં રહેલી વસ્તુ માત્ર અનાદિ છે, માત્ર રૂપાતંર પામ્યા કરે છે, તો જૈનદર્શન પણ અનાદિ હોય તેમાં અસંભવિત જેવું કાંઈ નથી. જગતના વિદ્યમાન પણની સાથે તદંતર્ગત સર્વ પ્રાણી પદાર્થોનું વિદ્યમાનપણું હોવું જ જોઈએ. જગતનું આદિપણું માનવાથી જગતકર્તા તરીકેની કોઈની કલ્પના કરવી પડશે. અને તે જગતકર્તાને પણ કોઈ બનાવનાર હોવો જોઈએ, જગકર્તા શરીરધારી હોવો જોઈએ. કેમકે આ દશ્યમાન જગત રૂપી દેખાય છે તે શરીરધારી (રૂપધારી) વ્યક્તિથી જ જગત અસ્તિત્વમાં આવી શકે. જગતની ઉત્પત્તિના ઉપાદાન કારણરૂપ સાધને ક્યાંથી આવ્યાં અને કઈ રીતે પ્રયોગમાં મુકાણાં, કર્તાને જગતની ઉત્પત્તિ અને લયરૂપ પ્રજનથી લાભાલાભ શું છે-વગેરે વગેરે બાબતને ગંભીર વિચાર કરીએ છીએ ત્યારે અનેક અવ્યવસ્થિતપણુના દે આવી જાય છે, તો જગતર્તા તરીકે કઈ બનાવનારની કલ્પના ઊભી કરવા કરતાં અથવા જગતકર્તાને અનાદિસ્થિત માનવા કરતાં જગત અનાદિ છે–એ વિચાર શા માટે વાસ્તવિક નથી ? જગતના કોઈપણ પદાર્થની આદિ માનીએ તે માત્ર પર્યાયરૂપે (રૂપાંતર પણે) સાદિસાતપણું છે, આથી સર્વોએ Page #48 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [૯] જગતનું અનાદિપણું અનંત જ્ઞાનરૂપ આદર્શમાં જોયેલું છે તે સત્ય અને નિર્વિવાદ છે. તદનુસાર જૈનદર્શન પણ અનાદિ છે, પરંતુ કાલક્રમે શા વિચ્છેદ જાય છે અને કાલક્રમે ફરીથી તીર્થકરે (વિચ્છેદ ગયેલા જૈનતોના ઉત્પાદક)ના ઉત્પન્ન થવા પછી શાસ્ત્રો પુનઃ પુનઃ પ્રચલિત થાય છે. તે અમુક કાળક્રમ સુધી અસ્તિ ધરાવે છે. અને અનેક પ્રાણીઓ તેનું આલંબન કરી રાજમાર્ગને પ્રાપ્ત થાય છે, અને ઈષ્ટ સ્થાનને શીધ્ર પ્રાપ્ત કરે છે. જગતમાં પ્રવર્તતું કાળચક્ર દસ કટાકેટિ સાગરોપમના પ્રમાણવાળા દરેક ઉત્સપિણી અને અવસર્પિણરૂપ કાલચક્ર અનુક્રમે કુવાના અરઘટ્ટની માફક ફર્યા કરે છે. તેમાં ઉત્સર્પિણીની શરૂઆતથી તે કાલમાં થતાં પ્રાણીઓના આયુષ્ય, સંધયણ, સ્મૃતિ અને કદ ક્રમશઃ કાલની ગતિ અનુસાર વધતા જાય છે અને અવસર્પિણીમાં પ્રથમ કરતાં ધીમે ધીમે તે સર્વ કાલક્રમે ઘટતા જાય છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણને રથના ચક્રની માફક છ છ આરાઓ હોય છે તે સર્વનું કાલમાન દસ કેટકેટિ સાગરોપમ થાય છે. આ બંને ઉત્સર્પિણ-અવસર્પિણમાં દરેકમાં ત્રેસઠ મહાપુરૂષ અવશ્ય ઉત્પન્ન થાય છે. તીર્થકર ૨૪, ચક્રવતી ૧૨, વાસુદેવ ૯, પ્રતિવાસુદેવ ૯, બળદેવ ૯. તેઓ પૈકી તીર્થકર અવશ્ય કર્મોનો વિનાશ કરી સર્વજ્ઞપણું પ્રાપ્ત કરે છે તે “જિન” કહેવાય છે. તેમણે બતાવે માર્ગ તે જૈન દર્શન છે. જેનાગમને ઉત્પત્તિ પર્યાય – - વર્તમાન અવસર્પિણના ચતુર્થ આરાને પ્રાંતે તેવીશ તીર્થકરે મુક્તિ પામ્યા પછી ચોવીસમા તીર્થંકર શ્રીમાન મહાવીર ઉત્પન્ન થયા. તેઓએ સ્વયમેવ પ્રત્રજ્યા અંગીકાર કરી. જ્ઞાન, ધ્યાન અને તપશ્ચરણ રૂપ પ્રચંડ શસ્ત્રોથી કર્મોને નિમૅલ કરી કૈવલ્ય ઉત્પન્ન કર્યું. ત્યારપછી પિતાના અગ્ર શિષ્ય ગણધર મહારાજ શ્રી ગૌતમસ્વામીને – Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] * જૈન દર્શન મીમાંસા ઉપર વા! વાર વા! પૂવેરૂ વા ! (રૂપાયશ્રૌથયુ 7) –આ ત્રણે પદ સંભળાવ્યા. તે સાથે ઉચ્ચ પ્રૌઢ સ્વરવડે નિવેદન કર્યું કે આ જગતમાં સર્વ પદાર્થોની પ્રથમ સમયે ઉત્પત્તિ છે, બીજે સમયે નાશ છે; પરંતુ એ બંને સમયમાં પદાર્થોને ઉત્પત્તિ અને નાશ દેખાવા છતાં વસ્તુતઃ સત્તાએ પદાર્થ બદલાતો નથી. આ ત્રણ પદે જગતના વ્યવહાર માત્રને અવકાશ આપનારા, તીર્થકરરૂપ બ્રહ્માના મુખમાંથી ઉતપન્ન થયેલા ત્રણે ભાવભુવન હોય એવું અંતમુખ વૃત્તિએ અવેલેકતાં ભાસે છે. ગણધર મહારાજાને આ ત્રણે પદો સાંભળતાં જ્ઞાનાવરણીય કર્મ ઘણે અંશે ક્ષય થયેલું હોવાથી જગતના સર્વ પદાર્થોનું વસ્તુતઃ જ્ઞાન (સંપૂર્ણ શ્રુતજ્ઞાન) પ્રકટ થયું, તે દ્વારા શાસ્ત્રરૂપે તત્ત્વજ્ઞાન અને તેના સાધનરૂપ ક્રિયાકાંડમય બાર અંગની સંકલના કરી. તે દ્વાદશાંગીના નામ નીચે પ્રમાણે ૧ આચારાંગ. ૨ સૂત્રકૃતાંગ. ૩ સ્થાનાંગ. ૪ સમવાયાંગ. ૫ ભગવતી. ૬ જ્ઞાતાધર્મકથાંગ. ૭ ઉપાસકદશાંગ. ૮ અંતઃકૃતદશાંગ. ૯ અનુત્તરપપાતિક. ૧૦ પ્રશ્નવ્યાકરણ સૂત્ર. ૧૧ વિપાકસૂત્ર. અને ૧૨ દષ્ટિવાદ આ બાર અંગેનું જ્ઞાન તેમના પછીના શિષ્યને મુખપાઠ કંઠસ્થ હતું. ધીમે ધીમે કાલ શાત સ્મૃતિવંસ થવા માંડ્યો, તેવું જોઈને વોરાત નવસે એંશી વર્ષ પછી શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણે અગીઆર અંગ અને બારમા અંગને અમુક વિભાગ પુસ્તકારૂઢ કર્યો ચૌદ પૂર્વ કે જેને લખવાને માટે કલ્પના કરતાં સોળ હજાર ત્રણ ત્યાસી હાથીના પ્રમાણે જેટલા ભારની રૂસનાઈ જોઈએ, તે માત્ર દષ્ટિવાદ બારમાં અંગનું એક પ્રકરણ હતું, પરંતુ તે કાલક્રમે વિચ્છેદ થયેલું છે તત્ત્વજ્ઞાનના આ અધાપતિ જમાનામાં દ્વાદશાંગીરૂપ મહાસાગર વિદ્યમાન Page #50 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [ ૧૧ ] નથી તે પણ જેટલા પ્રમાણમાં વિદ્યમાન છે તે તેનાં જ ઉદકબિંદુઓ છે, તે બિંદુઓ તે અમૃત મહાસાગરની છોળામાંથી ઉદ્ભવેલા હોવાથી જે પ્રાણીઓ તેનું આચમન કરે છે, તેમને નિઃસંશય અમરત્વ (દેવત્વ એટલું જ નહિ પણ આગળ વધીને સિદ્ધત્વ પ્રાપ્ત કરાવે છે. દ્વાદશાંગીમાં ચાર અનુગનું સ્વરૂપ, આપેક્ષિક શૈલીઓ, સાત નોનું સ્વરૂપ, સપ્તભંગી, નિક્ષેપ, પ્રમાણો, કવ્ય, ગુણ, પર્યાયોનું સ્વરૂપ, પાંચ જનક કારણો અને વિશ્વનું સર્વ તત્ત્વજ્ઞાન સમાઈ જાય છે. આ દ્વાદશાંગીમાં રહેલી હકીકતો સમજવાને માટે ચાર ધારે છે. ૧ દ્રવ્યાનુયોગ, ૨ ગણિતાનુગ ૩ કથાનુયોગ, ૪ ચરણકરણનુગ. કવ્યાનુગમાં વિદ્ધાનું સ્વરૂપ અને તેના ગુણપર્યાયે દ્રવ્યોનું નિત્યાનિત્યપણું, જ્ઞાન, દર્શન અને તેના પર્યાયે–આ સર્વનું યથાર્થ નિરીક્ષણ થાય છે. ગણિતાનુગમાં અખિલ તિષશાસ્ત્ર, દેવવેક નરકના યોજનનું પ્રમાણ, ભરતક્ષેત્ર, ઐરાવત અને મહાવિદેહ વગેરે ક્ષેત્રોનું અંતરમાપ, નદી, પર્વત તીર્થો અને કહોની સંખ્યા વગેરે ઘણું જ સવિસ્તર હકીકત છે કથાનુયોગમાં જૈનદર્શનાનુસાર ક્રિયાકાંડથી કેણ કાણું પ્રાણીઓએ સ્વર્ગાપવર્ગ મેળવ્યા તેમ જ તેથી વિરુદ્ધ અશુભાચરણથી પ્રાણીઓ નરક નિયંચગતિના કેવી રીતે ભાગ થઈ પડ્યા અને પડશે તે સર્વનું દષ્ટાંતોના સમર્થનપૂર્વક રોશન છે, અને ચરણકરાગમાં ગૃહસ્થ પિતાની યોગ્યતા માટે મેક્ષાર્થે શું શું ક્રિયા કરવી; સાધુજનોએ કેવી રીતે પરિસહ સહન કરવા, યતિધર્મનું કઈ રીતે પાલન કરવું, તપશ્ચરણ કરી કર્મોની કેવી રીતે નિર્જરા કરવી વગેરે હકીકતને સમાવેશ થાય છે. આ ચારે અનુગોમાં દ્રવ્યાનુગ અગ્રપદ ધરાવે છે, જેનું કિંચિત્ સ્વરૂપે રજૂ કરું છું. કયાનુયોગ: શ્રીમદ્દ યશોવિજ્યજી મહારાજ કહે છે કે “વિના દ્રવ્ય અનુગ વિચાર ચરણકરણને નહિ કે સાર.” દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજ્યા વગર ચારિત્ર અને તદનુકૂળ ક્રિયા સારભૂત થઈ શકતી નથી. વળી દ્રવ્યાનુ Page #51 -------------------------------------------------------------------------- ________________ [૧૨] જૈન દર્શન મીમાંસા ગને વિષય ઘણો જ સૂક્ષ્મ અને પ્રાકૃત પ્રાણીઓથી દીર્ઘકાલિક ક્ષેપશમવડે સમજાય તેવો છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ગુખ શ્રયં --- ગુણને આશ્રય આપનાર તે દ્રવ્ય–જેમકે પુષ્પ અને તેની સુગંધ, સાકર અને મીઠાશ, અગ્નિ અને ઉષ્ણુતા, કાળી માટી અને શ્યામતા વચ્ચે દ્રવ્યત્વ અને ગુણવ સંબંધ રહે છે. અહીં દ્રવ્ય શબ્દને અર્થ વસ્તુ અથવા આંતર સ્વરૂપની બાહ્ય સ્થાપના રૂપ અર્થ નથી. પરંતુ ગુણવાળે હરેક કઈ પદાર્થ. જૈન દર્શનાનુસાર વિશ્વમાં છ દ્રવ્ય છે. તેમનાં નામ – ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળ, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ જીવાસ્તિકાય. આ જગત પદ્રવ્યમય છે તે ઉપરાંત કોઈ પણ પદાર્થ છે નહિં. આ પદ્ધોમાં જીવાસ્તિકાય સચેતન છે, બાકીના પાંચ દ્રવ્ય અચેતન (જડ) છે. અસ્તિકાય એટલે પ્રદેશોનો સમૂહ. જીવ અને પુદ્ગલેના પ્રદેશ સમૂહોને બાકીના ચાર દ્રવ્ય અનુગ્રહ-ઉપઘાત નિરંતર કર્યું જાય છે. આકાશાસ્તિકાય રૂપ ક્ષેત્રમાં પાંચ દ્રવ્યો રહેલા છે સર્વજ્ઞો આ પદ્ધોને યથાર્થ રીતે સર્જાશે જોઈ શકે છે. જીવાસ્તિકાય દ્રવ્ય અરૂપી (ચર્મ ચક્ષુ અગોચર) છે, છતાં શરીરને સંબધમાં ચૈતન્ય લક્ષણથી આપણે ઓળખી શકીએ છીએ. પુગલાસ્તિકાયને અનંત પરમાણુઓને સ્કંધ બન્યા પછી આપણે તેને પુગળ રૂપે ઓળખી શકીએ છીએ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્ય જીવો અને પુદ્ગલસ્ક ઉપર કારણ તરીકે અસર કરીને કાર્યો નીપજાવે છે. જેમ પાણીની અંદર રહેલા માછલાને ગતિ કરવાનું સામર્થ્ય છે પરંતુ જળરૂપ કારણ ન મળેલું હોય તે તેની ગતિ કુંઠિત થઈ જાય છે. તેમ આભદ્રવ્યમાં ગતિ કરવાની શક્તિ છે, પરંતુ ધર્માસ્તિકાયરૂપ કારણથી ગતિ પ્રયોગમાં આવી શકે છે. • જેમ એક વટેમાર્ગુ ઘણુ મજલે કાપ્યા પછી વિશ્રાંતિ લેવા આતુર થયેલ હોય છે તેવામાં એક ઘટાદાર વૃક્ષને દેખવાથી તુરત જ Page #52 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયાગ ત્યાં વિશ્રાંતિ લે છે તેમ આત્માને પરંતુ અધર્માસ્તિકાય રૂપ કારણથી [ ૧૩ ] સ્વભાવિક રીતે ગતિસ્વભાવ છે, ગતિને રાધ થઈ સ્થિતિ થાય છે. દૂધના કટારા સંપૂર્ણ ભરેલા હાય છતાં તેમાં સાકર નાંખીએ તે દરેક ઠેકાણે સાકર સમાઈ જાય છે. સાકર રૂપે જુદો પદાર્થં દેખાતે નથી તેથી સિદ્ધ થાય છે કે દરેક જગાએ આકાશ એટલે પદાથે ના સમાવેશ થવા માટે પેાલાણ-અવકાશ (Space) રહેલા છે. પાશ્ચિમાણ લેકે કે જેઓ પ્રત્યક્ષ પ્રમાણ માત્રને જ માનનારા છે તેઓ પણ આ આકાશ દ્રવ્યનું અસ્તિત્વ સ્વીકારવા લાગ્યા છે. પરંતુ કાશ દ્રવ્યનું વસ્તુત: શું સ્વરૂપ છે તે તે સમજવાને શક્તિશાળી થયા નથી. પ્રથમ કહેવામાં આવ્યું છે તેમ કેવલજ્ઞાન ગેાચર થયેલા પદાર્થા સ્થૂળ દષ્ટિથી પણુ સમજી શકાતા નથી તે। અનુભવગમ્ય ક્યાંથી જ થઇ શકે ? વાસ્તવિક રીતે આકાશમાં જુદા પ્રકાર નથી પર ંતુ અપેક્ષાએ એ ભેદ છે. લેાકાકાશ અને અલેાકાકાશ. આકાશાસ્તિકાય દ્રવ્ય લેાકાલાકમાં છે, જ્યારે બીજા પાંચ દ્રવ્યો માત્ર ચૌદ રાજલેાકમાં રહેલા છે. અસ્તિકાય એટલે એક નાના ટુકડા નહિ પરંતુ વિશાળ સમૂહ રૂપે-એવા અર્થાંમાં છે. પાંચ દ્રવ્યો પ્રદેશના સમૂહવાળા છે પરંતુ કાલદ્રવ્ય પ્રદેશથી રહિત હોવાને લીધે ‘ કાલાસ્તિકાય ' એવું નામ કહેવામાં આવતું નથી, પણ ‘ કાલદ્રવ્ય 'કહેવામાં આવે છે. વસ્તુતઃ કાલ વિદ્યમાન દ્રવ્ય નથી પરંતુ એક કલ્પિત દ્રવ્ય છે . એક કહીએ તે ખાટું નથી. પુદ્ગળ પરમાણુઓના ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશની મર્યાદા જણાવી દેવા માટે ઉપચાર કરેલુ કાલ દ્રવ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના ખંધ દેશ પ્રદેશ તરીકે નવ ભેદ કલ્પી શકાય છે. તેમ જ પુદ્ગલાસ્તિકાયના ખંધ દેશ પ્રદેશ અને પરમાણુએ એ ચાર ભેદ છે. આદ્ય ત્રણ દ્રબ્યા અરૂપી હોવાથી તેના વિભાગ કદાપિ પડી શકતા નથી; પરંતુ અન્ય દ્રવ્યના આલંબનથી માત્ર અમુક વિભાગની કલ્પના થાય છે. પુદ્ગલાસ્તિકાય રૂપી હાવાથી પ્રયેાઞવડે તેના વિભાગ થઈ શકે છે જે Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] જૈન દન સીમાંસા આપણે ચ ચક્ષુવડે ખંધ દેશ રૂપે જોઇ શકીએ છીએ, અને ત પરમાણુએ અસંખ્ય આકાશ પ્રદેશ ઉપર સમૂહપે રહેલા હેાય ત્યારે આપણી ચ ચક્ષુથી દેખી શકાય છે. અનંત પરમાણુએથી ઓછા પરમાણુઓના બનેલે સ્કંધ માત્ર અવધિજ્ઞાનીએ અને કેવલજ્ઞાનીએ દેખી શકે છે. પુદ્ગલેાને અને જીવેશને ધર્માસ્તિકાયને ગુણ ગતિ સહાયક, અધર્માસ્તિકાયના ગુણ સ્થિતિ સહાયક, આકાશાસ્તિકાયને ગુણ અવકાશદાયકપણે હાવાથી-આ રીતે ગુણેનુ આશ્રયસ્થાન હોવાથી તેમનુ‘ દ્રવ્ય ’ નામ યથાર્થ છે. પુદ્ગલાસ્તિકાયના ગુણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શી વગેરે છે. જીવાસ્તિકાયના ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે છે. વાસ્તિકાય એટલે અસખ્ય પ્રદેશવાળા આત્મા જે ચૈતન્ય લક્ષણ છે, તે અરૂપી છે. * પ્રત્યેક પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે દરેક પ્રાણીએ તે પ્રત્યેક પદાર્થનું સંપૂર્ણ અધ્યયન કરવુ જોઇએ. કોઇ પણ પદાર્થનું સપૂર્ણ અધ્યયન કર્યા પછી તે પદાર્થ સર્વાંગે જાણી શકાય છે. આમ હેાવાથી તે પદાર્થ અન્ય પદાર્થોથી ભિન્ન કૅાટિમાં છે તેમ સમજી શકાય છે. આવા જ આશયથી શાસ્ત્રમાં કહેલું છે કે एको भावः सर्वथा येन दृष्टः सर्वे भावा: सर्वथा तेन दृष्टाः । સર્વે માવા: સર્વથા ચેન દઠ્ઠા: હોમાય: સર્વથા તેન છુ: એક જ પદાર્થનું સંપૂર્ણ સ્વરૂપ સમજવાને માટે તેનાથી અન્ય વિરાધી પદાર્થાની ઓળખાણ કરવાની જરૂર ઉભી થાય છે અને તે એળખાણ થયા પછી મૂળ પદાર્થનું સ્વરૂપ સર્વાંગે સમજી શકાય છે. વસ્તુસ્થિતિ આમ હાવાથી અજીવના સ્વરૂપને બરાબર જાણ્યા વગર જીવ શું વસ્તુ છે તે ખાર પડી શકતી નથી અને જ્યારે અવ પદાર્થને બરાબર એાળખી ન શકીએ તેા વને અજીવ અને અવને જવ કહી દેવાના ભુલાવામાં પડીએ. વેને અવ માની લેવાથી વાની હિંસા થાય, જીવેાને દુ:ખ થાય તેનું ભાન રહે નહિ; તેથી જીવાસ્તિકાય શુ છે તે સમજવાની જરૂર સૌથી પ્રથમ ઉભી થાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [૧૫] જીવન શરીરે – મનુષ્ય જેમ જુનાં વસ્ત્રોને તજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ જેવો સ્વકર્માનુસાર નીચે જણાવેલા શરીરમાં પ્રવેશ-નિર્ગમન ૩૫ વ્યાપાર કરવા માંડે છે, તેનાં નામે – | (સૂક્ષ્મ અને બાદર) પૃથ્વીકાય, અપકાય, તેજસુકાય, વાયુકાય, સાધારણ વનસ્પતિકાય તથા પ્રત્યેક વનસ્પતિકાય, ઠીંદિય, ત્રીદિય, ચતુરિંદ્રિય તથા (ચેંદ્રિય) નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવતા. ચૌદ રાજલકમાં સાત વર્ગણાઓ (પુગલ પરમાણુઓના સાત વર્ગ) ચર્મચક્ષુથી અગોચરપણે રહેલી છે તે આ પ્રમાણે– દારિક, વૈક્રિય આહારક, શ્વાસે શ્વાસ, તેજસ, મન, ભાષા અને કાશ્મણ કાર્મણ વર્ગણ સર્વ કરતાં અત્યંત સૂક્ષ્મ છે. કર્મ પરમાણુઓને સમૂહ એ તેનું અર્થાન્તર છે. આત્મા પોતાના શુભ અથવા અશુભ અધ્યવસાયથી કામણ વર્ગણાને પોતાના તરફ આકર્ષે છે. તે દ્વારા ઔદારિક, વૈક્રિય વગેરે વર્ગણાઓનું આકર્ષણ થતાં ઓદારિક અને વૈક્રિય શરીરધારી બને છે. તે પ્રાપ્ત શરીરથી ફરીથી કામણ પરમાણુઓને સંચય કરે છે. અરસપરસ આ રીતે કર્મ પરમાણુઓ ક્ષીરનીર સંબંધ પ્રમાણે આત્મા સાથે મિશ્રિત થાય છે. આમા પોતે સ્વરૂપત શુદ્ધ હોવા છતાં પ્રાપ્ત કર્મોની વિચિત્ર પ્રકારની સત્તાથી દારિક વગેરે સાત વર્ગણના પરમાણુઓને યોગ્યતા પ્રમાણે પિતાના અધ્યવસાય અનુસાર મેળવે છે અને તેથી ઉપજતાં સુખદુખનો અનુભવ કરવો પડે છે. દેવતા અને નારકી જીવન વૈક્રિય, તેજસ અને કાર્પણ શરીર પિતાના ભાવમાં હોય છે. તિર્યંચને ઔદારિક વૈક્રિય, તેજમ્ અને કામણ અને મનુષ્યને પાંચે શરીરે પોતાના ભાવમાં હોઈ શકે છે. આ શરીર આત્માને એક બંદીખાનું છે એમ કહીએ તેમાં ખોટું નથી. આત્મા પોતે શુદ્ધ જ્ઞાનદર્શનચારિત્રમય હોવા છતાં કર્મોનાં Page #55 -------------------------------------------------------------------------- ________________ - -- - - -- -- - [૧૬] જૈન દર્શન મીમાંસા આવરણોથી વીંટળાયેલું હોવાથી કર્મોના સ્વભાવની વિચિત્રતાને તાબે થવું પડે છે. તે કર્મો જેવાં કાર્યો તેની પાસે કરાવવા ઈચ્છે છે તેવાં જ કાર્યો આત્માને તત્કાળ કરવાં પડે છે. એક નાટકનું પાત્ર વ્યક્તિરૂપે એક જ હોવા છતાં અમુક મર્યાદાવાળા સમય સુધી રાજારૂપમાં, ગીરૂપમાં, ભિક્ષુકરૂપમાં, વેશ્યારૂપમાં અને દાસીરૂપમાં વગેરે ભિન્નભિલ્લ રૂપમાં જુદા જુદા વેશો તેને મેનેજરની મરજી મુજબ ભજવવા પડે છે; તેમ આમા કર્મને આધીન થયેલે થવાથી એકેંદ્રિયથી માંડીને પંચૅટ્રિયના ભવો સુધીમાં જુદા જુદા આકારોથી વેશ ભજવી બતાવે છે. આ સ્થિતિનું દિગદર્શન ઉપમિતિ ભવપ્રપંચા થામાં કર્મ પરિણામ રાજાની પત્ની કાલપરિણતિથી થતા હુકમોને પ્રાણીઓ કેવી વરાથી આધીન થઈ આજ્ઞાપાલક બને છે તે કાલપરિણતિના મુખના ઉદ્દગારો દ્વારા કથાકારે નાટકવડે રૂપક આપેલા પુરૂષ અને સ્ત્રી પાત્રોમાં નીચે મુજબ દષ્ટિગોચર થાય છે. કાલ પરિણતિના હુકમ : કાકાશદરા નામની રંગભૂમિકા ઉપર રહેલા હે સર્વ જીવ પાત્રો ! તમારે નાટક કરવાની શરૂઆત થઈ ગઈ છે. રાગાભિલાષ નામના નાંદીએ પ્રથમ ભગળાચરણ કર્યું છે. મહામહ નામે સૂત્રધારે પિતાનું કાર્ય બજાવી ભવનાટકની યોગ્યતા સિદ્ધ કરી અનુસંધાન કરેલું છે. માટે હવે તમે મનુષ્યનિરૂપ ડ્રોપસીનની પાછળ રહેલા પાત્રો ! હું હુકમ કરું છું કે હવે તમે બહાર પ્રેક્ષકોની નજર આગળ આવો. આવીને તુરત જ આન કરવું ચાલુ રાખે, ત્યાર પછી અનુક્રમે માતૃસ્તનને આહારની અભિલાષાથી ગ્રહણ કરે, ગોઠણભેર ભાંખડીઓ ચાલે, મૂત્ર અને મળથી પગલે પગલે શરીરને રગદોળો, આટલે વેશ ભજવ્યા પછી હવે બાળભાવ તજીને કુમાર બને, અનુક્રમે નિશાળે જાઓ, કલાઓને અભ્યાસ કરે અને સુંદર રાગથી કવિતાઓના આલાપ કરે, હવે પછી તરુણ થાઓ, અનુક્રમે સ્ત્રીઓ સાથે અનેક પ્રકારના ચેષ્ટિતોથી ક્રીડા કરે, રતિસુખ અનુભ, સ્ત્રીલુબ્ધ થવા Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [ ૧૭ ] પછી પાલ્ય માતપિતાઓની અવગણના કરે, પરસ્ત્રી લંપટ બને, દ્રવ્ય પાર્જન માટે ચોરી, અપ્રમાણિકપણું વગેરે કાર્યોમાં પ્રવૃત્તિશીલ બને, યૌવન ખંભિની ગુટિકાઓનું પાન કરે; અમુક જીવ પાત્રો ! તમે અમુક ભકિતમાં ધર્મ માને, તદનુકૂળ આચરણ કરે, સન્મિત્રોની સાથે ધર્મચર્ચાના આલાપ કરે, હવે પછી વૃદ્ધત્વ અંગીકાર કરે ! હાથમાં લાકડી રાખીને જર્જરિત થઈ કંપતા મસ્તકે ચાલે, અનેક યુવાનને સલાહ આપવા તત્પર થાઓ; ત્યાર પછી શબરૂપ થાઓ; અને ફરીથી ગર્ભાગારરૂપ પડદામાં દાખલ થાઓ ! હવે તે નિ પડદાની બહાર નીકળી જુદે જ રૂપે તિર્યંચ તરીકે દેખાવ અપિ, તે વખતે સિંહ, અશ્વ, હરિણ, સર્પ વગેરે અનેક રૂપ ધારણ કરે, તાડના, તર્જન અને શિકારના ભેગા થઈ પડે, અને શબરૂપ થઈ અન્ય અન્ય અનેક ચિત્રવિચિત્ર નિરૂપ પડદામાં જઈ આવી વેશ બદલી બદલીને પ્રેક્ષકાની નજર આગળ આવતા રહો.” સંસાર નાટની નેત્રી કાલપરિણતિના ઉદ્ગારો દ્વારા પ્રાણીઓની પરાધીનતાના સૂચવનને ફલિતાર્થ એ છે કે ચેતન્યમય આત્મા જડ કર્મોવડે આવૃત્ત થયેલ હોવાથી કર્મોના સ્વભાવનુસાર શુભાશુભ ફળ ભગવે છે, એટલું જ નહિ પરંતુ તે કર્મો ભોગવ્યા વગર છૂટકે થતો જ નથી. વાસ્તવિક રીતે જડ કર્મો કરતાં ચૈતન્યમય આત્મા ઉચ્ચ દરજજો ધરાવે છે, છતાં કર્મોની સત્તામાં સંસારી પ્રાણીઓનું ચૈતન્ય વેષ્ટિત થયેલું છે, તેથી જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આત્મા નિર્વીર્ય સ્થિતિમાં છે પરંતુ જ્યારે જાગૃતિ પૂર્વક આભા અંતર્મુખ થાય છે ત્યારે વિવેકાદિ સાધને વડે કર્મ સામર્થ્યને પાતળું પાડે છે અને ક્રમશઃ કર્મોને છૂટા પાડી દઈ સ્થિતિમાં અનંત સામર્થધર બને છે. “આત્માને કર્મ જાળથી મુક્ત કરી નિર્વાણપદ પ્રાપ્ત કરાવવું” એ સમગ્ર જૈન દર્શનનું તત્વ દેહન છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ [૧૮] જૈન દર્શન મીમાંસા કર્મોને આવવાને પ્રકાર :– મિથ્યાત્વ, અવત, કષાય અને યોગ-આ ચાર આત્માને કર્મબંધ થવાના કારણરૂપે છે. આ ચારનું સમગ્ર નામ જૈન પરિભાષાએ આશ્રય કહેવાય છે. આશ્રવને એક ગરનાળાંની ઉપમા આપીએ તે કર્મરૂપ મલિન પાણીને આવવાને માર્ગરૂપ આશ્રવ છે. આ મલિન પાણી વડે આત્મારૂપ સ્ફટિક મલિનતાને પામ્યો છે. આત્માને અસંખ્ય પ્રદેશ છે તે મધ્યે આઠ ચક પ્રદેશોને તે કર્મોનું આવરણ કદાપિ થતું નથી એટલે તેઓ સદાને માટે નિર્મળ છે, તેવાજ છે અને રહેશે, આ હેતુથી આત્મા સર્વાશ કર્નાવરણથી આવૃત્ત થતો નથી અને તે હેતુથી જ આત્મા અજીવ (અનાત્મા) કદાપિ થઈ શકતો નથી. હવે કર્મોના સ્વભાવાનુસાર આત્માને અનેક જન્મ ધારણ કરી જુદે જુદે નામે ભવસ્થિતિ કરવી પડે છે તેનું અવલોકન કરીએ. આત્માના સંસાર દષ્ટિએ અનેક પ્રકારો : ઈદ્રિય વેગની અપેક્ષાએ આત્માના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિંદ્રિય અને પંચંદ્રિય. એકે દિયના પાંચ ભેદ છે. પૃથ્વીકાય, અપકાય, તેજમૂકાય, વાયુકાય અને વનસ્પતિકાય. તે સૂક્ષ્મ અને બાદર બે પ્રકારે છે. સૂક્ષ્મને કેવળજ્ઞાનીઓ ફક્ત દેખી શકે છે, તે ચૌદ રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. બાદર પૃથ્વીકાય તે ખાણમાં રહેલું સેનું, રૂપું, વિગેરે ધાતુઓ, શસ્ત્ર નહીં લાગેલી ભાટીઓ અને પાષાણે છે. બાદર અપકાય તે વરસાદનું તથા સરોવરનું જળ વિગેરે. બાદર અગ્નિકાય વિજળી, અંગારા વિગેરે, અને બાદર વાયુકાય તે પવન છે. વનસ્પતિકાય બે પ્રકારે છે. પ્રત્યેક અને સાધારણ, સૂમ સાધારણ વનસ્પતિકાય જે નિગોદ કહેવામાં આવે છે આ નિગોદ એ આત્માની જાન્યતમ અપક્રાંતિ છે. એક શ્વાસોચ્છવાસ જેટલા સમયમાં સાડાસત્તર વખત જન્મ મરણ કરવું પડે છે. બાદર સાધારણ વનસ્પતિકાયમાં એકજ શરીરમાં અનંત જ રહે છે. જેમકે સૂરણ, આદુ વિગેરે. Page #58 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ | [ ૧૮ ] પ્રત્યેક વનસ્પતિકાયમાં એક શરીરમાં એક જીવ રહે છે જેમકે બીજ, પાંદડાં, ફળ વિગેરે. આ સર્વ જીવોને એક ઇદ્રિય (પર્શનેંદ્રિય) હોય છે. પુરા, શંખ, કૃમિ વગેરેને પૂર્વની ઇન્દ્રિય સહિત રસનેન્દ્રિય વધારે હોય છે. કીડી, માંકડ, મંકોડા વગેરેને ધ્રાણેન્દ્રિય વધારે હોય છે તેથી તેઓ તેઇન્દ્રિય છે. વીંછી, ભમરે, માખી, ડાંસ વગેરેને નેગેન્દ્રિયના વધારા સાથે કુલ ચાર ઇન્દ્રિ છે. અને મનુષ્ય, દેવતા, નારકી અને પંચેન્દ્રિય તિર્યંચ ગાય, ઘેડા વિગેરેને વેન્દ્રિય સહિત, પાંચ ઈન્દ્રિયો છે તેથી તેઓ પંચેન્દ્રિય શબ્દોથી ઓળખાય છે. ભપગ્રાહી આત્મ સંબંધ તે પ્રાણ :– એકેન્દ્રિયાદિ ભાવોમાં આત્માને પિતપતાના ભવોને આશ્રીને યોગ્યતા પ્રમાણે જન્મતાં જ પ્રાણુ ઉત્પન્ન થાય છે, અને તેના વિનાશની સાથે જ તેનું મરણ થયું કહેવાય છે-અર્થાત ભવાંતરમાં ગમન થાય છે. જન્મ અને મરણ એ કર્મોના બંધ ઉદયને વશવર્તી છે. વસ્તુતઃ આત્મા અમર છે-કદાપિ મરતો નથી. નાર્ય હૃતિ ન રુચતે-તે વાસ્તવિક છે. માત્ર કમ થી ઉપન્ન થયેલી પ્રાણ ધારણીય શક્તિનો વિનાશ થવાથી તેનું મરણ કહેવામાં આવે છે. તે પ્રાણે કુલ દસ છે. તેનાં નામ : ૫ ઈન્દ્રિય ૧ મને બળ, ૧ વચનબળ, ૧ કાયબળ, ૧ શ્વાસોચ્છવાસ, ૧ આયુષ્ય. મેગ્યતા પ્રમાણે પ્રાણ કેવી રીતે વહેંચાઈને રચાય છે તેનું સ્પષ્ટીકરણ નીચેના વૃક્ષથી માલુમ પડશે. આત્મા(કર્મયુક્ત)ના દસ પ્રાણ. પર્શનેંદ્રિય રસને દ્રિય ધ્રાણેદ્રિય ચક્ષુરિદ્રિય * શ્રોત્રે દિય કાયબળ વચનબ મને બળ શ્વાસો વાસ આયુષ્ય એકે ક્રિય ઠીંદ્રિય ત્રક્રિયા ચતુરિંદ્રિય પચેંદ્રિય અસલી (સંસી) પંચે દિય Page #59 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ] જૈન દર્શન મીમાંસા આ પ્રકારે આત્માને મેગ્યતા પ્રમાણે ભવવ્યવહાર ચલાવવાને માટે પ્રાણોની ઉત્પત્તિ છે. નામકર્મના ઉદયથી આત્માને પર્યાપ્તિ ઉત્પન્ન થાય છે, તે જ પ્રકારે છે. પ્રાણને ટકાવી રાખનાર શક્તિ “પતિ : આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મેન. આહાર પર્યાપ્તિ એટલે આહારને રસ તથા શરીરાદિ રૂપે પરિણમવાની શક્તિ. આ પર્યાપ્તિ એટલે શક્તિ વગર પ્રાણીઓને પ્રાણ હોઈ શકતા નથી. અર્થાત પર્યાપ્તિ હોવાથી પ્રાણનું અસ્તિત્વ હોય છે. પર્યાપ્તિ દુર્બળ હોવાથી પ્રાણનો વિનાશ થાય છે અને તે જીવનું મરણ ગણાય છે. એક ઘડીઆળને ચાવી આપ્યા પછી જેમ તે પિતાની મુદત સુધી ગતિ કરે છે, તેમ શરીર યંત્રમાં પર્યાપ્તિ રૂપ ચાવી વડે પ્રાણનું સાંચાકામ પોતાની મુદત સુધી ગતિમાન રહે છે; ચાવી પુરી થયેથી સાંચાકામ ગતિશન્ય બને છે. શરીર કુલ મળી પાંચ છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કામણ. પ્રથમ અન્ય ગતિમાંથી જીવ પિતાની માતાના ઉદરમાં આવે છે કે તરત તત્રસ્થિત રસને તેજસ અને કાર્મણ શરીર વડે લઈને તે રસને સાત ધાતુ (માંસ, રૂધિર, અસ્થિ, રસ, ચરબી, મજજા, વીર્ય) પણે પરિણમન કરે છે. ત્યારથી તેને એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે, જીવ જે જે આહાર ગ્રહણ કરે તેની સાત ધાતુઓ બનવામાં ક્રિયાઓ ગતિમાન થાય છે. આહાર પર્યાપ્ત ઉતપન્ન કર્યા પછી તે રસને શરીરપણે પરિણુમાવે છે. અને એ રીતે ગર્ભમાં જ તે પર્યાપ્તિ ઉતપન્ન થવાને લીધે ધીમે ધીમે શરીરના અંગોપાંગે ગોઠવાય છે. ત્યાર પછી ઇન્દ્રિય પર્યાપ્તિ બાંધે છે અને પિતાના ભવની ગ્યતા પ્રમાણે ઓછી વધતી ઇન્દ્રિયોને વ્યાપાર ચાલવા માંડે છે. ત્યારબાદ શ્વાસોશ્વાસ લેવા મુકવાની શકિત ઉત્પન્ન થાય છે તે વાસણવાસ પર્યાપ્તિ, તેમ જ મન અને વચન વર્ગણના પુદ્ગલે લેવા મુકવાની શક્તિ તે મન અને વચન પર્યાપ્તિ કહેવાય છે. આહાર પર્યાપ્તિ ઉત્પન્ન થયેલી છે છતાં શરીરને Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાડે છે, વિચારશીલ પ્રાણ તની કાંઇ દ્રવ્યાનુગ [૨૧] એગ્ય આહાર ન મળે તે તે પર્યાપ્તિ મંદ પડી જાય છે. આ રીતે આહાર પર્યાપ્તિ જે તેને આહાર મળે તે જ પોતાનું કામ બજાવવા માંડે છે, નહિ તો ગતિશન્ય થવાથી પ્રાણ અને જીવને જુદા કરી મૂકે છે. આ ઉપરથી વિચારશીલ પ્રાણુઓ લક્ષમાં લેશે કે ઈન્દ્રિય તથા સપ્ત ધાતુ વગેરે બનવામાં ઈશ્વરની કૃતિની કાંઈ પણ જરૂર રહેતી જ નથી; ઈશ્વર અથવા કઈ પણ કર્તા તેવું કાર્ય કરવાને માટે અવકાશવાળો નથી જ. કમને વશ હોઈને આત્મા વારંવાર તેવો અવકાશ મેળવે છે અને ઇન્દ્રિય વગેરે સર્વ સ્વત: બનાવે છે. એક ઘર ઉત્પન્ન કરવાની શકિતવાળો માણસ અનેક ઘર ઉપન્ન કરી શકે છે, તેમ પર્યાસિરૂપ શકિતથી આહારાદિની વ્ય ક્રિયાઓ નિરંતર ચાલ્યા કરે છે. દષ્ટાંત તરીકે, આહાર કર્યા પછી આપણી જાગૃત અવસ્થામાં અથવા સુષુપ્તિને વખતે પણ આપણે લીઘેલ આહારની ક્રિયા રસરૂપે રૂપાંતર થવા માંડે છે, તે રીતે ગર્ભમાં આવ્યા પછી ઉત્પન્ન કરેલી પર્યાપ્ત નામ કર્મના ઉદયજનિત પર્યાપ્તિ, (શક્તિ વિશેષ)નું કાર્ય છે. જીવની અવસ્થાને આશ્રીને પર્યાપ્તિના લબ્ધિ અને કરણદિ અનેક ભેદે છે, તે વિસ્તારપૂર્વક શાસ્ત્રમાં દર્શાવેલા છે. આહાર રસરૂપે રૂપાંતર પામ્યા પછી તે રસ શરીર પિષણ આપનાર અને અવયવોને ઉત્તેજન કરનાર બને છે, તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. પૂર્વે બાંધેલી ઈન્દ્રિય પર્યાપિવડે ઈન્દ્રિયોને વ્યાપાર આયુષ્યની સ્થિતિ પર્યત ચાલુ રહે છે. વાસોચ્છવાસને ગતિમાન રહેવાની ક્રિયાનું નિમિત્ત વાસોચ્છવાસ પર્યાપ્તિ છે. તેમજ ઉચ્ચારે કરવાની ક્રિયા અને મન વડે વિચાર કરવાની ક્રિયા-આ સર્વ ક્રિયાઓ જે અત્યારે પ્રાણુઓની યોગ્ય ઉમર પછી અખલિતપણે ગતિમાન રહે છે, તે સર્વ ભાષા અને મનઃ ૫ પ્તિ કે , જે ગર્ભમાં ઉત્પન્ન કરેલી હતી તેને આધીન છે. પ્રાણુ અને પર્યામિની ભિન્નતા તપાસતાં પર્યાપ્તિ કારણ છે અને પ્રાણ કાર્ય છે. એકેન્દ્રિય ને ચાર, વિકલેંદ્રિય અને અસંજ્ઞી પચેંદ્રિય ને પાંચ, અને સંજ્ઞી પંચે. દ્રિયને છ અનુક્રમ હોય છે. આ પ્રકારે જ્યાંસુધી કમ છે ત્યાં સુધી Page #61 -------------------------------------------------------------------------- ________________ [૨૨] જૈન દર્શન મીમાંસા સંસાર છે. પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી શરીર ઈદ્રિય વિગેરેની રચના થાય છે. અર્થાત અન્ય કેઈ કર્તા નિમિત્ત કારણ નથી. ઉપરોક્ત પ્રકારે પ્રાણીઓને મુખ્ય ચાર કારણથી આઠ કર્મોને કર્મ બંધ થાય છે. કર્મની વ્યાખ્યા કરતાં કર્મગ્રંથકાર કહે છે કે, જીરૂ નાખ રૂળેિ તો મg H. મિથ્યાત્વ. અવ્રત, કષાય અને ચોગરૂપ હેતુઓથી જે આ માવડે કરાય તે કર્મ કહેવાય છે. આ ચાર ઉત્પાદક કારણ વિનાશ થાય તે કાર્યના વિનાશપણાથી આમા કર્મ રહિત થાય અને શાશ્વત સુખ પામી શકે. આ ચાર કારણો એ આત્માના જુદી જુદી અવસ્થાના રાગદ્વેષજન્ય મલિન પરિણામો છે. પ્રસ્તુત કર્મ આઠ પ્રકારે છે. (૧) જ્ઞાનાવરણીય. (૨) દર્શનાવરણીય. (૩) મોહનીય. (૪) (૪) અંતરાય. (૫) નામ. (૬) ગોત્ર. (૭) વેદનીય. (૮) આયુષ્ય પ્રથમના ચાર કર્મોને તદ્દન ક્ષય થાય ત્યારે કેવલ્ય પ્રાપ્તિ થાય છે. અને બાકીના ચારને સમૂલ વિનાશ થાય ત્યારે આ નિર્વાણપદ પામે છે. આદ્ય ચાર ઘાતિકર્મ અને અવાંતર ચાર અઘાતિકર્મ-એવા નામથી ઓળખવામાં આવે છે. જેમાં એક માણસે કાચ પારે ખાધા પછી તે પારે જડ હોવા છતાં, તે પ્રાણને શરીરને છિન્નભિન્ન કરી નાંખે છે, તેમ પૂર્વોક્ત નામવાળા કર્મો જડ હોવા છતાં આત્માના નિર્મળ પ્રદેશને અંધકારમાં વીંટાળી દે છે. કર્મની શક્તિ એ ચૈતન્ય જનિત શક્તિ નથી કિંતુ પૌગલિક સ્વભાવજનિત શક્તિ છે. આ આઠ કર્મોના જુદા જુદા સ્વરૂપની પર્યાલોચના કરતાં પ્રથમ જ્ઞાનાવરણીય કર્મોને આત્માને કેવી રીતે ઉપઘાત થાય છે તે તરફ દષ્ટિ કરીએ. જ્ઞાનાવરણીય કર્મ : આત્મારૂપ દ્રવ્યને આશ્રીને શુદ્ધજ્ઞાન નામને ગુણ રહેલો છે તેને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એક મનુષ્યની આંખે પાટો બાંધવામાં આવે તે જેમ પદાર્થો જોઈ શકતા નથી, તેમ આ Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [૨૩] કર્મ આત્માની ભાવ ચક્ષુને પડદા તુલ્ય છે. આ મલિન પડદો જેમ જેમ ખસતો જાય છે તેમ તેમ જ્ઞાનની શુદ્ધતા થવાને અંગે વસ્તુ સ્થિતિનું રહસ્ય જાણી શકાય છે. સાડાત્રણ હાથના અવકાશમાં રહેલે એક મનુષ્ય મુંબઈ અને કલકત્તાના, લંડન અને પેરીસના તેમજ ભૂત અને વર્તમાન સમયના જે જે અનુભવો ખડા કરી શકે છે, તે પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનને આભારી છે. જ્ઞાનવડે અધ્યાત્મીઓનું અધ્યાત્મ, માયાવીઓની મલિનતા, ભદ્રકજનનું આર્જવ, ભક્તજનોનો ભક્તિરસ, વૈરાગીઓને વૈરાગ્ય, લેજિનેની તૃષ્ણ અને વ્યભિચારીઓનું લાંપથ્ય વિગેરે સર્વ અનુભવ ગમ્ય થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી આવરણનું પડ ગાઢ હોય ત્યાંસુધી વસ્તુસ્થિતિ અંધારામાં રહે છે. હેય, ય, ઉપાદેયનું સ્વરૂપ સમજી શકાતું નથી. હેય પદાર્થો હોય તે ઉપાદેય બને છે, અને ઉપાદેય તે હેય બને છે. ભક્ષ્યાભર્યા અને પયારેય વસ્તુને વિધિનિષેધમાં નિયમ રહેતો નથી. અવ્યવસ્થિતપણું આ રીતે પ્રાપ્ત થવાથી અધઃસ્થિત અનેક અનાચારાનું પાત્ર આત્મા બને છે. પૂર્વોક્ત જ્ઞાન કે જેને આવરણ પ્રાપ્ત થાય છે તે જુદી જુદી અવસ્થાને આશ્રીને પાંચ પ્રકારે છે. ૧ મતિજ્ઞાન, ૨ મુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન. અતિજ્ઞાન :-પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન તેને મતિજ્ઞાન કહેવામાં આવેલું છે. આ જ્ઞાન છે વધતે અંશે સર્વ પ્રાણીઓમાં હોય છે. સમ્યક્ત્વ કે જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે તેથી રહિત પ્રાણીઓને ઈન્દ્રિયાદિદ્વારા જે જ્ઞાન થાય છે તે મતિઅજ્ઞાન તેમ જ સમ્યફ વધારી પ્રાણીઓને ઉપકરણ દ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન કહેવાય છે. એક બાળક કે જેને રજજુ અને સર્પ અથવા રજત અને છાપના ભેદની ખબર નથી તે મતિ જ્ઞાનાવરણીયને લીધે છે, મિથ્યાત્વસ્થિત મનુષ્ય ગમે તેવા ઉચ્ચ તર્કનું ફેટન કરનાર હોય છતાં તે મતિઅજ્ઞાની કહેવાય છે. અને સમ્યક્ત્વ પ્રાપ્ત મનુષ્ય જેને જેટલે અંશે Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪] જૈન દર્શન મીમાંસા તર્ક સમાધાનની શક્તિ પ્રાપ્ત થયેલી છે તેને તેટલે અંશે મતિજ્ઞાન વર્તતું છે. આ મતિજ્ઞાન પાંચ પ્રકારે દર્શાવાયેલું છે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણું. મન અને નેત્રને વિષય ગ્રહણ કરવાની ક્રિયા અર્થાવગ્રહથી શરૂ થાય છે. જ્યારે અન્ય ચાર ઇન્દ્રિયને વિષે ગ્રહણ કરવાની ક્રિયા વ્યંજનાવગ્રહથી શરૂ થાય છે. એક સ્પર્શનેંદ્રિય અને બેંદ્રિયનું દષ્ટાંત લઈ મતિજ્ઞાનનું સ્વરૂપ સંક્ષિપ્ત કરીએ. એક મનુષ્ય નિદ્રામાં વર્તે છે, તે વખતે અન્ય મનુષ્ય તેના શરીર ઉપર અત્યંત ઉષ્ણ જળ રેડવા માંડે છે. તેના રેડવાને પહેલે જ સમયે નિદ્રાધીન મનુષ્યને “કાંઈક ” મારા ઉપર પડ્યું એવું જે ભાન તે વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન. ઉષ્ણ પદાર્થ કાંઈક પડ્યો એવું બીજી ક્ષણે થયેલું જે જ્ઞાન તે અર્થાવગ્રહ. ત્રીજી ક્ષણે ગરમ પાણી હશે કે બીજી કોઈ વસ્તુને સ્પર્શ થયો હશે તેની શંકા ઉભવવી તે ઈહિ, ગરમ પાણી જ છે એવો નિશ્ચય થવો તે અપાય, ગરમ પાણી મારા ઉપર પડ્યું એવી સ્મરણ શક્તિ રહેવી, તે ધારણ મતિજ્ઞાન કહેવાય છે નેત્રે દિયને પ્રથમ સમયે જ પદાર્થ ગ્રાહ્ય થઈ જવાથી વ્યંજનાવગ્રહ હોઈ શકતો નથી. એક મનુષ્યને દૂર રહેલા એક ઝાડના હુંઠાને જોતાં આ કાંઇક વસ્તુ છે, એવું ભાન થવું તે અર્થાવગ્રહ(નેત્રંદ્રિય) મતિજ્ઞાન કહેવાય છે. ઠુંઠું હશે કે ચાડીઓ એવી શંકા થવી તે ઈહિ, બહુ નજીક આવ્યા પછી આ ઠુંઠું જ છે, એવું નિર્ણચવાળું ભાન તે અપાય, અને તે નિર્ણયને સ્મરણ પથમાં રાખો તે ધારણ કહેવાય છે. સર્વ મળી મતિજ્ઞાનના અઠાવીશ ભેદ છે. બહુ અબહુ ક્ષિપ્રાદિ અનેક ભેદે વિસ્તાર વડે થતાં ત્રણસે ચાલીશ થાય છે, જે કર્મગ્રંથ અને સિદ્ધાંતમાં નિરૂપણ કરેલા છે. શ્રુતજ્ઞાન: સ્વતઃ પુસ્તક વગેરે વાંચવાથી થતું જ્ઞાન અથવા ઉપદેશ શ્રવણથી થતું જ્ઞાન. કાંચન અને કલશના સંયોગની પેઠે મતિજ્ઞાન સાધન છે, અને શ્રુતજ્ઞાન સાધ્ય છે. પુસ્તક વાંચતી વખતે ચક્ષને વાંચવાની જરૂર પડે છે, તેમ જ ઉપદેશ સાંભળતી વખતે કર્ણપ્રિયને Page #64 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [૨૫] શબ્દો ગ્રહણ કરવા પડે છે, અને તે શબ્દો સંભળાય ત્યાં સુધી-આટલી મર્યાદા સુધી-મતિજ્ઞાનના વિષય છે, અને પછીથી જે રહસ્ય પરિણમે છે તે શ્રુતજ્ઞાનને વિષય છે. મતિ અને શ્રુતની અવસ્થા ભેદે ભિન્નતા છે. કેમકે બંને સાથે જ હોય છે. ઉપમિતિ ભવપ્રપ ચા કથામાં શ્રુતજ્ઞાનને સદાગમ કહેલું છે. સમ્યક્ત્વ બીજને ઉત્પન્ન કરે તેવા અથવા સમ્યક્ત્વ બીજને વૃદ્ધિ કરનાર જે આગમા હોય તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અન્ય શ્રુત અજ્ઞાન કહેવાય છે; જેમકે સમ્યક્ત્વ વગરના નવપૂર્વીની અજ્ઞાનીમાં ગણના થયેલી છે. આત્માને જ્ઞાન થવાનું સ્થૂળ સાધન જે આગમ તેમાં કારણમાં કા ને ઉપચાર કરવામાં આવેલ છે. આ જ્ઞાનના ચૌદ અથવા વીશ પ્રકાર છે. અક્ષર-અનાર, સન્ની—અસરી, સમ્યક્−મિથ્યા, સાદિ-અનાદિ, સપ વસિત-અપ વસિત, ગમિક—અગમિક, અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય આ ચૌદ ભેદ છે. અને પર્યાય, અક્ષર. પદ, સધાત, પ્રતિપત્તિ, અનુયાગ, પ્રાભુત, પ્રામૃત પ્રાભુત, વસ્તુ અને પૂ-એ દશ ‘સમાસ' સાથે વધારતાં વીશ પ્રકાર છે. પ્રથમના ચૌદ ભેદ અક્ષર, ધ્વનિ, સંજ્ઞા વિગેરે ભેદેથી છે, પાછળના વીશ ભેદ આગમના અક્ષરા, વાયા, પ્રકરણા વિગેરેને અગે છે. જેટલે જેટલે અ ંશે આગમતુ અપનપણું અથવા સત્તા, ઉપદેશ, આકાર વિગેરેથી થતી અલ્પ પરિના તેટલે તેટલે અંશે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનું સહચારીપણું છે અવધિજ્ઞાન:—આ જ્ઞાન અને હવે પછીનાં અને જ્ઞાના પૂર્વોક્ત ઉભય જ્ઞાનથી ભિન્ન કૅાટિમાં વર્તે છે. મતિ અને શ્રુતજ્ઞાન ઈંદ્રિય પ્રત્યક્ષ છે જ્યારે અવધિ આદિ ત્રણ નાના આત્મપ્રત્યક્ષ છે. અવધિજ્ઞાનીને ઇંદ્રિયાદ્વારા વિષય ગ્રહણ કરવાની જરૂર હૈાતી નથી. તેને તા એક એવા પ્રકારનું અમુક મર્યાદાવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે, જેથી ઉપયાગદ્વારા રૂપી પદાર્થાને જાણી શકે છે. અવધિજ્ઞાન, રૂપી Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] જૈન દર્શન મીમાંસા પદાર્થોના જાણપણાને અંગે અસંખ્ય પ્રકારનું છે, અને પિતાની સ્થિતિની અપેક્ષાએ અનુગામિન, વર્ધમાન, પ્રતિપાતિ, અનનુગામિન , હીયમાન, અપ્રતિપાતિ-એ રીતે છ પ્રકારનું છે. અરૂપી પદાર્થને વિષય અવધિજ્ઞાનની મર્યાદામાં નથી. અવધિજ્ઞાન જુદે જુદે પ્રકારે કોઈને અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને અસંખ્ય પેજ સુધી, આવલિના અસંખ્ય ભાગથી માંડીને અસંખ્ય વપર્યત, પિતપોતાના ક્ષે પશમ પ્રમાણે દ્રવ્ય ક્ષેત્રકાળની અપેક્ષાએ ઈદ્રિયાતીતપણે પ્રકટે છે; દેવગતિમાં આ જ્ઞાન, ભવપ્રત્યયિક હોય છે. અને મનુષ્યગતિમાં ગુણ પ્રયયિક હોય છે. સંખ્યત્વ સહિત વર્તતો જીવ જ્યાં તે વર્તતે હોય તે ગતિમાં જે તેને પૂર્વોક્ત અર્થવાળું જ્ઞાન પ્રકટે તે અવધિજ્ઞાન કહેવાય છે. અને મિયા ગ્રસ્ત કોઇપણ પ્રાણીને પ્રકટેલું જ્ઞાન તે વિભંગજ્ઞાનના નામથી ઓળખાય છે. અવધિજ્ઞાન મનુષ્ય ગતિમાં તપશ્ચરણ અને શુભતર ક્રિયાઓ વડે ઉત્પન્ન થાય છે, જે માટે કથાનુગમાં પ્રસિદ્ધ થયેલા શ્રમણ પાસક મહાત્મા “આનંદ” નું દષ્ટાંત સ્મરણીય છે. મન:પર્યવજ્ઞાન:-ઇંદ્રિયની સહાયતા વગર અઢીદીપરૂપ મનુષ્યલેકમાં રહેલા સંજ્ઞી પંચેંદ્રિય પ્રાણીઓના મનોભાવને જે જ્ઞાનથી જાણી શકે તે મન:પર્યવજ્ઞાન. તે બે પ્રકારનું છે. જુમતિ અને વિપુલમતિ મનેબલ પ્રાપ્ત અમુક પ્રાણીએ ઘટ પદાર્થની ચિંતવના કરી તે જાણવું, તે ઋજુમતિ મન:પર્યવજ્ઞાન અને અમુક પ્રાણીઓ ઘટના ગુણું પર્યાય વિગેરે વડે ઘટ પર વિસ્તારથી ચિંતવન કર્યું તે જાણવું, તે વિપુલ મતિ મન પર્યવજ્ઞાન કહેવાય છે. સર્વવિરતિપણાનો ગુણ આત્મામાં પ્રકટ થયા પછી આ જ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. કેવળજ્ઞાન :–જગત માત્રમાં રહેલા રૂપી અને અરૂપી ય પદાર્થોનું એક સમયમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળનું જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે. મામૈવજ્ઞાન-એ સ્થિતિ આ જ્ઞાન પ્રાપ્ત થવા પછી પરિપૂર્ણતાએ પહોંચે છે, આ જ્ઞાનવાન મનુષ્ય અવશ્ય મુક્તિમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયાગ [૨૭] જાય છે અને એક વખત પ્રાપ્ત થયેલું આ જ્ઞાનનુ કદાપિ ચ્યવન થતું નથી કૈવલ્યપ્રાપ્ત તીર્થંકર અને સામાન્ય કવળી અતેની ખાદ્યઋદ્ધિ અથવા અતિશયામાં તફાવત છે; પરંતુ જ્ઞાનપ્રાપ્તિને અંગે બિલકુલ તફાવત રહેલા જ નથી આ પાંચ જ્ઞાનમાં જે જ્ઞાનને આવરણા હાય તે તે જ્ઞાનથી આત્મા દૂર રહે છે. જેમ જેમ આવરણા દૂર થાય છે તેમ તેમ નાનાંશુ સ્ફુરે છે. જ્ઞાનના અધ્યાપક, જ્ઞાનના સાધને અને જ્ઞાની મનુષ્યાની અવગણના, આશાતના અને તિરસ્કાર કરવાથી નાનાવરણીય ક`બંધ પ્રાણીઓને થાય છે, એમ સિદ્ધાંતા સ્પષ્ટ રીતે કહે છે, નાવરણીય ક :—તે નવ પ્રકારે છે. ચક્ષુ, અચક્ષુ, અવધિ, કૈવલ, નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થીણુદ્ધિ. જન્મતાં જ અથવા પાછળથી નિમિત્ત કારણુવડે આંખેાથી અધત્વ પ્રાપ્ત થવુ. તે ચક્ષુ દનાવરણીય. જન્મથી અથવા અન્યનિમિત્ત કારણથી આંખ સિવાય અન્ય ઇંદ્રિયાનું બહેર મારી જવું તે અચક્ષુદનાવરણીય. ચક્ષુથી અગાચર રહેલા રૂપી પદાર્થો દેખી શકવામાં નિર્બળતા હોવી તે અવધિદર્શોનાવરણીય, રૂપી અને અરૂપી અને પદાર્થાને આત્મબળથી સામાન્યપણે જાણવાના સામાર્થ્ય ના અભાવ તે કૈવલનાવરણીય કહેવાય છે. વળી સહેલાઈથી જાગી શકાય તે નિદ્રા, કવડે જાગી શકાય તે નિદ્રા નિદ્રા, એઠાં બેઠાં અથવા ઉભા રહેતાં નિદ્રાના ઉદય થાય તે પ્રચલા અને ચાલતાં નિદ્રાના ઉદ્દય થાય તે પ્રચલા પ્રચલા, પ્રમત્ત અવસ્થામાં અÖચક્રી સમાન ખળની પ્રાપ્તિ થાય તે શ્રીહિદનાવરણીય ક` કહેવાય છે. પૂર્વોક્ત બંને કર્મની પરિસ્થિતિ વધારેમાં વધારે ત્રીશ ક્રાડાક્રેાડ સાગરોપમની છે. આ કા બંધ આંધળાં બહેરા વિગેરે અપંગ મનુષ્યેાના તિરસ્કાર કરવાથી સહજ પ્રાપ્ત થાય છે અને વિશેષ કરીને તેા અને કર્માનું ઉપાર્જન નીચેની ગાથાથી ગ્રાહ્ય થશે. पडिणियत्तण निन्हव उवघायपउस अंतरायेण । आवरण दुगंजिउज्जयइ ॥ अच्चा सायणयाए Page #67 -------------------------------------------------------------------------- ________________ * * * [૨૮] જૈન દર્શન મીમાંસા અર્થ-પ્રત્યનીકપણું, નિત્યપણું ઉપઘાત, પ્રષ, અંતરાય અને અતિ આશાતના કરવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોને બંધ થાય છે. મોહનીય કર્મ :– આ કર્મની શાસ્ત્રકારોએ મદિર સાથે તુલના કરી છે. મદિરા પીનાર મનુષ્ય કેફના આવેશમાં જેમ માતાને સ્ત્રી તરીકે અને સ્ત્રીને માતા તરીકે ગણવામાં પ્રવૃત્ત થાય છે, અનેક અનાચારોનું ભાન રહેતું નથી, તેમ મેહનીય કર્મથી પરવશ થયેલે પ્રાણી રાગમાં અંધ થઈ વિવેકબુદ્ધિથી દૂર રહે છે. દેપાલમાં દગ્ધ થઈ સ્વાત્મભાન ભૂલી જઈ અન્યનું અહિત આચરવા તત્પર થાય છે. કષાયોથી અભિભૂત થઈ ક્રોધી, અહંકારી, કપટી અને લેભી બને છે. મેહનીય કર્મના મુખ્યપણે અઠાવીશ પ્રકારે નીચેના વૃક્ષ ઉપરથી પષ્ટ માલૂમ પડશે. મોહનીય કર્મ કપાય નેકષાય સમકિત મિશ્ર અને મિથ્યાત્વ મેહનીય ક્રોધ, માન, માયા લેભ. હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, જીગુસા. અનંતાનુંબંધિ, અપ્રત્યાખ્યાની, સ્ત્રી વેદ, પુરુષ વેદ, પ્રત્યાખ્યાની, સંજવલન નપુંસક વેદ. અનાદિ કાળથી આત્મા સાથે રહેલું અને ભેગવટા પ્રમાણે જીર્ણ થઈ નવા નવા રૂપને ધારણ કરતું આ કર્મ આઠ કર્મો પૈકી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું છે, એટલું જ નહિ પરંતુ અન્ય સાત કર્મો ઉપર અમલ ચલાવી પિતે સાત કર્મોને પોતાના દેર ઉપર ચલાવે છે. કોધ કષાય :– ક્રોધથી પરાધીન થયેલા એક મનુષ્યને તમે જાઓ! જે તેનામાં નિર્માલ્યપણું હોય છે તે તે અંતરમાં ધગધગતા Page #68 -------------------------------------------------------------------------- ________________ પરિપાલન દ્રવ્યાનુયોગ [૨૯] અગ્નિથી બળતું હોય છે, અને જે તેનામાં કાંઈક સત્વ હોય છે તે તે અંદરથી ધગધગી રહેલું છે જ પરંતુ તે ઉભરાઓ બહાર કાઢે છે અને અન્યને તેમાં ગરકાવ કરી તેના હૃદયપુળા ઉપર દિવાસળી મૂકે છે. જે વખતે તે ક્રોધાધીન હોય છે તે વખતે તેને કઈ હિતસ્વી ગમ ખાઈ જવા શીખામણ આપવા લાગે છે તે તે મનુષ્યની ઉપર કાં તો ક્રોધને ઉતારે છે અથવા તે મનુષ્યની સામે ન થઈ શકાય તેવી સ્થિતિ હોય તો તે ક્રોધી મનુષ્યની નજરમાં નિર્માલ્ય અને બેવકૂફ લાગે છે. આ સ્થિતિ હોવાથી ક્રોધ એ અગ્નિ સમાન છે અને ક્ષમાપી શાંતિ જળના અભાવે “ઉત્કર્ષ'ના સાયન્સના નિયમ પ્રમાણે વૃદ્ધિગત થયેલ નજરે પડે છે. શ્રીમદ્ ઉદયરત્નજી કહે છે કે, ક્રોડ પૂર્વ સુધી પરિપાલન કરેલું સંયમ, ક્રોધરૂપ અગ્નિવડે ક્ષણવારમાં ભસ્મીભૂત થઈ જાય છે. ક્રોધ એ એક જાતને આવેશ છે જે વડે પ્રાણુ આત્મઘાત કરવા તત્પર થાય છે, એટલું જ નહિ પરંતુ તેના સંસ્કારની દઢ છાપ અનેક જન્મ સુધી મુદ્રિત રહી બીજે જેમ વૃક્ષને ઉત્પન્ન કરે છે તેમ ભવ સ્થિતિની વૃદ્ધિ કરે છે. દષ્ટાંત તરીકે સમરાદિત્ય કેવળીના પૂર્વ ભવમાં ગુણસેન અને અગ્નિશર્માના સંબંધમાં અગ્નિશર્માને ગુણસેન પ્રતિ-નવ જન્મો પર્યત વૈરની ચીનગારી બળતી રહી હતી. આ રીતે ક્રોધરૂપી પિશાચ, આભાને પિતાની સ્થિતિમાંથી યુત કરી એકાંત અહિત કરી મૂકે છે. અનંતાનુબંધિ ક્રોધ અનંત સંસાર ભ્રમણ વધારે છે, તે ક્રોધને ક્ષયોપશમ વગર આત્મા સમ્યક્ત્વ પામી શકતું નથી. આ કેધ ઉત્પષ્ટપણે જિંદગી સુધી રહે છે. ક્રોધના અન્ય ત્રણ પ્રકારે. અનુક્રમે એક વર્ષ, ચાતુર્માસ અને પક્ષ પર્યત વધારેમાં વધારે સ્થિતિવાળા છે. આ પ્રસંગે ફેટન કરવાની જરૂર જણાય છે કે, કેટલાએક મી. એમર્સનના મત પ્રમાણે કહે છે કે પ્રામાણિક અને સત્ય આચરણવાળા મનુષ્ય હંમેશાં ક્રોધી સ્વભાવવાળા હોય છે. તેઓ જરા પણ અપ્રમણિકપણું સહન નહીં કરી શકવાથી ક્રોધી બની જાય છે. આ હકીકતને સર થાય છે, અને આવેશમાં ભસ્મીભૂત Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] જૈન દર્શન મીમાંસા જરા જૈની દષ્ટિ સાથે સરખાવતાં જણાશે કે, સંજ્વલન ક્રોધનું સ્વરૂપ અમુક પ્રાણીઓના દુર્ગુણ સુધારવાને અને તેને યથાર્થ શીખામણું દેવાને માટે પ્રયોજાયેલું હોય છે. આ સંજ્વલન કે જેને ચોથા પ્રકારના ક્રોધની કોટિમાં ગણવામાં આવે છે, તેનું પરિવર્તન થઈ તે અનંતાનુંબંધિ થઈ જવો ન જોઈએ. જો સંજવલનમાંથી અનંતાનું બંધિની ઉત્પત્તિ થાય છે તે અનંતાનુંબંધિનું જ ફળ આપે છે. આ પ્રકારે જૈન દર્શન કહે છે. એક જ નાના દષ્ટાંતથી આ હકીકત સમજાશે. એક ગુરુ પોતાના શિષ્યને તે આળસુ હોવાથી પઠન પાઠન કરવાની શીખામણ દેતા હતા. એક વખત શીખામણ દેવાની ખાતર ગુરુએ તે શિષ્યને બે ત્રણ લપાટ ચડી દીધી કોધથી ઘેરાયેલા તે શિષ્ય તરત જ પાસે પડેલી લાકડી લઈને ગુરુજીની સાથે પ્રહાર-ક્રીડા કરવા માંડી, ઉત્પન્ન થયેલે અગ્નિ અન્ય પદાર્થમાં પ્રકટી નીકળે તેમ ગુરુ પણ તરત આવેશમાં આવી ગયા અને યુદ્ધક્ષેત્રમાં ઘૂમવા માંડ્યા. તેવામાં લાકડી ગુના મર્મસ્થળે વાગવાથી ગુરુ પંચત્વ પામ્યા અને નર્કગતિના અધિકારી થયા. આ ઉપરથી લક્ષમાં લેવાની જરૂર છે કે સંજવલન ક્રોધ-ચેથા પ્રકારના ક્રોધને સાધ્યદષ્ટિની હદ બહાર જવા દે એ સંપૂર્ણ રીતે નુકશાનકારક છે, એટલું જ નહિ પણ ક્રોધની લગામ છૂટી જવાથી અનિષ્ટ ફળ નીપજે છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી કહે છે કે – ન હેય ને હોય તો ચિર નહિ, ચિર રહે તે ફળ છે રે; સજજન ક્રોધ એહવે, જે દુર્જનનેહ રે. સજ્જનેને કેધ હોય જ નહીં. કદાચ હોય તે લાંબે વખત ટકી રહે નહિ. કદાચ લાંબે વખત રહે તો ફળ પ્રાપ્ત થાય નહિ, કેમકે અંદર તીવ્રતા નહિ હેવાથી દુર્જનના નેહની પેઠે ફળશન્ય નીવડે. આ ઉપરથી ક્રોધ કરનાર મનુષ્ય પોતાના આત્મા સાથે વિચાર કરવાની જરૂર છે કે પોતે આમધર્મ કેટલે અંશે ચૂકે છે. અન્યને આ રૌદ્ર ધ્યાનમાં પ્રવૃત્ત કરાવવાથી અન્યના આત્માને અર્ધગતિ કરાવવાનું નિમિત્ત કારણ પિતે બને છે; એટલું જ નહિ પરંતુ પોતાનામાં તે Page #70 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [ ૩૧] સંસ્કાર ગાઢ થઈ જતા હોવાથી એક શત્રુને પિતાના મસ્તક ઉપર ઝઝુમતે કરે છે ક્ષમા અને સહનશીલતા એ બંને સગુણુ ક્રોધને પ્રત્યુપાય છે એમ જ્ઞાનીઓએ પુકારીને કહેલું છે. માન કષાય –ગૌતમ કુલકમાં કહેવામાં આવેલું છે કે મifસળોસોચત-અહંકાર કરવાની ટેવવાળા પુરૂષો આખરે શાચ પામે છે દુનિયામાં માન ધરાવનારને કઈ માન આપતું નથી, કીર્તિની પાછળ દોડનારને તે પ્રાપ્ત થતી નથી. અભિમાન કરનાર પ્રાણી પિતે કપેલા શિખર ઉપરથી કેવી રીતે પડે છે તે આપણે દુનિયાના વ્યવહારમાં અનેકવાર જોઈએ છીએ. ઉપમિતિ ભવ પ્રપંચના કર્તા, માનીને એક શિલરાજ સાથે સરખાવે છે. આ પર્વત ઉપર ચડીને જ્યારે આ જીવ બેસે છે ત્યારે તેના વિનય વગેરે ગુણે નાશ પામે છે, અને તે પર્વત ઉપર રહેલી આઠ મદ રૂ૫ ટેકરીઓ શુદ્ધ સ્વરૂપને અદશ્ય રાખે છે. સિંદૂરપ્રકરમાં મનને હસ્તીની ઉપમા આપી છે. કર્તાના કહેવા મુજબ માનરૂપી મત્તગજે સમતા રૂપ બંધન તેડી નાખનાર છે, વિમલમતિનો વિનાશ કરનાર છે, દુર્વચનરૂપી ધૂળને તરફ વિસ્તારે છે. અને સિદ્ધાંતની અવગણના કરનાર છે. શ્રીમદ્ ચિદાનંદજી કહે છે કે, “લઘુતા મેરે મન માની, લઈ ગુરુ ગમ જ્ઞાન નિશાની” મદને માટે બાહુબલજીનું દષ્ટાંત મનનીય છે. દીક્ષા લીધા પછી નાના ભાઈઓને ન વાંદુ એવો આગ્રહ રહ્યો ત્યાં સુધી કૈવલ્ય પ્રાપ્ત થયું નહિં. એક વર્ષ સુધી એવી સ્થિતિમાં રહ્યા પછી “વીરા મારા ગજ થકી ઉતરે, ગજ બેઠા કેવળ ન હોવે રે.” એવા ધ્વનિવાળા બ્રાહ્મી અને સુંદરીને શબ્દ સાંભળતાં જ કદાગ્રહ બુદ્ધિનો વિનાશ થયો અને વંદન કરવા જાઉં–એવી ભાવના પછી તુરત જ કૈવલ્ય ઉત્પન્ન થયું. મદના આઠ પ્રકારે રોગશાસ્ત્રમાં નીચેના સ્લેકથી દર્શાવેલા છે. जातिलाभकुलैश्वर्य बलरूपतपःश्रुतैः । कुर्वन्मदंपुनस्तानि हीनानिलभतेन ॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ [૩૨] જૈન દર્શન મીમાંસા જાતિ, લાભ, કુલ ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને મૃત–આ સર્વમાં પ્રાણી જેનો જેને મદ કરે છે તે તે વસ્તુઓની પ્રાપ્તિ ભવિષ્યમાં અલ્પ પ્રમાણવાળી અથવા અધમ સ્થિતિવાળી બને છે. આવી રીતે મદ પ્રાણુઓને, તપશ્ચરણનું ફળ બેસવા દેતું નથી, અને અજીર્ણ કરાવે છે. માયાકષાય-કહ્યું છે કે, એક પણ માખીની પાંખ દુભાવા જેટલી પણ હિંસા ન કરી હોય અને શાસ્ત્રોક્ત રીતિએ ચારિત્રનું પાલન કર્યું હોય છતાં તે સર્વ કપટવૃત્તિવડે બીજાને ઠગવાના કારણથી જ હોય તો માત્ર કાયકલેશ સિવાય બીજું કાંઈ નથી. માયાવી પ્રાણીઓ પિતાનું અને પરનું બંનેનું બગાડે છે. અનેક મુગ્ધ મનુષ્ય માયાવી પ્રાણીની દંભવૃત્તિમાં ઠગાય છે. દંભી પ્રાણીઓનું વર્તન અંદર અને બહાર જુદું જ હોય છે. એક મનુષ્ય સાથે વૈર હોય છતાં સ્વાર્થની સાધના માટે સુંદર વચનો વડે તે મનુષ્યનું આકર્ષણ કરી સાધ્યને સાધિત કરનારા અનેક મનુષ્યો જગતમાં દષ્ટિગોચર થાય છે. દંભવૃત્તિવાળા મનુષ્યના હૃદયમાં અન્યને માટે હિતબુદ્ધિ ટકી શકતી નથી. અન્યાયપાર્જિત ધન, પરસ્ત્રીની સાથે કામવાસનાની તૃપ્તિ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાતવડે સ્વાર્થસિદ્ધતા-આ સર્વનું કારણ માયા-દંભવૃત્તિ છે. સિંદૂરપ્રકરણમાં કહેલું છે કે, विधाय मायां विविधैरुपायैः परस्ययेवंचनमा चरंति । ते वंचयंति त्रिदिवापवर्ग सुखान्महामोहसरवास्वमेवा ॥ વિવિધ ઉપાય વડે માયા કરીને જ પરને ઠગે છે તેઓ વાસ્તવિક રીતે પિતાને ભવિષ્યમાં પ્રાપ્ત થતા સ્વર્ગ અને મેક્ષના સુખને ઠગે છે. ભકષાય—મી. એટલે કહે છે કે, . Ambition is a lust that is never quenched; grows more inflamed and madder if enjoyed. લોભ કદી તૃપ્ત થતી નથી, તેને પ્રસાર આપવાથી તે વધારે પ્રબળ અને ઉન્મત્ત બને છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [ ૭૩ ] સૂત્રમાં કહ્યું છે કે નટ્ટા છાટ્ટો સદ્દા એટો ાાટોદો પટ્ટુ– જેમ જેમ લાભ થતા જાય છે તેમ તેમ લાભના થેાભ રહેતા નથી', જ્યાં સુધી આત્મામાં સ ંતાવૃત્તિને પ્રાદુર્ભાવ થયેલા નથી ત્યાં સુધી પંદર રૂપીઆના પગારવાળા માણસ સા રૂપીઆની નેકરીના પગારની ઈચ્છા ધરાવતા હાય છે, સો રૂપીઆની મુડીવાળા મનુષ્ય દસ હજારની મુડી એકઠી કરવા પ્રત્નશીલ હેાય છે, દશ હજારની મુડીથી અતૃપ્ત પ્રાણી એક લક્ષ પ્રાપ્ત કરવાને, લક્ષાધિપતિ કરોડપતિ થવાને, કરોડપતિ રાજ્યાસન પામવાને, રાજા ચક્રવર્તિ બનવાને, અને ચક્રવતિ ઇંદ્રત્વ મેળવવાને અસંતુષ્ટપણે અભિલાષાઓ નિરંતર કરે છે. ધન પ્રાપ્તિને માટે ઇચ્છાએ પ્રબળપણે ઉત્પન્ન થતી જાય છે. ગમે તે રીતે ધન પ્રાપ્ત કરવું એજ સાધ્યબિંદુ હોવાથી અનેકશઃ સમુદ્રયાત્રા કરે છે, કૃપણ સ્વામીએની પણ આ અર્થાભિલાષિએ ગુલામી કરે છે, અને છેવટે લાભ રૂપ. મહાસાગરમાં મેળા મૃત્યુને આધીન બને છે. ઈચ્છાની લગામ જ્યારે છૂટી જાય છે ત્યારે તે આકાશના છેડાની જેમ અંત વગરની બનતી જાય છે. જેમ સરાવલું નીચેથી અડધા ઇંચનુ માત્ર હાય છે તે ઉપર જતાં વધતુ જાય છે અને એ ઇંચ ઉપર ષ્ટિ કરીએ ત્યાં તે સાત આ· ઈંચ જેટલું વધી જાય છે, તેમ ઇચ્છા શરૂઆતમાં ઘણી જ ઘેાડી હાય છે, પણ તેને જરા પ્રસાર મળતા તે એવડી ચાવડી આઠગણી કૂદકે ને ભૂસકે વધી જાય છે. * ક્રોધ, માન, માયા અને લેાલરૂપ ચાર કષાય મેાહનીય કે જે આત્માની સાથેના સબંધમાં નિર ંતર શત્રુપણાનું કામ કરી રહેલા છે તેમના સામે મુમુક્ષુ પ્રાણીએ ક્ષમા, મૃદુતા, આવ અને સતાષવૃત્તિ રૂપ ચાર પડવાળુ બખ્તર પહેરી સજ્જ રહેવુ જોઇએ. આ કા માટે ખરેખરા આત્મબળની આવશ્યકતા છે. હાસ્યાદિ નવ નાકષાય આ ચારે કષાયના સહચારી છે. અર્થાત્ કષાયને ઉત્પન્ન થવાના કારણ તરીકે રહેલાં છે. હવે મિથ્યાત્વ મેાહનીય Page #73 -------------------------------------------------------------------------- ________________ [૩૪] જૈન દર્શન મીમાંસા અને સમ્યક્ત્વ મોહનીયનું સ્વરૂપ દર્શન કરવાને માટે સમ્યક્ત્વ શું છે તેની પર્યાચના કરીએ. કહ્યું છે કે – दसण भट्ठो भठ्ठो दंसण भट्ठस्य नथिथ निव्वाणं । सिझंति चरणरहिआ दंसणरहिआ न सिझंति ॥ સમ્યકત્વથી ભ્રષ્ટ પ્રાણી સર્વથી ભ્રષ્ટ છે, કેમકે સમ્યકત્વ રહિત પ્રાણીને કદાપિ મોક્ષ નથી. દ્રવ્ય ચારિત્ર લીધા વગરના પ્રાણુઓ મુક્તિ પામેલા છે, પરંતુ સમ્યકત્વ રહિત પ્રાણીઓ કદાપિ મુક્તિ પામ્યા નથી.” સમ્યકત્વનું સ્વરૂપ અને તેને ઉત્પત્તિ કમ સમ્યકત્વનું મૂળ સ્વરૂપ પુરુષાર્થ સિદ્ધયુપાયમાં નીચે પ્રમાણે કહેવામાં આવેલું છે. जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्तव्यं । श्रद्धानविपरीताभिनिवेश विविक्तमात्मरूपंतत् ।। “જીવ અને અછવાદિ વાસ્તવિક પદાર્થોનું સર્વથા વિપરીત–-હઠાગ્રહ રહિત શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ કહેવાય છે અને તે આત્માનું સ્વરૂપ માત્ર છે. સર્વજ્ઞ કથિત તો શ્રદ્ધારૂપે તદ્દન સત્ય છે એવી આત્મામાં પ્રતીતિ થવી, તે વ્યવહાર સમ્યકત્વ અને આત્મા અને જડના ભેદ જ્ઞાન વડે વિચાર અને નિર્ણયપૂર્વક તત્ત્વ પ્રતીતિ થવી તે નિશ્ચય સમ્યકત્વ કહેવાય છે. તેની ઉત્પત્તિ બે પ્રકારથી થાય છે. નિસ અને મધામ, સહજ વિચાર કરવાથી આમપ્રતીતિ થાય તે નિસર્ગ અને કઈ મહામાના ઉપદેશ વડે આત્મજાગૃતિ થાય તે અધિગમ. જ્યાં સુધી સમ્યકત્વનો અભાવ છે ત્યાં સુધી તાવ અને કુતત્ત્વને વિવેક દૂર રહે છે. સમ્યગુદર્શન વગરના પ્રાણીઓ મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય આ ત્રણ કર્મપ્રકૃતિથી પરાભવ પામે છે. અનંતાનુબંધિ ક્રોધ, માન. માયા, લેભ અને આ ત્રણ મેહનીય એકંદરે સાત પ્રકૃતિનો ક્ષયઉપશમ હોય તે જ સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યકત્વ ત્રણ પ્રકારે આ રીતે છે. ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાપશમિક. પૂર્વોક્ત સાત Page #74 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [૩૫] પ્રકૃતિને ક્ષય કરે તો ક્ષાયિક. અંતમુહૂર્ત જેટલા કાળમાં તેમાંથી થોડીક ક્ષય કરે અને બાકીની પ્રકૃતિને અનુદયપણે રાખે તે ક્ષપથમિક સમ્યકત્વ પ્રાપ્ત થયું કહેવાય છે. અંતર્મુહૂર્ત માત્ર સમ્યકત્વ ગુણ જે આત્માને ફરસેલે છે, તે અર્ધપુલપરાવતે જે જૈન પરિભાષાનો કાળ છે તેટલા વખતની વધારેમાં વધારે મર્યાદામાં અવશ્ય મુક્તિ પામે છે. અર્થાત મિથ્યાવરૂપ કૃષ્ણ પક્ષ દૂર થવાથી અને સમ્યફવરૂપ શુકલપક્ષને ઉદય થવાથી અનુક્રમે મોક્ષરૂપ પૂર્ણ ચંદ્રની કલા પ્રકાશે છે. સમ્યકત્વને કમ આ પ્રકારે છે. મેહનીય કર્મની વધારેમાં વધારે સીતેર કોડાઢોડિ સાગરોપમની સ્થિતિ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયની ત્રીશ કોડાકોડી છે. નામ અને ગોત્રની વીશ કોડાકોડી છે, અને આયુષ્યની તેત્રીશ સાગરોપમની છે. આ સર્વ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી દરેકની માત્ર એક કોડાકોડી સાગરોપમ સ્થિતિ કરતાં ઓછી રહે અને બાકીની સ્થિતિને ક્ષય થયેલે હેય—એવા પરિણામ વડે આત્માએ યથાપ્રવૃત્તિકરણ ય્ કહેવાય છે. ત્યાર પછી આત્મવીર્યને અધિક ઉલ્લાસ થવાથી તે ગ્રંથીને ભેદ કરવાની શરૂઆત કરે છે. તે વખતે આત્માના જે પરિણામ થાય છે, તે જૈન પરિભાષાએ અપૂર્વકરણ કહેવાય છે. ગ્રંથીને ભેદ કરતાં છેલ્લે અનિવૃત્તિકરણ કરે છે. તે વખતે સમ્યકત્વરૂપ આત્માના નિર્મળ પરિણામને આત્મા પિતાની સન્મુખ હાજર થયેલે જુએ છે. અનિવૃત્તિકરણ કર્યા પછી અંતકરણ કરે છે. તે વખતે મેહનીય કર્મના ત્રણ પુંજ કરે છે તન અશુદ્ધ, અર્ધશુદ્ધ અને શુદ્ધ. મિથાવજનિત આ પુદ્ગલોને જે તે વખતે ક્ષય કરે છે તે ક્ષાયિક અને ક્ષયોપશમ કરે છે તે ક્ષાપથમિક અને માત્ર ઉપશમ કરે તો ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વ ક્ષીણ થયેલું ન હોય ત્યાં સુધી જ નિશ્ચયપણે ત્રણ પુંજવાળા હોય છે, મિથ્યાત્વને ક્ષય થતાં બે પુજવાળા હોય છે, મિશ્રને ક્ષય થતાં એક પુંજવાળા હોય છે અને સમ્યકત્વ મેહનીય ક્ષય થતાં ક્ષાયિક સમ્યક વધારી થાય છે. અશુદ્ધ, Page #75 -------------------------------------------------------------------------- ________________ જેના દર્શન મીમાંસા અર્ધશુદ્ધ અને શુદ્ધ એ ત્રણ પુજે મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મોહનીય, સમ્યકત્વ મેહનીયરૂપે કહેવામાં આવેલા છે. ગ્રંથી એ મેહનીયકર્મના તીવ્ર પરમાણુઓને સંચય છે. અને પૂર્વોક્ત કારણે એ આત્માના ભિન્ન ભિન્ન અવસ્થાના પરિણમે છે. સમ્યકત્વના ઉત્પત્તિક્રમના ભેદમાં આચાર્યોના મત ભિન્નભિન્ન રીતે વર્તે છે. ક્ષાયિક સમ્યકત્વ કર્મને ક્ષયથી, ઉત્પન્ન થયેલું હોવાથી પ્રાપ્ત સમ્યકત્વને અભાવ થતો જ નથી. ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરેલ પ્રાણી પ્રમાદવશ બને છે, તો તેથી ચુત થાય છે, અને કર્મની મેટી સ્થિતિના વમળમાં પડે છે. સમ્યકત્વના અનેક પ્રકારે છે. પુગલિક અને અપુલિકા મિથ્યાત્વ સ્વભાવ ગયેલ હોય અને સમ્યકત્વ મેહનીય પુંજમાં રહેલા પુલને વેદવારૂપ ક્ષય પશમ પ્રાપ્ત થાય તે પૌલિક સમ્યકત્ર કહેવાય છે અને સર્વથા મિથ્યાત્વ મિશ્ર તથા સમ્યકત્વ મોહનીય પુજના પુદ્ગલેને ક્ષય થવાથી ક્ષાયિક તથા ઉપશમથી ઉત્પન્ન થયેલ જે માત્ર જીવ પરિણામરૂપ–પરામિક સમ્યકત્વ તે અપુદ્ગલિક કહેવાય છે અર્થાત પુદ્ગલેનું વદન સ્વરૂપ તે પુગલિક સમ્યકત્વ, અને જે જીવના પરિણામ તે અપુૌલિક સમ્યકત્વ કહેવાય છે. સાસ્વાદન અને ઉપશમિક સમ્યકત્વ ભવસ્થિતિ પર્યત આત્માને વધારેમાં વધારે પાંચ વખત થાય છે. વેદક અને ક્ષાયિક સમ્યકત્વ એક જ વખત હોય છે અને ક્ષાયોપથમિક સમ્યકૃત્વ અસંખ્ય વાર હોય છે. આ સમ્યકત્વના આઠ અંગ છે. જેમ આઠ સ્તંભવાળા પ્રાસાદમાં ટકી શકવાની સ્થિતિ રહેલી છે તેમ અષ્ટાંગવડે સમ્યકત્વ ટકી રહે છે, તેના નામ નીચે પ્રમાણે ( નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગૂહન, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. સર્વજ્ઞકથિત અનેકાંત સ્વભાવરૂપ તો સત્ય છે કે અસત્ય છે તેવી શંકા નહીં કરવી તે નિઃશંકિત નામે પ્રથમ અંગ છે. સમ્યકત્વધારી જીવે ઈહલોક અથવા પરલેક સંબંધી પુણ્યના ફલેની આકાંક્ષાથી રહિત રહેવું તે નિઃકાંક્ષિત નામે દ્વિતીય અંગ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [૩૭] ભુખ તૃષા શીત ઉષ્ણાદિ ભાવોમાં તથા વિષ્ટાદિક પદાર્થોમાં, ગ્લાનિને અભાવ તે નિવિચિકિત્સારૂપ તૃતીય અંગ છે. અશુદ્ધ દેવ, ગુરૂ અને શાસ્ત્રોને વિષે સમ્યકત્વવાન પુરૂષે મૂઢ દષ્ટિપણુથી રહિત રહેવું તે અમૂઢદષ્ટિવ નામે ચતુર્ભાગ છે. અન્યના ગુણને પ્રકટ કરી દેષનું અપ્રસિદ્ધપણું રાખવાની વૃત્તિ તે ઉપગૂહનરૂપ પંચમાંગ છે. કામ ક્રોધ મદ લેભાદિ વડે ધર્મમાર્ગથી ચુત થતા સ્વને અથવા પરને યુક્તિઓ વડે ધર્મમાં સ્થિર કરવું તે સ્થિરીકરણરૂપ પકાંગ છે. મહાત્માઓની સાથે પરમ પ્રીતિ રાખવી તે વાત્સલ્ય નામક સપ્તમાંગ છે અને દાન તપશ્વરણ જિનપૂજનાદિ ચમત્કાર વડે જિન ધર્મને પ્રભાવના યુક્ત કરે તે પ્રભાવને નામે અછમાંગ છે. સમ્યકત્વની પ્રાપ્તિ પછી આ આઠ અંગાવડે આભારૂપ પ્રાસાદને ટકાવી રાખવો જોઈએ. સમ્યકત્વના બધા મળી શુદ્ધિ, લિંગ, જયણું વગેરે સડસઠ ભેદ છે, તેને વિસ્તાર શાસ્ત્રમાં વિસ્તૃતપણે પ્રતિપાદન થયેલ છે. આવા પ્રકારના સમ્યકત્વને ન પામવા દેનાર કર્મ તે મિથ્યાત્વે મેહનીયાદિ ત્રણ મિહનીય કર્મના વિભાગો છે. સમ્યક્ત્વ એ આત્માના શાસ્ત્રોક્ત રીતિએ શ્રદ્ધાન ગુણનું પ્રકટવું તે છે. અંતરાય કર્મ: અંતરાય કર્મના પાંચ ભેદ છે. દાન, લાભ, બેગ, ઉપભોગ, અને વીર્ય દાનના પણ પાંચ પ્રકારે છે. અભયદાન, અનુકંપાદાન, સુપાત્રદાન, કીર્તિદાન અને ઊચિતદાન. કરડે રૂપીઆની મિલકત હોવા છતાં અમુક પ્રાણી દાન આપી શકતો નથી, તે દાનાંતરાયના કર્મને ઉદય છે. અનેક મહેનત કરતાં અમુક પ્રાણી ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિથી બેનસીબ રહે છે તે લાભાંતરાય. સુકેમળ શયા અને સુંદર સ્ત્રી પાસે હોવા છતાં ઉપભોગ કરવાની અશકિત તે ઉપભેગાંતરાય. પુષ્પ વગેરે એકવાર ભોગવવામાં આવે તે વસ્તુનું ભોગથી રહિત હોવાપણું તે ભેગાંતરાય અને શક્તિ હોવા છતાં ફેરવી શકવાના સંજોગોને અભાવ, તે વર્યા રાય છે. અંતરાયકર્મના ઉદયે મમ્મણે Page #77 -------------------------------------------------------------------------- ________________ [૩૮] જૈન દર્શન મીમાંસા શેઠ પોતાની મિલકતને તથા સુંદર ખાનપાનને ભોગ કરી શક્યા નહોતો. શ્રી ઋષભદેવજીને પણ વર્ષ પર્યત આહાર મળી શક્યો નહોતો. આ કર્મને સ્વભાવ રાજાના ભંડારી તુલ્ય કહેલો છે, જેથી તે આત્માને ઈષ્ટ પ્રાપ્તિમાં વચ્ચે પડે છે. નામકર્મ – નામકર્મ તે એક ચિતારા સમાન છે. ચિતાર જેમ ચિત્રને અનેક રંગે પુરીને જુદા જુદા રૂપે ચીતરી બતાવે છે તેમ નામકર્મ આત્માને વિચિત્ર રૂપ આપ્યા કરે છે. આ કર્મ એકસે ત્રણ પ્રકારે છે. આ કર્મવડે કઈ પ્રાણું ઔદારિક શરીરવાળા, કોઈ વૈક્રિય શરીરવાળા, કોઈ વજસભ નારાચ સંઘયણવાળા, કોઈ સેવાર્ત, વામન અથવા હુંડક સંસ્થાનવાળા બને છે. આ કર્મવડે કઈ પ્રાણી નારકી બને છે, કઈ દેવપણે ઉત્પન્ન થાય છે, કોઈ મૃગ, સિહ, પક્ષી, સર્પ, ગાય, ભેંસ ઈત્યાદિ રૂપે ચિત્રપટમાં દાખલ થાય છે. નામકર્મ રૂપ ચિત્રકારની બાહોશ પીંછીથી યોગ્યતા પ્રમાણે પ્રાણીઓનું ચિત્ર આ પ્રકારે સંસારપટ પર રંગબેરંગી બને છે. ગોત્રકર્મ:– આ કર્મ બે પ્રકારે છે. ઉચ્ચ અને નીચ. કુળને ભદ કરવાથી પ્રાણી નીચ ગોત્રકર્મ ઉપાર્જન કરે છે અને નીચત્વ પામવાથી ધર્મપ્રાપ્તિથી દૂર રહે છે. શ્રીમદ્ વીરવિજયજી મહારાજ પૂજામાં કહે છે કે- ઘી ભરિયે ઘટ એક મેં, બીજે મદિરા છાર; ઉચ્ચ નીચ નેત્રે કરી, ભરીએ આ સંસાર. - જેમ એક ઘતથી ભરેલ ઘટ દુનિયામાં સત્કારને પાત્ર છે અને મદિરાથી ભરેલ ઘટ તિરસ્કારને પાત્ર છે–તેમ જ ઉચ્ચ અને નીચ ગેત્રીય પ્રાણું સન્માન અને ધિક્કારને પાત્ર બને છે. નીચ ગોત્રવાળા પ્રાણીઓ જવલ્લે જ ધર્મ પામી શકે છે, કેમકે ઉચ્ચ ગોત્રવાળા પ્રાણીએને ધર્મ એ કુલઝમાગત હોવાથી સહજ અંગીકૃત થયેલું હોય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ કવ્યાનુગ [૩૯] વેદનીયકર્મ: આ કર્મ બે પ્રકારે છે. માતા અને અસાતા. સાતાવડે પ્રાણીઓને પૌલિક સુખોને ઉપભોગ પ્રાપ્ત થાય છે. વ્યાધિ, ચિંતા, ઈષ્ટવિયેગ અને અનિષ્ટ સંયોગ, એ અસાતા વેદનીય ઉદય છે. સાતવેદનીયના સુખમાં મગ્ન થઈ પ્રાણીઓ આત્મભાન ભૂલી જાય છે, તેવું ઘણે દરજે બને છે. પરંતુ તેઓ વિચારતા નથી કે તે વાસ્તવિક સુખ નથી, માત્ર આરેપિત સુખ છે. પાછળ અસાતા રહેલી જ છે. સાતાવેદનીય પ્રાપ્ત થયા પછી પૌલિક સુખમાં નિમગ્ન નહિ થતાં આત્મનિરીક્ષણ સદા કરતા રહેવું એ કર્મની મુક્તિને સરલ ઉપાય છે. આ કર્મ તરવારની ધાર ઉપર રહેલા મધ સરખું છે. આયુષ્યકર્મ: આ કર્મ એક બેડી તુલ્ય છે. તે ચાર પ્રકારે છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. કર્મને વશ થયેલા જીવરૂપ ગુન્હેગારને નારકી અને તિર્યંચનું આયુષ્ય લેહથી ઘડેલી બેડી તુલ્ય છે અને મનુષ્ય અને દેવતાનું આવ્યુય સુવર્ણથી ઘડેલી બેડી સદશ છે. જેમ અમુક મુદત સુધી શિક્ષામાં મુકરર થયેલા કેદીને તે મુદત પૂરી થયા સિવાય મુક્ત થવાતું નથી તેમ આયુષ્યની મર્યાદા પૂરી થયા સિવાય પ્રાણી અન્ય જન્મમાં સંક્રમણ કરી શકતો નથી. દેખવામાં આવે છે કે ઘણા પ્રાણીઓ કે જેઓ વ્યાધિ, ઈષ્ટવિયોગ અને અનિષ્ટ ગાદિ અનેક સંજોગોમાં સપડાયેલા હોવાથી આ સંસારમાં પિતાનું મૃત્યુ જલ્દી થાય એમ ઈરછે છે. પરંતુ તેઓ જલ્દી મરી જતાં નથી. કેમકે આયુષ્યની મર્યાદા તેમની દીર્ઘ હોય છે. તે ગમે તેટલી ઈચ્છા થતાં હસ્ત થતી નથી, - જ્યારે અનેક પૌલિક સુખમાં એશઆરામ કરનારા પ્રાણીઓ પૂર્વપુણ્ય ગે અખૂટ ધનપ્રાપ્તિ, વહાલી પ્રિયા અને ઈષ્ટ સંતતિ, આદિ અનેક આરેપિત સુખી સંજોગો પ્રાપ્ત થયેલા હોવાથી આ દુનિયામાં પિોતે લાંબા આયુષ્યવડે દીર્ધકાલીન સુખ ભોગવે તેવું ઈચ્છે છે. છતાં Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] જૈન દર્શન સીમાંસા આયુષ્યની મર્યાદા ટૂંકી હાવાથી પોતાને વહાલા પૌદ્ગલિક સુખાને અમુક્ત સ્થિતિમાં જ તજવા પડે છે અને આયુષ્ય મર્યાદાના વેગને આધીન થવુ પડે છે. આ ક દરેકને પૂર્વભવમાં જ બંધાય છે. શ્રેણિક રાજા કે જેએ વીર પ્રભુના પરમભક્ત હતા તેઓએ તદ્ભવે તીર્થંકર નામક ઉપાર્જન કરેલું હોવા છતાં આયુષ્યસ્થિતિ પ્રથમ નિર્ણીત થઈ ગયેલી હોવાથી નારકીમાં ઉત્પન્ન થવું પડ્યું છે. પૂર્વોક્ત પ્રકારે અવિધ કર્મીની કુલ મળીને એકસો અઠ્ઠાવન પ્રકૃતિપ્રકાર છે. આ પ્રકૃતિ એ પ્રકારની છે. શુભ અને અશુભ. શુભ ક્રિયાએ કરવાથી આત્માને શુભ પ્રકૃતિ બંધ થાય છે; તેથી મનુષ્ય જન્મ, દેવભવ, પંચેંદ્રિય સંપૂર્ણતા, જગતને સુંદર લાગતા પૌલિક સુખાના યોગ તથા સદ્ગુરુ યાગ, સાસ્ત્ર શ્રવણ, આદિ પ્રાપ્ત થાય છે. અશુભ કાર્યો કરવાથી અશુભ પ્રકૃતિબંધ થાય છે. જેથી તિય ચપણ, નારકીપણ, અસાતાવેદનીય, કષાયની ઉત્પત્તિ, વ્યાધિ અને જે જે અસુંદર યોગા દુનિયાની દૃષ્ટિએ રહેલા છે તેમના ચેગ પ્રાપ્ત થાય છે. આ રીતે શુભાશુભ ક પ્રકૃતિએ આત્માના અધ્યવસાય પ્રમાણે આત્મા સાથે એકત્ર થઈ સુખ અને દુ:ખના અનુભવેાને કરાવતી ચેારાશી લાખ વયોનિમાં આત્માને ભ્રમણ કરાવે છે. પૂર્વોક્ત ક પ્રકૃતિને આત્મા સાથે કેવા સ્વરૂપમાં બંધ થાય છે તેનુ જરા અવલેાકન કરીએ. અષ્ટવિધ કર્માંની ભિન્ન ભિન્ન પ્રકૃતિએ જ્યારે આત્મા સાથે જોડાય છે ત્યારે ચાર પ્રકારને ખંધ પાડે છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. સ્ć અને મરીના બનાવેલા એક ધૃતમિશ્રિત લાડુ છે. જેમ તે લાડુના સ્વભાવ શરીરમાં રહેલા વાયુને હણવાના છે તેમ જ એક કળીના લાડુ છે તે જેમ પિત્તશમન કરનાર હોય છે, તેમ કાઈ ક પ્રકૃતિના સ્વભાવ જ્ઞાનને આવરણ કરનાર હેાય છે, તે કાઇ સભ્ય તો રાધક હોય છે. કાઇ પ્રકૃતિને દુનિયામાં પ્રાણીઓને રંક બનાધવાના તા કાને ચક્રવર્તી બનાવવાના સ્વભાવ હોય છે. તે પ્રકૃતિ ધ કહેવાય છે. જેમ કાઇ લાડુ પેાતાનામાં રહેલા આછા વધતા ઘીના Page #80 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [ ૪૧ ] પ્રમાણમાં દશ પંદર દિવસે અથવા એક માસ પછી સ્નિગ્ધતા રહિત થાય છે. તેમ કઈ પ્રકૃતિ યાજજીવ સુધી, કોઈ એક માસ, ચાર ભાસ, વર્ષ સુધી રહી ભેગવાશે તે સ્થિતિબંધ. કેઈ લાડુ અંદર ધૃતની દષ્ટિએ જેમ એક મણિક, અર્ધ મણિક અથવા દશ શેરી હોય છે તેમ પ્રકૃતિઓમાં કોઈ પ્રદેશ ઉદયથી ભગવાય છે અને કોઈ વિપાક ઉદયથી ભગવાય છે. કેઈમાં ઘણી તીવ્રતા હોય છે અને કેાઈમાં ઘણી મૃદુતા પણ હેાય છે, તે રસબંધ. જેમ મમરા ગોળના લાડુમાં એક મમરા કપીએ અને દાળીયાના લાડુમાં એંશી દાળીયા કલ્પીએ તેમ કર્મ પ્રકૃતિના પરમાણુઓ લાખોની સંખ્યાવાળા, સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા હોય છે. આ પ્રદેશબંધ કહેવાય છે. પ્રસ્તુત દષ્ટાંત અને દાસ્કૃતિક ભથે લાડુ અને આત્મા એ રીતે વિચારવાનું છે. આ પ્રકારે ચાર પ્રકારને કર્મબંધ પડે છે. અને કર્મ પરમાણુઓના રસની તીવ્રતા–મંદતા પ્રમાણે તે ઉદયમાં આવેથી તેને અવશ્ય ભોગવટો થાય છે. પ્રથમ આત્માના અશુભ અધ્યવસાય થાય છે, પછી આશ્રવનું સેવન કરે છે કે તરત જ કર્મપ્રકૃતિઓને યોગ્યતા પ્રમાણે બંધ પડે છે અને પછી તે પોતપોતાનો અબાધાકાળ પૂર્ણ થયે ઉદયમાં આવે છે. તે પ્રમાણે પ્રાણુ ભગવે છે, અને પુનઃ આશ્રોનું સેવન કરવાથી નવાં નવાં કર્મોન બંધ પડતો જાય છે. આ ક્રમથી સંસારચક્ર અનાદિકાળથી ગતિમાન થઈ રહેલું છે. આત્માને વિકાસક્રમ દર્શાવનાર ગુણસ્થાનકે : જૈન દર્શન આત્માના અધ્યવસાયના વિકાસક્રમના ચોદ વિભાગ પાડી ચતુર્દશ ગુણસ્થાનક એવા નામથી અંકિત થયેલું છે. જેમ જેમ પ્રાણું ઉચ્ચ ગુણસ્થાનકે ચડતો જાય છે તેમ તેમ આત્મ પરિણામ નિર્મલ થતા જાય છે. ચૌદમી ભૂમિકાને સ્પર્યા પછી સર્વ કર્મ પ્રકૃતિના બંધ, ઉદય અને ઉદીરણાને સત્તા સાથે ક્ષય થાય છે અને તત્વાર્થમાં કહ્યું છે તેમ વાક્ષારો' કર્મ માત્રને ક્ષય થયેલ હોવાથી સ્પષ્ટ છે કે આત્મા નિર્વાણપદ પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનકે એ આત્માના ગુણની ઉત્તરેત્તર વૃદ્ધિ છે. ગુણસ્થાનકથી Page #81 -------------------------------------------------------------------------- ________________ [૪૨] જૈન દર્શન મીમાંસા પ્રમાદાદિ કારણેવિડે યુત થવાનું બને છે, તે ઉન્નતિની પ્રગતિને રેધ થઈ અવનતિક્રમ ચાલુ થાય છે. ચૌદ ગુણસ્થાનકનાં નામ આ પ્રમાણે છે. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ સમ્યગદષ્ટિ, દેશ વિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સુકમ સં૫રાય, ઉપશાંત મેહ, ક્ષીણ મેહ, સગિ અને અગિ. કૃષ્ણપક્ષમાં ચંદ્રની જ્યોતિ વગર જેમ ચક્ષુવડે જોઈ શકાતું નથી તેમ મોહનીય કર્મના પ્રબળ ઉદયમાં વર્તતા પ્રાણુને–પોદ્ગલિક વસ્તુને “સ્વ” તરીકે આપણું કરનારને–આત્મા એ શું વસ્તુ છે, શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મને વિવેક શું છે, તેનું ભાન થઈ શકતું નથી. એવી સ્થિતિમાં વર્તનાર પ્રાણી મિથ્યાત્વ ગુણસ્થાનકસ્થિત કહેવાય છે. આ ગુણસ્થાનકે પૂર્વોક્ત સાત પ્રકૃતિને ક્ષય કે જે સમ્યફવ ખમવાને યોગ્ય છે તે થયેલું હોતું નથી એકેંદ્રિયથી પચેંદ્રિય સુધીના સમ્યત્વ વગરના સર્વ પ્રાણિમાત્ર આ પહેલે ગુણસ્થાનકે હોય છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ પ્રાણ જ્યારે સમ્યક્ત્વ વમી નાંખે છે તે વખતે તેને રહેલે પૂર્વને સ્વાદ તે સાસ્વાદન નામે દિતીય ગુણસ્થાનક છે, તેને કાળ માત્ર છ આવલિ જેટલું છે. મિથ્યાત્વથી ઉપર ચડતાં પ્રાણીને આ ગુણસ્થાનક હોતું નથી, પરંતુ સમ્યકત્વથી પતિત થતા પ્રાણીને હેય છે. પૂર્વ દર્શિત દર્શન મોહનીયના ત્રણ પુંજ અશુદ્ધ, અર્ધ શુદ્ધ અને શુદ્ધ કે જે અંતરુકરણ કરતી વેળાએ પ્રાણું કરે છે તે વખતે મિશ્રમોહનીયરૂપ અર્ધ શુદ્ધ પુજમાં રહેલાં પ્રાણી એમ વિચારે છે કે આ સર્વજ્ઞકથિત તત્ત્વ સત્ય હશે કિંવા અસત્ય હશે તેની કાંઈ ચક્કસ પ્રતીતિ થતી નથી, માટે સર્વજ્ઞકથિત અને અન્ય દર્શનગત બંને તેમાં સમભાવ રાખવો ઘટે છે. તેથી બંને ઉપર શ્રદ્ધા રાખી રહેવું, એવી જાતના પરિણામવાળો આત્મા મિશ્રગુણસ્થાનકે ગણાય છે. - વ્યવહારથી શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા અને નિશ્ચયથી તનું યથાર્થ જાણપણું. અને તેથી ઉતપન્ન થયેલી શ્રદ્ધા તે સમ્યકત્વ Page #82 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [૪૩] દષ્ટિ અવિરત ગુણસ્થાનકને વિષે વર્તતા પ્રાણીને હોય છે. જેને જૈન દર્શનમાં રત્નત્રય કહેવામાં આવેલ છે. તેમાંનું એક (સમ્યનું દર્શન) આત્માને, આ ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકમાં વર્તતા પ્રાણીએ પ્રથમ આયુષ્યને બંધ ન પાડેલ હોય અને મૃત્યુ પામે છે તે વૈમાનિક દેવની ગતિ અવશ્ય પ્રાપ્ત કરે છે. હવે પંચમ ગુણસ્થાનકે આત્મા સ્વગુણરૂપ વાડીને વ્રતરૂપ વાડથી રક્ષણ કરે છે. કોઈ પણ જાતનું સદાચરણ આત્મસંયમન પછી તે ઈદ્રિયના નિગ્રહની અપેક્ષાવાળું હોય, કષાયને કાબૂમાં લાવવાની સ્થિતિવાળું હોય, અથવા નવકારસીથી લઈને ઉપવાસ પર્યત તપશ્ચરણ કરાવનારૂં હોય તે અત્ર પ્રકટે છે. જે જે વ્રતો ભાવપુર:સર આત્મા અંગીકાર કરે છે અને તેનું યથાર્થ પાલન કરે છે, તે પંચમ દેશવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. દેવોમાં વ્રત પાલન યોગ્ય શક્તિનો અભાવ હોવાથી ગમે તેવી ઉચ્ચ સ્થિતિવાળા હોવા છતાં વધારેમાં વધારે ચતુર્થ ગુણસ્થાનક ઉપર રહેલા હોય છે. આમ હેવાથી દેશવિરતિધર શ્રાવકે દેવોને પણ વંદનીય છે. અહીં ધર્મધ્યાન શરૂ થાય છે. સર્વવિરતિ પ્રમત ગુણસ્થાનક ભાવસાધુને હોય છે. સાધુના વેશ માત્રથી તે ગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી, પરંતુ સર્વ આરંભથી નિવૃત્તિ થવાના આત્મપરિણામ પ્રકટ થાય તે જ પ્રાપ્ત થઈ શકે છે. મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રા એ પાંચ પ્રમાદ છે. તેમાં જે અંતમુહૂર્તથી વધારે વાર રહે તે છઠ્ઠા ગુણસ્થાનકથી નીચે ઊતરે છે, નહિ તે સાતમા ગુણસ્થાનકમાં પ્રાણી ખૂલ્યા કરે છે. આ ગુણસ્થાનકની સ્થિતિ વધારેમાં વધારે દેશઊણ પૂર્વકેટી વર્ષની છે આઠમું, નવમું, દશમું અને અગ્યારમું એ ચાર ગુણસ્થાનકે અંતર મુહૂર્તની સ્થિતિવાળા છે. અત્ર આઠમેથી પ્રાણી આભાના અધ્યવસાય રૂપ બે પ્રકારની શ્રેણિ ભાડે છે. ઉપશમ અને ક્ષપક. જે કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તે. ક્ષપકશ્રેણિ અને અગ્યારમે ગુણસ્થાનકેથી પતિત પરિણમી થવાને હેય ઉપશમ શ્રેણિની શરૂઆત કરે છે. અહીં આઠમેથી શુકલ ધ્યાનની શરૂઆત છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ [૪૪] જૈન દર્શન મીમાંસા અગીયારમા ઉપશાંત મેહ ગુણસ્થાનકેથી જે મૃત્યુ પામે તે અનુત્તર વિમાનવાસી દેવ થાય છે. ક્ષપકશ્રેણિવાળો કર્મને ક્ષય કરતો જતો હેવાથી દશમે ગુણસ્થાનકેથી ઉપશાંત મેહ ઉપર નહીં આવતાં ક્ષીણ મેહ રૂપ બારમે ગુણસ્થાનકે આવે છે, અને તેને અંતે કૈવલ્ય પ્રાપ્ત કરે છે. શુકલધ્યાનના ચાર પાયા પૈકી બીજા પાયાના ધ્યાનથી વિરમ્યા પછી શાંતિમાં કેવળજ્ઞાન પામે છે. ત્યાર પછી તેમા સયોગી ગુણસ્થાનકમાં કૈવલ્યપણે પિતાના આયુષ્ય સ્થિતિ પર્યત વિચરે છે. જ્યારે આયુષ્ય નજીકમાં પૂર્ણ થવાનું હોય છે ત્યારે તેરમાને અંતે બાદર મન વચન કાયાના નિરોધરૂપ તૃતીય શુકલધ્યાનના ભેદને આચરે છે. તુરત જ ચૌદમું અગી યાને શૈલેશીકરણ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. જે વખતે શુકલધ્યાનના ચતુર્થ પાદરૂપ સૂક્ષ્મ મન વચન કાયાને વ્યાપારને નિરોધ કરી ગરૂટ્સ નો ઉચ્ચાર કરીએ તેટલા સમયમાં દેહમાંથી આભા જુદે પડી ચૌદ રાજલેકને અંતે વાસ કરે છે. ત્યાં સ્ફટિક રત્નમય સિદ્ધશિલા જે અનાદિ કાળથી વિદ્યમાન છે ત્યાં જઈને સ્થિર થાય છે. ધર્માસ્તિકાય ચૌદ રાજલોક સુધી હોવાથી આમા આગળ ગતિ કરી શકતો નથી. કેમકે કમરૂપ ભારથી આમાં હલકે થવાથી જળતું બની પેઠે તેની ગતિ ઉર્થ થાય છે. સિદ્ધશિલા ઉપર શાશ્વતપણે રહેલે તે આત્મા કેવળજ્ઞાનવડે જગતના રૂપી અને અરૂપી સર્વ પદાર્થોને હાથમાં રહેલા નિર્મળ જળની પેઠે જાણે છે અને જુએ છે. આ ગુણસ્થાનકે ઉપર જેમ જેમ પ્રાણું આગળ વધતો જાય છે તેમ તેમ કમ પ્રકૃતિઓ કે જે કુલ મળી સંખ્યામાં એક અઠ્ઠાવન છે તે ઓછી થતી જાય છે. તેને માટે શાસ્ત્રમાં ઘણો જ વિસ્તાર છે. ચૌદમા ગુણસ્થાનકને અંતે કમ પ્રકૃતિ માત્રને ક્ષય થાય છે અને તે પ્રકૃતિએ નિબજ થયેલી હોવાથી પુનઃ પ્રાપ્તિનો અભાવ છે. સસ્તનય : - જૈન દર્શનમાં વસ્તુની વાસ્તવિક સિદ્ધિ કરવાને માટે નય, ભંગ, પ્રમાણ અને નિક્ષેપાદિ યુક્તિઓ પ્રતિપાદન કરેલી છે, કે જે યુક્તિઓ Page #84 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યાનુગ [૪૫] વડે ન્યાયપુર:સર વસ્તુ અને અવસ્તુનું તોલન થઈ શકે છે. શ્રદ્ધાળુ અને ભક્તજેને સિવાયના જેઓ તટસ્થ તરીકે ન્યાયથી દર્શનસિદ્ધિરૂપ કેસને સાબિત કરનારા છે, તેઓને નય ભંગાદિ મુખ્ય મુદ્દાઓ (Points) સિદ્ધિસાધક છે. पुराणं मानवो धर्मः मांगो वेदश्चिकित्सितं । आज्ञा सिद्धानि चत्वारि न हंतव्यानि हेतुभिः ।। એ ઉક્તિ જૈન દર્શનને પિતાની સિદ્ધિને માટે માન્ય નથી. એટલું જ નહીં પરંતુ જૈન દર્શનમાં જે જે તવોનું પ્રતિપાદન થયેલું છે તે સર્વ યુક્તિહીન અને ન્યાયવડે શૂન્ય નથી. સાત નયનાં નામે આ પ્રકારે છે. નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. કહ્યું છે કે જેટલા વચનના માગે છે તેટલા નય આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે, એમ કહી શકાય. જેટલા નયને વચન છે તેટલા એકાંત માનવાથી અન્ય મતે અપૂર્ણપણે ઉત્પન્ન થયેલા છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ પ્રમાણ દ્વારા એક ધર્મની મુખ્યતાથી જે અનુભવ કરાય તે નય કહેવાય છે. તેના મુખ્યત્વે બે ભેદ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્યની મુખ્યતાવડે પદાર્થને અનુભવ કરાવે તે કવ્યાર્થિક. તેના ત્રણ ભેદ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ રીતે છે. સંકલ્પ માત્રથી પદાર્થનું ગ્રહણું કરવું તે નૈગમ નય કહેવાય છે. જેમ કેઈ મનુષ્યની પાસે છુટાં છુટાં પુસ્તકનાં પાનાં પડેલાં છે તેને પુછવામાં આવે કે આ શું છે ? તે તે કહે કે એ ધર્મબિંદુ નામનું પુસ્તક છે. આ નય વડે છુટક પાનાંઓ વડે પુસ્તક તૈયાર થશે એવા પ્રકારની માન્યતા તે નૈગમનય છે. સામાન્યરૂપવડે પદાર્થનું ગ્રહણ તે સંગ્રહનય કહેવાય છે જેમકે વડુ લેસ્યાના સમુહરડે લેસ્થાનું ગ્રહણ થાય છે અને વડ દ્રવ્યના સમૂહવડે - ‘દ્રવ્ય” એવા નામથી ઓળખાય છે. સામાન્યરૂપવડે ગ્રહણ કરાયેલા વિષયને વિશેષરૂપપણે પ્રતિપાદન કરે તે વ્યવહારનય કહેવાય છે. જેમકે દ્રવ્યના છ ભેદ કરવા અથવા લેશ્યા વિગેરે સામાન્ય વસ્તુઓના પ્રકારે કરી બતાવવા તે. Page #85 -------------------------------------------------------------------------- ________________ - - , - -- --- - [૪૬ ] * . . જૈન દર્શન મીમાંસા પર્યાયાર્થિકનય તેને કહેવાય છે કે જે નવડે દ્રવ્યના સ્વરૂપથી ઉદાસીન થઈ (ગૌણુતાની કેટીમાં મૂકી) પર્યાયની મુખ્યતા વડે પદાર્થોને અનુભવ કરાય. તેના ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવ. ભૂત એમ ચાર ભેદ છે. જે નવડે વર્તમાન પર્યાય માત્રનું ગ્રહણ થાય તે જુસૂત્ર. જેમકે દેવને દેવ તરીકે અને મનુષ્યને મનુષ્ય તરીકે ગણના કરવી તે. વ્યાકરણના દેથી રહિત શબ્દની અશુદ્ધિ દૂર કરીને ભાષાવડે કથન કરવું તે શબ્દનય કહેવાય. પદાર્થની મુખ્ય તાવડે એક અર્થમાં આરૂઢ કરવું તે સમભિરૂઢ કહેવાય છે. જેમકે “અર7ીત : ” એવા વાક્ય વડે જે ગમન કરે તે ગાય કહેવાય છે. પરંતુ સુતી હોય અથવા બેઠી હોય ત્યારે પણ ગાય કહેવી તે સમભિરૂઢ નયને વિષય છે. વર્તમાન ક્રિયા જેવા પ્રકારની હોય તેવી જ કહેવી'તે એવંભૂત * નય કહેવાય છે. જેમકે ચાલતી હોય તે જ વખતે ગાય કહેવી પરંતુ સુતી અથવા બેઠી અવસ્થામાં ગાય નહીં કહેવી. - આ સાતે વડે વસ્તુમાત્રની સિદ્ધિ થઈ શકે તે તે વાસ્તવિક વસ્તુ છે. અન્યથા, પરસ્પર થી વિરૂદ્ધતા ભાસતી હોય તે તે વસ્તુ છતાં અવસ્તુ છે અર્થાત કાર્યસાધક થઈ શકતી નથી. આત્માને કર્મનું આવરણ હોવા છતાં આત્મા આત્મારૂપે વસ્તુતઃ રહે છે. આત્મા મટીને અનાત્મા જડ થઈ જતો નથી. તે દ્રવ્યાર્થિક નવડે સિદ્ધિ થઈ કહેવાય છે નારકી તિર્યંચ મનુષ્ય દેવતાદિ રૂપે અવતાર લે છે તે વડે આત્મસિદ્ધિ થઈ તે પર્યાયાર્થિક નયની અપેક્ષા વડે છે. આ બંને નયને બીજા નામે “નિશ્ચય” અને “વ્યવહાર” વડે પણ અળખાય છે. વસ્તુનું એક સ્વરૂપ બતાવવું હોય તો એક જ નયની સાપેક્ષપણે જરૂર છે વસ્તુની સર્વ સ્થિતિ બતાવવી હોય તો સાત નયની જરૂર છે પૂર્વકાલે જૈનદર્શનમાં સપ્તશતાર નામનું ચક્રાધ્યયન હતું. તેની અંદર એક એક નયના સો સો ભેદ કહેલા હતા. તે કેટલેક કાળે Page #86 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [૪૭] વિચ્છેદ ગયા. હાલમાં દ્વાદશાર નયચક મોજુદ છે. તેમાં દરેક નયના બાર બાર ભેદ દર્શાવી ચેરાસી ભેદ સમગ્ર દર્શાવેલા છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય ગ્રહણ કરીને વસ્તુની બે ચક્ષુઓ વડે બંને બાજુઓ જેવી તેનું જ નામ જૈનદર્શનમાં “સ્યાવાદ” અથવા “અનેકાંતવાદ' કહેવાય છે. પરંતુ એકાક્ષીપણું કરવું તે એકાંત વાદ કહેવાય છે. હવે યુકિચિત પ્રમાણોનું સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રમાણુક્રય: વસ્તુ સિદ્ધિ બે પ્રમાણુવડે થઈ શકે છે. પ્રત્યક્ષ અને પક્ષ. પ્રત્યક્ષના બે ભેદ છે-પારમાર્થિક પ્રત્યક્ષ અને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ. આત્મજ્ઞાનવડે જે જે પદાર્થો જણાય તે પારમાર્થિક પ્રત્યક્ષ અને ઇકિયાદિની સહાયતાથી જે જે વસ્તુઓનું જ્ઞાન થાય તે સાંવ્યાવહારિક પ્રત્યક્ષ. પારમાર્થિક પ્રત્યક્ષના પણ બે ભેદ છે–એક દેશપારમાર્થિક પ્રત્યક્ષ અને સર્વ દેશપારમાર્થિક પ્રત્યક્ષ. અવધિજ્ઞાન અને મનઃ પર્યાવજ્ઞાનવડે જે જે આત્મપ્રત્યક્ષ હોય તે પ્રથમ પ્રત્યક્ષ છે; કેવલજ્ઞાનવડે આત્મપ્રત્યક્ષ તે દ્વિતીય પ્રત્યક્ષ છે. સાંવ્યાવહારિક પ્રત્યક્ષ જે કે વ્યવહાર દષ્ટિએ પ્રત્યક્ષ કહેવાય છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ તે પક્ષ છે. કેમકે આ જ્ઞાનથી સ્પષ્ટ અને યથાર્થ જ્ઞાન થતું નથી. ચર્મચક્ષુવડે એક વસ્તુ દેખાતી હોય તે જ વસ્તુ પારમાર્થિક દૃષ્ટિએ જુદા જ પ્રકારની હેય છે. ચર્મચક્ષુવડે ખારની જમીન ઝાંઝવાના પાણું રૂપે લાગે છે, વસ્તુતઃ તે ખારની જમીન છે. એવી રીતે સાંવ્યવહારિક પ્રત્યક્ષ આત્મપ્રત્યક્ષ નહીં હોવાથી યથાર્થ અને ન્યાય હોઈ શકતું નથી. ઇક્રિયજન્ય જ્ઞાનના વિષયથી પદાર્થને સ્પષ્ટપણે જાણે તે પક્ષ પ્રમાણ છે. મતિ અથવા શ્રુતજ્ઞાનથી જે જે જણાય છે તે સર્વ પક્ષ પ્રમાણ ગર્ભિત જ્ઞાન છે, તે પાંચ પ્રકારે છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ પૂર્વકાળમાં જે પદાર્થનું જ્ઞાન થયેલું હોય તેને પુનઃ સ્મરણગોચર કરવું તે સ્મૃતિ. પૂર્વકાળની હકીકતને સ્મરણ કરી તે મુજબ પદાર્થને નિશ્ચય કરવો; જેમ એક વૃક્ષના નામ અને Page #87 -------------------------------------------------------------------------- ________________ [૪૮] જૈન દર્શન મીમાંસા ગુણ જાણ્યા પછી તે વૃક્ષ જંગલમાં જોવામાં આવે તે વખતે “આ તે જ છે” એવું જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન. વ્યાપ્તિજ્ઞાન તે તર્ક કહેવાય છે. અમુક વસ્તુ વગર અમુક વસ્તુને સંભવ નથી તે વ્યાપ્તિ જેમકે “અગ્નિ વગર ધૂમ્ર હોય નહિ” “આત્મા વગર ચેતના હોઈ શકે નહિ” આ રીતે વ્યાપ્તિ જ્ઞાન તે તર્ક કહેવાય છે ધૂમ્ર ઉપરથી અગ્નિનું અનુમાન કરવું તે અનુમાન પ્રમાણ અને આમ વચનો વડે પદાર્થોને નિશ્ચય કરે તે આગમ પ્રમાણ. પ્રથમના ચાર મતિ જ્ઞાન વિષયાત્મક છે અને છેલ્લું શ્રુતજ્ઞાનજન્ય છે. આ બંને પ્રમાણો દ્વારા જે જે પદાર્થો ગ્રહણ કરાય તેમને એક ધર્મની મુખ્ય તાવડે જે અનુભવ કરાય તે નય કહેવાય છે. પ્રમાણુ અને નયને પરસ્પર સંબંધ પણ ઉપરોક્ત રીતિએ છે. સપ્તભંગી : જૈન દર્શનમાં વસ્તુસિદ્ધિ સંપાદન કરવાને માટે સાત ભાગો દર્શાવેલા છે. તેનાં નામ આ પ્રમાણે છે. સ્થાત્ અસ્તિ, સ્માત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત અવક્તવ્ય, સ્થાત્ અસ્તિ અવક્તવ્ય, સ્યાત નાસ્તિ અવક્તવ્ય અને સ્યાત અસ્તિનાસ્તિ અવક્તવ્ય. સ્યાત અસ્તિ-અસ્તિત્વની મુખ્યતા કરી નાસ્તિત્વની ગણતાનું સ્થાપન કરવું. જેમકે શરીરમાં આત્મા છે; તે સ્વશરીરની અપેક્ષાએ અસ્તિ છે. સ્માત નાસ્તિ-નાસ્તિત્વની મુખ્યતા કરી અસ્તિત્વની ગૌણતાનું સ્થાપન કરવું તે પ્રથમ પદથી ઉલટી રીતે સમજવાનું છે જેમકે અન્યને આત્મા આ શરીરમાં નથી. સ્યાત અતિ નાસ્તિ-પૂર્વોક્ત ઉભય ધર્મોનું એક જ વસ્તુમાં એક સાથે કથન કરવું તદ્રુપ છે. જેમકે એક ઘટ ઘટવરૂપે અસ્તિ છે અને પટવરૂપે નાસ્તિ છે. સ્માત અવક્તવ્ય–વસ્તુના સંપૂર્ણ ગુણપર્યાયે વચનવડે કહેવા અશક્ય છે, જેમકે કથંચિત ઘટ અવક્તવ્ય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયાગ [ ૪૯ ] સ્યાત્ અસ્તિ અવક્તવ્ય:-આ ભંગમાં મુખ્ય પણે અસ્તિધ સહિત અવક્તવ્યની પ્રતીતિ થાય છે, જેમકે કંચિત્ ઘટ છે પણ અવક્તવ્ય છે. સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય:-અનંત નાસ્તિ ધર્માં પણ એક સમયમાં અવક્તવ્ય છે. આ ભંગમાં મુખ્યપણે નાસ્તિ ધર્મ સહિત અવક્તવ્યની પ્રતીતિ થાય છે, જેમકે કથંચિત્ ઘટ નથી, પણ અવક્તવ્ય છે. અસ્તિનાસ્તિ અવક્તવ્ય:-અત્ર ઉભય ધર્મ સમેત અવક્તવ્યની પ્રતીતિ થાય છે. જેમકે કંચિત્ ટ છે, કંચિત્ ઘટ નથી, તે રૂપ અવક્તવ્ય છે. સપ્તભંગીનું આ સ્વરૂપ તેા એક બિંદુ માત્ર છે. તત્ત્વજ્ઞાનીએ અનુભવ વડે આ ભંગાની ગહનતામાં પ્રવેશ કરી શકે તેવુ છે. હજુ પણ આવી તલસ્પર્શી ગહનતાને સમજાવનાર જૈનદર્શનમાં સ્યાદ્વાદમંજરી અને સપ્તભંગી તરંગિણી જેવા અમૂલ્ય ગ્રંથા વિદ્યમાન છે, એ જિજ્ઞાસુઓનુ અહાભાગ્ય છે. એવી રીતે અનેક ધર્મના એક જ વસ્તુમાં સમાવેશ કરવા તે ‘સ્યાદ્વાદ' કહેવાય છે. જેમ એક જ પુરુષમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, પુત્રત, પિતૃત્વ, સ્વામિત્વ, સેવકત્વ, જીવત્વ, મનુષ્યત્વ અને વાચ્યાદિ અનેક ધર્મોના સમાવેશ થઈ શકે છે તેમ પ્રત્યેક વસ્તુની સિદ્ધિમાં એ પ્રમાણુ, સાતનય અને સપ્તભંગીના સમાવેશ થઈ શકે છે. આવા પ્રકારની સિદ્ધિવડે સાધિત થયેલુ દર્શન–તે વાસ્તવિક દર્શન કહી શકાશે. ચાર નિક્ષેપ:-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ; એ ચાર નિક્ષેપવડે પદાર્થનું યથાજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. સગુણ અથવા નિર્ગુણ વસ્તુનું ગમે તે પ્રકારનું નામ રાખવામાં આવે તે નામ નિક્ષેપ, જેમકે ોટાલાલ ગિરધર વગેરે; કાઈ પણ વસ્તુનુ લખેલુ, આળખેલું કે કલ્પના કરેલુ વિશેષ સ્વરૂપ તે સ્થાપના. તે એ પ્રકારે છે—સદ્ભૂત અને અસદ્ભૂત. ભાવના નિમિત્તરૂપ તે દ્રવ્યનિક્ષેપ અને અમુક વસ્તુના સદ્ભૂત ગુણયુક્ત ભાવ તે ભાવનિક્ષેપ કહેવાય છે. દરેક વસ્તુ ઉપર આ ચારે નિક્ષેપ Page #89 -------------------------------------------------------------------------- ________________ [ પ ] જૈન દર્શન મીમાંસા લાગુ પડે છે. ભાવનિક્ષેપ સત્ય હોય તો બાકીના ત્રણ નિક્ષેપની સફળતા છે, અન્યથા તે ત્રણ નિક્ષેપો નિષ્ફળ છે. નામ જિન:-જિન શબદથી આવાહન થતા દરેક પ્રાણી પદાર્થ તે નામ જિન કહેવાય છે. સ્થાપના જિન-જિન નામથી અંકિત કોઈ પ્રાણીની છબીનું સ્થાપન તે સ્થાપના જિન (આ અસભૂત સ્થાપના છે). જિનેશ્વર પ્રભુની મૂર્તિ અથવા છબીનું સ્થાપન તે સભૂત સ્થાપના છે. જિનેશ્વર પ્રભુની પ્રતિમા–પ્રભુના અદ્ભુત ગુણોની પ્રતીતિ કરાવવા સમર્થ હોવાથી સ્થાપના અવશ્ય આરાધવા ગ્ય છે. સ્થાપના નિક્ષેપ કેવું કાર્ય બજાવે છે તે નીચેના દષ્ટાંત ઉપરથી સહજ સમજાશે. એક જંગબારી જંગલી પ્રાણી હતું. તેણે “ગાય” કદાપિ જોઈ નહતી. તેમ જ “ગાય” એ શું વસ્તુ છે, તેની માહિતી પણ તેને નહોતી. તે એક વખત હિન્દુસ્તાનમાં આવ્યો અને એક મકાનમાં ગાયની પાષાણનિર્મિત મૂર્તિ જોઈ. તેણે વિચાર કર્યો કે આ બાળકને ક્રીડા કરવાનું રમકડું છે કે બેસવાનું આસન છે? મારાથી કઈ સમજી શકાતું નથી, માટે આ ઘરના માલીકને પૂછી જોઉં તે ખાતરી થાય. આવા પ્રકારે મન સાથે વિચાર કર્યો. ત્યાં તેને હિન્દુસ્તાનમાં મિત્ર તરીકે આમંત્રણ કરનાર તે ગૃહપતિ આવ્યું. તેને તે જંગબારી મનુષ્ય પૂછ્યું, “આ શું છે?” તે માલીકે કહ્યું આવા પ્રકારનું ગાય નામનું પ્રાણી અહીં હિન્દુસ્તાનમાં છે, તેને બે શીંગડાં, ચાર પગ અને ચાર આંચળ અને એક પુચ્છ હોય છે. આવા પ્રકારની તેની આકૃતિ હોય છે. આ પ્રત્યક્ષ દેખાતા તેના ચાર આંચળને આવી રીતે દેહવાથી તેમાંથી દૂધ નીકળે છે. તે દૂધ પીવાથી આપણી જઠરાગ્નિ તૃપ્ત થાય છે, અને સુધાની શાંતિ થાય છે આવું સાંભળી તે પ્રાણીને વિસ્મય થયો અને પેલા ગૃહસ્થનું કહેલું બરાબર ધ્યાનમાં રાખ્યું. એક વખત હિન્દુસ્તાનની મુસાફરી કરતાં રણ વચ્ચે ભૂલો પડવો. સાથે લાવેલા જળ અને Page #90 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયાગ [ ૫૧ ] કટાકટીના વખતમાં વિચાર કર્યાં કે જે થયું હતું તેવા જ આ ગાયને દોહી, ખારાક ખૂટી જવાથી કઇંગત પ્રાણુ થયા. તેવા સામેથી એક ગાય ચાલી આવે છે, તેને જોઈને ગૃહસ્થને ત્યાં મને ચાર આંચળવાળી મૂર્તિનું જ્ઞાન પ્રકારનું આ પ્રાણી છે; માટે તૃષા છીપાવવાને માટે દૂધ પી પ્રાણનું રક્ષણ કરૂ.... એમ વિચાર કરીને તુરત જ તેણે તે આંચળે! દોહીને દૂધ બહાર કાઢ્યું. તે પીને તૃપ્ત થયા, અને પેાતાના વહાલા પ્રાણાને બચાવ્યા. આ દૃષ્ટાંતને કૅલિતા એ છે કે જિન પ્રતિમા જો કે સામાન્ય દષ્ટિએ જડ દેખાય છે તે પણ તે ભાવજિનની સ્થાપના હૈાવાથી મિથ્યાત્વવાસિત આત્મામાં પણ વસ્તુ સ્વરૂપનું આરોપણ કરે છે. જિતેંદ્ર પ્રભુ સાક્ષાત્ દેવા હાય છે તેનું સંપૂર્ણ ભાન કરાવતાં શીખવે છે. પ્રતિમાદ્વારા આત્મામાં પાડેલા શુદ્ધ સસ્કારો વડે આ સંસાર વમળમાં પણ સાક્ષાત્ જિનેશ્વર પ્રભુ ાઈ ભવમાં જોવામાં આવે તે પૂર્વ સૌંસ્કારજનિત તેમના ઉપર રુચિ થાય છે અને તેમનું સ્વરૂપ તુરત લક્ષ્યમાં આવી શકે છે. ઘણા પ્રાણીઓને સાક્ષાત જિનેશ્વર પ્રભુના વિદ્યમાનપણામાં પણ રુચિ થયેલી નથી એવું શાસ્ત્રોમાં અનુભવેલુ જે આપણે જોયું છે તેનું કારણ પૂર્વજન્મમાં જિતેંદ્ર પ્રતિમા કાં તેા તેવાઓએ જોઇ નથી અથવા જોઈ હશે તેા તેની અવજ્ઞા કરવાથી તેના સ્વરૂપના સંસ્કાર નિવિડ થયા નથી. દરેકે દરેક સ્થિતિ તપાસતાં દુનિયામાં રૂપી પદાર્થના નિમિત્ત વગર અરૂપી આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. જે આગમ અથવા શાસ્ત્ર આપણે વાંચીએ છીએ તેના અક્ષરો રૂસનાઈના પરમાણુવાળા હોવાથી રૂપી છે,પરંતુ અક્ષરેામાં ભાવ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોવાથી દ્રવ્ય, ગુણાદિનું અરૂપી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જડ અક્ષરામાં આવી ઉત્તમ શક્તિ રહેલી છે તે જે પાસે રહેલી આત્મામાં સાક્ષાત્ (અનંત) અરૂપી જ્ઞાન પ્રાપ્ત કરાવવાની શક્તિવાળી મૂર્તિ કે જે વડે અરૂપી ગુણુવાળા જ્ઞાનના સંસ્કારો ઘણા કાળ સુધી ટકી રહે છે તે આત્માનું ઉત્તમાત્તમ હિત કરનાર છે, એમ સમજી શકતા નથી તેમને માટે જ્ઞાનાવરણીય કતુ પ્રબળ આવરણુરૂપ નિમિત્ત છે. એટલું જ કહી આ નિક્ષેપ પૂર્ણ Page #91 -------------------------------------------------------------------------- ________________ [ પર ] જૈન દર્શન મીમાંસા કરવામાં આવે છે. અસભૂત સ્થાપના કે જે ભાવ ઉત્પન્ન કરવાને માટે નાલાયક છે, તે વાસ્તવિક સ્થાપના નથી. વિષય વાસનાને ઉત્તેજક (રૂપી) અક્ષરે જેમ (અરૂપી) વૈરાગ્ય ઉત્પન્ન કરવાને માટે પ્રતિકૂળ છે-તેમ કાયયુક્ત અથવા પ્રસન્ન વદનથી રહિત જે જિનેશ્વર પ્રભુની પ્રતિમા બની હોય તે તે જિનગુણના સંસ્કાર દાખલ કરી શકે નહીં, પરંતુ તેમ નથી જ. એટલે કે જે જિન પ્રતિભાનું આકૃતિ-સ્વરૂપ જડપણે છે, તેવું જ ચૈતન્યમય જિનોમાં તાદશ હોય છે. - અતીત, અનાગત અને વર્તમાન કાળના જિનેશ્વરના જીવો તે દ્રવ્ય જિન, મરીચિ કે જે વીર પ્રભુનો આત્મા હતા તેમને ભરતચક્રીએ વંદન કરેલું છે એવું જાણુને કે “આ જીવ તીર્થકર થશે.” ભાવજિન –તે સાક્ષાત કેવળજ્ઞાની તીર્થકર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ઉત્તરોત્તર અધિકાધિક ગુણો આરોપણ કરનાર છે. પ્રથમના ત્રણ નિક્ષેપોમાં જે ભાવ ઉત્પન્ન થવાનું સામર્થ્ય હોય તે જ તે સાર્થક છે મતલબ કે નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ વસ્તુતત્ત્વનાં સાધન છે અને ભાવ તે વસ્તુતત્ત્વનું સાધ્ય છે. રૂપી સાધન વડે અરૂપી સાધ્યની પ્રાપ્તિ થઈ શકે છે. એ નિઃકેવળ સત્ય થઈ ચૂકયું છે. આ સબબને લઈને નીચેનાં સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ થાય છે. સાધુ” એવા શબ્દથી સંતપુરુષોની રહેણીકરણીનું સ્મરણ થાય છે અને “ઠ” એવા શબ્દથી દુર્જનની ખલતા હૃદય આગળ તરે છે. - અસૌમ્ય આકૃતિવાળી અને કપાયુક્ત મુખમુદ્રા જણાવતી મૂર્તિ વડે ખેદ અને કપાયના સંસ્કાર ઉત્પન્ન થાય છે. તેમ જ શાંત મુખમુદ્રાવાળી મૂર્તિવડે સમભાવ પ્રકટે છે. બાહ્ય શરીરશુદ્ધિ એ દ્રક્રિયા હોવાથી ભાવયિારૂપ અંતરંગશુદ્ધિનું નિમિત્ત છે. બાહ્યક્રિયામાં ભક્ષ્યાભક્ષ્ય અને પિયા પેયના વિવેકથી રહિત હોય તો તેનું આંતરસ્વરૂપ પણ દરરોજ ક્ષીણતેજ થતું જાય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયાગ [ ૫૩ ] જેમ અરૂપી આત્મા શરીરરૂપ રૂપી પાવડે, તપશ્ચરણ પૂજાદિ શુભ ક્રિયા વડે સ્વરૂપને ઓળખી શકવા સમર્થ થાય છે તેમ આ ત્રણ નિક્ષેપરૂપ સાધનાવડે સાધ્ય સન્મુખપણે ખડુ થાય છે. ત્રિભ’ગીઓ–જૈન દર્શનમાં ત્રિભગી અર્થાત ત્રિપુટીના સમુચ્ચય અનેક રીતે છે. જેમકે બાધક, સાધક અને સિદ્ધ. જ્ઞાન, નાતા અને ય. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય. કર્તા, ક્રિયા અને ક આદિ અનેક પ્રકારે થઇ શકે છે. દ્રવ્યના છ સામાન્ય ગુણ:-દ્રવ્યને છ સામાન્ય ગુણા હોય છે. અતિદાચ, વસ્તુવ, વ્યત્વ, પ્રમેત્ર, સવ અને અનુવ્રુત્ત્વ. કાળ સિવાય પાંચ બ્યા પ્રદેશના સમૂહવાળા હાવાથી અંતાય નામનેા ગુણ રહેલા છે અને કાળ સ્વગુણ પર્યાયવડે અસ્તિરૂપ છે. ષડ્ દ્રવ્યો એક જ ક્ષેત્ર ઉપર રહેતા છતાં પરસ્પર મળી જઈ અભિન્ન થતા નથી તે વસ્તુત્વ છે. સ દ્રવ્યો પાતપેાતાને યાગ્ય ક્રિયા કરે તે વ્યત્વ છે. છ દ્રવ્ય પ્રમાણમાં—સંખ્યામાં કેટલાં છે તેવું સ્વરૂપ દ્રવ્યમાં રહેલુ હોવાથી મેયત્ન છે. ઉત્પત્તિ, નાશ અને વરૂપ સપણું દ્રવ્યોમાં રહેલુ છે. તે સરવ છે અને દ્રવ્યની હાનિ વૃદ્ધિ પર્યાયવડે જે થાય છે તે અનુવ્રુત્ત કહેવાય છે. આ ઉપરાંત દ્રવ્યના આઠે પક્ષ છે. નિત્ય અનિલ ઍ, અને, સત્, અસત, વન્ય અને વન્ય પૂર્વોક્ત છ ગુણને આશ્રીતે આઠ પક્ષ રહેલા છે. જૈનદર્શનસ્થિત દ્રવ્યાનુયોગ સક્ષિપ્તપણે અત્ર પૂર્ણ કરવામાં આવે છે. સંશય, વિપય અને અનધ્યવસાય રહિત જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન રહેવાય છે. દ્રવ્યાનુયાગનું સ્વરૂપ જેટલે અંશે જાણેલુ હોય છે તેટલે અંશે સમ્યગજ્ઞાન થયું કહેવાય છે. જ્ઞાન સમ્યક્રીતિપૂર્વક પ્રાપ્ત થયેલ હાય તે તે સમ્યક્ ચારિત્રને ઉપન્ન કરી શકે છે. આ દ્રવ્યાનુયાગનું જ્ઞાન થવાથી જૈન દઈનનું દ્વિતીય રત્ન સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત થાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ------ # # - - [૫૪] જૈન દર્શન મીમાંસા જૈનદર્શનના સિદ્ધાંતમાં અન્ય દર્શનોનું અવતરણ બૌદ્ધદર્શન -જૈનદર્શનસ્થિત દ્રવ્યાનુયોગનું સંક્ષિપ્ત સ્વરૂપ પૂર્ણ થયું. પૂર્વે જણાવેલા નિયમાનુસાર અન્ય દર્શનેનાં સિદ્ધાંતોનું અવલોકન કરી તેમનું જૈન દર્શનમાં કેટલે અંશે અવતરણ છે તે હવે તપાસવાની આવશ્યકતા છે. જે જે સરખામણી હવે પછી કરવામાં આવશે તે તે દર્શનેના બાહ્ય આચાર અથવા વેષને અંગે નથી, પરંતુ તેમના સિદ્ધાંતના મૂળ ભેદોને આશ્રીને છે. પૂર્વોક્ત પ્રકારે છ દર્શનેમાંથી જૈન દર્શનને બાદ કરતાં પાંચ દર્શનનાં નામ દર્શાવેલાં છે તેમાં પ્રથમ દર્શનાનુયાયી બૌદ્ધો ચાર જાતિના છે. વિભાષિક, સૌત્રાંતિક, ગાચાર, માધ્યમિક વૈભાષિકે:-વસ્તુને ક્ષણસ્થાયિ-ક્ષણવિનાશી માને છે એટલે કે ઉત્પત્તિ જન્મ આપે છે. સ્થિતિ સ્થાપે છે, જરા જર્જરિત કરે છે, અને વિનાશ નાશ કરે છે, તેમ આત્મા પણ તેવો જ છે. અને તે પુદગલ કહેવાય છે. સૌત્રાંત્રિકે:-રૂ૫, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર એ પાંચ કંધ શરીર ધારીને છે પણ આત્મા જેવું કાંઈ નથી. આ સ્કંધ પરલેકમાં પણ જાય છે–આ પ્રકારે માને છે. ગાચાર–આ જગતને વિજ્ઞાન માત્ર માને છે. વાસનાના પરિ. પાકથી નીલ પીતાદિ વર્ણોને ભાસ થાય છે. આલય વિજ્ઞાનને સર્વ વાસનાઓને આધાર માને છે. અને એ આલયવિજ્ઞાનની વિશુદ્ધિને મેક્ષ કહે છે. માધ્યમિક:-આ સર્વ શન્ય સ્વમ તુલ્ય માને છે. મુક્તિને પણ ન્ય માનવાથી તે પ્રાપ્ત થાય છે. તેઓ પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણે માને છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ અન્ય ક્રૂનેનુ' અવતરણ [ ૫૫ ] સાંખ્યદર્શન: સાંખ્યા મુખ્ય એ તત્ત્વા માને છે. પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિમાંથી મહાન' ઉત્પન્ન થાય છે. તેમાંથી બુદ્ધિ ઉપજે છે. તેમાંથી અહંકાર પ્રકટે છે. અને તેમાંથી પાંચ મુદ્દીંદ્રિય અને પાંચ કર્મેન્દ્રિયના આવિર્ભાવ થાય છે. વળી અહંકારથી પાંચ તન્માત્ર (સ્પ, રસ, રૂપ, ગન્ધ અને શબ્દ) ઉત્પન્ન થાય છે. તેમાંથી પૃથ્વી આદિ પંચમહાભૂત પ્રકટે છે. આ રીતે પ્રકૃતિજન્ય ચેાવિશ પ્રકારો અને પુરૂષ (આત્મા)ને એક પ્રકાર મળી પચીસ તત્ત્વાને માને છે. તે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણેા માને છે. નૈયાયિક દન: નૈયાયિકા સાળ તત્ત્વા માને છે. પ્રમાણુ, પ્રમેય, સંશય, પ્રયેાજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિય, વાદ, જપ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન—એ રીતે છે. તે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ પ્રમાણેા માને છે. વૈશેષિક દન:-વૈશેષિકા, દ્રવ્ય, કર્મ, ગુણ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ સાત પદાર્થો માને છે. પૃથ્વી, અ, તેજસ્, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન એ નવ દ્રવ્યો માને છે. અને તેના રૂપ, રસ, ગંધ, સ્પર્શી, સંખ્યા, પરિમાણ, પૃથ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, વત્વ, સ્નેહ, શબ્દ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મી અને સંસ્કાર એ ચેાવીશ ગુણાની માન્યતા સ્વીકારેલી છે અને પ્રત્યક્ષ, ઉપમાન, અનુમાન અને શબ્દ એ ચાર પ્રમાણેા માને છે. મીમાંસકેાએ નીચે પ્રમાણે સ્વીકારેલુ છે ઃ– एक एव हि भूतात्मा सर्वभूते एकधा बहुधा चैव दृश्यते व्यवस्थितः । नलचंद्रवत् ॥ મીમાંસક દર્શન(વેદાંત)એક જ આત્મા છે, તે પ્રાણી માત્રમાં વ્યવસ્થિત થયેલા છે. જેમ ચંદ્રમા એક છતાં પણ હજારો ધડાઓમાં જુદા જુદા હારા દેખાય છે તેમ આત્મા એક છતાં પણ પ્રત્યેક Page #95 -------------------------------------------------------------------------- ________________ [૫૬] જૈન દર્શન મીમાંસા શરીરે ભિન્ન દેખાય છે. તેઓએ પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ એ છ પ્રમાણે માનેલા છે. તેઓ વળી આગળ વધીને કહે છે કે “સર્વજ્ઞાદિ વિશેષણ,વાળ કઈ દેવ નથી કે જેનું વચન પ્રમાણભૂત હોઈ શકે. માટે વેદ વચને પુરુષ વગર ઉત્પન્ન થયેલા હોવાથી પ્રમાણભૂત છે તેથી પુરુષથી ઉત્પન્ન થયેલું શાસ્ત્ર અસર્વજ્ઞ જ છે, અર્થાત સદેષ હોય છે. કેમકે સર્વજ્ઞપણું મનુષ્યને હોઈ શકે જ નહીં.” . ચાર્વાક દર્શનઃ-ચાક(નાસ્તિક દર્શનનુયાયિઓ)એ પોતાની માન્યતા નીચે પ્રમાણે સ્વીકારેલી છે. “જીવ નથી, નિવૃત્તિ નથી, ધર્મ નથી, અધર્મ નથી, પુણ્ય પાપનું ફળ નથી, જન્મ અને મૃત્યુ નથી. પંચમહાભૂતથી ઉત્પન્ન થયેલા ચૈતન્યને, ભૂતના નાશની સાથે જ નાશ થાય છે, ઇંદ્રિયગોચર છે તેટલું જ જગત છે. અને કેફી પદાર્થો વડે મદશક્તિની ઉત્પત્તિ થાય છે તેમ દેહમાં ચૈતન્ય ઉપજે છે. આ પ્રકારે જેનેતર દર્શનની માન્યતા ટૂંક સ્વરૂપમાં દર્શાવવામાં આવી. હવે તેમાંથી મુખ્ય બાબતોની સરખામણ જૈનદર્શન સાથે કરતાં અન્ય દર્શનેનાં સિદ્ધાંત કેવી રીતે નિષ્ફળ નીવડે છે તેની પર્યાલેચના કરવી અપ્રસ્તુત નથી. સરખામણ:-પ્રથમ બૌદ્ધદર્શન આત્માને ક્ષણિક માને છે. દ્રષ્ટાંત તરીકે એક આત્માએ પ્રથમ ક્ષણે ઘટ પર વિચાર કર્યો, બીજી જ ક્ષણે પટ પર વિચાર કર્યો તે બૌદ્ધોએ આ બંને જુદા વિચાર કરનાર આત્માઓને જુદા જુદા માનેલા છે. એવી રીતે પ્રથમના આમાઓનો વિનાશ થઈ દ્વિતીય તૃતીય આત્મા ઊપજે છે અને નાશ પામે છે. જેનદન આ આત્માને સ્વદ્રવ્યની અપેક્ષાએ નિત્ય માને છે. અને જ્ઞાનના પર્યાયની અપેક્ષાએ અનિત્ય માને છે. તે સાથે એમ પણ કહે છે કે જે આત્મા એક વખત અમુક વિચાર કરતા હતા તે બીજી વખતે જે તેનો વિનાશ થયો હોય તો વિચાર સંકલન અથવા જ્ઞાન પરંપરાની વ્યવસ્થા કેમ સચવાઈ શકે ? એક જ આત્મામાં ભૂતકાળનું Page #96 -------------------------------------------------------------------------- ________________ - - અન્ય દર્શન સાથે સરખામણું * [ પ૭] મરણ પ્રત્યક્ષપણે દેખાય છે તેમ જ ક્રિયાનું ફળ પણ પોતે જ ભગવે છે તે એક જ પુરુષમાં જુદા જુદા આત્મા (જેમ કે ક્રિયા કરનાર જુદો અને ફળભોકતા જુદ) એ વાસ્તવિક સત્ય તરીકે ઘટતું નથી. જે છે તે માત્ર એક જ આત્મામાં જ્ઞાનના પર્યાયની જુદી જુદી અવસ્થાઓ બદલાયા કરે છે. આ પ્રકારે દ્રવ્યરૂપે આત્માના ક્ષણથાયીપણાની દલીલ ટકી શકતી નથી. તેથી એમ કહેવામાં જરા પણ અડચણ નથી કે બૌદ્ધદર્શને જૈનદર્શનને એક પર્યાયાર્થિક નય ગ્રહણ કરી આભાની વસ્તુસ્થિતિ (Theory) તદ્દન એકાંતિક અંગીકાર કરેલી છે. કેટલાક બૌદ્ધો તે આત્માને માનતા નથી; તેઓનો નાર્તિકેની કટિમાં સમાવેશ થાય છે. બૌદ્ધદર્શનની અપેક્ષાએ તેમને હિંસાનું ફળ પણ હોઈ શકતું નથી, કેમકે હિંસા કરનાર પાપને ભાગી થાય છે અને તે હિંસાકર્તાને વિનાશ થવાથી અન્ય ફળભોકતા થઈ શકતો નથી. આ રીતે માત્ર પર્યાયાર્થિક નય માનવાથી સર્વ શુભ અને અશુભ ક્રિયાના ફળને ધ્વસ થવાથી અને ભક્તશન્ય જગત થવાથી વ્યવસ્થિતપણું જળવાઈ રહેતું નથી. એક જ આ ક્રિયાને કર્તા, હર્તા અને ભક્તા હોય તે જ તે શુભ અથવા અશુભ ફળને ભોક્તા બને છે. કર્મબંધ પાડનાર એક જ હોવાથી ફળ પણ તેને જ મળે છે અને મુક્ત પણ તે જ થઈ શકે છે. આ ઉપરથી પર્યાયાર્થિકનય રૂપ બૌદ્ધદર્શનમાં – क्षणिक ज्ञान संतान, रूपेऽप्यात्मन्य संशयम् । हिंसादयो न तत्त्वेन, स्वसिद्धांत विरोधतः ।। ક્ષણિક જ્ઞાનના સંતાનરૂપ એવા આત્મામાં સંશય રહિતપણે પિતાના જ સિદ્ધાંતના વિરોધથી (બૌદ્ધો પોતે હિંસા અને અહિંસાનું સ્વરૂપ સ્વસમયમાં પ્રતિપાદન કરે છે, તેથી તત્વતઃ હિંસાદિ ઘટી શકતાં નથી. સાંખ્યો પ્રકૃતિ અને પુરુષ એ બે મુખ્ય તત્વ માને છે. ત્યારે જેને જડ અને આત્મા એ બે પદાર્થો મુખ્યપણે માને છે. સાંખે પ્રકૃતિ ભ ફળને ભોજન હતું અને ભો હોવાથી ફળ Page #97 -------------------------------------------------------------------------- ________________ [૫૮] જૈન દર્શન મીમાંસા માંથી ઇ િવગેરેની ઉત્પત્તિ માને છે. જેને જડ કર્મોથી શરીર, પર્શરૂપ, રસ, ગંધ અને ક્રોધાદિ કષાયની ઉત્પતિ માને છે. ઘણું ઘણા વિભાગમાં સાંખ્યો જેના દર્શનના સંબંધમાં નામાંતર સિવાય એક જ કેન્દ્રમાં આવી શકે છે. પરંતુ તેઓ આભાને સર્વદા નિલેપ માને છે. આ હકીકત જૈન દર્શન સ્વ સમયના નિશ્ચયનય વડે સત્ય કહે છે, પરંતુ વ્યવહારનયથી તે આત્મા જડ સાથે ક્ષીરનીર સંબંધથી મિશ્ર થયેલ છે અને થાય છે, વિવેકરૂપ હંસચંચુ સજીવન થાય તો તે સંબંધ દૂર કરી નિલેપ થાય છે. પણ જ્યાં સુધી નિલેપ થઈ શકતો નથી ત્યાંસુધી તે નિર્લેપ નથી જ, એ તો દેખાય છે. શરીરરૂપ બેડીમાં અવગુંઠિત થયેલે આત્મા આયુષ્યના ક્ષય પછી જ અન્ય શરીર ધારણ કરી શકે, પરંતુ તે સિવાય તે શરીર રહિત અને નિલેપ છે તેમ કહી શકાય નહીં. આ પ્રકારે આત્મા નિલેપ થઈ શકતો નથી ત્યાં સુધી તે નિલેપ નથી જ, એ તો પ્રત્યક્ષ છે. કર્મનું બંધન વ્યવહારનયથી છે. તેથી આત્મા જૈન દર્શન પ્રમાણે જડ કર્મોથી આવૃત્ત છે. દૂધ પાણીના સંબંધની પેઠે એકાકાર જેવો છે, પરંતુ તે ઉપાવડે ભિન્ન પણ થઈ શકે છે. આ ઉપરથી આભાને સર્વદા નિપ માનવાથી સાંખ્ય દર્શન જૈન દર્શનના નિશ્ચયનય વડે સત્ય છે અને વ્યવહારનય વડે અસત્ય છે. સાંખે ઈશ્વરવાદી અને નિરીશ્વરવાદી બે પ્રકારના છે. તૈયાયિક દર્શન સ્વીકારે છે કે સહજ વિચારધારા મનને શાંત કરવાથી આત્મા ક્ષેશ કર્યાદિથી છૂટો પડે છે. જૈનના વ્યવહારને આ વાત પુષ્ટ થાય છે. સાવ રજસ અને તમ... પ્રકૃતિ એ જૈન દર્શનાનુસાર પરમાત્મભાવ, અંતરામ અને બહિરાભવરૂપ આમાની ત્રણ જુદી જુદી અવસ્થા છે. તેઓ સંશય, તર્ક, નિર્ણયાદિ તો માને છે, તેને જૈન દર્શન મતિજ્ઞાનના ભેદરૂપે વર્ણવે છે. આ પ્રકારે ઘણે અંશેમાં તૈયાયિક દર્શન (તાવિક દ્રષ્ટિએ) જૈનને મળતું આવે છે. પરંતુ અમુક નય જ અંગીકાર કરેલું હોવાથી ધિવિધન સંપન્ન થઈ શકતું નથી. જેમ કે તેઓ ઈશ્વરને જગતકર્તા માની, જગતના Page #98 -------------------------------------------------------------------------- ________________ અન્ય દશને સાથે સરખામણું જ [ ૫૯ ] પ્રાણી પદાર્થોમાં વ્યાપક માને છે. જૈન દર્શન આત્મા સર્વગતજ્ઞાન (કેવળજ્ઞાન) પ્રાપ્ત થાય ત્યારે ઈશ્વર માની જ્ઞાનવડે સર્વ પ્રાણી પદાર્થોમાં વ્યાપક માને છે. જેને આત્મારૂપ ઈશ્વરને જ્ઞાનવડે સર્વવ્યાપક માને છે, ત્યારે તૈયાયિક, વૈશેષિકાદિ અન્ય દર્શને ખુદ આત્મારૂપ દ્રવ્યને સર્વવ્યાપક માને છે; આથી આમારૂપ દ્રવ્યની સર્વજ્ઞતામાં વ્યભિચાર દેવ ઉપન્ન કરી સકર્થ ઉદભવાવે છે. દ્રવ્યાનુયોગ તર્કણામાં કહેવું છે કે – कारण घट नाशस्य मौल्युत्पतेघर्ट : स्वयम् । एकांत वासनां तत्र, दत्ते नैयायिक : कथम् ।। સુવર્ણ ઘટના નાશમાં અને સુવર્ણ મુકુટની ઉત્પત્તિમાં ઘટ સ્વયમ્ કારણ છે. જ્યારે એમ છે ત્યારે નાશ અને ઉત્પત્તિમાં એકાંતભેદની વાસને તૈયાયિક કેમ સ્વીકારે છે ? અર્થાત ઉત્પત્તિ અને નાશનો સર્વથા ભેદ કેમ માને છે ? મીમાંસકે નીચે પ્રમાણે “ અદ્વૈતભાવ” સ્વીકારે છે. एक: सर्वगतो, नित्य: पुन: विगुणो न बाध्यते न मुच्यते “ આત્મા એક છે; સર્વગત છે, નિત્ય છે, જેને વિગુણ બાધા કરતા નથી અને જે મુકાતો નથી.” જૈનદર્શનના નિશ્ચયન વડે આ વાત યથાતથ્ય છે, પરંતુ વ્યવહારનયવડે તો આત્મા અસવંગત છે, પ્રત્યક્ષપણે જેટલા અવકાશમાં દેખાય છે તેટલી મર્યાદાવાળો છે, અનિત્ય છે, વિગુણના અનુગ્રહ અને ઉપઘાતથી ઉપયુકત છે. આથી તેમણે પણ અમુક નયન સ્વીકાર અને અમુક નયને અસ્વીકાર અર્થાત્ એક નયને ન્યાય અને એક નયને અન્યાય એવી માન્યતા સ્વદર્શનમાં પ્રમાણભૂત ગણેલી છે. - વૈશેષિકેની માન્યતાવાળા નીચેના સિધ્ધાંત સાથે તેના જ પ્રતિપક્ષભૂત જૈન દર્શનના સિદ્ધાંતોની સરખામણી અત્ર અપ્રસ્તુત નથી તેમ ધારી નીચે મુજબ દર્શાવવામાં આવે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ [૬૦] જૈન દર્શન મીમાંસા વૈશેષિકેના સિદ્ધાંત -શત્રુ ગુમાશ, સુવર્ણ તૈનસમ. મનઃ नित्यं च, सर्व व्यवहार हेतुज्ञान बुद्धिः, इंद्रियार्थ संनिकर्षजन्य ज्ञान प्रत्यक्षम् यथार्थानुभवश्चतुर्विधः प्रत्यक्षानुमित्युपमित शाब्दभेदात् , बुद्धीच्छा प्रयत्ना द्विविधा, नित्याऽनित्याश्च, नित्या इश्वरस्य, अनित्या ज वस्य. વૈશેષિકે શ્રોબેંદ્રિય ગ્રાહ્યગુણ શબ્દને આકાશરૂપ માને છે. અર્થાત શબ્દ એ શૂન્ય વસ્તુ માને છે ત્યારે જૈન દર્શન શત્રુ પૌજિ : અર્થાત શબ્દ એ પુદ્ગલ પરમાણું છે તેમ માને છે. દષ્ટાંત તરીકે કોઈ પણ જાતને સ્વર આપણે સાંભળીએ છીએ તે ન્યતામય હોય તે તેનું જ્ઞાન આપણને કયાંથી થઈ શકે? પરંતુ તે પૌગલિક પરમાણુઓ છે કે જે કણેદિયમાં પ્રવેશ કર્યા પછી ઇંદ્રિયદ્વારા આત્માને જ્ઞાન થવાના કારણને માટે નિમિત્તભૂત બને છે, એટલું જ નહીં પરંતુ આ જમાનામાં તો પ્રત્યક્ષ પ્રમાણુડે ગ્રામોફેન વગેરે યંત્રાદિમાં શબ્દ વડે ગાયને ઉતારી શકે છે, અને તે પુગલ પરમાણુઓના વેગથી એકજ જાતનું ગાયન વારંવાર ગવાઈ શકે છે તેથી વૈશેષિકાને આ સિદ્ધાંત યુક્તિ યુક્ત નથી. તેઓ સુવર્ણને તેજસ માને છે. અને જૈન દર્શન સુવર્ણને પાર્થિવ માને છે. સુવર્ણમાં ભાસ્વર ૩પ હોવાથી તેમ જ સુવર્ણના દ્રવત્વને અગ્નિ સંયોગે વિનાશ નહીં થતું હોવાથી તેઓ તેજસ માને છે. જૈન દર્શન પૃથ્વીકાયને વિકાર રૂપ હોવાથી તેને પાર્થિવ માને છે. જો કે જેને સુવર્ણને અગ્નિના સબવાળી અવસ્થામાં તેજસ માને છે, પણ અગ્નિ સંગશુન્ય અવસ્થામાં તે પાર્થિવ જ છે તેમ સ્વીકારે છે. વળી એ કાંઈ સિદ્ધાંત નથી કે પાર્થિવ વસ્તુને અગ્નિસંગે વિનાશ થાય છે. જેમ કે લેહ ધાતુ અગ્નિ સંગમાં સુવર્ણની જેમ રસવાળું થાય છતાં લેહભાવ ત્યજતું નથી અને અગ્નિસંયોગશન્ય અવસ્થામાં પાર્થિવ કહેવાય છે તેમ સુવણને તેજસ માનવું એ યુક્તિપુરઃસર નથી. તને પાર્થિવ માની અગ્નિસંગે વિનાશીપણું માની પાર્થિવ માત્રને વિનાશ થાય છે એવી માન્યતા પૂર્વાપર વિધયુક્ત છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ અન્ય દર્શને સાથે સરખામણું જ [૬૧] પાર્થિવ પદાર્થો પણ બે પ્રકારના છે. અગ્નિસંગ વિનાશી પણ છે અને અગ્નિસંગ અવિનાશી પણ છે. વૈશેષિકે મનને નિત્ય માને છે જ્યારે જૈન દર્શન મનને અનિય માને છે. તેઓએ મનને સુખ દુઃખાદિ ઉપલબ્ધિનું સાધન ઈદ્રિયરૂપ જ્યારે માનેલું છે ત્યારે જૈન દર્શન તેથી આગળ વધીને કહે છે કે પદ્ગલિક સુખ અને દુઃખ પામવાથી મન કે જે તેનું સંક૯પ વિકલ્પ યુક્ત સાધન છે તેની જરૂર રહેતી નથી અને તેમ થવાથી તેને લય થાય છે, પરંતુ જેઓએ સુખ અને દુઃખ શાશ્વત માનેલા છે, અર્થાત તેથી રહિત થવાનું નથી તેવી માન્યતા જે હોય તો તેમને મનની નિત્યપણે અસ્તિત્વની જરૂર માનવી જ પડે. આ કારણથી તેમણે આવી માન્યતા સ્વીકારેલી છે. તેઓ સર્વ વ્યવહાર હેતુના જ્ઞાનરૂપ “બુધિ” કહે છે; જૈન દર્શન કહે છે કે મતિજ્ઞાન ક્રિયાનિંદ્રા નિમિત્તે-પાંચ ઇંદ્રિય અને મનથી થતું જ્ઞાન તે મતિજ્ઞાન આ પ્રસંગે સર્વ વ્યવહારના હેતુરૂપ જ્ઞાન હોવાને લીધે જો કે ઘણે અંશે આપણે માન્યતા સાથે મળતાપણું છે, પરંતુ આ મતિજ્ઞાન થવાને માટે મુખ્ય સાધન ઈદ્રિય અને મન છે અને તેથી તે બહુ જ નાના વર્તુળ(Circle)માં છે. કેમકે જૈન દર્શને તેથી આગળ વધીને (Upon the vast circle ) ઈદ્રિયોની અપેક્ષા વગરનું જ્ઞાન કહેલું છે, “તેથી સર્વ વ્યવહાર હેતુ –એ શબ્દમાં વ્યભિચાર દેષ આવી શકે છે. વૈશેષિકે ઈદ્રિયના વિષયવડે પ્રત્યક્ષ થતા જ્ઞાનને પ્રત્યક્ષ માને છેઆટલે ટુંકેથી જ તેઓ પતાવે છે. જ્યારે જૈન દર્શન ઇંદ્રિયોના તથા મનના વિષયવડે થતા જ્ઞાનને તે હજુ પક્ષ કહે છે. ઇંદ્રિય પ્રત્યક્ષ પરંતુ આમ પરેલ આવી રીતે માને છે. ઇંદ્રિય વડે થતું જ્ઞાન તદ્દન નિર્મળ અને વિશુધ્ધ નથી હોતું, કેમકે આત્મપ્રત્યક્ષ થતું જ્ઞાન નિષ્કલંક હોય છે અને તે જ વાસ્તવિક રીતે પ્રત્યક્ષ છે. આ રીતે ઇંદ્રિયગોચર જ્ઞાનને Page #101 -------------------------------------------------------------------------- ________________ [૬૨] જૈન દર્શન મીમાંસા જૈનોએ સાંવ્યાવહારિક પ્રત્યક્ષ (વાસ્તવિક પરાક્ષ) માનેલું છે. અને આત્માનુભવ વાળા જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ (વાસ્તવિક પ્રત્યક્ષ) તરીકે સ્વીકારેલું છે. વૈશેષિકાની દ્રષ્ટિ મર્યાદા આગળ વધારે જોઈ શકી નથીએ આ ઉપરથી સિદ્ધ થાય છે. તેવી જ રીતે તેઓએ અનુમાન વડે અને શબ્દાદિ સાંભળવા વડે થતા જ્ઞાનને યથાર્થનુભવ ગણેલે છે, પરંતુ હજી તે જૈનેએ તે સ્થિતિને માત્ર નિમ્ન ભૂમિકાવતી મતિ અજ્ઞાન માનેલું છે. પરંતુ યથાર્થીનુભવ તો ત્યારે જ સ્વીકારે છે કે આત્મા જ્યારે આત્મવીર્યનું પરિપાકપણું પામી તત્વોના શ્રધ્ધાનથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને દેહ અને આત્માને વિવેક કરતાં પૌલિક પદાર્થોને સાક્ષીભૂતપણે ભોગવટો કરી અંતરામપણું પ્રાપ્ત કરે ત્યારે યથાર્થાનુભવની શરૂઆત થઈ કહેવાય છે. વળી તેઓએ સ્વીકારેલું છે કે બુધિ, ઇચ્છા અને પ્રયત્ન નિત્ય અને અનિત્ય એ પ્રકારે હેઈ નિત્ય ઈશ્વરમાં રહેલા છે અને અનિત્ય જીવમાં રહેલા છે, જૈન દર્શન દરેક આત્માને જ્યારે તે કર્મરહિત થાય છે ત્યારે ઇશ્વર માને છે. ઈશ્વર એવી જુદી વ્યકિત કેઈ વિદ્યમાન નથી એમ માને છે. આમ હોવાથી ઈછા અને પ્રયત્ન એ શરીરધારી આભાના મનદ્વારા થયેલા પરિણામે છે. તે કર્મસહિત આત્મામાં વિદ્યમાન હોય છે. કર્મ રહિત આત્માને કોઈ પણ જાતનું સાધ્ય સિદ્ધ કરવાનું નહિ હોવાથી તેઓ ઇચ્છાદિથી રહિત હોય છે, માટે તેમણે જે જીવોમાં અનિત્ય માનેલા છે અને ઈશ્વરમાં નિત્ય માનેલા છે તે વાસ્તવિક રીતે ઘટી શકતું નથી તૈયાયિક અને વૈશેષિકેના સિધ્ધાંતોમાં એક તફાવત એ પણ છે કે વૈશેષિકે અભાવ પદાર્થ માને છે. નૈયાયિકે તે માનતા નથી. અન્ય દર્શનેએ જે પ્રત્યક્ષ પ્રમાણે માનેલું છે તે જૈન દ્રષ્ટિ અનુસાર પક્ષ છે. આમ હોવાથી વધારે પ્રમાણે નહિ સ્વીકારતાં જૈને એ તરઘમાળસૂત્રથી પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ અંગીકાર કરેલા છે. આ બંને પ્રમાણમાં અનુમાન તથા શબ્દાદિ સર્વ અન્ય પ્રમાણોને સમાવેશ થઈ જાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ + - -- * અન્ય દર્શન સાથે સરખામણ * [૬૩] ચાર્વાક દર્શન માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માને છે. પરાક્ષ એવા જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નક, આદિ વસ્તુઓ માનતા નથી; તેમજ મધ્રાંગથી ઉત્પન્ન થયેલી મદશક્તિની પેઠે ચૈતન્યને આવિર્ભાવ માને છે. જૈન દર્શનમાં જગતકર્તા માનેલે નથી, તેમ જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય રૂ૫ જગતનો વ્યવહાર સ્વયમેવ થયાજ કરે છે એવી જેન માનીનતા અમુક અપેક્ષાએ નાતિકને મળતી આવે છે. પરંતુ બીજી સર્વ હકીકતોમાં ચાર્વાકે સત્યથી વેગળા છે. એક માણસ મા પીધા પછી તેની શકિતથી ઉત્પન્ન થયેલું તેનામાં અવ્યવસ્થિતપણું પ્રકટી નીકળે છે, તે નજરે જોઈએ છીએ તેથી ઉલટું આત્મામાં જ્ઞાન પ્રકટે છે ત્યારે અવ્યવસ્થિતપણું દૂર થઈ વ્યવસ્થિતપણું અને નિયમિતપણું ઉત્પન્ન થાય છે, તો આત્મામાં ઉત્પન્ન થયેલું સર્વ સંજોગોને મર્યાદામાં લાવનાર જ્ઞાન ક્યાં ? અને આત્માને અવ્યવસ્થિત સંજોગોમાં મુકનાર માંગથી ઉત્પન્ન થયેલી મદશકિત કયાં ? વ્યાસકૃત ઉત્તર મીમાંસા (વેદાંતદર્શન) અનુસાર વેદના વચન અપૌરૂષય કહેલા છે તે જેમ એક અંશે ન્યાય અને યુક્તિ યુક્ત હતા. નથી કેમકે પુરૂષ પ્રધાનતાથી રહિત છે તેવી જ રીતે અન્ય અંશમાં નાસ્તિકે વડે મનાયેલી મઘાંગથી ઉત્પન્ન થયેલી મદિરાશકિતનું દ્રષ્ટાંત છે. બંનેમાં અવ્યવસ્થિતપણું હોવાને સંભવ રહે છે. કેમકે ઉત્તમ નિયંતા વગર ઉત્તમ કાર્ય હોઈ શકતું નથી. વળી જન્મની સાથે કેટલાક પ્રાણીઓની કુરૂપવાન સુરૂપવાન વ્યાધિયુક્ત અને વ્યાધિ રહિત વગેરે ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થાઓ તપાસતાં એક સામાન્ય બુધિભાનું પ્રાણીને માલૂમ પડ્યા વિના રહેતું નથી કે તે અવસ્થાઓનું કાંઈ પણ અવ્યક્ત કારણ રહેલું છે અને તે અવ્યક્ત કારણોએ જાદાજુદા પ્રકારે ઉત્પન્ન કરેલા છે. જૈનેતર દર્શનમાં એક ગંભીર ભૂલ - જૈનેતર દર્શને પૃથ્વીકાય, અપકાય, વગેરેને પંચ મહાભૂત તરીકે સ્વીકારી રહેલા છે. અને જડપણું સ્થાપન કરેલું છે. જૈન દર્શન તેને સજીવ કહે છે. સાથે Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] જૈન દર્શન મીમાંસા આકાશને અજીવ કહે છે. વનસ્પતિકાયના કેટલાક પ્રત્યક્ષ પ્રકારાને તે અન્ય દર્શન પણ જો કે સજીવ કહે છે પરંતુ સાથે આકાશને અજીવ કહે છે. વનસ્પતિકાયના કેટલાક પ્રત્યક્ષ પ્રકારાને તેા અન્ય દર્શન જો કે સજીવ કહે છે કે, પર`તુ પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાયમાં અને વનસ્પતિક.યના અગણિત સુક્ષ્મ પ્રકારોમાં જીવપણું તેએ જોઈ શકયા નથી. સજીવ અને નિર્જીવ પદાર્થાનાં ભેદોની જ્યાં માહીતી હોતી નથી ત્યાં જીવાનુ` રક્ષણ પૂર્ણ પ્રકારે કયાંથી હાઇ શકે ? જૈનેતર દનવાળા એક તાપસ કે જેણે સંસારના સમારંભાને તજી દીધેલા હાય છે એવી માન્યતાવાળા હોય છે, તે વગર સંસ્કારવાળી માટીને તથા અણુગળ અથવા ગળેલા જળને પેાતાના ઉપયોગમાં વારંવાર લે છે; કેમકે તેણે તેને નિર્જીવ ભૂત તરીકે માનેલા છે. જૈન સાધુએ તેા પૃથ્વીકાય, અપ્ કાયાદિ સજીવ પદાર્થાને અડકતાં પણ હૃયમાં કપે છે. સારી વાચાની અનેક પ્રકારામાં વિસ્તારવાળી સ્વરૂપ મર્યાદા આ રીતે હાઇને અહિં! પરમે। ધર્મ નુ ં વાસ્તવિક સ્વરૂપ દુનિયાને કાઋએ દીધ પરિસ્થિતિમાં બતાવેલુ હાય તેા તેનું માન જૈન દર્શનને ઘટે છે. લોકમાન્ય પડિત અલગગાધર તિલક નીચેના શબ્દોમાં જૈન દન ગત અહિંસાનું બાહ્ય સ્વરૂપ દર્શાવતાં કહે છે. जैन और वैदिक ये दोनों ही धर्म यद्यपि विशेष प्राचीन हैं परंतु अहिंसा धर्मका मुख्य प्रणेता जैन धर्म ही है. जैन धर्मने अपने प्राबल्यसे वैदिक धर्म पर अहिंसा धर्मकी एक अक्षुण मुद्रा( मुहर ) अंकित की है. ढाई हजार वर्ष पहिले वेद विधायक यज्ञोमें हजारो पशुओका वध होता था. परंतु २५०० वर्ष पहिलें जैनियोंके अंतिम तीर्थकर श्री महावीर स्वामीने जब जैनधर्मका पुनरुद्धार किया तब अनके अपदेशमें लोगों का चित्त इस घोर निर्दय कर्म से विरक्त होने लगा और शनैः शनैः लोगोंके चित्त पर अहिंसाने अपना अधिकार जमा लिआ. Page #104 -------------------------------------------------------------------------- ________________ અન્ય દશને સાથે સરખામણ * [૬૫] બાહ્યલિંગ વેષાદિની ઝાંખી:-પાંચ દર્શનના બાહ્ય સ્વરૂપલિંગ વેષ વગેરે જુદા જુદા છે. કેટલાક વ્યાઘ્રચર્મ અને કૌપિન રાખે છે, કેટલાક કમંડલુ રાખે છે-વગેરે પોતપોતાની કલ્પના અનુસાર જુદાજુદા વે અંગત થયેલા છે. જૈન દર્શનના સાધુઓ, મુખવસ્ત્રિકા, રજોહરણ, ચલપટો વગેરે રાખે છે. વેપ એ એક મર્યાદા છે. બાહ્ય લિંગ અને આચારને અવગણના કરનાર પ્રાણુઓ મર્યાદા રૂપ પુલને તોડવાને ઉદ્યમવંત થયેલા છે. વર્ષ એ સાધન અને તત્ત્વપ્રાપ્તિ એ સાધ્ય છે. સાધનને સાધ્ય માનવાની ભૂલ એ તે ગંભીર ભૂલ છે. પરંતુ તે સાથે સાધનથી સાધ્યની ઉત્પત્તિ છે એ વાત બીલકુલ ભૂલવા જેવી નથી. આ જમાનાના વક્ર અને જડ પ્રાણીઓને વેષરૂપ મર્યાદા સંપૂર્ણ રીતે આવશ્યક છે. જ્યારે પ્રથમના દઢ મનોબળવાળા જમાનામાં પણ તે . આવશ્યક જ હતું તો આ ડગમગતા અને તુલાની જેમ ક્ષણમાં નીચે નમી જતા જમાનામાં કેમ તેની આવશ્યકતા દઢપણે ન સ્વીકારાય ? જૈન દર્શનને બાહ્ય વેષ એ એવું સાધન છે કે તત્રસ્થિત પ્રાણીઓને સર્વદા ચરણકરણનુગમાં તલ્લીન રાખે અને તત્ત્વની ગણા નિરંતર પણે મરણગે ચર રખાવી શકે. સંસારી સંબંધવાળા વેષને તજી વૈરાગ્યવાસનાવાળા વેષનું અંગીકાર કરવું–એ સદાચરણની મજબૂત વાડ છે, એમ એક વિદ્વાને કહેલું છે. કેટલાંક પ્રાણીઓ સર્વ દર્શનોને તુલ્ય માને છે. તેઓ આક, નિબ, પિપ્પલ, આંબા વગેરે વૃક્ષને તુલ્ય માનવા જેવી મોટી ભૂલ કરે છે. કઈ પણ દર્શનની નિંદા કરવાનું પ્રયોજન તો હૃદયમાં કદાપિ આરૂઢ થવું ન જોઈએ. પરંતુ મધ્યસ્થષ્ટિએ વિચારવું જોઈએ કે તેઓ શુદ્ધ તત્તની ખોજમાં પણ વાસ્તવિક રીતે શુદ્ધ તત્વોની પ્રાપ્તિથી દૂર રહેલ છે. જેનેતર દર્શને જૈન દર્શનની રમ્ય વાટિકાની લહેરેથી શૂન્ય છે એમ કહેવું અવાસ્તવિક નથી. જો કે જૈન દર્શન વાટિકાની આનંદદાયક લીલેરી તેમાં ઉગેલી છે, પરંતુ બીજી પ્રતિઘાતક વિષમય લલિતરી પાસે જ હોવાથી સર્વાગ વિષમય કરી Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન મીમાંસા દીધેલું છે, તે સ્થિતિ જ્યારે જીવાજીવની કેટિની સરખામણું કરીએ છીએ ત્યારે સ્પષ્ટ છે તેમ જણાય છે. એક જ નયને ગ્રહણ કરી અન્ય નયને અન્યાય આપવાથી આ સ્થિતિ બનેલી છે. શ્રીમદ્ આનંદઘનજીના વિચારે-પૂર્વોક્ત પ્રકારે જિનેશ્વર પ્રભુના અંગોપાંગ તરીકે પડદર્શને કેવી રીતે છે તે શ્રીમદ્ આનંદઘનજીના વચનેમાં નીચે પ્રમાણે દર્શાવી પદર્શનની સંક્ષિપ્ત પર્યાલચના સમાપ્ત કરશું. જિન સુરપાઇપ પાય વખાણું, સાંખ્ય યોગ દેય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેદે રે. (૧) ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દેય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીયે, ગુરૂગમથી અવધારી રે. (૨) કાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જે કીજે રે, તવ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કેમ પીજે રે. (૩) જિનવરમાં સઘળા દર્શન છે, દર્શન જિનવર ભજન રે, સાગરમાં સઘળી તટની સહી, તટિનીમાં સાગર ભજના રે. (૪) છ દર્શને જિનેશ્વર પ્રભુરૂપ પુરૂષના અંગે પાંગ છે. તેમાં મસ્તકને સ્થાને જૈન દર્શન છે. સાંખ્ય અને પેગ એ બે પગ છે, બૌદ્ધ અને મીમાંસક (વેદાંત) એ બે હાથ છે. અને કાયતિક એ પેટ છે. શરીરને અન્ય અવયવ એક ઓછો હોય તે ચાલી શકે, પણ મસ્તક છે તે આખા શરીરને આધાર છે. વિચારશક્તિ મસ્તકમાં રહેલી છે. મસ્તકથી ઉત્પન્ન થયેલા વિચારે શરીરના અન્ય અંગેના નિયામક છે. મસ્તકથી શુભ વિચાર દ્વારા મુકતપણું પમાય છે. અન્ય દર્શને જેઓ હાથ પગ વગેરે છે તે અમુક અંશને ગ્રહણ કરવાથી અમુક અંશે જિનેશ્વરનું એક અંગ છે, અર્થાત એક અંગપણું હોવાથી પૂર્ણ શક્તિની ખામીવાળું છે. જિનેશ્વર રૂપ સમુદ્રમાં સર્વ દર્શને રૂ૫ નદીઓ સમાય છે અને અમુક અમુક દર્શનમાં જિનેશ્વરની શૈલી કઈ કઈ બાબતમાં સચવાય છે ને કે ઈમેઈમાં સચવાતી નથી. માટે જેમ નદી સમુદ્રની Page #106 -------------------------------------------------------------------------- ________________ અન્ય દ તા સાથે સરખામણી [ ૬૭ ] અંશ માત્ર છે તેમ સઘળાં દર્શીતા જૈન દર્શન ઉત્પાદક જિનેશ્વરના અંશ માત્ર છે. પાંચ દતાના ભિન્ન ભિન્ન નયાને એક જ કેંદ્રમાં સમાવેશ કરનાર જૈન દર્શન છે. જૈનેતર પાંચ દર્શાનાના અનેકશઃ વિભાગા થયેલા છે, અને જુદાજુદા એકાંત નય માનવાથી સદી થઈ શક્યા નથી. જૈન સિધ્ધાંતથી જેટલે જેટલે અંશે વિરુદ્ધતાની કાર્ટિ અંગીકાર થયેલી છે તેટલે તેટલે અંશે નયાભાસપણું છે અને જેટલા શમાં અવિરુદ્ધતાની કાઢે છે તેટલા અંશમાં નયના ખુલ્લેા છે. સર્વાંગે જૈન સિધ્ધાંતા સર્વાં નયાને સંગ્રહે છે. આને માટે પૂક્તિ મહાત્માના વચને ટાંકી આ અવતરણને ઉપસંહાર કરવામાં આવે છે. सर्वांगी सब नयधनी रे, माने सब परमान, नयवादी पल्लेाग्रही प्यारे, करेलराइ ठान, निसानी कहा बतावुं रे, तेरे। अगम अगोचर रूप. ㄓˋ ''+ Page #107 -------------------------------------------------------------------------- ________________ ક , ર ત , , , , , , , , , , [૬૮] જૈન દર્શન મીમાંસા ગણિતાનુગ જૈન દર્શન સ્થિત દ્રવ્યાનુયોગ પછી તે મહાપ્રાસાદના દ્વિતીય દ્વારરૂ૫ ગણિતાનુયોગના વિવેચનની આવશ્યક્તા પૂર્વ નિયમાનુસાર સન્મુખ આવે છે. દ્રવ્યાનુયોગની વસ્તુ સ્થિતિ જેમ જૈન દર્શનની તલસ્પર્શી ગહનતાને સૂચવનાર છે તેમ ગણિતાનુગની સંકળના એટલા બધા પ્રમાણમાં અને વિસ્તૃત મર્યાદામાં છે કે ગણિત જેવા તર્ક અને બુધ્ધિથી સાધ્ય થઈ શકે તેવા સામાન્ય વિષયમાં અન્ય દર્શનેને સરખામણીમાં પાછળ રાખેલા છે. પ્રસ્તુત દર્શનવતી ગણિતાનુયોગ કૃપમંડુકતાને તજી મહાસાગરની વિશાળ સીમાને લેકાંત સુધી દર્શાવનાર અદ્દભુત ગણિતયંત્ર–Arithmetic machine છે હાથમાં રહેલા નિર્મળ જળની પેઠે સર્વ જગતને પ્રત્યક્ષપણે દેખ્યું છે જેમણે એવા સર્વજ્ઞો વડે પ્રણીત થયેલું આ દર્શન હોવાથી તેમાં પૂરેપ એશિઆ આદિ વર્તમાન ચાર ખંડેને સમાવેશ માત્ર ભરતક્ષેત્રના એક નાના વિભાગમાં થાય છે, તે ઉપરાંત બીજા અનેક ખંડે, દેશે, નદીઓ, અને પર્વતે જે અત્યારે વિદ્યમાન અવસ્થામાં દષ્ટિગોચર થઈ શક્તા નથી તે ભરતક્ષેત્રમાં મોજુદ છે. આ અનુયોગના સારભૂત વિવેચનને માટે પણ એક મોટો ગ્રંથ તૈયાર કરવો પડે તેવી સ્થિતિ હોવાથી સંક્ષિપ્તપણે અમુક વિભાગમાં દર્શાવી સમાપ્તિ કરવામાં આવશે. લોક અને અલેકરૂપ બે મુખ્ય વિભાગમાં લેકનું આખું નામ “ચઉદરાજલક એવા શબ્દોવાળું છે. રાજ એ અસંખ્યય જનના પ્રમાણ વાળું માપ છે. ચૌદ રાજલક કે જેમાં સર્વ પ્રાણ પદાર્થોને સમાવેશ થયેલે છે, તેને સમગ્રપણે આકાર એક પુરુષ, જેણે પોતાના બંને પગને પહોળા કરેલ છે, બંને હાથને કટપ્રદેશ ઉપર રાખેલા છે, તેવી સ્થિતિવાળો છે. લેકના આકારને દ્રષ્ટાંતપણે બતાવનારા તે કલ્પિત પુરૂષના આકારવાળા શરીરના મધ્યભાગની નીચે અનુક્રમે પહેલી બીજી વિગેરે સાત નરક પૃથ્વી રહેલી છે. મધ્યભાગથી નીચે નરક અને પૃથ્વીની ઉપર Page #108 -------------------------------------------------------------------------- ________________ ગણિતાનુગ [ ૬૯ ] ભુવનપતિ તથા પરમધામિક વગેરે દેવોના આવાસ સ્થાને છે. કલ્પિત પુરુષના આકારવાળા લેકને મધ્યભાગ રૂ૫ તિછલેકમાં આપણે અને આપણને અદ્રશ્ય પ્રાણી-પદાર્થો રહેલા છે. અહીં પંદર કર્મભૂમિના ક્ષેત્રો, ત્રીશ અકર્મભૂમિના ક્ષેત્રો, છપન અંતર દ્વીપ, જંબુદ્દીપ, ધાતકીખંડ, પુષ્કરવરદ્વીપ વગેરે અસંખ્યય દ્વીપસમુદ્ર સર્વજ્ઞ શાસ્ત્રમાં નામ અને યોજનાદિના પ્રમાણ પુર:સર દર્શાવેલા છે. તદ્દન છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે, કે જે પછી લેકમર્યાદા સંપૂર્ણ થઈ અલેકની શરૂઆત થાય છે. અહીંથી ઉપર સાતસેંથી નવસે જન ઊંચે જ્યોતિમંડલના વિમાને છે. અત્રસ્થિત ચંદ્ર, સૂર્ય અને ગ્રહાદિની ગતિઓ વડે મનુષ્યમાં જ તિકશાસ્ત્ર નિર્માણ થયેલું છે. જૈન દર્શનના અનેક ગ્રંથ તિકશાસ્ત્રના ગણિતથી ભરચક હતા. પરંતુ દુઃામકાલેભવ પ્રાણીઓના કમનસીબે આપણા પૂર્વજોની બેકાળજીથી વિચ્છેદ થઈ ગયેલા છે; પરંતુ ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રગતિ જેવા બે મહાન ગ્રંથે જે ચતુર્દશ પૂર્વધર શ્રીમદ્ ભદ્રબાહુ સ્વામિ વિરચિત છે તે વિદ્યમાન છે. એ લાખે નિરાશામાં એક અમર આશા છે, પરંતુ તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઉદ્યમની ખામીએ તિકશાસ્ત્રના લાભની આશાને મૃતવત્ કરી દીધી છે. તિર્મલની ઉપર ઘણે દૂર ઉત્તર અને દક્ષિણ દિશામાં એક જ સપાટીમાં બબે મળી આઠ દેવલેક છે અને તેની ઉપર, એક ઉપર એક એમ અનુક્રમે ચાર દેવલોક મળી કુલ બાર દેવક છે. ઉપર આગળ જતાં નવયક છે ત્યાં અહમિંદ્રપણું હોવાથી ચડતી ઉતરતી પદવી વગેરે વ્યવહાર નથી તે ઉપર પાંચ અનુત્તર વિમાને છે. સૌથી છેલ્લે વિમાન “સર્વાર્થસિદ્ધ નામવાળું છે. ત્યાં એકાવતારી પ્રાણી જઈ શકે છે. તે ઉપર પિસ્તાલીશ લાખ જન લાંબી પહોળી સ્ફટિક રનની શિલા છે, તે સિદ્ધશિલાના નામથી ઓળખાય છે, જ્યાં સિધ્ધના જ આદિ અનંતકાળ રહે છે-અઢીદ્વિીપ કે જે તિછલેકમાં મનુષ્યલેક તરીકે ગણવેલ છે તે પીસ્તાલીશ લાખ જન પ્રમાણુવાળ છે. જંબુ Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન મીમાંસા દ્વીપ એક લક્ષ યેાજનના છે. તેની પિરિધ ૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉ, ૨૮ ધનુષ્ય, અને ૧૩ અંશુલ પ્રમાણ છે. સમળી શાશ્વત નદીએ તિષ્કંલાકમાં ૧૪૫૬૦૦૦ સંખ્યાવાળી છે. ભરતક્ષેત્રનું પ્રમાણ પાંચસે વીશ ચેાજન છે કળાનુ છે. શાશ્વત તીર્થાં સમળી તિøલાકમાં માગધ વરદામાદિ એકસે! એની સ ંખ્યામાં છે. તિર્થંલાકની મધ્યમાં સુવર્ણ - મય સુમેરુ પર્યંત લક્ષ યેાજનના પ્રમાણવાળા છે. બીન્ન કંચનગિરિ, ગજદતા, વખારાગિરિ, વગેરે સર્વમળી બસે એગણાતર પા છે. ચેાત્રીશ વિજય છે પદ્માદિ છ મોટા દ્રહો છે. ઊલાક, તિર્થંલેાક, અને ભુવનપતિ આદિ નિકાયાને વિષે જિન જીવનેોની સંખ્યા સાતક્રાડ ને ખેતેર લાખ જેટલી છે. તે સર્વ ચૈત્યામાં જિન ભિષેની સંખ્યા આઠસા ત્રીશ કેાટી, છેાંતેર લાખની છે. તીખંલાકમાં શાશ્વત જિન ચૈત્યા ચારસા તેસ છે. તેની અંદર સર્વાં મળી પચાસ હજાર ને ચાર જિનબિંમે છે ઊલાકમાં અનુત્તર વિમાન સુધી ચેારાશી લાખ સતાણુ હાર ને તેવીશ વિમાન છે. તેટલાં જ ચૈત્યો છે અને તેમાં સર્વાં મળી એકાણું કૈાટી છેાંતેર લાખ અઢીતેર હજાર ચારસા ચારાથી જિનબિંખે છે. આ આ ઉપરાંત યુગલિક ક્ષેત્રો, જંબુસાલ્મલિ પ્રમુખ વૃક્ષા, ગંગા, સિંધુ, સીતા, સીતે દા, પ્રમુખ મહા નદી વગેરેનું સવિસ્તર મર્યાદાવાળું જ્ઞાન લઘુસ ધણુ-બૃહત્ સ ંધયાદિ ગ્રંથેામાં પ્રતિપાદન થયેલું છે, જે જોવાથી સનદ્રષ્ટિ કેટલી વિસ્તારવાળી હશે તેની સક્ષિપ્તપણે આપણુ પામર પ્રાણીઓને ઝાંખી થઈ શકે છે. કેટલાક અધ્યાત્મી કહેવાતા મનુષ્યો ગણિતાનુયોગના વિષયને શુષ્ક ગણી તેના અનાદર કરે છે, અને ખીલકુલ તે અનુયાગ ભણી દ્રષ્ટિ કરતા નથી. તેવાઓએ સમજવું જોઇએ કે ગણિતાનુયોગ એ લાક સ્વરૂપ દ્રવ્યજ્ઞાન છે અને દ્રવ્યાનુયોગ એ તેનું ભાવજ્ઞાન છે. ભાવજ્ઞાનને દ્રઢ અને મજબૂત કરવાને માટે દ્રવ્યજ્ઞાનની આવશ્યકતા છે એમ શાસ્ત્ર ખુલ્લી રીતે કહે છે. જો કે એટલું તેા છે કે ગણિતાનુયોગના વિષયમાં રચીપી રહી દ્રવ્યાનુયાગ રૂપ સાધ્યથી એનસીબ રહેવુ એ શિષ્ટ સંમત નથી જ; પરંતુ તેથી [ > ] 060 ] * Page #110 -------------------------------------------------------------------------- ________________ ગણિતાનુયોગ [૭૧] ગણિતાનુગ કે જે જૈન દર્શનમાં અગ્રપદ ધરાવે છે તેનું બહુમાન ઓછું થાય છે એ તિરસ્કરણીય છે. ગણિતાનુગના જ્ઞાનથી કૂપમંડૂકતા દૂર થાય છે. દ્રવ્યલોક વિશાળ અને વિસ્તૃત દેખાય છે. મગજશક્તિ તકનિપુણ બને છે, સેય પદાર્થોને સંગ્રહ થઈ જાય છે, અનેક ક્ષેત્રોનું જ્ઞાન થવાથી કદાચ જાતિસ્મરણ જ્ઞાન થાય છે, અને ખુદ દ્રવ્યાનુયેગના પદ્ધોને સમાવેશ કેટલી મર્યાદામાં થાય છે–વગેરે જ્ઞાનપૂર્વક અનેક મહાન લાભો પ્રત્યક્ષપણે રહેલા છે. તેને માટે વિશેષ કહેવાની અગત્યતા પૂર્ણ થવા સાથે શાસ્ત્રાવકન માટે સૂચના કરવામાં આવે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] જૈન દર્શન મીમાંસા કથાનુયોગ : જૈન દર્શનનું સ્વરૂપ સમજવા માટે તૃતીય નેત્રરૂપ ધર્મસ્થાનયોગ છે. આ નેત્રવડે ય ઉપાદેયની નિવૃત્તિ-પ્રવૃત્તિ યથાર્થ સમજી શકાય છે. આ અનુયોગમાં કથાઓને માટે સંગ્રહ છે. ઐતિહાસિક નવલકથાઓ જે અત્યારે ભૂપૃષ્ટ ઉપર વિદ્યમાન છે તેમના અવલકથી નાયકનાં વીરત્વ, શૌર્ય, સૌજન્ય, ક્ષમા અને આર્જવાદિ સદ્ગણે, તેમ જ ક્રોધ, ઈર્ષા, અભિમાન, પ્રપંચ આદિ દુર્ગુણની તુલના થઈ શકે છે. કથાઓ એ સજજન અને દુર્જનની પ્રવૃત્તિઓના બોધ લેવા લાયક દ્રષ્ટાંત હોવાથી અર્થવાહક છે. પ્રાણી માત્ર જે હેયોપાદેય પ્રવૃત્તિમાં યત્ન કરવા તત્પર થતા નથી અથવા તે તેમને રુચતું નથી, તેઓ જ્યારે થાયોગના છતો વાંચે છે, અને તે ઉપર મનન કરે છે ત્યારે તેઓ શુદ્ધાશુદ્ધ પ્રવૃત્તિઓની કટિ જાણી શકે છે. અને પરિણામે હિતકારક પ્રવૃત્તિમાં જોડાય છે. ઘણું પ્રાકૃત પ્રાણુઓને કથાઓ વાંચવામાં બહુ રસ જામત જણાય છે, પરંતુ તેઓએ તેથી હર્ષિત થવાનું નથી. જ્યારે કથાના અંગોને દરેક વિભાગમાં વહેંચી સારભૂત પદાર્થ સમજી શકાય અને અસારભૂત તજી દેવાને પ્રયત્નશીલ થવાય ત્યારે જ ધર્મકથાનુગ દ્વારવડે જૈન દર્શનની મર્યાદામાં પ્રવેશ કરી શકાય છે. ધર્મકથા સિવાયની કથાઓ-વિકથાઓ, અનેક પ્રકારે રાજકથા, ભક્તથા, કામકથા, અર્થકથા વગેરે હોય છે. કથાનાયકે જેમના જેમના સંબંધમાં આવેલા હોય તે સંબંધી વર્ગ અનેક રંગી હોય છે. કેટલાક પ્રસંગમાં સજજને દુર્જનોની કસોટીમાં આવે છે, અને તે વખતે તેમને અનેક રીતે હેરાન થવું પડે છે. કેટલાક નાયકના પ્રસંગમાં આવેલે વર્ગ વિષય અને કષાયથી અભિભૂત હોય છે. કેટલાક નાયકે વ્રતાદિ ગ્રહણ કરી સંકટમાં આવી પડતાં શિથિલ થઈ જાય છે. અમુક નાયકે સંસારમાં રત રહી અંતરંગ કુટુંબના સંબંધથી દૂર રહી બહિરંગ કુટુંબનું હિંસા, અપ્રમાણિકપણું, ચેરી વગેરેથી પોષણ કરવામાં Page #112 -------------------------------------------------------------------------- ________________ કથાનુગ [ ૭૩ ] સાર્થકતા સમજતા હોય છે, કઈ પરસ્ત્રીલંપટ થઈ લજજાને દૂર મૂકી અકાર્યમાં તત્પર થાય છે આ અને આવા જ પ્રકારોથી ભરપૂર ચિત્રો કથા શરીરમાં આલેખન કરાયેલ હોય છે. આવા વિચિત્ર રંગી ચિત્રોમાંથી હેય ઉપાદેયાદિ વસ્તુને જાણી લેવીએ ધર્મકથાનુયોગના શ્રવણ અને વાચનનું અંતિમ રહસ્ય છે. આ બાબતનું સમર્થન શ્રીમદ્ સિદ્ધર્ષિ ગણીના નીચેના કોથી દ્રષ્ટિગોચર થાય છે. अर्थ कामं च धर्मं च तथा संकीर्णरूपताम् । आश्रित्य वर्तते लोके कथातावच्चतुर्विधा । ના વિસ્ટષ્ટ રિંતુટ્યાત સંવંધ વારિ I तेन दुर्गति वर्तन्याः प्रापणेप्रवणा मता ॥ सा मलीमस कामेषु रागोत्कर्ष विधायिका । विपर्यासकरी तेन हेतुभूतैव दुर्गतेः । सा शुध्ध चित्तहेतुत्वात् पुण्यकर्म विनिर्जरे । विधत्ते तेन विज्ञेया कारणं नाक मेक्षियोः ।। त्रिवर्ग साधनोपाय प्रतिपादन तत्पराः । यानेकरस सारार्था सासंकीर्णकथोच्यते ।। “આ લેકમાં ચાર પ્રકારની કથા અર્થ, કામ, ધર્મ અને સંકીર્ણ નામની છે. અર્થકથા અંતઃકરણને કલુષિત કરવાના કારણને લઈને પાપ ઉપાર્જન કરાવી દુર્ગતિપાતક ગણાયેલી છે. કામકથા રામજનક ઈચ્છાઓ ઉત્પન્ન કરનારી હોવાથી દુર્ગતિના અનંતર કારણભૂત છે. ધર્મકથા અંતઃકરણને નિર્મળ કરનાર હોવાથી સ્વર્ગ અને મોક્ષના કારણભૂત તરીકે ગણાયેલી છે. સંકીર્ણ કથા જુદાજુદા રસવાળી હવાથી ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગની સાધનાના ઉપાયભૂત મનાયેલી છે. ” કથા શરીરના ઉત્તમાંગ ધર્મકથામાં ઉત્તમ પંક્તિમાં ગણાયલા મનુષ્યનાં જીવનચરિત્રો બેધનીય એટલા માટે હોય છે કે તેઓના Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] જૈન દર્શન મીમાંસા ચરિત્રો ઉત્તમ સગુણોથી ભરચક હોવાથી જગતના ઈતિહાસના અમર પૃષ્ટ ઉપર મુદ્રિત થાય છે, અને ભવિષ્યની સર્વપ્રજા મુખ્યત્વે એ મહાકાર્યથી એમની સ્મૃતિ સાચવી શકે છે. પછીથી તજજન્ય અનુકરણ કરવામાં પ્રયત્નશીલ બને છે. જીવનચરિત્રોના પાત્રોની જીવન્ત મૂર્તિઓ કે જેઓએ પિતાની સુગંધને પૃથ્વીના પટ ઉપર પાથરી દીધી હોય છે તેવી જીવન મૂતિઓ વાંચકોના હૃદયમાં ઉત્સાહ પ્રેરી હૃદયને પુરૂષાર્થ પ્રેમી બનાવે છે. એક વિદ્વાને કહ્યું છે કે “જે ચરિત્રો અથવા કથાઓ વાંચકના હૃદયમાં મલિન ભાવને નિર્બલ કરી ઉચ્ચભાવને ઉત્તેજિત કરે નહિ અથવા તે મહાન પ્રતિભાનું પ્રતિબિંબ બતાવી વાંચકની શક્તિઓને વિકાસ આપે નહિ તે માત્ર અને વ્યાપાર છે. ” મહાત્માઓની કથામાંથી શું મળી શકે છે તે સંબંધે એક અંગ્રેજ નીચે પ્રમાણે વિચારે બતાવે છે. One comfort is that great men taken up in any way are profitable company. જે મનુષ્ય ખરેખર મોટા હોય છે તેઓના જીવનને ગમે તે દ્રષ્ટિથી નિહાળીએ તો પણ તેમાંથી કાંઈક બોધદાયક અથવા ઉત્કર્ષ કરે તેવું મળ્યા વિના રહેતું નથી.” આમ હોવાથી મનુષ્ય જીવનની સફળતા મહાત્માઓની જીવનકથામાંથી અવશ્ય સારગ્રહણરૂપ હંસચંચુ વડે, મિથ્યાજ્ઞાનરૂપ પાણીને છેડી દઈ શુદ્ધ જ્ઞાનરૂપ દુધથી આત્માને પુષ્ટ કરવા પ્રયત્નશીલ થવાથી થઈ શકે એ નિર્વિવાદ સત્ય છે. ક્રમશ: આ અનુગ ચરણ કરણનુ ગમાં પ્રવૃત્તિનું અનંતર કારણ થઈ જાય છે. તત્ત્વ ગ્રહણ કરી આત્મનતિમાં કર્તવ્યપરાયણ થવું–એ ધર્મકથાને સારી અને અદ્વિતીય સિધ્ધાંત છે. જેને કથાનુગ એટલે બધો વિશાળ અને વિસ્તૃત છે કે જેનેતર દર્શનની કથા સમુદાયની તુલનામાં તે અગ્રપદે આવી શકે છે. વળી જૈન કથાનુગમાં ભાગ્યે જ કલ્પિત કથાઓને સંભવ છે Page #114 -------------------------------------------------------------------------- ________________ કથાનુગ [ ૭૩ ] અને કદાચ હશે તો તે માત્ર દતિક અર્થને ભાવાર્થ ઉત્પન્ન કરવાને માટે જ. પરંતુ પ્રસ્તુત કથાનુગમાં ન્યૂનતા ભાસતી હોય તે તે એ છે કે જે મહાન આચાર્ય અને ઉપાધ્યાયોની ગ્રંથ સમૃદ્ધિ વિસ્તૃત પ્રમાણમાં મળી આવે છે, તેમના જીવનચરિત્રો સંપૂર્ણ પણે સાચવી શકાયું નથી. જેટલા મળી શકે છે તેટલા તદ્દન અપૂર્ણ સ્થિતિમાં છે. આ દેષ ગ્રંથ સમૃદ્ધિ સાચવવામાં બેદરકાર રહેલા પૂર્વકાલીન જૈનેને શિર સર્જીત થયેલ છે. વ્રતનું યથાર્થ પાલન કરનાર અથવા વ્રત વિરાધક કથાનાયકના બોધદાયક ચરિત્રો વાંચકોના હૃદયમાં સજડ છાપ પાડી શકે છે. તેના દ્રષ્ટાંતો પાંચ વ્રત ઉપર અનુક્રમે હરિબલ, વસુરાજા, રૌહિણેય, સુદર્શન અને નંદ આદિ પ્રસિદ્ધ નરેના છે. અનેક રંગી દ્રષ્ટાંતોથી ભરપૂર કથાનુગ છે. તે શાસ્ત્રાવલેકનથી માલૂમ પડી આવે તેમ છે. જેમકે ગિરિશુક અને પુષ્પશુકના દ્રષ્ટાંતમાંથી સદસત્ સંગતિના લાભાલાભને પરિણામે સાર મળી શકે છે. પ્રસ્તુત અનુયોગ સંક્ષિપ્તપણે પૂર્ણ કરી નિમ્નલિખિત બ્લેકના અલંકાર સાથે કથાનુગને ઉપસંહાર કરવામાં આવે છે. इहामुत्र च जंतूनां सर्वेषाममृतोपमाम् । शुध्धां धर्मकथां धन्याः कुर्वति हितकाम्यया ।। Page #115 -------------------------------------------------------------------------- ________________ * * * * * પ મ ર પ ક [ ૭૪ ] જૈન દર્શન મીમાંસા ચરણકરણાનુયોગ : જૈન દર્શનનું તૃતીય રત્ન જેને “ચારિત્ર” શબ્દથી ઓળખાવવામાં આવે છે તે પ્રસ્તુત ચરણકરણાનુગ છે. શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચક જેને-જ્ઞાનચક્ર વિરતિ રૂપે સૂત્રમાં ગુંથે છે, નીતિકાર જેને નૈ તકબળ અથવા વિચારેવડે ઉત્પન્ન થયેલું સદ્વર્તન તરીકે જાહેર કરે છે, માનસશાસ્ત્રીઓ જેને પુરૂષના હૃદય તરીકે ગણના કરે છે, શાસ્ત્રોપદેશકે જેને દર્શનમેહનીયના વિનાશથી સમ્યજ્ઞાન ઉત્પન્ન થયેલું છે, એવા પુરૂષો દ્વારા આલંબનીય માને છે અને અધ્યાત્મજ્ઞાનીઓ જેને જ્ઞાન દર્શનની રમણતા રૂપે સ્થાપન કરે છે–તે આ જે દર્શનનો ચતુર્થ અનુયોગ છે. એક મહાપુરૂષ બુદ્ધિ અને હૃદયની સત્તાનું પૃથક્કરણ કરતાં કહે છે કે–બુધ્ધિબળ કરતાં હૃદયબળ હજારગણે દરજજે ઉચ્ચતા ધરાવે છે. બુદ્ધિબળના સાયુજ્યને પામેલે પણ હૃદયસત્તાથી શૂન્ય પ્રાણી ગાંડા માણસના હાથમાં આપેલી તરવારની પેઠે અવ્યવસ્થિત છે. જેવા વિચાર તેવા આચાર એ સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિદ્વારા સમક્યારિત્રની પરિપલન કરવારૂપે વાસ્તવિકતા પ્રકટ કરે છે, આ ઉપરથી સ્વતઃસિધ થઈ શકે છે કે ચરણકરણાનુગ એ સમચારિત્ર હોઈ અખિલ જેના દર્શનનું હૃદય છે. હૃદયબળ પ્રાપ્ત કર્યા સિવાય પુરુષ મહાપુરુષ થઈ શકતો નથી. દ્રવ્યાનુયોગનું માત્ર અવલંબન કરનારા જેને ચરણકરણનુગ એ ક્રિયાકાંડ હોઈ શુષ્ક લાગે છે અને કષ્ટસાધ્ય કાર્ય તરીકે ગણી પ્રવૃત્તિમાં પોતાની અશક્તિ જાહેર કરે છે; તેવા શુષ્ક જ્ઞાનીઓએ સમજવું જોઈએ કે આ ચરણ સિત્તરી અને કરણ સિત્તરી રૂપ જેને ચારિત્ર એ આત્માની અત્યંત નિર્મળ વિશુદ્ધિ કરનાર છે. દ્રવ્યાનુયોગનું જ્ઞાન એ આત્યંતિક વિશુધિને સજાવનાર અનંતર સાધન છે. પરંતુ સાધ્યની પ્રાપ્તિ સાધના Practical ઉપયોગ વગર નિરર્થક અને નિષ્ફળ છે. પ્રસ્તુત ચારિત્ર બે પ્રકારનું છે, (૧) દેશ વિરતિ (૨) સર્વ વિરતિ Page #116 -------------------------------------------------------------------------- ________________ ચરણકરણાનુગ [ ૭૭] ગૃહસ્થ દેશવિરતિના અધિકારી છે. અને નિરારંભી મુનિઓ સર્વ વિરતિના અધિકારીઓ છે. દેશ વિરતિધર શ્રાવકોને બારવ્રત ગ્રહણ કરવાના હોય છે. સ્થૂલ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, પરસ્ત્રીગમન– વિરમણ, પરિગ્રહ-દિમ્ પરિમાણ, ભોગપભોગ–અનર્થદંડવિરમણ, સામાયિક, પૌષધ, અને અતિથિ વિભાગ. વીશવિધા દયાનું પાલન સાધુઓને માટે ગણતાં ગૃહસ્થના અધિકારમાં ઓછામાં ઓછી સવાવિધા દયા આવી શકે છે. તે દયાનું પાલન કે જે વડે નિરપરાધી, સ્થૂલ પ્રાણીઓની, નિરપેક્ષવૃત્તિથી અને સંકલ્પથી હિંસા નહીં કરું, એવું વ્રત લેવાથી થઈ શકે છે. હિંસા પણ બે પ્રકારની છે. દ્રવ્ય અને ભાવ. રાગદ્વેષના પરિણામવડે ભાવહિંસા અને તજજન્ય પ્રાણિવધાદિ વડે દ્રવ્યહિંસા ગણાય છે તેના હેતુ, સ્વરૂપ, અનુબંધાદિ અનેક ભાંગાઓ છે. ત્યારપછી મન, વચન, કાયા વડે, સ્થૂલતાથી જૂઠું બોલવું નહીં અથવા જૂઠું કાર્ય કરવું નહીં, અદત્ત વસ્તુને ગ્રહણ કરવી નહી, પરસ્ત્રી ગમનથી દૂર રહી સ્વદારા સંતોષ ધારણ કરે, ધન ધાન્યાદિ નવવિધ પરિગ્રહનું માપ કરી સંતોષવૃત્તિ રાખવી, દિશાઓમાં જવાને અમુક હદ સુધી નિયમ કરો, અભક્ષ્ય તથા અનંતાયાદિ વગેરેથી તથા અપેય પાનથી અને કર્માદાન વ્યાપારથી દૂર રહેવું, વિકથાઓ વગેરેથી થતા અનર્થદંડથી વિરમવું, સામાયિક, પિષધ, અને અતિથિ વિભાગ, સાધર્મિવાત્સલ્ય વગેરે શુભ અનુજાતેમાં આદર કરે; આ સર્વ બારવો અનુક્રમે ગૃહસ્થને ગ્ય છે. આ બાર તેને વિસ્તાર ઘણો જ છે. દરેક વ્રતને માટે ભંગાભંગરૂપ અતિચારે છે. જે દર્શાવતાં વિષય વિસ્તૃત થાય તેમ છે. સાધુજનોની ગગનાના મુકાબલામાં ગૃહસ્થને અધિકાર ઘણે અલ્પ હોવાથી તેને પંડિત જનોએ મલિનારંભ” કહેલાં છે સાધુજને કે જેમણે આરંભ માત્રને ત્યજી દીધેલા છે તેઓ “નિરારંભી' તરીકે મશહૂર થયેલા છે. સાધુજનને અધિકાર રૂપે પરિપાલનને માટે ચરણસિત્તરી અને કરણસિત્તરી નીચેની ગાથાઓ વડે પ્રદર્શિત થયેલા છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] જૈન દર્શન મીમાંસા वय समणधम्म संजम वेयावच्चेच बंभगुत्तिसु । नाणाइतियं तवकाह निग्गहाइइ चरणमेयं ।। पिंड विसोही समिइ भावण पडिमाय इंदियनिरोहो । पडिलहेणगुत्ति अभिग्गहंचेव कहणंतु ।। ૫ મહાવ્રત, ૧૦ શ્રમણ ધર્મ, ૧૭ સંયમ પ્રકારે, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્ય, ૩ જ્ઞાનાદિત્રિક, ૧૨ તપ અને ધાદિ ૪ કપાયને નિગ્રહ તથા, ૪ પિંડ વિશુધ્ધિ, પ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમા, ૫ ઈદ્રિય નિરોધ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ. આ રીતે અનુક્રમે સીત્તેર સીર પ્રકારે છે. આ સર્વને વિસ્તાર અસંખ્ય પ્રકારે શાસ્ત્રોમાં વર્ણન કરાયેલે છે. કાકાશના પ્રદેશની સંખ્યા જેટલા પ્રમાણમાં છે તેટલા પ્રમાણમાં ચરણકરણાનુ રૂપ સંયમના સ્થાનકે છે. આત્માના અધ્યવસાયને આશ્રીને તરતમતાએ આ અસંખ્ય ભેદો હોઈ શકે છે. એક જૈન ગૃહસ્થ જે તે પિતાના અધિકારને આશ્રીને ગ્રહણ કરેલા દ્વાદશત્રતનું પાલન કરતો હોય છે, તે દુરાચરણથી ભય પામતા હોવાને લીધે તેમ જ સદાચારમાં ક્ષણમાત્ર પણ અપ્રમાદી હોવાને અંગે તે કદી કોઈના ગુનાહમાં આવી શકતો નથી, તે પંચમહાવ્રતને ધારણ કરનાર સગુરૂઓની તે તેવી સ્થિતિ કયાંથી હોય? જૈન દર્શનના ચારિત્રનું બંધારણ એવું સુદ્રઢ અને બળવત્તર છે કે ચિરસંસ્કારી પ્રાણીઓ જ તેમાં રહી શકે. સાધુજનને પ્રાણાતિપાતાદિ પંચ અવ્રતોથી સર્વ પ્રકારે વિરમવાનું છે. વ્રત લીધા વગર અજ્ઞાનપણે પ્રાણુઓને તે તે પ્રકારના પાપમાર્ગો ખુલ્લા ઠારવાળા હોવાથી કર્મ પ્રવાહના પ્રવાહો આવતા અટકી શકતા નથી. તેથી શ્રીમદ્દ યશોવિજયજીએ કહ્યું છે કે – અવિરતિ લગે એકૅક્રિયા રે, પાપ સ્થાન અઢાર; લાગે પાંચેહી ક્રિયારે, પંચમ અંગે વિચારે છે. (૧) Page #118 -------------------------------------------------------------------------- ________________ - - - ચરણકરણનુગ [ ૭૯ ] “ભગવતીસૂત્રમાં કહ્યું છે કે એકૅકિયે અવિરતિ હોવાથી તેમને પાંચ ક્રિયાઓ અને અઢાર પાપસ્થાનકેથી ઉત્પન્ન થતો ક્ષણેક્ષણે કર્મબંધ પડે છે.” સાધુજીવન ઘણું જ કઠિન છે. તલવારની ધાર ઉપર નાચતા બાજીગરે તથા લેઢાના ચણાને ચાવી જનાર અવધૂતોનાં કરતાં સાધુ જીવનની કઠિનતા દુર્ભેદ્ય છે. આત્મબળના સામર્થ્ય વડે કર્મબળને તોડી પાડવાની શક્તિવાળા પ્રાણુઓ યથાર્થ ચરણકરણની સાધના કરી મુક્તિ પામી શકે છે. ચારિત્રની પરિપાલનના વડે આત્મા કર્મનો આશ્રવ દૂર કરી સંવરપણું પ્રાપ્ત કરે છે. સંવરપણું પ્રાપ્ત થવાથી નવા કર્મનું આગમન રોકાઈ જવાથી પૂર્વ કર્મની નિર્જરા (દેશ થકી ક્ષય) થતાં સર્વ કર્મની નિજ થવાને સંભવ છે. ચરણ ક્રિયાનું પાલન કરતા સાધુ જનેને દશ પ્રકારે યતિધર્મ સેવન કરવો પડે છે. તે નીચે પ્રમાણે છે. શાંતિ, આર્જવ, માર્દવ, સંતોષ, તપ, ઈદ્રિયસંયમ, સત્ય, શૌચ, આકિચન્ય અને બ્રહ્મચર્ય. આમાં પ્રથમ ચાર કેધ, માયા, માન અને લેભની નિવૃત્તિથી ઉત્પન્ન થયેલા ગુણો છે. ચાર કષાનું સ્વરૂપ દ્રવ્યાનુયેગના વિષયમાં ઠીક રીતે આવી ગયેલું છે. તપ બે પ્રકારે છે. બાહ્ય અને અત્યંતર અનશન, ઊનેદરીવ્રત, આજીવિકા સંક્ષેપ, રસ ત્યાગ, કાયાકલેશ, અને સંલીનતા -આ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય અને ધ્યાન એ અંતરંગ તપ છે. નમુક્કારસહિથી માંડીને ઉપવાસ પર્યત વ્રત લઈ એટલે જેટલે અંશે આહાર ન કરે તે અનશન. આ અનશન અને ઔનેદ વિગેરે-ઈદ્રિય સંયમરૂપ યતિધર્મને પાલન કરાવવાનું પ્રબળ સાધન છે. બાહ્ય તપ વડે ઈકિય રૂ૫ ઘેડાને વિકારગ કુંઠિત થઈ જાય છે. પૌગલિક ભેગન ખાવા પીવાના તથા ભોગવવાના આત્માના અનાદિ. બધ સંસ્કારને તોડી પાડવાને પ્રબળ કુહાડા સમાન જે કઈ પણ હોય તો તે અનશનાદિ બાહ્ય તપ છે. સ્મૃતિભંગથી પાપાચરણ થયેલું હોય તેને દંડ ગુજન અથવા વડીલદ્વારા વહેરી લે તે પ્રાયશ્ચિત્ત. પૂજ્ય પ્રતિ ભક્તિભાવનું દર્શન તે Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ]. જૈન દર્શન મીમાંસા વિનય. ગ્લાન પ્રાણીઓની સારવાર કરવી તે વૈયાવચ્ચ, અને જ્ઞાનનું શ્રવણ મનન, અને નિદિધ્યાસન એ સ્વાધ્યાય. આર્ત અને રૌદ્ર ધ્યાનથી રહિત થઈ ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાનમાં રમણતા કરવી તે ધ્યાન તપ કહેવાય છે. ધ્યાનને ચાર પ્રકારે આ રીતે છે. આ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન. આ ધ્યાનના ચાર પ્રકાર (1) ઈષ્ટ વિયેગ, અનિષ્ટ સંગ, રોગ ચિંતા, અને અશોચ (ભાવિભવમાં મને અમુક ઈષ્ટ વસ્તુ મળો એવુ નિયાણું કરવું તે) રોક ધ્યાનના ચાર પ્રકાર (૧) હિસાનુબંધિ (૨) મૃષાનુબંધિ (૩) તેયાનુબંધિ અને (૪) સંરક્ષણનુબંધિ (માલમિલકત સ્ત્રી પુત્રાદિના સંરક્ષણ સંબંધી). ધર્મ ધ્યાન ચાર પ્રકારે (૧) આજ્ઞા વિચય (જિનાજ્ઞાના સ્વરૂપનું ચિંતવન) (૨) અપાય વિચય (કર્મો વડે પ્રાણીઓને થતી પીડાનું ચિતન) (૩) વિપાક વિચય (સુખ દુઃખાદિને કર્મફળ જાણી શક નહીં કરવા સંબંધી વિચારણા) અને (૪) સંસ્થાન વિચય (ચૌદ રાજલે ના સ્વરૂપનું મનન). શુકલ ધ્યાન ચાર પ્રકારે (૧) પૃથર્વ વિતર્ક સવિચાર (૨) એકત્વ વિતર્ક અવિચાર (૩) સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ (૪) વ્યસન્નક્રિયા અનિવૃત્તિ. પહેલા બે ભેદ ઉચ્ચ ભૂમિકા ઉપર ચડતા પ્રાણીને આઠમા ગુણ સ્થાનકથી શરૂ થાય છે. તેમાં જગતમાં રહેલા પદાર્થોને ગુણ પર્યા. યનું ચિંતવન છે. બારમે ગુણસ્થાને પ્રસ્તુત ધ્યાનને બીજે ભેદ પૂર્ણ થાય છે. તે પૂર્ણ થયા પછી ધ્યાતા વિશ્રાંતિ પામે છે. ત્યાર પછી તુરત જ અખિલ પ્રાણી પદાર્થોને હસ્તામલકત જણાવનાર કેવળજ્ઞાન થાય છે. અહીંથી ત્રીજે પ્રકાર શરૂ થાય છે. અને આયુષ્યમર્યાદાપૂર્ણ થવાની તૈયારી વખતે સૂમ મન, વચન, અને કાયવ્યાપારને રેપ કરતી વેળાએ ત્રીજો પ્રકાર પૂર્ણ થઈ ચતુર્થ પ્રકાર શરૂ થાય છે. પૂર્ણ કર્યા પછી રૂટુ–પંચ હસ્તાક્ષરના ઉચ્ચાર જેટલા સમયમાં નિર્વાણપદ પામે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ચરણકરણાનુગ [ ૮૧] આ ધ્યાન ચરમ કેવલી થયા પછી વિચ્છેદ ગયેલું છે. આ ધ્યાનના વજ ઋષભનારા સંધયણવાળા માત્ર અધિકારીઓ છે. કહ્યું છે કે – इदमादिम संहनना एवालं पूर्ववेदिनः कर्तु । स्थिरतां न याति चित्तं कथमपि यत्स्वल्पसत्त्वानां ।। “પ્રાકૃત પ્રાણીઓનું ચિત્ત આ ધ્યાનને માટે લાયક નથી; કેમકે ચિત્ત ધૈર્ય તેમને હોતું નથી. માટે પ્રથમ સંઘયણવાળા પૂર્વધર વગેરે આ ધ્યાનના અધિકારીઓ હોઈ શકે છે.” આ ઉપરાંત દિ પાંચ સમિતિ, મન આદિ ત્રણ ગુપ્તિઓ, સુધા આદિ બાવીશ પરિસહ, અનિત્યાદિ બાર ભાવના, સામાયિકાદિ પાંચ ચારિત્રો, મૈત્રી આદિ ચાર મહાભાવનાઓમાં સાધુજનોને નિરંતર રમણ કરવાનું છે. ચારિત્રના આ સર્વ અંગે વિસ્તાર શાસ્ત્રોમાં ઘણજ છે, ચારિત્રની વ્યાખ્યા કરતાં કહેવામાં આવે છે કે— पंचमहाव्रतमूलं समितिप्रसरं नितांतमनवद्यम् । गुप्तिफलभारननं सन्मतिना कीर्तितं वृत्तं ।। ચારિત્રરૂપ વૃક્ષની જડ પાંચ મહાવ્રત છે, શાખા પાંચ સમિતિ છે, અને ફળ ત્રણ ગુપ્તિ છે” ચરણકરણનગની આ ક્રિયાઓના સંસ્કાર દ્રઢ થવાથી મનેબલ ઘણું જ ઉચ્ચ અને વિશાળ પ્રદેશાવગાહી બને છે. સંયમની આ સર્વ શુભ ક્રિયાઓ શુદ્ધ અને ઉત્પાદક શક્તિથી ભરપૂર હેવાથી જ્ઞાન દર્શનની રમણતારૂપ ચારિત્રનો આભા અધિકારી બને છે. મુક્તિ કે જેને અનેક દશનોએ જુદા જુદા કારણે માનીને કાર્યરૂપે એક માનેલી છે, તે જૈન દર્શનની અપેક્ષાએ અનંતકાળ આત્માની જ્ઞાન દર્શનમાં રમણતા અને આત્માના સંસારીપણાના આત્યંતિક ક્ષયરૂપે છે. આ મુક્તિનું વાસ્તવિક સ્વરૂપ છે. શાસ્ત્રકાર તેથી જ કહે છે કે – अयमात्मैव संसारः कषायेंद्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ।। Page #121 -------------------------------------------------------------------------- ________________ [૮૨] જૈન દર્શન મીમાંસા “ કષાય અને ઇંદ્રિયથી જીતાયેલા આત્મા તે જ સંસાર છે અને તેમને આત્મા છતે ત્યારે પંડિતે તેને મેક્ષ કહે છે. ’’ 64 અત્ર એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સિદ્ધના વેને, આ સંસારમાં સુંદર સ્ત્રીએ સાથે રમણ કરવાથી ઉત્પન્ન થતે। આનંદ તેમ જ સ્વાદિષ્ટ અને ઉત્તમ ભેાના આરેાગવાથી ઉદ્ભવતા આનંદ નથી જ; તે મુક્તિ નિવાસ કરતાં અહિં સુખ લાગે છે. ત્યાં ભાગવટા વગરની શૂન્ય અવસ્થા છે. પરંતુ પુદ્ગલાનદી પ્રાણીઓને આ અજ્ઞાનમૂલક પ્રશ્ન છે— એમ કહેવા સાથે સમાધાન કરવામાં આવે છે કે એક પ્રાણી કટારામાં રહેલા દુધપાક ગળાં સુધી ખાય છે, હવે શું તે વધારે ખાવાની ઈચ્છા કરે તે ખાઈ શકે ખરો કે ? સ્ત્રી સચેાગના સુખને અતે વિષય કવેશ કટુ લાગે છે! આ પ્રકારે આ સંસારી પ્રાણીઓને પૂર્વ સંસ્કાર નિત અનેક પ્રકારે ખરજ ઉત્પન્ન થાય છે, અને તેને ચેાગ્ય વા અયેાગ્ય પ્રકારે દૂર કરવાની કાશીશ કરે છે. જે જે પ્રકારની ખરજ ઉદ્ભવે છે તેની શાંતિ પછી તે ખરજને શાંત કરનારી વસ્તુના વ્યાપાર ઝેર જેવા લાગે છે. શરીર ઉપર ખુજલી થાય છે તે વખતે ખરજ પ્રકટે છે; પછી તે ખરજને શાંત કરવાને ખણવાથી ફાલ્લાઓ ઉપસે છે જેથી તે ખણુવાના સુખ કરતાં અનેકગણું દુ:ખ ઉત્પન્ન થાય છે. પુદ્ગલિક પદાર્થોથી થતાં સુખની આ સ્થિતિ છે. જે સુખને પરિણામે દુ:ખ રહેલુ છે તેને શાસ્ત્રકાર 'સુખ જ કહેતા નથી. સિદ્ધના જીવાને ક્ષુધા તથા વિષયાદિ ખરજની ઉત્પત્તિનું બીજ દગ્ધ થયેલ હોવાથી તે ખરજની શાંતિના ઉપાયે ચેાજવાની તેમને જરૂર હેાતી નથી. તે ખરેખરા સુખમાં રહેલા છે. જ્ઞાનાનંદમાં મગ્ન થઇ એક સમયમાં જગતના ત્રૈકાલિક ભાવેાને સામાન્ય-વિશેષ ઉપયોગપણે જાણ્યા કરે છે. ઉપાધિ રહિત જીવન હાઈ નિરાબાધપણામાં સ્થિત છે. સમગ્ર વિશ્વમાં કાઇ પણ પદાર્થ સંકલના એમનાથી ગુપ્ત નથી. શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે તેથી ઉલટુ આ સિદ્ધ જીવે તે પુન: અવતાર લેવાને અભાવ સ્થાપિત થયેલા છે. કેમકે શ્રી કૃષ્ણુ કહે છે કે : "" * Page #122 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * ચરણકણુનાગ [ ૮૩ ] यदायदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहं ॥ હે અર્જુન વૈકુંઠમાં ગયા પછી જ્યારે જ્યારે આર્યધર્મની ક્ષતિ જોવાય છે અને અધર્મની વ્યાપકતા દષ્ટિગોચર થાય છે ત્યારે હું પુનઃ અવતાર ધારણ કરું છું. ” પ્રસ્તુત સ્થિતિમાં જૈન દર્શનના સિદ્ધાંતાનુસાર રાગ અને દ્વેષરૂપ ભવબીજેનું દહન થયેલું હોવાથી બીજના દહન પછી જેમ વૃક્ષના ઉત્પન્ન થવાની આશા વ્યર્થ છે તેમ સિદ્ધ જેવો સંસારરૂપ દુઃખાગારમાં પુનઃ પ્રવેશ કરે-એ સર્વ પ્રકારે અસંભવિત જ છે. જૈન દર્શનને ચતુર્થ અનુગ કે જે નિર્વાણપદના મુકુટને તૃતીય રત્નરૂપે અલંકૃત કરે છે, તે જ્ઞાન, વિરતિ અને મુક્તિના સાધ્ય-સાધન અને ઉપાય-ઉપેયના પૂર્વોક્ત સંબંધ સાથે અત્ર પૂર્ણ કરવામાં આવે છે. અને શ્રીમદ્ ઉપાધ્યાયજીના વચનમાં ચારિત્ર શબ્દને વ્યાકરણ દષ્ટિએ પદચ્છેદ કરતાં કહેવામાં આવે છે કે, ચય જે આઠ કર્મને સંચય રિકત કરે છે તેહ, ચારિત્ર નામ નિરુતે ભાખ્યું–તે વંદુ ગુણ ગે; રે ભવિકા સિદ્ધચક્ર પદ વદે (૧) जिनधर्मविमुक्तोऽपि माभूवं चक्रवर्त्यपि । स्यं चेटोऽपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः ।। “જિનધર્મથી રહિત ચક્રવર્તીપણું મારે જોઈતું નથી, પરંતુ જિનધર્મવાળું દાસત્વ મળે તે પણ સંતોષ માનીશ.” યોગશાસ્ત્ર-શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪] જૈન દર્શન મીમાંસા ઉપસંહાર પ્રિય વાચકગણ! જૈન દર્શનના ચારે અનુયોગોનું સ્વરૂપ સંક્ષિપ્તપણે પૂર્ણ કરવામાં આવેલું છે. અવાંતર જૈનેતર દર્શનના સિધ્ધાંતોની સરખામણી ક્રમશઃ થયેલી છે. જૈન દર્શન કે જેમાં અનંત પ્રાણી પદાર્થોનું જ્ઞાન સમાયેલું છે, તેને ટુંકમાં કહી બતાવવું એ માત્ર મહાસાગરમાંથી એક બિંદુ પૃથ્વી ઉપર મૂકવા બરાબર છે. સંક્ષિપ્ત પણે દર્શાવતાં અનેક પ્રકારે વસ્તુસંકલન અપૂર્ણ રહેલી હશે, એટલું જ નહીં પરંતુ સ્થૂલ સૂમ રહ નું આવાહન પણ નહીં થયું હોય; તેમ જ વસ્તુતત્વની પ્રરૂપણ ઉલટી રીતે બનેલી હોય ! આ સર્વને માટે મિથ્યાદુકૃત દઈ ઉપસંહાર કરતાં જૈન દર્શનને અંગે તેની જનસમૂહમાં સર્વ સામાન્ય પરિસ્થિતિ પરત્વે બે બેલ લખવામાં આવે છે તે અપ્રાસંગિક નહીં જ ગણાય. જૈન દર્શનના બાહ્ય અને અંતરંગ સ્વરૂપને વિવેક કરતાં તેનું અખિલ અંગ અખંડ બને છે. બાહ્ય સ્વરૂપ કે જેને પ્રાકૃત પ્રાણીઓ તત્કાળ ગ્રહણ કરી શકે છે, તે પણ એવી સુંદર મર્યાદામાં સંકલિત થયેલું છે કે, તે અન્ય દર્શનના બાહ્ય સ્વરૂપને લૌકિક કટિમાં મૂકી, તેનાથી અતીત થઇ–લેકેત્તર કટિમાં સ્વયમેવ પ્રવેશ કરે છે. દષ્ટાંત તરીકે શ્રાવક અને મુનિઓને આચાર કે જે જૈન દર્શનનું બહિરંગ સ્વરૂપ છે, તેનું પૃથક્કરણ કરીએ ત્યારે એક શ્રાવકને આખો દિવસ કેવી સુંદર ભાવનામાં વ્યતીત થવો જોઈએ અને મુનિને આખો દિવસ કેવી સુંદર ક્રિયાઓમાં પ્રવૃત્તિ પામી નિવૃત્ત થવો જોઈએ, તે ગ્રંથમાં વિસ્તાર પુર:સર દર્શાવાયેલું છે. એક શ્રાવક તરીકે હિંસાથી સ્થૂળ પ્રમાણમાં નિવૃત્ત થવું, અસત્ય તજી વાસ્તવિક સત્યને અંગીકાર કરવો, રાત્રિ ભોજનથી વિરમવું, મધ અને માખણ આદિ અભક્ષ્યથી દૂર રહેવું–વગેરે શ્રાવકની પ્રવૃત્તિઓ તપાસતાં અન્ય દર્શનના બાહ્ય સ્વરૂપથી પણ અનેક દરજે ઉત્કૃષ્ટપણે વર્તે છે. અધિક માસની અંદર અમુક દર્શનના અનુયાયીઓ Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [૮૫] સવારમાં ઘણું વહેલાં નદી કે સમુદ્રતીરે સ્નાન કરવા જતા–ભક્તિ ભાર્ગાવલંબી પુરૂષ અને સ્ત્રીઓના બાહ્ય સ્વરૂપની બારીકીઓ તપાસતાં અતિ તુચ્છ અને સામાન્યથી પણ સામાન્ય પ્રક્રિયા અનુભવવામાં આવશે. વળી તેવા જ ઇતર દર્શનના ભક્તો, લીલાનું અનુકરણ કરતાં કેવી શોચનીય સ્થિતિમાં આવી પડેલા છે અને પડે છે તે જરા વધારે ઊંડુ નિરીક્ષણ કરતાં ખબર પડશે. કહેવાતા સાધુઓ કે જેઓ કાંચન અને કામિનીના સંગથી જુદા નથી, તે કઈ રીતે ભક્તજનોને નિઃસ્પૃહી બનાવી શકે ? વળી કઇ અમુક દર્શનીઓના સાધુઓ એવા છે કે જેઓ પરિગ્રહરહિતપણે વિચરે છે, છતાં તેઓનું અંતરંગ સ્વરૂપ હિંસાદિવાળું હોવાથી હિંસાનું વાસ્તવિક સ્વરૂપ સ્વાનુભવગમ્ય નહીં હોવાથી, હાથી વગેરેના માંસથી પિોતાની જીવનવૃત્તિને સદોષ બનાવે છે. અને એ રીતે બહિરંગ સ્વરૂપ શુદ્ધ અને સાત્વિક હાય નહિ તેમાં આશ્ચર્ય જેવું કશું જ નથી. જે જે દર્શનના નેતાઓ જેટલા પ્રમાણમાં શુદ્ધ આચરણવાળા, સત્ય માર્ગને અનુસરનારા, વાસ્તવિક સાધ્યનું અવલંબન કરનારા હોય છે તેટલા પ્રમાણમાં તેમના અનુયાયી વર્ગ સત્યમાર્ગમાં ટકી રહેલું હોય છે. જેના દર્શનમાં મહાત્માની પ્રતિમા કે જેના ઉપર ધર્મનું જ મોટે ભાગે અવલંબન રહેલું છે તે કેવી સૌમ્ય આકૃતિવાળી અને નિરીક્ષકના હૃદયને ઉલ્લભાયમાન કરનારી છે ! જ્યારે અન્ય દર્શનેમાં કહેવાતા મહાત્માઓની પ્રતિમાઓ ઈતર આકૃતિવાળી દેખાય છે, કે જે વડે તેનું સેવન કરનારા હૃદયમાં તેવા જ ઈતર ભાવને મુદ્રિત કરાવે છે કે જે ન્યાયની કેટિમાં આવી શકતા નથી. દેવ, ગુરુ અને ધર્મ એ મુક્તિનાં બાહ્ય અંગરૂપ હોવાથી તે બાહ્ય અંગ ન્યાય કષ્ટયા તદ્દન શુદ્ધ અને નિર્મળ હોવાં જોઈએ. જૈન દર્શન નના આ બાહ્ય અંગમાં કોઈપણ જાતિના દૂષણનો આક્ષેપ આવી શકતા નથી એ તત્રકથિત સ્વરૂપથી અનેક પ્રકારે દષ્ટિગોચર થાય છે. અન્ય દર્શનેના આ ત્રણ બહિરંગોમાં આકૃતિ, રવભાવ, ગુણદોષ, પરીક્ષા, પરિસ્થિતિ, રહેણું કરણી વગેરે તપાસ કરતાં સદોષ અને સત્ય માર્ગથી Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] જૈન દેન સીમાંસા ચુત દેખાઈ આવે છે, તે તેમના શાસ્ત્રીય બાહ્ય સિદ્ધાંતામાંથી પુર વાર થાય છે. '' '' કાહિંસા પરમો ધર્મઃ-સૂત્રાનુયાયી જૈન દર્શન ઉપર આક્ષેપ કરતાં મીસીસ એનીબીસેટ કહે છે કે “ જૈને પાણીને અશાસ્ત્રીય રીતે ઊકાળે છે’’–પરંતુ લૌકિક નીતિરીતિના સંસ્કારવાળી તે સ્ત્રીને લેાકેાત્તર સત્તા કેમ ગ્રાહ્ય થઇ શકે? જૈન દશ્તુન તેને નીચે પ્રમાણે ઉત્તર આપે છે. મારા અનુયાયીઓને સંયમનુ પાલન કરવાને માટે ઇંદ્રિયનિગ્રહની સૌથી પહેલી જરૂર છે. લગામ છેડી દેવાથી ઉન્મત્ત થયેલા ઇંદ્રિયરૂપ અવેના વિકારવેગ એછે કરવાને માટે ઉષ્ણુ પાણી એ પ્રળ સાધન છે. આ ખાદ્ય સાધનથી ધ્યાન અને પ્રાણાયામાદિક આંતર સાધના ધણી જ સરળતાથી આત્માને લભ્ય થાય છે. [ શરીર સુધારકા (ડાકટરા) પણ વૈજ્ઞાનિક કેમીકલી-રીતે પૃથક્કરણ કરતાં ગરમ કરેલું પાણી પ્રાણીને સાત્ત્વિક પ્રકૃતિવાન બનાવે છે તેમ કહે છે] મેલેરીઆ, ટાઇફાઈડ વગેરે તાવની હવા ફેલાય છે ત્યારે નિર્દોષ ઉકાળેલું પાણી વાપરવાની ભલામણુ કરે છે. આ હકીકત પ્રાસગિક છે. આથી આત્મય પ્રાપ્ત કરાવનાર અને પૌલિક વાસનાઓનું દમન કરનાર તરીકે ગરમ કરેલું પાણી પ્રબળ કારણ છે. તે સાથે અમારી સૂક્ષ્મ સૃષ્ટિમાં સત થયેલી હકીકત એ છે કે જળમાં એકેદ્રિય જીવેાના જન્મ મરણના વ્યાપાર સમયે સમયે થયાં જ કરે છે. તે પ્રાકૃત પ્રાણીએથી અદૃશ્ય છે. તે વ્યાપાર પાણીને ઉકાળીને પીવાથી અટકી જાય છે. અને બહેોળા પ્રમાણમાં થતી ઉત્પત્તિ અને વિનાશરૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિનેા માર્ગ બંધ પડે છે. સ્યાદ્વાદય મારૂ સ્વરૂપ હેાઈ નફા તેટાના સરવૈયા સાથે આ હકીકત ન્યાય અને યુક્તિ પુરઃસર છે એમ કહેવું બીલકુલ વાંધા વગરનું છે. ” જૈન દર્શીનનું અંતરંગ સ્વરૂપ કે જે તેનું તત્ત્વ સ્વરૂપ છે તેને ચાલુ જમાનાની વૈજ્ઞાનિક (Scientific) શોધ પ્રમાણે તપાસ કરવામાં આવે તે જનસમૂહને ધણી જ સરળતાથી ગ્રાહ્યમાં આવી શકે તેમ છે. જેમ કે એકસીજન અને હાઇડ્રોજનના સયાગથી પાણી ઉત્પન્ન Page #126 -------------------------------------------------------------------------- ________________ * : - ------- - ઉપસંહાર [ ૮૭] થાય છે તેમ આધુનિક વિજ્ઞાનશાસ્ત્ર માને છે. અને તે પ્રત્યક્ષપણે બતાવે છે. જૈન દર્શન કે જેના પ્રણેતા સર્વજ્ઞ છે, તે પણ કહે છે કે “વાયુયોનિરાપદ-પાણી એ પવનમાંથી ઉત્પન્ન થાય છે” આ રીતે અનેક બારીક હકીકત જે પ્રત્યક્ષ પ્રકટ થઈ અત્યારે જનસમૂહને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે, તેની ઘણા વર્ષો પહેલાં સર્વ વડે જૈન દર્શનમાં સંકલન થયેલી છે–એમ ખાત્રીબંધ પુરવાર કરનારા જૈન વિદ્વાને નીકળી આવવાની જરૂર છે. આ કાર્ય ગ્રેજ્યુએટની પદવી પ્રાપ્ત કરનારા જૈન બંધુઓએ શાસ્ત્રાભ્યાસ દ્વારા સિદ્ધ કરવાને પ્રયત્નશીલ થવું જોઈએ, પરંતુ અફસ છે કે ગ્રેજ્યુએટ થનાર વર્ગ હરેક કઈ પ્રકારે આજીવિકા પ્રાપ્ત કરવામાં મશગુલ હોવાથી ધાર્મિક તોની જ્ઞાનપ્રાપ્તિમાં પ્રમાદી અને સુસ્ત રહે છે અથવા તપ્રતિ અભાવ બુધિવાળા હોય છે. જૈન દર્શનાનુયાયી ગૃહસ્થાને માટે ઉત્તમ પ્રકારના આચારે શાસ્ત્રમાં નિરૂપણ થયેલા છે, પરંતુ અત્યારે આ ગૃહસ્થો મેટા વિભાગમાં તદનુકૂળ પ્રવૃત્તિ કરતા નથી એ જોઈ બુદ્ધિમાન મનુષ્યનું હૃદય ખિન્ન થયા વગર રહેતું નથી. ગૃહસ્થના સ્વામીવલ, જ્ઞાતિ ભોજન, વરા આદિ પ્રસંગમાં તેમની ભજન કરવાની રીતભાત તેમના પાત્રોની શુદ્ધાશુદ્ધતા, તેમની ઉચ્છિષ્ટ મૂકવાની ટેવો અને ઉચ્છિષ્ટ ભજન અને પાણીની સાંગિક સ્થિતિ–આ સર્વ તપાસતાં શુદ્ધ આચારહીનપણું દેખાય આવે છે. આ ઉપરાંત ધાર્મિક કાર્યોમાં પણ કપટવૃત્તિ અને કીર્તિની લાલસા, તેમ જ વ્યાપારધારા અર્થ સાધનમાં બેહદ અપ્રમાણિકપણું, નેકરીના પ્રસંગમાં ચેરી, ન્યાયાધીશપણુમાં પ્રમાણિકતારહિતપણું, વકીલાતના પ્રસંગમાં અસત્ય મુકરદમાનું સમર્થન વગેરે અનેક પ્રમાણમાં એક શ્રાવકને ગ્ય આચાર ભૂલી જવામાં આવે છે અને શ્રીમદ્ હરિભદ્રસૂરિના કહેલાં વચને “ચાયતifકત વિત્ત મય હતાતત્ –માત્ર પુસ્તકમાં જ રાખવામાં આવેલા છે. આ પ્રકારે જે શાસ્ત્રનું અંતરંગ સ્વરૂપ ઉચ્ચતર છે તેના અનુયા. Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] જૈન દર્શન સીમાંસા સીએનું હિરંગ સ્વરૂપ તપાસતાં મે.ટે ભાગે નિરાશાજનક લાગે છે. જો કે હજી લૌકિક શાસ્ત્રોના બહિરંગ સ્વરૂપ કરતાં કહેવાતી સારી સ્થિતિ છે. પરંતુ તેવા જ અથવા તેથી અધમ સ્થિતિ ધીમે ધીમે કૅમ ન થઈ જાય એવી ભીતિ સુજ્ઞજને તરફથી રાખવામાં આવે છે—એ સવેળાની ચેતવણી છે. આમ હોવાથી દરેક શ્રાવક પેાતાના બાહ્યાચાર અથવા વનમાં શાસ્ત્રાનુકૂળપણે શુદ્ધ હવા જ જોઇએ. * કુસંપની વૃદ્ધિ એ પણ બાહ્યાચારની ચ્યુતાવસ્થા છે. જૈન કોન્ફરન્સ કે જે ભવિષ્યમાં હિતકર્તા નીવડશે એવી આશા જ હતી તે અટકી જવાનું કારણ હાલમાં કુસંપ સિવાય અન્ય નથી. કલેશ અને વાવવામાં સમય ગાળી અનેક મનુષ્યા આ ટૂંકું આયુષ્ય પુરૂ' કરી ચાલતા થયા છે અને થાય છે. આમ હાવાથી જેટલે સમય કલેશમાં પસાર થાય છે તેટલે અન્ય શુભ કાર્યોની પ્રવૃત્તિએમાં ઉપયેગ કરવામાં આવે તે પેાતાનું એકાંત હિત જ થાય છે અને બીજાના હિતની આશા અધાય છે. *સપમાંથી પ્રકટેલા કલેશથી આવા ઉત્તમાત્તમ જૈન દર્શનના પણ વિભાગેા પડી ગયેલા છે. દિગંબર, શ્વેતાંબર, અને સ્થાનકવાસી એ ત્રણ વિભાગ છે. આ ત્રણેમાં બાહ્યાચારની માન્યતામાં ઘણા તફાવત પડી ગયેલે છે. તેમ જ તત્ત્વમાં પણ ભિન્નતા અમુક અમુક અંશે છે. દિગંબર વિભાગની અમુક હકીકત અત્યારના જમાનાને માટે તદન પ્રતિકૂળ છે. નગ્નપણે વિહાર કરી જિન કક્ષીપણું આદરવું–એ અત્યારના પ્રાણીની શક્તિથી અતીત છે. મૂર્તિનિષેધક વર્ગો કે જે સ્થાનકવાસી કહેવાય છે તેઓને મૂર્તિદ્વારા અલક્ષ્ય સ્વરૂપની ઉત્પત્તિ અને તેના લાભની ખબર નથી. પેાતપેાતાના આચાર્યાં વડે થયેલી તāાની ભિન્નતાથી જુદા પડી ગયેલા આ ત્રણ સંપ્રદાયા એક થઇ જાય એ અનવુ અસંભવિત છે. દ્રવ્યાનુયાગને અંગે જૈતામાં અનેક પ્રકારે અપૂર્ણતા પ્રાપ્ત થયેલી છે. આપણી પ્રતિક્રમણ જેવી ઉત્તમ ક્રિયા, પ્રભુપૂજન જેવી ઉત્તમ ભક્તિ, Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [૮૯ ] સુપાત્ર, અનુકંપા, વગેરે દાનમાં પ્રવૃત્તિ–આ સર્વ મુખ્ય ભાગે વસ્તુ - તત્ત્વને યથાર્થ જાણ્યા વગર આદરવામાં આવે છે. પ્રતિક્રમણની ક્રિયા કરનારા મનુષ્યને માટે ભાગ તેના અર્થ સૂચક પદોથી અજાણ હોય છે, અને માત્ર મુખેથી પઢી જવામાં જ સર્વસ્વ પ્રાપ્ત થયેલું માને છે. અરે ! મુખપાઠ પણ મેટે ભાગે અશુદ્ધ હોય છે. જ્યાં દ્રવ્ય પ્રતિક્રમણની હજુ અપ્રાપ્તિ છે ત્યાં ભાવ પ્રતિક્રમણની પ્રાપ્તિ કેવી રીતે હોઈ શકે? પ્રભુપૂજનની ક્રિયામાં દરેક ક્રિયાને અર્થસૂચક ભાવાર્થ સમજવો જોઈએ. જ્ઞાન વગરની ક્રિયા કરનારા પ્રાણીઓ ઘાંચીના બળદની પેઠે માત્ર કષ્ટ કરે છે, અને છે તેવી ને તેવી જ સ્થિતિમાં રહે છે. દ્રવ્યપૂજામાં સંસ્કારી થયેલા પ્રાણીએ ભાવ પૂજામાં આગળ વધવાની જરૂર છે. વાસ્તવિક જ્ઞાન સાથે ધાર્મિક ક્રિયાનું સંમેલન કરી તે તે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. આપણી સર્વ ધાર્મિક ક્રિયાઓ અર્થ સૂચક હોવાથી તેમના ભાવાર્થને જાણવાની જરૂર છે. દષ્ટાંત તરીકે એક ચેખાને સાથીઓ પ્રભુ પાસે કરતાં સંસારની ચાર ગતિની ભાવના મનન કરવાની છે. પ્રભુની ત્રણ પ્રદક્ષિણા દેતાં રત્નત્રયીની ભાવના અંગીકાર કરવાની છે. જે જે ક્રિયાઓ કરવામાં આવે તે સર્વને અર્થ બરાબર સમજી તદનુકૂળ પ્રવૃત્તિ કરવા વડે સાધ્યની પ્રાપ્તિ થાય છે. આત્માર્થ ભણી લક્ષ રાખી ક્રિયાઓ કરાય તો જ અંતિમ લક્ષ્ય પમાય છે. માટે શૂન્યપણે થતી ક્રિયાઓમાંથી મુક્ત થઈ ક્રિયાઓને દ્રવ્યાનુયોગ રૂપ જ્ઞાનના સંસ્કારમાં વણી દેવી જોઈએ. આમ કરવાથી જ્ઞાનદિયાભ્યામ્ મેક્ષ, -એ સૂત્ર–વાક્યાનુસાર ઈષ્ટ સિદ્ધિ નજીકમાં આવે છે. ગણિતાનુયેગમાં પ્રવૃત્તિ કરનારા ઘણું જ ઓછા મનુષ્યો વર્તમાન સમયમાં દષ્ટિગોચર થાય છે. કેટલાકને તે (પિતાની અનિપુણ બુદ્ધિ હોવાને લીધે) મગજથી કંટાળાભરેલું લાગે છે. અને કેટલાક તે વિષયમાં પ્રવૃત્તિ કરતા જ નથી. આપણામાં અત્યારે તિર્વિદ્યાની જે ખામી, જણાય છે તે આ અનુગ ભણું ઓછી પ્રીતિ હોવાને અંગે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ [૯૦ ] જૈન દર્શન મીમાંસા - કથાનુયોગ વાંચવા અને સાંભળવામાં જૈનેને મોટે ભાગ ઉદ્યમી રહેલો છે. કથાઓ એ ઘણી જ સરળતાથી ગ્રાહ્ય હોવાથી અને શ્રેતાએના હૃદયમાં રસપૂર્ણ ચિત્રો આલેખન કરતી હોવાથી પ્રાકૃતજને ઘણું જ રસથી વાંચે છે. પરંતુ આ કથાઓ વડે ઉત્તમ ચારિત્ર બે ધાય છે–એ ઘણા જ થોડા વિરલ મનુષ્ય સમજે છે. કથામાં આનંદ માની તે સાંભળી બેસી રહેવાનું નથી, પરંતુ તેના ગુણદોષની પરીક્ષા કરી આત્માની સાથે તેલન કરવાની આવશ્યકતા છે ચરણકરણાનુગ એ પૂર્વના ત્રણ અનુગોનું રહસ્ય છે. ત્રણ અનુરૂપ ત્રિપુટીમાંથી આને જન્મ થાય છે–અર્થાત દ્રવ્યાનુયોગ વગેરેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન ત્યારે જ સાર્થક છે કે જ્યારે પ્રાણુને તે ચરણકરણાગમાં પ્રવૃત્તિશીલ કરે. કેટલાક કહેવાતા અધ્યામીઓ ગૃહસ્થલિંગમાં આરંભ સમારંભમાં પ્રવૃત્ત હોવા છતાં પોતાને જ્ઞાનગરિષ્ટ માની ગૃહસ્થને યોગ્ય આચારથી પણ શિથિલ થઈ અભક્ષ્ય ભક્ષણ કરતાં અચકાતા નથી, તેમ જ નિશ્ચય નયરૂપ શાસ્ત્રવચનને પિતાની માન્યતા મુજબ એકાંતપણે અંગીકાર કરી જસમૂહમાં પિતાને સર્વ માન્ય કહેવરાવે છે. અન્ય દર્શનસ્થિત મનુષ્ય જેમ એકાંતવાદી હોવાથી શુદ્ધ સ્વરૂપને પામી શકતા નથી, તેમ જૈન દર્શનસ્થિત આ મનુષ્ય પણ એકાંતગ્રાહી હોવાથી શુદ્ધ સ્વરૂપથી વેગળા જ છે–એમ શાસ્ત્ર પુરવાર કરી આપે છે. ચરણકરણનુયોગના વિષયને અંગે કહેવામાં આવેલું છે કે આ અનુયોગ એ જૈન દર્શનનું હૃદય છે. આ હૃદય વગર પુરૂષાર્થહીન જીવનની પેઠે, દ્રવ્યાનુયોગ કે જેમાં ઉચ્ચ તત્ત્વજ્ઞાનનો ખજાને છે તે વધ્યા સુત શેખર તુલ્ય છે. કોઈપણ સંપ્રદાયની નિંદા કરવી એ પિતાના આત્માને કમભાર વડે ભરવા તુલ્ય છે, પરંતુ પિતાનાથી બને તેટલી શક્તિ વડે અન્ય સિદ્ધાંતની તુલના જૈન સિદ્ધાંતો સાથે કરી ગુણદોષરૂપ ત્રાજવા વડે તેની ઉપાદેય વૃત્તિ પ્રાપ્ત કરવી જોઈએ; જેથી સ્વસ્થિતિથી ચુત નહીં થતાં પોને માટે આશાજનક ઉપકાર ઉદભવે છે. મત સહિષ્ણુતા આ જમાનામાં રાખવાની અનિવાર્ય આવ Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [૧] શ્યતા છે; તે જ સિદ્ધિ પર્ય ત–પરિણામવાળી થઈ શકે છે. અત્ર પ્રસ્તુત લેખ ઉપસંહરવામાં આવે છે અને પુરૂષાર્થસિદ્ધયુપાય ગ્રંથમાંથી આ ઉત્તમ દર્શનની પ્રશંસા સૂચક શ્લોક ટાંકી પૂર્ણ કરવામાં આવે છે. एकेनाकर्षन्ती श्लथयन्ती वस्तुत्त्ववमितरेण । अन्तेन जयति जैनी नीति मैथाननेत्रमिव गोपी ।। “વલેણાની વવનારી ગોવાલણીની પેઠે જૈન દર્શનની સ્યાદ્વાદનીતિ (નિશ્ચયવ્યવહાર રૂ૫), સમ્યગદર્શનથી પિતાની તરફ ખેંચે છે, બીજી તરફ સમ્યજ્ઞાનથી ગ્રહણ કરે છે અને સભ્ય ચારિત્રથી સિદ્ધિરૂપ-માખણ-કાર્ય ઉત્પન્ન કરે છે. [સંપૂર્ણ ] આ. પ્ર. વિ. સં. ૧૯૬૭ નોંધઃ-પ્રસ્તુત લેખ વિ. સં. ૧૯૬૭માં લખાયેલો છે. શ્રી ભગવતી સૂત્રના કથન પ્રમાણે રાજદ્ર વગઢ:-શબ્દ એ પુગલ-પરમાણુઓ છે તે સિદ્ધ થયું છે અને તે ગ્રામોફોન, રેડીઓ, ટેલીવીઝન વિગેરેથી પ્રત્યક્ષ છે. Ether તથા ગુરુત્વાકર્ષણ શક્તિ વિગેરે અનેક ગતિમાન શક્તિઓથી “ધર્માસ્તિકાય”નું અસ્તિત્વ સિદ્ધ થાય છે. વનસ્પતિમાં જીવની શોધ પ્રો. જગદીશચંદ્ર બોઝ યાંત્રિક શોધવડે સિદ્ધ કરેલી છે, જે જૈનદર્શન અનાદિ કાળથી માનતું આવ્યું છે છે વેશ્યાઓ એ માનસિક રૂપી” વિચારો છે અને તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જૈનદર્શને સ્વી કારેલાં છે, એટલું જ નહિં પરંતુ ભાષા વર્ગણાના પુગલો-શબ્દોમાં પણ વર્ણ, ગંધ, રસ સ્પર્શ શ્રી ભગવતી સૂત્રમાં નિવેદન કરેલાં છે. ગણિતાનુયોગની દષ્ટિએ જૈનદર્શન પ્રમાણે આ પૃથ્વી અસંખ્ય દ્વીપ-સમુદ્રવાળી વિશાળ છે. પૃથ્વી ફરે છે, તેમ જૈનદર્શન માનતું નથી. તે સંબંધમાં વિશ્વરચના પ્રબંધમાં પૂ. મુ. દશનવિજયજી ત્રિપુટીએ તથા શ્રી નગરાજજી કૃત “વિજ્ઞાન દષ્ટિએ જૈન ધર્મમાં અનેક દષ્ટાંતો વડે સિદ્ધ કરેલું છે. યુપીય વિદ્વાનોમાં પણ તે સંબંધમાં વિચાર ભેદો છે. (. 2.) Page #131 -------------------------------------------------------------------------- ________________ [૯૨ ] જૈન દર્શન મીમાંસા ૨. જૈન દર્શન-તુલનાત્મક દૃષ્ટિએ .. यस्य निखिलाश्च दोषा न संति सर्वे गुणाश्च विद्यते । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।। તસ્વાભિલાષી પ્રિય વાચકે ! સંસ્કૃત વાયની દષ્ટિએ તેમ જ જૈન પરિભાષાની દૃષ્ટિએ દર્શન શબ્દ” દેખવું, સમ્યત્વ, સામાન્ય ઉપયોગ વગેરે અનેક પરિભાષાના અર્થોમાં પ્રવર્તમાન છે; પરંતુ પ્રસ્તુત વિષયમાં મુખ્યત્વે કરીને જગતમાં જે છે દર્શન (ધર્મો) પ્રવર્તમાન છે તે ધર્મ અર્થમાં ગણવામાં આવ્યું છે. ષડું દર્શનેમાંનું જૈન એક દર્શન છે. તેને બીજા દર્શનના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો અને આચારોની સાથે સરખામણી પૂર્વક તપાસવા માટે પ્રસ્તુત વિષયને અંગે યથાશક્તિ પ્રયત્ન છે. બની શકે તેવી રીતે પક્ષપાતમય દષ્ટિને દૂર રાખી બીજા દર્શન સાથેના સંબંધમાં જૈનદર્શન માટે તટસ્થ રીતે લખવામાં આવ્યું છે અને સત્ય વસ્તુસ્થિતિ જણાવવામાં આવી છે. - હિંદના પ્રચલિત ધર્મોની સમીક્ષા કરવામાં પાશ્ચાત્ય વિદ્વાનોએ જેના દર્શનને જેટલે અન્યાય આપ્યો છે તેટલો ભાગ્યે જ કોઈ અન્ય દર્શનને આ હશે. જૈનદર્શન સંબંધે તેમણે જે જે કાંઈ લખ્યું છે તે પૈકીને મેટે ભાગ વૈદિક ધર્મના ગ્રંથો ઉપર આધાર રાખીને લખાયેલે હોય તેમ જણાય છે. વૈદિક ગ્રંથકારેએ જૈનધર્મ સંબંધી બાંધેલા નિર્ણ અશુદ્ધ બુદ્ધિથી તેમ જ અપૂર્ણ જ્ઞાનવડે બાંધેલા હેવાથી તેમણે બાંધેલા નિર્ણ અને અભિપ્રાય ઉપર આધાર રાખી પશ્ચિમના વિદ્વાનોએ જૈન દર્શનની સમીક્ષા કરેલ હોવાથી તેમાં જેને દર્શનને અન્યાય મળે એ સ્વાભાવિક છે. વેજબ્રીજ, મેટુઅર્ટ, હોપકિન્સ અને વેબર આદિ યુરોપના સમર્થ વિદ્વાનોએ ઈતર દર્શએ બાંધેલા નિર્ણને સાંભળી એકતરફી અભિપ્રાય ઉચ્ચારી Page #132 -------------------------------------------------------------------------- ________________ - - ની જૈન દર્શન-તુલનાત્મક દૃષ્ટિએ જ [૩] દીધું છે. વસ્તુસ્થિતિ આમ હોઈ છે. જોકેબી, મેક્સમૂલર અને બીજા ગણ્યા ગાંઠ્યા વિદ્વાનોને બાદ કરતાં બાકીના તમામ પાશ્ચાત્ય વિદ્વાનોએ જૈન દર્શન સંબંધમાં અનેક હસવા લાયક કલ્પનાઓ કરી છે, અને અનેકના હાથમાંથી પસાર થતાં છેવટે વસ્તુદર્શન કેવા રૂપ ઉપર આવી જાય છે, તેને એક વિચિત્ર નમુનો રજુ કર્યો છે. કેટલાકે એ જણાવ્યું છે કે જૈન ધર્મના દરેક અનુયાયીએ આપઘાત કરવો જ જોઈએ, એવું તેના પ્રવર્તકનું ફરમાન છે. વળી બીજા વિદ્વાનોએ જૈન એ ઝીણા જંતુઓને ઉછેરવાનું સ્થાન છે, એમ અભિપ્રાય આપે છે. આ રીતે અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ હાસ્યજનક ફેંસલો સંભળાવ્યા છે. કેઈ વિદ્વાનોએ જૈનને બૌદ્ધ ધર્મની એક શાખા તરીકે, તો કોઈએ નાસ્તિકવાદી તરીકે, તે કોઈએ વૈદિક ધર્મના અંકુર તરીકે ગણી કાઢેલે છે. કેઈ વિદ્વાન તો કહે છે કે જૈનમાં તત્ત્વજ્ઞાન કશું જ નથી, માત્ર ક્રિયામાર્ગ છે. વળી એવા અભિપ્રાયની સાથે પણ અથડામણ થાય છે કે જેનામતની ઉત્પત્તિ શંકરાચાર્યની પછીની છે. લાલા લજપતરાય જેવા દેશ હિતૈષીએ પણ જૈન દર્શનનો ઐતિહાસિક વિભાગ તપાસ્યા વગર ભારતવર્ષક ઇતિહાસમાં “જૈન લેગ યહ માનતે હા કિ જૈન ધર્મ કે મૂળ પ્રવર્તક શ્રી પાર્શ્વનાથ થે” વગેરે અજ્ઞાનતા મૂલક હકીકતો બહાર પાડેલી છે. જૈન અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોના કેટલાક પારિભાષિક શબ્દ અને કર્મકાંડની કેટલીક વિધિઓ સમાન હોવાથી જેનને બૌદ્ધની શાખા હોવાનું અનુમાન ઉપરોક્ત વિદ્વાનોએ કર્યું હોય તેમ સંભવે છે. પરંતુ છે. જે કેબી જેવા જૈનદર્શનના અભ્યાસીએ જૈનદર્શન સ્વતંત્ર ધર્મ છે તેવું અનેક પ્રમાણથી સિદ્ધ કર્યું છે. પ્રો. મેક્સમૂલરે ઈ. સ. પૂર્વે ૪૭૭ વર્ષે બુદ્ધ નિર્વાણ કાળ જણાવેલ છે અને જેના કલ્પસૂત્ર અનુસારે ઈ. સ. પૂર્વે પર૭ વર્ષ જૈનેના ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ થયાને કાળ મુકરર થએલે છે. આ સંબંધમાં જેન અને બૌદ્ધ ધર્મ સંબંધમાં જે ભિન્નતાઓ રહેલી છે–તે સંક્ષિપ્તમાં પણ Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪] જૈન દર્શન મીમાંસા સોટ રીતે આત્માનંદ પ્રકાશના ચાલુ વર્ષના પુસ્તક(૨૧)માં મુનિશ્રી જ્ઞાનવિજયજીએ યથાર્થ સ્વરૂપમાં દર્શાવેલી છે. આ રીતે જૈનદર્શન એક સ્વતંત્ર દર્શન હોઈ તેનું સાહિત્ય વિશાલ પ્રમાણમાં છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુગ અને ચરણકરણાનુયોગ એ ચાર વિભાગમાં જૈનદર્શનના શાસ્ત્રો વહેંચાયેલા છે. દ્રવ્યાનુયોગમાં જીવાત્મા અને કર્મ પ્રકૃતિનો સંબંધ, સૂક્ષ્મ નિગેનું સ્વરૂપ, એકેંદ્રિયથી માંડીને પંચેંદ્રિય પ્રાણીઓની પરિસ્થિતિ વગેરે એટલી બધી સૂક્ષ્મ હકીકત છે, જે સર્વ પ્રણત દર્શન તરીકેનો સુંદર ખ્યાલ આપે છે. ગણિત સંબંધમાં ચંદ્ર પ્રાપ્તિ, સૂર્ય પ્રાપ્તિ અને લેક પ્રકાશાદિ ગ્રંથ એવા અપૂર્વ છે કે સૂર્ય, ચંદ્ર અને તારા મંડળનું વિસ્તીર્ણ જ્ઞાન, અસંખ્ય દ્વીપ સમુદ્રો, નારકી અને સ્વર્ગલેકની પુષ્કળ હકીકત, આર્યજનતા સમક્ષ ગણિતાનુયોગ રજુ કરે છે. આ ઉપરાંત ધર્મકથાનુયોગમાં મોટા મહાત્માઓના ચરિત્રોનું સાહિત્ય પણ તેટલું જ વિસ્તીર્ણ છે, અને ચરકરણનુયોગમાં ગૃહસ્થાશ્રમ અને સંન્યાસના આચાર–વિચારે પણ વિવિધ રીતે દર્શાવેલા છે. વારંવાર જૈનદર્શન માટે એવો આક્ષેપ મૂકવામાં આવે છે કે જેનોની અહિંસાએ મનુષ્યને નિવય કરી મૂક્યા છે. આ હકીકત એક અંશમાં પણ સત્ય નથી. પૂર્વકાળમાં જેન રાજાઓ જેઓ ક્ષત્રિય હતા તેઓ જૈનધર્મનું યથાર્થ પાલન કરતા હતા અને ક્ષત્રિય ધર્મનું પણ પાલન કરતા હતા. દરેક વર્ણાશ્રમનો મનુષ્ય જૈનધર્મનું પાલન કરતો હોવા છતાં પોતપોતાની ફરજો બજાવે જતો હતો એમ જૈન ઇતિહાસ સારી રીતે સાક્ષી આપી રહ્યો છે. પરરાજ્યચક્રથી રાજ્ય અને પ્રજા ઉભયનું સંરક્ષણ કરી સ્વધર્મને પણ જાળવી ખ્યાના અનેક રાજાઓનાં છાતો મોજુદ છે. જેનોના તીર્થકર ક્ષત્રિય કુળમાં જન્મ લે છે અને રાજ્યનું પાલન કરી છેવટે સંન્યાસ ગ્રહણ કરે છે. ખુદ સેળમા તીર્થકર શ્રી શાન્તિનાથ પ્રભુ ચક્રવતી હોવાથી તેમને છે ખંડને દિગવિજય કરવા માટે લાંબો વખત સુધી વિદેશમાં જવું પડ્યું હતું. Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન-તુલનાત્મક દ્રષ્ટિએ * [લ્પ ] જૈન દર્શન તરફના આ આક્ષેપનો પરિહાર કરતાં અમારે કહેવું જોઈએ કે પ્રસ્તુત આક્ષેપ કરનારાઓને જેન ઐતિહાસિક અવલોકનને પિતામાં અભાવ સૂચવે છે જેનદર્શન એક એવા સમર્થ આત્મબળવાળું દર્શન છે કે જે મનુષ્યને નિર્માલ્ય ન બનાવતાં તેને સ્વાવલંબન (Self-reliance) ને મુખ્ય સિદ્ધાંત શીખવે છે અને એ સાથે જ ક્ષત્રિય વીરને છાજે તેવી ક્ષમા રાખવાનું પણ સૂચવે છે. નવયુગના ઉત્પાદક મહાત્મા ગાંધીજી પણ પોતે કબુલ કરે છે કે – | મારું જીવન ઉ ચ થયું હોય, શાંતિ અને ક્ષમાશીલ થયું હોય તો તે શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી જાણેલા જૈન દર્શનનાં તરોને આભારી છે. આ ક્ષમા નબળાઈની નથી, કિન્તુ આત્મબળમાંથી પ્રકટેલી છે.” જૈન દર્શનનું સાહિત્ય એટલું બધું વિપુલ અને વિસ્તીર્ણ છે કે કેટલીક સંસ્થાઓ તરફથી અત્યાર સુધીમાં જે ગ્રંથ-સમૃદ્ધિ બહાર પાડવામાં આવી છે તે ઉપરથી તે કલ્પી શકાય છે. પાર્લાબ્યુદય કાવ્ય, યશસ્તિલક ચપુ વગેરે કાવ્ય ગ્રંથ; સમ્મતિ તર્ક, સ્યાદ્વાદ રત્નાકર, અનેકાંત જયપતાકા, પ્રમેય રત્નકેશ વગેરે ન્યાયગ્રંથ; ગબિન્દુ, યોગદષ્ટિ સમુચ્ચય વગેરે રોગ ગ્રંથ અને જ્ઞાનસાર, અધ્યાત્મસાર અને અધ્યાત્મ કલ્પદ્રુમ વગેરે આધ્યાત્મિક અનેક ગ્રંથ સમૃદ્ધિ મોજુદ છે. પાતંજલ યોગદશન ઉપર શ્રીમદ્દ યશોવિજયજીની ટીકા વગેરે-જૈન વિદ્વાનોની વ્યાપક દષ્ટિ સૂચવે છે આનંદગિરિકૃત શંકરદિવિજયમાં જૈન દર્શનનાં તો અને માન્યતાને સંબંધમાં જૈનોને નાસ્તિક ઠરાવી અનેક ભૂલે કરવામાં આવી છે જેને વિસ્તાર કરવો એ અત્ર અપ્રસ્તુત છે. ભાગવતના પાંચમા સ્કંધમાં ઋષભદેવે દિગંબર બની જૈનધર્મની સંસ્થાપના કરી એવો ઉલ્લેખ છે, તેના ઉદાહરણને જોઈ અહંત નામના રાજાએ પાખંડ મતનો પ્રચાર કર્યો એમ જણાવ્યું છે. આ રીતે જે કે ભાગવત ઉપરથી જ સિદ્ધ થાય છે કે ઋષભદેવ જૈનધર્મના સંસ્થાપક હોવા જોઈએ; પરંતુ બીજી દષ્ટિએ તે તે ગ્રંથને પ્રણેતાઓએ કેટલી કેટલી Page #135 -------------------------------------------------------------------------- ________________ ક જૈન દર્શન મીમાંસા ગંભીર ભૂલ કરી છે અને અનુયાયીવર્ગને કેટલે આડે રસ્તે દેર્યો છે, તે પણ ખુલ્લું થાય છે. જૈન દર્શનના મુખ્ય ૪૫ શાસ્ત્ર છે, જે સિદ્ધાંત અથવા આગમના નામથી ઓળખાય છે. એ ૪૫ શાસ્ત્રોમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પ્રકીર્ણ, ૬ છેદ, ૪ મૂળ સૂત્ર અને ૨ અવાંતર સૂત્રો. જેને મુખ્ય નવ તત્વે માને છે. (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) બંધ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મોક્ષ. જે માં ચેતન્ય ગુણ હોય તે જીવ છે, શરીર વગેરે જડ પદાર્થોને જેમાં સમાવેશ થાય તે અજીવ છે. શુભાશુભ કર્મને આત્માને ભોગવટો થવો તે પુણ્ય અને પાપ. શુભાશુભ કર્મધાર તે આશ્રવ, આત્મામાં નવા કર્મો ન આવવા દેવા તે સંવર, આત્માના પ્રદેશ સાથે કર્મનો સંબંધ થવો તે બંધ. થોડાં કર્મોનું આત્માથી જુદા પડવું તે નિર્જરા; અને સર્વાશે કર્મથી રહિત થવું તે મેક્ષ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય-એ પ દ્રવ્ય જૈન દર્શન માને છે અને પરસ્પર-જીવ અને જડ વસ્તુને ઉપકારી કે અનુપકારી તરીકે સ્વીકારે છે. આ તમામ ત ઉપર શ્રદ્ધા રાખવી તે ( તરવાર્ય શ્રદ્ધાનું સ ર્શન) સમ્યગદર્શન, એ તવોનું સંશય-વિપર્યયરહિત જ્ઞાન તે સમ્યગ જ્ઞાન અને તદનુસાર નિર્દોષ અને પવિત્ર આચરણ તે સમ્યકચારિત્ર. આ આચરણમાં ગૃહસ્થને અપરાધી પંચેંદ્રિયજીવોની હિંસા અણછુટકે કરવાની છુટ હોય છે, ત્યારે સાધુને “અહિંસા પરમ ધર્મ સર્જાશે પાળવાન હોય છે. બ્રહ્મચર્યવ્રત મુનિએ સર્વાશે પાળવું જોઈએ. તે જ પ્રકારે સત્ય, અચૌર્ય અને અપરિગ્રહ(લાભને અભાવ)ના સંબંધમાં પણ સમજાવેલું છે. ઇશ્વર ઉપર સૃષ્ટિ રચવાનું કાર્ય જેનદર્શન સેપતું નથી. બૌદ્ધોની માફક જૈને પણ ઈશ્વરનું સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કર્તવ્ય સ્વીકારતા નથી. સાંખ્ય દર્શન પણ ઈશ્વરના સૃષ્ટિકર્તવવાદની ના Page #136 -------------------------------------------------------------------------- ________________ જૈન દન-તુલનાત્મક દૃષ્ટિએ [ ૯૭ ] (6 પાડે છે. આ ઉપરથી જેને ઈશ્વરત્વને માનતા જ નથી–એ સિદ્ધ કરવું કે એમ કહેવું તે ભ્રમમૂલક છે. લાલા લજપતરાયે પણ આવી જ એક ભૂલ ભારત ધર્માંકા ઇતિહાસ ” નામના એક હિંદી પુસ્તકમાં કરેલ છે. દરેક આત્મા સદ્નાન અને સદાચરણથી ઇશ્વરત્વ પ્રાપ્ત કરે છે, સ્વયં ઈશ્વર અને છે-એ માન્યતા જૈન દર્શન સ્વીકારે છે અને તેવા મુક્તાત્માને ઈશ્વર માની બાહ્ય તથા આંતર પૂજા-ભક્તિ કરે છે. જૈનાના ચાવીશ તીર્થંકરા પહેલાં આપણી જેવા સામાન્ય મનુષ્યા હતા. એધિસત્ત્વ જેમ દશ . પારમિતાઓનેા પ્રથમના અનેક જન્મામાં અહિંસા, સત્ય, પ્રજ્ઞા વગેરેનું ઉચ્ચ ઉચ્ચ કેાટિએ પાલન કરતાં કરતાં આશ્ચર્ય જનક રીતે અવતરી મહાપુરુષરૂપે જન્મ્યા તેમજ દ્વાદશાંગીના પ્રકટન દ્વારા “સલી જીવ કરૂં શાસનરસી”—એ ભાવના, આચારમાં-સ્થૂલ સ્વરૂપમાં મૂકવા માટે મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માથ્યાદિ ભાવના દ્વારા શ્રી મહાવીર પ્રભુએ પ્રાણીઓના ઉદ્ધાર કર્યો અને પેાતે આત્મબળથી અને પુરૂષાથી જ મુતાત્મા બન્યા-મુક્તિ પામ્યા. રા. રા. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પાટણની પ્રભુતા, ગુજરાતને નાથ અને રાજાધિરાજ નામની નવલકથાઓમાં ફ્રેન્ચ નવલકથાકારાને અનુસારે કલ્પનાએ ઉપજાવી, જૈન દર્શનના ઐતિહાસિક પાત્રો શ્રીમદ્ હેમચદ્રાચાર્ય તથા આમ્રભટ્ટ વગેરેને જૈનદર્શનમાં નિવેદન કરેલા દ્રષ્ટિબિંદુથી જુદા જ સ્વરૂપે કલ્પી, મિશ્રિત કરવામાં જૈન સમાજની લાગણી દુખાવેલ છે. તે રા. રા. મુનશીએ તે તે પાત્રોનું સ્વરૂપમાત્ર કલ્પનાથી ઘડી કાઢેલુ છે કે કાઈ પ્રાચીન ગ્રંથના અવતરણરૂપે છે તે તેમણે પ્રકાશમાં લાવી ઐતિહાસિક સત્ય હકીકત પુરવાર કરવી જોઇએ, અને જૈતાની દુભાયેલી લાગણીને શાંત પાડવી જોઇએ. કેમકે જૈનાના કાઈપણ સમર્થ આચાર્યને સ્વકલ્પના અનુસાર તેમના ધર્મશાસ્ત્રના ક્માનથી વિરૂદ્ધ રાજખટપટી ચીતરવા એ કાઇ દર્શીનની માન્યતા વચ્ચે સીધા હાથ નાંખવા જેવું અનુચિત છે. એ કહેવું પ્રસ્તુત સમયે અનુચિત નથી, કે આધુનિક ગુજરાતના ઇતિહાસને મજબુત રીતે ટકાવનાર જૈન ગ્રંથે!, જૈનાચાર્ય અને કુમારપાળ જેવા રાજા છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ [૮] જૈન દર્શન મીમાંસા જેનાચાર્યોએ ગૂજરાતી ભાષામાં જૈન ગ્રંનો માટે ફાળે ભવિષ્યની પ્રજાને આપેલ છે. સિદ્ધરાજ-કુમારપાળના વખતમાં થયેલા શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના અષ્ટાધ્યાયીમાં જુની ગુજરાતીની ગાથાઓ વિદ્યમાન છે. સં. ૧૩૫૦માં થઈ ગયેલા વઢવાણના શ્રી મેરૂતુંગાચાર્ય રચેલા પ્રબંધ ચિન્તામણિમાં તેમ જ વિક્રમ સંવતના ૧૪ મું શતકમાં રત્નસિંહસૂરિના એક શિષ્ય લખેલા ઉપદેશમાળા નામના ગ્રંથમાં આપેલી છીપાઓની ભાષા ઉપરથી પ્રાચીન ગુજરાતી ભાષાના ઉત્પાદક તરીકેનું ગૌરવ જૈનદર્શન ધરાવે છે. પદ્મ પુરાણમાં જૈનદર્શનનું પુરાતનપણું પુષ્ટ કરનારી એક એવી કથા છે કે એક વખત દેવ અને દાનવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમાં અસુરેની છત થવા લાગી, તે જોઈ દેવોના રાજા ઈંદ્ર અસુરના ગુરુ શુક્રાચાર્યની તપશ્ચર્યા ભ્રષ્ટ કરવા તેની પાસે એક અપ્સરા મોકલી. તેને જોઈ શુક્રાચાર્ય મહ પામ્યા. એ અવસર જોઈ દેવતાના ગુરુ બૃહસ્પતિએ શુક્રાચાર્યની મતિ વધારે ભ્રષ્ટ કરવા તેને જૈન ધર્મને ઉપદેશ આપે. જો કે પૌરાણિક કથાકાએ તે જેનદર્શન તરફ તિરસ્કાર બુદ્ધિ ઉપન્ન કરવા માટે આ પ્રયાસ કર્યો હશે. પરંતુ તે ઉપરથી જૈન દર્શનની પ્રાચીનતા ઠીક પુરવાર થાય છે. યજુર્વેદમાં જેનના દેવ સંબંધી અનેક સ્થળે ઉલ્લેખ છે, તે પૈકી ડુંક અવતરણ આપવાની લાલચ રોકી શકાતી નથી. યજુર્વેદના ૨૫ મા અધ્યાયના ૧૯ મા મંત્રમાં લખ્યું છે કે ॐ नमोऽहतो ऋषभो ॐ ऋषभं पवित्रं पुरुहत मदपरं यज्ञेषु नग्नं परमं माहसं स्तुतंपारं शत्रुजयं ते पशुरिंद्रमाहुरिति स्वाहा । વળી ઋષભપ્રભુ અને અરિષ્ટનેમિની સ્તુતિ પણ તે જ ગ્રંથમાં જોવામાં આવે છે. ઋગવેદ જે હિંદને સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે તેના વર્ગ ૧૬ અધ્યાય ૬ ના પ્રથમ અષ્ટકમાં જૈનોના બાવીશમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિનું નામ દષ્ટિગોચર થાય છે. પશુઓના યજ્ઞયાગાદિમાં જ્યારે આર્ય જનતા વિશેષ અનુરક્ત થઈ હતી, ત્યારે “અહિંસા પરમો ધર્મ ને મુખ્ય ફેલાવો કરી લગભગ Page #138 -------------------------------------------------------------------------- ________________ || ૯ ] જૈન દર્શન-તુલનાત્મક દૃષ્ટિએ ૨૪૫૦ વર્ષ પૂર્વે શ્રી મહાવીરે જૈનદર્શનનું પુનર્જીવન કર્યું અને આર્ય જનતાને દયાધર્મ શીખવ્યો. તેમની પહેલાં અનેક વર્ષોના અંતરે ૨૩ તીર્થ કરે અનુક્રમે થઈ ગયા હતા. સૌએ પિતા પોતાના સમયમાં આર્ય જનતાને ઉચિત આત્મવાદ તરફ દષ્ટિ રાખી ક્રિયાકાંડમાં ફેરફાર કર્યો હતો અને તત્ત્વજ્ઞાન અવિચ્છિન્ન રાખ્યું હતું. ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના વખતમાં ચાર મહાવતા હતા. એટલે કે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એક જ ગણાતા હતા. તે મહાવીર પ્રભુએ ભવિષ્યકાળનું લેકસ્વરૂપ જાણીને જુદા પાડ્યા હતા–આ રીતે જૈન દર્શન પોતે અનાદિ હોવાને દાવ ધરાવે છે. સૃષ્ટિની ઉત્પત્તિક્રમ (Law of Creation)માં જૈન દર્શન એવી દલીલ રજુ કરે છે કે ઈશ્વરને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું પ્રયોજન શું ? કયા ક્યા સાધનો વડે ઉત્પન્ન કરી ? ઇશ્વરને પણ ઉત્પન્ન કરનાર કોને કહ્યું? વળી સૃષ્ટિ ઉત્પન્ન કરવી અને પછીથી વિનાશ કરવો-એ બંને કાર્યોથી ઉપાદક અને ઉપને લાભાલાભ શું ? વગેરે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતાં અનવસ્થા દેવને પ્રસંગ આવે છે. સૃષ્ટિકર્તા તરીકે ઈશ્વરને નહિ માનવા વડે પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્રને વાસ્તવિક રીતે અમુક અપેક્ષાએ કોઈપણ કબુલ કરતું હોય તો તે જૈન દર્શન છે; કેમકે જેમ સમુદ્રના પાણીમાંથી વરાળ થઈને વાદળાં થાય છે તે જ વાદળાં ગળી જઈ પાછા સમુદ્રમાં પાણીરૂપે પડે છે. બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ થયા કરે છે, પરમાણુમાંથી વસ્તુઓ અને તે જ વસ્તુઓના વિનાશ એ પરમાણુ-એવી રીતે ઘટમાળ ચાલ્યા કરે છે, ત્યાં ઈશ્વરને કર્તા તરીકે વચ્ચે મુકવાનું શું પ્રયોજન હશે ? તે ક૯પી શકાતું નથી. તેમ જ આત્માવડે કરાયેલા શુભ કે અશુભ કર્મ આત્માએ કરેલાં સારાં કે નરસાં ભોજનની પેઠે સારું કે નરસું ફળ આપે છે, તેમાં બુદ્ધિપૂર્વક ઊંડી તપાસ કરતાં કર્તા તરીકે ઈશ્વરની જરૂર સંભવતી નથી. વૈશેષિક દર્શન જ્યારે શબ્દને આકાશને ગુણ માને છે ત્યારે જૈન દર્શન–૪: વૌટૂળત્રિ -એ સૂત્ર પિતાના મૂળ સિદ્ધાંતમાં સંગ્રહે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] જૈન દર્શન સીમાંસા હાલમાં ટેલીફોન અને વાયરલેસ ટેલીગ્રાફી વગેરેનું ઉત્પત્તિસ્થાન જોઇએ તે શબ્દથી છે અને શબ્દો પરમાણુ હાવાથી દૂર દૂર જઇ શકે છે, તેમ જ રેક`ઉપર કાતરાઈ જાય છે અને જુદી જુદી અસર પ્રકટાવે છે. વાયોનિર1પ –એ. જૈનાગમમાં હજારા વર્ષો થયાં રહેલી હકીકતને મળતી પાશ્ચાત્ય વિદ્વાનોએ Oxygen અને Hydrogen રૂપ અને વાયુએ વડે પાણીની ઉત્પત્તિ માનેલી છે. પુદ્ગલમાં અન તી શક્તિ છે. એ સ્થળે સ્થળે જૈન શાસ્ત્રમાં હકીકત છે તે પાશ્ચાત્ય શેાધકાએ વરાળવડે અગ્નિરથા, વીજળીવડે તાર અને ટ્રામે દોડાવી પુરવાર કર્યું છે. ન્યૂટનની ગુરુત્વાકણ શક્તિ એ પણ જેનેએ માનેલી ધર્માસ્તિકાયની શક્તિના સુંદર ખ્યાલ આપે છે. * ભૂસ્તર વિદ્યા Geology હવે શીખવે છે કે સૃષ્ટિ અનાદિની હાવી જોઇએ; જે હકીકત જૈન દર્શને સહસ્ર વર્ષો પહેલાં સમજાવી છે. વનસ્પતિના વાને માટે જૈન જીવનશાસ્ત્ર ષડ્કશન સમુચ્ચયમાં કહ્યું છે કે — અકુલ, અશોક, ચંપક આદિ અનેક વનસ્પતિના આવા શરીરા જીવ વ્યાપાર વિના મનુષ્ય શરીરના જેવા ધર્મવાળા હોઈ શકે નહીં. કેમકે કેતકી વૃક્ષનું બાળ થવુ, યુવા થવું અને વૃદ્ધ થવું તેવા અનુભવ થાય છે. શમી, અગસ્ત્ય, આમલકી, આદિ અનેક વૃક્ષોને નિદ્રા અને પ્રમાધ હાય છે. મૂળમાં દાટેલા દ્રવ્ય રાશિને કઈ વૃક્ષ પેાતાના મૂળીઆથી વીંટી લે છે. અશેક તરુને નુપૂર ધારણ કરેલી સુકુમાર કામિનીના ચરણના પ્રહાર થતાં પલ્લવ કુસુમાદિ આવે છે. બકુલને સુગંધી દારૂને કાગળા રેડવાથી તેમ થાય છે. પેાયણી ચંદ્રોદયમાં પ્રફુલ્લ થાય છે– વગેરે વનસ્પતિશાસ્ત્રની જુદા જુદા સ્વરૂપે અને અસરા જૈન દર્શને હજારો વર્ષો પહેલાં સ્વીકારેલ છે; તે સુવિખ્યાત ડૉક્ટર જગદીશચંદ્ર એઝે વનસ્પતિના છેડા ઉપર પ્રયોગો કરી પુરવાર કરી આપ્યું છે અને વનસ્પતિના છેડાની ક્રેાધ, લાભ, રીસ વગેરે સના સિદ્ધ કરી Page #140 -------------------------------------------------------------------------- ________________ . જેના દર્શન-તુલનાત્મક દષ્ટિએ ઃ . [૧૦૧] છે. અણખેડાયેલી પૃથ્વીમાં પણ જૈન દર્શન જેવો માને છે. પાણીમાં પણ છવો છે તેમ હજારો વર્ષોથી તે માનતું આવેલું છે. આ રીતે વર્તમાન યાંત્રિક શાસ્ત્રો( Mechanic science)એ જૈન દર્શનના તને મજબૂત સમર્થન આપ્યું છે. - ખાસ કરીને જે છ લેશ્યાઓ જૈન દર્શનના શાસ્ત્રોમાં નિવેદન કરેલી છે તે કૃષ્ણ, નીલ, કાપત, તેજસ, પદ્મ અને શુકલ–અનુક્રમે છે. જીવાત્માના આ માનસિક પરિણામ ઉત્તરોત્તર ઉજજ્વલતા રૂપે જૈનાગમમાં સ્વીકારાયેલા છે. અમેરિકન વિજ્ઞાનશાસ્ત્રીએ યાંત્રિક પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે માનસિક પરિણામેના વિચારોમાં રંગ છે અને તેમાં વધારે દુષ્ટ વિચારે કૃષ્ણ રંગના હોય છે, તેથી ઓછા નીલ વર્ણના અને સૌથી સુંદર વિચાર શુકલ સફેદ રંગના હોય છે– આ રીતે જૈન દર્શનના પ્રણેતાનું વિશેષ જ્ઞાન પ્રતીત થાય છે. લોકમાન્ય તિલકે ગીતા રહસ્યમાં જે ઉચ્ચ કમગ સિદ્ધ કર્યો છે તે કર્મવેગ જૈન દર્શનને મુખ્ય આમા છે લેકમાન્યના અર્થમાં જ કર્મયોગને અર્થ લઈએ તે તે પુરુષાર્થ છે. આખા જૈન દર્શનને સાર કર્મવાદી થવાને નહિ, કિંતુ આત્માને કેઈની પણ સહાય વગર એકલાં જ, જૈન દર્શનમાં જીવનમુક્ત અવસ્થા જેને કહેવામાં આવે છે તેમાં આત્માઓ કૈવલ્ય પ્રાપ્ત કરે છે. તેઓ આયુષ્ય પુરૂં થતાં સુધી દેહમાં રહે છે, પરંતુ વાસ્તવિક રીતે દેહાતીત અવસ્થાવાળા હોય છે. સંપૂર્ણ જ્ઞાનવડે જગતના સર્વ ભાવ જાણે છે અને જુવે છે. વેદાન્તની જીવન્મુક્ત અવસ્થા અને જૈન દર્શનની જીવન્મુકત દશા જે કે મોટા ફેરફારવાળી છે છતાં દેહાતીત અને ઇન્દ્રિયાતીતપણામાં એકતા દષ્ટિગોચર થાય છે. વેદમાં પરમાત્માને વ્યક્તિ તરીકે સર્વ વ્યાપક માનેલા છે, ત્યારે જૈન દર્શનમાં કેવળજ્ઞાનના ઉપયોગ રૂપે સર્વ વ્યાપક માનેલા છે. જીવન-મૃત્યુના સવાલે જેન—દર્શને ઘણું જ સુંદર સ્વરૂપમાં ઉકેલ્યા છે. ભગવદ્ગીતાના કથનાનુસાર મૃત્યુ એ પ્રાણીઓના જુના વસ્ત્રો બદલવા અને જન્મ એ નવા વસ્ત્રો ધારણ કરવા તુલ્ય છે. તદનુસાર Page #141 -------------------------------------------------------------------------- ________________ [૧૦૨] જન ધન મીમાંસા જૈન દર્શન પણ આત્માને અમર માને છે અને જીવન અને મૃત્યુને તેના પર્યાય માને છે. વાસ્તવિક જીવન જૈન દર્શન તેને માને છે કે જે જ્ઞાનદર્શન અને સદાચરણમાં જીવતો હોય; બાકીનું જીવન શરીરના પલટા રૂપ છે, પરંતુ આત્માના પલટા રૂપ નથી. મૃત્યુને વિનાશ કરી અખંડાનંદને પ્રાપ્ત કરનાર આત્માઓ પુનઃ અવતાર લેતા નથી. કેમકે કર્મબીજને તેમણે નાશ કરેલું હોવાથી સંસારમાં જન્મ લેવા રૂ૫ વૃક્ષ ક્યાંથી સંભવે ? તામાન જ્ઞાખ્યટું—એ ગીતા વાક્યથી જૈન દર્શન એક દષ્ટિએ જેમ જુદું પડે છે, તેમ બીજી દષ્ટિએ તીર્થકરેના અવતાર એ પણ જનતામાં જ્યારે જ્યારે અનાચારોની વિપુલતા વધી હોય છે, ત્યારે ત્યારે થાય છે; પરંતુ મુક્તાત્મા ફરીથી સંસારમાં જન્મ લેતા નથી, તેમ જૈન દર્શન ભાર મુકીને કહે છે. સુખ અને દુઃખને જૈન દર્શને કર્મના અણુઓ કલ્પેલા છે એ અણુઓ સદ્ગાનવડે આમા ઉપર અસર કરી શકતા નથી. જેમ જેમ આમબળ વધતું જાય છે, તેમ તેમ વેદનીય કર્મની પરિસ્થિતિ આમા ઉપર અસર કરી શકતી નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરૂષાર્થો પરસ્પર બાધક ન આવે તેવી રીતે પરિપૂર્ણ કરવાના છે અને એ રીતે આત્માને સ્વાવલંબી બનાવી જેના પરિભાષામાં–કર્મોને ક્ષય કરી સ્વતંત્રતા–મુક્તિ મેળવવાની છે. લેકમાન્યને કર્મયોગ એ જૈન પરિભાષામાં પુરુષાર્થ છે, જ્યારે જેના પરિભાષામાં કર્મવાદ એ પુરૂષાર્થથી થાકેલાને આશ્રય છે. જેનેને ક્રિયાકાંડ અર્થ અને રહસ્યથી ભરપૂર છે. સામાયિક એ ( નિત્ય ક્રિયા) રેજની ક્રિયા, જેને અર્થ આત્માને સમતા ગુણમાં દાખલ કર પ્રતિક્રમણ એ રેજની ક્રિયા જેનો અર્થ દરરોજ થયેલાં પાપને તપાસી તેથી પાછા હઠવું, તેને પશ્ચાત્તાપ કરી પુનઃ પાપ ન બંધાય તે માટે સાવધાન થવું. પરંતુ આ સર્વ રેજના ક્રિયાકાંડે ફેનેગ્રાફની રેકર્ડની માફક થતા જાય છે અને ક્રિયાના અર્થ અને રહસ્ય તરફ બેદરકાર બની જવાથી, ક્રિયા શરીર આત્માનું છું બની જાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન-તુલનાત્મક દૃષ્ટિએ જ [૧૦૩] તે જૈન દર્શનનું અધઃપતન સૂચવે છે મુહપત્તી પડિલેહતાં બેલવાના બેલે અને તે ઉપર થતી વિચારણું લગભગ જૈન ક્રિયાકાંડમાંથી ભૂલી જવામાં આવી છે. આ રીતે અર્થશન્ય ક્રિયાઓ જેનાત્માઓને ઉન્નતિમાં શી રીતે લાવી શકે ! પાપ અને પુણ્યનું દૈનિક સરવૈયું કાઢવાનું જૈન ક્રિયાકાંડનું સખ્ત ફરમાન છે. ગૃહસ્થનાં બાર વ્રતો જે બરાબર પાલન કરવામાં આવે તો મુંબઈની હાઈકોર્ટના જજના પ્રમાણિકપણ કરતાં તે ગૃહસ્થનું પ્રમાણિકપણું વધારે પ્રતિષ્ઠાપાત્ર હોય છે. એ બાર વ્રતની પ્રતિજ્ઞાઓની વિશાલ હકીકત જાણવાથી સ્પષ્ટ થઈ શકે તેમ છે. જેન સોળ સંસ્કારને માન્ય કરે છે અને તેમના પ્રાચીન કલ્પસૂત્રમાં જ મહાવીર પ્રભુના જન્મ પછી ચંદ્રદર્શન, સૂર્યદર્શન વગેરે (સંસ્કારે) સંસ્કરણને ઉલ્લેખ છે. કર્મનું સ્વરૂપ એટલું બધું સૂક્ષ્મ છે કે અન્ય દર્શનમાં તેની કશી હકીકત મળી શકતી નથી. જેનો આત્મા અને કમને સંબંધ એવો માને છે કે જેમ શરીરમાં ભોજન ભિન્ન ભિન્ન રસોથી પરિણામ પામે છે તેમ કર્મને ભગવટો પણ જુદા જુદા સ્વરૂપમાં આત્માને થાય છે, અને તે કમ ભગવાયા પછી જુદા પડતાં નવાં નવાં કમ પરમાણુઓનું બંધન આત્મા કર્યો જતો હોવાથી જન્મ મરણથી મુક્ત થઈ શકતો નથી. કર્મોના મુખ્ય આઠ પ્રકાર (ભેદ) જૈન દર્શન માને છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી આત્માના જ્ઞાન અને દર્શનરૂપ ગુણનો ઘાત થાય છે. જેમ મદિરાથી આભાની બુદ્ધિ કુદિત થાય છે તેમ મોહનીય કમથી મેહ અને કષાયોની ઉત્પત્તિ થાય છે. વેદનીય કર્મથી સુખ દુઃખને અનુભવ થાય છે. આયુકમથી જીવને વર્તમાન જન્મમાં નિયમિત વખત સુધી રોકાવું પડે છે, નામકર્મથી વર્તમાન શરીર વગેરેની આકતિઓની રચના થાય છે. ગોત્ર કર્મથી ઉચ્ચ નીચ કુળમાં જન્મ થાય છે, અને અંતરાય કર્મથી સુખભગ તથા શકિતને ઉપયોગ થઈ શકતો નથી–તે તે કર્મોના બંધનેને મનુષ્યના વિચારે ઉપર Page #143 -------------------------------------------------------------------------- ________________ [૧૦૪] જૈન દર્શન મીમાંસા આધાર છે, અને તે મુજબ તેના રસબંધ અને સ્થિતિબંધ થાય છે. ભાવકમ તે આમાના પરિણામ અને દ્રવ્યકર્મ તે કર્મના પરમાણુઓ–એ ઉભયના સમાગમથી જૈન દર્શનને કર્મવાદ પ્રવર્તે છે. નાટ્યશાસ્ત્રમાં જૈનાચાર્યોએ યુદ્ધપૌળેિચમ્ , ક્રૌમુત્રી મિત્રાળ-વગેરે નાટક બનાવેલાં છે, પરંતુ તે મુખ્યત્વે કરીને આત્મા અને કર્મની ફિલસુફીથી ભરેલા છે. પાત્રો પણ તેવાં જ કપેલાં છે. સિદ્ધર્ષિ ગણી જેવા સમર્થ વિદ્વાને તે ઉપમિતિ ભવપ્રપંચો કથાનો સોળ હજાર કલેકનો ગ્રંથ બનાવી કાદમ્બરીની જેડમાં બેસવાનો પ્રસંગ સાથે છે એટલું જ નહીં, પરંતુ ભવાટવી ઉલ્લંઘન કરવાને પાત્ર એવા સુંદર અને વિશાળતાવાળા કયા છે, અને તે દ્વારા આધ્યામિક સામગ્રી એવા ઉચ્ચ સ્વરૂપમાં રજુ કરી છે કે જૈન દર્શન તે માટે ગૌરવાન્વિત છે. પ્રાચીન લેખ સંગ્રહના જે બે ભાગો હમણાં બહાર પડ્યા છે તેમાં જૈનના પુષ્કળ પ્રાચીન શિલાલેખો દષ્ટિગોચર થાય છે. ભૂતકાળના પ્રાચીન અવશે તરફ દષ્ટિ કરતાં જેન રાજા ખારવેલની ગુફાઓ, આબુગિરિ ઉપરનું પાશ્ચાત્ય સંશોધકને પણ અજાયબી પમાડે તેવું કાતર કામ, શત્રુંજય ઉપર પર્વતમાંથી કતરેલી અદ્ભુતજીની પ્રતિમા વગેરે–જૈનોનું સ્થાપત્ય અને શિલ્પકળા સંબંધમાં ઉચ્ચતા હોવાના અવશેષ રજુ કરે છે. જો કે વર્તમાન જૈન જીવન તે સંબંધમાં તદ્દન બેદરકાર છે, અને કળાવિહીનતા ઉભી થતાં શિલ્પની પ્રાચીનતા તરફના લક્ષથી પણ દૂર છે. સ્યાદ્વાદ એ જૈન દર્શનનું મુખ્ય અંગ છે. સ્યાદ્વાદ એટલે વારંવાર જુદું જુદું એક જ બાબતમાં બેસવું એમ નહીં. તેમ જ કેટલાક અણસમજથી અર્થ કરે છે તેમ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવો તેમ પણ નહિ, પરંતુ વસ્તુમાત્રને જુદા જુદા દષ્ટિબિંદુથી તપાસવું-એ તેને અર્થ છે. વસ્તુના એક જ દ્રષ્ટિબિંદુનું કોઈ પણ વિવેચન કરે તે બીજી દષ્ટિ પણ સાથે તપાસે–એમ જૈન દર્શન કહે છે. ટૂંકામાં વાદી પ્રતિવાદી બંનેની જુબાની લેવી એ કેટની પરિભાષામાં સ્યાદ્વાદને અર્થ સમાય છે, Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન-તુલનાત્મક દ્રષ્ટિએ * [૧૦૫ ] જૈન દર્શનથી રહિત ચક્રવર્તિપણું મારે જોઈતું નથી, પરંતુ જૈન ધર્મની વાસનાથી વાસિત થયા પછી ભલે દાસત્વ અથવા નિર્ધનપણું પ્રાપ્ત થાય તો પણ મને તેમાં ઉત્કૃષ્ટ આનંદ છે.” जिनधर्मविमुक्तोऽपि माऽभूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः ।। જે ચાર પાયા ઉપર જૈન દર્શન સ્થિર થયેલું છે તે દાન, શીલ, તપ અને ભાવ છે. દ્રવ્યને શુભ કાર્યમાં ઉપગ એ દાનદષ્ટિ, વિશુદ્ધ આચાર તે શીલદષ્ટિ, વિલાસીપણું ઉપર સંયમ એ તપદષ્ટિ, અને એ સર્વમાં શુભ અને શુદ્ધ વિચારપૂર્વક પ્રવર્તમાન થવું એ ભાવદષ્ટિ-સંક્ષિપ્તમાં છે. આ સિવાય ધ્યાન અને યોગ તથા મન, વચન અને શરીરના શુભ વ્યાપાર એ સંબંધમાં વિશાળ દષ્ટિબિંદુથી જૈન દર્શન સમર્થન આપતું રહ્યું છે. અદ્વૈતવાદની દષ્ટિએ જૈન દર્શને જીવાત્માને એક માને છે, તેમ જ વૈતવાદની દષ્ટિએ જીવાત્માને અનેક પણ માને છે. સર્વ જીવોના પ્રદેશ સરખા હોઈ, સર્વ જીવોમાં મુક્તિ પામવાની શક્તિ રહેલી છે તે અપેક્ષાએ એક માને છે, અને વ્યક્તિ પર જુદા જુદા હોય તે દષ્ટિએ અનેક પણ માને છે. આ રીતે જીવાત્મા પરમાત્મા થતાં એક અને અનેક જુદી જુદી દષ્ટિએ—અપેક્ષાએ મનાય છે સાત ને અને સપ્ત ભંગીઓનું સ્વરૂપ આ રીતે સ્યાદ્વાદના પાયા ઉપર રચાયેલું છે. | વેદાન્ત પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણનું સ્વરૂપ અંગીકાર કરે છે, તેને મુકાબલે જૈન દર્શન કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને કર્મ એ પાંચ કારણે પ્રત્યેક પદાર્થોની ઉત્પત્તિમાં માને છે અને ઘટાવે છે, પરંતુ તેમાં ઉદ્યમને મેખરે મુકે છે. બળવાન આત્મા ઉદ્યમને અંગીકાર કરી બીજા કારણેના બળને શિથિલ કરતો જાય છે અને આત્મબળવડે ઉદ્યમનું સામ્રાજ્ય થતાં, કર્મોના બંધનોને વિનાશ કરી પૂર્ણ સ્વતંત્રમુક્ત બને છે. જેની તીર્થભૂમિઓ ખાસ કરીને મહાત્માઓના પાદરેણુના સ્પર્શથી પવિત્ર થએલી હોય છે, તેમાં શત્રુંજય, આબુજી, Page #145 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૬ ] જૈન દર્શન મીમાંસા તારંગાજી, ગિરનાર, સમેતશિખરજી, પાવાપુરી વગેરે મુખ્ય છે. આ સ્થાને પવિત્ર હોઈને પ્રાણીઓના દુષ્ટ વાતાવરણને નિર્મળ કરી આત્માઓને ઉન્નતિક્રમમાં મૂકે છે. આ રીતે સ્થાનની પ્રધાનતા પણ જૈન દર્શન ઘણા અંશેમાં સ્વીકારે છે અને તેમ હોઈ મનુષ્ય પ્રાણીના વ્યવહાર પલટામાં તેમ જ આધ્યાત્મિક ક્રમવિકાસમાં સુંદર વાતાવરણ અર્પે છે–એમ જેને માને છે. નિશ્ચય અને વ્યવહાર જૈન દર્શનમાં બે મુખ્ય સુત્રો છે. નિશ્ચય એ આદર્શ છે અને તેને પહોંચી વળવા માટેની ક્રિયા તે વ્યવહાર છે. તે ક્રિયા નિશ્ચય આદર્શને અનુકૂળ હોવી જોઈએ. આમાં વ્યવહારમાં સ્ત્રી વિરુદ્ધ યો–એ વાક્ય વડે કપ્રિયતા તપાસવાની પણ દષ્ટિ છે, પરંતુ જ્યાં જ્યાં આમધર્મને ક્ષતિ પહોંચતી હોય ત્યાં લેકવ્યવહારથી અલગ વવાનું પણ જ્ઞાનસાર અષ્ટકમાં ફરમાન છે. જેનો આદર્શ સંપૂર્ણ અહિંસા અને સંપૂર્ણ સત્યને છે, પરંતુ વ્યવહારમાં તે આદર્શનું સંપૂર્ણ પાલન અશક્ય હોવાથી અમુક મર્યાદાશીલ छूटछाट साथे प्रियं पिथ्यं वचस्तथ्यं वचः सत्यमुदीरितं એ શબ્દો વડે સત્યની મર્યાદા મુકરર કરેલી છે. જૈનદર્શનના આચાર્ય શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી તથા શ્રી આનંદઘનજી વગેરેએ જૈન દર્શન કેટલું વિશાળ હૃદયવાળું છે તેમ જ મસહિષ્ણુતાથી સુરંગિત છે, તે સારી રીતે પુરવાર કરી બતાવ્યું છે. રામ #દો रहेमान कहो, कहान कहो, महादेवरी, पारसनाथ कहो, कोउ ત્રા મઠ ત્રાં સ્વયમેવરી-આ શબ્દ જૈન દર્શનનું પરમાત્મા તરફની માન્યતાનું કેટલું વિશાળપણું સૂચવે છે? વળી–ઘદર્શન જિન અંગ ભણજે, ન્યાય પડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણું ઉપાસક પદર્શન આરાધે રે–એ પણ તેવી જ ઉદારતાથી સૂચવ્યું છે. અને દર્શનને સ્યાદ્વાદ દષ્ટિથી સમજાવતાં કહ્યું છે કેસાંખ્ય અને યોગદર્શન–એ જિનેશ્વર રૂ૫ પુરુષના બે પગ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ - - - - - જૈન દશન-તુલનાત્મક દષ્ટિએ * - [ ૧૦૭] સાંખ્ય દર્શનમાં અનેક આત્માઓ પ્રત્યેક શરીરે ભિન્ન ભિન્ન માનેલા છે. તેમનાં મૂળ તો (૨૫) છે. તેમાં (૫) જ્ઞાનેન્દ્રિય, (૫) કર્મે કિય, (૫) ભૂત, (૬) તન્માત્ર, તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર–આ વીશ તથી ભિન્ન એવો આભ, અકર્તા તથા અભોક્તા માને છે. પ્રકૃતિના વિકારરૂપ જગત છે. આ પ્રમાણે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્મા ફ્લેશથી મુક્ત થાય છે. જગતને કર્તા કઈ નથી, આત્માને કર્મબંધ થતું નથી એમ કહેલું છે. જૈન દર્શનમાં નિશ્ચયનયની દષ્ટિએ આત્માને કર્મબંધ મને નથી. આ રીતે જ્યાં જ્યાં આત્માની સત્તાનું વર્ણન આવે છે ત્યાં ત્યાં સાંખ્ય દર્શનના વિચારે જૈન દર્શનને મળતા છે. યોગ અથવા તૈયાયિક દર્શનવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન-એમ નવ તને માને છે. ઈશ્વરને જગતકર્તા માને છે તેમ જ સ્વાભાવિક વિચારધારા મનને શાંત કરી આત્મ કલેશ કર્યાદિથી છુટો થઈ શકે છે–વગેરે માને છે. જૈન દર્શનના વ્યવહારનયની માન્યતાને આ હકીકત અનુકૂળ હોવાથી સાંખ્ય તથા વેગ દર્શનેને જિનેશ્વરરૂપ પુરુષના પગરૂપ અવયવ કયા છે. બૌદ્ધદર્શન તથા મીમાંસક દર્શનને જિનેશ્વરના બે હાથ ક૯યા છે. બૌદ્ધમતમાં આત્માને ક્ષણિક માને છે, જેના દર્શને પર્યાયરૂપે આત્માને અનિત્ય માને છે. એટલે કે પર્યાયાસ્તિક નથની અપેક્ષા ગ્રહણ કરીને પર્યાયને ફેરફાર મૂળના ફેરફારરૂપે બૌદ્ધ દર્શને માન્યો છે. આ રીતે પર્યાયાર્થિક નયની અપેક્ષાથી બૌદ્ધ દર્શન જૈન દર્શનને મળતું આવે છે. મીમાંસકે આથી વિપરીત અર્થમાં એક જ આત્મા માને છે. તેમ જ વિશિષ્ટાદ્વૈત જે તેમને એક વિભાગ છે, તે પણ આમા એક છે, સર્વગત છે, નિત્ય છે, અબંધ છે–એમ માને છે. હવે જૈન દર્શન માને છે કે નિશ્ચય નયે આત્માનો બંધ થતા નથી. સર્વ આત્માની સત્તા એકસરખી હોવાથી એક જ છે. આ રીતે વ્યવહાર નયાપેક્ષક, બેહ દર્શનની અને નિશ્વય ન્યાપક્ષક મીમાંસક દર્શનની માન્યતાઓ ઈ-જિનેશ્વરરૂપ પુરુષના તે બે હાથ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] જૈન દર્શન મીમાંસા નાસ્તિક દર્શન પણ જિનેશ્વરરૂપ પુરુષનું ઉદર છે તેમ કહયું છે. મૂળથી મનુષ્યના વિચારે નાસ્તિક હોય છે. પેટ ખાલી હોવાથી શૂન્યતાનું સ્થાન છે. શુન્યમાંથી તમામ વિચારો ઉત્પન્ન થઈ પછી આસ્તિકતા પ્રગટે છે. એક પણ શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે. જૈન દર્શનને મસ્તકની ઉપમા એટલા માટે આપવામાં આવી છે કે તમામ દર્શનેને સ્યાદ્વાદના દષ્ટિબિન્દુથી જુદી જુદી રીતે તે સમાવી શકે છે, જે માટે ઉત્તમ હોઈ મસ્તકપણાને યોગ્ય છે. ખુદ મહાવીર પરમાત્માએ તેમના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામી જેઓ બ્રાહ્મણ હતા, તેમને વેદની ઋચાઓ દ્વારા જ અર્થનું સમર્થન કરી સ્યાદ્વાદમય દલીલથી તેમના સંશોનું નિરાકરણ કર્યું હતું-એથી જૈન દર્શનના અધિષ્ઠાતાની વિશાળતા સંપૂર્ણપણે પ્રતીત થતી જેવાઈ છે. આ રીતે જૈનદર્શનને તુલનાત્મક દૃષ્ટિએ તપાસવામાં આવ્યું છે. અનેક દર્શનેથી ધક્કા ધુંબા ખાતા છતાં પણ આજ સુધી અખંડ ધારાએ ચાલ્યું આવ્યું છે. દરેક વખતે જૈન દર્શનના સમર્થ વિદ્વાને વિચરતા હોવાથી તેનું ગૌરવ ન્યૂનાધિક પ્રકારે જળવાતું આવ્યું છે. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી અનેક સમર્થ અને પારંગત વિદ્વાને થયા છે. જંબૂ સ્વામી, પ્રભવસ્વામી, યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર તેમ જ જૈન શાસ્ત્રને પુસ્તકારૂઢ કરનાર દેવર્ધિગણ ક્ષમાશ્રમણ અને તે પછીના કાળમાં માનતુંગાચાર્ય, હરિભદ્રસૂરિ, શાન્તિસૂરિ, હેમચંદ્રાચાર્ય, ધર્મ પરિ, હીરવિજયસૂરિ, યશવિજય ઉપાધ્યાય, વિનયવિજય ઉપાધ્યાય અને છેક હમણાના કાળમાં થઈ ગયેલા વિજ્યાનંદસૂરિ જેવા અનેક ઉજજ્વળ કીર્તિવંત પુરુષવર્યોના પ્રભાવથી સર્વગ્રાહી (Universal) જૈન દર્શનનું નિર્મળ ઝરણું સતત વહેતું રહ્યું છે. જૈન દર્શનમાં તત્વજ્ઞાન અને ક્રિયાકાંડેની પુષ્કળ સમૃદ્ધિ છે, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં મુકનારની ખામી સંપૂર્ણ રીતે દષ્ટિગોચર થાય છે. જેમ જેમ જુદા જુદા પ્રકારના ઉંચા ધાજો અને શાકે રસોઈ કરનારની અવ્યવરથાને અંગે રસાસ્વાદ આપી શક્તા નથી, તેમ ઉચ્ચ Page #148 -------------------------------------------------------------------------- ________________ * * * * * * જૈન દર્શન-તુલનાત્મક દૃષ્ટિએ જ [૧૯] સિદ્ધાંત રનો વ્યવસ્થા વગરના થવાથી ક્રિયાકાંડના ખોખામાં પર્યવસાન પામે છે અને રહસ્ય વગરનું જેનજીવનશરીર ફીકું પડતું જાય છે. વર્તમાનકાળે વિદ્યમાન જૈન સાક્ષર જૈનેતર સાક્ષરોની સહાય લઈ બાળોપયોગી વાંચનમાળાઓ વ્યવસ્થિત રૂપમાં જલદી તૈયાર કરે, તેમ જ યુવક વર્ગના સફળ અભ્યાસ માટે વ્યવસ્થિત સ્વરૂપમાં તત્ત્વજ્ઞાન અને ક્રિયાકાંડની સીરીઝ તૈયાર કરવામાં આવે. પ્રત્યેક ક્રિયાઓ રસપૂર્વક કેમ સમજી શકાય અને જીવનમાં ઉતારાય–તેવી દષ્ટિ પુસ્તકના અંગમાં વ્યાપક બને, જેથી ભવિષ્યની જૈન પ્રજા ક્રિયાકાંડ અને તત્ત્વજ્ઞાનના વ્યવસ્થિત સ્વરૂપમાં તૈયાર થાય અને જૈન જીવનવૃક્ષ નવપલ્લવિત થઈ શકે. આ રીતે તત્ત્વજ્ઞાન અને ક્રિયાત્મક જૈન સાહિત્ય વ્યવસ્થિત આકારમાં મુકવાને માટે હજી પણ પ્રમાદ રાખવામાં આવશે તો જેના જીવનને ઝરે સુકાઈ જવાને મહાદેષ વર્તમાન વિદ્વાન જૈન મુનિઓ અને જૈન સાક્ષરે ભવિષ્યકાળને માટે વહોરી લેશે. એ નિર્વિવાદ સત્ય છે. આ. પ્ર. વિ. સં. ૧૯૭૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ [૧૧૦ ] જૈન દર્શન મીમાંસા શ્રીમન્મહાવીર પ્રભુનું આંતર જીવન માનવ જીવન સુખમાં હોય કે દુઃખમાં, જાગતું હોય કે સુતેલું, બહિરાત્મ અવસ્થામાં હોય કે અંતરાત્માપણામાં, વ્યાપારની ધમાલમાં હોય કે ધાર્મિક શાંતિમય જીવન પસાર કરતું હોય, પરંતુ મહાવીર પરમાત્માને દિવ્ય જન્મદિવસ વરસોવરસ આવવાને જ. સૂર્ય ઉગે છે અને અસ્ત થાય છે, ચન્દ્રની કળા વૃદ્ધિ પામે છે અને ક્ષીણ થાય છે. કાળપ્રવાહ અપ્રતિતપણે વહેતો જાય છે, તેમ લગભગ ૨૪૫૦ વર્ષો થયાં ચૈત્ર શુકલ ત્રાદશી વીર જન્મનું નામ સ્મરણ કરાવતી આવે છે, અને આપણું આત્મપ્રદેશને વિવિધ સ્પંદને પ્રેરે છે. આપણને તેનું ભાન થાય કે ન થાય તે પણ તે પુણ્યતિથિ દરેક વરસે આવવાની ને જવાની; પરંતુ જે મનુષ્ય આ મંગળમય દિવસે તેમના સદ્ગણ અને સ્વાશ્રયને વિચાર કરીયાદ કરી આત્માને ઉન્નતિક્રમમાં મુકવાનો પ્રયાસ કરે છે, તેઓએ જ તે પુણ્યતિથિ સાર્થક કરી કહેવાય. જન્મથી માંડીને મુક્તિ પર્યત ઉત્તમ કોટિના મનુષ્ય તરીકે, વિશાળ ધર્મપ્રવર્તક તરીકે, પ્રાણુસેવાના ઉચ્ચ કર્તવ્યના પાલક તરીકે, દીનજને ઉપર કરૂણુવાન તરીકે, કર્મ ઉપર તીકણુતા અને વૈરાગ્યરસને પોષનાર શાંતતાએ ઉભય પરસ્પર વિરોધી ભાવોને પેપનાર તરીકે, મહાત્મા વીર પ્રભુનું અસાધારણ જીવન શું તેમને એકદમ નિષ્કારણ મળી ગયું હતું કે નહિ જ. દરેક આત્માની તેના આસપાસના સંગે તથા તેની આત્મભૂમિકાને ઉત્ક્રાંતિક્રમ (Stage of evolution) હોય છે. પાશ્ચાત્ય ડાર્વિન જે રીતે ઉત્ક્રાંતિવાદ (Theory of evolution ) માને છે, તેથી જુદા જ દષ્ટિબિંદુએ જૈનદર્શન માને છે. ડાર્વિન જ્યારે એમ માને છે કે પ્રગતિ પામેલે આત્મા ફરીથી નીચે ઉતરતો જ નથી, ત્યારે જૈનદર્શનમાં એમ કહેવામાં આવ્યું છે કે એક આત્મા અમુક ગુણોની પ્રાપ્તિવડે ઉચ્ચ ભૂમિકાએ ચડ્યો પરંતુ તે ભૂમિકાને યોગ્ય આત્મ પરિણામ બદલાઈ જતાં તે ભૂમિકાથી ઉતરીને અધઃપતન પામે છે; પરંતુ તે સાથે એ પણ છે કે તે ભૂમિકાના સંસ્કારે વહેલા મોડા Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરપ્રભુનું આંતર જીવન [ ૧૧૧ ] તેના પરિપાકકાળે એકદમ ઉગી નીકળે છે અને આખરે તેને ઉચ્ચ ભૂમિકા ઉપર લાવે છે. વસ્તુસ્થિતિ આમ હોઇ આપણે મહાત્મા વીર. પ્રભુના પ્રસ્થાન બિન્દુ-Starting point તરફ વિચાર કરતાં, તેમના પ્રસ્તુત ભવથી સત્તાવીશ ભવ પહેલાં તેમણે સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત કરી વિશિષ્ટ પ્રકારના આત્મવિકાસ અનુભવ્યો. આ સમ્યકત્વ ગુણ જ્યાં સુધી પ્રાપ્ત થયા નથી ત્યાં સુધી કાઇપણ પ્રાણીની જન્મ સંખ્યા ગણવા લાયક થતી નથી. સમ્યકત્વ થયા પછી પ્રાણી મુક્તિની મર્યાદાવાળા વર્તુળમાં પ્રવેશ કરે છે. જેમ બુદ્ધનુ જીવન પ્રથમના જન્મામાં સત્ય, અહિંસા વગેરે દશ પારમિતાના અભ્યાસના ફળરૂપ હતું, તેમ જ શ્રી મહાવીરનું પરમાત્મા તરીકેનું જીવન સત્તાવીરા ભવામાં જિનભક્તિ, તપશ્ચરણ, દયા અને પંચમહાત્રતાના પાલનના પરિણામરૂપ હતું. તેથી જ શ્રી ઉમાસ્વાતિ વાચકે સાવિત માવો મનેષ્વનેવેષુ-એ વિશેષણથી તેમને સોધ્યા છે. રાજકુમાર નંદના ભવમાં રાજ્યલક્ષ્મીના ઈચ્છાપૂર્વક ત્યાગ કરી ઉગ્ર તપ કરી તી કરપદ પ્રાપ્તિ માટે શુભ કર્માંદળ એકઠું કર્યું; એ રીતે દ્રવ્ય અને ભાવથી વિકાસમાં વૃદ્ધિ પામતાં, દેવ તથા મનુષ્ય ગતિના સુખા અનુભવતાં તેમ જ તેથી અલિપ્ત રહી આત્માના ઉત્ક્રાંતિ ક્રમ સાધતાં, છેવટે વીર પ્રભુના ભવ સુધી પહેાંચ્યાં. 