________________
ઉપસંહાર
[૮૫] સવારમાં ઘણું વહેલાં નદી કે સમુદ્રતીરે સ્નાન કરવા જતા–ભક્તિ ભાર્ગાવલંબી પુરૂષ અને સ્ત્રીઓના બાહ્ય સ્વરૂપની બારીકીઓ તપાસતાં અતિ તુચ્છ અને સામાન્યથી પણ સામાન્ય પ્રક્રિયા અનુભવવામાં આવશે. વળી તેવા જ ઇતર દર્શનના ભક્તો, લીલાનું અનુકરણ કરતાં કેવી શોચનીય સ્થિતિમાં આવી પડેલા છે અને પડે છે તે જરા વધારે ઊંડુ નિરીક્ષણ કરતાં ખબર પડશે. કહેવાતા સાધુઓ કે જેઓ કાંચન અને કામિનીના સંગથી જુદા નથી, તે કઈ રીતે ભક્તજનોને નિઃસ્પૃહી બનાવી શકે ? વળી કઇ અમુક દર્શનીઓના સાધુઓ એવા છે કે જેઓ પરિગ્રહરહિતપણે વિચરે છે, છતાં તેઓનું અંતરંગ સ્વરૂપ હિંસાદિવાળું હોવાથી હિંસાનું વાસ્તવિક સ્વરૂપ સ્વાનુભવગમ્ય નહીં હોવાથી, હાથી વગેરેના માંસથી પિોતાની જીવનવૃત્તિને સદોષ બનાવે છે. અને એ રીતે બહિરંગ સ્વરૂપ શુદ્ધ અને સાત્વિક હાય નહિ તેમાં આશ્ચર્ય જેવું કશું જ નથી. જે જે દર્શનના નેતાઓ જેટલા પ્રમાણમાં શુદ્ધ આચરણવાળા, સત્ય માર્ગને અનુસરનારા, વાસ્તવિક સાધ્યનું અવલંબન કરનારા હોય છે તેટલા પ્રમાણમાં તેમના અનુયાયી વર્ગ સત્યમાર્ગમાં ટકી રહેલું હોય છે. જેના દર્શનમાં મહાત્માની પ્રતિમા કે જેના ઉપર ધર્મનું જ મોટે ભાગે અવલંબન રહેલું છે તે કેવી સૌમ્ય આકૃતિવાળી અને નિરીક્ષકના હૃદયને ઉલ્લભાયમાન કરનારી છે ! જ્યારે અન્ય દર્શનેમાં કહેવાતા મહાત્માઓની પ્રતિમાઓ ઈતર આકૃતિવાળી દેખાય છે, કે જે વડે તેનું સેવન કરનારા હૃદયમાં તેવા જ ઈતર ભાવને મુદ્રિત કરાવે છે કે જે ન્યાયની કેટિમાં આવી શકતા નથી.
દેવ, ગુરુ અને ધર્મ એ મુક્તિનાં બાહ્ય અંગરૂપ હોવાથી તે બાહ્ય અંગ ન્યાય કષ્ટયા તદ્દન શુદ્ધ અને નિર્મળ હોવાં જોઈએ. જૈન દર્શન નના આ બાહ્ય અંગમાં કોઈપણ જાતિના દૂષણનો આક્ષેપ આવી શકતા નથી એ તત્રકથિત સ્વરૂપથી અનેક પ્રકારે દષ્ટિગોચર થાય છે. અન્ય દર્શનેના આ ત્રણ બહિરંગોમાં આકૃતિ, રવભાવ, ગુણદોષ, પરીક્ષા, પરિસ્થિતિ, રહેણું કરણી વગેરે તપાસ કરતાં સદોષ અને સત્ય માર્ગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org