________________
[૮૨]
જૈન દર્શન મીમાંસા
“ કષાય અને ઇંદ્રિયથી જીતાયેલા આત્મા તે જ સંસાર છે અને તેમને આત્મા છતે ત્યારે પંડિતે તેને મેક્ષ કહે છે. ’’
64
અત્ર એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સિદ્ધના વેને, આ સંસારમાં સુંદર સ્ત્રીએ સાથે રમણ કરવાથી ઉત્પન્ન થતે। આનંદ તેમ જ સ્વાદિષ્ટ અને ઉત્તમ ભેાના આરેાગવાથી ઉદ્ભવતા આનંદ નથી જ; તે મુક્તિ નિવાસ કરતાં અહિં સુખ લાગે છે. ત્યાં ભાગવટા વગરની શૂન્ય અવસ્થા છે. પરંતુ પુદ્ગલાનદી પ્રાણીઓને આ અજ્ઞાનમૂલક પ્રશ્ન છે— એમ કહેવા સાથે સમાધાન કરવામાં આવે છે કે એક પ્રાણી કટારામાં રહેલા દુધપાક ગળાં સુધી ખાય છે, હવે શું તે વધારે ખાવાની ઈચ્છા કરે તે ખાઈ શકે ખરો કે ? સ્ત્રી સચેાગના સુખને અતે વિષય કવેશ કટુ લાગે છે! આ પ્રકારે આ સંસારી પ્રાણીઓને પૂર્વ સંસ્કાર નિત અનેક પ્રકારે ખરજ ઉત્પન્ન થાય છે, અને તેને ચેાગ્ય વા અયેાગ્ય પ્રકારે દૂર કરવાની કાશીશ કરે છે. જે જે પ્રકારની ખરજ ઉદ્ભવે છે તેની શાંતિ પછી તે ખરજને શાંત કરનારી વસ્તુના વ્યાપાર ઝેર જેવા લાગે છે. શરીર ઉપર ખુજલી થાય છે તે વખતે ખરજ પ્રકટે છે; પછી તે ખરજને શાંત કરવાને ખણવાથી ફાલ્લાઓ ઉપસે છે જેથી તે ખણુવાના સુખ કરતાં અનેકગણું દુ:ખ ઉત્પન્ન થાય છે. પુદ્ગલિક પદાર્થોથી થતાં સુખની આ સ્થિતિ છે. જે સુખને પરિણામે દુ:ખ રહેલુ છે તેને શાસ્ત્રકાર 'સુખ જ કહેતા નથી. સિદ્ધના જીવાને ક્ષુધા તથા વિષયાદિ ખરજની ઉત્પત્તિનું બીજ દગ્ધ થયેલ હોવાથી તે ખરજની શાંતિના ઉપાયે ચેાજવાની તેમને જરૂર હેાતી નથી. તે ખરેખરા સુખમાં રહેલા છે. જ્ઞાનાનંદમાં મગ્ન થઇ એક સમયમાં જગતના ત્રૈકાલિક ભાવેાને સામાન્ય-વિશેષ ઉપયોગપણે જાણ્યા કરે છે. ઉપાધિ રહિત જીવન હાઈ નિરાબાધપણામાં સ્થિત છે. સમગ્ર વિશ્વમાં કાઇ પણ પદાર્થ સંકલના એમનાથી ગુપ્ત નથી. શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે તેથી ઉલટુ આ સિદ્ધ જીવે તે પુન: અવતાર લેવાને અભાવ સ્થાપિત થયેલા છે. કેમકે શ્રી કૃષ્ણુ કહે છે કે :
""
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org