________________
[૩૮]
અભિપ્રાય-દર્શન કાવ્યમાં શ્રી આનંદઘનજીના આઠ પદોને હરિગીતમાં અનુવાદ મનુષ્ય જીવનનું અમૃત”, “આમિક સામર્થ્ય પ્રકટાવવા અભ્યર્થના”, “પરમાત્મા પ્રતિદય નિમંત્રણું” વગેરે ભિન્ન ભિન્ન છંદવાળા કાવ્યમાં આત્માની ઉચ્ચ ભાવનાઓ દ્રષ્ટિગોચર થાય છે, જે તેમના આત્માને તથા વાચકેના આત્માને ઊર્ધ્વગામી બનાવે છે. ટૂંકમાં તેઓશ્રીના લેખો અને કાવ્ય વિદ્વતાથી ભરપૂર છે; જૈન સમાજને ગૌરવરૂપ આવા વિદ્વાન અને શાસ્ત્રના અભ્યાસી મુરબ્બી પાસેથી એમનો આ વિદ્યાને વારસો લઈ ચેડા વિદ્વાન અને અભ્યાસીઓ તૈયાર થાય એ ખૂબ જ ઈચ્છનીય છે.
મુ. શ્રી ફતેહચંદભાઈ જૈન સમાજની અનેક સંસ્થાઓમાં વર્ષોથી પિતાની સેવાઓ આપતા રહ્યાનું આજે ઘણાઓ જાણે છે, પણ સદી ઉપર વીતી ગયેલી ઉમરે પણ તેઓશ્રી ખૂબ જ ધગશપૂર્વક સન્નિષ્ઠભાવે સમાજના ધાર્મિક, શૈક્ષણિક અને સાહિત્યક ક્ષેત્રે તન, મન, ધનથી પિતાની સેવાઓ આપતા રહ્યા છે એ અને કોને પ્રેરણારૂપ છે.
મુંબઈ, ભાવનગર, પાલીતાણ વગેરે શહેરની જૈન સમાજની આગેવાન કોઈ પણ સંસ્થા એવી ભાગ્યે જ હશે કે જેમને મુરબ્બી શ્રી ફતેહચંદભાઈની સેવાનો લાભ નહીં મળે હોય.
આવા એક સેવામૂર્તિ અને પીઢ લેખકના પ્રકાશનને લાભ જૈન સમાજને મળે તે પણ સમાજનું એક સદભાગ્ય છે એમ કહું તો અતિશયોક્તિ નથી.
અંતમાં મુ. શ્રી ફતેહચંદભાઈ સમાજ સેવા અને સાહિત્ય સેવા વધુને વધુ કરે તે માટે તેઓશ્રીને તંદુરસ્તીભર્યું દીર્ધાયુ બક્ષે એમ શ્રી શાસનદેવને પ્રાર્થના કરું છું.
હીરાલાલ જુઠાલાલ શાહ સં. ૨૦૧૮
ઉપ પ્રમુખ " ચિત્ર સુદી ૧
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ ગુરૂવાર
- ટ્રસ્ટી મુંબઈ
શ્રી અગાસી જૈન દેરાસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org