________________
-
-
-
-
-
જૈન દશન-તુલનાત્મક દષ્ટિએ * - [ ૧૦૭] સાંખ્ય દર્શનમાં અનેક આત્માઓ પ્રત્યેક શરીરે ભિન્ન ભિન્ન માનેલા છે. તેમનાં મૂળ તો (૨૫) છે. તેમાં (૫) જ્ઞાનેન્દ્રિય, (૫) કર્મે કિય, (૫) ભૂત, (૬) તન્માત્ર, તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર–આ વીશ તથી ભિન્ન એવો આભ, અકર્તા તથા અભોક્તા માને છે. પ્રકૃતિના વિકારરૂપ જગત છે. આ પ્રમાણે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્મા ફ્લેશથી મુક્ત થાય છે. જગતને કર્તા કઈ નથી, આત્માને કર્મબંધ થતું નથી એમ કહેલું છે. જૈન દર્શનમાં નિશ્ચયનયની દષ્ટિએ આત્માને કર્મબંધ મને નથી. આ રીતે જ્યાં જ્યાં આત્માની સત્તાનું વર્ણન આવે છે ત્યાં ત્યાં સાંખ્ય દર્શનના વિચારે જૈન દર્શનને મળતા છે. યોગ અથવા તૈયાયિક દર્શનવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન-એમ નવ તને માને છે. ઈશ્વરને જગતકર્તા માને છે તેમ જ સ્વાભાવિક વિચારધારા મનને શાંત કરી આત્મ કલેશ કર્યાદિથી છુટો થઈ શકે છે–વગેરે માને છે. જૈન દર્શનના વ્યવહારનયની માન્યતાને આ હકીકત અનુકૂળ હોવાથી સાંખ્ય તથા વેગ દર્શનેને જિનેશ્વરરૂપ પુરુષના પગરૂપ અવયવ કયા છે. બૌદ્ધદર્શન તથા મીમાંસક દર્શનને જિનેશ્વરના બે હાથ ક૯યા છે. બૌદ્ધમતમાં આત્માને ક્ષણિક માને છે, જેના દર્શને પર્યાયરૂપે આત્માને અનિત્ય માને છે. એટલે કે પર્યાયાસ્તિક નથની અપેક્ષા ગ્રહણ કરીને પર્યાયને ફેરફાર મૂળના ફેરફારરૂપે બૌદ્ધ દર્શને માન્યો છે. આ રીતે પર્યાયાર્થિક નયની અપેક્ષાથી બૌદ્ધ દર્શન જૈન દર્શનને મળતું આવે છે.
મીમાંસકે આથી વિપરીત અર્થમાં એક જ આત્મા માને છે. તેમ જ વિશિષ્ટાદ્વૈત જે તેમને એક વિભાગ છે, તે પણ આમા એક છે, સર્વગત છે, નિત્ય છે, અબંધ છે–એમ માને છે. હવે જૈન દર્શન માને છે કે નિશ્ચય નયે આત્માનો બંધ થતા નથી. સર્વ આત્માની સત્તા એકસરખી હોવાથી એક જ છે. આ રીતે વ્યવહાર નયાપેક્ષક, બેહ દર્શનની અને નિશ્વય ન્યાપક્ષક મીમાંસક દર્શનની માન્યતાઓ ઈ-જિનેશ્વરરૂપ પુરુષના તે બે હાથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org