6 અંતરંગ લક્ષ્મીથી સમૃદ્ધ થયેલા શ્રી મહાવીરના આત્માએ નંદન રાજકુમારના જન્મમાં · વિ જીવ કરૂં શાસનરસી ’ એ ભાવનાતે સર્વાંગે પાષણ આપ્યું હતુ અને એજ ભાવનાના બળથી પ્રચંડ પુણ્યના મહાસાગરરૂપ તીર્થંકર નામકમનું ઉપાર્જન કર્યું હતું. આ ભાવના– ખીજા વૃક્ષરૂપે પ્રાદુર્ભાવ તેમના તી કરના ભવમાં થયેા. જન્મથી જ આ ભાવનાને સંયોગ આત્મા સાથે એવા અવિચળ હતા અને એવા વિચારાના ઉદ્ભવ કરાવતા હતા કે ક્યારે સંયમ ગ્રહી, કારે ઉપસર્ગાને સહન કરી, જગતના સર્વ પ્રાણીઓને! સાંસાર દાવાનળના તાપમાંથી ઉદ્ધાર કરી–શાંતિ આપી સન્માર્ગમાં સ્થિર કરૂ...! જ્યારે મનુષ્યના Page #151 -------------------------------------------------------------------------- ________________ [૧૧૨] જૈન દર્શન મીમાંસા વિચારે નિર્દોષ હોય છે, તેની પ્રવૃત્તિ પ્રાણીઓના સમાગમમાં દરેક રીતે આવી સ્વાર્થરહિતપણે તેમના હિતમાં જ લય પામતી હોય છે, અને તેના હૃદયબળમાં અપૂર્વ ઓજસનો સંગ્રહ થયેલ હોય છે, ત્યારે આ ત્રિપુટીના ઐક્યમાંથી અવશ્ય એના હિતકારી વિચારેનું આચારરૂપેસ્થૂળ સ્વરૂપે દ્રષ્ટિગોચર થાય છે અને એ ફળનો આસ્વાદ લેવા પોતે ભાગ્યશાળી બને છે. તેવી જ રીતે શ્રી વીરપરમાત્માએ જગતના પ્રાણીઓ ઉપર અપૂર્વ ઉપકાર કરી એ ફળપ્રાપ્તિથી થતો આનંદ અનુભવ્યો હતો. રંકથી રાય પયંત, કીટથી મનુષ્ય પર્વત, અને એકેંદ્રિયથી પર્ચે દ્રિય પર્યત–એ સર્વનો ઉદ્ધાર કરવાની બુદ્ધિ ઉદ્ભવવી–એ માનવ જન્મનું સરલ રહસ્ય નથી; કિંતુ એ રહસ્ય શ્રમપ્રાપ્ય હોવાથી, વિરલ મનુષ્ય તે પ્રાપ્ત કરે છે. ચર્મદષ્ટિના વિષયને અગોચર એવી જ્ઞાનદષ્ટિ તત્ત્વ સ્વરૂપે–પ્રાપ્ત થવાથી પિતે સંસારના સર્વ પ્રાણીઓને ભયંકર દુઃખના કારાગારમાં સબડેલા જતા હતા, અને તેથી જ તેમને ઉદ્ધાર એમની કરૂણદષ્ટિ ઈચ્છતી હતી. સર્વને ઉદ્ધાર કરવાની ભાવના-આદર્શ વિશાળ પ્રમાણમાં હોઈ શકે, પરંતુ એ ઉદ્ધારની ક્રિયા કાળ સ્વભાવાદિની પરિપકવતારૂપ પાંચ કારણોને આધીન હોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના અનુસારે કાર્યસાધક થાય છે, તેથી જ શ્રી પ્રભુ તેમની વિશ્વવ્યાપી ભાવનાના પ્રમાણમાં ઉદ્ધારક્રિયા અમુક મર્યાદામાં સફળ કરી શક્યા છે. વૈરી ઉપર છેષ નહિ કરે તે કરતાં ઉપકારી ઉપર રાગ નહિ કર–એ આપણી દષ્ટિએ વિશેષ કઠિન લાગે છે. છતાં ઉભય પ્રસંગેમાં તેઓ સમાનપણે જતાં. એમની વિવેકદષ્ટિ સત્ય જ્ઞાનવડે વીર્યમતી બની હતી. જન્મથી જ તેઓ બહિરામભાવની કટિમાં રહેલા પ્રાણીએના વર્તનથી દૂર હતા, એટલે કે તેઓ અંતરાત્મ દૃષ્ટિવાન જન્મથી હતા. ખાવું-પીવું, ભેગમાં નિમગ્ન થવું, પૌગલિક ભોગોથી રાજી થવું, તેમ જ અનિષ્ટ સંગથી ખેદ કરો-વગેરે ક્રિયાઓ આમા નથી, કિંતુ દેહધર્મયુક્ત પૌગલિક ક્રિયા છે. તેમ જ માતા, પિતા, પુત્ર, સ્વજન, કલત્ર, મહેલ, વાડી-વિગેરેને સંબંધ ક્ષણિક છે, આત્માને Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પ્રભુનું આંતર જીવન એક [૧૧૩] તેની સાથે કાંઈ લાગતું વળગતું નથી. માત્ર વ્યવહારથી સ્વત્વનું તેમાં આપણું થયેલું છે. એ સત્યને યથાર્થ સમજવાથી તેમની વિવેકદષ્ટિ વિશાળ બની હતી. તે સાથે જ બીજી બાજુએ તેમની માતા-પિતા તરફની અપૂર્વ ભક્તિ, મિત્ર રાજકુમારે સાથે રમવાને સગી પ્રેમ, વડીલ બંધુ નંદિવર્ધન તરફ આજ્ઞાપાલક પણું–વગેરે તેમના પ્રેમના અનેકવિધ દષ્ટતે પુરા પાડે છે. આ રીતે પ્રેમ અને વૈરાગ્ય એ ઉભય વૃત્તિઓને એક જ આત્મામાં પણ આપવા જેટલી સ્યાદ્વાદષ્ટિ અથવા અપૂર્વ સામર્થ વિકાસ પામ્યાં હતાં. આ બધું છતાં તેમનું દષ્ટિબિંદુ-Point of View જગતને સમગ્ર પ્રાણીઓના હિત તરફ ઢળતું હોઈ તેમને આમાં વૈરાગ્યથી વાસિત હતો. મૈત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થાદિ ચારે ભાવનાઓ એમના આત્મામાં વ્યાપક બની હતી. પૂર્વજન્મના ગાઢ પરિચિત સંસ્કારેએ એમની ઉદાર ભાવનાને પોષણ આપ્યું હતું. એમનું લક્ષ્ય એવું સચોટ હતું કે સંસારમાં અનેક લાલચે–Temptations સન્મુખ રહીને આકર્ષણ કરતી હોવા છતાં, રાજકુળમાં અસંખ્ય શ્રેષ્ઠ ભોગ સામગ્રીઓ હોવા છતાં, સ્નેહીજને સંયમ ગ્રહણ કરાવવામાં સ્નેહથી ખેંચાઈ વિદનરૂપ થવા છતાં, અડગપણે વિવેકદ્રષ્ટિને આગળ કરી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમણે વિસ્તારવાળી કરવા માંડી હતી. સુમેરુ ચલિત કરવા જેટલું વીરપ્રભુમાં સામર્થ્ય હોવા છતાં ક્ષમા વીરસ્ય ભૂષણમએ ન્યાયે તેઓ અપ્રતિમ ક્ષમા પ્રાણાંત ઉપસર્ગોમાં પણ રાખી શકતા હતા. દીક્ષા પછી લગભગ છ માસ પર્યત ઉપસર્ગ કરનાર સંગમદેવે સાનુકૂળ અને પ્રતિકૂળપણે ઉપસર્ગો કર્યા પછી શ્રી પ્રભુ વિચાર કરે છે કે “આ બહુલ સંસારી પ્રાણું મારાં નિમિત્તવડે અનેક ભવમાં દુર્ગતિને અધિકારી બને છે!” અને એ વિચારથી નેત્રમાં કરુણારસના અશ્રુઓ જ્યારે દેખાય છે ત્યારે તેમની ક્ષમાની અવધિ છે અન્ય પ્રસંગે ચંડકૌશિક સર્ષને ઉપકાર દષ્ટિએ Page #153 -------------------------------------------------------------------------- ________________ શ ( ૧૧૪] જૈન દર્શન મીમાંસા પ્રતિબોધ પમાડવા, તે ઉત્કટ વિષવાળા સર્પની સન્મુખ વનમાં જાય છે તે વખતે તે સર્પ પૂર્વ જન્મના ક્રોધના સંસ્કારથી વીર પ્રભુને સવા તૈયાર થાય છે અને ડેસે છે; છતાં પ્રભુના પ્રત્યેક અણુમાં શાંતિ વ્યાપેલી હોવાથી, તે સર્પ પણ ક્રોધરૂપ વિકારને તજી હંમેશને માટે શાંત બની જાય છે. શ્રી પરમાત્મા પોતે ગ્રહણ કરેલ માર્ગ નિવિદા કરવા અન્ય દર્શનીઓની મિથ્યા માન્યતા ઉપર તિરસ્કાર કે આવેશ ધારણ કરતા નહેતા. તેઓ પોતાની પાસે આવનાર મનુષ્ય પાસે સત્ય હકીકત રજુ કરી ઊંડા સત્યને સમજાવી અસત્યનું ભાન કરાવતા હતા. શ્રી ગૌતમસ્વામી તમામ વેદના અંગેના પરિપૂર્ણ જ્ઞાનવાળા હતા, તેઓ અભિમાનપૂર્વક પ્રભુ સાથે ચર્ચા કરવા આવ્યા. શ્રી પ્રભુએ તેમને મધુર સ્વરથી બોલાવી તેમના મનમાં રહેલા સંશોનું વેદવિહિત વચન દ્વારા જ નિરાકરણ કર્યું અને સત્ય સ્થિતિ પોતાની મેળે જ સમજાય તેવો સંગ-સાધ્યો-એ હૃદય કેટલું વિતી શું હતું –તે સૂચવવા માટે પરતું છે આવા પ્રકારની ઉપદેશ શૈલીને જ તેમણે વારંવાર ગ્રહણ કરી પિતાને મંગલ હેતુ સિદ્ધ કર્યો હતો. “પર પરિણતિ અષપણે ઉવેખતા –એ વાકય જ એમ બતાવે છે કે દોષદષ્ટિને એમની પાસે અવકાશ નહતો. તેઓ અટાર દેષ રહિત હોઇ ત્રિભુવનમાં દેવાધિદેવ કહેવાયા છતાં અન્ય વ્યક્તિઓને હલકી માનવા જેટલું તેમનું હૃદયબળ તુચ્છ નહોતું અથવા અભિમાન વૃત્તિને સદંતર નાશ કરનાર એવા એમને માટે, એવી તુચ્છ વૃત્તિના વિચારને સંભવ પણ કેમ હોય! તેથી જ આપણા જેવા પ્રાકૃત પ્રાણીઓથી બેલાઈ જવાય છે કે " सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदं " શ્રી વીરને ઉપદેશ અને તે ઉપદેશને અક્ષર દેહ-શાસ્ત્રો, દુનિયાને શાંતિમાં પરિણામ કરાવવા અર્થે છે. પ્રાણીઓના વિકારોને શાંત કરી હૃદયને ઉન્નત બનાવી તેઓ આ સંસારની આધિ, વ્યાધિ ને ઉપાધિમાંથી Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરપ્રભુનું આંતર જીવન * [ ૧૧૫ ] મુક્ત થઇ આત્મજ્ઞાનરૂપ બળ પ્રાપ્ત કરે, ગમે તેવા વિકટ પ્રસંગેામાં મુંઝાવાનું ભૂલી જઈ સમતા અને શુભ આચરણમાં મગ્ન રહેવાનુ શીખે અને સ્વકર્તવ્યપરાયણ રહી સ્વાવલંબન (Self reliance )ના ઉચ્ચ સિદ્ધાંતનું પાલન કરે. શ્રી મહાવીરના પુણ્ય સચયે તેમનું ખાદ્યવન આશ્ચય કારક સ્વરૂપમાં. ઘટમાન કર્યુ” હતું. તેમની સુવર્ણ વર્ણ દેહલતા, વઋષભનારાય સયણ અને સમવસરણગત ભવ્ય સિંહાસનાદિ સમૃદ્ધિ, દેવાની સતત હાજરી અને સેવા, વગેરેએ જગને આશ્ચર્યમુગ્ધ કર્યું હતુ. જો કે પોતે તેા આટલી બધી બાહ્ય સમૃદ્ધિ વચ્ચે રહેવા છતાં જલ પંકજની પેઠે ન્યારા હતા. એમનું વિશાળ જ્ઞાનદષ્ટિમય જીવન હતું. આ રીતે આંતરજીવનની સમૃદ્ધિએને એક સમયાવચ્છેદે ભોગવટા કરનાર પરમાત્મા તરીકે આ પૃથ્વીપીઠ ઉપર તેમનુ અવતાર કૃત્ય હતું. એમની દેશના સાંભળતાં ક્રોધી મનુષ્યોને ક્રોધ વિલય પામે છે. ગવિષ્ટ મનુષ્યાનું માન ગળી જાય છે. કપટી મનુષ્યોની વક્રતા ટળી જાય છે અને લાભ અદૃશ્ય થઇ સતાપ પ્રકટે છે. કના આવેગ તરફ તીક્ષ્ણતા અને સંગમદેવ તરફ કરુણા-એ ઉભય પરસ્પર વિરોધી ભાવેાને ગંભીરતાથી સાચવનાર શ્રી મહાવીરે આ જનતા વૈદિકકાળમાં યજ્ઞ યાગાદ્રિારા પશુઓની હિંસામાં જે અનુરક્ત હતી તેને અહિંસા પરમો ધર્મ ના ઉચ્ચ સિદ્ધાંત સમજાવી ભૂતદયા તરફ વાળી. આત્મપરાયણ કરી ભાગ અને ત્યાગ, ગૃહસ્થાશ્રમ અને યોગીપણું, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, જ્ઞાન અને ક્રિયા, ભક્તિ અને વૈરાગ્ય, એ તમામ દ્રુોનાં સ્થાને ભવિષ્યના સમાજને માટે નક્કી કર્યા. લાકમાન્ય તિલકે પણ વૈદિક ધર્મોં ઉપર ‘અહિંસા પરમો ધર્મ:'ની સચેટ અસર કરનાર તરીકે શ્રી મહાવીને ખુલ૬ અવાજે કબુલ કરેલા છે. જગતના મનુષ્યા તરફ વિશાળ દૃષ્ટિબિંદુ–Comprehensive sight Fulness વાળા વિરાટ્ સ્વરૂપ પરમાત્મા મહાવીરની માત્ર ઝાંખી Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] જૈન દર્શન મીમાંસા આપણે કરી શકીએ. તેમણે માત્ર શરીર ઉપર નહિ, પ્રજા ઉપર નહિ મન ઉપર નહિ, તેમ જ હૃદય ઉપર નહિ, પરંતુ આત્મા ઉપર સામ્રાજ્ય મેળવ્યું હતું અને “જિનવરમાં સઘળાં દર્શન છે” એ વચનો દ્વારા સર્વાગે વિશાળ દાર્શનિક જીવન જીવ્યા હતા. એમનું જીવન આ જમાનાના પ્રાણીઓને લાભકારક થાય તે ખાતર વિવિધ દષ્ટિબિંદુથી “બુદ્ધલીલા સાર સંગ્રહ” જેવા પુસ્તકની શૈલિ અનુસારે સાક્ષ તરફથી લખાય, તે આર્યજનતાને પરમાત્મા મહાવીરના સર્વગ્રાહી જીવનની સમજ પડે, તેમજ પરમાત્મા મહાવીર માત્ર સંસારની અસારતા રૂપ વૈરાગ્યમય જીવન જ જીવ્યા હતા એ એકાંત આક્ષેપ કરનાર મનુષ્યને ખ્યાલ આવે કે “તેમનું જીવન અનેક દષ્ટિબિંદુઓથી પરિપૂર્ણ મહાસાગર જેવું હતું, જેથી પૌત્ય તેમજ પાશ્ચાત્ય મનુષ્ય તેમના જીવનના વિવિધ પ્રસંગો વડે આત્મશ્રેય સાધી શકે, આ, પ્ર. વિ. સં. ૧૯૮૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ પદયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ [૧૧૭] *પયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ વિશ્વના મહદ્ વાતાવરણમાં પ્રાત:કાળ એ અવનવા ભાવનું ઉપાદક છે; છતાં રાત્રિના અંધકારને ક્રમશઃ નાશ કરતું, દિવસના થાકનો શ્રમ રાત્રિએ નિદ્રાદ્વારા દૂર કરી જાગૃત થયેલા પ્રાણીઓમાં નવીન આશા રેતું, ભક્તજનોના હૃદયોને ઈષ્ટદેવોના નામથી વિકસિત કરતું, આધ્યાત્મિક જીવનમાં ગબળ અર્પતું અને સંસારના સર્વ પ્રાણીઓને જન્મની સાથે જ મૃત્યુની ભાવના છે તેવું સૂચવન કરતું પ્રભાત મનુષ્યના અંતઃકરણમાં વિલક્ષણ ચમત્કાર કેમ ઉપજાવતું નથી ? શું આ કાળમાં એ પ્રભાતની અદ્ભુત શક્તિને હાર થઈ ગયો છે ? ના; એમ નથી જ. શાસ્ત્રકારો એમ કહે છે કે મનુષ્ય હૃદયની ભૂમિકા જ્યાં સુધી અમુક સ્થિતિ-મર્યાદા સુધી ખેડાઈને તૈયાર થઈ નથી, ત્યાં સુધી એ પ્રભાતનું સામર્થ્ય તેના હૃદય ઉપર પ્રકાશ નાંખી શકે નહિ. ત્યારે એ પ્રકાશથી હૃદયને વિકસિત કરવાને માટે એટલે કે એ * અમારા સ્વ. પૂ૦ પિતાજીના સંકલ્પાનુસાર વિસં. ૧૯૭૧ માં ભાવનગરથી શ્રી સિદ્ધક્ષેત્ર પ્રતિ છે-“શી” પાળતાં, સહકુટુંબ, સંઘ, ૫૦ પૂ૦ ઉ૦ મહારાજ શ્રી વીરવિજયજી, પૂ. પં. મ. શ્રી દાનવિજયજી, પૂ. મુત્ર શ્રી પ્રેમવિજયજી, પૂ. મુત્ર શ્રી રામવિજયજીની નિશ્રામાં કાઢયો તે પ્રસંગે રાણામુકામમાં પૂજા ભણાવવાના-કાંઈક અનુભવરૂપે વિ.સં. ૧૯૭૨માં લખાયેલો પ્રસ્તુત લેખ છે. પિષ શુદી ૫ પ્રભાતે શ્રી ચતુર્વિધ સંઘ લગભગ પોણા સાધુસાધ્વીઓ સાથે તથા લગભગ તેરસો સ્ત્રીપુરુષો સાથે રવાના થઇ પ્રથમ વરતેજ મુકામે, પછી દેવગાણા, ટાણું, બુઢણ અને પાલીતાણા પહોંચ્યો હતા. પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજી તરફથી ભવ્ય સામૈયું થયું હતું. મોટી ટાળી-નાની ટળી વગેરે અમારા સ્નેહી કાપડીઆ બંધુઓએ કીનખાપ, અતલસ, વાસણો વગેરેની ભવ્ય શોભા સાથે માર્ગો સુશોભિત બનાવ્યા હતા. અને પોષ સુદી ૧૧ શ્રી સિદાગરિ તીર્થાધિરાજ સન્મુખ સહકુટુંબ તીર્થમાલા-પરિધાન થયું હતું અને નીચે નવકારસીનું સ્વામિવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. આ રીતે જીવનમાં અમારા માટે પ્રશસ્ત અદ્ભુત પ્રસંગ હતો અને તે દ્વારા અપૂર્વ આત્મિક લાભ મેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.(ફ.ઝ.) Page #157 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] જૈન દર્શન મીમાંસા પ્રકાશને ઝીલવાને માટે એ ભૂમિકાને તૈયાર કરવી જોઈએ અને તેને જ માટે વિવિધ પ્રયાસે જુદા જુદા પ્રકારે યોગ્યતા અનુસાર પ્રબોધેલા છે. પ્રાત:કાળ એ ગત દિવસના સર્વભાવોનું વિસ્મરણ કરાવી “જાગ્યા ત્યારથી સવાર” એ સાદી પણ ઉચ્ચ પ્રકારની જાગૃતિ સૂચક કહેવતને પોષનાર ઉત્તમ સમય છે. રાત્રિ દૂર થઈ પ્રાતઃકાળ જેનો ભાગ બળવાન હોય તેને જ પ્રાપ્ત થાય છે, કેમકે તે વખતે આજના દિવસમાં મારે કેવી રીતે ક્યા સંજોગોમાં વર્તવાનું છે– એવા પ્રશ્નને ઉદ્ભવ થાય છે, અને તે ઉપરથી દિવસનો કાર્યક્રમ નકકી થાય છે. રાત્રિ ફરીથી ન આવે ત્યાં સુધી, એ જેટલા પ્રકારમાં શુભ સંયોગોને અવલંબી લાભ લેવાય તેટલે લેવાનું પ્રેરક બળ (motive power) સમર્પે છે. જે સમયે રાત્રિએ આ જગત ઉપરથી પોતાના અંધકારપટ સમેટી લીધે છે, તારાઓનું તેજ મંદ થતું જાય છે, અને પક્ષીઓ પણ પોતપોતાના માળામાં તૈયાર થઈ જદી જુદી દિશાએ ઉદરપૂર્તિ અર્થે જવાને કિલકિલાટ કરી રહ્યા છે તેવા શિશિર ઋતુના પ્રાતઃકાળના સમયે પિષ શુલ પંચમીએ–એક વખત અનેક શિષ્ય પ્રશિષ્યથી પરિવૃત એક સચ્ચારિત્રધર મહાત્માની કૃપાવૃષ્ટિથી સિચન થતા એક સંઘ ભાવનગરથી શ્રી સિદ્ધગિરિને ભેટવા અત્યંત આતુરતાથી પગભર થઈ તે મહાત્માના પગલાંને અનુસરતો પ્રયાણ કરતા હતા. માર્ગમાં સૌરાષ્ટ્ર દેશના નાના ગ્રામોમાં રોકાઈસિદ્ધગિરિજીની પ્રાપ્તિના દિવસનું અંતર કમી કરતો હતો. માર્ગમાં એક ગ્રામમાં(ટાણુમાં) જ્યાં સંઘે નિવાસ કર્યો ત્યાં, મધ્યાહને સિંહાસન ઉપર મૂર્તિ પધરાવી સ્નાત્રવિધિ પૂર્ણ કરી મંડપમાં પૂજા ભણુંવવાનું વિધિ અનુસાર શરૂ કરવામાં આવ્યું; મનુષ્યોથી મંડપ ચીકાર ભરાઈ ગયે હતો; તે પ્રસંગે સંઘ મહત્સવ નિમિત્તે બોલાવેલા દરબારી ઉસ્તાદ ભેજકે પૂજા ભણવવી શરૂ કરી; એ ઉસ્તાદને કંઠ મધુર હતા, તે સાથે સાજની એવી એકતા હતી કે બીન અનુભવી શ્રોતાને પણ આહાદ ઉપજે તેવું હતું; આ સમયે રૂપાની ઘંટડી જેવા કોમળ અને શ્રોતાઓને મુગ્ધ Page #158 -------------------------------------------------------------------------- ________________ - - પદયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ [૧૧૮] બનાવી દે તેવા સ્વરવાળા પૂર્વોક્ત મહાત્માને એક પૂજા ભણાવવાનું કહેવામાં આવ્યું. જેથી આ પ્રકારે તેઓએ સુંદર આલાપ કર્યો, જેને અર્થ વિચારતાં ચિત્તને અતિ આલ્હાદ ઉપજતો હતો, અને જેના ભણકારા અનેક ક્ષણ સુધી ચિત્તમાં આનંદના વનિઓ ઉપજાવી શાંતિ અર્પતા હતા; તે સુંદર પૂજાનું આપણે અહીં અવતરણ કરી એમાં શું ગંભીર આશય છે તે વિચારીએ. મિટ ગઈ રે અનાદિ પર, ચિદાનંદ જાગે તે સહી, (અંચલી) વિપરીત કદાચડ મિસ્યારૂપ છે, ત્યાગે તે સહી; જિનવર ભાષિત તત્ત્વરુચિ ઢિગ, લાગો તે સહી. મિટ ગઈ. ૧ દર્શન વિને જ્ઞાન નહિ ભવિને, માનો તે સહી, વિના જ્ઞાન ચરણ ન હવે, જાણો તે સહી. મિટ ગઈ. ૨ નિશ્ચય કરણ રૂપ જસ નિર્મળ, શક્તિ તે સહી, અનુભવ કરત રૂપ સબ ઈડી, વ્યક્તિ તે સહી. મિટ ગઈ. ૩ સત્તા શુદ્ધ નિજ ધર્મ પ્રકટ કર, છાને તે સહી, #ણ રુચિ ઉછલે બહુ માને, ઠાને તે સહી. મિટ ગઈ. ૪ સાધ્યદષ્ટ સર્વ કરણ કારણ, ધારે તે સહી, તત્ત્વજ્ઞાન નિજ સંપત માની, કરે તે સહી. મિટ ગઈ. ૫ આત્મારામ આનંદ રસ લીને, પ્યારે તે સહી, જિનવર ભાષિત સત્ય માન કર, સારે તે સહી. મિટ ગઈ ૬ = = "-Ë. હે. Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] જૈન દર્શન મીમાંસા શ્રીમદ્ વિજયાનંદસૂરિજી શું કહે છે? હે સચ્ચિદાનંદ ધનસ્વરૂપ આત્મન્ ! અનાદિકાળની પીડા રૂપી રાત્રિ હવે દૂર થઈ છે, માટે જાગૃત થએ. મિથ્યાત્વરૂપી વિપરીત ભાવવાળા આગ્રહ તજી જિનેશ્વર કથિત તત્ત્વજ્ઞાનમાં અત્યંતણે પ્રેમ કરે. આ પદમાં એમ દર્શાવે છે કે આ આત્મા અત્યાર સુધી નિદ્રામાં હતા. હવે કર્તા કહે છે કે જિનેશ્વર પ્રભુ જેવું આવું સબળ આલંબને મળ્યુ, મનુષ્ય જન્મ અત્યંત પુણ્યની રાશિ એકઠી થવા પછી પ્રાપ્ત થયેા તે હવે યાં સુધી તુ ઉંઘીશ ? શાસ્ત્રકારોએ સ્વપરના વિવેક થવેા એતે જ આત્માની જાગૃતિ કહી છે અને એ જાગૃતિ મિથ્યાવાસના દૂર થવાથી જ થાય છે. આત્મા કાણુ છે તેને અને તેની આસપાસના સંચાગેને શું સંબંધ છે ? વાસ્તવમાં વિચારે તેા જન્મ વખતે જે કાંઈ સાથે લાવ્યે નથી તે મૃત્યુ પછી શું સાથે લઈ જવાના છે? જે જે પૌદ્ગલિક સ્થૂળ સબંધે જન્મ પછી તેણે પોતાની આસપાસ વીંટાળ્યા છે, તેના અંધેા માત્ર ઉપચિરત છે. તત્ત્વષ્ટિએ આત્માને કાંઈ લાગતું વળગતું નથી. જે હ. શાકમાં કે સુખ દુ:ખમાં તે અન્ય નિમિત્તો દેખીને મગ્ન થાય છે, તે મૂળ સ્વરૂપમાં તેના પેાતાના હાતા નથી. માત્ર પૂર્વાની ટેવેા, અભ્યાસ અને સંસ્કારથી પરિચિત થયેલા આત્માએમાં તેવી અસર શીઘ્ર થાય છે અને નવાં કર્મોને ઉપાર્જન કરી આત્મજાગૃતિથી મેનસીબ રહે છે. જ્યારે વિવેકદૃષ્ટિસંપન્ન પુરૂષા સ્વપર વસ્તુને ગુરૂદ્વારા-શાસ્ત્રદ્રારા નિર્ણય કરી લે છે. પછી અનાદિ કાળની વાસનાઓ ઉપર દરરોજ પ્રબળ કુહાડાએ મારી તેનુ બળ ક્ષીણુ કરતા હેાય છે અને આત્મદર્શનમાં આગળ વધતા હાય છે-એ વિવેકદ્રવિડે જ એમની અનાદિ તીવ્ર મેાહની પીડા દૂર થવા પછીની જાગૃતિ બને છે. એ જાગૃતિમાં બહિરાત્મભાવ (Subjective Condition) દૂર થઈ આત્મા અંતરાત્મ-ભાવ (Objective condition)માં પ્રવેશ કરે છે. તે સમયે તેને જિનદર્શન –સત્યદર્શીનના તત્ત્વામાં પ્રતીતિ થાય છે અને શુદ્ધ મા ઉપર તે ઉભે રહે છે; હવે તે અત્યારસુધી ભૂલો પડ્યો હતેા, ત્યાંથી મૂળ રસ્તા * Page #160 -------------------------------------------------------------------------- ________________ પદયાત્રા સ`ઘની આધ્યાત્મિક પરિમલ | ૧૨૧] ઉપર આવી આત્માની જુદી જુદી અવસ્થાઓ છે તેમાં પ્રથમ સુષુપ્તિ છે. આ આત્મા અનાદિકાળથી મિથ્યા વાસનામય ગાઢ નિદ્રામાં સુતેા છે–તેવી સ્થિતિમાંથી વિશિષ્ટ પ્રકારના ક્ષયાપશમથી પચેંદ્રિય અને મનેબળરૂપ સાધન પામી સદ્ગુરુદ્વારા અથવા શાદ્રારા સ્વહિત શ્રવણ કરી–તેનુ પાલન કરવા તત્પર થાય છે–તે જાગૃત દશા છે. આ જાગૃત દશા પ્રાપ્ત થયા પછી જ સદ્ગુરુને ઉપદેશ આત્માને અસર કરે છે, નહિ તેા ઉપર ક્ષેત્રમાં વૃષ્ટિની માફક નિરર્થક નિવડે છે. જ્યારે વસ્તુસ્વરૂપને આત્મા એળખે છે, હુંયાપાદેયના વિવેક સમજે છે, શરીર, ધન, પુત્ર, સ્ત્રી, હવેલી, અલકારે। વગેરેને પર માની લેવા જેટલી શક્તિ ધરાવે છે ત્યારે રાગ અને દ્વેષ પરિણતિ, જે મનરૂપ સાધનદ્વારા તેને વારંવાર મુંઝવતી હતી, તે અલ્પ પરિસ્થિતિમાં અસર કરી શકે છે. કેમકે સત્ય સ્વરૂપની શ્રદ્ધા અહીં થતી હાવાથી અન્ય વિકલ્પે। દૂર થઈ જાય છે, અનાદિ કાળથી જે આત્માને અનેક પ્રકારની પીડાઓ પૈકી એક પ્રબળ પીડા હતી તે ઓછી થાય છે, અને એ રીતે આત્મા અમુક અશે એમાંથી મુક્ત થાય છે. સદ્ગુરુને યોગ અને ` સર્વજ્ઞ શાસ્ત્ર પેાતાની આગળ પ્રાપ્ત થયાં છતાં જે આત્માએની સુષુપ્ત દૂર થઈ નથી તેમને હજી પૂર્વી પરિચિત સંસ્કારોની નિવિડતા મટી નથી, જે ભાવ મન અહીં પ્રાપ્ત થયેલુ છે તેના ઉપર પૂર્વ ભવના સંસ્કારાની છાપ પડેલી જ હેાય છે. જો તે સહજમાં નિવારણ થઇ શકે તેમ હોય તે આવા નિમિત્તોથી થાય છે. અન્યથા મનુષ્ય જન્મ, ચાગ્ય ક્ષયાપશમ શક્તિ પ્રાપ્ત કર્યા છતાં કાઇ પણ પ્રકારના ચેાસ લાભ વગર પૂર્ણ કરે છે. જિતેન્દ્રકથિત તત્ત્વા ઉપર રુચિ એ સમ્યગ્દર્શન અથવા આત્માની એક વિશિષ્ટ પ્રકારની ઉત્ક્રાંતિ છે, જે તેને સથા મુક્ત કરવામાં અચૂક સાધન તરીકે કામ લાગે છે. એટલું તેા ચાક્કસ છે કે જો મનુષ્ય જન્માદિ શુભ સામગ્રીઓ પામીને શાસ્ત્રના નિર્ધાષા આપણા કાન ઉપર અથડાવા છતાં નવુ ચૈતન્ય રાવે નહિ, તે અમુક પ્રકારના દુ:ખાપાદક નિમિત્તથી જ્યારે આત્મ . Page #161 -------------------------------------------------------------------------- ________________ [૧૨૨] જૈન દર્શન મીમાંસા જાગૃતિ થશે ત્યારે પશ્ચાત્તા અને પાર રહેશે નહિ અને જે પરિસ્થિતિઓ પિતાની આસપાસ વિચારોની યુવાન અવસ્થામાં એકત્રિત થયેલી હતી તે મળવી મુશ્કેલ થશે. જ્ઞાન ઘન અને અખંડ આનંદ-રવરૂપ પિતાના આત્માને જગતના અનંત પદાર્થોમાંથી ઓળખી કાઢવો–એ કાંઈ જેવી તેવી વાત નથી. તેને જ માટે શાસ્ત્રોને પ્રયાસ છે, તેને જ માટે સર્વ ક્રિયાકાંડે છે, તેને જ માટે વિદ્વાનોને વિલાસ છે; તેને ભૂલી જવાથી અન્ય વસ્તુ ઉપર જે કદાગ્રહની વૃદ્ધિ થવા પામી હતી તે આત્માની જાગૃતિથી દૂર થાય છે, અને જિનોક્ત સત્ય સ્વરૂપને (abstract ideal) ઓળખે છે. ' સૂરિજી મહારાજ તેટલા માટે બીજા પદમાં એમ કહે છે કે સમ્યગુ દર્શન થયા વગર સમ્યગજ્ઞાન સંભવતું નથી તેમ જ સમ્યગજ્ઞાન વગર ચારિત્ર હોઈ શકે નહિ તે બરાબર છે. આપણે એટલું તો જાણીએ છીએ કે શાસ્ત્રો અને ઉદેશ એ શ્રુતજ્ઞાનનાં નિમિત્ત છે. આત્મામાં સત્તારૂપે રહેલું જ્ઞાન પ્રકટાવવાને તે કારણે છે. પરંતુ એ જ્ઞાન આત્મા સાથે તદાકાર પરિણત જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય તે જ થઈ શકે. કેમકે વ્યવહારમાં આપણને શ્રદ્ધા વગર કઈ પણ વસ્તુનું સત્ય જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી; તો સત્ય તત્ત્વની પ્રતીતિ થયા વગર સત્યજ્ઞાન શી રીતે પ્રાપ્ત થઈ શકે ? આ રીતે એકડા વગરના મીંડાની જેમ સમ્યગદર્શન વગરના જ્ઞાનની સ્થિતિ છે. ગમે તેટલું ભણી જાઓ, સંખ્યાબંધ પંક્તિઓને ગોખી કંઠસ્થ કરે, દુનિયાને વાચાળતાથી આંજી દેવા પ્રયત્ન કરે, પરંતુ અંદર આત્મામાં તવરુચિ થઈ નથી તે એ તમારું જ્ઞાન સ્થાયી અસરવાળું થઈ શકતું નથી. આમ હાઈ સૌથી પ્રથમ આત્મામાં સમ્યગદર્શન ગુણ કેવી રીતે પ્રકટે તેને પ્રયાસ કરી તે પ્રમાણે પ્રગટાવવાની જરૂર છે; તે સ્થિતિની પછી પ્રાપ્ત થતા જ્ઞાનને ભાવનાજ્ઞાન શાસ્ત્રકારે કહેલું છે અને તે જ જ્ઞાન વાસ્તવિક છે. તે જ્ઞાનનું અજીર્ણ કદાપિ થતું નથી. ઉલટું તે જ્ઞાન વિરતિ વગેરે ગુણોને સંગ્રહ કરવામાં સાધનભૂત થાય છે. એ રીતે ઉત્તરોત્તર આત્માના Page #162 -------------------------------------------------------------------------- ________________ પદયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ [ ૧૨૩ ] વિકાસને અનુક્રમ સધાય છે; આમ હાઇને જ શાસ્ત્રકારે સમ્યગ્દર્શન વગરના નવ પૂર્વ સુધીના જ્ઞાનને અજ્ઞાન કહીને જ સાધ્યુ છે. જ્ઞાનમ્ય પદ્ધ વિરતિ:-એ સૂત્રને આ પદ યથાર્થ ન્યાય આપે છે. આત્મપ્રદેશમાં સમ્યગ્દર્શન પ્રકટ થયા વગરનું, આત્માએ મેળવેલું જ્ઞાન એ જ્યારે અજ્ઞાન જ છે તેા બીજનું આધાન થયા વગર ફળ કયાંથી હાઈ શકે ? પરંતુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિની સાથે જ દુનિયામાં પ્રયાસ કરી મેળવેલું જ્ઞાન સભ્યજ્ઞાન રૂપે પ્રકટે છે અને તે જ્ઞાન ઉત્તરાત્તર ભાગ તૃષ્ણા, સાંસારિક પ્રપ ંચેા અને મિથ્યા વાસનાએમાંથી વિરમણુ કરવાને આત્માને દરરાજ સૂચવે છે. દિવસ કે રાત્રિમાં આત્માથી જે કાંઈ ભાગ તૃષ્ણા અથવા જે કાંઈ વાસનાએ પૂર્વી પરિચિત સરકારાથી પ્રબળપણે સેવન કરાતી હોય તેને તે જ્ઞાન હચમચાવે છે, અને પ્રતિક્ષણે તેના ઉપર, આત્માને જય મેળવવા માટે પ્રાર્થના કરે છે. જ્ઞાન સમ્યક્ સ્વરૂપવાળુ થવાથી આત્મા તેની પ્રાર્થના સ્વીકારતા જાય છે, અને જેમ જેમ વિરાગભાવ વધતા જાય છે, તેમ તેમ મેળવેલું જ્ઞાન એ સત્યજ્ઞાન સ્વરૂપ છે, તેમ આત્માને પ્રતીતિ થાય છે. આત્મગુણના વિકાસના ઉત્તરોત્તર ક્રમ આવા હોવાથી સૂરિજી મહારાજ આત્માને સમ્યગદર્શન પ્રાપ્ત કરવાનું પ્રથમથી જ સૂચવે છે. તૃતીય અને ચતુર્થાં પદમાં સગ્રહનય અને એવ ભૂત નયથી આત્મસ્વરૂપનું દર્શીન કરાવ્યું છે. આ આત્મામાં શક્તિરૂપે સમ્યગ્દર્શન રહેલું છે. પરંતુ જ્યારે સર્વ વિભાવ દશા તજી શુદ્ધ ધર્મ પ્રકટ કરવા તરફ સાધક તૈયાર થાય છે, ત્યારે તે સ્વરૂપ વ્યક્ત થાય છે. સંગ્રહનય આત્મામાં સત્તારૂપે સગુણા છે, તેમ સ્વીકાર કરે છે; પરંતુ એવ ભૂત નય જ્યારે તે ગુણેા પ્રકટ થાય છે ત્યારે જ તે ગુણાનુ અસ્તિત્વ માન્ય રાખે છે. તેથીજ શ્રીમદ્ દેવચંદ્રજી વદે છે કે~~ એમ અનત પ્રભુતા સહતાં, અચે જે પ્રભુ રૂપજી; દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી. Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪] જૈન દર્શન મીમાંસા આ રીતે સત્તામાં રહેલે શુદ્ધ ધર્મ–સ્વરૂપ પ્રકટ કરતાં અત્યંત બહુમાનપૂર્વક આમિક વીર્ય ઉલ્લાસાયમાન થાય છે. આ પ્રસંગે આત્માની સ્થિતિ પોતે અનુભવ કરનાર જ જાણે છે. કેમકે અનાદિ કાળથી પૂર્વ પરિચિત ટેવોમાં ટેવાયેલ આમા એકદમ સત્ય વસ્તુનું ભાન થતાં કાંઈક નવા સ્વરૂપમાં પિતાને જુવે છે અને અવર્ણનીય આનંદ તે પ્રસંગે અનુભવે છે. જેમ પર્ણકુટીમાં નિરંતર વસનાર અને નિદ્રા વખતે તેવા જ સંસ્કારમાં સુના-જાગૃતિ સમયે પોતાને કોઈ વિદ્યાધરના પ્રયોગથી દિવ્ય ભુવનમાં આવેલ છે, તે સમયે તેના હૃદયમાં જે ચમત્કાર ઉપજે છે તે જ કાંઈક ચમત્કાર આ સમયે પ્રકટે છે. તેનું વર્ણન ગમે તેવી કસાયેલી કલમ કરી શકતી નથી, અને ગમે તેવો વકતા વિવરણ કરી શકતે. નથી માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો સામાન્ય રીતે આભામાં દાખલ થયા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે તેને યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણ કરવા પડે છે. આ કરણ એ આત્મવીર્યની સ્કુરાયમાન જુદી જુદી અવસ્થા છે. એ અવસ્થાઓ પસાર કર્યા પછી સખ્યત્વ નામે ગુણ પ્રાપ્ત થાય છે. ભવિતવ્યતાના યોગે કહો કે અજાણ્યે આત્મબળની એકાએક વૃદ્ધિથી કહે, અષ્ટકમ પૈકી આયુષ્યકમ વિના શેષકર્મની એક કેડીકેડી સાગરોપમની સ્થિતિથી કાંઈક ન્યૂ સ્થિતિવાળા થાય છે ત્યારે જે આમવીર્ય તેનું હોય છે તેને જ્ઞાનીઓ એ યથાપ્રવૃત્તિકરણ એવું નામ આપેલું છે. તેટલા સંયોગ પ્રાપ્ત થયા પછી જે આત્મવીર્ય, પ્રગતિ કરતાં રાગદ્વેષની નિવિડ ગ્રથિ તોડે તેને અપૂર્વકરણ એવું નામ આપેલું છે. અને પછી અનિવૃત્તિકરણરૂપ જે આત્મવીર્ય સમ્યગદર્શન પ્રાપ્ત કરાવવાપૂર્વક–અવશ્ય અર્ધ પુલ પરાવર્ત જેટલા મોડામાં મોડા કાળમાં પણ આત્માને સર્વથા મુક્ત કરાવી આપે છે તે પ્રાપ્ત થાય છે. પરિણામની વિશુદ્ધિએ અહીં આત્મા સર્વ પ્રાપ્ત કરે છે. શક્તિરૂપે રહેલો તે ગુણ વ્યક્તરૂપે અનુભવે છે. આ વખતે દર્શન મોહનીય ત્રિક તેમ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો કાં તો સર્વથા ઉપશમ થાય છે, અથવા તેટલા કાળ સુધી ઉદયમાન થતા Page #164 -------------------------------------------------------------------------- ________________ પદયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ [ ૧૨૫ ] એ આસુરી સોને ક્ષય અને ભવિષ્યમાં ઉદય થતો એ સને ઉપશમ–એવા પ્રકારની ક્રિયા આમામાં ચાલી રહે છે. તેમાંથી સર્વ પ્રકૃતિને ક્ષય થાય તે ક્ષાયિક સમ્યફ ગણાય છે. આવી પરિસ્થિતિમાં જીવને આમતક્ત સંબંધી નિર્ણય થાય છે. તે એમ માને છે કે આત્મા નિત્ય છે, કર્મોને કર્યા છે, સ્વકૃત કર્મોને ભોક્તા છે, મુક્તિ છે અને મુક્તિના ઉપાયો છે; તેને આ સ્થિતિ ચળ મજીઠની જેવી દઢ પ્રતીતિવાળી હોય છે. આવા તને સર્વાગ સત્યપણે પ્રતિપાદન કરતા જિનેન્દ્ર સિદ્ધાંત ઉપર એ પ્રતીતિને પ્રવાહ વહે છે, અને જિન અને જિનદર્શન સિવાય અન્ય સિદ્ધાંતો અપૂર્ણ સત્યવાળા છેતેમ દઢ શ્રદ્ધા પ્રકટે છે. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સમ્યક્ત્વવાન આત્માનું બાહ્ય લક્ષણ શું હોઈ શકે ? અત્ર સ્થાને શાસ્ત્ર જે ઉત્તર આપે છે તે એ છે કે, તે આત્મા સર્વ જીવોને મિત્રભાવે ગણું હિતબુદ્ધિમાં જ સદા તત્પર હોય છે, કદાચ કોઈ પ્રાણ તેનું અહિત કરે તો તે વિચારે છે કે પૂર્વ પરિચિત સંસ્કારને તે પ્રાણ આધીન હોવાથી તેની બુદ્ધિ મારા તરફ વિપરીત ભાવે પરિણામ પામી છે, તેમ જ મને જે અનિષ્ટ પરિણામવાળું ફળ મળ્યું તે પણ મારા પૂર્વ કર્મના ઉદયે જ થયું છે. તે પ્રાણી તે પોતાના અને પરના કર્મના વિનિયોગ માટે નિમિત્ત માત્ર હત–એમ વિચારી તે પ્રાણીનું મનથી પણ અનિષ્ટ ચિંતવે નહિ તેમ જ પરને સુખી જઈ પોતે ખુશી થાય છે. સર્વે સંતુ નિરામયા –મ મૂડ યુતિઃ એ ભાવનાને સતતપણે ધારણ કરે છે; ગણો ઉપર રુચિ થવાથી જ્યાં જ્યાં ગુણીજનેને દેખે અથવા જ્યાં જ્યાં ગુણોના આવિર્ભાવ તેને જાણ્યામાં આવે ત્યાં ત્યાં તેની રોમરાજિ વિકસ્વર થાય છે અને તુરત નમી પડે છે, અને તેની ઉપાસના કરવા મંડી પડે છે. પરંતુ કોઈ પ્રાણીની નિંદા તો કરતા જ નથી. અતિ પાપી જીવ ઉપર પણ સુધારવાને માટે યથાશક્તિ પ્રયાસ કરે છે; છતાં એ મનુષ્યની સુધારણાની યોગ્યતા–પાત્રતા પોતાની શક્તિ ઉપરાંત અસાધ્ય હોય તે તેની ઉપેક્ષા કરે છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૨૬ ] જૈન દર્શન મીમાંસા ઉપરક્ત હેતુને અવલંબીને સમ્યકત્વ પ્રાપ્ત થયા પછીની જે સ્થિતિ ચતુર્થ અને પંચમ પદમાં દર્શાવી છે તે યથાર્થ છે. સમ્યક્ત્વવાન આત્માની સર્વ કરણી મુક્તિરૂપ સાધ્યને સન્મુખ રાખીને જ હોય છે. એ સમ્યગદર્શનરૂપ ગુણની પ્રાપ્તિ ટકવાને અમોઘ ઉપાય છે. દુનિયાના જે જે શુભાશુભ પ્રસંગેનો સમ્યક્ત્વવાન આત્માને મેળાપ થાય છે, તેમાં સાક્ષીરૂપે રહી તે તે કાર્યોને ઉચિત ન્યાય આપે છે. પરંતુ તેમાં પણ જે કાંઈ અયોગ્ય અને અનુચિતપણું, વિષય કષાય અને પ્રમાદના દોષથી ઉપલબ્ધ થયું હોય તેને માટે પશ્ચાત્તાપ કરે છે, અને તેને આભા તેવા પ્રસંગેની ઠોકરોથી સાવચેત થતો હોય છે. સાધ્યષ્ટિ તે આનું નામ છે. નિશુપણું તે સમ્યગ્દર્શનની હયાતીમાં નાબૂદ થઈ ગયેલું જ હોય છે. અનાદિકાળથી જે મન મર્યાદા વગરના વિકલ્પ કરતું હતું તે હવે કાંઈક સ્વરૂપમાં મર્યાદામાં આવી જાય છે, અને કેટલીક પરિસ્થિતિમાં અપરિમિત વિકલ્પોને રોકી શકવાના સામર્થ્યવાળું બને છે. મને બળમાં આ પ્રકારે વિજળીને ઝણઝણાટ પ્રકટવાથી તે અધિક વેગવાળું બને છે. કેમકે કુવિક આવતાંની સાથે જ સાધ્યદષ્ટિ તરફ આત્માનું લક્ષ્યબિંદુ હોવાથી તે વિકલ્પોને વધતાં અટકાવે છે અથવા તે ન અટકી શક્યા, તો નિરાશાવડે, પુનઃ જાગૃત થઈ ભવિષ્યમાં તેના ઉપર વિજય મેળવવા માટે બળને સંચય કરે છે. આ કાર્ય તેની પ્રવૃત્તિ ઉપર અસર કરે છે, તેથી જ સાધ્યદષ્ટિમાં આ આમાની ઉત્તરેત્તર પ્રગતિ થતી હોય છે. સાધ્યદષ્ટિ એ આભાને ગુણસ્થાને ઉપર ચડવાનું એક બળ છે. જે વિકારે મનદ્વારા આત્માને હેરાન કરતા હતા છતાં જેને આત્મા સતત પરિચયપણાથી કવચિત્ વિશિષ્ટ પ્રકારના બાહ્ય નિમિત્તથી સુખરૂપે અથવા કવચિત તેવા જ ઉલટા નિમિત્તથી દુઃખરૂપે અનુભવ કરતે હતો, તે હવે આ સાધ્યદષ્ટિની પ્રાપ્તિ પછી એ વિકારોની અસરને આત્મા નિજીવ કરી મૂકે છે એટલે મનની શક્તિને અમલ તેવા પ્રકારે નહિ થતાં તે આપોઆપ અટકી જાય છે અને મનને સંકલ્પ વિકલ્પને ધર્મ હોવાથી તે શુભ વિચારણમાં જોડાય છે. જેથી Page #166 -------------------------------------------------------------------------- ________________ પદયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ [ ૧૨૭ ] આત્માને મનનુ સાધન અનુકૂળ થવાથી સાધ્યકાય` સન્મુખ પ્રેરે છે; આમ હોઇ સૂરિજીએ ડીક જ કહ્યું છે કે જિનેક્ત તત્ત્વ ઉપર રુચિ કરીને આ મનુષ્યજન્મને સફળ કરા; આ સમ્યગ્દર્શનરૂપ સ્વગુણ પ્રાપ્ત થવાથી આત્મા એક પૂર્વ આનંદની વાટિકામાં વિહરે છે અને તેના આનદરસનું પાન કરે છે. પ્રસ્તુત સુંદર રાગમાં આવા અપૂર્વ ભાવસૂચક પૂજાના ભાવ વારંવાર વિચારવાથી આત્માને બહુ જ લાભ થાય તેમ છે. શાસ્ત્રના આશયા, વિવિધ પ્રકારે જુદી જુદી પ્રકૃતિબદ્ધ આત્માને માટે શાસ્ત્રકારે બહુ જ વિચાર કરીને પ્રયોજેલા છે; તેમાં સુદર રાગથી ગાનતાનમાં લય પામતી આ પૂજા પણ પ્રાણીએને પેાતાના અધિકાર પ્રમાણે, તેના આશયાનું સ્વરૂપ વિચારતાં, કર્ણાને અમૃતપાન કરાવતી, ચિત્તમાં આત્મજાગૃતિ કરાવે છે. જ્યાં સુધી આવી આત્મજાગૃતિ થતી નથી ત્યાં સુધી તે પ્રાણીઓની–વસ્તુસ્થિતિએ સુષુપ્તિ દશા છે–તેમ જ્ઞાનીજને સ્પષ્ટપણે કહે છે. તે સાથે એ પણ વિચારવાનુ` છે કે ઉત્તમ ભાવનાપૂર્ણાંક સંઘસમુદાય તીપ્રતિ સાથે મળીને જાય અને તેમાં આવા આલંબને મળે-જેથી તેવા આલંબના અને સાગોની વચ્ચે જ આત્મજાગૃતિ થવી વિશેષ સંભવિત છે; કેમકે તી એ પુટ્ટાલંબન છે, છતાં એ આલંબન જુદા જુદા પ્રકારના શુભ સંચાગો પર આધાર રાખે છે. એ શુભ સયાગાને અની શકે તેટલી રીતે એકત્ર કરી–એ આલંબન ગ્રહણ કરવાથી ધારેલુ કાર્યો સફળ થાય છે. એ પણ ભૂલવું જોઇતું નથી કે એકત્રિત સંયોગોથી તી ક્ષેત્ર તરફ શુભ ભાવનાથી પ્રયાણ કરતાં, એક નહિ પણ અનેક વાનુ આડકતરી રીતે કલ્યાણ થાય છે; પણ બહુધા આવી સ્થિતિમાં પ્રાણીઓનું ચિત્ત, સાધ્યબિંદુ ચુકી જાય છે અને અમૂલ્ય સમય નિરક બનાવે છે. સધસમુદાયની આવી સ્થિતિમાં તેની વ્યવસ્થાને કેટલીક રીતે કેળવવાની જરૂર છે; સંઘયાત્રા અનેક પ્રાણીઓને સમ્યગ્રદર્શનના કારણરૂપ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવનારી હોવા છતાં, સુ ંદર વ્યવસ્થાના અભાવે નિકૃષ્ટ પણ થઈ જાય છે. સુંદર વ્યવસ્થા ગોઠવવાથી પ્રાણીઓને Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૮ ] જૈન દર્શન મીમાંસા બાઘનિમિત્ત તરફ ગૌણતા થવાથી અંતર નિમિત્તોમાં આત્માને જોડવાને અવકાશ મળે છે. આવી સ્થિતિમાં કેટલાએક સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે, કેટલાએક વ્રત ગ્રહણ કરે છે, કેટલાએકમાં વૈરાગ્યવાસનાનું આરોપણ થાય છે, કેટલાકની આત્મભૂમિકા શુદ્ધ થાય છે અને કેટલાએકને માત્ર રુચિ પ્રકટે છે. પૂજાના આશયને વારંવાર વિચારતાં એમ જણાય છે કે આવા આલંબને આત્માની નિદ્રાદશા દૂર કરી જાગૃતિ સમર્પે છે, અને ચા સોવે ૩૦ કાન વારે-એ શ્રીમદ્ આનંદઘનજીના પદદ્વારા આત્મજાગૃતિસૂચક અવસ્થાવાળું વાક્યથી થતી જાગૃતિ અનાદિકાળની મેહનિદ્રા દૂર થયા પછીનું જીવનનું વાસ્તવિક પ્રભાત છે, અને તે જ આધ્યાત્મિક પરિમલ છે. આ પરિમલ અંશ સૂરિજીના કવન–આલાપદ્વારા પ્રાપ્ત થયેલ અમારા આત્માએ અનુભવ્યો હતો અને એ રીતે માનવજીવનની ધન્યતા અને છ–“રી પાળતા સંઘના મંગળમય પરિણામને આત્મસંતોષ થયો હતો. આ. પ્ર. વિ. સં. ૧૯૭૨ यः संसारनिरासलालसमतिर्मुक्त्यर्थमुत्तिष्ठते । यं तीर्थ कथयन्ति पावनतया येनास्ति नान्यः समः ॥ यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते । स्फूर्तिर्यस्य परा वसन्ति च गुणाः यस्मिन् स संघोऽय॑ताम् ॥ જે [સાધુ–સાધ્વી શ્રાવક-શ્રાવિકારૂપ સંઘ મુકિત માટે સાવધાન થાય છે, જેને–પવિત્રપણને અંગે “તીર્થ” કહેવાય છે, જેની તુલનામાં બીજે કઈ નથી, જેને તીર્થંકર પરમાત્મા નમસ્કાર કરે છે, જેથી સપુરુષોનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેમાં ઉચ્ચ ગુણો રહેલા છે–તે સંઘની અર્ચના કરે.”. સિંદૂરપ્રકર Page #168 -------------------------------------------------------------------------- ________________ પૂ. 3. શ્રી યશોવિજયજી | [ ૧૨૯ ] મહાન જ્યોતિર્ધર પૂ. ઉપા. શ્રી યશેવિજયજી વાણી વાચક યશ તણી કે નયે ન અધૂરીજી” આ વાચક યશ તે કોણ? વાચક યશ એટલે મહાન તિર્ધર ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી જેમણે સ્વરચિત “શ્રીપાળ રાસ”ની ઢાળ બારમીમાં, અને તેને અનુસરીને રચેલી નવપદજીની પૂજામાં ઉક્ત ઉલ્લેખ કર્યો છે. આ મહાપુરુષને જન્મ અણહિલ્લપુર પાટણની આસપાસ કહેડા ગામમાં સત્તરમાં સૈકામાં થયે હતો, તેમ અનુમાન કરી શકાય છે. તેઓ જાતે ઓસવાળ હતા. બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું મૃત્યુ થયું હતું. તેમની સ્મરણશકિત બાળપણથી તીવ્ર હતી તેમના માતુશ્રીને દરરોજ ગુરુની પાસે જઈને ઉપાશ્રયમાં “ભક્તામર સ્તોત્ર” સાંભળવાને નિયમ હતો. ચોમાસામાં એક વખતે વરસાદની મેટી હેલી થવાથી તેમ જ પોતાનું શરીર નરમ હોવાથી, માતાજી ગુરુ પાસે જઈ ભક્તામર સ્તોત્ર ” સાંભળી શક્યાં નહીં. એમને નિયમ એવો હતો કે, “ભકતામર સ્તોત્ર” સાંભળ્યા સિવાય બિલકુલ અન્ન લેવું નહીં. ઉપરના કારણથી ત્રણ દિવસના ઉપવાસ થયા. ભાઈ “ જશે” ની ઉંમર તે વખતે પાંચ છ વર્ષની હશે. ચેથા દિવસે જશોએ પિતાની માતાને પૂછયું કે “હે માતુશ્રી ! તમે અન્ન કેમ લેતાં નથી ? ત્યારે માતાએ કહ્યું, હે પુત્ર ! હું “ભક્તામર સ્તોત્ર” સાંભળ્યા સિવાય બિલકુલ ભજન લેતી નથી. જશાએ વિનયથી કહ્યું કે, “તમારી ઈચ્છા હોય તો તમને “ભક્તામર સ્તોત્ર” સંભળાવું. માતા આશ્ચર્ય પામી બેલ્યાં કે તે તને ક્યાંથી આવડે ? પુત્રે કહ્યું: હે માતુશ્રી ! તમે મને તમારી સાથે ઉપાશ્રયમાં ગુરુ પાસે દર્શન કરવા તેડી જતાં હતાં તે વખતે હું પણ “ભક્તામર સ્તોત્ર” સાંભળતું હતું, તે મને યાદ રહી ગયું છે. માતાએ સંભળાવવાનું કહ્યાથી પુત્રે એક પણ ભૂલ સિવાય “ભક્તામર સ્તોત્ર ' સંભળાવ્યું. (તે જ વખતે ગુરુશ્રી નયવિજયજી ત્યાં પધાર્યા હતા)-આ બાલ્ય અવસ્થામાં તેમની Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] જૈન દર્શન મીમાંસા યાદશક્તિને નમૂને છે; ત્યારપછી તેમણે સં. ૧૬૮૮ માં દીક્ષા લીધી. . સં. ૧૭ ૮ માં ઉપાધ્યાય પદવી એમને મળી, સં. ૧૭૪૩ માં ડભોઇ (દર્ભાવતી) નગરીમાં તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તત્વાર્થ કારિકામાં શ્રીમદ્દ ઉમાસ્વાતિ વાચકે પ્રભુ શ્રી વર્ધન માનસ્વામી સંબંધમાં કહ્યું છે કે, “માવતમાવો મનેy” અર્થાત જન્મ જન્માંતરના સંસ્કાર પછી તીર્થકરપણું મળેલું છે; તેમજ ભગવદ્ગીતા” માં પણ કહેવામાં આવ્યું છે કે, ગુચીન શ્રીમતી હે ચોકમૃદોડશ ગાયતે” અર્થાત પૂર્વ જન્મમાંથી યોગભ્રષ્ટ થયેલા આત્માનો જન્મ પવિત્ર કુટુંબમાં થાય છે અને એ જન્મમાં એગમાર્ગની શરૂઆત કરે છે તેમ ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી માટે પણ કહી શકાય. એકવીસ દિવસ પર્યત “હું”ના બીજથી સરસ્વતી દેવીનું એમણે આરાધન કર્યું હતું. એકવીશમા દિવસની રાત્રિએ સરસ્વતી દેવી સાક્ષાત્ હાજર થયાં અને તેમને વરદાન માગવા કહ્યું. શ્રી યશેવિજયજીએ જૈન શાસનના ઉદ્ધારાર્થે શાસ્ત્રો રચવામાં સહાય માગી. સરસ્વતી દેવીએ કહ્યું: “તે પ્રમાણે થાઓ !” એમ કહી દેવી અંતર્ધાન થયાં. એમને ઉપાધ્યાય પદવી શ્રી વિજયપ્રભસૂરિજીએ આપી હતી. તે વખતે યતિઓમાં ચાલતા શિથિલાચારને દૂર કરવા તેમણે શ્રી સત્યવિજયજી પંન્યાસની સાથે મળી ક્રિોદ્ધાર કર્યો હતો. જેમ શ્રીમાન હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ગ્રંથને છેડે “વિરહ શબ્દ રાખેલે હતો, તેમ શ્રીમદ્ ઉપાધ્યાયજીએ સ્વરચિત ગ્રંથની શરૂઆતમાં “” શબદ સંકેતરૂપે રાખેલ છે. ઉપાધ્યાયજીને શ્રી આનંદઘનજી સાથે સમાગમ થયે હતો. આબુની યાત્રા કરી તેટલામાં શ્રી આનંદઘનજીની શોધ કરતાં તેઓ મળી ગયા આનંદઘનજી કે જેઓ અધ્યાત્મયોગી હોઈ પાછળથી એકાંત Page #170 -------------------------------------------------------------------------- ________________ પૂ. 9. શ્રી યશોવિજયજી [ ૧૩૧] વાસમાં રહેતા હતા, તેમના તરફના પૂજ્યભાવથી ઉપાધ્યાયજીએ “અષ્ટપદી” રચી છે. તેના નમૂના રૂપે આ પદ્ય ધ્યાનમાં લેવા જેવું છે. આનંદઘનકે સંગ સુજસ હી મિલે જબ, તબ આનંદ સમ ભયે સુજસ; પારસ સંગ લાહા જે ફરસત, કંચન હોત હી તાકે કસ.” આ રીતે તેઓશ્રી પ્રખર વિદ્વાન હોવા છતાં કેવી ગુણગ્રાહી વિભૂતિ હતા! એમના સમકાલીન વિદ્વાન જ્યોતિર્ધરો-ઉ. શ્રી માનવિજયજી, પં. શ્રી સત્યવિજયજી, ઉપા. શ્રી વિવિજ્યજી, વિજ્યદેવસૂરિ, વિજયસિંહસૂરિ અને વિજયપ્રભસૂરિ વગેરે હતા. તેઓશ્રીએ કાશીમાં વિદ્યાભ્યાસ કરેલ અને બાદમાં વિજય મેળવતાં ન્યાયવિશારદની પદવી તેમને આપવામાં આવી હતી. તેઓશ્રીના વરદ હસ્તે નિમ્ન ગ્રંથો રચાયેલા છે. કેટલાક લભ્ય છે અને કેટલાક અલભ્ય છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં બનાવેલાં “અધ્યાત્મમત પરીક્ષા, અધ્યાત્મસાર, અનેકાંત વ્યવસ્થા, તપરિભાષા” વગેરે છેતાલીશ ગ્રથ લભ્ય છે. તેમના હાથનું શાસનપત્ર સંવત ૧૭૩૮ માં લખેલું તે ભાવનગરથી પ્રગટ થતાં “આત્માનંદ પ્રકાશ માસિક પુ. ૧૩, અંક ૬ માં પ્રસિદ્ધ થયેલું છે. ઘોઘામાં આવ્યા ત્યારે તેમણે “સમુદ્ર અને વહાણના સંવાદ”નું કાવ્ય રચ્યું; અને તેમાં મનુષ્ય જીવનની દુર્લભતા બતાવી ભવિષ્યની પ્રજાને બોધ આપે. “અધ્યાત્મમત પરીક્ષા, દિપા ચોરાશી બેલ” વગેરે ગ્રંથે તેમણે દિગંબર સંપ્રદાયનાં મંતવ્ય સામે રચ્યા છે. તેમણે ગૂર્જર ભાષામાં રચેલા “ દ્રવ્યગુણુપર્યાય રાસ” ઉપરથી દિગંબર કવિ શ્રી ભોજરાજજીએ “ દ્રવ્યાનુગતર્કણ”, નામે વિગ્ય ગ્રંથ સંસ્કૃતમાં બનાવ્યું છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] જૈન દર્શન મીમાંસા સવાસે, દઢસો અને સાડાત્રણસો ગાથાનાં સ્તવનોમાં સ્થાનકવાસી મંતવ્યો સામે તેમ જ પડ્રદર્શનના વાદીઓ, કે જેઓ એકાંત મતવાદીઓ ગણાય છે, તેમની સામે જૈન દર્શનનો સ્યાદ્વાદ મત તેમણે પ્રખરપણે રજૂ કરેલ છે; તદુપરાંત “બહ્મગીતા, સમાધિશતક, સમતાશતક, વીશ વિહરમાનના સ્તવને, અમૃતવેલી સઝાય, ચાર આહારની સજઝાય, પંચ પરમેષ્ટીગીતા, સીમંધરસ્વામીનું નિશ્ચય-વ્યવહારગર્ભિત બેંતાલીસ ગાથાનું સ્તવન, આઠ દષ્ટિની સજઝાય, મૌન એકાદશીના દોઢસે કલ્યાણકાનું સ્તવન, અગિયાર અંગની સજઝાય. સમ્યક્ત થાનકની ચોપાઈ અતીત, અનાગત અને વર્તમાન ચોવીશીના સ્તવને, પદો, જિન સહસ્ત્રનામ વર્ણન, ચડતી પડતીની સજઝાય” વગેરે ગ્રંથે રચી ગુર્જર સાહિત્ય સૃષ્ટિ ઉપર તેમણે મહાન ઉપકાર કર્યો છે. જેમ તેમણે લેકચ્ય સાદાં સ્તવન, જેમકે-“જગજીવન જગ વાલહ”, “વિમલાચલ નિતુ વંદીએ” વગેરે સાહિત્ય રચ્યું છે, તે રીતે “જ્ઞાનસાર” અને “અધ્યાત્મસાર” જેવા વિદગ્ય ગહન ઉચ્ચ કેટિના ગ્રંથની રચના પણ કરી છે. ઉપાધ્યાયજીએ ક્યા વિષયમાં કલમ નથી ચલાવી એ કહેવું મુશ્કેલ છે. તેમણે ન્યાયના અનેક ગ્રંથો જેવા કે-શાસ્ત્રવાર્તા સમુચ્ચય–ટીકા, નપદેશ, ન્યાયખંડ ખાદ્ય ન્યાયાલેક, નરહસ્ય વગેરે રચ્યા છે. અન્ય દર્શનની માન્યતાને જૈન દર્શનમાં ઉતારવાનું તેમનું અદ્ભુત સામર્થ્ય હતું. એમની કૃતિઓ પ્રતિપાદક શૈલીની અને પ્રસંગોપાત ખંડનાતમક શૈલીની, સમન્વયવાળી, વિશદ દષ્ટિવાળી, તક અને ન્યાયથી ભરપૂર અને આગમોમાં ગંભીર રહસ્ય અને ચિંતનવાળી પૂરવાર થઈ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર સાથે તપમાં પણ તેઓ સંયમી જીવનવાળા હતા. વીશસ્થાનકનું તપ તેમણે કર્યું હતું. જે “નવપદજી પૂજા ઓળીના દિવસોમાં ચાલુ હોય છે તે તેમણે " બનાવી છે. શ્રી વિનયવિજય ગણિએ “શ્રીપાળ રાસ” સં.