________________
[ પ ]
જૈન દર્શન મીમાંસા
લાગુ પડે છે. ભાવનિક્ષેપ સત્ય હોય તો બાકીના ત્રણ નિક્ષેપની સફળતા છે, અન્યથા તે ત્રણ નિક્ષેપો નિષ્ફળ છે.
નામ જિન:-જિન શબદથી આવાહન થતા દરેક પ્રાણી પદાર્થ તે નામ જિન કહેવાય છે.
સ્થાપના જિન-જિન નામથી અંકિત કોઈ પ્રાણીની છબીનું સ્થાપન તે સ્થાપના જિન (આ અસભૂત સ્થાપના છે). જિનેશ્વર પ્રભુની મૂર્તિ અથવા છબીનું સ્થાપન તે સભૂત સ્થાપના છે. જિનેશ્વર પ્રભુની પ્રતિમા–પ્રભુના અદ્ભુત ગુણોની પ્રતીતિ કરાવવા સમર્થ હોવાથી સ્થાપના અવશ્ય આરાધવા ગ્ય છે. સ્થાપના નિક્ષેપ કેવું કાર્ય બજાવે છે તે નીચેના દષ્ટાંત ઉપરથી સહજ સમજાશે.
એક જંગબારી જંગલી પ્રાણી હતું. તેણે “ગાય” કદાપિ જોઈ નહતી. તેમ જ “ગાય” એ શું વસ્તુ છે, તેની માહિતી પણ તેને નહોતી. તે એક વખત હિન્દુસ્તાનમાં આવ્યો અને એક મકાનમાં ગાયની પાષાણનિર્મિત મૂર્તિ જોઈ. તેણે વિચાર કર્યો કે આ બાળકને ક્રીડા કરવાનું રમકડું છે કે બેસવાનું આસન છે? મારાથી કઈ સમજી શકાતું નથી, માટે આ ઘરના માલીકને પૂછી જોઉં તે ખાતરી થાય. આવા પ્રકારે મન સાથે વિચાર કર્યો. ત્યાં તેને હિન્દુસ્તાનમાં મિત્ર તરીકે આમંત્રણ કરનાર તે ગૃહપતિ આવ્યું. તેને તે જંગબારી મનુષ્ય પૂછ્યું, “આ શું છે?” તે માલીકે કહ્યું આવા પ્રકારનું ગાય નામનું પ્રાણી અહીં હિન્દુસ્તાનમાં છે, તેને બે શીંગડાં, ચાર પગ અને ચાર આંચળ અને એક પુચ્છ હોય છે. આવા પ્રકારની તેની આકૃતિ હોય છે. આ પ્રત્યક્ષ દેખાતા તેના ચાર આંચળને આવી રીતે દેહવાથી તેમાંથી દૂધ નીકળે છે. તે દૂધ પીવાથી આપણી જઠરાગ્નિ તૃપ્ત થાય છે, અને સુધાની શાંતિ થાય છે આવું સાંભળી તે પ્રાણીને વિસ્મય થયો અને પેલા ગૃહસ્થનું કહેલું બરાબર ધ્યાનમાં રાખ્યું. એક વખત હિન્દુસ્તાનની મુસાફરી કરતાં રણ વચ્ચે ભૂલો પડવો. સાથે લાવેલા જળ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org