________________
[૮]
જૈન દર્શન મીમાંસા જેનાચાર્યોએ ગૂજરાતી ભાષામાં જૈન ગ્રંનો માટે ફાળે ભવિષ્યની પ્રજાને આપેલ છે. સિદ્ધરાજ-કુમારપાળના વખતમાં થયેલા શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના અષ્ટાધ્યાયીમાં જુની ગુજરાતીની ગાથાઓ વિદ્યમાન છે. સં. ૧૩૫૦માં થઈ ગયેલા વઢવાણના શ્રી મેરૂતુંગાચાર્ય રચેલા પ્રબંધ ચિન્તામણિમાં તેમ જ વિક્રમ સંવતના ૧૪ મું શતકમાં રત્નસિંહસૂરિના એક શિષ્ય લખેલા ઉપદેશમાળા નામના ગ્રંથમાં આપેલી છીપાઓની ભાષા ઉપરથી પ્રાચીન ગુજરાતી ભાષાના ઉત્પાદક તરીકેનું ગૌરવ જૈનદર્શન ધરાવે છે. પદ્મ પુરાણમાં જૈનદર્શનનું પુરાતનપણું પુષ્ટ કરનારી એક એવી કથા છે કે એક વખત દેવ અને દાનવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમાં અસુરેની છત થવા લાગી, તે જોઈ દેવોના રાજા ઈંદ્ર અસુરના ગુરુ શુક્રાચાર્યની તપશ્ચર્યા ભ્રષ્ટ કરવા તેની પાસે એક અપ્સરા મોકલી. તેને જોઈ શુક્રાચાર્ય મહ પામ્યા. એ અવસર જોઈ દેવતાના ગુરુ બૃહસ્પતિએ શુક્રાચાર્યની મતિ વધારે ભ્રષ્ટ કરવા તેને જૈન ધર્મને ઉપદેશ આપે. જો કે પૌરાણિક કથાકાએ તે જેનદર્શન તરફ તિરસ્કાર બુદ્ધિ ઉપન્ન કરવા માટે આ પ્રયાસ કર્યો હશે. પરંતુ તે ઉપરથી જૈન દર્શનની પ્રાચીનતા ઠીક પુરવાર થાય છે. યજુર્વેદમાં જેનના દેવ સંબંધી અનેક સ્થળે ઉલ્લેખ છે, તે પૈકી
ડુંક અવતરણ આપવાની લાલચ રોકી શકાતી નથી. યજુર્વેદના ૨૫ મા અધ્યાયના ૧૯ મા મંત્રમાં લખ્યું છે કે
ॐ नमोऽहतो ऋषभो ॐ ऋषभं पवित्रं पुरुहत मदपरं यज्ञेषु नग्नं परमं माहसं स्तुतंपारं शत्रुजयं ते पशुरिंद्रमाहुरिति स्वाहा ।
વળી ઋષભપ્રભુ અને અરિષ્ટનેમિની સ્તુતિ પણ તે જ ગ્રંથમાં જોવામાં આવે છે. ઋગવેદ જે હિંદને સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે તેના વર્ગ ૧૬ અધ્યાય ૬ ના પ્રથમ અષ્ટકમાં જૈનોના બાવીશમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિનું નામ દષ્ટિગોચર થાય છે.
પશુઓના યજ્ઞયાગાદિમાં જ્યારે આર્ય જનતા વિશેષ અનુરક્ત થઈ હતી, ત્યારે “અહિંસા પરમો ધર્મ ને મુખ્ય ફેલાવો કરી લગભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org