SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણકરણાનુગ [ ૭૭] ગૃહસ્થ દેશવિરતિના અધિકારી છે. અને નિરારંભી મુનિઓ સર્વ વિરતિના અધિકારીઓ છે. દેશ વિરતિધર શ્રાવકોને બારવ્રત ગ્રહણ કરવાના હોય છે. સ્થૂલ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, પરસ્ત્રીગમન– વિરમણ, પરિગ્રહ-દિમ્ પરિમાણ, ભોગપભોગ–અનર્થદંડવિરમણ, સામાયિક, પૌષધ, અને અતિથિ વિભાગ. વીશવિધા દયાનું પાલન સાધુઓને માટે ગણતાં ગૃહસ્થના અધિકારમાં ઓછામાં ઓછી સવાવિધા દયા આવી શકે છે. તે દયાનું પાલન કે જે વડે નિરપરાધી, સ્થૂલ પ્રાણીઓની, નિરપેક્ષવૃત્તિથી અને સંકલ્પથી હિંસા નહીં કરું, એવું વ્રત લેવાથી થઈ શકે છે. હિંસા પણ બે પ્રકારની છે. દ્રવ્ય અને ભાવ. રાગદ્વેષના પરિણામવડે ભાવહિંસા અને તજજન્ય પ્રાણિવધાદિ વડે દ્રવ્યહિંસા ગણાય છે તેના હેતુ, સ્વરૂપ, અનુબંધાદિ અનેક ભાંગાઓ છે. ત્યારપછી મન, વચન, કાયા વડે, સ્થૂલતાથી જૂઠું બોલવું નહીં અથવા જૂઠું કાર્ય કરવું નહીં, અદત્ત વસ્તુને ગ્રહણ કરવી નહી, પરસ્ત્રી ગમનથી દૂર રહી સ્વદારા સંતોષ ધારણ કરે, ધન ધાન્યાદિ નવવિધ પરિગ્રહનું માપ કરી સંતોષવૃત્તિ રાખવી, દિશાઓમાં જવાને અમુક હદ સુધી નિયમ કરો, અભક્ષ્ય તથા અનંતાયાદિ વગેરેથી તથા અપેય પાનથી અને કર્માદાન વ્યાપારથી દૂર રહેવું, વિકથાઓ વગેરેથી થતા અનર્થદંડથી વિરમવું, સામાયિક, પિષધ, અને અતિથિ વિભાગ, સાધર્મિવાત્સલ્ય વગેરે શુભ અનુજાતેમાં આદર કરે; આ સર્વ બારવો અનુક્રમે ગૃહસ્થને ગ્ય છે. આ બાર તેને વિસ્તાર ઘણો જ છે. દરેક વ્રતને માટે ભંગાભંગરૂપ અતિચારે છે. જે દર્શાવતાં વિષય વિસ્તૃત થાય તેમ છે. સાધુજનોની ગગનાના મુકાબલામાં ગૃહસ્થને અધિકાર ઘણે અલ્પ હોવાથી તેને પંડિત જનોએ મલિનારંભ” કહેલાં છે સાધુજને કે જેમણે આરંભ માત્રને ત્યજી દીધેલા છે તેઓ “નિરારંભી' તરીકે મશહૂર થયેલા છે. સાધુજનને અધિકાર રૂપે પરિપાલનને માટે ચરણસિત્તરી અને કરણસિત્તરી નીચેની ગાથાઓ વડે પ્રદર્શિત થયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy