________________
*
*
*
*
*
પ
મ
ર
પ
ક
[ ૭૪ ]
જૈન દર્શન મીમાંસા ચરણકરણાનુયોગ : જૈન દર્શનનું તૃતીય રત્ન જેને “ચારિત્ર” શબ્દથી ઓળખાવવામાં આવે છે તે પ્રસ્તુત ચરણકરણાનુગ છે. શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચક જેને-જ્ઞાનચક્ર વિરતિ રૂપે સૂત્રમાં ગુંથે છે, નીતિકાર જેને નૈ તકબળ અથવા વિચારેવડે ઉત્પન્ન થયેલું સદ્વર્તન તરીકે જાહેર કરે છે, માનસશાસ્ત્રીઓ જેને પુરૂષના હૃદય તરીકે ગણના કરે છે, શાસ્ત્રોપદેશકે જેને દર્શનમેહનીયના વિનાશથી સમ્યજ્ઞાન ઉત્પન્ન થયેલું છે, એવા પુરૂષો દ્વારા આલંબનીય માને છે અને અધ્યાત્મજ્ઞાનીઓ જેને જ્ઞાન દર્શનની રમણતા રૂપે સ્થાપન કરે છે–તે આ જે દર્શનનો ચતુર્થ અનુયોગ છે.
એક મહાપુરૂષ બુદ્ધિ અને હૃદયની સત્તાનું પૃથક્કરણ કરતાં કહે છે કે–બુધ્ધિબળ કરતાં હૃદયબળ હજારગણે દરજજે ઉચ્ચતા ધરાવે છે. બુદ્ધિબળના સાયુજ્યને પામેલે પણ હૃદયસત્તાથી શૂન્ય પ્રાણી ગાંડા માણસના હાથમાં આપેલી તરવારની પેઠે અવ્યવસ્થિત છે. જેવા વિચાર તેવા આચાર એ સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિદ્વારા સમક્યારિત્રની પરિપલન કરવારૂપે વાસ્તવિકતા પ્રકટ કરે છે, આ ઉપરથી સ્વતઃસિધ થઈ શકે છે કે ચરણકરણાનુગ એ સમચારિત્ર હોઈ અખિલ જેના દર્શનનું હૃદય છે. હૃદયબળ પ્રાપ્ત કર્યા સિવાય પુરુષ મહાપુરુષ થઈ શકતો નથી. દ્રવ્યાનુયોગનું માત્ર અવલંબન કરનારા જેને ચરણકરણનુગ એ ક્રિયાકાંડ હોઈ શુષ્ક લાગે છે અને કષ્ટસાધ્ય કાર્ય તરીકે ગણી પ્રવૃત્તિમાં પોતાની અશક્તિ જાહેર કરે છે; તેવા શુષ્ક જ્ઞાનીઓએ સમજવું જોઈએ કે આ ચરણ સિત્તરી અને કરણ સિત્તરી રૂપ જેને ચારિત્ર એ આત્માની અત્યંત નિર્મળ વિશુદ્ધિ કરનાર છે. દ્રવ્યાનુયોગનું જ્ઞાન એ આત્યંતિક વિશુધિને સજાવનાર અનંતર સાધન છે. પરંતુ સાધ્યની પ્રાપ્તિ સાધના Practical ઉપયોગ વગર નિરર્થક અને નિષ્ફળ છે. પ્રસ્તુત ચારિત્ર બે પ્રકારનું છે,
(૧) દેશ વિરતિ (૨) સર્વ વિરતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org