૧૭૩૮માં બનાવ્યો, તેમાં સાડાસાતસો ગાથા સુધી ગામ રાંદેરમાં રાસ રચા Page #172 -------------------------------------------------------------------------- ________________ પૂ. . શ્રી ચવિજયજી | [ ૧૩૩] પછી તેઓ કાળધર્મ પામ્યા; બાકીના રાસને વિભાગ કે જેમાં નવપદજીની પૂજા આવી જાય છે, તે વિભાગ ઉપા. શ્રી યશોવિજયજીએ પૂર્ણ કર્યો. આ રીતે સહાધ્યાયીનું ઋણ અદા કર્યું, અને જૈન જગતને ઉપકારી બન્યા. જેવી રીતે શ્રી હેમચંદ્રાચાર્યજીના જીવનપ્રસંગોની તિથિઓ બરાબર મળી શકે છે, તેવી રીતે ઉપાધ્યાયજીના જીવનપ્રસંગોની તિથિઓ અને સાલ એકસ રીતે ઉપલબ્ધ થઈ શકતી નથી. છતાં “સુજસેવેલી ભાસ” ગ્રંથ કે જે તે સમયના મુનિ શ્રી કાન્તિવિજયજીએ લખેલ છે, તેમાં તેઓશ્રી સં. ૧૭૪૭ માં શ્રી ઉપાધ્યાયજીએ ડભોઈમાં ચાતુર્માસ કરેલ છે, અને ચાતુર્માસ પછી કાળધર્મ(સ્વર્ગવાસ) પામેલ છે–એવી હકીકત જણાવે છે. તેઓશ્રીની પાદુકા સં. ૧૭૪૫ માં ડભોઈમાં પ્રતિષ્ઠિત થયેલી છે. વસ્તુતઃ પાદુકાનો જીર્ણોદ્ધાર પૂ મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીના વિદ્વાન શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ (જેમને માટે નજીકના ભવિષ્યમાં મંગલમય ઉપાધ્યાય પદપ્રાપ્તિ માટેની આગાહી મારી દષ્ટિએ લાગે છે) જેમણે મુંબઈ–ભાયખલામાં સં. ૨૦૦૭માં સ્વ. પૂ. ઉપાધ્યાયજીની દેરીને જીર્ણોદ્ધાર અને જીવનચરિત્ર પ્રકાશિત કરવાનો સમિતિઠારા નિર્ણય જાહેર કર્યો હતો. તેઓશ્રીની જ હાજરીમાં તેઓશ્રીના ગુરુવર્યો હસ્તક સં. ૨૦૦૮ માં ત્રણ દિવસના મહોત્સવપૂર્વક ડાઈમાં આરસના ભવ્ય નૂતન ગુરુમંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા તથા શ્રી યશોવિજયજી સારસ્વતસત્ર મહોત્સવ ઉજવાયો હતે એ આનંદદાયક બીના હતી. ચોદો ચું માલિસ (૧૪૪) ગ્રંથના કર્તા યુગપ્રધાન શ્રીમાન હરિભદ્રસૂરિ પછી લગભગ એક હજાર વર્ષે યશોવિજયજી ઉપાધ્યાય થયા છે, અને તે “લઘુ હરિભદ્ર” નામે સંધાય છે. સાડાત્રણ ક્રોડ કેના રચયિતા, અઢાર દેશમાં અહિંસાના પ્રચારક અને કુમારપાળ રાજાના પ્રતિબંધક શ્રી હેમચંદ્રાચાર્યજી તથા અકબર બાદશાહના પ્રતિબોધક અને ભારતવર્ષમાં અહિંસાને ડંકે વગાડનાર શ્રી WWW Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] જૈન દર્શન મીમાંસા હીરવિજયસૂરિ પછી શાસનપ્રભાવક તરીકે શ્રી યશોવિજયજીને અવતાર ; આવા જ્યોતિર્ધર મહાત્માઓથી જૈન શાસન અવિચ્છિન્નપણે ટકી રહ્યું છે. અમુક યુગે પછી આવા મહાત્માઓ પ્રગટ થવા જોઈએ, તેમ શ્રી મહાવીર પરમાત્માએ કહેલ છે, તે મુજબ જ જૈન શાસન એકવીશ હજાર વર્ષો પર્યત ચાલુ રહી શકશે. શ્રી ઉપાધ્યાયજીએ એકસો ગ્રંથ ઉપરાંત લગભગ બે લાખ શ્લેકની રચના કરેલી છે. ઘણુ ગ્રંથે તેમના અલભ્ય છે. “ભાષારહસ્ય” નામના સ્વરચિત ગ્રંથમાં તેમણે જ કહેલ છે કે, “ રહસ્યપદાંકિત ૧૦૮ ગ્રંથ કરવા નિર્ણય કરેલ છે, તેમાંથી માત્ર “ભાષારહસ્ય”, “ઉપદેશરહસ્ય” અને “નયરહસ્ય” મળે છે. સ્વ. ઉપાધ્યાયજી મહારાજનું સાહિત્યજીવન એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમય અપાર પાંડિત્ય, બાલ બ્રહ્મચર્ય, સંયમ, તપ, ગુર્જર ભાષા સમૃદ્ધિ, વ્યવહાર અને નિશ્રયદષ્ટિની સમન્વિતતા, તાર્કિકપણું, ન્યાયગ્રંથનું ઉત્પાદન, નવીન ન્યાયના ગ્રંથોનું સર્જન, સરળમાં સરળ ગુર્જર ભાષાના સ્તવને કાવ્યો અને પવાળું તેમ જ “અધ્યાત્મસાર” અને અધ્યાત્મપનિષદ” જેવા ઉચ્ચકેટિના ગ્રંથોની સર્જકતાવાળું વગેરે વિવિધતાના સંમિશ્રણરૂપ ટંકશાળી વનિમય જીવન, તે પ્રસંગોપાત કહેવાનું પ્રાપ્ત થાય છે કે, ગત વર્ષના દિ. વૈશાખ માસના શ્રી કાનજીસ્વામી તરફથી સેનગઢથી બહાર પડતા “આત્મધર્મ” માસિકમાં તેમને માટે “વ્યવહાર વિમૂઢ” શબ્દ વાપરીને તેમને હલકટ રીતે ચિતરવામાં આવ્યા છે, પણ તે કેવળ લેખકનું તેઓશ્રી વિરચિત સાહિત્યના તદ્દન બિનઅનુભવપણું છે, અથવા ઈરાદાપૂર્વક દૈષજન્યકૃત્ય છે. તેમણે તો વ્યવહારની મુખ્યતા રાખી નિશ્રયદષ્ટિની ગૌણતા, આપણુ જેવા ભરતક્ષેત્રના માનવીઓ માટે સક્ષમગુણસ્થાનક સુધી મર્યાદા રૂપે બતાવી છે. કેવલી ભગવંતને પણ તેમાં ગુણસ્થાનકમાં વ્યવહાર સાચવવો પડે છે, તેથી જ તીર્થંકર પરમાત્માઓ ચતુર્વિધ સંધની સ્થાપના કરે છે, એ સુપ્રસિદ્ધ છે. નવકારનાં પદોમાં પ્રથમ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૫ ઉ. શ્રી યશોવિજ્યજી ૯ [૧૩૫ ] અરિહંત પદ તે વ્યવહાર અને બીજું સિદ્ધ પદ તે નિશ્ચય છે અરિહંત પરમાત્મા વગર અરૂપી સિદ્ધપદની ઓળખાણ કોણ આપી શકે ? એ વિષે ઉપાધ્યાયજી મહારાજે સ્વયં કહ્યું છે કે “નિશ્ચય દષ્ટિ હદય ધરી, પાલે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.” આ મહાન તિર્ધર કે જેઓ પૂર્વ જન્મને અભુત ક્ષપશમ લઈને અવતર્યા હતા, તેઓ પદર્શનત્તા, સેંકડે ગ્રથના રચયિતા, ન્યાય, વ્યાકરણ, છંદ, સાહિત્ય, અલંકાર, કાવ્ય, તર્ક, સિદ્ધાંત, આગમ, નય, પ્રમાણ, સપ્તભંગી, અધ્યાત્મ, ગ, સ્યાદ્વાદ, આચાર, તત્ત્વજ્ઞાન ઈત્યાદિ વિષયો ઉપર વિર્ભાગ્ય, તથા સામાન્ય જનતા માટે ગુજરાતી વગેરે લેકભાષામાં વિપુલ સાહિત્યને રસથાળ ધરી ગયા. નવ્ય ન્યાયના આદ્ય જૈન વિદ્વાન, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ આદિ બિસ્તોને પ્રાપ્ત કરનાર યુગ-યોતિર્ધરને આપણે અનેકશ: વંદન હો, ઉપમિતિભવપ્રપંચાકથા” કે જે સોળ હજાર શ્લેકમયે સંસ્કૃત ગ્રંથ છે, તેમાંથી સાર ખેંચી ગુર્જર ભાષામાં શ્રી વિમળનાથના સ્તવનમાં એમણે— તત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા લેકે આજીજી; - લેયણ ગુરુ પરમાત્ર દીયે તવ, ભ્રમ નાખે સંવ ભાંજીજી.” ધર્મબોધકર પાકશાસ્ત્રી(ગુરુ)થી પ્રાપ્ત કરેલું સમ્યગ્દર્શનરૂપ તત્ત્વ પ્રીતિકર પાણી, સજ્ઞાનદષ્ટિરૂપ નિર્મળ અંજન અને સચ્ચારિત્રરૂપ પરમાન(ક્ષીર)નું સ્વરૂપ લેકભાષામાં ખડું કર્યું છે; તેમ જ શ્રી સુવિધિનાથના સ્તવનમાં– મૂળ ઊર્ધ્વ તરૂઅર અધ શાખા રે, છંદ પુરાણે એવી છે ભાષા રે, અરિજવાળે અચરિજ કીધું રે. ભક્ત સેવક કારજ સીધું રે. Page #175 -------------------------------------------------------------------------- ________________ [૧૩૬ ] જૈન દર્શન મીમાંસા આ હકીકત “શ્રી ભગવદ્ગીતામાં કહેલ લેક સાથે કેટલીક રીતે મેળ ખાય છે. “ઉર્ધ્વમૂઢમાર શાર્વ, અશ્વાર્થ પ્રાદુર ચર્થ छन्दांसि यस्य पत्राणि, यस्तं वेद स वेदवित् ॥" આ લેકના રહસ્યને આશ્ચર્ય તરીકે ઘટાવી પ્રભુ ભક્તિ માટે લોકભાષામાં સમન્વય કર્યો છે. દોઢસો અને સાડાત્રણસો ગાથાના સ્તવનમાં નિશ્ચય નય અને વ્યવહાર નથી ભરપૂર ઉપદેશ છે. એમાં અપૂર્વ યુક્તિઓથી મૂર્તિપૂજા સિદ્ધ કરી છે. છેવટે કહ્યું છે કે “મુજ હેજે ચિત્ત શુભ ભાવથી ભવભવ તાહરી સેવ રે; યાચીએ કેડી યત્ન કરી. એહ તુજ આગળ દેવ રે; તુજ વચન રાગ સુખ આગળે નવિ ગણું સુરનર શર્મ રે; કેડી જે કપટ કોઈ દાખવે, નવિ તનું તેઓ તુજ ધર્મ ?” આ છે તેમને અદ્દભુત શાસનરાગ અને અલૌકિક પ્રભુ ભક્તિ. આનંદસૂરિ ગ૭ના શ્રી વિજયાનંદસૂરિજીએ સત્તરમા સૈકામાં રચેલે “ધર્મસંગ્રહ” ગ્રંથ કે જેની ટીકા મહોપાધ્યાય શ્રી માનવિજય ગણીએ કરી છે તે ગ્રંથનું સંશોધન ઉપાધ્યાયજી મહારાજે કરેલ છે; તેને તાજેતરમાં જ ભાષાંતર સાથે પ્રથમ વિભાગ પ્રકાશિત થયે છે. સં. ૧૭૩૯ માં “શ્રી જબૂસ્વામી રાસ” તેમણે ખંભાતમાં રચેલ. તે તેમના પિતાના હાથના અક્ષરવાળા પાનાંઓ સાથેને મળે છે. - આ રીતે તેઓશ્રી ભક્તિપરાયણ, જ્ઞાનપરાયણ, સંયમી અને તપપરાયણ સાહિત્યજીવન જીવી ગયા છે, અને આપણા માટે વિવિધ સાહિત્યની વાનગીઓથી ભરપૂર વારસો મૂકી ગયા છે, જેથી શાસનની પ્રભાવનાનું નિમિત્ત બની પોતાના આત્મા ઉપર તેમ જ ભવિષ્યની પ્રજા ઉપર મહાન ઉપકાર કરી ગયા છે. આવા મહાત્માઓ પિતાની જીવનલીલા સંકેલીને સ્વર્ગે સંચર્યા. શ્રી ભર્તુહરિજીના શબ્દોમાં કહીએ Page #176 -------------------------------------------------------------------------- ________________ પૂ. ઉ. શ્રી યશેવિજયજી [૧૧૭] તે આવી મહાન વિભૂતિઓ “ગળ મુવઃ પૃથ્વીના અલંકારરૂ૫” છે. તેમ જ કવિ ભવભૂતિના શબ્દોમાં “નયતિ તેડધિૐ નમન ક7હે મહાત્મન ! તમારા જન્મથી આ જગત જયવંત વર્તે છે.” એટલું કહી ઉપસંહારમાં તેમણે જ રચેલા “જ્ઞાનસાર ગ્રંથન અંતિમ–સર્વ નાના આશ્રયવાળે સ્તુતિ-ક તથા આત્મજાગૃતિ માટે તેમણે રચેલી “અમૃતવેલી સઝાય”ની વાનગીરૂપ એક કાવ્ય સાદર રજૂ કરી વિરમું છું. अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः । जयन्ति परमानन्दमयाः सर्वनयाश्रयाः ॥" “નિશ્વય નય અને વ્યવહાર નયમાં જ્ઞાન પક્ષ અને ક્રિયાપક્ષમાં, એક પક્ષગત–ભ્રાંતિ તજીને સર્વ ના આશ્રય કરનારા પરમ આનંદથી ભરપૂર (મહાપુરૂષ) જયવંત વર્તે છે.” ચેતન જ્ઞાન અજુવાળીએ, ટાળીએ મેહ સંતાપ રે; ચિત્ત ડમડલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે.” શ્રી યશવિજય સ્મૃતિ ગ્રંથ વિ. સં. ૨૦૧૩ आत्माऽऽहारश्चिदानंदो देहाऽऽहारश्च पुद्गलम् । चित्ताहारो विचारश्च वाण्याहारः सुभाषणम् ।। આત્માને આહાર જ્ઞાનને આનંદ, શરીરને આહાર પુગલે, મનને આહાર વિચાર અને વાણીને આહાર મધુર વચને છે.” –આધ્યાત્મગીતા, લે. ૩૪૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ વાચકની યાદી Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત ફતેહચંદભાઈની જીવન પરિમલ જીવન અમારી સાથે કેટલીક કરડાઈથી વળ્યું છે એવી ફરિયાદ અમે ન કરી શકીએ; કેમકે એ અમારી રાજીખુશીનો સોદો હતો; અને એકંદર રીતે જોતાં જીવન અમારે માટે એટલું કરવું કે બૂરું નહોતું. ઘણીવાર જીવનની છેક છેવટની કોરે ઊભા રહેનારાઓ અને મોતથી ડરીને ન ચાલનારાઓ જ જીવનને આસ્વાદ લઈ શકે છે; અમે ગમે તેટલી ભૂલ કરી હશે પણ પામરતા, આંતરિક નામોશી અને કાયરતામાંથી અમે અમારી જાતને ઉગારી લીધી છે; એક વ્યક્તિ તરીકે એ કંઈક સિદ્ધિ છે; જીવન એ માણસની વહાલામાં વહાલી વસ્તુ છે અને તેને માત્ર એક જ વખત અમૂલ્ય જીવન જીવવાનું હોવાથી તેણે એવી રીતે જીવન જીવવું જોઇએ કે જેથી કાયર અને ક્ષુલ્લક ભૂતકાળની શરમથી તેને સંકોચાવું ન પડે; હેતુશન્ય રીતે વરસે એળે ગુમાવ્યા એવી લાગણીથી રીબાવું ન પડે અને મરતી વખતે કહી શકે કે મારું સમગ્ર જીવન અને સઘળું સામર્થ્ય આ દુનિયાના પ્રથમ દયેયને અર્થે—માનવ જાતની મુક્તિને અર્થે મેં ખરચ્યું છે. –શ્રી જવાહરલાલ નેહરુ Page #179 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર રીતે વિચાર કરતાં વૃદ્ધાવસ્થા દુઃખમય કે શાપ રૂપ નથી, જીવનના કળશ રૂપ છે. જીવનની પરાકાષ્ટાએ વૃદ્ધાવસ્થામાં જ પહેચાય છે. ચારિત્રમાં શુદ્ધતા અને ડહાપણુમાં વિશાળતા વૃદ્ધાવસ્થામાં આવે છે. જીવનની પરિપાક દશા લાંબા જીવન પછી જ પામી શકાય છે. જીવન કાળનું માપ ગણિત પ્રમાણે કરવાનું નથી પણ આધ્યાત્મિક ગુણોના ઉત્તરોત્તર વિકાસની દૃષ્ટિએ કરવાનું છે–અર્થાત અમુક વર્ષ માણસ જીવ્યો એ એના જીવનનું ખરું માપ નથી પણ કેટલા આધ્યાત્મિક ગુણ તેનામાં વિકાસ પામ્યા તે તેના જીવનનું માપ છે. ન્યા. શ્રી જીવરાજ ઓધવજી વૃદ્ધત્વમીમાંસા. સં. ૨૦૦૪ જૈન ધમ પ્રકાશ કાઈને ખાતર મરીને, તને મારી જશું, પ્રેમ વર્ષણથી અવરનાં, દગ્ધ દિલ હારી જશું; નિજ હૃદયની આગને, અંતર મહીં ભારી જશું, ડુબશું મઝધારમાં, પણ નાવને તારી જશું. મત જેવું કંઈ મંગલ નથી આ વિશ્વમાં એટલે એને અમે જયકાર લલકારી જશું. –વિશ્વસ્થ Page #180 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ જીવન: પૂર્વના પુગે તેમને જન્મ વિ. સં. ૧૯૪૧ વિજ્યા દશમીએ ઉત્તમ, ધર્મપ્રેમી અને જ્ઞાનોપાસક કુટુંબમાં તેમને મોસાળ પાલીતાણુંમાં સિદ્ધક્ષેત્રમાં થયો હતો. તેમના પિતાશ્રી ઝવેરભાઈ પરમ ધર્માનુરાગી અને ધર્મના અભ્યાસી હતા. પિતાશ્રીએ પુત્રમાં બાળપણથી ધર્મના સંસ્કાર રેડવાની અને તેનું જીવન ઘડવાની પૂરેપૂરી કાળજી લીધી હતી. સવારે પાંચ વાગે ઉઠાડી શૌચર્મ પતાવ્યા પછી ભાવનગરમાં શ્રી ગેડીજીના દેરાસરે પૂજા કરવા બન્ને સાથે જતા. મેટા દેરાસરની બહારની મેડીએ પુરુષોની સામાયિકશાળા સવારમાં ચાલતી. ઘેર-ઘેર એ પ્રથા સામાન્ય હતી કે, સૌ સવારે એકાદ બે સામાયિક કરે, ધાર્મિક અભ્યાસ કરે, સેવા પૂજા કરે અને પછી ઘરે જઈ નવકારસીનું પચ્ચ ખાણ પારે. પછી મોટેરાઓ દુકાને જાય અને જેઓ ભણતાં હોય તે લેસન કરે. વ્યાખ્યાન સમયે વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયે જાય. વ્યવહાર, ધંધે અને ધર્મધ્યાન તે વખતના લેકે બધું નિયમિત કરતાં. તેમનાં વાવેલાં બીજ તરીકે હાલમાં પણ સામાયિકશાળા ચાલુ છે. જીવનનું ઘડતર : શ્રી ફતેહચંદભાઈ નાનપણથી બુદ્ધિશાળી, ચંચળ અને ઉત્સાહી હતા, એટલે અભ્યાસની સાથેસાથે ઘરકામ કરતા. વાંચનાલયમાં જઈ છાપાઓ અને માસિકે વાંચતા. પુસ્તકાલયમાંથી પુસ્તકે ઘરે લઈ આવી ફુરસદે વાંચતા, તેઓ લેખો લખતાં, જૈન આત્માનંદ સભામાં ભાષણો કરતાં, કવિતાઓ પણ બનાવતા અને મુનિરાજે પાસે હિંમતપૂર્વક પ્રશ્નો પૂછીને શંકાઓનું સમાધાન પણ મેળવતા. તેમનું મિત્રમંડળનું જૂથ એટલું સારું હતું કે, સૌ સાથે સાંજે ફરવા જાય, અને રસ્તામાં અનેક ધાર્મિક પ્રશ્નોની ચર્ચા કરે. સભામાં પણ સાથે જાયઆ રીતે સૌ સાથે બેસે, ઉઠે, કામ કરે કે અભ્યાસ કરે. Page #181 -------------------------------------------------------------------------- ________________ [૪] * શ્રીયુત ફતેહચંદભાઇની તેમને વ્યાવહારિક અભ્યાસ મેટ્રીક સુધીનો હતો. ધાર્મિક અભ્યાસ નાનપણથી બહુ સારો હતો અને અભ્યાસની લગની પણ ઘણું હતી. જ્ઞાનની સાધના અને ઉપાસના-એ તેમના જીવનનું મુખ્ય લક્ષણ છે, અને લક્ષ્ય પણ છે. તે વખતના વેપારીઓમાં બહુ ઉચ્ચકોટીનું નિશાળનું ભણતર નહતું, પરંતુ વ્યાવહારિક જ્ઞાન, ધંધાદારી જ્ઞાન અને ધર્મનું જ્ઞાન બહુ સારું હતું. તેમના સમયના જોડીદાર વિદ્યાર્થીઓ અને મિત્રનું જૂથ એટલું બધું સારું, સંસ્કારી, સદાચારી અને સંપીલું હતું કે મેટી ઉંમરે પણ તેઓએ વડીલેને સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને બરાબર સાચવી રાખ્યો છે, અને દીપાવ્યું છે. તે સમયે ભાવનગર એ જૈન સમાજનું વિદ્યાધામ ગણાતું હતું. શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ ગિરધરભાઈ કુંવરજીભાઈ, ઝવેરભાઈ, અમરચંદભાઈ વગેરે તે વખતના ઘણા જૈન અગ્રેસરે હતો. ભાવનગરનું સંઘ બંધારણ, સંઘ વ્યવસ્થા અને ધર્મક્રિયાઓ બીજાઓને અનુકરણયરૂપ ગણુતા હતા. આજે ભાવનગરમાં સંસ્થાઓ છે, જ્ઞાનભંડાર છે અને પુસ્તકાલયો છે, પણ તેમના અભ્યાસીઓ ખાસ દેખાતા નથી, ચેતના ચાલી ગઈ છે અને શિથિલતા વ્યાપી ગઈ છે. આપણે તો એવું ઈચ્છીએ કે કાળનું ચક્ર હવે સવળું ફરે, અને કોઈ વીરપુરૂષ એવો જન્મ કે જાગે કે જેથી જૈનેનો જ્ઞાનયજ્ઞ ભાવનગરમાં ફરીને મંડાય. સેવામય જાહેર જીવન : કુદરતને એ પ્રચલિત નિયમ છે કે કુટુંબના વડીલેના કેટલાક ગુણે, પ્રકૃતિ અને ખાસિયતે ઉત્તરોત્તર વારસામાં ઉતરી આવતા હોય છે. તે અનુસાર પ્રપિતા સ્વ. ભાઈચંદભાઈમાંથી ચીવટપૂર્વક કામ કરવાની ટેવ તથા સૌ પ્રત્યેને પ્રેમ અને પિતાશ્રી ઝવેરચંદભાઈમાંથી ઉદારતા, ધર્મની પ્રીતિ, જ્ઞાનપ્રાપ્તિની તાલાવેલી, માયાળુપણું, વ્યવહારકુશળતા, પરોપકાર વૃત્તિ અને નિખાલસતાના ગુણે શ્રી ફતેહચંદભાઈને Page #182 -------------------------------------------------------------------------- ________________ જીવન પશ્મિલ વારસામાં મળ્યા, અને તે ગુણાને તેમણે જીવનમાં વધુ ખીલવ્યા. કાઈ પણ જાહેર કા ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિ કે અન્ય કાઈ કુંડકાળાનું કામ લઈને કાઈ પણ માણસ તેમની પાસે આવે એટલે પેતે વિના આગ્રહે સ્વેચ્છાથી પૈસા ભરી આપે, એટલું જ નહિ, પણ ખીન્ન અનેકની પાસે સાથે જઈ પૈસા ભરાવી પણ આવે. તેમની સુવાસ એવી અને એટલી બધી સારી છે કે કાઇ પણ માણસ તેમને ખાલી હાથે પાછા કાઢે નહિ. લેાકેા તેમની સેવાપરાયણતા અને પ્રતિભાની કદર કરે છે. સંસ્થાની પ્રવૃત્તિમાં તેને હિસ્સા અને સેવા અવશ્ય હેાય છે. સ’સ્થાઓની સેવાની આવી બધી પ્રવૃત્તિઓમાં તેએ હંમેશા અત્રપદે મુખ્ય કાર્યકર્તા તરીકે હાય છે. અંદર-અંદરની આંટીધૂંટી કે મનદુઃખનેા ઉકેલ લાવવામાં પણ તે કુશળ છે. તેમને પેાતાને માન, અપમાન, મોટાઇ કે અભિમાન જેવું કાંઈ છે જ નહિ. આવી સરલતા, નિખાલસતા, સાચેા સેવાભાવ અને પરદુ:ખભંજનપણુ આ બધા ગુણા કાઈ વિરલ વ્યક્તિમાં જ હોય છે. જીવનવિકાસ : માતાની ક્ ખાળકમાં પ્રેમ અને હેતની ભાવનાને પેખે છે, અને વૃદ્ધિ કરે છે; અને પિતાની સંભાળ બાળકના જીવનનું ઘડતર કરે છે. આઠ માસની અવસ્થાએ માતા ટબલબહેન અવસાન પામ્યા અને દાદીમા પ્રેમષાએ–જો કે ઉછેરીને મોટા કર્યાં, પરંતુ સમજી અને ચકાર બુદ્ધિનું બાળક માતાના વિયોગનું દુ:ખ અને માતાવિહાણુ પરાશ્રયી જીવન સમજી તે। શકે જ; આને લઇને શ્રી ફતેહુચંદભાઈના જીવનમાં સાદાઈ, સહનશીલતા, ત્યાગ, સયમ અને સમાનતાના ગુણાને વિકાસ પામવાની તક મળી. અને પિતાના વારસા તરીકે ઠરેલ બુદ્ધિ, કા ક્ષમતા, સહિષ્ણુતા, નિયતા, જ્ઞાનપિપાસા અને કવ્યપરાયણતાના ગુણા મળ્યા. ભૂમિ, બીજ અને હવામાન સારાં હોય, તે જ અન્ન અને ફળફૂલના મખલબ પાક થાય—તે જ નિયમે પૂર્વના પુણ્યોદયે મળેલી [ પ ] ૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] શ્રીયુત ફતેહચંદભાઇની બુદ્ધિ-સમજણ વગેરેએ શ્રી ફતેચંદ્રભાઈના જીવનને આવું સુંદર અને સુવાસિત બનાવ્યું છે. તેમના જીવનમાં કુટુંબપ્રેમ, વાત્સલ્યભાવ, સેવા-શુષા, તંદુરસ્તીની મહત્તા અને કત્ર્ય ભાવનાનાં દર્શન સાથે સાથે સાહિત્યપ્રિયતા અને વૈરાગ્યદશાની જાગૃતિ અનુકરણીય છે. તેમની પિતૃભક્તિ એવી ઉચ્ચ હતી કે પેાતે પિતાની આજ્ઞા શિરામાન્ય કરતા, અને તેમની ઇચ્છાનું યથાવત્ પાલન કરતા. માંદગીમાં તેમની સારવાર કરતા. સ્તવને, સજ્ઝાયા, પદાનું શ્રવણ કરાવતા, અને જ્ઞાનચર્ચા કરતા. પિતાની જે જે ઈચ્છાએ અંત સમયે અધૂરી કે અપૂર્ણ રહી હતી તે બધી તેમની હયાતી બાદ શ્રી ફતેહુચંદભાઇએ બહુ જ સદ્ભાવપૂર્વક પુરી કરી છે. છરી' પાળતા શ્રી સિદ્ધાચીજીને સંધ કાઢ્યો, પિતાશ્રીનું જીવનચરિત્ર લખી તેમને અંજલી અપી, અપરમાતા સાથે સ્નેહ સંબંધ સાચવી, તેમના પુત્રાને(ભાઇઓને ) કાળજીપૂર્વક ભઙ્ગાવ્યા, પરણાવ્યા, અને ધંધામાં જોડ્યા-એ રીતે એમના પિતાશ્રીએ પેાતાની તેટમાં કરેલ “સાંસ્કારિક સંબધન”ને અનુસારે ભાઈએ પ્રતિની ફરજ અદા કરી, અને પિતાશ્રીની અનેક ઈચ્છાઓને તેમણે પરિપૂર્ણ કરી. સ૦ ૧૯૬૭ માં બે હજાર રૂપીયા એમના પિતાશ્રીની શ્રાવણ વદી ૮ ની તિથિ નિમિત્તે પૂજા ભણાવવા તથા સામાયિક શાળામાં પ્રસ્તાવના માટે વ્યાજે મૂક્યા-જે તિથિ આજે પચાસ વર્ષ પર્યંત અખંડપણે ઉજવાતી આવી છે. ગૃહસ્થ જીવન : ' '_ “ પુત્રના લક્ષણ પારણામાંથી જણાય આપ તેવા બેટા ''–એ ન્યાયે શ્રી ફતેહુચંદભાઇમાં પિતાના ગુણે! વારસામાં ઉતરી આવેલા હતા. તેમનામાં ઉત્સાહ અને હિંમત એટલા બધા છે કે ગમે તે સારૂં અને ઉપયાગી કામ કરવા તૈયાર થાય. કાઇ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાની હાય તે તેએ એમાં સક્રિય ભાગ લે, અને બીજાને તેમાં ભાગ લેતા કરે તે માટે સાધન, પૈસા કે કામ કરનારાની જરૂર પડે તે Page #184 -------------------------------------------------------------------------- ________________ જીવન પરિમલ [ ૭] તે બધું ભેગું કરે, અને કામને પાર પાડે. આળસ, નિરાશા કે દીર્ઘસુત્રતા તેમનામાં અંશમાત્ર નથી. કઈ પણ કામને માટે તેઓ સદા તત્પર જ હોય છે. દરેક કામ નિયત સમયે કરવાની તેમની તમન્ના અજોડ છે. બીજાઓની જેમ એક કામના ભોગે બીજું કામ થાય, એમ નહિ, પણ દરેક કામ સમયે-સમયે સહજ થયાં કરે–એ પ્રકૃતિ તેમણે સરસ કેળવી છે વેપાર, વ્યવહાર, જાહેર પ્રવૃત્તિઓ, ધાર્મિક બાબતે, વાંચન, લેખન, જ્ઞાનચર્ચા અને મુલાકાતે આવનારા અનેક મનુષ્ય સાથે વાર્તાલાપ–આ બધે રેજનો કાર્યક્રમ તેમને એટલે બધે હોય છે કે તે બધાને તેઓ સરળ રીતે પહોંચી વળે છે, અને તેમાં નિયમિતતા પણ બરાબર જાળવી શકે છે. જે જે કામ કરવાની ભાવના હોય તે બધા કામને વ્યવસ્થિત ગોઠવી શકે છે, અને તે બધાને તે પહોંચી વળે છે તેમનું જીવન ખરેખર પ્રવૃત્તિ અને કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. સર્વ દેશીય જીવન સંગ્રામમાં તેઓ ઘડાએલા સનિક અને લડવૈયા છે. તેમના વ્યાવહારિક જીવનમાં હારના પ્રસંગે કરતાં આધ્યામિક દૃષ્ટિએ જીતના પ્રસંગે વધુ છે. હાર કે જીતના પ્રસંગે તેમને નિરાશા કે ઉન્માદ થતા નથી. માધ્યસ્થભાવ એ તેમને સ્વભાવ છે. સફળતા મળે ત્યારે ક્ષણવાર હર્ષ કે આનંદ થાય તે સહજ સ્વભાવ છે, પરંતુ તે તો આંતરિક સમતાભાવ અને આધ્યાત્મિક આનંદ સ્વરૂપનું માત્ર ક્ષણિક આંદોલન છે. એમણે અનેક પૂ. મુનિવર્યોના સતત પરિચય અને વ્યાખ્યાનશ્રવણે જીવનમાં કર્યા છે. સહકુટુંબ સમેતશિખરજી, પાવાપુરી, કેસરીઆઇ, રૈવતાચલ, આબુ, અજારા વગેરે અનેક તીર્થ યાત્રાઓ, પ્રતિષ્ઠાઓ, મેરુ પર્વતની રચના, શાંતિસ્નાત્રો, નવકારશી, સંઘ-સ્વામીવાત્સલ્ય વગેરે યથાશક્તિ કર્યા છે. અનેક સંસ્થાઓમાં મંત્રી, પ્રમુખ કે ઉપપ્રમુખ બની ચૂકેલા છે, અને એ રીતે સેવાઓ આપી છે. છેલ્લાં ગત વર્ષમાં ગેધારી મિત્ર મંડળના પ્રમુખ તરીકે લગભગ પાંચસો યાત્રિક સાથે બીજી વખત સમેતશિખરજી Page #185 -------------------------------------------------------------------------- ________________ [૮] શ્રીયુત ફતેહચંદભાઈની પાવાપુરીજી વગેરેની તીર્થયાત્રા કરી આત્મસંતોષ મેળવ્યો છે. લગભગ પાંત્રીસ વર્ષથી તંદુરસ્તીના નિયમોને અનુસરીને આસને અને પ્રાણાયામ કરતા રહ્યા છે, અને પોતાના દીર્ઘજીવન માટે એ ક્રિયા પણ નિમિત્ત કારણરૂપે દર્શાવતા રહ્યા છે. ભાવનગર જેને આત્માનંદ સભા, પાલીતાણા જૈન ગુરુકુળ, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ, ગોઘારી જૈન મિત્ર મંડળ, શ્રી ગોડીજી જ્ઞાન સમિતિ, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-વગેરે ઘણું સંસ્થાઓમાં અનેક વર્ષો પર્યત સેવા આપી રહ્યા છે. એજ્યુકેશન બોર્ડ, મહાવીર જૈન વિદ્યાલય, જૈન ધાર્મિક શિક્ષણ સંઘના વાર્ષિક ધાર્મિક પરીક્ષક તરીકે અનેક વર્ષોથી કાર્ય કરી રહ્યા છે. વાયા ધરમશી ઝવેરભાઈ તથા મણિબહેન નાનાલાલ હરીચંદના ટ્રસ્ટી તરીકે શુભ કાર્યોમાં મીલ્કત વાપરવાના નિમિત્તભૂત થયા છે. શ્રાવક ધર્મનાં વ્રત કે માર્ગાનુસારીના ગુણોનું યથાશક્તિ પરિપાલન કરવાની દષ્ટિ તેમને ચાલુ રહ્યા કરે છે. ધંધામાં નિયમિતતા, પુરુષાર્થ અને સંતોષ રાખીને તેમણે પ્રવૃત્તિઓ કરી છે. વ્યવહારમાં અનેક સગાસંબંધીઓ, સ્નેહીજને, ઈષ્ટ મિત્રો અને સાથી કાર્યકરનું મિલનસ્થાન, આરામસ્થાન, સભાસ્થાન અને આનિશ્ચ–એ તેમનું ઘર છે. આવી જ્ઞાન અને આતિથ્યની પરબ, આવું સ્થાન, આવું દિલાવર દિલ અને આવું સ્વાગત ભાગ્યે જ જોવા મળશે. ખરે જ ઘરના પુત્ર-પુત્રીઓ પુત્રવધૂ કે બાળકે કુટુંબના વડિલ તરફથી છુટતી એક પછી એક આજ્ઞાને હોંશથી અમલ કરતાં જ્યારે જોઈએ, ત્યારે તે આખું કુટુંબ કેવું ઉદાર અને સંસ્કારી છે, તેની ખાત્રી થયા વિના રહેતી નથી. એમનાં પત્ની હરકુંવરબહેન પણ શ્રી ફતેહચંદભાઈની પ્રવૃત્તિઓને સાનુકૂળ હતાં, કે જેઓ લગભગ પાંચ વર્ષ પહેલાં ભાવનગરમાં સં. ૨૦૧૩ માગશર શુદ એકમે અવસાન પામ્યા હતા. આ કુટુંબમાં અર્થ પ્રાપ્તિ કરતાં સંતોષવૃતિ અને આદર્શ ગૃહસ્થ તરીકેનું જીવન જીવવાની ભાવનાની Page #186 -------------------------------------------------------------------------- ________________ જીવન પરિમલ વિશિષ્ટતા છે, આર્થિક વંટોળ કોઈ કોઈ વખત જીવનમાં ઉપસ્થિત થાય છે, તે છતાં તેમાંથી પસાર થવા માટે પિતાને જ પુરુષાર્થ ફેરવવો, પણ અન્ય કોઈની આશા પણ ન કરવી–એ આ કુટુંબની ટેક જેવું છે. તેમણે આપવાની વૃત્તિ રાખી છે, કદી લેવાની વૃત્તિ રાખી નથી. મુશ્કેલીના સમયે પણ નીતિ ન છોડવી–એ નિયમ શ્રી ફતેહગંદભાઈ જાળવી શક્યા છે. એમના લધુ બંધુ જાદવજીભાઈ જૈન આત્માનંદ સભાના મંત્રી તરીકે છે. બીજા બે બંધુઓ અનેપચંદ તથા ચમનલાલ સરળ આજ્ઞાંકિત અને વિવેકી છે. વડીલબંધુ દુર્લભજીભાઈ શ્રી ગોડજી મંદિરના ટ્રસ્ટી હતા, અને હાલમાં તેમના ભત્રીજા લક્ષ્મીચંદભાઈ શ્રી ગેડીજી મંદિરમાં ટ્રસ્ટી તરીકે તથા મણિલાલભાઈ અને રાયચંદભાઈ ગોઘારી જ્ઞાતિના મંત્રી તરીકે સેવા આપી રહેલ છે. એમના પુત્ર હિંમતલાલભાઈ પિતાની સેવા કરવા સાથે આજ્ઞાંકિત છે. એમનાં પ્રથમ પત્ની કસ્તૂરબહેનનું અવસાન સં. ૧૯૮૩માં થયું હતું. મોટા પુત્રી જસુમતીબેન જૈન મહિલા સમાજમાં મંત્રી તરીકે છે તથા ઉદ્યોગ મંદિરમાં મધ્યમ વર્ગની બહેનની ઉન્નતિ માટે સેવા આપી રહ્યા છે. એમના દ્વિતીય-તૃતીય પુત્રીઓ લીલાવતીબેન તથા કુસુમબેન સરળ સ્વભાવી છે. તેમના પુત્રવધૂ વસંતબેન પણ શાંત સ્વભાવી અને આતિથ્યપ્રેમી છે. એમના ભાણેજ રાજેન્દ્રકુમાર 5. cow. હાઈ ઈન્કમટેક્ષ એકસ્પર્ટ છે. એમની ભાણેજ નિરજનાબેન B.A. થયેલ છે અને ભાણેજ જમાઈશ્રી ધીરજલાલ C. A. છે. એમના ત્રીજા જમાઈ શ્રી છોટાલાલ સ્વ. વહોરા શ્રી અમરચંદ જસરાજના લઘુપુત્ર છે. ભાઈ હિંમતલાલને બે પુત્રો તથા બે પુત્રીઓ છે. મોટા પુત્ર અજિતકુમાર બી. ઈ. માં અભ્યાસ કરે છે. અને બંને પુત્રીઓ સુહાસીની અને ઇંદિરામાંથી એક ઇન્ટરમાં તથા બીજી એફ. વાય.માં અભ્યાસ કરે છે. નાને મયંકકુમાર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે, છતાં ધાર્મિક શિક્ષણ તરફની રુચિ વધતી જોવામાં આવે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] શ્રીયુત ફતેહચંદભાઇની તેમના જમાઈ મનુભાઇ ગુલામચંદ છે કે જેમણે મેટર પાર્ટીસ એસસીએશનના પ્રમુખ તરીકે અને પાલીતાણા જૈન ગુરુકુળના મંત્રી તરીકે વર્ષો પ ંત સેવા બજાવી છે.—આ રીતે તેમનુ કૌટુ ંબિક જીવન સેવાભાવી અને સસ્કારી છે. વાંચન અને લેખન પ્રવૃત્તિ : એકદરે અગાઉ કરતાં અત્યારે કેળવણી વધી છે એટલે વાંચનને! શાખ પણ પ્રજામાં વધ્યા છે, પણ મેટા ભાગનુ જનતાનું વાંચન ખાસ કરીને વમાન પત્રાનું, અથવા બહુ તે એકાદ બે સામયિકાનુ કે કથા વાર્તાનું હોય છે. તે વાંચન પણ બહુધા છીછરૂ કે ઉપરજ્જુ હોય છે, પણ જેઓ અભ્યાસી કે વિદ્વાન હાય છે, તેએ ઉપયોગી કે તાત્ત્વિક વિષયોનું સાહિત્ય વાંચનાર હોય છે. તેએ અભ્યાસની દૃષ્ટિએ વાંચન કરે છે. દરેક વિષયને લેખકે બરાબર આલેખ્યા છે કે નહિ ? વિષયને ક્રમબદ્ધ ખીલવ્યા છે કે નહિ ? એકસરખી વિચારધારા જળવાઈ રહી છે કે નહિ ? ભાષા શુદ્ધ, સ્પષ્ટ અને સાંસ્કારિક છે કે નહિ ? વિષયના વિભાગાનું પ્રમાણ સચવાયું છે કે નહિ ? લખાણ સત્ય હકીકત રજૂ કરે છે કે નહિ ? આ બધી દૃષ્ટિએ વિદ્વાન કાઈ પણ લેખકનું લખાણ વાંચે છે, અને તેનું મૂલ્ય આંકે છે. વાંચનમાં ન્યાયષ્ટિ અને સમજણુ એ મુખ્ય ભાગ ભજવે છે. શ્રીયુત ફતેહુચંદ્રભાઈએ ધર્માંશાસ્ત્રો, સાહિત્ય, ઇતિહાસ, કળા, નાટકા, કાવ્યો અને અનેક વિષયાના ઘણાં પુસ્તકાનું વાંચન કર્યુ છે સંસ્કૃત અને માગધી ભાષાનું તેમનું જ્ઞાન સારૂં છે. આ ભાષામાં ઘણાં પુસ્તકા તેમણે પૂ મુનિરાજો. શ્રી કુંવરજીભાઇ તથા અન્ય વિદ્યાતા અને પોતાના પિતાશ્રી પાસે વાંચ્યા છે. કાઇ પણ સારૂં પુસ્તક બહાર પડે છે કે તરત જ પેાતે ખરીદ કરે છે, અને વાંચે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પણ ઘણાં પુસ્તકે તેમણે વાંચ્યા છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ જીવન પરિમલ [૧૧] પુસ્તકે તેમના જીવન મિત્રો છે. ભાવનગરમાં અને મુંબઈમાં તેમના પાસે લગભગ પાંચ હજાર પુસ્તકવાળું બહુ સારું પુસ્તકાલય છે. તેની વ્યવસ્થા અને સાચવણી પણ એટલી સુંદર છે કે જ્યારે જે પુસ્તક જોઈએ ત્યારે તે પુસ્તક તાત્કાલિક મળી શકે. બીજા અનેકને પ્રેરણા આપીને વાંચનનો શોખ કેળવ્યું છે. આવું વિદ્યાવિલાસી અને અભ્યાસી જીવન એ પણ જીંદગીને એક લ્હાવો છે. સ્વ. શ્રી મોતીચંદગિરધરલાલનાં અપ્રસિદ્ધ લખાણે શ્રી આનંદઘનજીનાં ૫૮ પદે, શ્રી આનંદઘનજીની વીશીનું વિસ્તૃત વિવેચન, પ્રશમરતિ વિવેચન વગેરે તેમની રૂબરૂમાં શ્રી ફતેહચંદભાઈએ વાંચ્યા અને તપાસ્યાં હતાં જે હાલમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયને છપાવવા માટે સુપ્રત થયેલાં છે. વાંચનથી સમજણ, ગ્રહણ, સ્મરણ અને વિચારશક્તિ ખીલે છે. તે શક્તિને લેખન પ્રવૃત્તિમાં પરિણમવા માટે વિચારોની ક્રમબદ્ધ સંકલના, ભાષાજ્ઞાન, શબ્દકેષ, વ્યાકરણજ્ઞાન, શુદ્ધલિપિ અને સારા અરોની જરૂર રહે છે. શ્રી ફતેહચંદભાઈએ લેખનશક્તિ સારી ખીલવી છે. તેમની લેખનપ્રવૃત્તિ ઘણું છે. પોતે લેખો લખ્યાં છે. ભાવવાહી કાવ્યો લખ્યાં છે. અનેક પુસ્તકોની અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવના તથા સમીક્ષા લખી છે, અને મનનીય ભાષણ પણ કર્યા છે. કઈ કઈ સાધુ મુનિરાજને, જૈન વિદ્વાનને કે લેખકને પિતાના પુસ્તકની પ્રસ્તાવના કે આમુખ લખાવવાનું હોય તો તેની દષ્ટિ સૌ પ્રથમ ફતેહચંદભાઈ પ્રત્યે જાય. આવા વિદ્વાન લેખકની સેવા પ્રેમપૂર્વક જ્યારે જોઈએ ત્યારે મળી શકતી હોય તો તેને સ્વીકાર કણ ન કરે ? તેઓએ લગભગ પચીસ પુસ્તકની પ્રસ્તાવના કે આમુખ લખ્યાં છે. પાંચ પૂજાઓના અર્થો લખ્યા છે. આત્માનંદ પ્રકાશમાં આવેલા જૈન દશન ઉપરના ક્રમબદ્ધ ભાષણો, પ્રત્યેક નૂતન વર્ષના મંગળમય વિધાનો, વિવિધ વિષયના અન્ય મનનીય લેખે, અનેક સભાઓમાં પ્રમુખ કે વક્તા તરીકે કરેલાં ભાષણો–આ બધી લેખનકૃતિઓ જે કાઈ લક્ષપૂર્વક વાંચે તે તેને એમ Page #189 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રીયુત ફતેહચંદભાઈની લાગે કે કોઈ પણ અગત્યને વિષય એવો નથી કે જેને તેમના લેખોમાંથી ઉલ્લેખ ન મળી આવે. ચિંતન, મનન, સંકલન અને વિષયની યથાર્થ રજુઆત એ તેમના લેખનમાં સ્પષ્ટ જણાયા વિના નહિ રહે. ધાર્મિક વિષયનું જ્ઞાન તેમણે આત્મસાત કરેલું છે. તેમના લખેલા અનેક લેખો ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. તાવિક વિચારધારા : તેમની બધી પ્રવૃત્તિઓમાં તાત્ત્વિક દષ્ટિ કેન્દ્રસ્થાને હોય છે. સમાજમાં જે જે પ્રકારની પ્રવૃત્તિઓ અત્યારે ચાલી રહી છે, તે બધીમાં તેઓ ઉલાસપૂર્વક ભાગ લે છે. બધા કાર્યોમાંથી આનંદ મેળવવો અને આનંદમાં રહી જીવન જીવવું-એ તેમના જીવનનું સૂત્ર છે. આને લીધે જીવનમાં કંટાળો કે નિરાશા આવતી નથી, અને સૌની સાથે સ્નેહ અને સંબંધ જળવાઈ રહે છે. નવા સંબંધે જોડાય છે, અને અવનવા પ્રસંગે અને પરિચય દારા વિધવિધ પ્રકારનું જ્ઞાન અને અનુભવ મળે છે. મળતાવડા સ્વભાવ અને મિલનસારપણું એ સમાજ જીવનનો મુખ્ય ગુણ છે. જીવનમાં બધા ક્ષેત્રે તેઓ ખરેખર કમલેગી છે. કર્મોગની સાધન એ જ તેમનું જીવન છે, એમ કહેવું ખોટું નથી. બધાં કામ અને બધી પ્રવૃત્તિઓ તેઓ ઉલ્લાસપૂર્વક કરે છે, છતાં ખૂબી તો એ છે કે તેમાં તેમને મમત્વ કે આસક્તિ બહુ અલ્પ હોય છે. આ દષ્ટિ જીવનમાં દરેકે કેળવવી જરૂરી છે. તે જ કર્મને ચેપ ઓછો લાગે, અને આત્મા હળવો રહે. સંસારના સ્વરૂપની તાત્ત્વિક દષ્ટિએ વિચારણું અને કર્મબંધની દષ્ટિએ આત્માને બંધનમાંથી મુક્ત કરવાની ભાવના એ જ નિર્મભવ, અનાસક્તિ, સમર્પણ ભાવ, કે વિરાગ દશાને ઉત્પન્ન કરે છે. તેમની બધી પ્રવૃત્તિઓમાં આ દષ્ટિબિંદુ તેઓ રાખી રહ્યા છે. આંતરિક શુદ્ધિ : જેણે જ્ઞાનપ્રાપ્તિ કરવી હોય તેણે એક નિષ્ઠાથી અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ સારે કરવા માટે અભ્યાસના વિષયોનું વારંવાર Page #190 -------------------------------------------------------------------------- ________________ જીવન પરિમલ [ ૧૩ પુનરાવર્તન, ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવુ જોઇએ, અને તેની ટેવ પાડવી જોઇએ. જ્ઞાનપ્રાપ્તિના હેતુ આત્માની અને મનની શુદ્ધિ અને નિર્માળતા કરવાને છે. મનની શુદ્ધિ અને નિર્માંળતા થાય તે જ વિચાર અને વન શુદ્ધ અને નિળ થાય છે, અને જીવન આનંદમય અને છે. વસ્તુ સ્વરૂપની સાચી સમજણ થાય ત્યારે જ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રના ગુણા ક્રમેક્રમે વૃદ્ધિ પામે છે. આ લક્ષ્ય અને આ પ્રકારની સમજણુ રાખીને જો અભ્યાસ કરવા-કરાવવામાં આવે તેા જ ધાર્મિક જ્ઞાનની સાર્થકતા છે. ક્રિયા ગમે તેટલી કરીએ, જ્ઞાન ગમે તેટલુ મેળવીએ છતાં જીવન અને રહેણીકરણીમાં પવિત્રતા, નિર્માંળતા અને અનાસક્તિ ભાવ ન હાય તે! તે ક્રિયા કે તે જ્ઞાનની પ્રતિભા પડતી નથી કે તેની અસર માનવસમૂહ ઉપર જોઇએ તેવી થતી નથી. * શ્રી ફતેહ દ્રભાઇ લાકપ્રિય છે, એટલું જ નહિ, પણ તેમના પ્રત્યે સૌને માન અને સદ્ભાવ થાય છે, તેનુ કારણ તેમની સરળતા અને નિખાલસતા છે, કે જે તેમનાં આંતરિક શુદ્ધ જીવનને આભારી છે. સાચા સજ્જન તે જ કે જેના વિચાર, વાણી અને વર્તનમાં પવિત્રતા અને એક વાક્યતા હોય. આવા સજ્જને આજે બહુ એછા જોવામાં આવશે. છદ્મસ્થપણુ અને સંસારી જીવન હોય, એટલે કાઇ કાઇ વખત પ્રસગને લઈને વિચાર કે વર્તનમાં અશુભ ભાવ કે અશુભ ચિંતન થઈ આવે, તે સહજ છે; પરંતુ આંતર જાગૃતિ તરત જ ચેતવણી આપીને ખોટુ કરતાં અટકાવી દે છે. આ જાતની આત્મજાગૃતિ જેમાં હોય તે જ ક્રમે ક્રમે આત્મકલ્યાણ સાધી શકે, આધ્યાત્મિક દૃષ્ટિ : સંસારનું યથાશક્તિ સ્વરૂપ જાણ્યા અને સમજ્યા પછી તેની ખાટી અસરમાંથી મુક્ત થવાના સતત પુરુષાર્થ કરવામાં આવે તે તેમાંથી ઉચિત પ્રમાણમાં આત્મજાગૃતિની વૃદ્ધિ થાય છે. આત્મા શું? આત્માનું સ્વરૂપ શું? આત્માના સ્વભાવ શુ' ? આત્માની શક્તિ શું ? આત્માની જાગૃતિ શું ?–આ બધું ક્રમે ક્રમે અભ્યાસથી જાણ્યા અને સમજ્યા Page #191 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૪] શ્રીયુત ફતેહદુભાઇની પછી સ્વ સ્વરૂપમાં મન, વચન અને કાયાની રમણતા કેમ કરવી-એ શીખવું જરૂરનું છે. આનું નામ આધ્યાત્મિક દૃષ્ટિ છે. આટલી કક્ષાએ જે પહોંચી શકે તેનું જીવન ખરેખર ધન્યવાદને પાત્ર છે. * પરંતુ આ બધું પણ હજી પૂરતું નથી. તીત્ર અને કુશાગ્ર બુદ્ધિ આ બધુ જાણી શકે છે કે સમજી શકે, પરંતુ તેટલાથી ધ્યેય સિદ્ધ થયું છે એમ ન કહી શકાય. માત્ર બુદ્ધિ વડે થએલું જ્ઞાન તે પૂર્ણ જ્ઞાન નથી. બુદ્ધિબળના જ્ઞાનીએ આજના જગતમાં ઘણા ય છે, અને ઉત્તરાત્તર તેની સંખ્યા વધતી પણ જશે, પરંતુ તે કક્ષા ટાચની નથી. આ બધા કહેવાતા નાનીએ છે. પેપટ માણસની ભાષા મેલે, તેથી તે માણસ નથી. માણસ બહુ ભણ્યા હાય, તેણે બહુ વાંચ્યું. હાય, ઘણા વિષયાનુ તેને જ્ઞાન હોય, સારામાં સારૂં વક્તવ્ય કરી શકતે હાય, અને બહુ ઉંડા અભ્યાસ હોય છતાં સાચા અર્થમાં તે જ્ઞાની નથી. સાચા જ્ઞાની તે કહેવાય કે જે બુદ્ધિથી મેળવેલા જ્ઞાનને, અનુભવથી સિદ્ધ કરે. અનુભવ કરનાર તેા આત્મા છે, એટલે આત્મા જ્યારે જગતના અને પેાતાના સ્વરૂપને પોતે અનુભવ કરીને તેને જાણે અને જગના હૂંઢો વચ્ચે સાક્ષીરૂપે રહે, ત્યારે જ અહારના જગતને! સાક્ષાત્કાર થાય છે. અને આત્મ સ્વરૂપના તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે. આનુ નામ ખરેખર જ્ઞાન છે. શ્રી ફતેહુથદ્રભાઇની જીવનદૃષ્ટિ આ અર્થાંમાં ઘણે અંશે આધ્યાત્મિક છે, અને તેનેા અનુભવ કરવા માટે તેમના પ્રયત્ન ચાલુ છે. આવા ઘણા અંશે નિર્મળ જીવનવાળા પથિકના પથ ઉચ્ચ ગતિ તરફના છે એમ કહીએ તે તેમાં અતિશયેક્તિ પ્રમ કહેવાય ? છદ્મસ્થ મનુષ્યા ગુણદોષવાળા હાઈ શ્રી ફતેહુચંદભાઈમાં પણ અપૂર્ણતા અને નિર્મૂળત હેાય તે સ્વાભાવિક છે, પરંતુ વિશિષ્ટ ગુણાવાળી વ્યક્તિનું જીવન વૃત્તાંત તટસ્થ દષ્ટિએ આલેખવું–એ સમાજ માટે પણ સુટિત છે. શ્રી ફતેહુંથદ્રભાઈના જીવન સાથે તેમના જીવનની ઘણી જાણવા લાયક અને પ્રેરણા આપે તેવી હકીકત મેળવીને આ પુસ્તકમાં પરિશિષ્ટાવાળું લખાણ મુકતાં એક જાતના આત્મસ તેાષ અનુભવું છું. Page #192 -------------------------------------------------------------------------- ________________ જીવન પરિમલ [૧૫] જેને આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ, જેનો પરિચય આપણને છે, તેના જીવનની પ્રકાશ–ોતવડે અને એમણે પ્રસ્તુત પુસ્તકમાં આપેલા ચિતનમય લેખોના વાંચનવડે આપણે આપણું આત્માને દીપક પ્રગટાવીને, આપણું જીવન ઉજમાળ કરીએ–એ જ અંતરની આકાંક્ષા છે, અને તે દષ્ટિએ વાચકગણ આ જીવન વૃત્તાંતમાંથી સાર ગ્રહણ કરી આત્મિક લાભ સંપાદન કરે, એટલા માટે તે અત્રે સાદર કરવામાં આવે છે. મુંબઇ, તા. ૮-૧૨-૧૯૬૧ વિ. સં. ૨૦૧૮ માગશર સુદી ૧ શુક્રવાર પ્રાણજીવન હરગોવિંદદાસ ગાંધી મંત્રીશ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ merah come le butcome women It's easy enough to be pleasant when life flows on like a song. But one worth while who will smile when everything goes dead wrong. – સં. શ્રી પ્રસન્નચંદ્ર બદામી Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નં. ૧ શ્રી ફતેહચંદભાઈને સંસ્કૃત પ્રાકૃત પુસ્તકને અભ્યાસ ૧ પંચપ્રતિક્રમણ સાથે એમનાં પૂ.પિતાશ્રી પાસે ૨ નવસ્મરણ તથા રત્નાકર પચ્ચીશી ૩ જીવવિચાર ૪ નવતત્ત્વ ૫ દંડક ૬ લધુ સંગ્રહણી ૭ ત્રણ ભાગ્યો ૮ શ્રી હરિભદ્રસૂરિ (અષ્ટક) ૮ પરિશિષ્ટપર્વ (અપૂર્ણ) ૧૦ આત્મપ્રબંધ ૧૧ સિંદૂરપ્રકર ૧૨ અધ્યાત્મકલ્પદ્રુમ ૧૩ જ્ઞાનસાર (અષ્ટક) ૧૪ અધ્યાત્મસાર ૧૫ ઉપમિતિભવપ્રપંચ કથા (અપૂર્ણ), ૧૬ શત્રુંજય માહાસ્ય ૧૭ વંદિત્તાસૂત્રની ટીકા (અર્થદીપિકા ૧૮ ગુણવર્મા ચરિત્ર ૧૯ વર્ધમાન દેશના ૨૦ ચયવંદન વીશી (ક્ષમા કલ્યાણકજી) ૨૧ સંસ્કૃત માર્ગો પદેશિકા હાઈસ્કૂલમાં ૨૨ સંસ્કૃત મંદિરાંતઃ પ્રવેશિકા Page #194 -------------------------------------------------------------------------- ________________ * - -- - - પરિશિષ્ટ ન. ૧ [૧૭] ૨૩ લેકનાલિકાકાવિંશિકા અર્થ સાથે મુકુંવરજીભાઈ પાસે ૨૪ યોનિસ્તવ ૨૫ કાલસપ્રતિકા ૨૬ દેહસ્થિતિ ૨૭ સિદ્ધ દંડિકા ૨૮ ભાવ પ્રકરણ ૨૯ વિચારપંચાશિકા ૩૦ બંધાર્નાિશિકા ૩૧ પરમાણુ-પુદ્ગલ-નિગોદ પત્રિશિકા ૩૨ સિદ્ધ પંચાશિકા ૩૩ અન્નાય ઉછકુલકમ ૩૪ વિચાર સપ્તતિકા ૩૫ ગુરુગુણષટર્નાિશિકા ૩૬ લોકપ્રકાશ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) , ૩૭ તત્વાર્થ ટીકા (સિદ્ધસેનગણિ) અપૂર્ણ પૂ.આ.શ્રી લાવણ્યસૂરિજી પાસે (ભાવનગરમાં) ૩૮ લકતવનિર્ણય અર્થ સાથે પૂ. મુ. શ્રી હંસવિજયજી પાસે (પાલીતાણામાં) ૩૯ ગબિંદુ , પૂ સ. શ્રી કપૂરવિજયજી પાસે (ભાવનગરમાં) ૪૦ પ્રથમ બે કર્મગ્રંથ , પૂ. પં.શ્રી મણિવિજ્યજી પાસે (ભાવનગરમાં) ૪૧ ત્રીજે કર્મગ્રંથ , પૂ.આ. શ્રી વિજ્યપ્રેમસૂરિજી પાસે (ભાવનગરમાં) ૪૨ તર્કસંગ્રહ એઝાઝ શાસ્ત્રી પાસે Page #195 -------------------------------------------------------------------------- ________________ [૧૮] પરિશિષ્ટ નં. ૨ ૪૩ પાતંજલ યોગદર્શન (અપૂર્ણ) , પૂ.આ.પ્રમુછી પુણ્યવિજયજી પાસે (ભાવનગરમાં) ૪૪ દશકુમાર ચરિત (અમુક ભાગ) હાઈસ્કૂલમાં ૪૫ શાકુંતલ (અમુક ભાગ) શાસ્ત્રી પાસે ૪૬ તત્વાર્થ (અમુક ભાગ) પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી પાસે (ભાવનગરમાં) ૪૭ કમ્મપયડી (અપૂર્ણ) પૂ આ શ્રીવિજ્યધર્મસૂરિજી પાસે (મુંબઈમાં) ૪૮ સમરાચ્ચકહા (અપૂર્ણ) પૂ.આ.શ્રી વિજયેકસ્તૂરસૂરિ પાસે (મુંબઈમાં) ૪૯ પુરુષાર્થ સિદ્ધિઉપાય સાથે સ્વયમેવ ૫૦ જ્ઞાનાવ ૫૧ ગવિંશિકા પર યુગપ્રદીપ ૫૩ યોગશતક ૫૪ અધ્યાત્મગીતા ૫૫ નયકણિકા ૫૬ સમયસાર, નિયમસાર-વગેરે ગ્રંથ (અપૂર્ણ) પ૭ ચગશાસ્ત્ર સાર્થ પૂ. પિતાશ્રી પાસે પરિશિષ્ટ નં. ૨ ધાર્મિક-ગુજરાતી-હિંદી ગ્રંથનું વાચન ૧ શ્રી આનંદઘન પદ અર્થ સાથે (અપૂર્ણ) * પૂ. પં. ગંભીરવિજયજી પાસે ૨ તત્ત્વાર્થસૂત્ર ભા. ૧-૨ (પંડિત સુખલાલજી વાળા) ૩ જૈનદર્શન (ન્યા. મુ. ન્યાયવિજયજી વાળું) ૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા ભાષાંતર ત્રણ ભાગો (શ્રી મોતીચંદભાઈ વાળા) Page #196 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ન. ૩ ૫ સિદ્ધિ ૬. અધ્યાત્મકલ્પદ્રુમ ભાષાંતર ७ જૈન દૃષ્ટિએ યાગ ૮ ચિવિલાસ ૯. આત્મપ્રાધ ભાષાંતર સમ્યકત્વ સુધા ( હિંદી ) ( હિંદી ) ૧૦ ૧૧ શાંત સુધારસ આનધન પસંગ્રહ ૧ર ૧૩ કર્મયોગ વિવેચન ૧૪ આત્મપ્રકાશ ૧૫ સાંવત્સરિક ક્ષમાપના ( ૧૬ ચૈત્યવંદના, સ્તવના, સજ્ઝાયા, પદ્મા, પૂજાએ વગેરે અનેક સા. ૧૭ અન્ય અનેક ધાર્મિક-સામાજિક, ઈંગ્લીશ, ગુજરાતી, હિંદી વગેરે ગ્રંથા. ૧૯ આંતરજ્યાતિ * ભા. ૧૨ ભાવા ભા. ૧-૨-૩ [ ૧૯ ] (શ્રી મેાતીચદ્રભાઇવાળા ) ( ) ( વગેરે વગેરે. , > 29 દિગ ંબર ગ્રંથ પૂ. પિતાશ્રીવાળું ) દિગબર ગ્રંથ (શ્રી બુદ્ધિસાગરજીકૃત ) ( ) "" "" પરિશિષ્ટ ન, ૩ શ્રી ફતેહથદભાઇએ લખેલ પ્રસ્તાવના, આમુખા, પુરાવચન અને સમુલ્લાસ. ૧ આત્મપ્રાધ ભાષાંતર ૨ ખારવ્રતની પૂજા (સા) ૩ નવાણુ પ્રકારી પૂર્જા ( સાથે ) ४ નવપદજી પૂજા ( સા ) ૫ આદર્શ જૈન ૬ વીસ સ્થાનક પૂજા (સા) "" ( પૂ. પિતાશ્રીકૃત ) વિ. સ. ૧૯૬૮ "" ,, "" .. "" "" ૧૯૭૧ ૧૯૮૧ ૧૯૮૪ ૧૯૯૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૬ २००७ ૦ ૨૦૦૮ ૦ ૦ ૨૦૦૯ ૨૦ ૦ [૨૦] પરિશિષ્ટ ન. ૩ ૭ કપૂર લેખ સંગ્રહ ભા ૩ જે વિ. સં. ૧૯૯૬ ૮ અમર આત્મમંથન » ૨૦૦૧ ૯ પંચપ્રતિક્રમણ સાથે પ્રથમવૃત્તિ (શ્રી ગેડીજી સંઘ) , ૧૦ કર્મગ (આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ) , ૧૧ તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા (શંકરલાલ ડાયાભાઈ) વિ.સં. २००८ ૧૨ સાંવત્સરિક ક્ષમાપના (પૂ. આ. બુદ્ધિસાગરસૂરિ) ,, ૧૩ શેઠ મોતીશા (શ્રી ગોડીજી જ્ઞાન સમિતિ) ,, २००५ ૧૪ અધ્યાત્મ કલ્પદ્રુમ (કાવ્યમય) ૧પ આનંદઘનપદ ભાવાર્થ (પૂ.આ.બુદ્ધિસાગરસૂરિવાળું), ૧૬ આંતર જ્યોતિ ભા. ૧ લે. (પૂ. આ. કીર્તિસાગરસૂરિ) , ૨૦૧૧ ૧૭ , ભા. ૨ જે ( , ) , ૨૦૧૩ ૧૮ શ્રી ભગવતી સૂત્રનાં પ્રવચનો " (પૂ આ. ભ. શ્રી વિજયધર્મસૂરિ) , ૨૦૧૨ ૧૯ દુર્લભ કાવ્ય કલ્લેલ ભા. ૨ ૨૦૧૫ * ૨૦ કર્મગ્રંથ વિવેચન સાથે (પૂ. 9. શ્રી દક્ષવિજયજી) , ૨૦૧૩ ર૧ અમર સાધના (શ્રી અમરચંદ માવજી ) , ૨૦૧૫ ૨૨ પંચ પ્રતિક્રમણ સાથે ધિ. આવૃત્તિ (શ્રી ગેડીજી સંઘ) , ૨૦૧૬ ૨૩ જૈન ગુર્જર સાહિત્ય રને (શ્રી નગીનદાસ મંછુભાઈ જૈન સાહિત્ય ઉદ્ધારફંડ) ૨૦૧૬ ૨૪ કર્મવીર શેઠ દેવકરણ મુળજી ૨૦૧૬ ,, ૨૦૧૪ ૨૬ ભજનપદ સંગ્રહ ભાવાર્થ (પૂ. આ. ભ. શ્રી કીતિસાગરસૂરિજી ) ,, ૨૦૧૭ ૨૭ આત્મપ્રકાશ (પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ) » ૨૦૧૧ ૨૫ જ્ઞાનામૃત Page #198 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ન. ૪-૫ [૨૧] , , , r - * * * * * *** પરિશિષ્ટ નં. ૪ શ્રી. ફત્તેચંદભાઈના આત્માનંદ પ્રકાશ ઉપરાંત અન્ય સ્થળે આવેલા લેખોની યાદી. ૧ શ્રી વલ્લભ સ્મારક અંક ૨ શ્રી યતીન્દ્રસૂરિ મારક અંક ૩ જૈન જ્યોતિ શિક્ષણાંક ૪ શ્રી યશોવિજય સ્મૃતિ ગ્રંથ ૫ શ્રી વિજ્યાનંદ અંક ચોથે (જયંતી પ્રકાશન અંક) ૬ પં. લાલન સ્મૃતિ ગ્રંથ ૭ શ્રી આત્મારામજી શતાબ્દિ અંક ૮ ભગવાન નેમિનાથ (કથા) ૯ દેવાનંદ અંક (હવે પછી પ્રકાશિત થશે) ૧૦ શ્રી મેહનલાલજી સ્મૃતિ અંક (હવે પછી પ્રકાશિત થશે) ૧૧ સ્વ. પૂ. આ.