________________
શ્રીયુત ફતેહચંદભાઈની જીવન પરિમલ
જીવન અમારી સાથે કેટલીક કરડાઈથી વળ્યું છે એવી ફરિયાદ અમે ન કરી શકીએ; કેમકે એ અમારી રાજીખુશીનો સોદો હતો; અને એકંદર રીતે જોતાં જીવન અમારે માટે એટલું કરવું કે બૂરું નહોતું. ઘણીવાર જીવનની છેક છેવટની કોરે ઊભા રહેનારાઓ અને મોતથી ડરીને ન ચાલનારાઓ જ જીવનને આસ્વાદ લઈ શકે છે; અમે ગમે તેટલી ભૂલ કરી હશે પણ પામરતા, આંતરિક નામોશી અને કાયરતામાંથી અમે અમારી જાતને ઉગારી લીધી છે; એક વ્યક્તિ તરીકે એ કંઈક સિદ્ધિ છે; જીવન એ માણસની વહાલામાં વહાલી વસ્તુ છે અને તેને માત્ર એક જ વખત અમૂલ્ય જીવન જીવવાનું હોવાથી તેણે એવી રીતે જીવન જીવવું જોઇએ કે જેથી કાયર અને ક્ષુલ્લક ભૂતકાળની શરમથી તેને સંકોચાવું ન પડે; હેતુશન્ય રીતે વરસે એળે ગુમાવ્યા એવી લાગણીથી રીબાવું ન પડે અને મરતી વખતે કહી શકે કે મારું સમગ્ર જીવન અને સઘળું સામર્થ્ય આ દુનિયાના પ્રથમ દયેયને અર્થે—માનવ જાતની મુક્તિને અર્થે મેં ખરચ્યું છે.
–શ્રી જવાહરલાલ નેહરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org