________________
P
[૪૦]
અભિપ્રાય-દર્શન મહાન પુરૂષાર્થ સેવ્યો છે જોઈએ એટલું જ નહિ પણ એક દર્શન શાસ્ત્રીનું સ્થાન શોભાવે તેવું આ કાર્ય જોતાં એમ જ લાગે છે કે પૂર્વે કેટલાએ ભવોની જ્ઞાનની આરાધના કરી હશે ત્યારેજ આવું ઉત્તમ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું હશે.
એમના પિતાશ્રી શ્રીયુત ઝવેરભાઈ આધ્યાત્મિક જ્ઞાનના ઝવેરી હતા. જ્ઞાન લેવાને અને દેવાનો તેમને વ્યવસાય જ થઈ પડ્યો હતો એના રમે રેમમાં જ્ઞાનની ઉપાસના ભરી હતી. મળસ્કે ચાર વાગ્યે ઊઠીને હંમેશાં જ્ઞાનની આરાધના કરતા. ત્યાર પછી પોતે ભણતા અને બીજાને સામાયિકમાં ભણાવતા. શ્રી ફતેહચંદભાઇને વારસામાં આ મૂડી તેઓ સુપરત કરતા ગયા. તેઓને વ્યાવહારિક વ્યવસાય તે જે કે કાપડને હતો છતાં જળકમળવત્ અલિપ્ત રહીને હરહંમેશ તેઓ જ્ઞાનની આરાધના કરતા જ રહ્યા છે. શ્રીયુત ફતેહચંદભાઈ દુકાને જતા હોય કે દુકાનેથી આવતા હોય, ગમે ત્યાં જતાં જુઓ પણ તેમના હાથમાં સરસ્વતી દેવીના પ્રતીક સમા એક બે પુસ્તકે અવશ્ય હોય જ.
શ્રી ફતેહચંદભાઈ અત્યારે સત્તોતેર વર્ષની વયના હોવા છતાં આટલી ઉમ્મરે પણ શીર્ષાસન વગેરે એમના આસને નિયમિત રીતે કરે છે. જુદી જુદી કસરતો કરે છે. અને ચાલે ત્યારે યુવાનોની પણ આગળ નીકળી જાય છે. તેમના મુખ ઉપર પુણ્યની પ્રતિભા પડે છે. તેમના દેહની કાંતિ, મુખારવિંદની માયાળુતા, અમી ભરેલી આંખે, સરળ સ્વભાવ, નાના મેટાના ભેદભાવ વગર સર્વની સાથે એકમેક થઈ જઈ સહુને પોતાના કરી લેવાની કળા, સમય આવ્યે સત્ય કહેવા છતાં મિષ્ટવચન અને પ્રેમથી સામાના દીલને જીતી લેવું, પરે પાર કરવાની તેમની તમન્ના, બીજાના કલ્યાણમાં પિતાનું કલ્યાણ સમજવું. આવા આવા અનેક ગુણોથી અલંકૃત એમને સ્વભાવ તેમના સંસર્ગમાં આવેલ સહુ કોઈને પરિચિત છે. - તેઓએ જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ કરી છે. શત્રુંજયગિરિરાજને સંઘ કાઢ્યો છે, અઢાઈ મહોત્સવ, શાંતિના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
ww