________________
ઉપસંહાર
[૮૯ ]
સુપાત્ર, અનુકંપા, વગેરે દાનમાં પ્રવૃત્તિ–આ સર્વ મુખ્ય ભાગે વસ્તુ - તત્ત્વને યથાર્થ જાણ્યા વગર આદરવામાં આવે છે. પ્રતિક્રમણની ક્રિયા કરનારા મનુષ્યને માટે ભાગ તેના અર્થ સૂચક પદોથી અજાણ હોય છે, અને માત્ર મુખેથી પઢી જવામાં જ સર્વસ્વ પ્રાપ્ત થયેલું માને છે. અરે ! મુખપાઠ પણ મેટે ભાગે અશુદ્ધ હોય છે. જ્યાં દ્રવ્ય પ્રતિક્રમણની હજુ અપ્રાપ્તિ છે ત્યાં ભાવ પ્રતિક્રમણની પ્રાપ્તિ કેવી રીતે હોઈ શકે? પ્રભુપૂજનની ક્રિયામાં દરેક ક્રિયાને અર્થસૂચક ભાવાર્થ સમજવો જોઈએ. જ્ઞાન વગરની ક્રિયા કરનારા પ્રાણીઓ ઘાંચીના બળદની પેઠે માત્ર કષ્ટ કરે છે, અને છે તેવી ને તેવી જ સ્થિતિમાં રહે છે. દ્રવ્યપૂજામાં સંસ્કારી થયેલા પ્રાણીએ ભાવ પૂજામાં આગળ વધવાની જરૂર છે. વાસ્તવિક જ્ઞાન સાથે ધાર્મિક ક્રિયાનું સંમેલન કરી તે તે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. આપણી સર્વ ધાર્મિક ક્રિયાઓ અર્થ સૂચક હોવાથી તેમના ભાવાર્થને જાણવાની જરૂર છે. દષ્ટાંત તરીકે એક ચેખાને સાથીઓ પ્રભુ પાસે કરતાં સંસારની ચાર ગતિની ભાવના મનન કરવાની છે. પ્રભુની ત્રણ પ્રદક્ષિણા દેતાં રત્નત્રયીની ભાવના અંગીકાર કરવાની છે. જે જે ક્રિયાઓ કરવામાં આવે તે સર્વને અર્થ બરાબર સમજી તદનુકૂળ પ્રવૃત્તિ કરવા વડે સાધ્યની પ્રાપ્તિ થાય છે. આત્માર્થ ભણી લક્ષ રાખી ક્રિયાઓ કરાય તો જ અંતિમ લક્ષ્ય પમાય છે. માટે શૂન્યપણે થતી ક્રિયાઓમાંથી મુક્ત થઈ ક્રિયાઓને દ્રવ્યાનુયોગ રૂપ જ્ઞાનના સંસ્કારમાં વણી દેવી જોઈએ. આમ કરવાથી જ્ઞાનદિયાભ્યામ્ મેક્ષ, -એ સૂત્ર–વાક્યાનુસાર ઈષ્ટ સિદ્ધિ નજીકમાં આવે છે.
ગણિતાનુયેગમાં પ્રવૃત્તિ કરનારા ઘણું જ ઓછા મનુષ્યો વર્તમાન સમયમાં દષ્ટિગોચર થાય છે. કેટલાકને તે (પિતાની અનિપુણ બુદ્ધિ હોવાને લીધે) મગજથી કંટાળાભરેલું લાગે છે. અને કેટલાક તે વિષયમાં પ્રવૃત્તિ કરતા જ નથી. આપણામાં અત્યારે તિર્વિદ્યાની જે ખામી, જણાય છે તે આ અનુગ ભણું ઓછી પ્રીતિ હોવાને અંગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org