________________
અભિપ્રાય-દર્શન
[ ૪૩] ઝડપી લીધી છે, અને વધુ ને વધુ જ્ઞાન-સંપાદન કરી જીવનમાં તે પચાવ્યું પણ છે
એક અભ્યાસી તરીકે તેઓશ્રીને સફળતા મળી છે તેમ સાધક તરીકે પણ તેઓશ્રી એટલા જ સફળ નિવડ્યા છે. ભાવનગરમાં તેઓશ્રીના જાહેર જીવનની શરૂઆત થઈ શ્રી આત્માનંદ સભા, સામાયિક શાળા, જૈન કન્યાશાળા આદિ સંસ્થાઓમાં સતત સેવા આપી સંસ્થાઓના વિકાસમાં સુંદર ફાળો નોંધાવ્યો અને વ્યાપાર અર્થે મુંબઈ જઈને પણ તેઓશ્રીએ ભાવનગરને દીપાવ્યું છે. આત્માનંદ સભાના ઉપપ્રમુખપદે રહીને, સભાના સાહિત્ય પ્રકાશન અને પેટ્રન આદિ સભ્યોની વૃદ્ધિ કરવામાં તેઓશ્રીનો ફાળો ખરેખર નોંધપાત્ર છે, તેમ જ મુંબઈની ઘણી સંસ્થાઓમાં અગ્રસ્થાને રહીને તેઓ સુંદર સેવા આપી રહ્યા છે.
જ્યાં જ્યાં તત્વજ્ઞાન મેળવવાની તક હોય, ત્યાં ત્યાં મારા-તારાના ભેદભાવ વિના એક જિજ્ઞાસુને છાજે તેમ પહોંચી જવું અને બને તેટલું મેળવી લેવું. તેમ જ્યાં જ્યાં સેવાની તક હોય ત્યાં ત્યાં પિતાથી બને તેટલી સેવા આપવી એ એમને તટસ્થ ભાવનાનો ગુણ પણું એટલે જ નોંધપાત્ર છે. આચાર, વિચાર અને વર્તન આમ ત્રિવિધે તેઓશ્રી પોતાનું જીવન સફળ કરી રહ્યા છે
આજે સતેર વરસની વયે, એક યુવાનને પણ શરમાવે તેટલી સતત જાગૃતિ અને કર્તવ્યપરાયણવૃત્તિથી તેઓ જે વેગપૂર્વક જ્ઞાન અને સેવાના ક્ષેત્રે જે કંઈ કરી રહ્યા છે તે જોઈએ છીએ ત્યારે સહજભાવે ઓલી જવાય છે કે—
એક સાધક ચાલ્યો જાય,
ના રોકાય,
એક સાધક ચાલ્યા જાય. ભાવનગર, તા. ૧૯-૪-૬૨ ચૈત્ર સુદી પૂર્ણિમા,
હરિલાલ દેવચંદ હિ વિ. સં. ૨૦૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org