________________
||
૯ ]
જૈન દર્શન-તુલનાત્મક દૃષ્ટિએ ૨૪૫૦ વર્ષ પૂર્વે શ્રી મહાવીરે જૈનદર્શનનું પુનર્જીવન કર્યું અને આર્ય જનતાને દયાધર્મ શીખવ્યો. તેમની પહેલાં અનેક વર્ષોના અંતરે ૨૩ તીર્થ કરે અનુક્રમે થઈ ગયા હતા. સૌએ પિતા પોતાના સમયમાં આર્ય જનતાને ઉચિત આત્મવાદ તરફ દષ્ટિ રાખી ક્રિયાકાંડમાં ફેરફાર કર્યો હતો અને તત્ત્વજ્ઞાન અવિચ્છિન્ન રાખ્યું હતું. ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના વખતમાં ચાર મહાવતા હતા. એટલે કે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એક જ ગણાતા હતા. તે મહાવીર પ્રભુએ ભવિષ્યકાળનું લેકસ્વરૂપ જાણીને જુદા પાડ્યા હતા–આ રીતે જૈન દર્શન પોતે અનાદિ હોવાને દાવ ધરાવે છે.
સૃષ્ટિની ઉત્પત્તિક્રમ (Law of Creation)માં જૈન દર્શન એવી દલીલ રજુ કરે છે કે ઈશ્વરને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું પ્રયોજન શું ? કયા
ક્યા સાધનો વડે ઉત્પન્ન કરી ? ઇશ્વરને પણ ઉત્પન્ન કરનાર કોને કહ્યું? વળી સૃષ્ટિ ઉત્પન્ન કરવી અને પછીથી વિનાશ કરવો-એ બંને કાર્યોથી ઉપાદક અને ઉપને લાભાલાભ શું ? વગેરે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતાં અનવસ્થા દેવને પ્રસંગ આવે છે. સૃષ્ટિકર્તા તરીકે ઈશ્વરને નહિ માનવા વડે પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્રને વાસ્તવિક રીતે અમુક અપેક્ષાએ કોઈપણ કબુલ કરતું હોય તો તે જૈન દર્શન છે; કેમકે જેમ સમુદ્રના પાણીમાંથી વરાળ થઈને વાદળાં થાય છે તે જ વાદળાં ગળી જઈ પાછા સમુદ્રમાં પાણીરૂપે પડે છે. બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ થયા કરે છે, પરમાણુમાંથી વસ્તુઓ અને તે જ વસ્તુઓના વિનાશ એ પરમાણુ-એવી રીતે ઘટમાળ ચાલ્યા કરે છે, ત્યાં ઈશ્વરને કર્તા તરીકે વચ્ચે મુકવાનું શું પ્રયોજન હશે ? તે ક૯પી શકાતું નથી. તેમ જ આત્માવડે કરાયેલા શુભ કે અશુભ કર્મ આત્માએ કરેલાં સારાં કે નરસાં ભોજનની પેઠે સારું કે નરસું ફળ આપે છે, તેમાં બુદ્ધિપૂર્વક ઊંડી તપાસ કરતાં કર્તા તરીકે ઈશ્વરની જરૂર સંભવતી નથી.
વૈશેષિક દર્શન જ્યારે શબ્દને આકાશને ગુણ માને છે ત્યારે જૈન દર્શન–૪: વૌટૂળત્રિ -એ સૂત્ર પિતાના મૂળ સિદ્ધાંતમાં સંગ્રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org