________________
[૪૪]
જૈન દર્શન મીમાંસા અગીયારમા ઉપશાંત મેહ ગુણસ્થાનકેથી જે મૃત્યુ પામે તે અનુત્તર વિમાનવાસી દેવ થાય છે. ક્ષપકશ્રેણિવાળો કર્મને ક્ષય કરતો જતો હેવાથી દશમે ગુણસ્થાનકેથી ઉપશાંત મેહ ઉપર નહીં આવતાં ક્ષીણ મેહ રૂપ બારમે ગુણસ્થાનકે આવે છે, અને તેને અંતે કૈવલ્ય પ્રાપ્ત કરે છે. શુકલધ્યાનના ચાર પાયા પૈકી બીજા પાયાના ધ્યાનથી વિરમ્યા પછી શાંતિમાં કેવળજ્ઞાન પામે છે. ત્યાર પછી તેમા સયોગી ગુણસ્થાનકમાં કૈવલ્યપણે પિતાના આયુષ્ય સ્થિતિ પર્યત વિચરે છે. જ્યારે આયુષ્ય નજીકમાં પૂર્ણ થવાનું હોય છે ત્યારે તેરમાને અંતે બાદર મન વચન કાયાના નિરોધરૂપ તૃતીય શુકલધ્યાનના ભેદને આચરે છે. તુરત જ ચૌદમું અગી યાને શૈલેશીકરણ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. જે વખતે શુકલધ્યાનના ચતુર્થ પાદરૂપ સૂક્ષ્મ મન વચન કાયાને વ્યાપારને નિરોધ કરી ગરૂટ્સ નો ઉચ્ચાર કરીએ તેટલા સમયમાં દેહમાંથી આભા જુદે પડી ચૌદ રાજલેકને અંતે વાસ કરે છે. ત્યાં
સ્ફટિક રત્નમય સિદ્ધશિલા જે અનાદિ કાળથી વિદ્યમાન છે ત્યાં જઈને સ્થિર થાય છે. ધર્માસ્તિકાય ચૌદ રાજલોક સુધી હોવાથી આમા આગળ ગતિ કરી શકતો નથી. કેમકે કમરૂપ ભારથી આમાં હલકે થવાથી જળતું બની પેઠે તેની ગતિ ઉર્થ થાય છે. સિદ્ધશિલા ઉપર શાશ્વતપણે રહેલે તે આત્મા કેવળજ્ઞાનવડે જગતના રૂપી અને અરૂપી સર્વ પદાર્થોને હાથમાં રહેલા નિર્મળ જળની પેઠે જાણે છે અને જુએ છે. આ ગુણસ્થાનકે ઉપર જેમ જેમ પ્રાણું આગળ વધતો જાય છે તેમ તેમ કમ પ્રકૃતિઓ કે જે કુલ મળી સંખ્યામાં એક અઠ્ઠાવન છે તે ઓછી થતી જાય છે. તેને માટે શાસ્ત્રમાં ઘણો જ વિસ્તાર છે. ચૌદમા ગુણસ્થાનકને અંતે કમ પ્રકૃતિ માત્રને ક્ષય થાય છે અને તે પ્રકૃતિએ નિબજ થયેલી હોવાથી પુનઃ પ્રાપ્તિનો અભાવ છે. સસ્તનય : - જૈન દર્શનમાં વસ્તુની વાસ્તવિક સિદ્ધિ કરવાને માટે નય, ભંગ, પ્રમાણ અને નિક્ષેપાદિ યુક્તિઓ પ્રતિપાદન કરેલી છે, કે જે યુક્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org