________________
હોય છે, એમ છતાં એમના જીવનમાં સમ્યગ શ્રુતજ્ઞાનની આરાધનાનું અંગ પ્રધાન સ્થાને છે. આજ સુધીમાં પૂ. ગીતાર્થ ગુરુદેવની શુભ નિશ્રામાં જૈનદર્શનના અનેક ધર્મશાસ્ત્રોનો અભ્યાસની રીતે અભ્યાસ કર્યો છે. અને પોતાની મેળે પણ અનેક જૈન ગ્રન્થનું વાંચન ઉપરાંત ચિંતન મનન તેમણે કર્યું છે. ઘરમાં કે દુકાનમાં જ્યારે જ્યારે પાંચ મિનિટ, પંદર મિનિટ કે તેથી વધુ સમય મળે એટલે તુર્તા તેઓ ધાર્મિક વાંચનમાં જોડાઈ જાય, આ તેમની આદરણીય પ્રવૃત્તિ છે. જૈન ધર્મના પ્રત્યે ઉપરાંત જૈનેતર ધર્મના પ્રત્યેનું પણ તેમનું વાંચન પરિશીલન ઘણું સુંદર છે. એમણે વિદ્રોગ્ય સારી સંખ્યામાં ગ્રંથની પ્રસ્તાવનામાં તેમ જ લેખે લખેલા છે. જ કેટલાક મહાનુભાવોને શાસ્ત્રવાંચનને અભ્યાસ ઘણો સારો હોય છે, પણ પિતે જે વાંચેલું હોય તેની તારવણીરૂપે લખવાને અભ્યાસ નથી હતો. આપણે ફતેહચંદભાઇને તો શાસ્ત્રાભ્યાસ અને તેના ચિંતન મનન ઉપરાંત પોતાને જે બોધ પ્રાપ્ત થયેલ છે તેની તારવણરૂપે સરળ ભાષામાં લખવાનો અભ્યાસ પણ સારે છે. જેના પરિણામે જ પાંચ સુંદર લેખોના સંગ્રહરૂપ આ પુસ્તક પ્રગટ થયું છે. માસિક-પાક્ષિક અથવા સાપ્તાહિક પત્રોમાં ફતેહચંદભાઈને લેખની પ્રસાદી ઘણીવાર સમાજને વાંચવા મળે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ, જગશુરૂ શ્રી વિજયહીરસૂરિ મહારાજ, મહાપ્રભાવક તપગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિ મહારાજ, મહોપાધ્યાય વાચક શિરોમણિ શ્રી યશોવિજય મહારાજ, વગેરે પ્રાચીન આચાર્ય ભગવંતના જીવન ચરિત્રે સંક્ષેપમાં લખીને તૈયાર કરેલા તેમ જ બીજી અનેક લેખ સામગ્રી આજે પણ ફતેહચંદભાઈ પાસે હાજર છે–એ તેમની લેખનકળાના અભ્યાસની પ્રતીતિ છે.
આ ઉપરાંત ફતેહચંદભાઈ વિશાલ સભામાં સારી રીતે બેલી પણ શકે છે. મુંબઈની કોઈ પણ ધાર્મિક જૈન જાહેર સભામાં ફતેહચંદભાઈનું પાંચ દશ મિનિટ પણ વક્તવ્ય ન હોય એવું પ્રાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org