________________
જૈન દર્શન-તુલનાત્મક દ્રષ્ટિએ *
[લ્પ ] જૈન દર્શન તરફના આ આક્ષેપનો પરિહાર કરતાં અમારે કહેવું જોઈએ કે પ્રસ્તુત આક્ષેપ કરનારાઓને જેન ઐતિહાસિક અવલોકનને પિતામાં અભાવ સૂચવે છે જેનદર્શન એક એવા સમર્થ આત્મબળવાળું દર્શન છે કે જે મનુષ્યને નિર્માલ્ય ન બનાવતાં તેને સ્વાવલંબન (Self-reliance) ને મુખ્ય સિદ્ધાંત શીખવે છે અને એ સાથે જ ક્ષત્રિય વીરને છાજે તેવી ક્ષમા રાખવાનું પણ સૂચવે છે. નવયુગના ઉત્પાદક મહાત્મા ગાંધીજી પણ પોતે કબુલ કરે છે કે – | મારું જીવન ઉ ચ થયું હોય, શાંતિ અને ક્ષમાશીલ થયું હોય તો તે શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી જાણેલા જૈન દર્શનનાં તરોને આભારી છે. આ ક્ષમા નબળાઈની નથી, કિન્તુ આત્મબળમાંથી પ્રકટેલી છે.” જૈન દર્શનનું સાહિત્ય એટલું બધું વિપુલ અને વિસ્તીર્ણ છે કે કેટલીક સંસ્થાઓ તરફથી અત્યાર સુધીમાં જે ગ્રંથ-સમૃદ્ધિ બહાર પાડવામાં આવી છે તે ઉપરથી તે કલ્પી શકાય છે. પાર્લાબ્યુદય કાવ્ય, યશસ્તિલક ચપુ વગેરે કાવ્ય ગ્રંથ; સમ્મતિ તર્ક, સ્યાદ્વાદ રત્નાકર, અનેકાંત જયપતાકા, પ્રમેય રત્નકેશ વગેરે ન્યાયગ્રંથ; ગબિન્દુ, યોગદષ્ટિ સમુચ્ચય વગેરે રોગ ગ્રંથ અને જ્ઞાનસાર, અધ્યાત્મસાર અને અધ્યાત્મ કલ્પદ્રુમ વગેરે આધ્યાત્મિક અનેક ગ્રંથ સમૃદ્ધિ મોજુદ છે. પાતંજલ યોગદશન ઉપર શ્રીમદ્દ યશોવિજયજીની ટીકા વગેરે-જૈન વિદ્વાનોની વ્યાપક દષ્ટિ સૂચવે છે
આનંદગિરિકૃત શંકરદિવિજયમાં જૈન દર્શનનાં તો અને માન્યતાને સંબંધમાં જૈનોને નાસ્તિક ઠરાવી અનેક ભૂલે કરવામાં આવી છે જેને વિસ્તાર કરવો એ અત્ર અપ્રસ્તુત છે. ભાગવતના પાંચમા સ્કંધમાં ઋષભદેવે દિગંબર બની જૈનધર્મની સંસ્થાપના કરી એવો ઉલ્લેખ છે, તેના ઉદાહરણને જોઈ અહંત નામના રાજાએ પાખંડ મતનો પ્રચાર કર્યો એમ જણાવ્યું છે. આ રીતે જે કે ભાગવત ઉપરથી જ સિદ્ધ થાય છે કે ઋષભદેવ જૈનધર્મના સંસ્થાપક હોવા જોઈએ; પરંતુ બીજી દષ્ટિએ તે તે ગ્રંથને પ્રણેતાઓએ કેટલી કેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org