SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪] જૈન દર્શન મીમાંસા ઉપસંહાર પ્રિય વાચકગણ! જૈન દર્શનના ચારે અનુયોગોનું સ્વરૂપ સંક્ષિપ્તપણે પૂર્ણ કરવામાં આવેલું છે. અવાંતર જૈનેતર દર્શનના સિધ્ધાંતોની સરખામણી ક્રમશઃ થયેલી છે. જૈન દર્શન કે જેમાં અનંત પ્રાણી પદાર્થોનું જ્ઞાન સમાયેલું છે, તેને ટુંકમાં કહી બતાવવું એ માત્ર મહાસાગરમાંથી એક બિંદુ પૃથ્વી ઉપર મૂકવા બરાબર છે. સંક્ષિપ્ત પણે દર્શાવતાં અનેક પ્રકારે વસ્તુસંકલન અપૂર્ણ રહેલી હશે, એટલું જ નહીં પરંતુ સ્થૂલ સૂમ રહ નું આવાહન પણ નહીં થયું હોય; તેમ જ વસ્તુતત્વની પ્રરૂપણ ઉલટી રીતે બનેલી હોય ! આ સર્વને માટે મિથ્યાદુકૃત દઈ ઉપસંહાર કરતાં જૈન દર્શનને અંગે તેની જનસમૂહમાં સર્વ સામાન્ય પરિસ્થિતિ પરત્વે બે બેલ લખવામાં આવે છે તે અપ્રાસંગિક નહીં જ ગણાય. જૈન દર્શનના બાહ્ય અને અંતરંગ સ્વરૂપને વિવેક કરતાં તેનું અખિલ અંગ અખંડ બને છે. બાહ્ય સ્વરૂપ કે જેને પ્રાકૃત પ્રાણીઓ તત્કાળ ગ્રહણ કરી શકે છે, તે પણ એવી સુંદર મર્યાદામાં સંકલિત થયેલું છે કે, તે અન્ય દર્શનના બાહ્ય સ્વરૂપને લૌકિક કટિમાં મૂકી, તેનાથી અતીત થઇ–લેકેત્તર કટિમાં સ્વયમેવ પ્રવેશ કરે છે. દષ્ટાંત તરીકે શ્રાવક અને મુનિઓને આચાર કે જે જૈન દર્શનનું બહિરંગ સ્વરૂપ છે, તેનું પૃથક્કરણ કરીએ ત્યારે એક શ્રાવકને આખો દિવસ કેવી સુંદર ભાવનામાં વ્યતીત થવો જોઈએ અને મુનિને આખો દિવસ કેવી સુંદર ક્રિયાઓમાં પ્રવૃત્તિ પામી નિવૃત્ત થવો જોઈએ, તે ગ્રંથમાં વિસ્તાર પુર:સર દર્શાવાયેલું છે. એક શ્રાવક તરીકે હિંસાથી સ્થૂળ પ્રમાણમાં નિવૃત્ત થવું, અસત્ય તજી વાસ્તવિક સત્યને અંગીકાર કરવો, રાત્રિ ભોજનથી વિરમવું, મધ અને માખણ આદિ અભક્ષ્યથી દૂર રહેવું–વગેરે શ્રાવકની પ્રવૃત્તિઓ તપાસતાં અન્ય દર્શનના બાહ્ય સ્વરૂપથી પણ અનેક દરજે ઉત્કૃષ્ટપણે વર્તે છે. અધિક માસની અંદર અમુક દર્શનના અનુયાયીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy