________________
[૧૨]
જૈન દર્શન મીમાંસા ગને વિષય ઘણો જ સૂક્ષ્મ અને પ્રાકૃત પ્રાણીઓથી દીર્ઘકાલિક ક્ષેપશમવડે સમજાય તેવો છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ગુખ શ્રયં --- ગુણને આશ્રય આપનાર તે દ્રવ્ય–જેમકે પુષ્પ અને તેની સુગંધ, સાકર અને મીઠાશ, અગ્નિ અને ઉષ્ણુતા, કાળી માટી અને શ્યામતા વચ્ચે દ્રવ્યત્વ અને ગુણવ સંબંધ રહે છે. અહીં દ્રવ્ય શબ્દને અર્થ વસ્તુ
અથવા આંતર સ્વરૂપની બાહ્ય સ્થાપના રૂપ અર્થ નથી. પરંતુ ગુણવાળે હરેક કઈ પદાર્થ. જૈન દર્શનાનુસાર વિશ્વમાં છ દ્રવ્ય છે. તેમનાં નામ –
૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળ, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ જીવાસ્તિકાય.
આ જગત પદ્રવ્યમય છે તે ઉપરાંત કોઈ પણ પદાર્થ છે નહિં. આ પદ્ધોમાં જીવાસ્તિકાય સચેતન છે, બાકીના પાંચ દ્રવ્ય અચેતન (જડ) છે. અસ્તિકાય એટલે પ્રદેશોનો સમૂહ. જીવ અને પુદ્ગલેના પ્રદેશ સમૂહોને બાકીના ચાર દ્રવ્ય અનુગ્રહ-ઉપઘાત નિરંતર કર્યું જાય છે. આકાશાસ્તિકાય રૂપ ક્ષેત્રમાં પાંચ દ્રવ્યો રહેલા છે સર્વજ્ઞો આ પદ્ધોને યથાર્થ રીતે સર્જાશે જોઈ શકે છે. જીવાસ્તિકાય દ્રવ્ય અરૂપી (ચર્મ ચક્ષુ અગોચર) છે, છતાં શરીરને સંબધમાં ચૈતન્ય લક્ષણથી આપણે ઓળખી શકીએ છીએ. પુગલાસ્તિકાયને અનંત પરમાણુઓને સ્કંધ બન્યા પછી આપણે તેને પુગળ રૂપે ઓળખી શકીએ છીએ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્ય જીવો અને પુદ્ગલસ્ક ઉપર કારણ તરીકે અસર કરીને કાર્યો નીપજાવે છે. જેમ પાણીની અંદર રહેલા માછલાને ગતિ કરવાનું સામર્થ્ય છે પરંતુ જળરૂપ કારણ ન મળેલું હોય તે તેની ગતિ કુંઠિત થઈ જાય છે. તેમ આભદ્રવ્યમાં ગતિ કરવાની શક્તિ છે, પરંતુ ધર્માસ્તિકાયરૂપ કારણથી ગતિ પ્રયોગમાં આવી શકે છે. •
જેમ એક વટેમાર્ગુ ઘણુ મજલે કાપ્યા પછી વિશ્રાંતિ લેવા આતુર થયેલ હોય છે તેવામાં એક ઘટાદાર વૃક્ષને દેખવાથી તુરત જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org