________________
[૮]
જૈન દર્શન મીમાંસા જૈન દર્શન અનાદિ છે!
જૈન દર્શનના પ્રેરક પોતે સર્વજ્ઞ હોવાથી અને રાગદ્વેષરૂપ મહાદૂષણ રહિત હોવાથી તેમનું ગુંથન કરેલું તત્વજ્ઞાન, કષ, છેદ અને તાપથી સુવર્ણની જેમ શુદ્ધ હોય છે. જીવ અને અજીવના સ્વરૂપની સૂક્ષ્મતા એટલા બધા પ્રમાણમાં અને બારીક અવલેકનપૂર્વક દર્શાવેલી છે કે તેને માટે માત્ર અનુમાનથી જ આપણે જોઈ શકીએ છીએ કે સર્વજ્ઞ અથવા અનંત જ્ઞાનવાન સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિનો આવા પ્રકારની સૂક્ષ્મતમ હકીક્તનું ખ્યાન દર્શાવવાનો વિષય નથી. હવે બતાવાશે તેવું વિશ્વાંતર્ગત ગૂઢ સ્વરૂપ અન્ય દર્શનેનાં શાસ્ત્રોમાં તપાસ કરતાં ઉંડામાં ઊંડા તળિયા સુધી પણ દષ્ટિગોચર થતું નથી.
જૈનદર્શન કયાંથી શરૂ થયો એવી તેની આદિ છે જ નહિ, તે અનાદિ છે. વિશ્વમાં રહેલી વસ્તુ માત્ર અનાદિ છે, માત્ર રૂપાતંર પામ્યા કરે છે, તો જૈનદર્શન પણ અનાદિ હોય તેમાં અસંભવિત જેવું કાંઈ નથી. જગતના વિદ્યમાન પણની સાથે તદંતર્ગત સર્વ પ્રાણી પદાર્થોનું વિદ્યમાનપણું હોવું જ જોઈએ. જગતનું આદિપણું માનવાથી જગતકર્તા તરીકેની કોઈની કલ્પના કરવી પડશે. અને તે જગતકર્તાને પણ કોઈ બનાવનાર હોવો જોઈએ, જગકર્તા શરીરધારી હોવો જોઈએ. કેમકે આ દશ્યમાન જગત રૂપી દેખાય છે તે શરીરધારી (રૂપધારી) વ્યક્તિથી જ જગત અસ્તિત્વમાં આવી શકે. જગતની ઉત્પત્તિના ઉપાદાન કારણરૂપ સાધને ક્યાંથી આવ્યાં અને કઈ રીતે પ્રયોગમાં મુકાણાં, કર્તાને જગતની ઉત્પત્તિ અને લયરૂપ પ્રજનથી લાભાલાભ શું છે-વગેરે વગેરે બાબતને ગંભીર વિચાર કરીએ છીએ ત્યારે અનેક અવ્યવસ્થિતપણુના દે આવી જાય છે, તો જગતર્તા તરીકે કઈ બનાવનારની કલ્પના ઊભી કરવા કરતાં અથવા જગતકર્તાને અનાદિસ્થિત માનવા કરતાં જગત અનાદિ છે–એ વિચાર શા માટે વાસ્તવિક નથી ? જગતના કોઈપણ પદાર્થની આદિ માનીએ તે માત્ર પર્યાયરૂપે (રૂપાંતર પણે) સાદિસાતપણું છે, આથી સર્વોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org