________________
લાગે છે. કદાચ સ્વતંત્ર તચિંતક એ દષ્ટિ સાથે સંમત ન થાય, તો પણ એટલું તો જરૂર કહી શકાય કે એકંદરે શ્રી ફતેહ દભાઈએ, તત્ત્વ નિરૂપણ, અનેક દષ્ટિએ અને બની શકે એટલી વિસ્તૃત રીતે કરવાનો રૂચિકર પ્રયાસ કર્યો છે. એક જ લેખમાં “જૈન દર્શન ને લગતા અનેક મુખ્ય મુખ્ય વિષયો અને બાબતોને સંક્ષેપમાં સમાવેશ કર્યો છે અને તેથી પણ શ્રી ફતેહચંદભાઇને પ્રયાસ પ્રશંસનીય અને આવકારવા જે છે.
૪. મુખ્ય લેખ જૈન ધર્મની મીમાંસામાં શ્રી ફતેહચંદભાઇએ ધર્મ વિષયક અનેક બાબતો સ્પર્શી અને ચર્ચા છે. આરંભમાં ધર્મ એટલે શું, એની ઉપયોગિતા શાથી, દર્શનશાસ્ત્રોમાં જૈન દર્શનનું સ્થાન શું, જૈનદષ્ટિએ કાલચક શું છે, જેના ગામોની ઉત્પત્તિની સમજ, દ્વાદશાંગીમાં રહેલી હકીકત સમજવામાં ચાર હારે (૧) દ્રવ્યાનુયોગ, (૨) ગણિતાનુ
ગ, (૩) કથાનુયોગ અને (૪) ચરણકરણાનુયોગ એવા અનેક વિષયનું વિવરણ કર્યું છે. દ્રવ્યાનુયોગની ચર્ચા કરતાં વિદ્ધવ્યનું સ્વરૂપ, જીવના વિવિધ પ્રકારના શરીરનું વર્ણન, આભા, ઇન્દ્રિય અને પ્રાણને સંબંધ, પર્યાપ્તિને અર્થ, આઠ પ્રકારના કર્મ અને તેનું સ્વરૂ૫ અને તેના સંદર્ભમાં ચાર કાય કેવા હોય તેનું વિવેચન, સમ્યફવની વ્યાખ્યા અને તેને ઉત્પત્તિક્રમ, આત્માનો વિકાસક્રમ દર્શાવતાં ચૌદ ગુણસ્થાનકો, પ્રમાણ અને નયની વિચારણા, સપ્તભંગીનું સ્વરૂપ, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાનું કથન-વગેરે અનેક તાત્વિક બાબતોને નિર્દેશ કર્યો છે. વળી “જૈન દર્શનના સિદ્ધાન્તોમાં અન્ય દર્શનનું અવતરણ” એ મથાળા નીચે (૧) ન્યાય, (૨) વૈશેષિક, (૩) સાંખ્ય, (૪) યોગ, (૫) પૂર્વમીમાંસા અને (૬) ઉત્તરમીમાંસા અથવા વેદાંત એ પદર્શન સાથે તેમ જ બૌદ્ધ અને ચાર્વાક દર્શન સાથે જૈન દર્શનની સરખામણી ટુંકમાં અને ઘણી સુંદર રીતે કરી છે. તે સાથે જૈન દર્શનમાં કેવી રીતે સઘળાં દર્શન ભળી જાય છે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org