________________
[૩૪].
* અભિપ્રાય-દશન શ્રી ફતેહગંદભાઈએ પિતાના દીર્ધ જીવનમાં જે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ આદરી છે તે ઉપરથી જ તેમના આત્માનાં સામર્થ્યને આપણને પરચે મળે છે. તેમને આત્મા બળવાન છે. નાગચમ્ નામા વને ઢતે—એ સૂત્ર તેમણે જીવનમાં બરાબર વણી લીધું છે.
શ્રી ફતેહચંદભાઈને શૈશવકાળથી જ કુટુંબમત સુસંસ્કાર વારસામાં મળેલાં છે. અને જે વારસામાં મળ્યું તેને કેવળ જતનપૂર્વક જાળવી રાખ્યું નથી પણ ઉત્તરોત્તર તેમાં વૃદ્ધિ કરી છે. તેમને ગૃહસ્થાવાસમાં રહેલે આત્મા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી વાસિત થયેલું છે. તેમનાં હૃદયમાં જાણે એક જ ઇચ્છા બાકી રહેલી છે.
ઈચ્છા સર્વાત્મભાને રમણ કરવા વિશ્વબંધુત્વ ભાવે.” તેમની આ ભાવના પૂર્ણ થાય અને તેઓ આત્માના વિકાસક્રમની એક પછી એક કેડીઓ સર કરવા આરોગ્યમય દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરે – એ જ અભ્યર્થના. વડોદરા
શ્રી નાગકુમાર મકાતી ફાલ્ગન વદી ૧
(B. A., LL. B. ) તા. ૨૨-૩-૬૨
(૧૧)
આજથી પચાસ વર્ષ પૂર્વે આત્માનંદ પ્રકાશના પુસ્તક આઠમામાં જૈનદર્શનના ચાર અનુગ-દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ, કથાનુગ, અને ચરણકરણાનુયેગને લગતી ક્રમસર પ્રકાશિત કરેલી લેખમાળા “જૈનદર્શનની મીમાંસા એ નામે ટૂંક સમયમાં પુસ્તકરૂપે પ્રકાશિત થનાર છે તે જાણી અત્યંત આનંદ અનુભવું છું. આખીયે લેખમાળા હું અત્યંત રસપૂર્વક સાવંત વાંચી ગયો છું અને તે વાંચી ગયા પછી પણ ભાષ્ય સહિત શ્રી ઉમાસ્વામિજીનું તત્વાર્થસૂત્ર જાણે ગુજરાતીમાં વાંચી ગયો હોઉં તેવું મને ખરેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org