શ્રી વિજયલબ્ધિસૂરિ સાહિત્યોપાસના કલ્યાણ-અંક પૂરક નેંધ : “આત્માનંદ પ્રકાશમાં દરેક વર્ષે નૂતન વર્ષનું મંગલમય વિધાન” એ હેડીંગથી લગભગ ત્રીસ વર્ષો પર્યત વિશાળ લેખે આવેલા છે. પરિશિષ્ટ નં. ૫ શ્રી ફતેહચંદ ઝવેરભાઇના સેવાકાર્યો ૧ સં. ૧૯૫૮ થી શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર) મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે, તથા સં. ૧૯૯૨ થી ઉપપ્રમુખ તરીકે ૨ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ (પાલીતાણા) સં. ૧૯૭૧ થી ભાવનગર સ્થાનિક કમિટીના મેમ્બર તરીકે, મુંબઇ જનરલ Page #199 -------------------------------------------------------------------------- ________________ [૨૨] પરિશિષ્ટ ન પ પ ત મંત્રી તરીકે, અને મેનેજીંગ કમિટી * કમિટીના એ વ મુંબઈના અનેક વર્ષોથી સભ્ય તરીકે ૩ ભાવનગર તપા તળપદા જ્ઞાતિના મંત્રી તરીકે એ વ ૪ શ્રી આત્માનંદ જૈન સભા (મુંબઇ)ના ૫ ગાઘારી જૈન મિત્ર મંડળના પ્રમુખ તરીકે ચાર વ ૬ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ તથા એજ્યુકેશન સેાસાઈટીના મેનેજી ંગ કમિટીના સભ્ય તરીકે ઉપપ્રમુખ તરીકે એક વ ७ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમના મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે ૮ જૈન ધાર્મિક શિક્ષણ સંઘમાં ( મુંબઇ ) એ વર્ષે મંત્રી તરીકે એ વર્ષાં ઉપપ્રમુખ તરીકે અને મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે તથા અનેક વષૅ પ ત પરીક્ષક તરીકે ૯ જૈન કાન્ફરન્સની કમિટીના સભ્ય તરીકે ૧૦ જૈન સાહિત્ય સભા મુંબઇ મેનેજી ંગ કમિટીના સભ્ય તરીકે શ્રી ગેાડીજી જ્ઞાન સમિતિના સભ્ય તરીકે ૧૧ ૧૨ શ્વેતાંબર એજ્યુકેશન એડના સભ્ય તરીકે તથા અનેક વર્ષો પંત પરીક્ષક તરીકે ૧૩ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ધાર્મિક પરીક્ષક તરીકે ૧૪ નાસીક ગૂજરાતી હાઈસ્કૂલના સભ્ય તરીકે ૧૫ કડી વિદ્યાર્થી ભવનના શ્રી મહેસાણા જૈન પાઠશાળાના "" ૧૬ "" ૧૭ જાસુદહેન પાઠશાળાના સંચાલક તરીકે દસ વર્ષી પત ૧૮ પ્રિન્સેસ સ્ટ્રીટ-લુહાર ચાલ જૈન સંઘના ઉપપ્રમુખ તરીકે ૧૯ વિજયદેવસૂર સંઘ તથા શ્રી ગાઘારી જ્ઞાતિના સભ્ય તરીકે Page #200 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નં. ૬ ૨૦ શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળના સભ્ય તરીકે ૨૧ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-એ વર્ષ ઉપપ્રમુખ તરીકે અને એ વર્ષાં પ્રમુખ તરીકે ૨૨ શ્રી વારૈયા ધર્મસી ઝવેરભાઇ( ત્રાપજવાળા )ના શ્રીમતી મણિમહેન નાનાલાલ ચિંદના ટ્રસ્ટી તરીકે ૨૩ ભારતીય સ્વયંસેવક પરિષદના મેનેજી ંગ કમિટીના સભ્ય તરીકે ૧ ૩ [૨૩] પરિશિષ્ટ નં. ૬ શ્રી ફતેહુચંદભાઇ તરફથી તથા તેમના કુટુંબ તરફથી થયેલા મોંગલમય કાર્યોની યાદી . એમના પૂ. પિતાશ્રીની હયાતીમાં સ. ૧૯૫૯ માં દાદાસાહેબમાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા તથા એમના પૂ. પિતાશ્રીના અવસાન પછી સ. ૧૯૬૮ માં ભાવનગરમાં અષ્ટાહ્નિકા મહોત્સવ તથા સધ સ્વામીવાત્સલ્ય સં. ૧૯૬૯ માં શ્રી કેસરીઆજી, રાણકપુર, આજીજી વગેરે તી યાત્રા ૪ સં. ૧૯૦૧ માં પૂ. ઉ. શ્રી વીરવિજયજીની નિશ્રામાં લગભગ પાણાસા સાધુ સાધ્વી, તેરસા યાત્રિકા સાથે છ–રી પાળતાં ભાવનગરથી સિદ્ધક્ષેત્ર પય ંત સંધ પ્રયાણ અને તીર્થંમાલા પરિધાન પ્ સ. ૧૯૭૭ માં સહકુટુંબ શ્રી પાવાપુરીજી તથા સમેતશિખરજી આદિ તી યાત્રા. } સ. ૧૯૮૧ માં અઠ્ઠમહાત્સવ અને શાંતિસ્નાત્ર તથા મેરુપતની રચના ( ભાઈ ચમનલાલના લગ્ન પ્રસ ંગે ). આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિ એકવીશ મુનિરાજે સાથે તથા Page #201 -------------------------------------------------------------------------- ________________ - - - [૨૪] પરિશિષ્ટ નં. ૬ મુ. દર્શનવિજ્યજી ત્રિપુટી સાત મુનિઓ સાથે પાલીતાણાથી પધાર્યા હતા. ૭ સં. ૧૯૯૨ માં (ચિ. ભાઈ હિમ્મતલાલના લગ્ન પ્રસંગે) અઠ્ઠામહોત્સવ તથા શાંતિસ્નાત્ર. ૮ સં. ૧૯૮૬ માં શ્રી તાલધ્વજગિરિ ઉપર બે પ્રતિમાજીની પ્રતિષ્ઠા તથા નવકારશી સ્વામિવાત્સલ્ય. ૯ સં. ૨૦૦૭ માં શ્રી કદંબગિરિજી ઉપર શ્રી શીતલનાથ પ્રભુજીની પ્રતિષ્ઠા. ૧૦ સં. ૨૦૦૯ માં શેઠ જીવતલાલ પ્રતાપશી તથા શેઠ રમણ ભાઇ દલસુખ સાથે શ્રી રાણકપુરજીની યાત્રા. ૧૧ સં. ૨૦૧૬-૧૭ માં થી પાવાપુરીજી, શ્રી સમેતશિખરજી આદિ તીર્થોની શ્રી ગેાઘારી મિત્ર મંડળ સંચાલિત પાંચસો યાત્રિના સંઘ સાથે પુનઃ યાત્રા. શ્રી જૈન આત્માનંદ સભા, જૈન ગુરુકુળ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, એજ્યુકેશન બેર્ડ, આત્માનંદ જેન સભા, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, શ્રી ગોડીજી જૈન ઉપાશ્રય, ગોઘારી જૈન મિત્ર મંડળ, જેન ધાર્મિક શિક્ષણ સંધ, હરકીશન હોસ્પીટલ, મેહનલાલજી સેંટ્રલ લાયબ્રેરી, ભાવનગર સામાયિક શાળા, પ્રિન્સેસ સ્ટ્રીટ લુહાર ચાલ જૈન સંઘ, ભાવનગર પાંજરાપોળ, કડી વિદ્યાર્થી ભવન, નાસિક ગુજરાતી હાઈસ્કૂલ-વગેરે સંસ્થાઓમાં ઉચિત દ્રવ્ય વ્યય. Page #202 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય-દર્શન ૦૦૦૭૭૦૦૦ (૧) “જૈન દર્શન મીમાંસા » પુસ્તકના ૧૩૮ જેટલાં પૃષ્ઠોની એક એફપ્રીન્ટ પુસ્તક પ્રગટ થયાં પહેલાં વાંચવા મળી. આજ દિવસ સુધીમાં જૈનધર્મના સિદ્ધાંતોને સમજાવવા માટે કેટલાક નાના મોટા પ્રયત્નો થયાં છે. તે પ્રયત્ન “જૈન દર્શન મીમાંસા"ના લેખકે લગભગ પચાસ વર્ષ પહેલાં કરેલો છે એ પુસ્તકમાં જૈન ધર્મશાસ્ત્રોમાં પ્રરૂપાયેલી ઝીણી બેટી વાતોને સમજાવવા સારૂ જ્ઞાન, દર્શન, ચારિત્રની સમજણ આપવા પ્રયત્ન કરેલ છે; મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કર્મમીમાંસામાં ચંચુપાત કર્યો છે. દ્રવ્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, વિવિધ કષાયેનો પાશ કેવો ભયંકર હોય છે તેની સમજણ આપવાને યત્ન કર્યો છે, સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવ્યું છે, આત્માને વિકાસ સાધવામાં નડતાં આવરણને પણ ઉલ્લેખ કર્યો છે, સપ્તભંગીની તુલના કરવાનો પ્રયાસ કર્યો છે, સમભંગી જેવા જૈન દર્શનના મુખ્ય સાત ભંગને પણ રજુ કર્યા છે. જૈન ધર્મના સિદ્ધાંતો સાથે અન્ય દર્શનેનાં સિદ્ધાંતોની તુલના કરી તારતમ્ય કાઢવા પ્રયત્ન કર્યો છે, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ તથા ચરણકરણનુયોગ એ સઘળાનું જૈન દર્શનમાં જે મહત્ત્વ છે તેને સારો એવો ખ્યાલ આવે છે. એવું ઘણું ઘણું સમજાવતી વખતે કેટલાયે મહાપુરુષની વિચારણાઓમાંથી અવતરણો રજૂ કરીને પોતે આપેલી સમજાવટને સમર્થન મળી રહે છે એવું સાબિત કરવા પ્રયત્ન સેવ્યું છે. જૈન દર્શનને લગતાં આ પ્રકારના અન્ય ઘણું ખરાં પુસ્તકેમાં બન્યું છે તેમ પ્રસ્તુત પુસ્તકમાં પણ પારિભાષિક શબ્દો મેટા પ્રમાણમાં Page #203 -------------------------------------------------------------------------- ________________ * . -- * [૨૬] અભિપ્રાચ-દર્શન, દેખાઈ રહ્યા છે. સુમારે ૫૦ વર્ષ પહેલાં જૈન આત્માનંદ પ્રકાશ પત્રમાં એમણે પ્રકટાવેલા આ લેખને પુસ્તકાકારે રજૂ કરી દઈને સમાજને એક અતિ ઉપયોગી સાહિત્ય સત્તોતેર વર્ષની આ ઉમરે આપવા બદલ લેખક શ્રી ફતેહચંદભાઈને તેમ જ પ્રકાશક શ્રી જૈન આત્માનંદ સભાને અભિનંદન ઘટે છે. ટૂંકમાં જૈનદર્શનની સમજણ ઈચ્છતા વાચકને પ્રસ્તુત પુસ્તકમાંથી મનન તેમ જ ચિંતનને રસતે ચઢી શકવામાં મદદરૂપ નીવડે એવો ઉપયોગી બોધ મળી રહે છે. શ્રીયુત અમૃતલાલ કાલીદાસ દોશી મુંબ B. A. , પ્રમુખ તા. ૫-૩-૧૯૬ર શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ ( ૨ ) શ્રી જૈનધર્મના પ્રખર અભ્યાસી અને સિદ્ધાંતના પ્રખર ચિંતક શ્રી ફતેહચંદ ઝવેરચંદને હાથથી લખાયેલ “કર્મગગ્રંથને વિદ્વત્તા ભરેલ આમુખ સવિસ્તર આપવામાં આવ્યો છે. આ આમુખ વાંચવા-વિચારવા જેવો છે. કર્મવેગનું અવલોકન–શ્રી જીવરાજભાઈ ઓધવજી જૈન ધર્મ પ્રકાશ. પુ. ૬૮ ફાગણ (ન્યા. હાઈકોર્ટ–ભાવનગર) ( ૩ ). સંસ્થાના પ્રારંભથી આજ સુધી પાઠશાળાના સંચાલક તરીકે કાર્યકર્તા શ્રી ફતેહચંદ ઝવેરભાઈ આ સંસ્થાના પ્રાણ સમા છે. તેઓશ્રી પણ જૈન તત્વજ્ઞાનના ઉચ્ચ અભ્યાસી હોઈ તેમના જ્ઞાન અને અનુભવનો લાભ અનેકવાર વિદ્યાર્થીઓને મળે છે. તેમની કુશળ કામગીરીથી સંસ્થાએ જ્વલંત પ્રગતિ કરી છે. પિષ જુદી ૨ શ્રી જાસુદબહેન પાઠશાળાના સંચાલકો સં. ૨૦૧૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય-દર્શન [૨૭] (૪) પૂ. શ્રી સુરચંદભાઇ પુત્ર બદામીએ તથા શ્રી ફતેહચંદ ઝવેરભાઇ કે જેઓ ધર્મશાસ્ત્રમાં નિષ્ણાત છે, તેમણે પહેલી બે આવૃત્તિઓ સુધારી આપી હતી. આ આવૃત્તિ પણ શ્રી ફતેહચંદ ઝવેરભાઈએ સુધારી આપી છે. આ માટે તેઓશ્રીને હાર્દિક આભાર માનું છું. શ્રી ફતેહચંદભાઈએ તો મને ઘણીવાર પ્રોત્સાહન આપ્યું છે, યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. સરલ સ્યાદ્વાદ મત સમીક્ષા–-શ્રી શંકરલાલ ડાહ્યાભાઈ ( ૫ ) વિદ્વત્ન, સૌજન્યમૂર્તિ શ્રી ફતેહચંદ ઝવેરભાઈનું જ્ઞાનપ્રચુર આમુખ શ્રી આનંદઘન પદ સંગ્રહ ભાવાર્થ પુસ્તકને વધારે સમૃદ્ધ કરે છે. વિ. સં. ર૦૦૯-શ્રી મણિલાલ મોહનલાલ પાદરાકર ( ૬ ) મુરબ્બી શ્રી ફતેહચંદભાઇ ઝવેરભાઈ જૈન સમાજના એક જાણીતા કાર્યકર્તા છે. એમના ધર્મપરાયણ અને સેવાપરાયણ જીવને એમની પાસે ધર્મ અને જીવનનાં વિવિધ પાસાંઓને લગતું ચિંતન કરાવ્યું છે અને અનુભવને નિચોડ અપાવ્યું છે, જે એમના ઘણા લેખ દ્વારા આપણને મળેલ છે. એમની લેખન પ્રવૃત્તિ પચાસેક વર્ષના સુદીર્ઘ કાળ પટ પર વિસ્તરેલી છે. એ લેખમાં આપણને એમના વિચારેની ઉગ્રતા અને સુસંગતતાનું સતત દર્શન થાય છે. એમની પાસે આપણું જૈન ધર્મના ઘણું મહત્ત્વના ગ્રંથનું સુયોગ્ય પરિશીલન છે, કેટલીયે ઉત્તમ સાહિત્યકૃતિઓથી પણ તેઓ સુપરિચિત છે અને પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે સરળ અને પ્રાસાદિક ભાષાવાળી Page #205 -------------------------------------------------------------------------- ________________ - . . [૨૮] અભિપ્રાય-દર્શન શૈલી પણ છે. આથી જ એમના લેખે સૌ કોઈને વાંચવા ગમે તેવા છે. એમના લેખોના પ્રગટ થતા (ભાવનગરમાં અને મુંબઈમાં) બંને સંગ્રહો આવકારપાત્ર લેખાશે એમાં શંકા નથી. ડો. રમણલાલ ચી. શાહ પ્રા. સેંટ ઝેવિયર્સ કોલેજ મુંબઈ (Ph. D.) ( ૭ ) ભાવનગરના સુશ્રાવક ધર્માનિક શ્રી ઝવેરચંદ ભાઇચંદના સુપુત્ર વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શ્રીયુત ફતેહચંદભાઇ એક જાણીતા લેખક અને વક્તા છે. પિતાની નાની ઉમરમાં તેઓએ ધાર્મિક સૂવે, પ્રકરણો, ભાગે, તથા સિંદૂરપ્રકર, અધ્યામકલ્પદ્રુમ, જ્ઞાનસાર, ઉપમિતિ ભવપ્રપંચો કથા આદિ ઉત્તમ ગ્રંથને પિતાના પિતાશ્રી પાસે અભ્યાસ કર્યો હતો. સંસ્કૃત ભાષામાં પણ પોતે પ્રવીણતા મેળવી છે. '' - ત્રીશ વર્ષની ઉમ્મરે તેઓએ ભાવનગરથી પ્રસિદ્ધ થતા શ્રી આત્માનંદ પ્રકાશ માસિકમાં લખેલ જૈન દર્શન મીમાંસા વગેરે ચાર લેખે તથા એક ત્યાર પછીનો લેખ એમ પાંચ લેખો શ્રી જેન આત્માનંદ સભા તરફથી પ્રકટ થાય છે. તેમનું વિશાળ વાચન અને ચિંતન દશ્યમાન થાય છે. તેમનાં બીજા સં. ૧૯૬૮ થી લખાયેલા લગભગ પાંત્રીસ લેખે તથા લગભગ ત્રીશ કાવ્યનું પ્રકાશન પુસ્તકરૂપે મુંબઈ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી થાય છે જે પ્રકાશન જૈન સમાજ માટે અતિ ઉપયોગી થશે. એમના કુટુંબ તરફથી એમના પૂ. પિતાશ્રીને સંકલ્પાનુસાર સં. ૧૯૭૧માં શ્રી સિદ્ધગિરિજીને છરી' પાળતો સંધ સ્વ. ઉ. શ્રી વીરવિજયજીના નેતૃત્વ નીચે કાઢવામાં આવ્યો હતે. મુંબઈમાં તેઓની સમાજસેવા જાણીતી છે. મુંબઈ શ્રી વિજયવિસર સંધની જ્ઞાન સમિતિના સભ્ય તરીકે હું તેમના નિકટ પરિચયમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય-દર્શન [૨૯] છેલ્લાં પાંચ વર્ષ થયાં આવ્યો છું. શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમની મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે તથા જૈન ધાર્મિક શિક્ષણ સંઘના અગ્રગણ્ય કાર્યકર્તા તરીકે, તેઓની સેવા અમૂલ્ય છે. તેઓશ્રીએ મુંબઈ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખ તરીકે જે સુંદર સલાહ સૂચના મંડળને આપી છે તે ભૂલી શકાય તેમ નથી. આ સિવાય ઘણી સંસ્થાઓમાં તેઓ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે, તે માટે સમાજ તેઓને ઋણી છે. તેઓના લેખો તથા કા મૌલિક અને અર્થગાંભીર્યથી ભરપૂર છે. તેમાં અધ્યાત્મજ્ઞાન ઝળકી ઊઠે છે. મારા પૂજ્ય પિતાશ્રીના ફંડ તરફથી પ્રકટ થયેલ શ્રી જૈન ગુર્જર સાહિત્યરત્ન તથા તેની કાવ્ય પ્રસાદી ભા. ૧લા માટે વિ. સં. ૨૦૧૬માં લખી આપેલ પુરોવચન માટે હું તેમને ઋણું છું. શાસનદેવ તેઓને આવી સમાજ સેવા અને સાહિત્ય સેવા કરવા માટે દીર્ધાયુષ્ય બક્ષે એવી પ્રાર્થના સાથે વિરમું છું. મુંબઈ વિ. સં. ૨૦૧૮ લી. ભાઈચંદભાઈ નગીનભાઈ ઝવેરી વસંત પંચમી (ટ્રસ્ટી શ્રી ગેડી દેવસૂર સંઘ) (૮) - શ્રી ફતેહચંદભાઈ જૈન સમાજના એક પીઢ સેવક તરીકે જાણીતા છે. અને તેમને પરિચય આજથી ૨૦ વર્ષ પહેલાં થેયે અને તેમણે પિતાનાં વિનમ્ર, માયાળુ સ્વભાવની મારા પર ન ભૂંસાય તેવી છાપ પાડી. જૈન ધર્મનું તેમનું ઊંડું જ્ઞાન જોઈને હું મુગ્ધ બન્યો. તેમને મેં મારા મુરબ્બી માન્યા અને આજ પર્યત માનતો રહ્યો છું. નૈતિક વિષયો પરનું તેમનું જેવું ઊંડું જ્ઞાન છે તેટલું જ નૈતિક દષ્ટિએ તેમનું જીવન ઉચ્ચ છે–એમ મારા અંગત અનુભવ પરથી કહી શકું તેમ છું. તેઓ જૈન આત્માનંદ સભા–ભાવનગર, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ જેન ધાર્મિક શિક્ષણ સંધ-મુંબઈ, જૈન શ્વેતાંબર Page #207 -------------------------------------------------------------------------- ________________ می هم به فر کرنے کی جر في ات می گی میں مر مر سے [ ૩૦ ] અભિપ્રાય-દર્શન એજ્યુકેશન બોર્ડ–મુંબઈ, શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ-મુંબઈ, જૈન બાલાશ્રમ, જૈન ગુરુકુળ વગેરે નાની મોટી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને વિનમ્રભાવે યથાશક્તિ સેવા કરી રહેલા છે. ધામધૂમ અને પ્રસિદ્ધિથી દૂર રહેવું એ એમની ખાસિયત છે. તેમનાં ધર્મ તત્વવિષયક જ્ઞાનનો લાભ સમાજને વિવિધ લેખ દ્વારા મળતે રહ્યો છે. એ લેખે બે સ્થળે પુસ્તકરૂપે પ્રકટ થતાં જોઈને મને ઘણો આનંદ થાય છે. હું માનું છું કે આ પુસ્તક તત્ત્વચિંતનના અભેદ પ્રવાસીઓને ઘણું રસદાયક તથા માર્ગદર્શન આપનારૂં થઈ પડશે. શ્રી ફતેહચંદભાઈને તંદુરસ્તીભર્યું દીર્ધાયુષ્ય ઈચ્છું છું. જેથી સમાજને તેમની સેવાઓનો વિશેષ ને વિશેષ લાભ મળી શકે. શ્રી જયંતિલાલ રતનચંદ શાહ મુંબઈ-ફાગુન ( B.Com-London ) મંત્રી શુકલ અષ્ટમી શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ તા. ૧૩-૩–૧૯૬૨ શ્રી સિદ્ધક્ષેત્ર એજ્યુકેશન સેસાઇટી શ્રી જૈન દવા ખાન-પાયધુની વગેરે (૯) પોણોસોથી વધુ વર્ષની ઉમ્મરે પણ એક યુવાન જેવી શક્તિવાળા, દરેક જૈન સભામાં જેનું અગ્રસ્થાન હોય છે તેવા શ્રી ફતેહચંદભાઈને મુંબઈનો જૈન સમાજ સારી રીતે ઓળખે છે. એમના છુટા છવાયા છપાયેલા લેખોને સંગ્રહ બે પુસ્તકમાં કરવામાં આવ્યા છે, જે વાંચવાથી તેઓ જૈન ફીલોસોફીના કેટલા સૂકમ અને ઊંડા અભ્યાસી છે તેને ખ્યાલ આવશે. મુંબઈ–ભાવનગર વગેરે સ્થળોની ઘણું જૈન ધાર્મિક સંસ્થાઓમાં તેઓ અગત્યના કાર્ય કરે છે, જેમાં શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ મુખ્ય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય-દર્શન [૩૧] આ પ્રસંગે મારા એક સ્વ. મિત્ર શ્રી મોતીચંદભાઈ સેલિસિટર મારા સ્મરણમાં આવે છે. માત્ર રોજની એક સામાયિકના ટાઈમમાં લખવાની ટેવથી તેમણે ઘણું જ ઊંચું અને મોટું સાહિત્ય સર્જન કર્યું છે. મારા વડીલ મિત્ર શ્રી ફતેહચંદભાઈને હું વિનંતિ કરું છું કે જ્યારે તેઓ ઘણું જ ઉપાધિઓથી મુક્ત થયા છે ત્યારે તેઓ પણ જૈન તત્ત્વજ્ઞાન વગેરે ઉપર યુવક વર્ગની જૈન ધર્મ તથા જૈન તત્ત્વજ્ઞાન તરફ અભિરુચિ વધે તેવી શૈલીથી એક પુસ્તિકા લખે તે જૈન તથા તત્વની રુચિવાળા જૈનેતર સમાજ ઉપર કાયમને અને માટે ઉપકાર થશે. કેશવલાલ નગીનદાસ શાહ ( B. Com.) વસંત પંચમી માનદ કેશાધ્યક્ષ વિ. સં. ૨૦૧૮ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ તા૯-૨–૧૯૬૨ માનદ મંત્રી શ્રી જૈન સાહિત્ય સભા (૧૦) શ્રી ફતેહચંદભાઇના અતિ નિકટ પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મને મળ્યું નથી તેમ છતાં આ સૌજન્યમૂર્તિએ મારા મન ઉપર ઘણી ઊંડી છાપ પાડી છે, એમ કહું તો તેમાં અતિશયોક્તિ નથી. તેમની આજીવન સેવાપરાયણતા, તેમને અધ્યામરંગ, તેમની કર્તવ્યબુદ્ધિએ મારા હૃદયમાં તેમને માટે સભર સન્માનની ભાવના ઉભી કરેલી છે. તેમના લગભગ પચાસ વર્ષ પહેલાંના જૈનદર્શન મીમાંસા વગેરે લેખો ભાવનગર શ્રી આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થાય છે. તથા અન્ય લેખ અને કાજો મુંબઈ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકાશિત થાય છે. જૈન સમાજમાં જે ચેડાએક સહૃદય કાર્યકર્તાઓ છે તેમાં શ્રી ફતેહચંદભાઈનું સ્થાન મોખરે છે. સ્વ. શ્રી લલ્લુભાઇ કરમચંદ Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] * અભિપ્રાય-દેશન દલાલ અને શ્રી ફતેહુસ્રંદભાઈ ખનેને અધ્યાત્મજ્ઞાનનાં રસિયા તરીકે અને જૈન સમાજના ધુર્ધર કાકર્તા તરીકે મારા અભ્યાસકાળથી હું પિછાનતા આવ્યા છું. જૈન સમાજની ઉત્ક્રાન્તિમાં બંનેના ફાળા વિશાળ છે. શ્રી ફતેચંદ્રભાઈની મુખાકૃતિ એવી છે કે તેને જોતાં હરકાને તેમનાં પ્રત્યે માન ઉપજે. તેમનાં હૃદયની ઉર્મિઓના પડો તેમની પ્રસન્ન અને સૌમ્ય મુખમુદ્રામાં પડે છે. તેમના દિલની સાત્ત્વિકતાનુ સ્પષ્ટ ચિત્ર તેમની મુખ આરસીમાં અંકિત થાય છે. સેવા અને આડંબર ઘણી જગ્યાએ નિકટનાં સાથી હોય છે. શ્રી ફતેહુચંદભાઈમાં સેવા અને નિરાડંબરીપણાને અજબ સુમેળ થયેલા છે. can Do all the good you can as long as ever you ” તમારાથી બની શકે તેટલા લાંખે। સમય અને તેટલુ સારૂં કરા આ સૂત્ર શ્રી ફતેચંદભાઈના દીર્ધ જીવનની દીવાદાંડી રૂપ બનેલું છે, એમ તેમને જાણનાર સૌ કાને લાગે છે. તેમની ધાર્મિક અને સામાજિક વિવિધ સમાજ કલ્યાણકારી પ્રવૃત્તિએ આ મહાન ધ્યેયથી સુવાસિત થયેલી છે. .. શ્રી ફતેચંદભાઇ એક અચ્છા વિચારક, સૂક્ષ્મ ચિંતક, તત્વજ્ઞ અને સુંદર લેખક છે. તેમનાં વિચારામાં ઊંડાઈ અને ગહનતાનાં દર્શન થાય છે. તેમનાં લખાણા આત્મતત્ત્વના અતિ વિશદ ચિંતનથી ભરેલાં છે. એક વેપારી તરીકે વ્યવહારમાં ડૂબેલાં છતાં તેમને આત્મા જાણે તેનાથી જળકમળવત્ ન્યારા દેખાય છે. એમ લાગે છે કે તે આ દુનિયાથી ભાગી છુટવા માગે છે પણ સંજોગવશાત્ તેમ કરી શકતા નથી. તેમનું સંસાર સાથેનું સગપણ જાણે ધાવમાતા જેવુ છે. તેમનાં લગભગ ચાલીશ વર્ષ પહેલાંના એક કાવ્યની નીચેની પંક્તિ આપણને આ વાતના સ્પષ્ટ ખ્યાલ આવે છે. ઉપરથી Page #210 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય-દેશન ****** tr “ ગૂઢ તિમિરથી છાપું હૃદય આ, શેાધે તમારી આશ, વિભા ! હવે– અ ણ સૂ લ રત્નત્રય કાં તિ થી, પ્રકટાવે સુઉજાસ વિભા ! હવે– અહિં રા ત મ ભાવે હુંયાચુ, અંતરાત્મ-સ્થિર વાસ–વિભા ! હવે તેમનાં હૃદયમાંથી નીકળેલાં આ મતલખનાં અન્ય સ્ફુરણેા પણ આ બાબતની આપણને ઝાંખી કરાવે છે. અતૃપ્ત તૃષામય આત્મ પ્રતિ, પ્રવહેા રસ શાંત તણેા જ ઝા; શુચિ આંતર શાશ્વત તૃપ્તિ થવા, પ્રભુ શાંતિ સદા સુખ શાંતિ ભરે. [ ૩૩ ] જીવનનાં યૌવન કાળથી જ તેમના હૃદયમાં આ સાત્ત્વિક અને આધ્યાત્મિક ભાવનાએ ઉછળી રહી છે. સ. ૧૯૭૬ નાં એક જૂનાં કાવ્યના તેમના ઉદ્ગારા આ રહ્યા. સુખદુઃખનાં નિમિત્ત વિષે સમચિત્તતા, પ્રેા જેથી પ્રકટે શુભ મનાયોગ જો; તત્ત્વતણી દૃષ્ટિમાં શાંતિ મેળવી, અનાદિ ધન વિસરી સ્મરીએ આપજો. જાણે કાઇ પરમ ઉચ્ચ હૃદયનાં ઉદ્ગારા ન હાય! છતાં તે ભૂલતાં નથી કે પેાતે સંસારી આત્મા છે. સંસારમાં પણ શ્રદ્દાના અપૂર્વ અળથી તેઓ પેાતાનું નાવ હંકારી રહ્યા છે. કષ્ટોતણાં નિર્માણથી અભિભૂત થઈ ગભરાય શું ? શ્રદ્ધાવડે સ`સાર ચીલા કાપતાં કરમાય શું? [આત્મા તુચ્છ નથી અને દીન પણ નથી, સામર્થ્યવાન છે] 66 ના તુચ્છ ! ના નથી દીન તું! સામર્થ્ય તારૂ જો રહ્યું, સંતપ્ત કાં કર ચિત્ત ત્હારું! આયુ નિષ્ફળ જો વહ્યુ ” ,, Page #211 -------------------------------------------------------------------------- ________________ [૩૪]. * અભિપ્રાય-દશન શ્રી ફતેહગંદભાઈએ પિતાના દીર્ધ જીવનમાં જે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ આદરી છે તે ઉપરથી જ તેમના આત્માનાં સામર્થ્યને આપણને પરચે મળે છે. તેમને આત્મા બળવાન છે. નાગચમ્ નામા વને ઢતે—એ સૂત્ર તેમણે જીવનમાં બરાબર વણી લીધું છે. શ્રી ફતેહચંદભાઈને શૈશવકાળથી જ કુટુંબમત સુસંસ્કાર વારસામાં મળેલાં છે. અને જે વારસામાં મળ્યું તેને કેવળ જતનપૂર્વક જાળવી રાખ્યું નથી પણ ઉત્તરોત્તર તેમાં વૃદ્ધિ કરી છે. તેમને ગૃહસ્થાવાસમાં રહેલે આત્મા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી વાસિત થયેલું છે. તેમનાં હૃદયમાં જાણે એક જ ઇચ્છા બાકી રહેલી છે. ઈચ્છા સર્વાત્મભાને રમણ કરવા વિશ્વબંધુત્વ ભાવે.” તેમની આ ભાવના પૂર્ણ થાય અને તેઓ આત્માના વિકાસક્રમની એક પછી એક કેડીઓ સર કરવા આરોગ્યમય દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરે – એ જ અભ્યર્થના. વડોદરા શ્રી નાગકુમાર મકાતી ફાલ્ગન વદી ૧ (B. A., LL. B. ) તા. ૨૨-૩-૬૨ (૧૧) આજથી પચાસ વર્ષ પૂર્વે આત્માનંદ પ્રકાશના પુસ્તક આઠમામાં જૈનદર્શનના ચાર અનુગ-દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ, કથાનુગ, અને ચરણકરણાનુયેગને લગતી ક્રમસર પ્રકાશિત કરેલી લેખમાળા “જૈનદર્શનની મીમાંસા એ નામે ટૂંક સમયમાં પુસ્તકરૂપે પ્રકાશિત થનાર છે તે જાણી અત્યંત આનંદ અનુભવું છું. આખીયે લેખમાળા હું અત્યંત રસપૂર્વક સાવંત વાંચી ગયો છું અને તે વાંચી ગયા પછી પણ ભાષ્ય સહિત શ્રી ઉમાસ્વામિજીનું તત્વાર્થસૂત્ર જાણે ગુજરાતીમાં વાંચી ગયો હોઉં તેવું મને ખરેખર Page #212 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય-દેશન [ ૩૫ ] લાગ્યું છે. આજથી પચાસ-સાઠ વર્ષ પૂર્વે જ્યારે ગૃહસ્થવ માંથી વિરલ વ્યક્તિ જ મૂળ ધર્મગ્રથાના અભ્યાસ કરતી હતી તેવા અંધકાર યુગમાં શ્રી ફતેહુચંદભાઇએ જૈનદર્શનના સર્વાંગી ઊંડા અભ્યાસ કર્યાં એટલું જ નહિ પરંતુ તે જ્ઞાનના ગુજરાતી ભાષામાં એક લેખમાળા દ્વારા સામાન્ય જૈન સમાજને રસાસ્વાદ કરાવ્યા તે તેમની ન્હાનીસુની સેવા ન ગણાય. તેમ જ તે બાબત તેમને અત્યંત ગૌરવ આપનારી છે. * પ્રસ્તુત પુસ્તક જૈન ધર્મનું સામાન્ય જ્ઞાન ધરાવનાર ગૃહસ્થાને તથા વિદ્યાર્થી એને વારંવાર વાંચવા અને વિચારવા યોગ્ય Reference Book જેવું બનશે. પુસ્તકમાં લેખમાળા ઉપરાંત તુલનાત્મકદ્રષ્ટિએ જૈનદર્શન, શ્રી મહાવીરપ્રભુનુ આંતરજીવન, છ– રી' પાળતાં તી યાત્રાની આધ્યાત્મિક પરિમલ તેમ જ વાચક યાવિજયજી મહારાજનું ટૂંકું જીવન ચરિત્ર એ ચાર લેખા સામેલ કરી પુસ્તકની ઉપયેાગિતામાં ઘણા વધારા થયા છે. પ્રસ્તુત પુસ્તકના અહેાળા પ્રચાર થાએ એવી મ્હારી શુભેચ્છા છે. મુંબઇ તા. ૧૮~૩~’૬૨ અંબાલાલ ચતુરભાઇ શાહ B. A. ( આન ) ( ૧૨ ) ભાવનગરનિવાસી સુપ્રસિદ્ધ શ્રીમાન ધીમાન શ્રી ફતેહુથઢ ઝવેરભાઈ કે જેએ વર્ષાથી સુખઈમાં નિવાસ કરે છે, તે માત્ર આ સીલ્ક કે ફેન્સી કાપડના વેપારી જ નથી પરતુ જૈન તત્ત્વજ્ઞાનના અસાધારણ ઊંડા અભ્યાસી છે, ધર્માંશ્રદ્ધાળુ, સચ્ચરિત્ર, સેવાભાવી સદ્ગૃહસ્થ છે. તેઓ સાચા અધ્યાત્મજ્ઞાનના પ્રેમી પ્રચારક-પ્રસારક કહી શકાય. જેમણે પેાતાનાં ૭૭ વર્ષાના જીવનમાં ચિંતન મનન પરિશીલન દ્વારા મેળવેલા વિશિષ્ટ આધ્યાત્મિક જ્ઞાનના લાભ જન-સમાજને છેલ્લાં ૫૦ વર્ષાથી અર્ધ સૈકાથી આપ્યા છે. ભાવનગરની જૈન આત્માન‰ સભા દ્વારા પ્રકાશિત થતા માસિક ‘આત્માનઃ પ્રકાશમાં સંવત Page #213 -------------------------------------------------------------------------- ________________ * * * * * - - - - - [૩૬] અભિપ્રાય-દર્શન ૧૯૬૭ થી વર્તમાન સમય સુધી વિવિધ લેખે અને કાવ્યો દ્વારા પ્રકાશિત છે. અધ્યાત્મજ્ઞાન આપનારા એમના એ લેખેના બે સંગ્રહ “જૈનદર્શન મીમાંસા ભાવનગર જૈન આત્માનંદ સભા તરફથી તથા સ્વાનુભવચિંતન હાલમાં શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકાશિત થાય છે એથી જિજ્ઞાસુ વાચકોને વિશેષ આનંદ થશે. એ લેખોમાં જૈનધર્મની તુલનાત્મક વિચારણ, સાથે દ્રવ્યાનુગાદિ ચાર અનુગે, ચાર નિક્ષેપા, પાંચ સમવાય-કારણો, સ્થાવા, સપ્તભંગી, સાત ન, અને કર્મશાસ્ત્ર સંબંધી વિચારણા છે. તેમાં વાચક મુખ્ય શ્રી ઉમાસ્વામિજીના તત્ત્વાર્થસૂત્ર, શ્રી સિદ્ધર્ષિની ઉપમિતિ ભવપ્રપંચાકથા, તથા અધ્યાત્મ-નિક મહાત્માઓ શ્રી હેમચંદ્રાચાર્ય, ઉ૦ શ્રી યશોવિજયજી, ઉ૦ શ્રી વિનયવિજયજી, શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી, આદિનાં મહત્ત્વનાં વચને પણ ઉધૃત કરેલાં જણાશે. “પવિત્ર જીવન અને તેની પ્રતિજ્ઞાઓ,” સાત્વિક વૃત્તિનું ઝરણું, વગેરે અનેક લેખ મનન કરવા ગ્ય અને જીવનમાં ઉતારવા યોગ્ય જણાશે. વિશેષમાં સ્વ. ધર્મનિષ્ઠ પિતાશ્રીના શુભ સંકલ્પ પૂર્ણ કરનાર પિતૃ-ભક્ત શ્રી ફતેહચંદભાઇએ ભાવનગર, પાલીતાણા, મુંબઈની જૈન સમાજની અનેક સંસ્થા-સભા-સમિતિઓને પિતાની અમૂલ્ય સેવાઓ આપી પિતાના જીવનને ધન્ય-કૃતાર્થ બનાવ્યું છે, એટલું જ નહિ શ્રી વીશા શ્રીમાળી વણિક જ્ઞાતિને દીપાવી છે, જૈન સમાજને ઉજવળ યશસ્વી બનાવ્યો છે એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેઓ દીર્ઘ આયુષ્યમાન થઈ જૈન શાસન-સમાજની વિશિષ્ટ સેવા બજાવવા શક્તિશાલી થાય. - વડોદરા વિ. સં. ૨૦૧૮ ફાગુન લાલચંદ ભગવાનદાસ ગાંધી શુકલ ત્રયોદશી ( નિવૃત્ત જૈન પંડિત) - Page #214 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય-દર્શન [૩૭] ( ૧૩ ) મુરબ્બી શ્રી ફતેહચંદભાઈએ લગભગ અડધી સદી પહેલાં ભાવનગર “આત્માનંદ પ્રકાશ માસિકમાં લખેલા લેખોમાંથી ચાર લેખે, ભાવનગર જૈન આત્માનંદ સભા જૈનદર્શન મીમાંસાના નામથી પ્રકાશિત કરે છે તથા બાકીના લગભગ સાડત્રીસ લેખો અને પચીસ કાવ્ય, સમાજને ઉપયોગી હૈઈ મુંબઈ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તેઓશ્રીની અનેક વર્ષોની સેવાના પ્રતિકરૂપે “સ્વાનુભવ ચિંતન” નામથી પ્રકાશિત કરે છે, તે જૈન સમાજ માટે ગૌરવરૂ૫ છે. જેનદન મીમાંસાને તેમને લેખ સંસ્કારી ભાષામાં જૈનદર્શનનું વ્યાપક સ્વરૂપ અને જૈનદર્શન વિશ્વધર્મ કેવી રીતે હોઈ શકે તેનું સવિસ્તર વર્ણન, નય, નિક્ષેપ, અનુગો, સપ્તભંગી અને પૂર્વના મહપુરૂષોની સહાદતથી ભરપુર છે. બીજે લેખ “તુલનાત્મક દ્રષ્ટિએ જૈનદર્શન માં વિવિધ ધર્મો, દર્શનની તુલના, સ્યાદવાદ દ્રષ્ટિએ જૈનદર્શન સાથે કરી સર્વ દર્શનનું અવતરણ પ્રાતે જૈનદર્શનમાં સમાઈ જાય છે તે વિસ્તારપૂર્વક દર્શાવેલ છે. - ત્રીજો લેખ “શ્રી મહાવીરનું આંતર જીવન” અને ચોથે લેખ એમના કુટુંબ તરફથી સં. ૧૯૭૧માં ભાવનગરથી સિદ્ધાચલ તરફ કાઢેલ પદ્યાત્રા સંઘની પરિમલરૂપે ટાણા મુકામે સ્વઊ૦ શ્રી વીરવિજયજી મહારાજે ભણવેલી સમ્યગૂ-દર્શનની પૂજાના વિવેચનરૂપે છે. પાંચમે લેખ “મહાન તિર્ધર ઊ. શ્રી યશોવિજયજી સંબંધમાં સં. ૨૦૧૩ માં લખાયેલ લેખ છે. બીજા અન્ય લેખોમાં “દિવ્ય ભાવના બળ” “સમયોચિત સેવા” “વિવેક બુદ્ધિને વિનિપાત” “વિશ્વની વિચિત્ર ઘટનાઓ” “વિશ્વમાં આત્માનું સ્થાન” “જીવન અને મૃત્યુ” “માનસિક ખીલવણી” વગેરેમાં સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક તત્વોનું સૂક્ષ્મ અવલોકન છે, અને વાંચમને ઉચ્ચ પ્રકાશ સમર્પે છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ [૩૮] અભિપ્રાય-દર્શન કાવ્યમાં શ્રી આનંદઘનજીના આઠ પદોને હરિગીતમાં અનુવાદ મનુષ્ય જીવનનું અમૃત”, “આમિક સામર્થ્ય પ્રકટાવવા અભ્યર્થના”, “પરમાત્મા પ્રતિદય નિમંત્રણું” વગેરે ભિન્ન ભિન્ન છંદવાળા કાવ્યમાં આત્માની ઉચ્ચ ભાવનાઓ દ્રષ્ટિગોચર થાય છે, જે તેમના આત્માને તથા વાચકેના આત્માને ઊર્ધ્વગામી બનાવે છે. ટૂંકમાં તેઓશ્રીના લેખો અને કાવ્ય વિદ્વતાથી ભરપૂર છે; જૈન સમાજને ગૌરવરૂપ આવા વિદ્વાન અને શાસ્ત્રના અભ્યાસી મુરબ્બી પાસેથી એમનો આ વિદ્યાને વારસો લઈ ચેડા વિદ્વાન અને અભ્યાસીઓ તૈયાર થાય એ ખૂબ જ ઈચ્છનીય છે. મુ. શ્રી ફતેહચંદભાઈ જૈન સમાજની અનેક સંસ્થાઓમાં વર્ષોથી પિતાની સેવાઓ આપતા રહ્યાનું આજે ઘણાઓ જાણે છે, પણ સદી ઉપર વીતી ગયેલી ઉમરે પણ તેઓશ્રી ખૂબ જ ધગશપૂર્વક સન્નિષ્ઠભાવે સમાજના ધાર્મિક, શૈક્ષણિક અને સાહિત્યક ક્ષેત્રે તન, મન, ધનથી પિતાની સેવાઓ આપતા રહ્યા છે એ અને કોને પ્રેરણારૂપ છે. મુંબઈ, ભાવનગર, પાલીતાણ વગેરે શહેરની જૈન સમાજની આગેવાન કોઈ પણ સંસ્થા એવી ભાગ્યે જ હશે કે જેમને મુરબ્બી શ્રી ફતેહચંદભાઈની સેવાનો લાભ નહીં મળે હોય. આવા એક સેવામૂર્તિ અને પીઢ લેખકના પ્રકાશનને લાભ જૈન સમાજને મળે તે પણ સમાજનું એક સદભાગ્ય છે એમ કહું તો અતિશયોક્તિ નથી. અંતમાં મુ. શ્રી ફતેહચંદભાઈ સમાજ સેવા અને સાહિત્ય સેવા વધુને વધુ કરે તે માટે તેઓશ્રીને તંદુરસ્તીભર્યું દીર્ધાયુ બક્ષે એમ શ્રી શાસનદેવને પ્રાર્થના કરું છું. હીરાલાલ જુઠાલાલ શાહ સં. ૨૦૧૮ ઉપ પ્રમુખ " ચિત્ર સુદી ૧ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ ગુરૂવાર - ટ્રસ્ટી મુંબઈ શ્રી અગાસી જૈન દેરાસર Page #216 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય-દેશન ( ૧૪ ) દર્શનશાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ હજારામાં માંડ એકાદ માનવી નજરે પડે છે. જેમ એક વિદ્વાને કહ્યું છે કે દસ હજાર માણસે એક વક્તા હોય છે, તેમ દસ હજાર કરતાં પણ વધુ માણસે એકાદ દનશાસ્ત્રી નજરે પડે છે. દન શાસ્ત્રને વિષય ણેાજ કઠિન છે. જ્ઞાનના ક્ષયેાપશમ વગર એ પ્રાપ્ત થતા નથી. * [ ૩૯ ] શ્રીયુત ફતેહુચદ્રભાઇએ માત્ર પચીશ વર્ષોંની લઘુ વયમાં ‘ જૈન દન મીમાંસા' ઉપર લખેલેા વિશાળ લેખ તથા અન્ય ચાર લેખા જૈન આત્માનંદ સભા તરફથી પુસ્તકરૂપે પ્રકટ થાય છે. તથા સ્વાનુભવ ચિંતન ' રૂપે લખેલા લગભગ પાંત્રીશ લેખા અને કાવ્યા મુંબઈ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થાય છે તે વિચારતાં અત્યંત આહ્લાદ અનુભવાય છે. શ્રી ફતેહુચંદભાઇએ રજી કરેલા પુરાવા સાથેની દલીલો તેમની પ્રતિપાદન શૈલીપૂર્ણાંક સરલ ભાષામાં કરેલી રજુઆતે વિદ્વાનેા તથા સામાન્ય માનવી માટે પણ અત્યંત ઉપયાગી થઈ પડશે તે નિ:શ ંક વાત છે. તેએાનું ભાષા ઉપરનું વર્ચસ્વ અને જ્ઞાનની ગંભીરતા જોતાં તેમની બુદ્ધિ અને અભ્યાસ માટે માન ઉપજે છે. જેમ મહાસાગરના તળીએ પહેાંચી શેાધકા મેાતી મેળવે તેમ શાસ્ત્રોરૂપ મહાસાગરના તળીએ પહેાંચી શ્રી ફતેહુચંદભાઇ છ દનનાં તત્ત્વાના ઊંડાણમાં ઊતરી શુદ્ધ તત્ત્વારૂપી મેાતીને બહાર લાવ્યા છે. તેના શુદ્ધ સ્વરૂપને ન્યાયપૂર્ણાંક રજુ કરેલ છે. તેઓએ જુદા જુદા શાસ્ત્રોનું અધ્યયન, અભ્યાસ, અવલેાકન ઉપરાંત પરદેશી વિદ્યાનેનાં મંતવ્યેા રજુ કરી તે સર્રને ન્યાય પુરઃસર તટસ્થ દૃષ્ટિએ જે પ્રતિપાદન કર્યુ છે તે તેમની તીવ્ર બુદ્ધિ અને અંતરના ઊંડાણમાં ભરેલી ધર્માભાવનાના પુરાવા છે. આ બન્ને પુસ્તકામાં પ્રત્યેક વિષય ઉપર રજુ કરેલ દન શાસ્ત્રનું ઊંડું રહસ્ય જોતાં શ્રી ફતેહુચંદભાઇએ Page #217 -------------------------------------------------------------------------- ________________ P [૪૦] અભિપ્રાય-દર્શન મહાન પુરૂષાર્થ સેવ્યો છે જોઈએ એટલું જ નહિ પણ એક દર્શન શાસ્ત્રીનું સ્થાન શોભાવે તેવું આ કાર્ય જોતાં એમ જ લાગે છે કે પૂર્વે કેટલાએ ભવોની જ્ઞાનની આરાધના કરી હશે ત્યારેજ આવું ઉત્તમ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું હશે. એમના પિતાશ્રી શ્રીયુત ઝવેરભાઈ આધ્યાત્મિક જ્ઞાનના ઝવેરી હતા. જ્ઞાન લેવાને અને દેવાનો તેમને વ્યવસાય જ થઈ પડ્યો હતો એના રમે રેમમાં જ્ઞાનની ઉપાસના ભરી હતી. મળસ્કે ચાર વાગ્યે ઊઠીને હંમેશાં જ્ઞાનની આરાધના કરતા. ત્યાર પછી પોતે ભણતા અને બીજાને સામાયિકમાં ભણાવતા. શ્રી ફતેહચંદભાઇને વારસામાં આ મૂડી તેઓ સુપરત કરતા ગયા. તેઓને વ્યાવહારિક વ્યવસાય તે જે કે કાપડને હતો છતાં જળકમળવત્ અલિપ્ત રહીને હરહંમેશ તેઓ જ્ઞાનની આરાધના કરતા જ રહ્યા છે. શ્રીયુત ફતેહચંદભાઈ દુકાને જતા હોય કે દુકાનેથી આવતા હોય, ગમે ત્યાં જતાં જુઓ પણ તેમના હાથમાં સરસ્વતી દેવીના પ્રતીક સમા એક બે પુસ્તકે અવશ્ય હોય જ. શ્રી ફતેહચંદભાઈ અત્યારે સત્તોતેર વર્ષની વયના હોવા છતાં આટલી ઉમ્મરે પણ શીર્ષાસન વગેરે એમના આસને નિયમિત રીતે કરે છે. જુદી જુદી કસરતો કરે છે. અને ચાલે ત્યારે યુવાનોની પણ આગળ નીકળી જાય છે. તેમના મુખ ઉપર પુણ્યની પ્રતિભા પડે છે. તેમના દેહની કાંતિ, મુખારવિંદની માયાળુતા, અમી ભરેલી આંખે, સરળ સ્વભાવ, નાના મેટાના ભેદભાવ વગર સર્વની સાથે એકમેક થઈ જઈ સહુને પોતાના કરી લેવાની કળા, સમય આવ્યે સત્ય કહેવા છતાં મિષ્ટવચન અને પ્રેમથી સામાના દીલને જીતી લેવું, પરે પાર કરવાની તેમની તમન્ના, બીજાના કલ્યાણમાં પિતાનું કલ્યાણ સમજવું. આવા આવા અનેક ગુણોથી અલંકૃત એમને સ્વભાવ તેમના સંસર્ગમાં આવેલ સહુ કોઈને પરિચિત છે. - તેઓએ જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ કરી છે. શત્રુંજયગિરિરાજને સંઘ કાઢ્યો છે, અઢાઈ મહોત્સવ, શાંતિના, ww Page #218 -------------------------------------------------------------------------- ________________ રર અભિપ્રાય-દર્શન [૪૧] નવકારસીઓ વગેરે ધર્મનાં ઘણાં કાર્યો કર્યા છે. સ્વામીભાઈઓને સહકાર આપ, સમાજની સેવા કરવી, કેળવણીને ઉત્તેજન આપવું તથા પ્રત્યેક ધર્મકાર્યમાં તન-મન અને ધનથી સદાય તત્પર રહેવુંઆ બધું તેમના જીવનમાં રેમેરમ રમી રહ્યું છે. કૌટુંબિક રીતે પણ પૂર્વના પુણ્યગે તેઓ પુણ્યશાળી છે. અમારું કુટુંબ “લખાણું કુટુંબ કહેવાય છે. લક્ષ્યબિંદુ નક્કી કરીને કાર્ય કરવું એ કૌટુંબિક ગુણ તેમાં ખાસ અંકાય છે. ભાવનગર) અમારૂં મૂળ વતન છે. ભાવના+ગૃહ ભાવનાનું ઘર હોય તેમ વિશ્વકલ્યાણની ભાવના તેમના અંતરમાં વસી રહી છે. એમના નામ પ્રમાણે દરેક ઠેકાણે ફત્તેહ જ થાય છે. તેમના ઉત્કર્ષમાં તેમના પિતાશ્રીને અને મુનિ મહારાજાઓને અનન્ય ફાળો છે. એવી જ રીતે કૌટુંબિક કાર્યમાં તેમના પુત્ર સંસ્કારમૂતિ શ્રીયુત હિંમતભાઈ અને તેમનાં ધર્મપત્ની વસંતબહેન, શ્રી ફતેહચંદભાઇનાં પુત્રી જસુમતીબહેન, લીલાવતીબહેન તેમજ પૌત્ર અજિતભાઈ કે જે . F. માં અભ્યાસ કરે છે તથા જેને પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી “કથાપ્રેમી” કહીને સંબોધતા હતા-વગેરે તરફથી સર્વ પ્રકારનો સહકાર–ચોગ પ્રાપ્ત થયો છે. આખું કુટુંબ માયાળુ અને સંપીલા સ્વભાવ સાથે બાપુજીની સેવામાં સદાય તત્પર રહે છે–તે માટે તેઓ ખરેખર ભાગ્યશાળી છે. શ્રીયુત ફતેહચંદભાઈ મારા કાકા છે. અમારા કુટુંબના ગૌરવરૂપ છે. તેમનાં “જૈનદર્શન મીમાંસા ” તથા “સ્વાનુભવ ચિંતન બંને પુસ્તકે અનેક વર્ષો પર્યત અમર રહે! અને સર્વનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના. મુંબઈ સં. ૨૦૧૮ ચિત્ર સુદ ૧ ગુરૂવાર રાઈચંદ મગનલાલ શાહ મંત્રી શ્રી ગોઘારી વિશા શ્રીમાળી જ્ઞાતિ શ્રી ગોડીજી જૈન પાઠશાળા Page #219 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ) અભિપ્રાય-દર્શન (૧૫) જ્યાં જ્યાં રસ ચુસવાની તક હોય ત્યાંથી રસ ચુસી લેવો એ ભ્રમરની પ્રકૃત્તિ. સતત પ્રયત્નશીલ રહીને સુમધુર મધપૂડાની રચના કર્યો જવી એ મધમાખીની પ્રકૃત્તિ. એમ જ્યાં જ્યાં તત્વજ્ઞાન મેળવવાની તક હેય, આત્મલાસને અધ્યાત્મ રસ મળવાની જ્યાં જ્યાં શકયતા હોય ત્યાં ત્યાં પહોંચી જવું– રસ ચુસી લે એ ફતેહચંદભાઈની પ્રકૃત્તિ. અને કોઈ પણ શુભ પ્રવૃત્તિ હાથમાં લીધી એટલે તે પાર પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેવું એ શ્રીયુત ફતેહચંદભાઈને મુખ્ય સ્વભાવ. માનવ-જીવનમાં જ્યારે આવા ગુણે સહજભાવે અંકિત થાય છે ત્યારે તે વ્યક્તિને વિકાસ પણ સહજભાવે દિનપ્રતિદિન થતો જ આવે છે. શ્રીયુત ફતેહચંદભાઈની જીવન રેખાને જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ઉપરને મહાગુણ એમના જીવનમાં સહજભાવે વણ હોય તેમ આપણને દેખાઈ આવે છે. તત્વચિંતન અને નમ્ર સેવાભાવ એમના જીવનમાં ભર્યો જ હતો. તેઓશ્રીના પિતાશ્રી ઝવેરભાઈ ભાઈચંદના તત્ત્વજ્ઞાન અને ધર્મપરાયણ સંસ્કારી જીવનની છાયા તેમનામાં પડી, અને લધુ વયથી જ દર્શનશાસ્ત્રને અભ્યાસ કરવાની શુભ વૃત્તિ તેઓશ્રીમાં જાગી, તેના પરિણામે દર્શનશાસ્ત્ર જેવા કઠણ વિષય ઉપર ઊંડુ તલસ્પર્શી સાહિત્ય આલેખી શક્યા છે. આ ગ્રંથમાં રજુ થએલ તેઓશ્રીના લેખે, અને એ ઉપરાંત તેઓશ્રીએ બીજા જે અનેક લેખે, પ્રસ્તાવના, વિવેચને વગેરે લખ્યા છે, તેમાં તત્ત્વજ્ઞાનનું ઊંડું ચિંતન, તુલનાત્મક દ્રષ્ટિ અને અધ્યાત્મભાવનાનું વહેતું ઝરણું આપણે જોઈ શકીએ છીએ. - જીવનની ઉગમણથી જ તેઓશ્રીએ, જ્યારે જ્યારે, જ્યાં જ્યાં તત્વજ્ઞાનના અભ્યાસની તક મળી છે ત્યારે ત્યારે ઉત્સાહપૂર્વક તે Page #220 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય-દર્શન [ ૪૩] ઝડપી લીધી છે, અને વધુ ને વધુ જ્ઞાન-સંપાદન કરી જીવનમાં તે પચાવ્યું પણ છે એક અભ્યાસી તરીકે તેઓશ્રીને સફળતા મળી છે તેમ સાધક તરીકે પણ તેઓશ્રી એટલા જ સફળ નિવડ્યા છે. ભાવનગરમાં તેઓશ્રીના જાહેર જીવનની શરૂઆત થઈ શ્રી આત્માનંદ સભા, સામાયિક શાળા, જૈન કન્યાશાળા આદિ સંસ્થાઓમાં સતત સેવા આપી સંસ્થાઓના વિકાસમાં સુંદર ફાળો નોંધાવ્યો અને વ્યાપાર અર્થે મુંબઈ જઈને પણ તેઓશ્રીએ ભાવનગરને દીપાવ્યું છે. આત્માનંદ સભાના ઉપપ્રમુખપદે રહીને, સભાના સાહિત્ય પ્રકાશન અને પેટ્રન આદિ સભ્યોની વૃદ્ધિ કરવામાં તેઓશ્રીનો ફાળો ખરેખર નોંધપાત્ર છે, તેમ જ મુંબઈની ઘણી સંસ્થાઓમાં અગ્રસ્થાને રહીને તેઓ સુંદર સેવા આપી રહ્યા છે. જ્યાં જ્યાં તત્વજ્ઞાન મેળવવાની તક હોય, ત્યાં ત્યાં મારા-તારાના ભેદભાવ વિના એક જિજ્ઞાસુને છાજે તેમ પહોંચી જવું અને બને તેટલું મેળવી લેવું. તેમ જ્યાં જ્યાં સેવાની તક હોય ત્યાં ત્યાં પિતાથી બને તેટલી સેવા આપવી એ એમને તટસ્થ ભાવનાનો ગુણ પણું એટલે જ નોંધપાત્ર છે. આચાર, વિચાર અને વર્તન આમ ત્રિવિધે તેઓશ્રી પોતાનું જીવન સફળ કરી રહ્યા છે આજે સતેર વરસની વયે, એક યુવાનને પણ શરમાવે તેટલી સતત જાગૃતિ અને કર્તવ્યપરાયણવૃત્તિથી તેઓ જે વેગપૂર્વક જ્ઞાન અને સેવાના ક્ષેત્રે જે કંઈ કરી રહ્યા છે તે જોઈએ છીએ ત્યારે સહજભાવે ઓલી જવાય છે કે— એક સાધક ચાલ્યો જાય, ના રોકાય, એક સાધક ચાલ્યા જાય. ભાવનગર, તા. ૧૯-૪-૬૨ ચૈત્ર સુદી પૂર્ણિમા, હરિલાલ દેવચંદ હિ વિ. સં. ૨૦૧૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ [૪૪] અભિપ્રાય-દશન ( ૧૬ ) આગામી વિજ્યાદશમીને દિવસે જૈન સમાજના એક મૂક સેવક, ધાર્મિક સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સુંદર કામગીરી બજાવનાર શ્રી ફતેહચંદ ઝવેરભાઈ પંચોતેર વર્ષ પૂરાં કરીને છોંતેરમા વર્ષમાં પ્રવેશ કરે છે, તેમને અમે અંતરનાં ઊંડા અભિનંદન પાઠવીએ છીએ. જીવનની ત્રણ પચ્ચીશી વટાવી ચૂકેલા શ્રી ફતેહચંદભાઈ હજુ યુવાન જેટલે જ ઉત્સાહ ધરાવે છે, અને અનેકવિધ સાંસારિક ઉપાધિઓમાં પણ સમાજ અને સંઘ તરફનાં કર્તવ્ય પ્રત્યે સતત જાગૃતિ બતાવે છે, એ જેવી તેવી વાત નથી. સંઘની નાની મોટી કોઈ પણ યોજના તૈયાર થઈ હોય તો તેમાં શ્રી ફતેહચંદભાઈ આગળ ચાલે અને એ જનાને પાર પાડવાને પૂરતો પ્રયત્ન કરે, એ અમારા અનુભવ પરથી અમે જોયું છે. તેઓ ધાર્મિક શિક્ષણ સંઘ ઊપરાંત બીજી પણ અનેક સંસ્થા એને પોતાની બહુ મૂલ્ય સેવાઓ આપી રહ્યા છે. જેમાં શ્રી જૈન છે. એજ્યુકેશન બોર્ડ, શ્રી ગોડીજી જ્ઞાન સમિતિ, શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી જૈન આત્માનંદ સભા, શ્રી લુહાર ચાલ પ્રીન્સેસ સ્ટ્રીટ જેન સંધ, શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ જેવી પ્રખ્યાત સંસ્થાઓને સમાવેશ થાય છે. - તેમણે આજ સુધીમાં લગભગ ત્રીશ ગ્રંથની પ્રસ્તાવનાઓ લખી છે અને આત્માનંદ પ્રકાશમાં તથા અન્ય સ્થળે જૈનતત્ત્વ વિષયક લેખ લખ્યા છે જેને સંગ્રહ કરીએ તો એક મેટ દળદાર ગ્રંથ થાય. આ શુભ પ્રસંગે તેમને તે વર્ષનું આયુષ્ય ઈચ્છીએ છીએ અને તેમના દ્વારા સમાજને વધુ ને વધુ લાભ થતો રહે એવી શાસનદેવને પ્રાર્થના કરી વિરમીએ છીએ. મુંબઈ સં. ૨૦૧૬ આસો જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા સને ૧૯૬૦ સપ્ટેમ્બર Page #222 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય-દર્શન [૪૫] ( ૧૭ ) શ્રીયુત ફતેહચંદભાઈ સાથે મારો પરિચય થોડાં વર્ષો થયાં છે. તેમની ઉમ્મર સત્તેર વર્ષની છે. તેમણે લગભગ ચાલીશ–પચાસ વર્ષ પહેલાં લખેલ પાંચ લેખે ભાવનગર જૈન આત્માનંદ સભા તરફથી તથા અન્ય લેખો અને કાવ્ય મુંબઈ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી થોડા વખતમાં પ્રકાશિત થશે. “જૈન દર્શન મીમાંસા” તથા “ તુલનાત્મક દષ્ટિએ જૈન દર્શન” એ બને તે તેમને જૈન દર્શન પરત્વેને ઊંડો અભ્યાસ દર્શાવે છે. તેમનાં પિતાશ્રી તરફથી વીલમાં લખેલ સુચના અનુસાર સં. ૧૯૭૧ માં એમનાં કુટુંબે છરી પાળ સિદ્ધગિરિજીને સંઘ કાઢયો તે પ્રસંગને અનુસરતો લેખ છે. તેમાં શ્રી આત્મારામજી મહારાજ કૃત સમ્યગ દર્શન પૂજાનું સુંદર વિવેચન છે. ઉપરાંત શ્રી મહાવીર સ્વામીનું આંતર જીવન તથા પૂ. . શ્રી યશોવિજયજી સંબંધીને લેખ પણ છે. અન્ય પાંત્રીસ લેખો વિવિધ રીતે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક છે. તેમ જ કાવ્યો પણ વિવિધ છંદમાં બનાવ્યા છે. શૈલી પણ સુંદર છે, અને વાચકે તે સર્વ લેનાં વાચનથી સૂક્ષ્મ આધ્યાત્મિક ભૂમિકામાં જઈ શકે તેમ છે. શ્રી ફતેહચંદભાઈને અભિનંદન આપું છું અને તેઓ અનેક સંસ્થાઓની સેવા કરી રહ્યા છે. તેમ જ લગભગ પચ્ચીસ પુસ્તકની પ્રસ્તાવનાઓ તેમણે લખી છે. તેથી સવિશેષપણે કરવા દીર્ધાયુ થાઓ તેમ શાસનદેવને પ્રાર્થના કરું છું. મુંબઈ વિ. સં. ૨૦૧૮ ચૈત્ર સુદ ૧૧ રવિ, તા. ૧૫-૪-૬૨ રતિલાલ ચીમનલાલ શાહ B. Com. Member-Development Council ( Bycycles) Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] ( ૧૮ ) અંજલિ પાણી સદી પૂર્ણ કરી, 7 પામ્યા જીવનમાં, ચંદ્દન સમી સુવાસ પ્રસરી, આજ જૈન સમાજમાં; નવેરાતની કીંમત ખરી, કાય મારત વર્ષમાં, ફેચ્છે ‘ અમર’મંગળદિને, દીર્ધાયુ હા સંસારમાં. જૈન સાહિત્યને જેમના હૈયે અવિહડ રંગ છે, છેક બાલ્યકાળથી આજ પાણી સદી સુધી જેમણે જ્ઞાન ઉપાસનામાં જીવન વિતાવ્યુ છે, જૈનદર્શનનાં ચાગ અધ્યાત્મમાં જેએ ખુબ ઊંડા ઉતરી તેનાં હાર્દનું તલસ્પર્શી આલેખન તેમની કલમમાં નીતરી રહ્યું છે. અભિપ્રાય-દર્શન જે ધાર્મિકસ ઘ–મુ બઇ, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ સુબઇ, આત્માનઃ સભા-ભાવનગર વગેરે સંસ્થાએમાં પેાતાની માનદ અમૂલ્ય સેવા અપી સાહિત્ય પ્રકાશનની પ્રવૃત્તિના પેાતાના રસ આ સંસ્થાઓ દ્વારા સમાજને પીરસી રહ્યા છે. ગૃહસ્થયેાગમાં વ્યાપારાદિની પ્રવૃત્તિ સાથે તેઓશ્રીનું સાહિત્ય વન ટકી રહ્યું છે, અને વિકસી રહ્યુ છે. તેઓશ્રી ખુબ જ સરલ સ્વભાવી, માયાળુ અને લાગણીવાળા છે. જૈન સમાજના વિહંગાવલેાકનકાર છે. તેમની ડાયરીમાં જૈન સમાજનાં વાર્ષિક સરવૈયાઓની નેધ છે. મગળમય વિધાને-આત્માનઢ પ્રકાશ માસિક દ્વારા પ્રસિદ્ધ થતા રહ્યા છે. તે અન્ય લેખ સામગ્રીને સગ્રહ તેઓશ્રીનાં પાણી સદીનાં મંગળ અવસરે પુસ્તકરૂપે સમાજમાં પ્રકાશિત થાય છે—તે પ્રસંગે મારી ભાવભરી અંજલિ માપું છું. << મારા અમર આત્મમથન ગ્રંથમાં તથા છેલ્લા અમર સાધના ” ગ્રંથમાં તેઓશ્રીએ તલસ્પર્શી વિદ્વત્તાપૂર્ણ યાગવાહિની કલમથી 66 Page #224 -------------------------------------------------------------------------- ________________ વડ ને વિચાર [૪૭] જે પ્રસ્તાવના તથા પુરવચન લખી આપ્યા છે તે મારા અપાનાં સાહિત્યની શોભારૂપ બન્યા છે તે બદલ હું હાર્દિક આભાર સાથે અભિનંદન આપું છું. ' તેઓશ્રી જ્ઞાન ધ્યાન સાથે જૈન ધર્મનાં શુભ યિાનુષ્ઠાને પણ એટલા જ રસથી આચરે છે અને એ રીતે જ્ઞાન ક્રિયાને સુમેળ સાધી સાધ્ય સિદ્ધ કરવામાં બાકીનું જીવન આનંદમય, પ્રેમમય, શાંતિમય, આરોગ્યમય પ્રસાર થાઓએ જ શુભેચ્છા. તાલધ્વજ -તીર્થ ભાદ્રપદ શુક્લ અષ્ટમી શુભેચ્છક, ૨૦૧૭ અમરચંદ માવજી શાહ વડલે ને વિચાર! આમ જો, જમણી બાજુ નહિ પણ ડાબી બાજુ. ગઈ કાલે અહીં સામે પેલે વડલે કેવો શોભતો હતો ! એની કેવી મધુરી ઘટાદાર છાયા હતી ! ત્યાં કેટલાં પંખીઓ કિર્લોલ કરતાં હતાં આપણે પણ ઘણીવાર ત્યાં જઈને વિશ્રાંતિ લેતા હતા ખરું ને? પણ આજ ? આજ તો ત્યાં પેલો વડલે નથી, પેલી મીઠી છાયા નથી અને ત્યાં આનંદથી નૃત્ય કરતાં પંખી પણ નથી ! આજે એક વાવાઝોડું વાયું ને એ મહાવડલે મૂળમાંથી ઉખડી ગયો ! શું ગઈ કાલે આપણે કે કેઈએ પણ એવી કલ્પના કરી હતી કે, આવતી કાલે આ મહાવૃક્ષ મૂળમાંથી ઉખડી જશે અને પાંચને અને પક્ષીઓને આનંદ આપતા આ વડ, સદાને માટે ભૂતકાળની બીના બની જશે ? Page #225 -------------------------------------------------------------------------- ________________ s [૪૮ ] વડલે ને વિચાર | મારા મિત્ર! આ પ્રસંગ તું તારા ધ્યાનમાં લે. જરા વિચાર કર. આજનું સુખ જોઇ, તું મનમાં મલકાય છે, તારે વૈભવ જો, તું પ્રસન્ન બને છે, હર્ષથી નાચે છે, આનંદમાં રાચે છે; પણ મારા ભાઈ ! જરા વિચાર કરવા ઊભો રહે. આ સુખ સદા રહેવાનું છે ? આ વૈભવ નિત્ય ટકવાન છે આ સાધન તને શાશ્વત શાંતિ આપવાનાં છે? અરે, કેમ ભૂલી જાય છે તું ? ઘણીવાર સુખના એક ડગલાં પાછળ, ભયંકર દુ:ખ વાટ જોઈને જ ઊભું હોય છે ! માત્ર એક જ પળ પછી અણધારી રીતે ભેટી પડે છે, અને એ ભેટ થતાં, તારા આ સાધને ક્યાં ચાલ્યાં જશે એની તને ખબર પણ નહિ પડે. - સુખનાં સ્વપ્ન સળગી જશે, અરમાનેની સૃષ્ટિ નષ્ટ થશે, દુઃખનાં પર્વતે તૂટી પડશે, આનંદની દુનિયા ઊડી જશે, આશાના મિનારા ઓગળી જશે અને વિપત્તિની રાત્રિ તારી ચારે તરફ છવાઈ જશે, ત્યારે તારી નજર કયાંય નહિ પહોંચે. અંધકારને લઈને તું એક પગલું પણ નહિ ભરી શકે, તારી સાથે ગેલ કરનારા મિત્રે અદશ્ય થશે, વાતો કરનારા ખસી જશે; માત્ર દુઃખ તારી ન ઈછા છતાં, તારૂં સાથીદાર બની જશે, માટે આ ઢળી પડેલા વડલા પર એક પળ શાન્ત નજર નાખ. વૈભવના ઘેનને ઉતારી, સ્વસ્થ થઈ વિચાર કર. તું જે દેરી પર નાચી રહ્યો છે, તે દેરી કાચા સુતરની છે. એને તૂટતાં વાર નહિ લાગે, અને દેરી તૂટશે એટલે તેને જોઈ ખુશ થનારા– તાળીઓ વગાડનારા મંદ સ્મિત કરી ચાલ્યા જશે, કહેશે કે મૂર્ખ છે ! આટલા શબ્દો બેલી ખસી જશે, પણ તારું શું થશે તેની કલ્પના મને ધ્રુજાવે છે. એ અનંતના પ્રવાસી ! આ પડેલા વૃક્ષને જોઈ જીવનને જરા વિચાર કર. -શ્રી. ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) Page #226 -------------------------------------------------------------------------- _