________________
[૨૨]
જૈન દર્શન મીમાંસા સંસાર છે. પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી શરીર ઈદ્રિય વિગેરેની રચના થાય છે. અર્થાત અન્ય કેઈ કર્તા નિમિત્ત કારણ નથી.
ઉપરોક્ત પ્રકારે પ્રાણીઓને મુખ્ય ચાર કારણથી આઠ કર્મોને કર્મ બંધ થાય છે. કર્મની વ્યાખ્યા કરતાં કર્મગ્રંથકાર કહે છે કે, જીરૂ નાખ રૂળેિ તો મg H. મિથ્યાત્વ. અવ્રત, કષાય અને ચોગરૂપ હેતુઓથી જે આ માવડે કરાય તે કર્મ કહેવાય છે. આ ચાર ઉત્પાદક કારણ વિનાશ થાય તે કાર્યના વિનાશપણાથી આમા કર્મ રહિત થાય અને શાશ્વત સુખ પામી શકે. આ ચાર કારણો એ આત્માના જુદી જુદી અવસ્થાના રાગદ્વેષજન્ય મલિન પરિણામો છે. પ્રસ્તુત કર્મ આઠ પ્રકારે છે.
(૧) જ્ઞાનાવરણીય. (૨) દર્શનાવરણીય. (૩) મોહનીય. (૪) (૪) અંતરાય. (૫) નામ. (૬) ગોત્ર. (૭) વેદનીય. (૮) આયુષ્ય
પ્રથમના ચાર કર્મોને તદ્દન ક્ષય થાય ત્યારે કેવલ્ય પ્રાપ્તિ થાય છે. અને બાકીના ચારને સમૂલ વિનાશ થાય ત્યારે આ નિર્વાણપદ પામે છે. આદ્ય ચાર ઘાતિકર્મ અને અવાંતર ચાર અઘાતિકર્મ-એવા નામથી ઓળખવામાં આવે છે. જેમાં એક માણસે કાચ પારે ખાધા પછી તે પારે જડ હોવા છતાં, તે પ્રાણને શરીરને છિન્નભિન્ન કરી નાંખે છે, તેમ પૂર્વોક્ત નામવાળા કર્મો જડ હોવા છતાં આત્માના નિર્મળ પ્રદેશને અંધકારમાં વીંટાળી દે છે. કર્મની શક્તિ એ ચૈતન્ય જનિત શક્તિ નથી કિંતુ પૌગલિક સ્વભાવજનિત શક્તિ છે. આ આઠ કર્મોના જુદા જુદા સ્વરૂપની પર્યાલોચના કરતાં પ્રથમ જ્ઞાનાવરણીય કર્મોને આત્માને કેવી રીતે ઉપઘાત થાય છે તે તરફ દષ્ટિ કરીએ. જ્ઞાનાવરણીય કર્મ :
આત્મારૂપ દ્રવ્યને આશ્રીને શુદ્ધજ્ઞાન નામને ગુણ રહેલો છે તેને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એક મનુષ્યની આંખે પાટો બાંધવામાં આવે તે જેમ પદાર્થો જોઈ શકતા નથી, તેમ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org