SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ [૯૦ ] જૈન દર્શન મીમાંસા - કથાનુયોગ વાંચવા અને સાંભળવામાં જૈનેને મોટે ભાગ ઉદ્યમી રહેલો છે. કથાઓ એ ઘણી જ સરળતાથી ગ્રાહ્ય હોવાથી અને શ્રેતાએના હૃદયમાં રસપૂર્ણ ચિત્રો આલેખન કરતી હોવાથી પ્રાકૃતજને ઘણું જ રસથી વાંચે છે. પરંતુ આ કથાઓ વડે ઉત્તમ ચારિત્ર બે ધાય છે–એ ઘણા જ થોડા વિરલ મનુષ્ય સમજે છે. કથામાં આનંદ માની તે સાંભળી બેસી રહેવાનું નથી, પરંતુ તેના ગુણદોષની પરીક્ષા કરી આત્માની સાથે તેલન કરવાની આવશ્યકતા છે ચરણકરણાનુગ એ પૂર્વના ત્રણ અનુગોનું રહસ્ય છે. ત્રણ અનુરૂપ ત્રિપુટીમાંથી આને જન્મ થાય છે–અર્થાત દ્રવ્યાનુયોગ વગેરેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન ત્યારે જ સાર્થક છે કે જ્યારે પ્રાણુને તે ચરણકરણાગમાં પ્રવૃત્તિશીલ કરે. કેટલાક કહેવાતા અધ્યામીઓ ગૃહસ્થલિંગમાં આરંભ સમારંભમાં પ્રવૃત્ત હોવા છતાં પોતાને જ્ઞાનગરિષ્ટ માની ગૃહસ્થને યોગ્ય આચારથી પણ શિથિલ થઈ અભક્ષ્ય ભક્ષણ કરતાં અચકાતા નથી, તેમ જ નિશ્ચય નયરૂપ શાસ્ત્રવચનને પિતાની માન્યતા મુજબ એકાંતપણે અંગીકાર કરી જસમૂહમાં પિતાને સર્વ માન્ય કહેવરાવે છે. અન્ય દર્શનસ્થિત મનુષ્ય જેમ એકાંતવાદી હોવાથી શુદ્ધ સ્વરૂપને પામી શકતા નથી, તેમ જૈન દર્શનસ્થિત આ મનુષ્ય પણ એકાંતગ્રાહી હોવાથી શુદ્ધ સ્વરૂપથી વેગળા જ છે–એમ શાસ્ત્ર પુરવાર કરી આપે છે. ચરણકરણનુયોગના વિષયને અંગે કહેવામાં આવેલું છે કે આ અનુયોગ એ જૈન દર્શનનું હૃદય છે. આ હૃદય વગર પુરૂષાર્થહીન જીવનની પેઠે, દ્રવ્યાનુયોગ કે જેમાં ઉચ્ચ તત્ત્વજ્ઞાનનો ખજાને છે તે વધ્યા સુત શેખર તુલ્ય છે. કોઈપણ સંપ્રદાયની નિંદા કરવી એ પિતાના આત્માને કમભાર વડે ભરવા તુલ્ય છે, પરંતુ પિતાનાથી બને તેટલી શક્તિ વડે અન્ય સિદ્ધાંતની તુલના જૈન સિદ્ધાંતો સાથે કરી ગુણદોષરૂપ ત્રાજવા વડે તેની ઉપાદેય વૃત્તિ પ્રાપ્ત કરવી જોઈએ; જેથી સ્વસ્થિતિથી ચુત નહીં થતાં પોને માટે આશાજનક ઉપકાર ઉદભવે છે. મત સહિષ્ણુતા આ જમાનામાં રાખવાની અનિવાર્ય આવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy